________________ અમૃત મહોત્સવ સ્મૃતિ માં છે તેમાંથી મેં મારે માટે કેટલું ખર્યું છે! જેના નિમિત્તનું છે એના રક્ષણાર્થે હું તો સેવક ધર્મ બજાવું છું. પુત્ર, તું પણ આ ધ્યેયને અનુસરજે, તે માટે જ મેં તને કહ્યું જરૂર પૂરતી જ અગરબત્તી લેજે. જિનપ્રભુએ જે પાંચ મહાવ્રતો સૂચવ્યાં છે એમાં પાંચમું અપરિગ્રહ છે. પરિગ્રહમાં એક પ્રકારની મૂછ છે, આસક્તિ છે.” બહાર લોકોનો જયઘોષ સંભળાયો. મહારાજા જિતશત્રુનો જ્ય હો!” એ સાંભળતાં પુત્ર બહાર દોડયો. આનંદ અને શિવાનંદાને પણ જાણવાની ઇચ્છા થઈ કે મહારાજની સવારી શા માટે નીકળી હશે? પુત્રે પાછા આવી સમાચાર આપ્યા. ‘પિતાશ્રી, શ્રમણ ભગવાન મહાવીર આપણી નગરીમાં પધાર્યા છે. અને મહારાજા પર્વપાસના કરવા ત્યાં સિધાવે છે તેનો જ્યઘોષ થાય છે.' આનંદને હૈયે આનંદ વ્યાપ્યો. ભગવાન મહાવીર નગરીમાં સમવસૂત થાય એ ફળપ્રદ પ્રસંગ કહેવાય. ભગવાનની દિવ્ય વાણીનો ઉપદેશ શ્રવણ કરવાનો અલભ્ય લાભ એ કેમ ચૂકે! એણે નક્કી કર્યું હું પણ યાવત્ પર્થપાસના કરીશ. પુત્ર! તને કંઈ જાણવા મળ્યું કે ભગવાન કયા સ્થાનમાં સમવસર્યા છે?' તિપલાશ ચૈત્યમાં'' પતિને નિશ્ચય જાગતાં શિવાનંદાએ અનુચરને આજ્ઞા કરી કે “ચામર છત્રનો પ્રબંધ કરી તું સાથે જ અને સારથિને કહે કે અશ્વો જોડી રથ કાઢે, પણ આનંદે ના પાડી. ‘રથની કંઈ જરૂર નથી. છત્ર ચામરનો ઠઠારો પણ મને ન જોઈએ. એવો દેખાવ મારે કરવો નથી.” 'તો પગપાળા જશો?' ‘સ્વયં ભગવાન પદયાત્રા કરતા સર્વત્ર વિચરે છે, વનવગડા અને ડુંગરા ઓળંગે છે અને હું દ્રુતિપલાશ ચૈત્ય સુધી પગે ન જઈ શકું?' તેઓ તો ભગવાન છે. અસંભવને પણ સંભવિત કરી શકે !' ‘તમે બહુ સરસ વાત કહી ગૃહિણી. ભગવાન અસંભવિતને પણ સંભવિત કરી શકે છે માટે ભગવાને પ્રરૂપેલા ધર્મને સાર દશવૈકાલિક સૂત્રમાં પ્રબોધ્યો છે. ધર્મ જીવનમાં ઉત્કૃષ્ટ મંગલ છે અને આચારધર્મ સનાતન