________________ શ્રી મોહનલાલ દ. દેશાઈનું પત્રકારિત્વ પહેલાં જ એમનાં લખાણો હેરલ્ડ'માં પ્રકાશિત થતાં જ રહેતાં હતાં. જેમકે "Shrimad Yashovijayaji' જેવી અંગ્રેજી લેખશ્રેણી ૧૯૧૧ના નવેમ્બરથી હપ્તાવાર શરૂ થઈ હતી. હેરલ્ડ'નું તંત્રીપદ સંભાળતાં વેંત જ મોહનલાલે કેટલાક નવા ફેરફારો અમલી બનાવ્યા. આ ફેરફારોમાં અંગ્રેજી લેખો, પ્રાસંગિક પ્રશ્નો વિશે ફુટ ઉદ્ગાર' મથાળાવાળી તંત્રી નોંધો, પ્રાચીન કાવ્યકૃતિઓનું પ્રકાશન વગેરેનો સમાવેશ થાય છે. “અમારું કર્તવ્ય સમાજની, સાહિત્યની, ધર્મની અને તત્ત્વજ્ઞાનની પ્રગતિ, વિકાસ કેમ થાય અને જૈનેતર સામાન્ય તેમજ વિદ્ધવર્ગ પણ જેનોમાં રહેલી ઉચ્ચ કિંમત પીછાનતો રહે...” અહીં મોહનભાઈનું ચિત્ત પોતાના કર્તવ્યને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વિચારે છે. સમાજ-સાહિત્ય-ધર્મ-તત્ત્વજ્ઞાનના વિકાસની એમણે જે વાત કરી એમાં અગ્રતાક્રમે ‘સમાજ'ને મૂક્યો છે તે નોંધનીય છે. જેનોમાં રહેલી ઉચ્ચ ભાવના જૈનેતર પીછાણે તે ખાસ લક્ષમાં રાખ્યું છે. હેરલ્ડ’ અને ‘જીનયુગની ફાઈલો જોતાં ડગલે ને પગલે એની પ્રતીતિ મળે છે કે મોહનભાઈનું હૃદય, પોતાનો તાર પત્રકાર તરીકે એક વ્યાપક સમાજ સાથે જોડવા મથે છે. દષ્ટિકોણને-અભિપ્રાયને તેઓ ઉદારતાથી અને ખુલ્લા મનથી હંમેશાં તપાસે છે. હિરલ્ડ'નું તંત્રીપદ સંભાળ્યાના પહેલા જ વર્ષે મોહનભાઈ પત્રકાર તરીકે જે ખાસ સાહસ કરે છે તે એના પર્યુષણ અંકનું પ્રકાશન. આ અંક માટે તેમણે જૈન-જૈનેતર વિદ્વાનો પાસેથી ખાસ આમંત્રણ પાઠવી લેખો મંગાવ્યા, પરિણામે પર્યુષણ અંક દળદાર અને વિદ્વત્તાપૂર્ણ વાચન પૂરું પાડનાર બન્યો. બીજે વર્ષે પણ (હિરલ્ડ’નું ૯મું વર્ષ) મોહનભાઈએ પર્યુષણ અંક માટે લેખકોને જાહેર નિમંત્રણ આપતાં પ્રસ્તુત અંક માટે અને તે પછી પણ સામાન્યત: કેવાં લખાણોની જરૂર છે તેમાં માર્ગદર્શક બને તેવી ર૦૭ વિધ્યોની એક સૂચિત લેખસૂચિ તૈયાર કરીને જુલાઈ ૧૯૧૩ના અંકમાં છપાવી. મોહનભાઈએ આ લેખસૂચિમાં સમાવેલા નીચેના કેટલાક સૂચિત વિષયો જુઓ– 0 શ્રીમદ્ શંકરાચાર્ય અને જેનો 0 'સરસ્વતીચંદ્ર'માં જૈન સંબંધે ઉલ્લેખો 0 સ્વ. મણિલાલ નભુભાઈની જૈન સાહિત્ય પ્રત્યે સેવા