________________ 339 શ્રી મહાવીર જૈન વિદ્યાલય : એક ઝલક કરીને સંસ્થા પ્રત્યેનું પોતાનું ઋણ આનંદથી અદા કરે છે. અત્યાર સુધીમાં આશરે નવ હજાર વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરી ગયા છે. આ નવ હજાર વિદ્યાર્થીઓમાંથી લગભગ 46% વિદ્યાથીઓએ લોનનો લાભ લીધો છે. માત્ર ભારતમાં જ નહિ પરદેશમાં પણ અભ્યાસ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી સહાય આપવામાં આવે છે. ( શૈક્ષણિક પ્રવૃત્તિ ઉપરાંત જૈન સાહિત્ય સંશોધન, સંકલન અને પ્રકાશન ક્ષેત્રે પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું આગવું પ્રદાન છે. એમાં પણ આગમ પ્રકાશનની પ્રવૃત્તિ શિરમોર જેવી છે. પૂજ્યયાદ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે સમગ્ર જૈન સાહિત્યનું, તેમાંયે વિશેષ કરીને જૈન આગમો તેમ જ સમગ્ર આગમિક સાહિત્યનું, જીવનભર વ્યાપક તેમજ મર્મસ્પર્શી અધ્યયન-સંશોધન કરેલું. આગમોના તેઓ પારગામી અને અધિકૃત જ્ઞાતા તરીકે અને આગમ પ્રભાકર તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આગમ પ્રકાશનની સર્વે જવાબદારી - તેઓશ્રીએ વહન કરી હતી. ઈ. સ. ૧૯૭૧ની ૧૪મી જૂનના રોજ પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા પછી આ અધ્યયન સંશોધનની વિદ્યાપ્રવૃત્તિ અને આગમ પ્રકાશનની જવાબદારીને બહુશ્રુત પૂ. મુનિશ્રી જંબુવિજયજી મહારાજે વહન કરી છે અને તેઓશ્રી એને ઉત્તરોત્તર અવિરતપણે પ્રગતિના પંથે મૂકી રહ્યા છે. અત્યાર સુધીમાં 14 ગ્રંથોમાં 17 આગમ સૂત્રોનું પ્રકાશન સંપન્ન થયું છે, જેણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પુસ્તકોને આપણા સાચા મિત્રો કહ્યા છે. એટલે જ આ વિદ્યાલય પોતાના વિવિધ શાખાઓનાં પુસ્તકાલયોને માતબર બનાવ્યાં છે. મુંબઈનાં પુસ્તકાલયમાં તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, રાજકારણ, અર્થશાસ, ધાર્મિક, વિજ્ઞાન આદિનાં પુસ્તકોનો વિપુલ ભંડાર છે. પુસ્તકો ઉપરાંત 316 જેટલી ટ્રાન્સપરન્સીઓ અને 1056 પ્રાચીન હસ્તપ્રતો છે. આ પુસ્તકાલયને પણ આજે સમૃદ્ધ અને વિસ્તૃત કરવાની યોજના ચાલુ જ છે. આજના વિજ્ઞાનયુગને અનુલક્ષીને સંસ્થાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી નિરંજન નાથાલાલ વખારિયાએ એસ્ટ્રોકોસ્મોલોજીને લગતાં ર૪૯ પુસ્તકો ભેટ રૂપે આપ્યાં છે. પુસ્તકાલયમાં એનો અલગ વિભાગ ઊભો કર્યો છે. અમને કહેતાં આનંદ થાય છે કે પુસ્તકાલયનો લાભ સંસ્થાના વિદ્યાથીઓ