SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 94 નાભેયજિન વિજ્ઞપ્તિસ્વરૂપ વનમ્ આ શ્લોકથી શરૂ કરીને આખો પ્રસંગ નવ શ્લોકમાં વિગતવાર આલેખો છે, જેને સુકતમાં ગણ્યો છે. સે. પ્રતિમાં જે 20 શ્લોક વધારે છે, તેમાં રત્નજર પડ્યૂવાતિવા અને ત્યાનમન્દિાસ્તોત્ર ના કેટલાક શ્લોકની છાયાવાળા 10/11 શ્લોક છે અને આઠ શ્લોક, નયનતકુળ સરોવરવાળી ઐતિહાસિક ઘટનાના વર્ણનમાં રોકાયા છે. એકંદરે મા. પ્રતિ કરતાં તે. પ્રતિની રચના વધારે માતબર છે. પઘો પ્રવાહી છે, શૈલી પ્રાસાદિક અને હૃદ્ય છે. આ રચનાની ખૂબી એ છે કે, આમાં આત્મનિન્દાનું સ્વરૂપ વૈયક્તિક છે; અંગત છે. પરમાત્મા પાસેનો નિખાલસ એકરાર છે. હૃદયની સચ્ચાઈ સાથેની કબૂલાત છે. એક રીતે આ રચના માનવમનના અભ્યાસની સામગ્રી પૂરી પાડે છે. માનવમનના અતલ ઊંડાણોમાં કેવી રીતે વૃત્તિઓ સળવળતી હોય છે! જેટલા છોકરા જેવા મળે તે સર્વને ચેલા બનાવવાની ઇચ્છા થાય. સભામાં વ્યાખ્યાન દ્વારા પર્ષદાને અશ્રુભીની બનાવે અને પોતાની આંખ સાવ કોરી રહે. લોક સમક્ષ તપની વાતો અને અંદરખાને તપનો અભાવ. આવી આવી વૃત્તિ-પ્રવૃત્તિની વચ્ચે નિકાનાં નક્ષત્રો પણ ઝળકે છે. તેનો ચળકાટ આપણને તેમના પ્રત્યે ભક્તિનમ્ર બનાવે છે. પરમ સમીપે આવી, નિર્દભ રજૂઆત એ મનને નિર્મળ બનાવવાની, માંજવાની સાધના છે તેના અહીં દર્શન થાય છે. આમ તો બંને કૃતિમાં અર્થની દષ્ટિએ ઘણું સામ્ય છે. જે ફેરફાર છે તે શબ્દોનો છે. નવા વિષય તરીકે મ. પ્રતિમાં 60 માં શ્લોકમાં જહાંગીર બાદશાહની વાત છે તે રે. પ્રતિમાં નથી. બીજી નોંધપાત્ર વાત એ છે કે, મ. પ્રતિમાં સાત શ્લોક સુધી પ્રણનું - બીવ - એવાં સંબોધનથી વાત શરૂ કરી છે અને પછી વ્યક્તિગત પોતાના ઉપર લઈને આગળ વધ્યા છે. જ્યારે સે. પ્રતિમાં બીજા શ્લોકથી મા-બહં એમ શરૂ કર્યું છે. અને એ જ વધુ હૃદયસ્પર્શી લાગે છે. કોઈને આમાં બહુ કાવ્ય-ચમત્કૃતિના દર્શન ન થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ તો સંવેદનશીલ કાવ્યવૃત્તિ છે. પોતાના મનોભાવને-મનોગતને-બાળસુલમ સરળતાથી - ‘પિત્રો: પુરોનત્પતિ નિર્વિઃ . એ ન્યાયે અહીં રસળતી શૈલીમાં અભિવ્યક્ત કર્યા છે.
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy