________________ 34. અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 45 મૂળ આગમ સૂત્રોની ગાથાઓ 98786 જુદા જુદા મૂલ સૂત્રો પર ટિપ્પણીની ગાથાઓ + 603282 કુલ ગાથાઓ 782068 આ 45 આગમોના (1) મૂળસૂત્રો (2) તેની નિર્યુક્તિઓ (3) ભાષ્યો (4) ચૂર્ણિઓ અને (5) ટીકાઓ વૃત્તિઓ એમ દરેકના પાંચ અંગો છે જે પંચાંગી કહેવાય છે. અને એ દરેક પ્રમાણભૂત ગણાય છે, આમ કુલ સાત લાખ ગાથા પ્રમાણ જેટલું આ સાહિત્ય છે. - આ સાત લાખ ગાથાઓ અભ્યાસપૂર્વક કોઈ વાંચવા ઇચ્છે તો પણ આજના આ અત્યંત ત્રસ્ત અને વ્યસ્ત એવા કાળમાં કોણ નિરાંતે વાંચી શકે? એકલાખ ગાથા પ્રમાણવાળા ‘મહાભારત' ગ્રંથમાંથી ભગવદ્ગીતા જેવો સાતસો એક (701) ગાથાઓનો અમરગ્રંથ હિન્દુધર્મને પ્રાપ્ત થયો અને આજે હિંદુધર્મનો એ મુખ્યગ્રંથ ગણાય છે. જેવી રીતે ઈસ્લામનો ધર્મગ્રંથ કુરાન છે, ખ્રિસ્તી ધર્મનો માનગ્રંથ બાઈબલ છે, હિન્દુધર્મનો મુખ્યગ્રંથ ભગવદ્ગીતા ગણાય છે, બૌદ્ધ ધર્મનો ધમ્મપદ છે, એવી જ રીતે જૈન ધર્મનો કોઈ એક પ્રતિનિધિ સર્વ સામાન્ય ગ્રંથ હોવો જોઈએ એવા વિચારને કેન્દ્રમાં રાખીને વિનોબા ભાવેની પ્રેરણાથી 1976 માં ‘સમણસુત્ત' શીર્ષક હેઠળ એક ગ્રંથનું પ્રકાશન યજ્ઞ પ્રકાશન સમિતિ (વડોદરા) તરફથી થયું. અનેક જૈનાચાર્યો, જૈન વિદ્વાનોએ સાથે મળીને મૂળ આગમ ગ્રંથો અને અન્ય કેટલાક પ્રાચીન સૂત્રગ્રંથોમાંથી 756 ગાથાઓ પંસદ કરીને આ સમગસુત્ત’ ગ્રંથની રચના કરી. એમાં અર્ધમાગધી ભાષામાં મૂળ ગાથાએ ગાથાનો સંસ્કૃતપદ્યાનુવાદ મૂકવામાં આવ્યો છે, અને સામા પાના ઉપર ગાથાનો ગુજરાતી ગદ્યાનુવાદ છે, જે શ્રી અમૃતલાલ ગોપાગીએ કર્યો છે. જૈન ધર્મમાં માત્ર જડક્રિયાકાંડ અને દમનની જ વાત છે એવી કંઈક છાપ લઈને આજનો એક મોટો બૌદ્ધિક ગણાતો અને સુશિક્ષિત વર્ગ વીસમી સદીના નવા-નવા ચિંતન પ્રવાહો અને સાધના પદ્ધતિઓ તરફ વળ્યો છે, આકર્ષાયો છે. હકીકતમાં જૈન આગમસૂત્રોમાં વર્તમાન જીવનશૈલી અને ચિંતન પ્રવાહો સાથે સુસંગત કહી શકાય તેવી અનેક ગાથાઓ જોવા મળે છે. કંઈક આવા સંદર્ભમાં જ અહીં માત્ર થોડીક પસંદ કરેલ ગાથાઓ