________________ 177 સંસ્થા કદાપિ વિચારી શકે નહિ. લોકશાહી પ્રજાસત્તાક રાજ્યમાં શિક્ષણની આ સર્વગ્રાહી જવાબદારી છે. જ્ઞાતિ, વર્ગ, ભાષા અને સામાજિક-આર્થિક સ્તરની ઉપરવટ જઈને સમાજ અને રાષ્ટ્રના નાગરિક તરીકેની અસ્મિતા જાગૃત કરવાનું કાર્ય નવી શિક્ષણપ્રથાનું છે. આમ થાય તો જ લોકશાહી પ્રજાસત્તાક રાજાની શિક્ષણ સંસ્થા સાર્થક બની શકે. અત્યારે આ કાર્ય અર્થહીન લાગે છે. શિક્ષણ એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્યના એક મોટા અનર્થ તરીકે ઉપસ્યું છે. નવી શિક્ષણનીતિએ પીડિત સમાજના નવા શિક્ષણાત્રની ગીતા શરૂ કરવી જરૂરી છે. હાલની શિક્ષણપ્રથાને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર મોટી સહાય આપી રહ્યું છે. આમ છતાંય શિક્ષણના સામાજિક વળતર કરતાં ખાનગી વૈયક્તિક વળતરનું પ્રમાણ મોટું છે. અસમાનતાનું મૂળ શોધવાની જરૂરત આ પ્રકારના વળતરને સુધારવાની છે. આજે 20 ટકા શહેરવાસીઓ 80 ટકા સામાજિક લાભો પ્રાપ્ત કરે છે. પ્રતિવર્ષ આશરે તેર હજાર જેટલા તબીબો તૈયાર થાય છે અને તેનો લાભ કેવળ 20 ટકાની વસતીને જ મળે છે. આરોગ્યના બજેટના 80 ટકા કેવળ 20 ટકાની શહેરી ઉપલા વર્ગની વસતીને ફાળે જાય છે. સમાનતાના સૂત્રની સાથે આ પરિસ્થિતિએ એક પ્રકારનો વિરોધાભાસ સર્જ્યો છે. લોકોને શિક્ષણ સંસ્થામાં અને શિક્ષણ દ્વારા સૂત્રાત્મક રીતે વારંવાર મુખપાઠ કરતાં મૂલ્યોમાં વિશ્વાસ રહ્યો નથી. - સાર્વત્રિક ફરજીઆત પ્રાથમિક શિક્ષણ પણ વર્ષો થયાં એક સંકલ્પના જ રહી છે. આ પણ ઘણાં સૂત્રોમાંનું એક સૂત્ર રહ્યું છે. કારણ ગરીબાઈ હજી પણ શિક્ષણ માટે એક વિદનદોટ છે. નવા પ્રજાસત્તાક રાજ્યની લોકશાહીને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થાની મુન:રચના એવી રીતે કરવાની છે કે જેમાં સમાજ અને રાષ્ટ્રમાં નૈતિક ભિન્નતા તેમજ વૈયક્તિક અધિકારો જે અસમાનતાના કદમાં જ વૃદ્ધિ કરે છે તેને પ્રાંરભમાં જ ડામવાની જરૂર રહે. રાષ્ટ્રીય જરૂરત અને ઇચ્છિત એવી ઉત્પાદકતામાં સહાયરૂપ બને એવા શૈક્ષણિક માળખાની પુનઃરચના કરવાની હવે જરૂર છે. કાર્યપદ્ધતિ અને વ્યવહાર પરના નોકરશાહીના અંકુશો દૂર કરી એક નવી ભૂમિકા પર શિક્ષણને મૂકવાની જરૂર છે. અત્યારની શિક્ષણ વ્યવસ્થા આજની લોકશાહીનો એક મોટો અનર્થ છે.