Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/006140/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન ddgiાન આધુનિક વિજ્ઞાન અને (શ્રી dcવાર્થસૂત્ર અધ્યાય - ૫ નું આધુનિક વિવેચન) છે. છે શ્વાસોચ્છવાસ છે મન ૮ કર્મ શ્વાસોચ્છવાસ ૭ મના ૮ કર્મ ૫ ભાષા ૪ તૈજસા ૩ આહારક ૨ વૈક્રિય ૧ ઔદારિક (રેડીયો એકટીવ ડીસઈન્ટીગ્રેસનથી યુરેનિયમનું સીસામાં રૂપાંતર) Page #2 -------------------------------------------------------------------------- ________________ * મુખપૃષ્ઠ પરના પ્રતિક નો પરિચય • જૈન તત્વજ્ઞાન મુજબ પુદ્ગલપદાર્થની ૮ વર્ગણાઓ. • વિજ્ઞાન મુજબ યુરેનિયમમાંથી સીસામાં ભૌતિક પદાર્થનું રૂપાંતર. વિશ્વના સમગ્ર પુદ્ગલદ્ય (ભૌતિક પદાર્થ) ના જૈન શાસ્ત્રોમાં મહત્ત્વના ૮ વિભાગો બતાવ્યા છે. તેને ૮ વર્ગણા કહે છે. આ ૮ વર્ગણાને સરળતાથી સમજીએ. વિશ્વમાં એકલા, છૂટા, સૂક્ષ્મ એવા સ્વતંત્ર પરમાણુઓ અનંત છે. બે પરમાણુઓ સંયોજન પામીને બનેલા ક્રયણુકં સ્કંધો (molecules)પણ અનંત છે. તેજ રીતે ઋણુક અને આગળ ઉત્તરોત્તર ૧ -૧ પરમાણું વધતાં અસંખ્યાત પરમાણુઓ સંયોજાઈને બનેલા સ્કંધો તેમજ અનંત અને અનંતાનંત પરમાણુઓના બનેલા સ્કંધો, આ સર્વે પ્રત્યેક સ્કંધો પણ અનંત છે. આમાં નિશ્ચિત અનંત પરમાણુના બનેલા સ્કંધથી શરૂ કરી ૧ -૧ પરમાણું વધતાં વધતાં અનંતગુણ અધિક, (પણ એક નિશ્ચિત મર્યાદા સુધી) એવા અનંત પરમાણુનો બનેલો સ્કંધ સુધીના જે જે સ્કંધો છે, તેને ૧લી ઓદારિક વર્ગણા કહી છે. તેનાથી પણ અનંતગુણ અધિક પરમાણુઓ વાળા જે સ્કંધો છે. તેને રજી વૈક્રિયવર્ગણા કહી છે. આ રીતે આગળ - આગળની વર્ગણાના સ્કંધો પૂર્વ કરતાં અનંતગુણ અધિક પરમાણુવાળા જાણવા. તે મુખપૃષ્ઠ પરના મિત્રમાં બતાવ્યા મુજબની ૩જી આહારક, ૪થી તેજસ, પમી ભાષા ઉઢી શ્વાસોચ્છ્વાસ, ૭મી મન, અને ૮મી કર્મ. આ વર્ગણાઓમાં સમજવાજેવી અને આશ્ચર્યકારી વિશેષતા એ છે કે, આગળ આગળની ૨જી, ૩જી વિગેરે વર્ગણાઓ વધુ વધુ ૫૨માણુઓવાળી હોવા છતાં, તેના સ્કંધો પૂર્વની વર્ગણાના સ્કંધો કરતાં વધુ સૂક્ષ્મ, અને વજનમાં હલકા છે. અને પૂર્વની વર્ગણાના સ્કંધો ઓછા પરમાણુઓવાળા હોવા છતાં સ્કૂલ અને વજનમાં ભારે હોય છે. (વિશેષ જુઓ પૃ. ૪૩ થી ૫૦ અને ૩૭૪ - ૭૫) સર્વે વર્ગણાઓનો મૂળભૂત ઘટક પરમાણું એક સમાન છે. તે વિખરાવા અને જોડાવા દ્વારા વિવિધ વર્ગણાઓમાં રૂપાંતર પામે છે. એટલે પરમાણુંઓના સંયોજનની પદ્ધતિ મુજબ વિવિધ પદાર્થો સર્જાય છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ******************************************************************* ૮ માં ન RA. જેને તત્ત્વજ્ઞાન અને વષ ૩ માહારક ૪ તેલ ૫ ભાષા “મન (રેડીયો એકટીવ ડીસઈન્ટીગ્રેસનથી યુરેનિયસનું સીસામાં 0269_%8 છે આધુનિક વિજ્ઞાન IDA -: દિવ્યકૃપા :$ી જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, સુવિશુદ્ધ તત્ત્વજ્ઞાનના પ્રરૂપક પૂજયપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા -: લેખક-સંપાદક :ગુરુકૃપા પાત્ર, સમતાનિધિ, ગુરુદેવ પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી દર્શનભૂષણવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી દિવ્યકીર્તિવિજયજી ગણિવર -: પ્રકાશક :શ્રી ટીંટોઈ જે.મૂ.પૂ. જૈન સંઘ ધરિ ૧ *********************************************************** *** ** Page #4 -------------------------------------------------------------------------- ________________ * લેખક-સંપાદક * પૂ. પંન્યાસપ્રવર શ્રીદિવ્યકીર્તિવિજયજી ગણિવર્યશ્રી * પ્રકાશક : શ્રી ટીંટોઈ શ્વે.મૂ.પૂ. જૈન સંઘ (શ્રીમુહરીપાર્શ્વનાથ તીર્થ) તા. મોડાસા, જિલ્લા અરવલ્લી મો. પેઢી. રસીકભાઈ - ૯૪૨૯૧૭૭૪૫૭, સતીષભાઈ – ૯૪૨૭૩૬૮૭૫૪ આવૃત્તિ પ્રથમ, નકલ : ર૭૦૦ પ્રાપ્તિસ્થાન : પ્રકાશક તથા મુંબઈ ભરતભાઈ ગુલાબચંદ ઝવેરી ભવ્ય -બી-૨૦૩ શીવરામ એપાર્ટ., મો. ૯૦૨૯૦૨૨૦૧૪ રામચન્દ્ર લેન, મલાડ-૪૦૦૦૬૪ ૯૯૩૦૫૭૫૬૫૧ મો. ૯૯૦૪૦૩૭૧૫૪ મુંબઈ અમદાવાદ રીતેશ જિતુભાઈ - બી-૫૦૪ સુગમ રેસીડન્સી ગાર્ડનીયા ફલેટની બાજુમાં નવા શારદા મંદિર રોડ, પાલડી, મો. ૯૮૨૪૦૩૬૭૦૫ અમદાવાદ પાર્શ્વ વિક્રમભાઈ શાહ :- ૨, નંદનબાગ સોસાયટી રાજસ્થાનની હોસ્પિલની પાછળ, શાહીબાગ, અમદા.-૪ મો. ૯૯૦૪૪૭૪૦૮૭ સુરત નિલેષ એસ. મહેતા ડી-૨૦૪, સુમેરૂ રેસીડન્સી પાલ મો. ૯૪૨૭૯૨૦૮૦૬ હિંમતનગર ભાવેશ ગીરીશભાઈ ભંડારી સીમધૂર ફાઈનાન્સ નવા બજાર મો. ૯૮૨૪૬૫૧૫૭૧ મુંબઈ તેજપાળરાજુ ભાઈ મેઘાણી અમર નિવાસ પ્રાર્થના સમાજ, ડી-૩૭ બીજો માળ, મો. ૯૮૨૦૨૦૦૭૦૧ સુરત જશુભાઈ ૩૦૫, સીમંધર કોમ્લેક્ષ, હિન્દુ મીલન મંદિર પાસે, ગોપીપુરા, મો. ૯૪૨૬૧૦૧૬૦૯) Page #5 -------------------------------------------------------------------------- ________________ – શ્રુતભક્તિ—અનુમોદના – આ પુસ્તકના સંપૂર્ણ લાભાર્થી એક સગૃહસ્થ તરફથી આપની શ્રુતભક્તિની અનુમોદના કરીએ છીએ. – પ્રકાશક – Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રસ્તાવના ધર્મ અને વિજ્ઞાન અંગે વિચારબિંદુ ‘ધર્મ’ અને ‘વિજ્ઞાન’ આ બે વસ્તુઓને જગતનો મોટો ભાગ પરસ્પર વિરોધી વસ્તુરૂપે જાણતો-માનતો આવ્યો છો, જે કેટલાક અંશે સાચું છે તો કેટલાક અંશે ખોટું છે. કયાં અંશે સાચું ? - અને કયા અંશે ખોટું ? - તેનો નિર્ણય કરતાં પહેલાં બંનેય શબ્દો પાછળ સમાયેલા અર્થને વિચારવો અનિવાર્ય છે. ‘ધર્મ’ શબ્દની વ્યાખ્યા અનેકાનેક પ્રકારે કરવામાં આવેલી છે, એમાં સૌથી વ્યાપક વ્યાખ્યા છે. વત્યુસહાવો ધમ્મો । (વસ્તુસ્વમાવો ધર્મ: ।) એટલે વસ્તુ પદાર્થનો મૂળભૂત સ્વભાવ એ એનો ધર્મ કહેવાય. આ વ્યાખ્યા જગતમાં રહેલા જીવ અને જડ એમ બે વિભાગમાં રહેલા તમામે તમામ પદાર્થોને એકસરખી રીતે લાગુ પડે છે. દાખલાથી સમજવું હોય તો જીવ એટલે આત્મા-આત્માનો મૂળભૂત સ્વભાવ જ્ઞાનદર્શન-ચારિત્ર-તપ-વીર્ય અને ઉપયોગ છે. નિર્બંધ ચેતનાસ્વરૂપ પણ એને કહી શકાય. એવી અવસ્થા મોક્ષમાં વિદ્યમાન છે. સંસારમાં સંપૂર્ણપણે જ્ઞાન-દર્શન વગેરે છં ગુણો અગર નિબંધ ચેતનાસ્વરૂપ હોઈ શકતા નથી, કારણ કે આત્મા કર્મના બંધનથી બંધાયેલો છે. માટે જ મોક્ષ એ આત્માનો સ્વભાવ છે. સ્વભાવ છે માટે જ તે આત્માનો ધર્મ છે. આ મૂળભૂત આત્મ-સ્વભાવને પ્રાપ્ત કરવા માટે સંસારી આત્માને, સંસા૨માં જે કાંઈ કરવાનું થાય તે પણ કારણરૂપ ધર્મ છે. મોક્ષને મેળવવામાં કારણરૂપ જે હોય તેને પણ ધર્મ કહી શકાય. આ થયો જીવ-આત્માનો ધર્મ. જડનો ધર્મ શું સમજવો ? દરેક જડ વસ્તુમાં ગુણ-પર્યાય હોવાના જ. માટે જ દ્રવ્યની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે મુળપર્યાયવર્ દ્રવ્યમ્ । દ્રવ્ય એ ગુણ અને પર્યાયવાળું હોય છે. દ્રવ્યના જે ગુણ છે તે જ દ્રવ્યનો સ્વભાવ છે. પર્યાય તો માત્ર અવસ્થાંતરો છે. દાખલા તરીકે પાણીનો ગુણ શીતલતા છે. ગમે તેટલું ગરમ કરીને મૂકો..પાણી ધીમે ધીમે પણ પોતાના મૂળભૂત ગુણસ્વભાવ-શીતલતાને જ પામે છે. એ જ રીતે અગ્નિનો ગુણ-સ્વભાવ ઉષ્ણતા છે. વાયુનો સ્વભાવ ગતિશીલતા છે. પૃથ્વીનો સ્વભાવ ભારેપણું છે. આકાશનો સ્વભાવ બીજી વસ્તુઓને સમાવવાનો છે. એમ દુનિયાના દરેક જીવ-આત્મા કે/અને જડપુદ્ગલને પોતપોતાનો ધર્મ હોય છે. હવે ‘વિજ્ઞાન' શબ્દ જોઈએ. વિશિષ્ટ જ્ઞાનં વિજ્ઞાનમ્ । વિશિષ્ટ કક્ષાનું જ્ઞાન તે વિજ્ઞાન. વસ્તુના એકાદ-પાસાં કે અમુક થોડાં પાસાંનું જ્ઞાન હોવું એ ‘જ્ઞાન' છે, તેની Page #7 -------------------------------------------------------------------------- ________________ સામે એ વસ્તુને દરેક પાસાંથી જાણવી-સમજવી, તે વિજ્ઞાન છે. ધર્મની આપણે વ્યાખ્યા જોઈ...કે વસ્તુનો સ્વભાવ તે ધર્મ. હવે આ વસ્તુનો સ્વભાવ શી રીતે જણાય? જ્ઞાનથી કે વિજ્ઞાનથી? કહેવું જ પડે કે વિજ્ઞાનથી. અમુક થોડા પાસાં જાણવાથી ન આત્માને વાસ્તવિક રીતે જાણી-પીછાણી શકાય કે ન જડપુદગલની પણ યથાસ્થિત ઓળખાણ થાય. એટલે ધર્મ માટે, વસ્તુસ્વભાવના સમ્યફ અને સંપૂર્ણ અવબોધ માટે વિજ્ઞાનનો સહારો અનિવાર્ય છે. વસ્તુના સ્વભાવને પ્રાપ્ત કરવો એ ધર્મ છે અને વિજ્ઞાન તેને પ્રાપ્ત કરવામાં સાધન કારણરૂપ બન્યું. બીજી રીતે વિચારીએ તો વસ્તુના એક એક પડ ખોલતાં જઈએ તો એના સ્વભાવની વિશિષ્ટ વિશિષ્ટ જાણકારી થતી જાય, એટલે જ વિજ્ઞાન ખુલતું અને ખીલતું જાય. જ્યારે વસ્તુના બધા પડખુલી જાય ત્યારે એ અંગેનું વિજ્ઞાન પણ પૂરબહાર ખીલી જાય. આ અપેક્ષાથી ધર્મ અને વિજ્ઞાન એ સામસામા નથી પણ પરસ્પર પૂરક સાપેક્ષ બાબતો છે. પરંતુ આજે “સાયન્સ માટે જે “વિજ્ઞાન” શબ્દ વપરાય છે તે વિજ્ઞાન તો ઘણી ઘણી રીતે ધર્મથી એકદમ વિપરીત પણ છે, વિરુદ્ધ પણ છે અને અધૂરું પણ છે, તે ભૂલવા યોગ્ય નથી. જૈનધર્મરૂપે જગતમાં જે માન્યતા-આચરણા વિદ્યમાન છે તેના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો સાધનાને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રના ત્રિવિધ કષપટ્ટકથી કસીને જે મહાત્માઓ આત્માના સ્વભાવમાં કે સ્વભાવના પ્રગટીકરણમાં બાધક તત્ત્વો (કર્મ, વિષય, કષાય, રાગ-દ્વેષ, અજ્ઞાન, પ્રમાદાદિ દોષો)ને દૂર કરી જગતના તમામ દ્રવ્યો-પદાર્થોનું ત્રણે કાળનું સર્વ પર્યાયોનું એક સામટું વિજ્ઞાન (કેવળજ્ઞાન-કેવળદર્શન) પ્રાપ્ત કરે છે તેઓ આત્મસ્વભાવના પ્રગટીકરણનો સ્વાનુભૂત માર્ગ જગતને પ્રરૂપે છે. એનો જ સંગ્રહ આગમાદિ ધર્મશાસ્ત્રો કરે છે. એને જ શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘ સ્વસ્વશક્તિ અનુસાર સ્વસ્થ જીવનમાં જીવે છે અને સાધનાને આગળ વધારી અંતે એ પણ તેવું જ વિશિષ્ટ જ્ઞાન (કેવળજ્ઞાન-કેવળદર્શન) પ્રાપ્ત કરી પ્રાંતે શાશ્વતકાળ માટે આત્માની સ્વાભાવિક-અવસ્થા-પરમધર્મ-મોક્ષને પામે છે. આવા વિશિષ્ટજ્ઞાની (કેવળજ્ઞાની-કેવળદર્શની) આત્માઓ જ જૈન ધર્મમાં પરમાત્મા તરીકે ઓળખાય છે. તીર્થકર, અરિહંત, જિન, જિનેશ્વર, વિતરાગ, કેવલી સર્વજ્ઞ, સર્વદર્શી જેવા તેમના જ ગુણાશ્રિત નામો છો. શ્રી આદિનાથ-ઋષભદેવ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી આદિ તીર્થકરો પણ અરિહંત, જિન, જિનેશ્વર, વીતરાગ, Page #8 -------------------------------------------------------------------------- ________________ { કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી જ હોય છે. જે આત્માઓ રાગ-દ્વેષ અને અજ્ઞાન આ ત્રણ બાધક તત્ત્વોનો સમૂલઘાત (નાશ) કરે છે તે જ આત્માઓ વિશિષ્ટજ્ઞાની (કેવળજ્ઞાનીકેવળદર્શી) કે સર્વજ્ઞ બની શકે છે. જગતમાં કોઈ પણ વ્યક્તિ અસત્ય બોલે છે તેમાં ત્રણ જ કા૨ણ હોઈ શકે. ૧. રાગ, ૨. દ્વેષ, ૩. અજ્ઞાન. આ ત્રણેય કારણો જેમનામાં ન હોય તેવા વિશિષ્ટજ્ઞાની (કેવળજ્ઞાની-કેવળદર્શી) કે સર્વજ્ઞ ક્યારે પણ અસત્ય ન જ કહે. જૈન તીર્થંકરો આવા જ સર્વજ્ઞ હોવાથી એમનાં વચનો (જે આગમાદિ ધર્મશાસ્ત્રોમાં ગુંથાયેલાં છે.) ક્યારેય અસત્ય હોઈ શકતાં નથી. એની જ પ્રતીતિ આગમાદિ જૈન શાસ્ત્રોમાં બતાવેલા સિદ્ધાંતોને હજુ સુધી આધુનિક વિજ્ઞાન ખોટા પૂરવાર કરી શક્યું નથી. બલ્કે જેમ જેમ આધુનિક વિજ્ઞાનની શોધો આગળ વધતી જાય છે તેમ તેમ એક એક જૈન સિદ્ધાંતો ડંકાની ચોટે સત્ય પૂરવાર થઈ રહ્યા છે. માટે જ ઈટાલીના પ્રસિદ્ધ વિદ્વાન ડૉ. એલી.પી.ટેસ્ટીટૉરીએ લખ્યું કે – "xx The more scientific knowledge advances, the more the Jain teaching will be proved." વૈજ્ઞાનિક જ્ઞાન જેટલું આગળ વધશે, તેટલું જૈન તત્ત્વજ્ઞાન સત્ય પૂરવાર થતું જશે.’ પરંતુ...સાયન્સ ખૂબ જ વામણું છે ધર્મ સામે ! પહેલા હજાર વર્ષમાં જે શોધ થતી તે પછી સૈકામાં થવા લાગી. સૈકાની શોધ પછી દશકામાં થવા લાગી. દશકામાંથી વર્ષે-વર્ષે નવી શોધ અને એમાંથી હવે મહિને-મહિને કે રોજ-બરોજ નવનવી શોધ થવા લાગી છે. આ નવી શોધ જૂના વૈજ્ઞાનિક સિદ્ધાંતોના વિકાસરૂપે પણ થાય છે તો ઘણીવાર જૂના સિદ્ધાંતોને ઊથલાવી એનાથી તદ્દન વિરોધી સિદ્ધાંતને પાયો બનાવી રચાય છે. આઈઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત બતાવ્યો હતો તેને ઘણા વર્ષો બાદ ઉથલાવી દેવાયો છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના પણ ગોટલા છોતરાં જુદા પડાયા છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈ જેવા વિશ્વવિખ્યાત વિજ્ઞાનીના સિદ્ધાંતો સામે પણ મોટા પડકારો અને પ્રશ્નચિહ્નો મુકાયા છે. સારા સારા વૈજ્ઞાનિકો પણ નિખાલસપણે કબૂલ કરે છે કે અમારા વિજ્ઞાનને મર્યાદા છે. આંખ અગર સાધનની આંખથી જેટલું દેખાય તેટલું જ વિજ્ઞાન માને. જેની આંખ નબળી અને જેનું સાધન પછાત તેને ઓછું દેખાય તેથી સારી આંખવાળા કે સારા સાધનવાળાએ જોયેલું ખોટું છે તેમ ન મનાય. ટૂંકમાં વિજ્ઞાનના સિદ્ધાંતોને નિયમો એ ત્રિકાલાબાધિત નથી. એની સામે જૈનધર્મ-સર્વજ્ઞકથિત સિદ્ધાંતો અને નિયમો ત્રિકાલાબાધિત છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન એની એક એક શોધ પાછળ અબજોનું ધન પાણી કરે છે અને હિંસાચારનો કોઈ પાર નથી, જૂઠ્ઠાણાનો આશ્રય કોમન પ્રેક્ટીશ ગણાય છે. ચોરી-જારી અને સંગ્રહખોરી વિજ્ઞાનનાં શાપિત ફળો છે. જ્યારે જૈનધર્મ-સર્વજ્ઞકથિત સિદ્ધાંતોની શોધ માટે એક પણ રૂપિયાના ખર્ચની કે એકાદ નાનકડા ય જીવ-જંતુની હિંસાની જરૂર નથી. ધર્મમાર્ગ એટલે ત્યાગ માર્ગ. અર્થ-કામના સંસાધનોની પાછળની આંધળી દોટ બંધ કરી આત્મ-સ્વભાવને પામવાની-ખોજમાં લાગી જાય તેને વિશિષ્ટજ્ઞાનની સંપ્રાપ્તિ થાય અને એ વિશિષ્ટજ્ઞાન (કેવળજ્ઞાન)માં જગતના બધા જ પદાર્થો-જીવા અને જડ વસ્તુઓ યથાસ્થિત દેખાય જણાય. માટે જ સર્વા-સર્વદર્શી એવા અરિહંત પ્રભુએ બતાવેલી આગમાદિ જૈનશાસ્ત્રોની ફૂટપટ્ટીથી વિજ્ઞાનને માપી શકાય પણ સર્વજ્ઞ-અસર્વદર્શી, સીમિત અને એકક્ષેત્રીય જ્ઞાન ધરાવતા વિજ્ઞાનીઓએ સ્થાપિત કરેલી વિજ્ઞાનની ફૂટપટ્ટીથી જૈન સિદ્ધાંતોને માપી ન શકાય. સિવિક કે ક્રિમિનલ ડીસ્ટ્રીકટ કોર્ટોએ કરેલા નિર્ણયો ઉપરની હાઈકોર્ટમાં પડકારી શકાય, હાઈકોર્ટના કરેલા નિર્ણયો એની ઉપરની સુપ્રિમકોર્ટમાં પડકારી શકાય. એમાં હાઈકોર્ટનો નિર્ણય નીચેની કોર્ટને મંજુર રાખવો પડે અને સુપ્રિમનો નિર્ણય હાઈકોર્ટે તેમજ એની નીચેની તમામ કોર્ટોને પણ મંજુર રાખવો પડે, કારણ એ સૌથી શ્રેષ્ઠ ઓથોરીટી ગણાય છે, તેમ વિજ્ઞાન અને વિજ્ઞાનીઓના નિર્ણયોને એનાથી વિકસિત, સંશોધિત, સૂક્ષ્મવિજ્ઞાન અને વિજ્ઞાનીઓ રદ કરી એના સ્થાને વિકસિત, સંશોધિત, સૂક્ષ્મ સિદ્ધાંતો પ્રતિસ્થાપિત કરી શકે છે. ઉપરિતન વિજ્ઞાન વિજ્ઞાનીઓએ પ્રતિસ્થાપિત કરેલા એ સિદ્ધાંતો જ્યાં સુધી એને ય પાછો પડકાર ન મળે ત્યાં સુધી નીચે-નીચેના વિજ્ઞાન-વિજ્ઞાનીઓને માન્ય રાખવા પડે છે. પરંતુ એ બધા કરતાં સર્વજ્ઞ-સર્વદર્શી અરિહંતો વિશ્વના સર્વશ્રેષ્ઠ વિજ્ઞાનને જોનારા જાણનારા અને આગમાદિ ધર્મશાસ્ત્રોના વચનો દ્વારા જગતમાં સંસ્થાપિત કરનારા હોઈ, એમના એ વચનો, સિદ્ધાંતો, ઉપદેશો, વિધાનો, પ્રવચનો અને પ્રરૂપણાઓને જગતની કોઈપણ વિજ્ઞાનશાખા કે વિજ્ઞાનીનો દ્વારા પડકારી શકાય તેમ નથી. વિજ્ઞાને અણુ શોધ્યો. જૈન શાસ્ત્ર હજારો વર્ષો પહેલા અણુ જ નહિ પરમાણુ બતાવ્યો. જૈન શાસ્ત્ર બતાવેલો પરમાણુ પણ કેટલો સૂક્ષ્મ ! કે કેવળજ્ઞાની-સર્વજ્ઞના જ્ઞાનથી પણ જે જડ પદાર્થના (પુદ્ગલના) હવે પછી બે ભાગ થવા શક્ય ન હોય, તેવા પુદ્ગલના અવિભાજય અંશને અહીં પરમાણુ કહેવામાં આવેલ છે. આજના Page #10 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનીઓ અણુના વિભાજન કરતાં કરતાં હજારો અને લાખોગણા ભાગ કરીને કવાર્ક કે ગોડપાર્ટીકલ જેવા સૂક્ષ્મ-ભાગને મેળવી પરમાણુ મળ્યાનો દાવો ભલે કરતા હોય, જૈન શાસ્ત્ર વર્ણવેલા “પરમાણુથી તેઓ દૂરને દૂર છે એ રહેશે. કારણ કે એને શોધવો, જોવો એ છદ્મસ્થ (સર્વજ્ઞ) જીવોની શક્તિ બહારનું છે. એટલે આજનું વિજ્ઞાન હજુ ઘણી મોટી હરણફાળ ભરી શકે એ શક્ય છે પરંતુ તે જૈન શાસ્ત્રકથિત સર્વજ્ઞ પ્રરૂપિત સિદ્ધાંતોને આંબી શકે. એ અશક્ય જ છે. આવા તો કેટલાય દષ્ટાંતો આપી શકાય. આ પુસ્તકના પ્રણયનનો આશય પણ જાણવા જેવો છે. તપાગચ્છાધિરાજ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન સંસારી અવસ્થામાં ડૉક્ટર રહેલા અને દીક્ષા લઈ સુંદરતમ અંતર્મુખ જીવન જીવી પરમગુરુદેવેશની વરદનિશ્રામાં પ્રવર નિર્ધામણા પામી સમાધિપૂર્વક કાળધર્મને વરેલા મુનિરાજ શ્રી દર્શનભૂષણવિજયજી મહારાજના સંસારીપણે સુપુત્ર ડૉ. ધીરૂભાઈના બે પુત્રો પરમતારકશ્રીજીનાં પ્રવચનોના શ્રવણે એજીનીયરીંગની પદવી છોડી દીક્ષિત બન્યા અને તેઓ આજે પંન્યાસશ્રી દિવ્યકીર્તિવિજય ગણિવર તથા પંન્યાસશ્રી પુણ્યકીર્તિવિજયજી ગણિવરના નામે સુંદર આરાધના પ્રભાવનાદિ કરી-કરાવી શ્રેય સાધી રહ્યા છે. આ મુનિવરો વિજ્ઞાનશાખાના સંસ્કારોમાં જ ત્રણ-ત્રણ પેઢીથી ઉછરેલા હોઈ વિજ્ઞાનના આટા-પાટાના સારા જાણકાર છે, અહીં આવ્યા બાદ મહાવિજ્ઞાની પ્રભુશ્રી મહાવીરસ્વામીએ દર્શાવેલા આત્મવિજ્ઞાનના પણ ઠીક ઠીક અભ્યાસી બન્યા છે. એના કારણે એમણે જે તુલનાત્મક અભ્યાસ દ્વારા સર્વજ્ઞશાસનની મહાશ્રેષ્ઠતા જાણી, માણી તેનાથી જ પ્રેરાઈ વિજ્ઞાનની એકાંતે અંધભક્તિથી પ્રેરાઈ વિજ્ઞાનવાદના ઘોડાપૂરમાં તણાનારા અને જાણ્યા-અજાયે વીતરાગ સર્વજ્ઞપ્રભુના મહાસાસની ઉપેક્ષા-આશાતના-અવહેલનાદિ દ્વારા કર્મબંધન-ભવભ્રમણને ઊભો કરી દુઃખી થવા સાથે આત્મકલ્યાણ અને અનંતા સુખસામ્રાજ્યથી અનાયાસે વંચિત રહી જનારા જીવોને જોઈ એમની ઉપર કરૂણા કરવા માટે પંન્યાસશ્રી દિવ્યકીર્તિ-વિજયજી ગણિવરે આ પ્રયાસ આરંભ્યો છે. આ પૂર્વે પણ “વિશ્વવિજ્ઞાન : પ્રાચીન અને નવીન' નામે સન્માર્ગ પ્રકાશનના માધ્યમે તેમણે એક વિચારણીય પુસ્તક પ્રકાશિત કરાવ્યું હતું, જેમાં પ્રો. ઘાસીરામ જૈને અંગ્રેજીમાં લખેલા “કૉસ્મોલૉજીઃ ઓલ્ડ એન્ડ ન્યુ' (જ્ઞાનપીઠપ્રકાશન) પુસ્તકનો મુખ્ય આધાર લઈ, તત્ત્વાર્થસૂત્રના પાંચમા અધ્યાયના આધારે, વિજ્ઞાને કરેલી શોધોના મૂળ જિનાગમો-જૈનશાસ્ત્રોમાં કયા કયા સ્વરૂપે ઉપલબ્ધ થાય છે તેનું આધારયુક્ત તાર્કિક નિરૂપણ કર્યું હતું, જે ઘણાખરાને શ્રદ્ધા અને સર્બોધ આપનાર બન્યું હતું. અહીં Page #11 -------------------------------------------------------------------------- ________________ એમણે નાના-નાના લેખોના માધ્યમથી જૈનદષ્ટિ અને વિજ્ઞાનદષ્ટિ બન્નેને પ્રસ્તુત કરી છે. વિજ્ઞાનીઓના મંતવ્યોના આધારે જૈનશાસ્ત્રમાં વર્ણવેલા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની ઘટના પણ રજૂ કરી છે. પૂર્વે જણાવ્યા મુજબ વિજ્ઞાનીઓના મંતવ્યો સમયે-સમયે બદલાતા હોવાથી આ બાબતમાં અનેક જાતના વિચારભેદ જોવા મળે છે, એમણે કરેલી તુલનાઓ અને કાઢેલાં તારણોથી જૈનશાસ્ત્રમાં વર્ણવેલા ધર્માસ્તિકાય આદિ પદાર્થો તેવાં જ છે (એટલે ઈથર જેવાં) તેવું ન કહી શકાય, કારણ કે, ઈથરરૂપી દ્રવ્ય છે જયારે ધર્માસ્તિકાય વિગેરે અરૂપી દ્રવ્ય છે. આવી અનેક બાબતો વિમર્ષના અંતે સમજાય તેવી છે. ધર્મ અને વિજ્ઞાન (સાયન્સ) અંગે ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે સાધનામાંથી પ્રગટેલ વિજ્ઞાનના પ્રકાશમાં જોવાયેલો, જણાયેલો ધર્મ વ્યક્તિને અધ્યાત્મની દિશામાં લઈ જાય છે, જયારે સાધનોમાંથી પ્રગટેલું આજનું વિજ્ઞાન (સાયન્સ) જીવને ભૌતિકતાની દિશામાં લઈ જાય છે.” સાધનામાંથી પ્રગટેલ વિજ્ઞાનરૂપ ધર્મ આત્માને એ સાધનાના માર્ગે સાચા સુખ તરફ લઈ જાય છે, જેમાં બાહ્ય-સાધનનોની કોઈ આવશ્યકતા રહેતી નથી, જ્યારે સાધનોમાંથી પ્રગટેલ વિજ્ઞાન (સાયન્સ) એ સાધનોના રવાડે ચડાવી આભાસીતકલાદી સુખ અપાવે છે, જે ભોગવાનું પરિણામ દુઃખ અને દુઃખની પરંપરા જ હોય “ધર્મ દરેક વ્યક્તિને સ્વતંત્ર, સ્વાધીન બનાવી વસ્તુના અભાવમાં પણ પરમસુખની અનુભૂતિ કરાવે છે, જ્યારે વિજ્ઞાન (સાયન્સ) દરેક વ્યક્તિને પરતંત્ર, પરાધીન બનાવી વસ્તુના ઢગલામાં ય અસંતોષાદિ અપાવી દુઃખી કરાવે છે.” ધર્મ, ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષ જેવા આત્મિકગુણોની સિદ્ધિ દ્વારા આત્માના મૂળભૂત સ્વરૂપ-સ્વભાવને પમાડી કૃતકૃત્ય બનાવે છે, તો વિજ્ઞાન (સાયન્સ) વ્યક્તિમાં ગ્રોમોર (Growmore) અને હેવમોર (Havenore) જેવા સંસ્કારો પાડી અપેક્ષા-પૂર્તિ ન થતાં ક્રોધ, અભિમાન, માયા-પ્રપંચ-દગાબાજી અને અસંતોષ આદિના ખાડામાં પાડી વ્યક્તિને દુઃખી-દુઃખી બનાવે છે.” “ધર્મનો મુખ્ય પાયો “છોડીને મેળવવું એ છે, અર્થાત્ દુન્યવી અર્થ-કામનો ત્યાગ કરીને આત્મિક સમતારસનું પાન કરવું-કરાવવું, જ્યારે વિજ્ઞાન (સાયન્સ)નો મુખ્ય પાયો “માત્ર મેળવ્યે જ જવું” એ છે, અર્થાતુ નવ-નવી વસ્તુ, સાધન, સામગ્રી ભેગી કરવી, એકઠી કરવી, સંગ્રહ કરવો અને એને જોઈ જોઈ રાજી થવું. એમાંની Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મોટા ભાગની સામગ્રીએ પોતે ભોગવી શકતો નથી, પણ એ સાધન સામગ્રી જ એને ભોગવી જાય છે. (એનો ભોગ લઈ લે છે.)” સાધનોની મર્યાદા છે, સાધના અમર્યાદિત છે. સાધનોથી નક્કી કરાતા સિદ્ધાંતોમાં સાધનોની મર્યાદા આડે આવે છે. જયારે સાધનાથી પ્રાપ્ત થતા સિદ્ધાંતોમાં કોઈ આડ-અવરોધ રહેતો નથી. સાધનોથી નક્કી થયેલ સિદ્ધાંતો પરિવર્તનશીલ હોય છે, જયારે સાધનાથી પ્રાપ્ત થયેલા સિદ્ધાંતો અપરિવર્તનશીલ એટલે કે ત્રિકાલાબાધિત હોય છે. સાધનોથી નક્કી થતા સિદ્ધાંતોનો સ્વીકાર અને પ્રસાર કરવા માટે સાધનોની જેવી જરૂર પડે છે તેવી સાધનાથી પ્રાપ્ત થતા સિદ્ધાંતોનો સ્વીકાર અને પ્રસાર કરવા માટે કોઈ આવશ્યકતા રહેતી નથી. સાધનો વ્યક્તિને બહારની દુનિયા તરફ ઘસડી જાય છે, જ્યારે સાધના વ્યક્તિને અંદરના વિશ્વનો ઉઘાડ કરી આપીને અંતરને આનંદ-સભર બનાવી દે છે. અહીં રજૂ કરેલી બાબતો એક વિચારબિંદુ પ્રસ્તુત કરે છે, જે બુદ્ધિજીવીને વાસ્તવિકતા તરફ દોરી જવા માટે એક મજબૂત માધ્યમનું કામ કરે છે. તેટલી એની ઉપયોગિતાના સ્વીકાર સાથે પંન્યાસજીનો આ પ્રયાસ તે દિશામાં સફળ નિવડે એવી શુભકામના સાથે – જૈનશાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ, પૂ.આ.શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી. વિજયગુણયશસૂરીશ્વરજી મહારાજાનો શિષ્યાણ વિજયકીર્તિયશસૂરિ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ II શ્રીમુહરીપાર્શ્વનાથાય નમઃ | || નમો નમઃ શ્રીગુરુરામચન્દ્રસૂરયે | લેખકની વાત વિજ્ઞાન કે વિપરીત જ્ઞાન? પં. દિવ્યકીર્તિવિજય ગણિ વિજ્ઞાનનો ખૂબ વિકાસ થયો છે. આ વાત બધે પ્રસિદ્ધ છે. પરંતુ વિજ્ઞાન અને વિજ્ઞાનનો વિકાસ વાસ્તવમાં શું છે, તેને સર્વજ્ઞ ભગવાનના શાસ્ત્રો મુજબ વિચારીએ. આગમશાસ્ત્ર શ્રી ભગવતીજીસૂત્ર શતક-૨ ઉદ્દેશ-પ માં જણાવ્યું છે કે, सवणे नाणे विन्नाणे पच्चक्खाणे य संजमे ગુરુના ઉપદેશનું શ્રવણ કરવાથી જીવ, અજીવ, પુણ્ય પાપ આદિ નવતત્ત્વનો બોધ મળે તે જ્ઞાન. તે પછી ગુરુના વિશેષ સંસર્ગથી જ્ઞાન હેય, ઉપાદેય, નય, નિક્ષેપા આદિ પૂર્વકનું વિશિષ્ટ બને તે વિજ્ઞાન. તેના ફલરૂપે પ્રત્યાખ્યાન પ્રાપ્ત થાય. તાત્પર્ય એ છે કે, વિજ્ઞાન આત્મામાં પરિણત બને, આત્મસાતુ થાય, ત્યારે તે જાણકારી માત્ર માહિતિના સંગ્રહરૂપ ન બની રહે પરંતુ હેય (ત્યાજય), ઉપાદેય (આદરવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય), ના વિવેક પૂર્વકની બને. તેથી જીવનમાં વ્રત, નિયમ, તપ, ત્યાગના આચરણોમાં ઉલ્લાસ આવે. તેને પ્રત્યાખ્યાન કહે છે. પ્રત્યાખ્યાન આત્માના સંયમ ગુણને વિકસાવનાર છે. જ્ઞાનસ્ય છત્ત વિરતિઃ (જ્ઞાનનું ફળ વિરતિ). આ વાત શાસ્ત્રોમાં પ્રચલિત છે. આવા જ્ઞાનને જ વિજ્ઞાન કહેવાય. જે જ્ઞાન આત્માના પરમ સુખમય અને શુદ્ધ સ્વરૂપ એવા મોક્ષપદ પ્રત્યે રૂચિ ન પ્રગટાવે, અને તે પ્રાપ્ત કરાવનાર સર્વજ્ઞભગવાન કથિત તપ, ત્યાગાદિ ધર્મના આચરણો પ્રત્યે અને તેને અનુસરતી જીવનશૈલી પ્રત્યે ઉલ્લસિત ન કરે તે જ્ઞાન માત્ર માહિતીનો સંગ્રહ છે. આત્માનો જ્ઞાનગુણ નથી. શાસ્ત્રોમાં તેને મિથ્યાજ્ઞાન કે અજ્ઞાન તરીકે જ ઓળખાવ્યું છે. જેવી રીતે પુસ્તકોમાં કે computerની C.D.માં શબ્દોનો સંગ્રહ છે, તેમ મગજમાં પણ માહિતીરૂપે સંગ્રહિત થયેલું કહેવાય. છાપખાનામાં ઘણું છપાઈ જાય તેમ મગજમાં tranfer થયેલું ગણાય. તે આત્માને લાભ ન કરે. વર્તમાનમાં પ્રયોગો વગેરે દ્વારા ભૌતિક પદાર્થોના ગુણધર્મોની જાણકારી મેળવી, નવા નવા આવિષ્કારો કરાયા છે. તેને વ્યવહારમાં પ્રયોજીને સગવડતા અને મનોરંજનના સાધનો વિકસાવ્યા છે, તે નવી નવી શોધોને વિજ્ઞાન કહે છે. તે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ આત્માના વિષયને સ્પર્શતુ નથી, તેમજ આત્માને લાભ કરનાર પણ નથી. તદુપરાંત હિંસાને વધારનાર અને અનાચારો અને જડભાવનું પોષક હોવાથી પરમાર્થની દૃષ્ટિથી જડજ્ઞાન કે વિપરીત જ્ઞાન જ કહેવું જોઈએ. જો કે વૈજ્ઞાનિકોએ વ્યક્તિગત ચિંતકો તરીકે કેટલીક વાતો સ્વીકારી છે. દા.ત. આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહે છે કે - I believe that intelligence is manifested throught all nature (અર્થ - હું માનું છું કે સમસ્ત પ્રકૃતિમાં ચેતના કામ કરી રહી છે.) સર એએસ એડિંગ્ટન કહે છે કે “Something unknown in doing, we do not know what...regard consciousness as fundamental. I regard matter as directive from consciousness. The old atheism is gone. Religioun belongs to the realm of the spirit and mind and cannot be shaken (અર્થ – કોઈ અજ્ઞાત શક્તિ કામ કરી રહી છે. આપણે જાણતા નથી કે એ શું છે? હું ચૈતન્યને મુખ્ય માનું છું, ભૌતિક પદાર્થોને ગૌણ. પુરાણો નાસ્તિકવાદ ચાલ્યો ગયો છે. ધર્મનું વિચારક્ષેત્ર આત્મા તથા મન છે, અને તેને કોઈપણ પ્રકારે ચલિત કરી શકતા નથી.) 24182 $1742-4 sê sê } 'A conclusion which suggests... the possibility of consciousness after death...the flame is distinct from log of wood which serves it temporarily as fuel. (અર્થ :- કેટલાક પ્રયોગો પરથી દોરાયેલુ અનુમાન બતાવે છે કે મૃત્યુ બાદ પણ ચેતનાનો સંભવ છે. અગ્નિ લાકડાથી જુદો છે લાકડા તો થોડા વખત માટે એને પ્રગટ થવા માટે ઇંધનનું કામ આપે છે.) આવા વિધાનો દ્વારા વૈજ્ઞાનિકોએ જીવદ્રવ્યને સ્વીકાર્યું છે. પરંતુ જો સર્વજ્ઞ કથિત જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ તત્ત્વજ્ઞાનને પણ માનનારા સ્વીકારનારા બન્યા હોત તો સરવાળે પોતાના અને પરના આત્માને ભયંકર નુકશાન કરનારી, ચમત્કૃત કરતી પણ આવી શોધો તેઓએ જગત સમક્ષ પ્રકાશિત જ ન કરી હોત. વીતરાગ અને સર્વજ્ઞ શ્રી મહાવીર સ્વામીએ બતાવેલા પ્રાચીનકાળના શાસ્ત્રોમાં છ દ્રવ્યોના વર્ણનમાં ભૌતિક પદાર્થોના ગુણધર્મો અને રૂપાંતરોનું વિસ્તૃત વર્ણન હતું. તે વર્ણન જાણકારી, સ્વાધ્યાય અને અવસરે સ્વ-પરની શ્રદ્ધાને દઢ કરવાના પ્રયોજન માટે વર્ણવેલું હતું. વર્તમાન વિજ્ઞાને વિશ્વના ઘટક ભૂત છ એ દ્રવ્યો મધ્યે એક માત્ર પુગલદ્રવ્ય, એટલે કે ભૌતિકપદાર્થના અનેક વિભાગો મધ્યે એકમાત્ર ઔદારિક વર્ગણા (પૃ.૪૮)ના પુદ્ગલસ્કંધોના કેટલાક અંશોના ગુણધર્મો પ્રયોગોદ્વારા શોધ્યા છે. પ્રાચીન શાસ્ત્રોમાં તેનાથી અનેકગણું જ્ઞાન સંગ્રહિત કરાએલું હતું. પરંતુ પડતા (અવસર્પિણી) કાળના જીવોની તેને માટેની યોગ્યતાની હાનિને જાણી હતી. વિશિષ્ટ Page #15 -------------------------------------------------------------------------- ________________ ચમત્કારી જ્ઞાનનો સદુપયોગ કરતાં દુરુપયોગની સંભાવના વધુ જોઈ હતી. તેથી તે જ્ઞાન પ્રાપ્ત કરનારના અને અન્યજીવોના આત્માના હિતને ધ્યાનમાં રાખીને લુપ્ત કરી દેવાયું હતું. તે અંગેના ઉલ્લેખો શાસ્ત્રોમાં મળે છે. હમણાંના ૨૮-૫-૧૬ના સંદેશનો અહેવાલ આ સંબંધમાં સૂચક છે. અમેરિકાના પ્રમુખ ઓબામાએ હિરોશિમાની મુલાકાત લઈ ઇતિહાસ રચ્યો. તે વખતે તેમણે જણાવ્યું કે “જે વૈજ્ઞાનિક ક્રાન્તિએ આ એટબોંબને ફેંકવા માટેનો માર્ગ બનાવ્યો, તેની સાથે એક નૈતિકક્રાન્તિ થવી જોઈતી હતી.” એક મહાસત્તાના રાજયકર્તા નૈતિકક્રાન્તિ “થવી જોઈતી હતી એવી લાગણી હવે અનુભવે છે, તેનો કેટલો મતલબ? હવે પસ્તાવાથી પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન શકય નથી. પડતા કાળમાં માણસમાં તેવી નૈતિકતા “થવી શક્ય જ નથી” તે પ્રાચીન મહર્ષિઓએ પારખી લીધું હતું. તેથી જ અગમચેતી વાપરી ચમત્કારી જ્ઞાનને પ્રચલિત ન થવા દીધું. વૈજ્ઞાનિકોમાં આ દૃષ્ટિનો સાવ જ અભાવ હોવાથી આજે સઘળું વિશ્વ વિષમ પરિસ્થિતિ તરફ ધસી રહ્યું છે. હવે તેને અટકાવવાનો કોઈ ઉપાય રહ્યો નથી. તે દરેકને અનુભવથી સ્પષ્ટપણે જણાય છે. વળી આ હકીકત ઉપરાંત બીજી વસ્તુ પણ વિચારીએ. ભૌતિક પદાર્થના વિષયોમાં વર્તમાન વિજ્ઞાને જે સિદ્ધાતો સ્થાપિત કર્યા છે, તે પરિપૂર્ણ અને અંતિમ છે. તેવો દાવો તેઓ કરતા નથી અને કરી શકે તેમ પણ નથી. નવા પ્રયોગો દ્વારા તેઓમાં પરિવર્તન કરવું પડે છે. કેટલીય ઘટનાઓમાં તે સિદ્ધાંતથી વિપરીત કાર્યો ઘટતા જણાય છે. હમણાં પ્રકાશિત થયેલ એક ઘટના પણ સમજવા જેવી છે. કાળા ડુંગરનો બનાવ : ગુજરાતના કચ્છમાં ભૂજથી ૯૭ કિ.મી. અને ખાવડા નામના શહેરથી ૨૫ કિ.મી. એક જગ્યા છે, જેને કાળો ડુંગર કહે છે. આ સ્થળની વિશેષતા એ છે કે તે સ્થળથી આગળ ચાલતા વાહન (ફોર વ્હીલર)ને તેમની ઝડપ અચાનક વધી જવાનો અનુભવ થાય છે. ઢાળ ઉપર જો ન્યૂટ્રલ ગીયરમાં બંધ કરીને ઊભુ રાખવામાં આવે તો તે ઢાળ પરથી નીચે ઉતરવાને બદલે ઢાળની ઉપરની તરફ સરકવા લાગે છે. તેનું કારણ જાણવા ગુજરાતની ડીઝાસ્ટર મેનેજમેન્ટ, સીસ્મોલોજીકલ રીસર્ચ ગાંધીનગર તેમજ Indian Institute of Tochnology, kanpur એ પ્રયત્ન કર્યો, પરંતુ તે જાણી શકાયું નથી. જૈન શાસ્ત્રોમાં પણ આવી સામાન્ય સ્વભાવથી વિપરીત પણે ઘટતી ઘટનાઓમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તે ક્ષેત્રનો વિશિષ્ટ પ્રભાવ કારણ તરીકે જણાવ્યો છે. તેના વર્ણન માટે જુઓ પૃ. ૧૭૩થી ૧૭૯. ૨૦૦૦ વર્ષ પૂર્વે થયેલા વાચકપ્રવર શ્રીઉમાસ્વાતિજી રચિત શ્રી તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૫ માં ૬ દ્રવ્યોનું વિસ્તૃત વર્ણન છે. તેના માધ્યમદ્વારા આ પુસ્તકમાં વિજ્ઞાનની શોધો સાથે તુલના કરવામાં આવી છે. ૨૦ વર્ષ પૂર્વે આ જ વિષય ઉપર ‘વિશ્વ વિજ્ઞાન પ્રાચીન અને નવીન’ પુસ્તક લખેલ હતું. એ જ વિષયને વધુ વિસ્તૃત અને સરળતાથી આલેખન આ પુસ્તકમાં કર્યું છે. તે માટે અન્ય પુસ્તકો અને ગ્રંથોનો સહારો લીધો છે. વિજ્ઞાનીઓની માન્યતાઓ માટે મુખ્યપણે cosmology old and new લે. G.R.Jain, ભારતીય જ્ઞાનપીઠ દ્વારા પ્રકાશિત પુસ્તક તેમજ પંડિત ખૂબચંદ કેશવલાલ પારેખ લિખિત અણું વિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન, કર્મસિદ્ધાંત, જૈનદર્શનમાં ઉપયોગ અને અન્ય પણ સામાયિકો, વર્તમાન પત્રોની માહિતીનો આધાર લેવામાં આવ્યો છે. મને ધર્મમાર્ગે લાવનાર તથા દીક્ષા દાતા પરમ ઉપકારી પરમ-ગુરુદેવ જૈનશાસનના મહાન જ્યોતિર્ધર પૂ.પાદ. આ.દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા તેઓશ્રીના શિષ્યરત્ન તારક ગુરુદેવ સમતાનિધિ પૂ.પાદ મુનિપ્રવર શ્રી દર્શનભૂષણવિજયજી મ.સા. તેમજ સંયમજીવનના ઉપકારી પૂ.પાદ આ.ભ. શ્રીમદ્ વિજય મહોદય-સૂરીશ્વરજી મ.સા. પૂ.પાદ આ.ભ.શ્રીમદ્ વિજયહેમભૂષણસૂરીશ્વરજી મ.સા. તથા વિદ્યાદાતા અને માર્ગદર્શક પરમ ઉપકારી વર્ધમાન તપોનિધિ સ્વ.પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયગુણયશસૂરીશ્વરજી મ.સા. તથા પ્રવચન પ્રભાવક પૂ.પાદ આ.દેવ શ્રીમદ્ વિજયકીર્તિયશસૂરીશ્વરજી મ.સા. આદિ સર્વે ઉપકારી પૂજ્યોને પ્રણમું છું. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિષયાનુક્રમ લેખ વિષય પ્રસ્તાવના વિજ્ઞાન કે વિપરીત જ્ઞાન? (૧) ભૂમિકા - જૈન તત્ત્વજ્ઞાન શાશ્વત છે. • વિશ્વ ઉત્પત્તિ અને વ્યવસ્થા ૦ જૈન તત્ત્વજ્ઞાનમાં ભગવાન સર્જક નથી, પણ જ્ઞાયક અને પ્રકાશક છે. ૦ શ્રી તીર્થકર ભગવાન અને ધર્મની સ્થાપના ૦ જૈન તત્ત્વજ્ઞાન શાશ્વત છે. • વેદ-પુરાણ વિગેરેમાં શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર છે. ૨) ભૂમિકા - ધર્મની સ્થાપના પેજ ૬ ૦ શ્રી તીર્થકર અને શ્રી ગણધર ભગવાન ૯ અધ્યાત્મ વિનાની જ્ઞાનસાધના શ્રમ આપતો બોજો છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રનો પાંચમો અધ્યાય. (૩) ભૂમિકા - ત્રિપદી. પેજ ૧૨ • અતિશયવંત શ્રી તીર્થકર ભગવાન ત્રિપદી અને શાસ્ત્રોની રચના આધ્યાત્મિક દૃષ્ટિએ ત્રિપદીનો સાર. (૪) ભૂમિકા- ઈશ્વર કત્વ. 1 પેજ ૧૦) • છ એ પદાર્થોમાં ત્રિપદી વ્યાપક છે. • ઈશ્વર અને જગતું કર્તુત્વ ભૌતિક ક્ષેત્રમાં પણ ત્રિપદી વ્યાપક છે. (૫) ચાર અજીવકાય. ૧લું અને રજું દ્રવ્ય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. સૂત્ર અને પેજ ૧-૨૧) ૦ પાંચ અજીવ પદાર્થો ૯ “અજીવકાર્ય અને પ્રદેશની વ્યાખ્યા ૦ અસ્તિકાયની વ્યાખ્યા ૦ ધર્માસ્તિકાય ૦ અધર્માસ્તિકાય ૦ ધર્મ અને અધર્મ દ્રવ્ય :- તુલના “ધર્માસ્તિકાય” અને “અધર્માસ્તિકાય' બંને દ્રવ્યો વિશ્વ વ્યવસ્થામાં આવશ્યક છે. (૬) ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય સૂત્ર અને પેજ ૧-૨૭ ૦ લોકાકાશ અને અલોકાકાશ ૦ આકાશનું સ્વરૂપ અને કાર્ય ૦ ગતિ અને સ્થિતિના કારણ તરીકે આકાશને નહિ માનવાનું કારણ છે આકાશના બે વિભાગ Page #18 -------------------------------------------------------------------------- ________________ લોકાકાશ અને અલોકાકાશ. (૭) ચાર અવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય. સૂત્ર અને પેજ ૧-૩૩) ૦ લોકાકાશ અને અલોકાકાશ. ૦ આધુનિક વિજ્ઞાન અને આકાશ. આકાશ સર્વત્ર એક સમાન છે. (૮) ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય. સૂત્ર અને પેજ ૧-૩૮ ૦ આકાશ અને પુગલ બંનેના કાર્યો સ્વતંત્ર છે. ૦ આકાશ, અને કાળ, બંને પણ સ્વતંત્ર છે. ૦ “ નિશ્ચત આકાશ પછી કોઈ આકાશ નથી તે માનવું યોગ્ય નથી ૦ પ્રયોગો દ્વારા અતીન્દ્રિય પદાર્થોનો તાગ મળી શકતો નથી. (૯) ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય. સૂત્ર અને પેજ ૧-૪૩ • આપણને ઇન્દ્રિય દ્વારા જે જણાય છે, તે માત્ર પુદ્ગલ જ જણાય છે પુદ્ગલ પરમાણુંના બે પ્રકાર ૧ પુદ્ગલ શબ્દની પસંદગી જૈનદર્શનની આગવી છે યુરેનિયમના રૂપાંતરો, પુગલનો “ગલન” સ્વભાવ પુગલ પદાર્થના સ્કંધોનું વર્ગીકરણ - ૮ વર્ગણા. (૧૦) ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય. સૂત્ર અને પેજ ૧૫૧ ૦ પરમાણું વડે આકાશપ્રદેશની વ્યાખ્યા ૦ એક આકાશપ્રદેશમાં અનંત પરમાણુંઓ સમાવેશ પામે. ૧ પુદ્ગલ (ભૌતિક) પદાર્થના સ્કંધો (molecules) પણ અદેશ્ય અને વજન રહિત અવસ્થા પામી શકે ૯ યુગલના સૂમપરિણામ સ્કંધો વજન રહિત કેવી રીતે? ૧૧) ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય. સૂત્ર અને પેજ ૧-૫૭) ૦ પુદ્ગલનું એક છત્રી સામ્રાજ્ય - ત્રિપદી પ્રદાન, અને શાસન સ્થાપના, એ નિશ્ચિત ઘટના • ત્રિગુણ સ્વભાવ સર્વદ્રવ્યોમાં વ્યાપક છે • ભૌતિક વિજ્ઞાન જૈન તત્ત્વજ્ઞાનની ત્રિપદીને અનુસરે છે. ૧૨) ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય. સૂત્ર અને પેજ ૧-૬૩) ૦ પ્રત્યક્ષ દેખાતો પદાર્થનો નાશ એ ભ્રમ છે • પદાર્થનું ઉર્જામાં, અને ઉર્જાનું પદાર્થમાં રૂપાંતર, સતત સૃષ્ટિમાં ચાલુ છે – ઊર્જાને વજન છે? – પ્રકાશને વજન છે? (૧૩) પમું જીવદ્રવ્ય. સૂત્ર અને પેજ ૨-૬૮) ૦ દ્રવ્ય, ગુણ અને પર્યાય ૦ ગુણ અને પર્યાયની વિશેષતા ૦ જીવ પદાર્થનું Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અસ્તિત્ત્વ - જીવના ૮ ગુણો જીવના વિવિધ પર્યાયો (૧૪) પમું જીવદ્રવ્ય. સૂત્ર અને પેજ ૨-૭૩) • ઇચ્છાદિ ગુણધર્મો જીવમાં જ સંભવે છે વૈજ્ઞાનિકો આત્મા શોધે છે તૈજસ શરીર Aura તેજપૂંજ ૦ મનુષ્ય જીવન આત્માના પૂર્ણ વિકાસ માટેનું અનન્ય સાધન છે. (૧૫) પમું જીવદ્રવ્ય. સૂત્ર અને પેજ ૨-૭૮) ૦ નિગોદમાં અનંત જીવો છે જીવના ભૌતિક શરીરનો વિકાસ ઇચ્છા, લાગણી આદિનો પ્રોટીન કે DNA RNA સાથે સંબંધ નથી ૦ આત્મા અને પુનર્જન્મ ૯ જીવની જિજિવિષા પ્રબલ છે. (૧૬) પાંચ દ્રવ્યો નિત્ય, સ્થિર અને અરૂપી સૂત્ર અને પેજ ૩-૮૪) • અન્ય દર્શનના નવદ્રવ્યોનો છમાં સમાવેશ ૯ વાયુ અને અગ્નિ પણ પુદ્ગલ છે ૦ ચંચળ મન અધ્યાત્મ ક્રિયાઓ દ્વારા સ્થિર થાય છે. (૧૭) પુદ્ગલના પ્રકારો સૂત્ર અને પેજ ૪-૮૯ ૦ છબી અને પ્રતિબિંબ પુગલના સ્વરૂપો છે • પાણીના ફુવારા જેવા છાયાના પુલો શબ્દ પણ પુગલનો પ્રકાર છે દૂરનો શબ્દ અત્યંત ઝડપથી, અને નજીકનો ધીરેથી આવે છે૦ મનપણ પૌગલિક છે. (૧૮) ત્રણ દ્રવ્યો, અખંડ અને એક છે. સૂત્ર અને પેજ પ-૯૫) • ધર્માસ્તિકાયને ગ્રીક તત્ત્વજ્ઞાનીઓ વિશ્વરચનામાં જરૂરી માનતા હતા - ઈશ્વરની માન્યતા છે શ્રદ્ધગમ્ય વસ્તુમાં તર્ક કે પ્રયોગો નિર્ણાયક નથી. (૧૯) ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે. સૂત્ર અને પેજ ૬-૯૯) ધર્માદિદ્રવ્યો પણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે બધા દ્રવ્યોમાં ત્રિપદી ઘટે છે - એકલી સ્થિરતા વાસ્તવિક ન હોય, અને માત્ર પરિવર્તન પણ વાસ્તવિક ન હોય. (૨૦-૨૧ અસંખ્ય અને અનંત સંખ્યાના ૨૧ પ્રકાર સૂત્ર અને પેજ ૭-૮-૧૦૪) સમજવા ૪ પ્યાલાનું દૃષ્ટાંત ઉત્કૃષ્ટ સંખ્યાતનું સ્વરૂપ [૧]સંખ્યાત-૩ પેટા ભેદ [૨]અસંખ્યાત-૯પેટા ભેદ [૩] અનંત-૯ પેટા ભેદ નામ યાદ રાખવાની સહેલી રીત નવભેદોનું પ્રમાણ સમજવા વિવેચન ૦૯ પ્રકારના અસંખ્યાત સંક્ષિપ્તમાં ૦૯ પ્રકારના અનંત, સંક્ષિપ્તમાં. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨૨) સર્વ આકાશ અને પુદ્ગલ અનંત છે સર્વ આકાશના અનંતપ્રદેશ છે. પ્રદેશની વ્યાખ્યા ઘનીભૂત પુદ્ગલ એ Matter, અને વિખરાયેલા પુદ્ગલ એ Energy, ઉર્જા. ૨૩) વિજ્ઞાનનો પરમાણું - Quark સૂત્ર અને પેજ ૯-૧૦-૧૧૬ પુદ્ગલના પ્રદેશ સૂત્ર અને પેજ ૧૧-૧૨૦ અણુથી નાનું કંઈ નથી ♦ Elementry Particleની વિજ્ઞાનની શોધ વ્યાવહારિક પરમાણું સુધી પણ ન પહોંચી શકે – વિજ્ઞાનનો પરમાણું Quark (કવાર્ક) સૂક્ષ્મથી માંડી વિશાળ કોઈપણ પુદ્ગલ પદાર્થમાં, વર્ણાદિ-૪ ગુણો અવશ્ય હોય જ સર્જનહાર અણુ છે ! સૂક્ષ્માતિસૂક્ષ્મ કર્મવર્ગણાના પુદ્ગલોનું વિશ્વમાં અનાદિકાલીન વ્યાપક સામ્રાજ્ય છે. ૨૪) પરિમિતલોકાકાશ સૂત્ર અને પેજ ૧૨-૧૩-૧૨૭ કર્મના પ્રભાવથી પણ સર્વોપરી, આજ્ઞાનો પ્રભાવ પરિમિત લોકાકાશમાં જ સઘળા દ્રવ્યોનું અવસ્થાન છે ૭ ધર્મ અને અધર્મ અખંડ દ્રવ્યો છે ♦ વિશ્વની વ્યવસ્થા માટે પરિમિત લોકાકાશ માનવું જરૂરી છે. તેમજ તે વ્યવસ્થાના નિયામક, ધર્મ અને અધર્મ, બે દ્રવ્યો પણ લોકાકાશમાં જ માનવા આવશ્યક છે ♦ વિજ્ઞાન, વિશ્વની કુલ ઉર્જાને અચળ માને છે. ૨૫) ૧૪ રાજલોક સૂત્ર અને પેજ ૧૩-૧૩૪ વિશ્વની ઉત્પત્તિ વિષે વર્તમાન બે સિદ્ધાંતો, અને જૈન તત્ત્વજ્ઞાન સાથે તેની સામ્યતા છે લોકાકાશ = ૧૪ રાજલોકનું વર્ણન ♦ આપણો મનુષ્યલોક, અને અહીંની કાળચક્રની વ્યવસ્થા. ૨૬) કાળચક્ર સૂત્ર અને પેજ ૧૩-૧૩૯ કાળચક્રના ૧૨ આરાનું માપ. દરેકમાં જીવોના આયુષ્યાદિ ૨૭) પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ સૂત્ર અને પેજ ૧૪-૧૪૫ લોકમાં પ્રત્યક્ષ પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ - ‘સૂક્ષ્મ અવગાહન શક્તિ’ કાર્ય-કારણ ભાવ ન સમજાય એટલે ચમત્કાર કહેવાય છે ♦ કુગુરુઓ અંધશ્રદ્ધા તરફ જગતને દોરે છે. સૂત્ર અને પેજ ૧૫-૧૫૦ ૨૮) આત્મા શરીરમાં સર્વત્ર વ્યાપીને રહેલો છે. એક જીવ, લોકના અસંખ્યાતમા ભાગ જેટલી જગા રોકે ♦ કેવલી સમુદ્દાત • Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વખતે જીવ સર્વલોકાકાશમાં પ્રસરી જાય ૦ જગદીશચંદ્ર બોઝના પ્રયોગો વનસ્પતિમાં ચૈતન્ય સિદ્ધ કરે છે. ૨૯) આત્માનું સંકોચન અને પ્રસારણ સૂત્ર અને પેજ ૧૬-૧૫૬ ૦ આત્મા દીવાના પ્રકાશની જેમ સંકોચન અને પ્રસારણ પામે છેસાત સમુદ્દઘાત-આત્માની ગુપ્ત શક્તિ છે સર્વજ્ઞકથિત આચાર-વિચારોનું પરિપાલન મુક્તિપદનો પરમ ઉપાય છે. (૩૦) ધર્મ, અધર્મદ્રવ્ય, અને ગુરુત્વાકર્ષણ. સૂત્ર અને પેજ ૧૭-૧૬૨ • બે પ્રકારની ગતિક્રિયા ૦ આધુનિક વિજ્ઞાનનું ગતિકારક બળ, ગુરુત્વાકર્ષણ ૦ ગુરુત્વાકર્ષણના પ્રસાર માટે માનેલું “ઈથર' બિનભૌતિક હોવાની માન્યતા ધર્મદ્રવ્યની માન્યતા તરફ લઈ જનારી છે – ધર્માસ્તિકાય અને ગુરુત્વાકર્ષણ. (૩૧) ધર્મ, અધર્મદ્રવ્ય, અને ગુરુત્વાકર્ષણ. સૂત્ર અને પેજ ૧૭-૧૬૮ ૦ આઇન્સ્ટાઇનની અવકાશી ચાદર ૦ આઈન્સ્ટાઈન મુજબ, ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત ચુંબકીય બળ, બંને મૌલિક રીતે સમાન છે. ૦ વિજ્ઞાનના વિદ્યુતચુંબકીય બળને, પુદ્ગલના સ્નિગ્ધ-રૂક્ષ ગુણ સાથે સરખાવી શકાય સૂર્ય, ચન્દ્ર ગ્રહો આદિનું પરિભ્રમણ અનાદિકાલીન સ્વભાવથી છે. (૩૨) આગમ અને તર્ક સૂત્ર અને પેજ ૧૭-૧૭૩) તર્કોથી દરેક પદાર્થ સિદ્ધ થઈ શકતો નથી. ખગોળશાસ્ત્રના મતમાં મહત્ત્વના પ્રશ્નો ઉદ્દભવે છે. (૩૩) આકાશનું કાર્ય - જગા આપવી. સૂત્ર અને પેજ ૧૮-૧૮૦) પૃથ્વી સ્થિર કે સૂર્ય?વિજ્ઞાન સત્યનું અંતિમ નિર્ણયસ્થાન નથી. સ્વૈતવાદ અને અદ્વૈતવાદ.૦ આકાશનું કાર્ય - જગા આપવી. ૦ આકાશની પછી પણ આકાશ જ ૩૪-૩૮ જીવોના પાંચ શરીરો-દારિક શરીર સૂત્ર અને પેજ ૧૯-૧૮૪ જીવોના પાંચ શરીરો ૦(૧) દારિક શરીર સૌ પ્રથમ શરીર રચના અને ક્રમસર વૃદ્ધિ છે જીવના ત્રણ પ્રકારના આહાર ૦ દરેક જીવને પોતાનું જીવન સૌથી વધુ પ્રિય છે, માટે જીવહિંસા મોટું પાપ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦ (૩૫) દારિક શરીરની જટિલ રચના સૂત્ર અને પેજ ૧૯-૧૯૦ ૦ લાખો જીવોમાંથી અતિપ્રબળ પુણ્યકર્મવાળો જીવ, ગર્ભની પ્રક્રિયામાં આગળ વધીને, વધુ શરીર વિકાસ કરીને જન્મે છે. શરીર રચના, ખોરાકનું પાચન અને ક્રમસર વિકાસ આદિ, જીવની અવ્યક્ત શક્તિ વડે સતત શરીરમાં થયા કરે છે. જન્મ પામીને પડદામાંથી રંગભૂમિ પર આવ્યો, એટલે જીવ બધું ભૂલી, રંગરાગમાં પડી જીવન વેડફી નાંખે છે. (૩૬) દારિક શરીરની પર્યાતિઓ સૂત્ર અને પેજ ૧૯-૧૯૬) • “જીવ’ અને ‘કર્મ જ ભૌતિક શરીરની રચનામાં નિયામક છે. • માનવીય પ્રયત્નો દ્વારા આ અભુત કોટિના શરીરયંત્રની રચના કરવી શક્ય નથી. એ કરામત કર્મની છે. (૩૭) (૨) વૈક્રિય શરીર-દેવી શરીર સૂત્ર અને પેજ ૧૯-૨૧૦ ૦ (૨) વૈક્રિયશરીર ૦ રૂધિર, ચરબી, માંસ, હાડકા આદિ વિનાનું વૈક્રિયશરીર દેવોનું અને નારકોનું હોય છે. દેવોનું જીવન પુણ્યાનુબંધી પુણ્યથી મળતું દેવજન્મનું વૈક્રિયશરીર સાધના માર્ગની મુસાફરીમાં વિસામા જેવું છે. (૩૮) (૩) આહારક (૪) તૈજસ અને (૫) કાર્મણ શરીર સૂત્ર અને પેજ ૧૯-૨૦૯) ૦ શરીરની ગરમી અને ખોરાકનું પાચન વિગેરે તૈજસ શરીરનું કાર્ય છે. ૦ માનવનું અભૂતશરીર તો દૂર રહો, એક માખી મચ્છર કે કીડાનું શરીર પણ, તેની આનુવંશિક યોનિ અને કર્મવાળા જીવ વિના નિર્માણ ન થઈ શકે. (૩૯) શબ્દ, એ પુદ્ગલનો પ્રકાર છે. સૂત્ર અને પેજ ૧૯-૨૧૭) ૦ શબ્દની ઉત્પત્તિ ભાષાવર્ગણાના પુગલસ્કંધોના પ્રકંપનથી થાય છે. ૦ હજારો માઈલો દૂરનો શબ્દ, વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા અહીં લાવીને, તુરંત સાંભળી શકાય છે. ૦ ધ્વનિના તરંગોથી શરીરને લાભ, અને નુકશાન પણ થાય છે. ૦ ધ્વનિના તરંગોથી માણસ, પશુ અને વનસ્પતિના પણ રોગોમાં ઉપચાર થાય છે.. (૪૦) મન, અને વિચાર પણ પીદ્ગલિક છે. સૂત્ર અને પેજ ૧૯-૨૨૪ ૦ ૭મી મનોવર્ગણાના પુદ્ગલસ્કંધોને મન:પર્યાપ્તિ વડે ગ્રહણ કરીને, પરિણાવીને, છોડવા તે વિચાર છે. ૦ શબ્દની જેમ, મનના વિચારના પુદ્ગલોને પકડીને અંકન કરાય તો, મનના વિચાર પણ ચિત્ર દ્વારા જોઈ શકાય. • અનુત્તરવાસી Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ દેવો, શ્રી તીર્થકરભગવાન સાથે મનથી વાત કરે છે. જેને કંઈ કરવાનું બાકી નથી, અને કંઈ જાણવાનું બાકી નથી તેને વિચારવાનું હોતું નથી. (૪૧) માનવનું મન સૂત્ર અને પેજ ૧૯-૨૩૧ ૦ માનવીનું મગજ વિચારવાની ક્રિયા કરે છે તેને વિજ્ઞાનીઓ પડકારી રહ્યા છે. ૦ માણસને મળેલા મનની ખામી પણ છે અને ખૂબી પણ છે, તે જેવું બનવું હોય તેવું બનવા સ્વતંત્ર છે. ૦ મન કેવું છે? “સહુમાંહે ને સહુથી અળગુમન વિષે અન્યચિંતકો (૪૨) જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ સૂત્ર અને પેજ ૨૦-૨૩૭ • સુખ દુઃખ આદિમાં, કર્મ કારણ બને છે. ૦ રાગ, દ્વેષ વિગેરે દોષોથી આત્મા સાથે કાર્મણ વર્ગણાના પુદ્ગલસ્કંધો બંધાય, તે કર્મ છે. જે દ્રવ્યકર્મ અને ભાવકર્મ • જગતના દરેક ધર્મો કર્મને માને છે. સત્તા, બંધ, ઉદય, અબાધાકાળ, નિર્જરા ૦ આત્મા પોતે જ કર્મ બાંધે છે, અને આત્મા પોતે જ કર્મ ખપાવે પણ છે. (૪૩) જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ સૂત્ર અને પેજ ૨૦-૨૪૫) બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ? બુદ્ધિ, કર્મને અનુસરનારી છે. ૦ કર્મપ્રભાવને સરળતાથી સમજવા અને જીવનમાં તટસ્થભાવ (સમતા) કેળવવા અઢળક કથા સાહિત્ય જૈનશાસ્ત્રોમાં વિદ્યમાન છે. કર્મસિદ્ધાંતની વ્યવસ્થાને, વર્ગીકરણ કરીને નિશ્ચિત્ત વ્યાખ્યા ધરાવતા પારિભાષિક સંજ્ઞાઓ વડે બહુ સુંદર રીતે શાસ્ત્રોમાં સમજાવી (૪૪) પદાર્થ વિજ્ઞાન સૂત્ર અને પેજ ૨૦-૨૫૧) છ દ્રવ્યોમાં પાંચ અજીવ છે, તેમાં ચાર અસ્તિકાય છે. ૦ કર્મ પુદ્ગલોએ આત્માને સંસારમાં ભમતો રાખ્યો છે. ૦ સુંદર ભવિતવ્યતા અને કર્મલઘુતાથી શ્રીજિનેશ્વરદેવના વચનો રૂચિકર બને છે. (૪૫) જીવનું કાર્ય સૂત્ર અને પેજ ૨૧-૨૫૬) ૦ જીવદ્રવ્યનું કાર્ય ૦ આપણે સઘળા જીવો એક પિતાના પુત્રો જેવા ભાઈઓ છીએ. ૦ ઉત્તમોત્તમ જીવની કોટિમાં શ્રીતીર્થંકર પરમાત્મા છે. (૪૬) કાળ દ્રવ્યઃ-કાળનું કાર્ય સૂત્ર અને પેજ ૨૨-૨૬૧) ૦ (૧) વર્તના - કાળના આધારે દરેક પદાર્થો પોતાનું અસ્તિત્વ જાળવે છે. • (૨) પરિણામ - રૂપાંતર, પરિવર્તન, ફેરફાર વિગેરે. ૦ (૩) ક્રિયા :- સ્થળાંતર કે પરિસ્પંદન ૦ (૪) પરત્વ અને અપરત્વ કાળની આવશ્યકતા - કાળ શાના આધારે Page #24 -------------------------------------------------------------------------- ________________ રહે છે? કાળને વિશ્વમાંથી દૂર કરો તેની સાથે તમે વિશ્વની ક્રાંતિને અટકાવી દેશો ૦. સમયનો કોઈ પ્રારંભ નથી. સમયનું કોઈ પૂર્ણ વિરામ નથી. (૪૭) પુદ્ગલના ૪ મુખ્ય ગુણધર્મો, સ્પર્શ, રસ ગંધ અને વર્ણ સૂત્ર અને પેજ ૨૩-૨૬૭ ૦[૧] સ્પર્શના ૮ પ્રકાર ઉષ્ણતામાન-(શીત-ઉષ્ણ સ્પર્શ) ૦ સ્ફટિકમય બંધારણ - સ્નિગ્ધ રૂક્ષ સ્પર્શ [૨]રસના પાંચ પ્રકાર ૦[૩]ગંધના બે પ્રકાર, અને ધ્રાણેન્દ્રિય [૪] વર્ણના પાંચ પ્રકાર. (૪૮) પુદ્ગલના અન્ય ૧૦ પ્રકાર સૂત્ર અને પેજ ૨૪-૨૭૫ ૦ શબ્દ, બંધ. ૧ કર્મોનો ૪ પ્રકારનો બંધ ૦ અંધકાર, અને પ્રકાશ, બંને પુગલના પ્રકાર છે. બંને સ્વતંત્ર છે. પ્રકાશ પણ પુલ છે. તેના બે પ્રકાર છે. આપ = ગરમપ્રકાશ, ઉદ્યોત = ઠંડો પ્રકાશ. (૪૯) અણું અને સ્કંધની ઉત્પત્તિ સૂત્ર અને પેજ ૨પ-૨૬-૨૮૧) ૦ પરમાણુંની વ્યાખ્યા ૦ અંતિમ કણ એ પરમાણું છે. ૦ આધુનિક વિજ્ઞાનનો atom એ વાસ્તવમાં Molecule (સ્કંધ) છે. ૦ માત્ર પરમાણુંઓના “સંયોગથી નહિ પણ બંધ'થી સ્કંધ રચાય છે. (૫૦) પરમાણુની ઉત્પત્તિ સૂત્ર અને પેજ ૨૭-૨૮-૨૮૭ ૦ અને ૫૦ કરોડ મોટો કરી તેનું ચિત્ર લેવામાં સફળતા ૦ પરમાણુ પ્રત્યક્ષ ન થઈ શકવા માટેનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ૦ સ્કંધો દેશ્ય અને અદેશ્ય બંને પ્રકારના હોય છે. (૫૧) સત ની વ્યાખ્યા સૂત્ર અને પેજ ૨૯-૨૯૧) • વાસ્તવિક વસ્તુને સંતુ કહેવાય છે. ૦ સત્ અને અસતુ વસ્તુને સમજવા માટે પાંચ મુદ્દા ૦દરેક સત્ વસ્તુ, ત્રિગુણ સ્વભાવવાળી છે. ૦ સત્ તે જ ઈશ્વર છે, સઘળો તેનો વિસ્તાર છે. તે રીતે ઈશ્વર, સર્વ વ્યાપક છે. ત્રિપદીમાં વિશ્વના વિજ્ઞાનનો ખજાનો (પર) નિત્યત્વની વ્યાખ્યા... સૂત્ર અને પેજ ૩૦-૨૯૭ ૦ દરેક પદાર્થમાં ઉત્પત્તિ-નાશ સતત થયા કરે છે. ૦ “નાશ', એ વસ્તુના અસ્તિત્વનો અભાવ નથી, પણ રૂપાંતર છે. ૦ પરિણામી નિત્ય = પરિવર્તન પૂર્વકનો સ્થાયી અંશ. ૭ “વિશ્વ ધર્મ પરિષદ સમક્ષ વી.આર.ગાંધીનું વક્તવ્ય. ૦ આત્મામાં ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય. Page #25 -------------------------------------------------------------------------- ________________ પ૩) સ્યાદ્વાદનો સિદ્ધાંત સૂત્ર અને પેજ ૩૧-૩૦૩) • પરસ્પર વિરુદ્ધ ધર્મોવાળી પ્રત્યેક વસ્તુ, અનેક ધર્માત્મક છે. ૦ સ્યાદ્વાદ પ્રત્યેક વસ્તુની સંપૂર્ણ ઓળખાણ કરાવે છે, અને કોઈ એક અપેક્ષાએ વસ્તુનું નિશ્ચિત સ્વરૂપ બતાવે છે. ૦ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો, અને ચિંતકો પણ સ્યાદ્વાદને સમજી શક્યા નથી. ૦ સ્યાદ્વાદ સિદ્ધાંતને અનુસાર શ્રી આગમશાસ્ત્રોના વચનોના તાત્પર્યને આત્મસાત્ કર્યા હોય તેવા આચાર્ય, ગીતાર્થ કહેવાય છે. (૫૪) સ્યાદ્વાદનો સિદ્ધાંત સૂત્ર અને પેજ ૩૧-૩૧૦) • દરેક મતો પોતાનો દૃષ્ટિકોણ સાચો છે, તેમ સિદ્ધ કરવા મથે છે. ૦ દૃષ્ટિકોણના ભેદોના વિષયમાં સમન્વયને સમજવા માટે પાંચ અંધ પુરુષો અને હાથીનું દષ્ટાંત સ્યાદ્વાદ દરેક દૃષ્ટિકોણને તેના યથાર્થ સ્થાને જોડે છે. સ્યાદ્વાદ, દરેક અવસરે દરેક અવસ્થામાં, સાચો દૃષ્ટિકોણ આપનાર વાદ છે. (૫૫) સ્યાદ્વાદનો સિદ્ધાંત સૂત્ર અને પેજ ૩૧-૩૧૭) • સ્યાદ્વાદને, અનેકાન્તવાદ, અપેક્ષાવાદ, કે નયવાદ પણ કહેવાય છે. ૦ સુનય અને દુર્નય. • નિશ્ચયનય અને વ્યવહારનય. ૦ અન્ય દર્શનો આંશિક સત્ય જણાવે છે - જૈનદર્શન વાસ્તવિક સત્ય બતાવે છે. (૫૬) પુદ્ગલોનો પરસ્પરબંધ સૂત્ર અને પેજ ૩૨-૩૫-૩૨૧ પુદ્ગલોનો પરસ્પર બંધ સ્નિગ્ધ અને રૂક્ષ ગુણને કારણે થાય છે. • વીજળી સ્નિગ્ધ અને રૂક્ષ ગુણને કારણે પેદા થાય છે. આધુનિક વિજ્ઞાનમુજબ અણુંઓનું બંધન.૦ જઘન્ય અંશવાળા સ્નિગ્ધ કે રૂક્ષનો બંધ ન થાય. ૦ ધાતુઓમાં રહેલા મુક્ત ઇલેકટ્રોનને કારણે વિદ્યુતું વહન થાય છે. ગરમીના સ્થળાંતર માટે પણ તે કારણ છે. • સમાન અંશવાળા સદેશો (સ્નિગ્ધ-સ્નિગ્ધ, કે રૂક્ષ-રૂક્ષ)નો પણ બંધ ન થાય. • આધુનિક ભૌતિકશાસ્ત્રમાં પરમાણું (અણુ)ઓનો બંધ.૦ બંધ થયા બાદ નવો બનેલો સ્કંધ, બે (સ્નિગ્ધ અને રૂક્ષ)માં જે અધિક હોય, તે રૂપે થાય. (૫૭) દ્રવ્ય, તેમજ ગુણ અને પર્યાય સૂત્ર અને પેજ ૩૭-૩૨૮) • કોઈપણ દ્રવ્યનું સીધેસીધું પ્રત્યક્ષ થતું નથી. પરંતુ તેના ગુણો અને પર્યાયો દ્વારા જ તે જણાય છે. ૦ ઇંદ્રિયો દ્વારા ગુણો અને પર્યાયો જ જણાય છે, મૂળદ્રવ્ય નહિ. ૦. બીજા ૩ દ્રવ્યોના ગુણો અને પર્યાયો. • જીવદ્રવ્યના ગુણો અને પર્યાયો. ૦ ગુણો અને પર્યાયો, બંનેનો આધાર દ્રવ્ય છે. • સત્ અને દ્રવ્ય, બંનેના સ્વરૂપની તુલના. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૫૮) કાળનું સ્વરૂપ અને વ્યાખ્યા સૂત્ર અને પેજ ૩૮-૩૩૪ ૦ કાળ વિનાનું વિશ્વ કલ્પી ન શકાય, બધું અલોપ થઈ જાય. • પાંચે ય દ્રવ્યનો સર્વસામાન્ય પર્યાય, તે નિશ્ચય કાળ. • કાળ બધાનો કોમન હોય છે, કોઈનો પ્રાઇવેટ નહિ. ૦ કાળના કાર્ય દ્વારા, કાળને સમજી શકાય છે. વ્યવહાર કાળ.૦ વ્યવહાર અને નિશ્ચય. નિશ્ચય કાળ. ૦ કાળ, પાંચ દ્રવ્ય જેવું, સ્વતંત્ર દ્રવ્ય નથી. (૫૯) કાળનું સ્વરૂપ સૂત્ર અને પેજ ૩૮-૩૪૧) ૦ કાળ, એ સમયનો પ્રવાહ છે. તે નિરંતર ચાલે છે. તે બગડતો કે સુધરતો નથી. ૦ મારો, તમારો કે સારો, ખરાબ કાળ વિગેરે ઔપચારિક રીતે ઘટે છે. બીજા દ્રવ્યો કરતાં કાળ વિલક્ષણ છે. ૦ દરેક કાર્યની સિદ્ધિમાં કાળ, એક કારણ ઘટક છે. (૬૦) કાળનું પ્રમાણ સૂત્ર અને પેજ ૩૯-૩૪૬ • કાળના સઘળા ભેદોનો પ્રારંભિક એકમ-અવિભાજ્ય અંશ-સમય.૦ ૬ પ્રકારના પલ્યોપમ કાળનું સ્વરૂપ.૦ ૬ પ્રકારના સાગરોપમ કાળનું સ્વરૂપ.૦ આધુનિક વિજ્ઞાન મુજબ કાળનું વર્ણન. ૦ મીલી, માઇક્રો, નેનો, પીકો, ફેખો, એટો, અને પ્લાન્કસેકન્ડ. ૬૧) ગુણની વ્યાખ્યા પરિણામની વ્યાખ્યા. સૂત્ર અને પેજ ૪૦-૪૧-૩૫૩ • કોઈ દ્રવ્ય, ગુણ વગરનું નથી. પરંતુ ગુણ ગુણ વગરના છે. ૦ ગુણને ઓળખાવવા બીજા ગુણની જરૂર પડતી નથી. ૦ દરેક દ્રવ્યમાં વિશેષ ગુણ અને સામાન્ય ગુણ હોય છે. ૦ ગુણો સદા સ્થાયી હોય છે, પર્યાયો બદલાયા કરે છે. જીવમાં જ્ઞાનાદિ ગુણો સ્થાયી છે, ઉપયોગાદિ પર્યાયો બદલાયા કરે છે. ૦ સૂત્ર-૨૯, ૩૦, ૩૧ અને ૪૦ની સંકલના. પરિવર્તનોનો સ્થાયી આધાર. • જ્ઞાનગુણ, એ આત્મદ્રવ્યની મોનોપોલી છે. (૬૨) પરિણામના બે પ્રકાર 1. આદિ ૨. અનાદિ સૂત્ર અને પેજ ૪૨-૪૩-૩૬૧ ૦ સઘળા દ્રવ્યોના, ભૂતભવિષ્યના સઘળા રૂપાંતરો, પરિણામ છે. ૦ ભૌતિક પદાર્થનું કોઈપણ રૂપાંતર હોય, તેની શરૂઆત હોય છે. વિશ્વના સઘળા પુદ્ગલના પદાર્થોમાં જોડાવાની અને વિખરાવાની ક્રિયા એકક્ષણ પણ અટક્યા વિના સતત ચાલુ છે. • દૃષ્ટિકોણભેદથી બધા દ્રવ્યોમાં, બંને પરિણામ ઘટે છે. • રૂપાંતરો અનાદિકાળથી થયા કરે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૫ (૬૩) જીવના યોગ અને ઉપયોગ પરિણામ સૂત્ર અને પેજ ૪૪-૩૬૮) • ઉપયોગ શબ્દાર્થની સમજ. • જ્ઞાન અને દર્શન. ૯ જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. અનુપયોગદશા, દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા. ૦ આદિમાન પરિણામ. ૦ જ્ઞાન, દર્શન, વીર્ય લબ્ધિ. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ.૦ કેવલજ્ઞાની સદા ઉપયોગમાં હોય છે. ૦ઉપયોગ, ભાવના, પરિણામ, પ્રવૃત્તિ. અશુદ્ધ ઉપયોગ, અને શુદ્ધ ઉપયોગ. ઉપયોગની સ્થિરતાનો કાળ, અંતર્મુહૂર્ત.૦ ઉપયોગની શુદ્ધિ, અને સ્થિરતાની વૃદ્ધિથી, જીવ અંતે સર્વજ્ઞ અને વીતરાગ બને છે. પરિશિષ્ટ-૧ શ્રીતત્ત્વાર્થસૂત્ર અધ્યાય-પ-મૂળ સૂત્રો અને અર્થ ૩૭૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ છ દ્રવ્યો અને બીજા અલગ-અલગ મુખ્ય વિષયો એક સાથે refer કરવા માટે તે તે વિષયોના લેખ નંબરોનો અનુક્રમ ધર્માસ્તિકાય : ૫, ૧૬, ૧૮, ૧૯, ૨૦, ૨૪, ૩૦, ૩૧ આકાશાસ્તિકાય : ૬, ૭, ૮, ૧૬, ૧૮, ૧૯, ૨૦, ૨૨, ૨૪, ૨૫, ૩૩ પુદ્ગલાસ્તિકાય: ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૬, ૧૭, ૨૨, ૨૩, ૨૪, ૨૭,૪૭,૪૮,૪૯, ૫૦, પ૬, ૬૨ ઊર્જા: ૪ (પૃ.૨૦), ૧૧ (પૃ.૬૦થી ૬૨) ૧૨, ૨૪ (પૃ. ૧૩૦) ૪૮ (પૃ. ૨૮૦) ૬૨ (પૃ. ૩૬૫) ઔદારિકશરીર : ૩૪, ૩૫, ૩૬ વૈક્રિયશરીર : ૩૭. તૈજસશરીર - ૧૪, ૩૮ મન: ૧૬, ૧૭, ૩૬ (પૃ. ૨૦૨) ૪૦, ૪૧ અસંખ્ય અનંતાદિ-૨૧ પ્રકાર :- ૨૦, ૨૧ ૧૪ રાજલોક અને કાળચક્ર :- ૭, ૨૫, ૨૬ સત્ : ૫૧, ૫૭ પરિણામ : ૪૧, ૬૧, ૬૨, ૬૩. અધર્માસ્તિકાય: ૫, ૧૬, ૧૮, ૧૯, ૨૦, ૨૪, ૩૦, ૩૧ જીવદ્રવ્ય : ૧૩, ૧૪, ૧૫, ૨૮, ૨૯, ૩૪, ૩૫, ૩૬, ૪૫, ૬૧, ૬૩ કાળ: ૪૬, ૫૮, ૧૯, ૬૦ અણુ-પરમાણું - ૯, ૧૦, ૨૩, ૪૯, ૫૦, ૫૬, ૬૨ ઈશ્વરકર્તુત્વઃ ૪, ૧૬, ૫૧ વિશ્વની ઉત્પત્તિ : ૧, ૨૫ દ્રિવ્યગુણ, પર્યાય - ૧૩, ૨૭, ૬૧ કાર્મણશરીર:ત્રપદી અને ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય:-૩, ૪, ૧૧, ૧૯, ૫૧,૫૨, ૫૭ કર્મ : ૩૬, ૩૮, ૪૨, ૪૩, ૪૪, ૪૮ (પૃ. ૨૭૬) શબ્દ: ૧૭, ૩૯ સ્યાદ્વાદઃ પ૩, ૫૪, પપ ઉપયોગ - ૬૧, ૬૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ (૧) ભૂમિકા - જૈન તત્ત્વજ્ઞાન શાશ્વત છે. (૧) ભૂમિકા - જૈન તત્ત્વજ્ઞાન શાશ્વત છે. – જૈન ધર્મના આચારો અને તત્ત્વજ્ઞાન શાશ્વત છે. - વેદ-પુરાણ વિગેરેમાં પણ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરેલો છે. – જૈન તત્ત્વજ્ઞાનમાં ભગવાન સર્જક નથી, પણ જ્ઞાયક અને પ્રકાશક વિશ્વ ઉત્પત્તિ અને વ્યવસ્થા : જૈન તત્ત્વજ્ઞાન વિશ્વને એક સુવ્યવસ્થિત વ્યવસ્થા માને છે, જે ચોક્કસ કાર્ય - કારણના નિયંત્રણ હેઠળ સ્વયં સંચાલિત થયા કરે છે. તે કુદરતી વ્યવસ્થા છે. તે જ સર્વોપરિ છે, તે વ્યવસ્થાનો ભંગ થયો નથી અને ક્યારેય થશે નહિ. જૈન ધર્મના સ્થાપક તીર્થંકરભગવાન ધર્મમાર્ગની સ્થાપના સાથે પોતાના કેવલજ્ઞાનમાં જણાવેલ વિશ્વ વ્યવસ્થાના નિયમો જગત સમક્ષ પ્રકાશિત કરે છે. તીર્થકર ભગવાનની સાધના પૂર્ણ થતાં કેવલજ્ઞાન(સંપૂર્ણ જ્ઞાન) થયા પછી સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે સંઘની પરંપરાથી યાવત્કાલીન સુધી જગતને તત્ત્વજ્ઞાન તેમજ ધર્મના ઉપદેશોનું અને સાધના માર્ગનું આલંબન મળતું રહે છે. તીર્થંકરભગવાન પોતાના પ્રથમ શિષ્ય થનાર શ્રી ગણધર ભગવંતોને વિશિષ્ટ કૃપાના બળે ત્રિપદી આપી ક્ષણમાં સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા બનાવે છે, જેને શ્રુતકેવલી કહેવાય છે. તેઓ ૧૨ પ્રકારના-આગમ શાસ્ત્રોની રચના કરે છે, માટે તેને દ્વાદશાંગી કહે છે. તે બારેય આગમશાસ્ત્રોના મૂળસૂત્રોના નિર્યુક્તિ – ભાષ્ય – ચૂર્ણિ – અને વૃત્તિ (ટીકા) એમ ચાર પ્રકારના વિવેચનો હોય છે. મૂળસૂત્રોના સંક્ષિપ્ત અર્થના તાત્પર્યને આ ચાર વિવેચનોમાં વિસ્તૃત અને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. મૂળસૂત્ર સહિત તે પાંચ Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન થાય છે. માટે તેને પંચાંગી આગમ શાસ્ત્ર કહે છે. આ આગમશાસ્ત્રોને આધીન રહીને જૈન શાસનના આચાર્યો ઉપદેશો આપે છે. તે શાસ્ત્રોને આધીન રહીને જ તેમાં દર્શાવેલા માર્ગદર્શન મુજબ ચતુર્વિધ સંઘના સભ્યો - અનુયાયીઓ ધર્મની ક્રિયાઓ, અને તેના નિયમોને પાલનરૂપે આચરણ કરી આત્મશુદ્ધિ કરે છે. જૈન તત્ત્વજ્ઞાનમાં ભગવાન સર્જક નથી, પણ જ્ઞાયક અને પ્રકાશક છે : તીર્થંકરભગવાને બતાવેલા આગમ (ધર્મશાસ્ત્રો)માં ધર્મનો સાધનામાર્ગ, એટલે ક્રિયાકાંડ ઉપરાંત તત્ત્વજ્ઞાન પણ ખૂબ સુવ્યવસ્થિત અને સુવિસ્તૃત રીતે નિરૂપણ કરાએલું છે. શ્રી તીર્થકર ભગવાન કેવલજ્ઞાન પામી પોતે જ્ઞાનમાં જે વિશ્વનું સ્વરૂપ, અને વિશ્વ વ્યવસ્થાના કાર્ય-કારણના નિયમો જોયા તે બતાવે છે. વિશ્વને પોતે સર્યું નથી કે, તેના નિયમો તેમણે ઘડ્યા નથી. અનાદિ કાળથી વિશ્વ જે રીતે છે, અને જે નિયમો દ્વારા તેમાં પરિવર્તનો (ભૌતિક પદાર્થોના ફેરફારો અને જીવોના જન્મમરણ, સુખ-દુઃખ, સંયોગ - વિયોગ, રાગ દ્વેષ-શોક વિગેરે સર્વે) થઈ રહ્યા છે તેને જગત સમક્ષ પ્રકાશિત કરે છે. આ જ કારણે જૈન તત્ત્વજ્ઞાનમાં ભગવાન સર્જક નથી પણ જ્ઞાયક અને પ્રકાશક છે. શ્રી તીર્થકર ભગવાન અને ધર્મની સ્થાપના : વર્તમાનમાં જૈન ધર્મના જે આગમશાસ્ત્રો છે તે, ચોવીસમા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામીએ બતાવેલા છે. તેમાં દર્શાવેલું તત્ત્વજ્ઞાન અને ધર્મના નિયમો, તેમની પૂર્વે થયેલા ૨૩મા શ્રી પાર્શ્વનાથ ભગવાને બતાવેલા હતા. તેમનો સ્થાપેલો સંઘ પણ હતો જ. માત્ર એટલું જ નહિ, તેમની પણ પૂર્વે પ્રથમતીર્થકર શ્રી ઋષભદેવ આદિ રર તીર્થકરોનો સંઘ અને તેમના શાસ્ત્રો પણ ક્રમસર થયા હતા. શ્રીતીર્થંકરભગવાનના આત્માઓ સાધનપૂર્ણ કરી કેવલજ્ઞાની બને તે પછી ૩૪ અતિશયથી યુક્ત વિશિષ્ટ (અલૌકિક) પ્રભાવસંપન્ન બને છે. તેઓ સંઘની પુનઃ સ્થાપના કરે છે, તેઓ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૧) ભૂમિકા - જૈન તત્ત્વજ્ઞાન શાશ્વત છે. વચનાતિશયના પ્રભાવયુક્ત વાણી દ્વારા જૈન માર્ગના પ્રભાવને વિસ્તારી, અઢળક જીવોને હૃદયપરિવર્તન કરી ધર્મમાર્ગમાં જોડી મોશે પહોંચાડે છે. તેઓ જે કાંઈ તત્વજ્ઞાન અને ધર્મના આચરણના નિયમો જણાવે છે, તે કોઈ નવા બતાવતા નથી. પૂર્વના તીર્થકરોએ બતાવેલાને પુનઃ પ્રકાશિત કરે છે. તેમજ આગમશાસ્ત્રોની શબ્દરચના અને સંઘવ્યવસ્થાને નૂતન સ્વરૂપ આપે છે. આ કાળખંડમાં જેમ ચોવીસ શ્રી તીર્થંકરો થઈ ગયા, તેવા પૂર્વેના કાળચક્રોમાં પણ ચોવીસ તીર્થંકરોની ચોવીસીઓ થયેલી છે. આ રીતે જોતાં વિશ્વ જેમ નિત્ય નિરંતર કાળના પ્રવાહમાં અનાદિ અનંતકાળ સુધી ચાલે છે, તેમ શ્રી તીર્થકર ભગવાનની ચોવીસીઓ પણ સતત થયા કરે છે, અને થયા કરશે. વિશ્વના અનંત જીવોમાંથી જે વિશિષ્ટ યોગ્યતા (તથાભવ્યત્વ)વાળા જીવો તીર્થંકરપદવી પ્રાપ્ત કરે છે. તેઓ સંઘ, સંઘ એ, જગતને ધર્મનું આલંબન બને છે, તેના સંસર્ગ-પરિચય-આલંબનથી બીજા જીવોતરે છે, માટે તે સંઘને તીર્થ કહેવાય છે, એટલે કે, તીર્થની સ્થાપના કરનારા હોવાથી તીર્થકર કહેવાય છે. ગીતામાં જે “મવામિ યુગે યુગે જણાવ્યું છે કે, આ રીતે જૈન તત્ત્વજ્ઞાન મુજબ ઘટે છે. ઈશ્વરનો એક જ આત્મા વારંવાર જન્મ ધારણ કરે તેવું જૈનતત્વજ્ઞાન માનતું નથી. સંસારના અનંત જીવોમાંથી જ તીર્થકરપણાની વિશિષ્ટ યોગ્યતાવાળા જીવો ક્રમસર સાધના કરી, તીર્થકર બની, ધર્મનું ઉત્થાન કરે છે. આ એક કુદરતી વ્યવસ્થા છે, તે સતત ચાલ્યા જ કરે છે. શ્રી તીર્થકર ભગવાન પણ સાધના કરી અંતે મુક્તિ - પરમપદમોક્ષ ને પામે છે. તેમજ જે યોગ્ય જીવો તેમના સ્થાપેલા સંઘમાં જોડાય છે, તેઓ પણ સાધના કરી મોક્ષ પામે છે. મોક્ષમાં સર્વે સમાન છે. વિશ્વના સઘળા આત્માઓનું આંતરિક સ્વરૂપ શુદ્ધ છે, અને એક સમાન છે. તેઓનું એકસમાન શુદ્ધ સ્વરૂપ મોક્ષમાં પ્રગટે છે. જૈન તત્ત્વજ્ઞાન શાશ્વત છે - આ રીતે જૈન ધર્મના આચારો અને તત્ત્વજ્ઞાન શાશ્વત છે. શ્રી Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન તીર્થંકરભગવાનો તેને પુનઃ પુનઃ પ્રકાશિત કરે છે. તે તે શ્રી તીર્થંકરભગવાન, પોતાના તીર્થની સ્થાપના કરે ત્યારે, તે તે આગમશાસ્ત્રો દ્વારા તેને પ્રકાશિત કરે છે. દરેક શ્રી તીર્થકરના આગમ શાસ્ત્રોના શબ્દો અલગ હોય છે. પણ કથયિતવ્ય (કહેવા યોગ્ય ધર્મના આચારો અને વિશ્વ સ્થિતિનું વર્ણન) એક જ હોય છે. તાત્પર્ય કે, વસ્તુ તત્ત્વની દૃષ્ટિએ ભાવાર્થથી જૈન ધર્મના આચારો, અને જૈન તત્ત્વજ્ઞાન શાશ્વત છે. આત્માને કર્મથી મુક્તિ અપાવનારો એકમાત્ર માર્ગ છે. આત્માની રાગ, દ્વેષ આદિ અશુદ્ધિને દૂર કરી ક્રમસર પરમશુદ્ધ પરમાત્મપદ સુધી લઈ જનારા આચાર, વિચારોને અનુરૂપ કોઈ પણ ધર્મના ઉપદેશો વચનો, અને કોઈ પણ ધર્મના આચારો પણ અવશ્ય આત્માને મુક્તિ, તરફ દોરી જનારા છે. વેદ-પુરાણ વિગેરેમાં પણ શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર છે - અન્ય ધર્મોના શાસ્ત્રોમાં પણ, શ્રી ઋષભદેવ ભગવાન, અને તેમના જયેષ્ઠપુત્ર ભરત ચક્રવર્તિના ઉલ્લેખો મળે છે. ઋગ્વદની સ્થાઓમાં ભગવાન શ્રી ઋષભદેવને નમસ્કાર કર્યા છે. ભાગવત પુરાણમાં नित्यानुभूत निजलाभ निवृत्ततृष्णः श्रेयस्यतद्रचनया चिरसुप्तबुद्धेः । लोकस्य यः करुणयामयमात्मलोक माख्यान्न भो भगवते ऋषभाय तस्मै ॥ અર્થ: હંમેશાં વિષમભાગોની અભિલાષા કરવાને કારણે પોતાના વાસ્તવિક શ્રેયથી બેશુદ્ધ લોકોને, જેઓએ કરુણાથી, નિર્ભય આત્મલોકનો સંદેશ આપ્યો, અને નિરંતર આત્મ સ્વરૂપની અનુભૂતિને કારણે તૃષ્ણાઓથી મુક્ત હતા, તે ભગવાન ઋષભદેવને નમસ્કાર. પુરાણમાં પણ શ્રી ઋષભદેવ ભગવાનનો ઉલ્લેખ છે ॥ कुलादिबीजं सर्वेषां, प्रथमो विमलवाहन ? चक्षुष्मान् च २. यशस्वी ३. चाभिचन्द्रो ४. प्रसेनजित् ५. मरुदेवश्च ६. नाभिश्च ७. भरते कुलसत्तमाः । (अष्टमो मरुदेव्यां तु नाभिजात उरुक्रमः ।) दर्शयन् वर्त्म Page #33 -------------------------------------------------------------------------- ________________ (૧) ભૂમિકા - જૈન તત્ત્વજ્ઞાન શાશ્વત છે. वीराणां सुरासुरनमस्कृतः नीतित्रयस्य कर्ता यो (युगादि प्रथमो जिनः) (નગરપુરાણ, ૧૪મો શતક ભવાવતાર) આ દુનિયાના બધાએ કુળોના બીજભૂત (૧) વિમલવાહન (૨) ચક્ષુષ્માન (૩)યશસ્વી (૪) અભિચન્દ્ર (૫) પ્રસેનજિત (૬)મરુદેવ અને (૭) નાભિ, આ સાત કુલકરો ભરતક્ષેત્રના યુગલધર્મના અંતભાગમાં થયા-આ સાત પછી આઠમાક્રમે (ઋષભદેવ) થયા, જેમને સુર અને અસુર નમ્યા છે, જેમણે અર્થ, કામ અને ધર્મ એ ૩ પ્રકારની નીતિનો રસ્તો બતાવ્યો છે. યુગધર્મની આદિમાં પ્રથમજિન થયા. વળી ઋષભદેવ અને શિવની એકતા સિદ્ધ કરતી અનેક સાક્ષીઓ છે. રુદ્ર, મહાદેવ, પશુપતિ આદિ નામ ઋષભદેવના સ્વરૂપના જ છે. ટ્વેદની ઋચામાં, ઋષભને હિરણ્યગર્ભ બતાવ્યા છે. ભગવાન ઋષભદેવ જ્યારે ગર્ભમાં હતા ત્યારે, કુબેરદેવે પિતા નાભિરાજાના ભવનમાં હિરણ્યની વૃષ્ટિ કરી, તેથી જન્મ પછી હિરણ્યગર્ભરૂપે પ્રસિદ્ધ થયા. લોકમાં બ્રહ્માનામથી પ્રસિદ્ધ જે દેવ છે, તે ઋષભદેવ છે. બ્રહ્માના અનેક નામોમાં પ્રજાપતિ લોકેશ, નાભિજ ચતુરાનન ગ્ના સ્વયંભૂ - આ દરેકની સંગતિ ઋષભદેવ સાથે થાય છે. પ્રજાપતિ એટલે, કુંભકાર શિલ્પ વિગેરે વ્યવહારોનો ઉપદેશ આપી પ્રજાની રક્ષા કરી. લોકેશ એટલે - વિશ્વના સ્વામી. નાભિજ એટલે-નાભિરાજાના પુત્ર. ચતુરાનન એટલે -સમવસરણમાં ચારદિશામાં ચારસ્વરૂપ હોય છે. સ્રષ્ટા એટલે, ભોગભૂમિ નષ્ટ થતાં સંસારના વ્યવહારના પ્રવર્તક છે. સ્વયંભૂ, એટલે કોઈના ઉપદેશ વિના બોધ પામી તીર્થકર બને છે. અનુશ્રુતિઓમાં વિષ્ણુના સત્તાવીશ નામ સાર્થક રીતે શ્રી ઋષભદેવમાં ઘટે છે. - તારે કોણ? તર્યા હોય છે. પોતે જ ડૂબેલા હોય તે બીજાને શું તારે? - દુનિયાનું દુઃખ દૂર થાય એવું કથન શ્રી અરિહંતદેવના વચનસિવાય બીજે ક્યાંય નથી. - પૂ.આ.શ્રીવિજયરામચન્દ્રસૂ.મ.સા. Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૨) ભૂમિકા - ધર્મની સ્થાપના → અતિશય સામર્થ્યવાળા શ્રી તીર્થંકર ભગવાન. → બીજબુદ્ધિને ધરનારા શ્રી ગણધર ભગવાન. શ્રી તીર્થંકર અને શ્રી ગણધર ભગવાન ઃ સર્વજ્ઞ અને વીતરાગ શ્રી તીર્થંકર ભગવાન, કેવલજ્ઞાન પામી ભવિજીવોના પ્રતિબોધ માટે ધર્મશાસન પ્રવર્તાવે છે, સંઘસ્થાપે છે. શ્રી તીર્થંકર પ્રભુની શાનદષ્ટિમાં જગતના સર્વપદાર્થોના સર્વભાવો પ્રતિબિંબિત થયેલા હોય છે. તે સઘળું જાણે છે અને જુએ છે. શ્રી તીર્થંકરપ્રભુ આત્મકલ્યાણ માટે સાધના કરે છે, અને જગતના જીવોને તે માટે જ ઉપદેશ કરે છે. વીતરાગ બની આત્મસ્વરૂપના આનંદને માણવો તે તેમનું ધ્યેય હોય છે. વીતરાગ બનતાં આત્માપરના રાગદ્વેષાદિ દોષો નાશપામતાં શેષ સર્વદોષો પણ નાશ પામે છે. સર્વદોષોના મૂળમાં રાગદ્વેષ મુખ્ય છે. આત્માના તે દોષોનો નાશ થતાં જ, આત્માની અનેકશક્તિઓ માંહેની અનંતજ્ઞાનશક્તિ પણ ખીલી ઊઠે છે. તેઓ પ્રથમ શિષ્ય થનાર ગણધરના જીવોને પ્રતિબોધ કરી દીક્ષા આપે છે, ત્રિપદીપ્રદાન કરે છે. તેના પ્રભાવથી શ્રુતજ્ઞાનના આગમ-શાસ્ત્રોની નવરચના થાય છે. સંઘની સ્થાપના થાય છે. અન્ય ભવ્યજીવો પણ શ્રી શ્રુતજ્ઞાન અને શ્રી સંઘના આલંબનથી સર્વજ્ઞ કથિત સાધના માર્ગમાં જોડાઈને, આત્મકલ્યાણ સાધે છે. આ વાતને જણાવવા શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આપ્યું છે. એક મોટું, ઊંચુ અને ઘટાદાર કલ્પવૃક્ષ છે. તેના પર અનેક પ્રકારના અને પુષ્કળ સુગંધી પુષ્પો છે. ઘણા માણસો આ વૃક્ષ નીચે ઊભા છે. સુગંધી પુષ્પોને Page #35 -------------------------------------------------------------------------- ________________ (૨) ભૂમિકા - ધર્મની સ્થાપના જોઈને તેને માણવા માટે, તે પુષ્પો મેળવવા ઉત્સુક છે. ઘણા સમયથી નીચે ઊભા ઊભા તે વૃક્ષ ઉપર ચઢવાની મહેનત કરે છે, પણ તે ઊંચા વૃક્ષ ઉપર ચઢવા શક્તિમાન બની શકતા નથી. તેટલામાં કોઈ શક્તિશાળી પુરુષ આવે છે. સઘળા માણસો દેખતા રહે છે, અને તે સડસડાટ વૃક્ષ ઉપર ચઢી જાય છે. અને સુગંધી પુષ્પોને ભેગા કરીને, નીચે ઊભા રહેલા ચઢવાને અસમર્થ ઉપર દયાના ભાવથી, તે વૃક્ષ ઉપરથી પુષ્પોની વૃષ્ટિ કરે છે. જમીન ઉપર પડવાથી પુષ્પોને ધૂળ ન લાગી જાય માટે તે માણસો શુદ્ધ અને પહોળા વસ્ત્રો ઉપર તે પુષ્પોને ઝીલી લે છે. તે પુરુષોમાં કેટલાક સંપૂર્ણ પુષ્પવૃષ્ટિને ગ્રહણ કરી લે છે. તે પછી સર્વ તેનો ઉપયોગ કરી સુગંધને માણી આનંદિત બને છે. અહીં દષ્ટાંતની ઘટના આ પ્રમાણે છે. તપ-સંયમ અને જ્ઞાનરૂપી વૃક્ષ છે. સદ્ગતિ અને મુક્તિ, એ પુષ્પ અને તેની સુગંધ છે. ભવ્યાત્માઓને તે જોઈએ છે, પણ તપ સંયમનું પાલન કરવા સમર્થ બનતા નથી. કેટલાક પ્રયત્ન કરે છે પરંતુ પરિપૂર્ણ પાલન કરી શકતા નથી. શક્તિશાળીપુરુષ એટલે તીર્થંકરના આત્મા. તેઓ પૂર્વજન્મોની સાધનાના બળે સંયમ - તપાદિનું પરિપૂર્ણ પાલનકરી કેવલજ્ઞાન પામે છે (વૃક્ષ ઉપર ચડી જાય છે), અને શ્રુતજ્ઞાનરૂપી પુષ્પોની વૃષ્ટિ કરે છે. અન્ય ભવ્યજીવો નિર્મળબુદ્ધિ રૂપી શુદ્ધવસ્ત્રમાં તે શ્રુતજ્ઞાનરૂપી પુષ્પોને ગ્રહણ કરી લે છે. તેમાં વિશિષ્ટબુદ્ધિ (વિશાળ શુદ્ધવસ્ત્ર) વાળા શ્રી ગણધરભગવંતો છે. તેઓ સંપૂર્ણ શ્રુતજ્ઞાન ગ્રહણ કરી લે છે. તેઓ અને અન્યજીવો શ્રુતજ્ઞાનને પ્રાપ્તકરી, જીવનને પવિત્ર બનાવી સદ્ગતિરૂપી પુષ્પો અને મુક્તિરૂપી સુગંધીને પામે છે. આ દૃષ્ટાંતનો સાર છે. અધ્યાત્મ વિનાની જ્ઞાનસાધના શ્રમ આપતો બોજો છે - આપણા આત્મામાં પડેલી અનંત જ્ઞાનશક્તિનો પૂર્ણવિકાસ કરવા માટે આત્માના રાગ-દ્વેષ આદિ દોષોનો નાશ કરવો તે જ એક પરમ Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ઉપાય છે. શ્રી તીર્થંકરપ્રભુએ શાસ્ત્રમાં તેને અનુસારે જ સાધના માર્ગ દર્શાવ્યો છે. ખાલી કોરું જ્ઞાન આત્માને લાભ કરતું નથી. યથેચ્છ તર્કો લગાવીને વસ્તુતત્ત્વને સમજવાના અને સમજાવવાના પ્રયત્નો તે સાચું જ્ઞાન નથી. શાસ્ત્રો, પુસ્તકો કે સ્વતંત્ર ચિંતનો દ્વારા માત્ર માહિતિનો ભંડાર એકઠો કરી જ્ઞાન વૃદ્ધિ કરવાનો પ્રયત્ન તે પણ સાચું જ્ઞાન નથી, તે પ્રયત્ન આત્મહિતકર બનતો નથી. વિશાળ અને અગાધ રહસ્યોથી ભરેલા વિશ્વના પદાર્થોરૂપી સમુદ્રમાં એકાદ ડૂબકી જેવા વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા વસ્તુતત્ત્વનો નિર્ણય કરવાનો પ્રયત્ન એ પણ સાચું જ્ઞાન નથી. આ સઘળો જ્ઞાનવૃદ્ધિ કરવાનો પ્રયત્ન, એક નિશ્ચિતમર્યાદાવાળી જ્ઞાનવૃદ્ધિ પ્રાપ્ત કરાવી દે છે, પરંતુ આત્માને પૂર્ણજ્ઞાન તરફ દોરી જતો આ પ્રયત્ન નથી. મોહનીયકર્મ અને જ્ઞાનાવરણીયકર્મને કારણે આત્માની જ્ઞાનાદિ શક્તિઓ આવૃત થયેલી છે. તેને દૂર કરવાનો સર્વજ્ઞકથિત ઉપાય કરવાથી આત્માની પૂર્ણજ્ઞાનાદિ શક્તિ ખીલી ઉઠે છે. આધ્યાત્મિક સાધના જ જગતના રહસ્યોના પૂર્ણજ્ઞાન સુધી પહોંચાડે છે. ખાલી શુષ્કજ્ઞાન કે માત્ર માહિતીનો ભંડાર નહિ. અધ્યાત્મ વિનાની જ્ઞાનસાધના શ્રમ આપતો બોજો છે, સંસારમાં મૂંઝાવીને આત્માને દુર્ગતિમાં રખડાવનાર છે. શાસ્ત્રોમાં એવા અઢળક દૃષ્ટાંતો જોવા મળે છે કે, શ્રી તીર્થંકરભગવાને બતાવેલ સાધના-માર્ગને યથાર્થ રીતે અનુસરતાં, કોઈ તેવા કારણે શાસ્ત્ર, કે ભૌતિક-જગતના જ્ઞાનને વિશેષ પ્રકારે નહિ પ્રાપ્ત કરનારા આત્માઓએ પણ, તેમના આત્મામાં રહેલી વિશિષ્ટ યોગ્યતાના પ્રભાવે મોહકર્મનો મૂળથી નાશ કરી દીધો, અને તેના પ્રભાવે તુરત સીધી જ્ઞાનની પરાકાષ્ઠાને પામી સર્વજ્ઞ બન્યા. દા.ત. “માષ તુષ' નામથી પ્રચલિત મુનિવર ઘણી મહેનત છતાં શાસ્ત્રના શબ્દોનું વિશાળ અક્ષરજ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા. પરંતુ હૃદયમાં આત્માના જ્ઞાનગુણ પ્રત્યેના બહુમાન અને જ્ઞાની ગુરુપ્રત્યે સમર્પણ ભાવપૂર્વક તપ, સંયમને આત્માસાત્ કરી શીધ્ર સર્વજ્ઞપણાને પ્રાપ્ત કરી મુક્તિપદને પામી ગયા. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૯ (૨) ભૂમિકા - ધર્મની સ્થાપના તો વળી કેટલાક આત્માઓ, જ્ઞાનસાધનામાં વિશેષ પુરુષાર્થ કરી વિશિષ્ટજ્ઞાન પ્રાપ્ત કર્યું, અનેક લબ્ધિઓ અને સિદ્ધિઓ પણ મેળવી, પરંતુ સર્વાંગીણ સાધના માર્ગમાં કાંક ગંભીર ખામીને કારણે મોક્ષમાર્ગમાં આગળ ન વધી શકયા, એટલે કે (૧) સર્વશ કથિત વસ્તુતત્ત્વની શ્રદ્ધાનો અભાવ, (૨) અભિમાનને કારણે મિથ્યા આગ્રહ અથવા (૩) ભૌતિક સુખોની તીવ્ર આસકિત ઇત્યાદિ, મિથ્યાત્વ મોહકર્મ જનિત આત્માની આ ત્રણેય આંતરિક મલિનતાને કા૨ણે સુવિશુદ્ધ સાધના માર્ગનું અનુસરણ ન કરી શકયા તેથી સંસારભ્રમણ કરનારા થયા છે. દા.ત. (૧) તામલી તાપસ જેવા બાલ તપસ્વીઓ વિગેરે (૨) જમાલિમુનિ વિગેરે નિહ્નવના જીવો તેમજ (૩) ધર્મના ફળ તરીકે ભૌતિક સુખોની પ્રાર્થના કરનારા ચક્રવર્તિ અને વાસુદેવના જીવો વિગેરે, આવા જીવો સાધના કરવા છતાં સંસાર-પરિભ્રમણ કરનારા થયા. આવું શાસ્ત્રવચન છે. સાર એ જ છે કે, પૂર્ણ જ્ઞાન મેળવવા માટે શ્રી તીર્થંકરભગવાને બતાવેલા મોહના નાશ માટેની જ સાધના કરવી. શ્રી તીર્થંકરભગવાન મહાવીરસ્વામિ ૩૦ વર્ષની વયે સંસાર ત્યાગ કરી કેવળ આંતર જગતમાં લીન બન્યા. બાહ્ય દુઃખોને ગણકાર્યા વિના સુખદુઃખ, જીવનમરણ, સ્વ-૫૨ ઇત્યાદિ દ્વન્દ્વો (જોડકા) પ્રત્યે સમાનવૃત્તિ કેળવી, બહારના વિશ્વમાં રહેવા છતાં પોતાની ચેતનાનું આંતરિક શુદ્ધચેતના સાથે બહુચુસ્ત જોડાણ કર્યું. ૧૨ વર્ષ ૬ મહિના અને ૧૫ દિવસમાં આંતરિક શુદ્ધચેતનાને એટલી શક્તિશાળી બનાવી કે, તેના દ્વારા મોહકર્મ, અને જ્ઞાનગુણના આવરણકર્મને મૂળથી આત્મામાંથી ઉખેડી પરિપૂર્ણજ્ઞાન અને પરિપૂર્ણ શુદ્ધચેતના પ્રાપ્ત કરી. પોતાની વિશિષ્ટ યોગ્યતાના પ્રભાવે તીર્થંકરપદવી પ્રાપ્ત કરી અતિશયવંત બન્યા. દેવ દાનવોથી પૂજિત થયા. તેમણે પ્રયોગશાળા – વેધશાળા જેવા બાહ્ય સાધનોનો ઉપયોગ કર્યા વિના કેવલ આત્મિકસાધનાથી જે જાણ્યું Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન જે જોયું તે અંતિમ સત્ય હતું. તેમાં પરિવર્તનને અવકાશ ન હતો. તેમના સિદ્ધાંતો ત્રિકાલાબાધિત હતા, છે, અને રહેવાના. બધા પદાર્થોને જાણવા એ તેમનું અંતિમ ધ્યેય ન હતું. તેમનું ધ્યેય તો આત્માના પૂર્ણસ્વરૂપને જાણવું, જોવું, અને અનુભવવું તે હતું. તે પ્રાપ્ત થતાં જ પૂર્ણજ્ઞાન પ્રગટ્યું હતું. એ જ્ઞાનથી જાણીને, વિશ્વ-વિજ્ઞાન વિગેરેનું જરૂર જેટલું પ્રતિપાદન કર્યું હતું. તે, વર્તમાનમાં પ્રાપ્ત આગમ ગ્રન્થો અને તેના આધારે રચાયેલા પ્રકરણ ગ્રંથોમાં આજે પણ સંગ્રહાયેલું છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રનો પાંચમો અધ્યાય ઃ પ્રસ્તુતમાં વિશ્વ-વિજ્ઞાનના વિષયમાં વિશ્વના ઘટકભૂત મૂળ ૬ દ્રવ્યોનું વર્ણન, શ્રીતત્ત્વાર્થસૂત્ર અધ્યાય-પના આધારે આપણે સમજીશું. આજથી ૨૦૦૦ વર્ષ પૂર્વે શ્વેતાંબર પરંપરામાં થયેલ શ્રીઉમાસ્વાતિ મહારાજે ૧૦ અધ્યયન ધરાવતો શ્રી તત્ત્વાર્થસૂત્ર ગ્રંથ રચ્યો છે. જૈન શાસ્ત્રોના તત્ત્વ જ્ઞાનના વિસ્તૃત અને અઢળક વિષયોનો એક જ ગ્રંથમાં સંક્ષેપ કર્યો હોય તેવો એકમાત્ર આ ગ્રંથ છે. તેના પાંચમા અધ્યાયમાં અજીવતત્ત્વનું વર્ણન છે. તેના પર આજ સુધીમાં સંસ્કૃતમાં અનેક વિવેચનો લખાયા છે. તેના ઉપરથી વર્તમાન વિજ્ઞાનના સંદર્ભમાં પ્રો. ઘાસીરામ જૈને Cosmology old and new અંગ્રેજી પુસ્તક લખ્યું હતું, જે સં.૧૯૭૫માં ભારતીયજ્ઞાનપીઠ દ્વારા પ્રકાશિત થયું હતું. વિજ્ઞાનની દૃષ્ટિએ અને વિજ્ઞાનની આંખે જોવા ટેવાયેલા વર્તમાન વર્ગને, જૈન દૃષ્ટિકોણ સમજવા ઉપયોગી બને તેવું જણાતાં પ્રસ્તુત વિવેચનમાં તે પુસ્તકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આધુનિક વિજ્ઞાને અબજો ડોલર, અપાર પરિશ્રમ અને કંઈ કેટલા હિંસક પ્રયોગો કરી જે તારણો કાઢ્યા, તેમાં સત્ય કેટલું અને જગતની ઉપકારકતા કેટલી એ સર્વથી અજાણ નથી. પ્રામાણિક સંશોધકોએ કબૂલ કર્યું છે કે, અમારી શોધો અંતિમતથ્ય નથી. જે જાણ્યું છે તેના કરતાં જાણવાનું અનેક ગણું બાકી છે. પુદ્ગલજગતના નવા નવા સિદ્ધાંતો જેમ Page #39 -------------------------------------------------------------------------- ________________ (૨) ભૂમિકા - ધર્મની સ્થાપના જેમ આવિષ્કૃત થાય છે તેમ તેમ, તેનાથી કેટલાય સિદ્ધાંતો અનાવિષ્કૃત છે, તેનું જ્ઞાન થાય છે. માટે જ કહેવામાં આવ્યું કે, As we are begining to appreciate better and more throughly, we have come to know, how great is the range of our ignorance (44 જેમ વધુ સારી રીતે અને પૂર્ણ સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમ તેમ અમને જાણવા મળે છે કે અમારી અજ્ઞાનતાનું ક્ષેત્ર કેટલું મહાન છે) આજે જે સત્ય લાગે છે, તે ક્યારે અસત્ય પુરવાર થશે તે કહી શકાતું નથી. બાહ્ય સાધનની મર્યાદા હોય છે, તેનાદ્વારા વસ્તુના પૂર્ણસ્વરૂપને જાણી શકાતું નથી, તેના છે આંતર સાધનાની ! માટે જરૂર ૧૧ સૂરિ રામની એવી વાણી-તીર્થંકર વચનની સરવાણી : કર્મને કાઢવા ધર્મ :- હું આત્મા છું, આઠ કર્મોથી બંધાયેલો છું. એ કર્મો જે દુઃખ આપે છે એ મને ફાવતા નથી. એ કર્મો જે મને સુખ આપે છે, એ ગમી જાય છે. એ જે પાપ-કાર્યો કરાવે છે, એ કર્યે જાઉં છું. આ વાત સમજાઈ જાય, પછી જ આત્માનું કલ્યાણ થાય. તમારા સુખ આપનારાં કર્મ તમને સીધી રીતે સુખ આપતા નથી. પણ તમારી પાસે ઘણું આળું અવળું કરાવીને સુખનો ટૂકડો જ આપે છે. તમારી આંખ, આ કર્મ ઉપર લાલ કરાવવી છે. તમે એમ બોલો કે–સુખ મેળવવા નહી, દુઃખ કાઢવા માટે ય નહિ, પણ કર્મને કાઢવા માટે જ ધર્મ કરીએ છીએ. -- મરેલો છતાં જીવતો અને જીવતો છતાં મરેલો ઃ- મરવાનું તો સહુને છે, પણ જે સારી રીતે હસતો હસતો મરે, એ મરે તો ય જીવતો જ ગણાય છે અને જે રોતાં રોતાં જીવે એ જીવતો હોવા છતાં મર્યા જેવો જ ગણાય છે. જેની આંખ સામે મૃત્યુ હંમેશા તરવરતું હોય, એ જ સારી રીતે જીવન જીવી શકે અને સારી રીતે જીવ્યો કહેવાય. એ જ મોજથી મરી શકે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૩) ભૂમિકા - ત્રિપદી [ |- ધર્મતીર્થની સ્થાપના અને શાસ્ત્રોની રચના – શાસ્ત્રોનો સાર ત્રિપદી. અતિશયવંત શ્રી તર્થંકર ભગવાન: વીતરાગ અને સર્વજ્ઞ શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા શાસ્ત્રોમાં, વિશ્વનું સ્વરૂપ, વિશ્વના ઘટકભૂત મૂળ છ પદાર્થો અને વિશ્વના સંચાલન આદિનું, ખૂબ સુવ્યવસ્થિત, અને તર્કસંગત, તેમજ અન્ય શાસ્ત્રોથી આગવું મૌલિક પ્રતિપાદન કરેલું છે. - શ્રી તીર્થંકરભગવાન સાધના કરી આત્મા પરથી અનાદિકાલીન ૮માંથી, ૪ ઘાતી કર્મોનો નાશ કરીને, કેવલજ્ઞાન-સંપૂર્ણજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત થતાની સાથે પૂર્વે ઉપાર્જન કરેલ તીર્થંકર નામકર્મ નામના પુણ્યકર્મના પ્રભાવથી ૮ પ્રાતિહાર્ય અને ૩૪ અતિશય પ્રગટે છે. જગતના જીવોને ચમત્કાર પમાડે તેવી અને અતિશયોક્તિ જેવી લાગે તેવી ભૌતિક અને આત્મિક ઋદ્ધિસિદ્ધિઓ તે અતિશય. દા.ત. (૧) ભગવાન સમવસરણમાં ઉપદેશ આપવા બેસે ત્યારે, પૂર્વ સન્મુખ બેસે. બીજી ૩ દિશામાં ભગવાન જેવા જ આબેહૂબ સ્વરૂપવાળા ૩ પ્રતિરૂપો દેવતાઓ બનાવી દે છે. તે મૂળસ્વરૂપના જેવા જ હાવભાવ આદિ ક્રિયાઓ કરતા હોય છે. જેથી જોનાર સાંભળનારને મૂળ શરીર છે તેવો જ આભાસ થાય છે. (૨) ભગવાન અર્ધમાગધી ભાષામાં, માલકૌંસ રાગમાં ઉપદેશ આપે, પણ દરેકને-પશુને પણ-પોતપોતાની ભાષામાં સમજાય છે, સાંભળવામાં અત્યંત રસ ઉપજાવે છે. એક સાથે અનેક જીવોના મનના પ્રશ્નોનું સમાધાન મળી જાય છે વિગેરે. આ અને Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩) ભૂમિકા - ત્રિપદી ૧૩ આનાજેવી અતિશયોકિત જેવી લાગે તેવી ચીજો તે અતિશય છે. આવા ૩૪ અતિશયોથી સંપન્ન શ્રીઅરિહંત પરમાત્મા હોવાથી પરમેશ્વર કહેવાય છે. પરમેશ્વરપણાની જગતના જીવોની સઘળી કલ્પનાઓ, તેમનામાં સાકાર થયેલી હોય તેવું તેઓને જણાય છે. ત્રિપદી અને શાસ્ત્રોની રચના : સમવસરણમાં બિરાજમાન થઈ શ્રી તીર્થકર ભગવાન પ્રથમ દેશના આપે ત્યારે, તેમના પ્રથમ શિષ્ય થવાના સૌભાગ્યવાળા ગણધરના જીવો પ્રતિબોધ પામી દીક્ષા ગ્રહણ કરે છે. ભગવાન તેમને ત્રિપદી પ્રદાન કરી ક્ષણભરમાં શ્રુતકેવલી (પૂર્ણ શાસ્ત્રજ્ઞાની) બનાવે છે. ભગવાન પાસેથી ત્રિપદી ગ્રહણ કરી ગણધરભગવાન સંપૂર્ણ દ્વાદશાંગીરૂપ આગમ શાસ્ત્રોની રચના કરે છે. તેઓ સંપૂર્ણશાસ્ત્રોના રચયિતા અને જ્ઞાતા બને છે. આ એક અતિવિશિષ્ટ ઘટના કહેવાય છે. શાસ્ત્રોની નવરચના થાય એટલે ધર્મતીર્થની સ્થાપના થાય છે. આ રીતે તીર્થની સ્થાપના કરનાર હોવાથી ભગવાન, તીર્થકર કહેવાય છે. આ આગમશાસ્ત્રોમાં ધર્મના ઉપદેશો ઉપરાંત રહસ્યભૂત એવા પદાર્થોના અનેક ગુણધર્મોનું નિરૂપણ હોય છે. મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરવાની સાથે જડ તથા ચેતનપદાર્થના સર્વે ગુણધર્મો ભગવાને પ્રતિપાદન કર્યા છે. તે સઘળું આગમશાસ્ત્રગ્રંથોમાં ગૂંથી લેવામાં આવ્યું. વર્તમાનમાં તેમાંની ઘણી વાતો લુપ્ત થઈ, તેમ છતાં પ્રાપ્ત આગમગ્રંથો, અને તે પછી થયેલા જ્ઞાનીઓએ આગમના આધારે રચેલા (પ્રવેશક) વિવિધ પ્રકરણ ગ્રંથોમાં ઘણી વાતો પ્રતિપાદન કરેલી છે, જે આજે પણ આપણને પ્રાપ્ત થાય છે, અને આશ્ચર્ય ઉપજાવે તેવી છે. જેટલા તીર્થંકરભગવાન થાય છે, તે સઘળાના જીવનચરિત્રમાં પાંચ કલ્યાણક નિશ્ચિત ઘટના છે. તેવી રીતે અન્ય પણ નિશ્ચિત ઘટનાઓ હોય છે. ત્રિપદી પ્રાપ્ત કરી શાસ્ત્રરચનાની ઘટના પણ નિશ્ચિત હોય Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન છે. જે ત્રિપદીને પ્રભુ મુખેથી પ્રાપ્ત કરીને વિશિષ્ટ બુદ્ધિમત્તાને (જને બીજ બુદ્ધિ કહેવાય છે) ધારણ કરનારા ગણધર ભગવાનના જીવો જગતના જડ - ચેતન સર્વભાવોને જણાવનાર આગમશાસ્ત્રની રચના કરે છે, તે ત્રિપદી પણ નિશ્ચિત છે. ૩પુને વા વિમેવા ધુવે વા. આ ત્રિપદી આપીને શ્રીતીર્થકર ભગવાન, ગણધરના જીવોને શ્રુતકેવલી બનાવે છે. આ ત્રિપદી ખૂબ અર્થગંભીર અને રહસ્યભૂત છે. એક રીતે જોઈએ તો તેમાં આધ્યાત્મિકજગત અને ભૌતિક જગત બંનેનું સારભૂત તત્ત્વ નિરૂપાયેલું છે. તેનો સીધો - સાદો અર્થ થાય છે. પદાર્થ ઉત્પન પણ થાય છે, પદાર્થ નાશ પણ પામે છે, અને પદાર્થ સ્થિર પણ રહે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ ત્રિપદીનો સાર : આધ્યાત્મિક દૃષ્ટિએ તેનો સાર સમજવા માટે શાસ્ત્રમાં આવેલું એક દષ્ટાંત સમજીએ - એક રાજા હતો. તેને દીકરાનો જન્મ થયો. તેને રમવા માટે સોનાનો એક સુંદર નાનો કળશ બનાવવામાં આવ્યો. થોડા વર્ષો પછી એક દીકરી જન્મી, તેને રમવા માટે પણ તે કળશ કામ લાગ્યો. પરંતુ દીકરો મોટો થયો તેને યુવરાજ પદે સ્થાપન કરવાનો હોવાથી તેના માટે મુગટ બનાવવાની આવશ્યકતા ઊભી થઈ, એટલે રાજાએ તે સોનાના કળશમાંથી મુગટ બનાવડાવ્યો. કળશમાંથી મુગટ બનાવવાની આ ઘટનાથી પુત્રી, પુત્ર અને પિતા ત્રણેને જુદી જુદી લાગણીનો અનુભવ થયો. પોતાને રમવાનો કળશ નાશ પામવાથી પુત્રીને શોક થયો. પુત્રને પોતાની શોભા વધારનાર મુગટ મળવાથી હર્ષ થયો, અને રાજાને તો કળશ કે મુગટ બંને અવસ્થામાં પોતાનું કંઈ ગયું નથી, કે નવું મળ્યું નથી, પોતાનું સોનું તેમનું તેમ રહ્યું તેથી, તેને હર્ષ કે શોક કંઈ ન થયો, માધ્યશ્મનો અનુભવ થયો. સાર એ છે કે – જગતના ધન, સંપત્તિ, ઋદ્ધિ કે પરિવાર, સ્વજન આદિ સર્વે પદાર્થો ઉત્પત્તિ નાશ અને સ્થિતિ - ત્રણ સ્વભાવવાળા છે. જ્યારે પદાર્થોમાં કોઈ ઘટના ઘટે ત્યારે જગતનો દરેક Page #43 -------------------------------------------------------------------------- ________________ (૩) ભૂમિકા ત્રિપદી ૧૫ વ્યક્તિ પોતાના સ્વાર્થને અનુસાર હર્ષ, શોક, અને તટસ્થતાને ધારણ કરે છે. સ્વાર્થલાભ થાય તો હર્ષ, સ્વાર્થહાનિ થાય તો શોક, અને બંને ન હોય તો તટસ્થતા ધારણ કરે છે. જગતના પદાર્થો તેવા નિમિત્તને પામીને ઉત્પત્તિ - નાશરૂપે પરિવર્તનને પામતા રહે છે. તેવો પદાર્થોનો સ્વભાવ નિશ્ચિત છે તેમ વિચારી, હર્ષ શોક ન કરવો. પરંતુ આત્મભાવમાં સ્થિર રહેવું. જગતપ્રત્યે તટસ્થ રહેવું. આપ સ્વભાવમેં રે, અવધુ સદા મગનમેં રહેના. આ ત્રિપદીને બીજી રીતે પણ વિચારી શકાય - તું આત્મા છે, તારું સ્વરૂપ અને તારા ગુણધર્મો શાશ્વત છે, તારા જ છે, અને તારી પાસે જ રહેવાના છે. માટે આત્મા અને તેના ગુણોનો સ્થિરસ્વભાવ મનમાં લાવ (પુરૂવા), તેમ જ જગતના પદાર્થો તારા નથી. તારે વાસ્તવિક તેની સાથે કોઈ સંબંધ નથી. તે પદાર્થો મળે કે જતા રહે, વધે કે ઘટે તેમાં તારે શો ફરક પડે છે? તે ચીજોનો નાશવંત સ્વભાવ વિચાર (3gવી વિમેવા). જેમ રાજાને તો કળશ કે મુગટ, બંને અવસ્થામાં પોતાના સોનામાં કોઈ ફેર પડતો નથી, એમ સમજી હર્ષ કે શોક ન થયો, તેમ આત્માએ પણ પરપદાર્થોના ઉત્પત્તિ-નાશ બંને અવસ્થામાં પોતાના આત્માના ગુણધર્મોમાં કંઈ ફેર પડતો નથી એમ વિચારી, માધ્યચ્ય ભાવ રાખવો – સ્થિતપ્રજ્ઞ બનવા પ્રયત્નશીલ રહેવું. આત્માનો શાશ્વત ભાવ, અને જગતના પદાર્થોનો નાશવંતભાવ વિચારવો. “તેરા હૈ સો તેરી પાસે ઓર સબ અનેરા આ ત્રિપદીનો ટૂંકમાં કેટલો અદૂભૂત સાર છે? સર્વે શાસ્ત્રોનું જ્ઞાન આપણને ત્યાં સુધી લઈ જવા માટે છે. જગતને જાણો જુઓ, પણ તેને આત્માથી જુદા સમજી તેમાં મૂંઝાઓ નહિ અને આત્માના ગુણધર્મોને પોતાના સમજી તેમાં સ્થિર રહો, સ્થિર રહેવા પ્રયત્નશીલ બનો. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સૂરિ રામની ત્રિપદી - શ્રી તીર્થંકરભગવાન, શ્રીગણધર ભગવાનને ત્રિપદી આપી ક્ષણમાં શ્રુતકેલવી (સંપૂર્ણ શાસ્ત્રજ્ઞાતા) બનાવે છે, તેમજ મોક્ષમાર્ગરૂપે તીર્થની સ્થાપના કરી તીર્થંકરપદને સાર્થક કરે છે. આ મોક્ષમાર્ગને સ્વમત કે બહુમતની અશુદ્ધિ રહિત શુદ્ધરૂપે ભવી જીવો સુધી પહોંચાડવાના પરમ પવિત્ર કર્તવ્યને કારણે શ્રીતીર્થકર ભગવાનના શાસનના આચાર્યોને તીર્થકર ભગવાનની સમાન ગણાવ્યા છે “શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યારે” અને “તિસ્થરસમો સૂરિ લH નો નિમિયં મળવું (ગચ્છાચાર પન્ના) ઉક્તિ વડે શાસ્ત્રોમાં નવાજયા છે. આ ઉક્તિને આબેહૂબ સાર્થક કરનારા પૂ.પાદ.આ.ભ.શ્રી વિજયરામચન્દ્ર સુ.મ.એ બહુ સુંદર ત્રિપદી આપી છે. છોડવા જેવો સંસાર, લેવા જેવું સંયમ, મેળવવા જેવો મોક્ષ. પોતાના ૭૯ વર્ષના સુદીર્ધ સંયમ જીવનમાં પ્રસારિત કરેલા પ્રવચનોમાં આ ત્રિપદીનો નાદ ગુંજતો હતો. શાસ્ત્રાનુસારી વિચારધારાને સુદઢ કરી મોક્ષમાર્ગને ભવી જીવોના હૃદય સુધી પહોંચાડનારા હતા. ભગવાને ભાખેલા કલિકાલમાં થનારા ૨૦૦૪ યુગપ્રધાન, અને અનેક સુવિહિત ભાવાચાર્યોની કક્ષામાં સ્થાન પામનારા વિશિષ્ટ કોટિના હતા. ભગવાન, મોક્ષમાર્ગના પ્રકાશક છે, તો ભાવાચાર્યો યથાસ્થિત મોક્ષમાર્ગના દર્શક છે. સંસાર અસાર એટલે શું?:- સંસાર અસાર ! આ વાત તો તમે હજારો વાર સાંભળી છે. પણ એનું રહસ્ય સમજો છો ખરા ? જિનવાણીનો સાર જ એ કે સંસાર અસાર. સંસાર અસાર એટલે સંસારનું સુખ અસાર. કારણકે દુઃખ ભલે જીવને ખરાબ લાગતું હોય, પણ એની ઉત્પત્તિ તો પાપથી જ છે, અને પાપ થાય છે સુખ માટે. એથી સૌથી પહેલાં તો સંસારના સુખ જ ભૂંડા છે. સંસાર અસારનો અર્થ સંસારના સુખ અસાર, એમ સમજાયા પછી જ ધર્મની શરૂઆત થાય. - પૂ.આ.ભ.શ્રી વિજયરામચન્દ્ર સૂ.મ. Page #45 -------------------------------------------------------------------------- ________________ (૪) ભૂમિકા ઈશ્વર કર્તુત્વ [ (૪) ભૂમિકા - ઈશ્વર કતૃત્વ – આશ્ચર્યકારી અને રહસ્યભૂત એવી ત્રિપદી શ્રીતીર્થકર ભગવાનના જ્ઞાનની ગહનતા સૂચવે છે. છ એ પદાર્થોમાં ત્રિપદી વ્યાપક છે : શ્રી તીર્થંકરભગવાન, શ્રીગણધર ભગવન્તોને જે ત્રિપદી આપે છે, તે શાસ્ત્રોનું બીજ ગણવામાં આવ્યું છે. કારણ કે ગણધર ભગવંતો, તે ત્રિપદી પ્રાપ્ત કરી સર્વ શાસ્ત્રગ્રંથોની રચના કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે, અને રચના કરે છે. જૈન શાસ્ત્રોમાં આ ત્રિપદી પ્રચલિત છે. ઉત્પત્તિનાશ-અને સ્થિતિ. આધ્યાત્મિક દૃષ્ટિએ તેનું રહસ્ય આપણે જોયું. શાસ્ત્રો મુજબ વિશ્વના ઘટકભૂત છએ પદાર્થો અને તેના અવાંતર સર્વે પેટાભેદોમાં તે ત્રિપદી વ્યાપક છે. છએ પદાર્થો ત્રિગુણાત્મક સ્વભાવ ધરાવે છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં તેને જણાવતું સૂત્ર છે. કાવ્ય ધ્રૌવ્યયુ સત્ (પર૯) કોઈ પણ અસ્તિત્ત્વ ધરાવતો પદાર્થ હોય એમાં આ ત્રણે ગુણધર્મો અવશ્ય હોય જ, તેના વિના તે વાસ્તવિક પદાર્થ જ ન ગણાય. (જુઓ પૃ.૨૯૧થી ૨૯૫) વિશ્વમાં પદાર્થોનું બાહ્યદૃષ્ટિએ પરિવર્તન (નાશ અને ઉત્પત્તિ) થવા છતાં આંતરિક સ્વરૂપ અવશ્ય સ્થિર (ધ્રૌવ્ય) રહે છે. ચાહે તે ભૌતિક પદાર્થ હોય કે જીવાત્મા હોય કે અન્ય પદાર્થો હોય. માટીમાંથી ઘડો, ઘડામાંથી ઠીકરા, અને અંતે માટીમાં ભળી જાય છે. ખેતરની જમીનનો માટીનો પિંડ એ, ઘાસ, અનાજ, દૂધ, રસોઈ, ભોજન, વિષ્ટા આદિ બાહ્ય અવસ્થાને પામતો હોવા છતાં તેના મૂળ આંતરિક માટી સ્વરૂપમાં સ્થિર હોય છે, તેથી અંતે માટીમાં ભળી જાય છે. આવી રીતે જીવદ્રવ્યવિષે વિચારીએ તો, બાહ્ય પરિવર્તનો પામતો સંસારીજીવ, દેવ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન મનુષ્ય-પશુ – વનસ્પતિ – નિગોદ – નરકાદિ અવસ્થાઓ કર્મના સંયોગથી સર્જાય છે. આ અવસ્થાઓમાં આત્મા સ્વરૂપે અખંડ-સ્થિર જ હોય છે, જે અંતે કર્મ સંયોગનો નાશ થતાં – પરમશુદ્ધ - મોક્ષરૂપ આંતરિક કર્મરહિત અવસ્થાને પામે છે. બાકીના દરેક પદાર્થોમાં દરેક સમયે ઉત્પત્તિ-નાશ અને સ્થિરતાની પ્રક્રિયા સૂક્ષ્મ રૂપે, આંતરિક રીતે તો સતત ચાલુ જ છે. આત્રિગુણસ્વભાવ સર્વપદાર્થોમાં અત્યંત વ્યાપક છે. ઈશ્વર અને જગત્ કર્તુત્વઃ બ્રહ્મા - મહેશ અને વિષ્ણુ, આ પ્રચલિત ઈશ્વરના ત્રણ સ્વરૂપની પ્રસિદ્ધિ, આ જ ત્રિપદીને આબેહૂબ અનુસરે છે. બ્રહ્માનું સ્વરૂપ ઉત્પત્તિનું કાર્ય કરે છે, મહેશનું સ્વરૂપ નાશનું કાર્ય બજાવે છે, અને વિષ્ણુનું સ્વરૂપ જગતની- સર્વ પદાર્થોની સ્થિતિ જાળવી રાખે છે. આ ત્રણ સ્વરૂપો પદાર્થોના ત્રણ ગુણધર્મોના રૂપક માનવા જોઈએ. ત્રણ ગુણધર્મો વિના પદાર્થ અસ્તિત્વ જ ન જાળવી શકે. ત્રણે ગુણધર્મો દરેક પદાર્થમાં સતત સક્રિય છે. જૈનશાસ્ત્રોમાં સૃષ્ટિના સર્જક કે સંચાલક રૂપે કોઈ એક ઈશ્વર વ્યક્તિને માન્યા નથી, પણ અન્ય રીતે માન્યા છે. ધર્મશાસનના સ્થાપક, ઉપદેશક, અને જગતના સર્વભાવોના પ્રકાશક, વિશિષ્ટ કોટિના આત્માઓ એવા, શ્રી તીર્થંકર પરમાત્માઓ, અને પોતાના શુદ્ધ સ્વરૂપથી જગતના જીવોને આલંબનભૂત બનનારા અનંત સિદ્ધ પરમાત્માઓ, આ બે સ્વરૂપે ઈશ્વર માન્યા છે. કોઈ એક ઈશ્વરવ્યક્તિને સૃષ્ટિના સર્જક નહિ માનવા છતાં, સૃષ્ટિની ઉત્પત્તિ, સંચાલન, અને નાશ વિગેરે અંગે બહુ સુવ્યવસ્થિત અને તર્કસંગત વ્યવસ્થા જૈનશાસ્ત્રોમાં બતાવી છે. જો કે જૈનશાસન અનેકાંતવાદી છે. તેથી અપેક્ષાએ જગતકર્તા ઈશ્વર ઘટે છે આત્માનું પરિપૂર્ણ ઐશ્વર્ય જેમણે પ્રાપ્ત કર્યું હોય, તે ઈશ્વર. તે અપેક્ષા પ્રમાણે શ્રી અરિહંત અને શ્રી સિદ્ધપર માત્માઓ ઈશ્વર છે. તેઓ જગતના સર્વ પદાર્થોના જ્ઞાતા અને દેખા છે. જગતમાં ક્યાંય પણ સર્જન, વિનાશ કે Page #47 -------------------------------------------------------------------------- ________________ (૪) ભૂમિકા - ઈશ્વર કર્તુત્વ ૧૯ સ્થિરતા વિગેરે જે કંઈ બને છે તે સર્વે, ઈશ્વરે જ્ઞાનમાં જોયું હોય તે જ બને છે. ઈશ્વરે જ્ઞાનમાં ન જોયું હોય તેવા સર્જનાદિ કોઈપણ ધટના ક્યારેય બનતા નથી, આ રીતે જ્ઞાતૃત્વને કર્તુત્વ ઈશ્વરમાં ઘટે છે. વળી પૂર્વે જણાવ્યું તે મુજબ ત્રણ ગુણધર્મોના રૂપક તરીકે પણ, ઈશ્વરને કર્તા માની શકાય. અથવા બીજી અપેક્ષાએ પણ ઈશ્વર કર્તુત્વ ઘટી શકે છે. વિશ્વના છ દ્રવ્યોમાં જીવને કર્તા કહયો છે, અને બાકીના અકર્તા (કારણ) કહયા છે. આ જગતમાં ક્યાંય પણ, કોઈપણ કાર્ય બને છે-નગર, મકાન આદિનું સર્જન કરનાર મનુષ્યાદિ જીવ છે. વૃક્ષાદિને પણ બીજનો જીવ બનાવે છે વિગેરે. જયાં ક્યાંય કોઈપણ કાર્ય ઘટે ત્યાં મોટે ભાગે કર્તા જીવ જ હોય છે. આ જીવ દ્રવ્ય જ્ઞાનાદિ ઐશ્વર્ય સંપન્ન હોવાથી તે ઈશ્વર છે, અને આ રીતે (વસ્તુતત્ત્વને જોવા-સમજવાના જુદા-જુદા દૃષ્ટિકોણના ભેદો મળે આ પ્રકારના દૃષ્ટિકોણથી) ઈશ્વર કાર્ય માત્રનો કર્તા ઘટાવી શકાય છે. જૈન શાસ્ત્રોમાં, સંસારના સર્વ વ્યવહારોના અને ધર્મના સૌ પ્રથમ પ્રવર્તક, પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનને જણાવ્યા છે. તેના પરથી પણ જગતના કર્તા ઈશ્વરની કલ્પના પ્રચલિત બની સંભવે છે. આ પૃથ્વીતલ ઉપર જ્યારે દૈવીકલ્પવૃક્ષો દ્વારા મનુષ્યો એક સરખુ સુખમય જીવન વીતાવતા હતા, પરંતુ જીવનમાં વ્યક્તિત્વના વિકાસ અને આત્માના વિકાસને અનુરૂપ દેશ, સમાજ, કુટુંબ વ્યવસ્થારૂપ સંસ્કૃતિ અને ધર્મનું અસ્તિત્વ ન હતું. તે પછી કાળચક્રના ક્રમ મુજબ પરિવર્તન થતાં સંસ્કૃતિ અને ધર્મ સ્થાપનાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે, સંસ્કૃતિ અને ધર્મના સૌ પ્રથમ સ્થાપક નાભિપુત્ર ઋષભ, પ્રથમરાજા અને પ્રથમતીર્થકર થયા હતા. તેનો વેદશાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે. ભગવાન મહાવીરસ્વામીએ પણ વેદને માનનારા ગૌતમગોત્રીય ઇન્દ્રભૂતિ બ્રાહ્મણને વેદના જે પદથી, તેમને - જીવ છે, કે નહિ, તેવી શંકા હતી, તે જ વેદના પદનો સાચો અર્થ કરી બતાવી, તે શંકા દૂર કરી હતી. સ્યાદ્વાદ સિદ્ધાંતમાં જુદા જુદા દૃષ્ટિકોણથી યથાયોગ્ય બધી જ માન્યતાઓનો સંગ્રહ છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ભૌતિક ક્ષેત્રમાં પણ ત્રિપદી વ્યાપક છે - વર્તમાનના ભૌતિકશાસ્ત્રની મૂળભૂત માન્યતા પણ આ ત્રિગુણ સ્વભાવને જ અનુસરતી છે. તેના મુજબ જગતમાં ભૌતિકપદાર્થનો કુલ જથ્થો સ્થાયી છે. પરંતુ એક ભૌતિકપદાર્થનું બીજા ભૌતિક પદાર્થમાં રૂપાંતર થાય છે. પાણીમાંથી વરાળ, પેટ્રોલમાંથી ધુમાડો, હાઈડ્રોજન અને ઓકસીજન બે વાયુના સંયોજનથી પાણી (H,0) ઈત્યાદિ ભૌતિકપદાર્થોના વિધવિધરૂપાંતરો જ છે. પૂલસ્વરૂપને mass અને સૂક્ષ્મસ્વરૂપને તેઓ energy કહે છે. mass માંથી energy (ઉર્જા) અને energy માંથી massમાં રૂપાંતર સતત થયા કરે છે. કોલસો બળે (mass ઘટે) એટલે અગ્નિ, પ્રકાશ અને ગરમી (energy વધે)માં રૂપાંતર પામે. આ વસ્તુ ત્રિગુણ સ્વભાવને જ પૂરેપૂરી રીતે જણાવે છે. આને આપણે વિસ્તારથી ચોથા પુદ્ગલદ્રવ્ય (ભૌતિક પદાર્થ)ના વર્ણનમાં જોઈશું. (જુઓ પૃ.૫૮થી ૬૬, ૨૯૭, ૩૬૪) શ્રી તીર્થંકર ભગવાન શાસ્ત્રોના બીજભૂત જે ત્રિપદીનું ઉચ્ચારણ કરી ગણધર ભગવંતોને શ્રુતકેવલી બનાવી ધર્મશાસનની સ્થાપના કરે છે તે ત્રિપદી કેટલી વ્યાપક છે? કેવા રહસ્યભૂત અને આશ્ચર્યકારી અર્થોથી ભરેલી છે ? આ ત્રણપદો રૂપ ચાવી દ્વારા જ્ઞાનનો ખજાનો ખોલી જગતના કલ્યાણ માટે જગત સમક્ષ પ્રકાશિત કરે છે. આ સઘળી બાબત શ્રી તીર્થંકરભગવાનના જ્ઞાનની ગહનતા અને સર્વજ્ઞપણાની સાક્ષી પૂરે છે. પુણ્યમાં એટલી સુખ આપવાની શક્તિ નથી, કે જેટલી ધર્મમાં સુખ આપવાની શક્તિ છે. > સમય કિંમતી છે, પણ સત્ય એથી ય વધુ કિંમતી છે. – સુખી થવાનો રસ્તો આવકમાં વધારો નહિ, જરૂરિયાતમાં ઘટાડો, છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ (૫) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. (૫) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. ૧લું અને ૨જું દ્રવ્ય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય → ‘અજીવકાય’ અને ‘પ્રદેશ’ની વ્યાખ્યા → ‘અસ્તિકાય’ની વ્યાખ્યા ૨૧ પાંચ અજીવ પદાર્થો : પૂર્વેના લેખોમાં શ્રી તીર્થંકરભગવાન, ત્રિપદી, શ્રી ગણધર ભગવાન, જૈન આગમશાસ્ત્રો અને જૈનધર્મ વિશે થોડી વિગત જોઈ. હવે આપણે શ્રી ઉમાસ્વાતિજી મહારાજ વિચરિત શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય - ૫ અને તેના પરના પૂર્વમહર્ષિઓના અનેક સંસ્કૃત વિવેચનો અને વર્તમાન સાહિત્યના આધારે આધુનિક વિજ્ઞાન સાથેના તુલનાત્મક વિવેચનનો પ્રારંભ કરીએ. આ છે તેનું પહેલું સૂત્ર, अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ॥१ ॥ અર્થ :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવકાય છે. વિશ્વમાં અસ્તિત્વ ધરાવતા ૬ મૂળભૂત પદાર્થો, મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય. સજીવપદાર્થ અને અજીવપદાર્થ. અથવા ચેતનદ્રવ્ય અને જડદ્રવ્ય. અજીવ પદાર્થના ઉપર બતાવેલા ચાર પ્રકાર છે. ઉપરોક્ત ચાર સિવાય કાળપદાર્થને પણ સ્વીકારેલો છે. આ મુજબ અજીવના કુલ પાંચ ભેદ બતાવ્યા છે. અનીવાઃ મ્યુર્ધર્માધવિહાયઃ વ્હાલપુન્નતા: (યોગશાસ્ત્ર ૧-૪૧) અર્થ :- ધર્મ, અધર્મ, આકાશ, કાલ અને પુદ્ગલ એ પાંચ અજીવ Page #50 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન દ્રવ્યો છે. અજીવકાર્ય અને પ્રદેશની વ્યાખ્યા - જે પદાર્થો અજીવ છે, અને જેમને કાય’, અર્થાત્ “ઘણા પ્રદેશોનો સમૂહ” છે, તે અજીવકાય કહેવાય છે. જેમ કોઈપણ વસ્તુ, સૂક્ષ્મકણોનો સમૂહ છે તેને કાય કહેવાય છે. પ્રવેશવિવિઘદુત્વે વાયાં (જેમાં પ્રદેશો એવા અવયવો ઘણા હોય તેને કાય કહેવાય છે.) પ્રદેશ = પદાર્થનો નાનામાં નાનો અંશ, કણ, અંતિમ કણ. આવા ઘણા પ્રદેશો સંયોજન થવા દ્વારા ભેગામળી પદાર્થનો જથ્થો બનાવે, તેને કાય (પ્રદેશોનું સંયોજન) કહેવાય. તેથી અજીવકાય=ઘણા પ્રદેશોવાળો અજીવપદાર્થ. અસ્તિકાયની વ્યાખ્યા : અસ્તિ' એટલે વિદ્યમાન હોવું તે. અને “કાય” એટલે પ્રદેશોનો સમૂહ. તેથી અસ્તિકાય = જેનું અસ્તિત્વ હોય અને જે પ્રદેશના સમૂહથી બનેલ હોય. આ મુજબ ધર્મ, અધર્મ આકાશ અને પુદ્ગલ આ ચાર અસ્તિત્વ ધરાવે છે, અને પ્રદેશના સમૂહથી બનેલા છે, માટે તે ચારેયને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વિગેરે કહેવાય છે. જીવ પણ અસ્તિત્વ ધરાવે છે અને તે પણ પ્રદેશોનો સમૂહ છે. માટે જીવાસ્તિકાય કહેવાય છે. કાલને પ્રદેશોનો સમૂહ નથી માટે તેને અસ્તિકાય કહેવાતું નથી. અસ્તિકાય પાંચ થશે અને કાલ સાથે મળી કુલ ૬ દ્રવ્યો છે. આ વિષે આધુનિક વિજ્ઞાન જોઈએ. માર્ચ ૧૯૭૩ના “સાયન્સ ટૂડે'માં લોરેન્સ હોસ્ટમેન પ્રદેશ વિષે 279 } - Essentially there no such thing as an “infinitesimally small distance but that instead space itself is composed of huge number of very small (but finite) unit cells which can not be subdevided any way. (આકાશ પોતે હવે આગળ ઉપવિભાજિત ન થઈ શકે તેવા ઘણા કણોનું બનેલું છે.) વિશાળ સંખ્યાના ઉપવિભાજિત ન થઈ શકે તેવા ઘણા સૂક્ષ્મ કલલ(કણ) કહ્યા તે જૈન તત્ત્વજ્ઞાનની પ્રદેશની વ્યાખ્યાને અનુસરતા છે. ૧૯૬પમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ (૫) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. નોબેલવિજેતા રીચાર્ડ ફેનમેન કહે છે. "I believe that the theory that space is continious is wrong"( માનું છું કે આકાશ સળંગ છે એ સિદ્ધાંત ખોટો છે) આ પણ અસ્તિકાયની વ્યાખ્યાને અનુસરતું છે. પુદ્ગલ અખંડ (સળંગ) નથી પણ અણુમય છે તે સત્યની પ્રથમ વ્યાખ્યા ભારતીય ઋષિ કન્નાડે (H. T. Colebroke એસીયાટીક રિસર્ચ એફ કલકત્તા ૫-૧-૧૭૯૯)—આપી હતી. ગ્રીક તત્ત્વજ્ઞાનીઓમાંથી અબોદર અને ડેમોક્રીટસ પ્રથમ હતા જેમણે એવો અભિપ્રાય આગળ કર્યો કે - વિશ્વ એ, શૂન્ય એવા અવકાશવાળું છે, અને તે દૃશ્ય અદૃશ્ય અવિભાજ્ય અનંતઅણુઓ ધરાવે છે. એ ખ્યાલમાં રાખવું કે ડમોન્ક્રીટસ ઈ.સ. પૂર્વે ૪૨૦માં થયા, જ્યારે અણુસંબંધી વિશ્વની અદ્ભૂત વાસ્તવિક્તા, તેના ૧૦૦ વર્ષ પૂર્વે ભગવાનમહાવીરે પ્રકાશિત કરી હતી.‘અસ્તિકાય’ અને ‘પ્રદેશ’ના વર્ણનને જોયું. હવે પ્રથમ દ્રવ્ય ધર્માસ્તિકાય જોઈએ. ૨૩ ધર્માસ્તિકાય : ચના સહાવો ધમ્મો (શ્રીનવતત્ત્વ પ્રકરણ ગાથા - ૯) અર્થ :- ચલન સ્વભાવવાળો ધર્મ છે. કોઈપણ પદાર્થને સ્હેજ પણ ગતિ કરવી હોય કે લાંબા સમય સુધી સતત ગતિમાં રહેવું હોય, તેને સહાય કરનાર એક સ્વતંત્ર દ્રવ્ય છે તેને ધર્માસ્તિકાય કહે છે. गतिमतां गतेः स्थितिमताञ्च स्थितेरुपग्रहो धर्माधमयोरुपकारो યથાસંમ્ (શ્રી તત્ત્વાર્થ સ્વોપન્ન ભાષ્ય સૂ. ૫-૧૭) અર્થ :- જે દ્રવ્યો સ્વતઃ ગતિ કરી રહ્યાં છે, કે સ્વતઃ જ સ્થિતિમાં (સ્થિર) હોય તેઓને સહાય કરનાર ધર્મ અને અધર્મ છે. જેવી રીતે તળાવમાં રહેલી માછલી સ્વયં જલમાં ગતિ કરે છે, તેને જલ સહાયક બને છે. પરંતુ બળથી ગતિ માટે પ્રેરક બનતું નથી. તેમ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૪. જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ધર્માસ્તિકાયદ્રવ્ય બળથી ગતિ કરાવતું નથી પણ ગતિવાળા દ્રવ્યોને જરૂરી માધ્યમ પૂરું પાડે છે. તે સ્વયં કોઈ ક્રિયા કરતું નથી પરંતુ તેના વિના હલન-ચલનની ક્રિયા શકય બનતી નથી. ધર્માસ્તિકાયનું વિશેષ સ્વરૂપ બતાવતાં શ્રી લોકપ્રકાશ ગ્રંથ (સર્ગ-૨-૧૭)માં કહ્યું છે કે वर्णरूपरसैः गंधस्पर्शः शून्यश्च भावतः । गत्युपष्टम्भधर्मश्च गुणतः स प्रकीर्तितः ॥ અર્થ :- ધર્માસ્તિકાયદ્રવ્ય, ભાવથી, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત છે અને ગુણથી, ગતિ કરવામાં સહાય આપવાના સ્વભાવવાળું છે. અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે, પ્રસ્તુત વર્ણનમાં ધર્મ શબ્દ, ધર્માસ્તિકાય નામનું સ્વતંત્ર દ્રવ્ય, એ અર્થમાં લેવાનો છે. સામાન્ય રીતે લોક વ્યવહારમાં જે અર્થમાં સમજવામાં આવે છે તેનાથી તદ્દન અલગ વિશિષ્ટ અર્થમાં ઉપયોગ થયો છે. સામાન્ય રીતે ધર્મશબ્દનો અર્થ “ફરજ” અથવા “પવિત્ર કર્મો કર્યા છે. અહીં તેને ગતિનું માધ્યમ એવું છ દ્રવ્યમાંનું અચેતનદ્રવ્ય કહ્યું છે. અધર્માસ્તિકાય: fથર સંવાળો દો ય (શ્રીનવતત્ત્વ ગાથા-૯) અર્થ :-સ્થિરતાના સ્વભાવવાળો અધર્મ છે. स्थितिपरिणतानां जीवपुद्गलानां स्थितिलक्षणकार्यं प्रति अपेक्षाRUાન વ્યપ્રિય (શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ૨૮-૯ બ્રહવૃત્તિ) અર્થ - સ્થિર રહેવાવાળા જીવ અને પુદ્ગલને તેમાં અપેક્ષા કારણવડે ઉપયોગી થાય તેને અધર્માસ્તિકાય કહે છે. આ અધર્મદ્રવ્ય પણ અજીવ, અમૂર્ત, નિષ્ક્રિય અને અખંડ છે. દરેક પદાર્થને સ્થિર રહેવા માટે તે માધ્યમ બને છે. જેવી રીતે ધર્માસ્તિકાય ગતિનું માધ્યમ છે, તેવી રીતે અધર્માસ્તિકાય સ્થિતિનું માધ્યમ છે. તેને સમજવા દષ્ટાંત જોઈએ તો, પૃથ્વી(જમીન) જેમ ઊભા રહેવામાં માધ્યમ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૫ (૫) સૂત્ર - ૧ - ચાર અજીવકાય. પૂરું પાડે છે, સહાયક બને છે, પણ કોઈપણ પદાર્થને બળપૂર્વક ઊભા રાખતું નથી. જે વ્યક્તિ કે પદાર્થ સ્વયં ઊભા રહેવા માગતું હોય તેને, જમીને આધાર આપે છે, પણ પોતે નિષ્ક્રિય છે. તેમ અધર્માસ્તિકાય પણ સ્થિર રહેવા માટે પદાર્થને આધાર આપે છે. સ્વયં નિષ્ક્રિય છે. દરેક વસ્તુએ પોતે સ્થિર રહેવાનું છે. પણ અધર્માસ્તિકાય વિના તે સ્થિર ના રહી શકે. જો અધર્માસ્તિકાય ન હોય તો દરેક વસ્તુઓ જીવો અને અણુઓ આદિ સર્વે આકાશમાં વિખરાઈ જાય. સ્થિર રહેવા માગે તો પણ સ્થિર ન રહી શકે, તેને સતત ગતિમાં જ રહેવું પડે. ધર્મ અને અધર્મ દ્રવ્ય સંપૂર્ણ લોકાકાશરૂપ વિશ્વમાં એક સમાન રીતે વ્યાપીને રહેલા છે. જેટલા અસંખ્ય આકાશ પ્રદેશ, લોકાકાશરૂપ વિશ્વના છે, તેટલા જ અસંખ્ય પ્રદેશ ધર્મ અને અધર્મના છે. લોકાકાશના વિસ્તાર જેટલો તેમનો વિસ્તાર છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે તો વિશ્વમાં હલન-ચલન અને સ્થિરતા વિગેરે શક્ય બને છે. તે બંને ન હોય તો શું પરિસ્થિતિનું સર્જન થાય તે વર્ણવી જ ન શકાય. અધર્માસ્તિકાય ન હોય તો શું થાય? સમજવા માટે દષ્ટાંત લઈ એ તો - બે વ્યક્તિ સામે મળ્યા બંનેને એકબીજાને મળવા માટે ઊભા રહેવું છે, પરંતુ આ શું થયું? ઊભા રહેવા પ્રયત્ન કરે છે પણ ઊભા જ રહી ન શકાયું, ચાલ્યા જ કરવું પડ્યું, અને બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં દૂર દૂર ચાલવા માંડ્યા અનંત આકાશમાં વિખરાઈ – ફેંકાઈ ગયા, હવે ક્યારેય પાછા નહિ મળે. હવે ધારોકે ધર્માસ્તિકાય ન હોય તો શું બને? બધા એકદમ સ્થિર અને સજ્જડ થઈ જાય. ચાલવા માટે પ્રયત્ન કરે પણ કોણ જાણે શું બન્યુ તે સમજી શકાય નહિ કે, ઘણો પ્રયત્ન કરવા છતાં ચાલી જ ન શકે. બધું જ સ્થિર થઈ જાય. કોઈ ક્રિયા જ શકય ન બને. જ્યાં આ બે દ્રવ્યો છે, તે લોકાકાશમાં જ વ્યવસ્થા છે, માટે જ તેને વિશ્વ કહેવાય છે. આ બે વિભાગ પડે છે. લોકાકાશ એટલે પરિમિતવિશ્વ, અને તેની બહાર અપરિમિત એવું માત્ર આકાશ – (અવકાશ) અનંતઅલોકાકાશ. Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ધર્મ અને અધર્મ દ્રવ્યઃ- તુલના (૧) ધર્મ અને અધર્મ અમૂર્ત (અરૂપી) છે એટલે કે, ઇન્દ્રિયથી જણાતા રૂપ, રસ, ગંધ, સ્પર્શ વિગેરે ગુણો તેમાં નથી. (૨) તેઓ અજીવ-જડ છે. (૩) તેમને અવકાશ સાથે સંબંધ છે. કારણ કે લોકાકાશના દરેક આકાશ પ્રદેશમાં ધર્મ અને અધર્મનો એક પ્રદેશ છે. (૪) તેમના વિના ગતિ સ્થિતિ શકય ન બને, પણ તેઓ સ્વયંનિષ્ક્રિય છે. (પ) તેઓ બહિરંગ હેતુ અથવા ઉદાસીન હેતુ છે. ગતિ-સ્થિતિના મુખ્ય હેતુ નહિ. (૬) તેઓ અભિન્ન – અખંડ છે. (૭) તે બેના કારણે જ લોકાકાશ (વિશ્વ) અને અલોકાકાશ બે વિભાગ છે. ધર્માસ્તિકાય” અને “અધર્માસ્તિકાય' બંને દ્રવ્યો વિશ્વ વ્યવસ્થામાં આવશ્યક છે - આ વિશ્વમાં આકાશ (અવકાશ), જીવો, અને ભૌતિક પદાર્થો આ ત્રણ જ હોય તે પુરતું નથી. આકાશમાં વસ્તુઓને ગતિ અને સ્થિતિ કરવા માટે સહાયક કોઈ દ્રવ્ય જરૂરી છે. એક જ દ્રવ્યથી બંને કાર્ય ન થાય. એકદ્રવ્ય ગતિસહાયક હોય, અને બીજું સ્થિતિસહાયક દ્રવ્ય ન હોય તો સઘળુ ગતિમાં જ રહે. તો વળી સ્થિતિ સહાયક એક જ દ્રવ્ય હોય તો, બધુ સ્થિર જ રહે ગતિ ન થાય. માટે બંને દ્રવ્યો જોઈએ. તે બંને હોવા છતાં મુશ્કેલી ઊભી જ રહેશે. કારણ કે ગતિ કરાવનાર ગતિ જ કરાવે, અને સ્થિતિ કરાવનાર સ્થિર જ રાખે, તો પણ વ્યવસ્થા ન સચવાય, માટે બંને દ્રવ્યો નિષ્ક્રિય રહેવા જોઈએ. પોતે તટસ્થ રહીને સહાય પૂરી પાડે. વસ્તુઓ ગતિ અને સ્થિતિ સ્વયં કરે અને તે બે દ્રવ્ય પોતે તટસ્થ અને નિષ્ક્રિય હેતુ બને, માત્ર આધાર આપે માધ્યમ બને. આ રીતે જ વિશ્વવ્યવસ્થા ગોઠવાઈ છે, જે જૈન તત્ત્વજ્ઞાનમાં બતાવી છે. ધર્મ અને અધર્મના વિષયમાં આધુનિક વિજ્ઞાન અંગેની વાતો લેખ- ૩૭ પૃ. - Page #55 -------------------------------------------------------------------------- ________________ (૬) સૂત્ર - ૧ - ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય (૬) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય – આકાશનું સ્વરૂપ અને કાર્ય -લોકાકાશ અને અલોકાકાશ (શનીવાયા: ધધર્મકાશપુદ્રતા: III) લોકાકાશ અને અલોકાકાશ - શ્રી આગમસૂત્રમાં ભગવાન મહાવીરસ્વામીએ શ્રી ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે अलोए णं भंते किं संठिए पन्नत्ता ? गोयमा ! झुसिरगोलसंठिए પન્નત્તા ! અર્થ : પ્રશ્ન - હે ભગવાન ! અલોક કેવા આકારનો છે? ઉત્તર – હે ગૌતમ! પોલા ગોળાના આકારનો છે. આકાશઃ- આકાશ અનંતુ છે. તેની મધ્યમાં લોકાકાશ છે, જ્યાં જીવસહિત છ એ દ્રવ્યો રહેલા છે. આપણે જ્યાં છીએ તે મધ્યલોક છે, તેની ઉપર ઉર્ધ્વલોક, જ્યાં સ્વર્ગ અને મોક્ષના જીવો છે, નીચે અધોલોક છે, જયાં ૭ નરકો છે. લોકાકાશમાં ક્રિયાઓ છે, વ્યવસ્થા છે, તેની બહાર લોકાકાશની ફરતે બધી બાજું આકાશ (જુઓ પૃ. ૩૩) સિવાય કંઈ નથી, જુઓ પૃ. ૩૩ આકાશનું સ્વરૂપ અને કાર્ય - માધીશાવાદ (શ્રી તત્ત્વાર્થ સૂત્ર ૫-૧૮) વહિUનિવમguni છે અલોકાકાશ ક ક Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન માલ્વિા (શ્રી ભગવતી સૂત્ર ૨/૧૩ સૂ. ૪૮૪) અર્થ : અવકાશ આપવો તે આકાશનું કાર્ય છે. कालतः शाश्वतं वर्णादिभिर्मुक्तं च भावतः अवगाहगुणं तच्च TUતો વિતં નિનૈ: (લોકપ્રકાશસર્ગ ૨-૪૦) અર્થ :- આકાશ કાળથી શાશ્વત છે. ભાવથી વર્ણાદિથી રહિત છે. તથા અવકાશ આપવાના ગુણ(સ્વભાવ)વાળું જિનેશ્વરોએ કહ્યું છે. આકાશ, દરેક પદાર્થોને રહેવા માટે જગ્યા આપે છે. આકાશ, પદાર્થોને તેમની જાતે પ્રવેશવા દે છે, જેમ પાણી હંસને. જો કે અહીં આ દૃષ્ટાંતને સીધે સીધું સરખાવી ન શકાય. કારણ કે હંસને જગા આપવા માટે પાણી અમુક પ્રમાણમાં ખસી જાય છે, અને હંસને જગા આપે છે. જ્યારે આકાશ પોતે ખસતું નથી. તેનો અવગાહ છે, પણ આકાશ જગા રોકતું નથી. (કોઈપણ પદાર્થે રોકેલી જગાનો વિસ્તાર હોય, તેને માટે અવગાહ શબ્દ પ્રયોગ છે.) પોતે લેશમાત્ર ચલિત થયા વિના કે, ખસ્યા વિના આકાશી પદાર્થોને પોતાનામાં સમાવી લે છે, તે પદાર્થોને પ્રવેશવા દે છે. દરેક પદાર્થો આકાશમાં અંતઃપ્રવેશ પામીને રહે છે. પોતે સ્થિર રહી અન્ય પદાર્થોને જગા (સ્થાનરહેવા માટે આધાર) આપવાનો સ્વભાવ ધરાવે છે. ગતિ અને સ્થિતિના કારણ તરીકે આકાશને નહિ માનવાનું કારણ: વિશ્વના ધટક ભૂત ૬ દ્રવ્યોમાંથી આકાશ બાકીના પાંચને રાખે છે. આ પાંચે સાથે રહેલું છે, તે લોકાકાશ છે. પરંતુ તે સંપૂર્ણ આકાશનો એક ભાગ છે. લોકની પેલેપાર અનંત આકાશ અલોકાકાશ છે. આ અનંત અલોકાકાશની મર્યાદામાં સજીવ કે અજીવ કોઈપદાર્થ નથી. લોકાકાશની હદ આ પાંચથી નક્કી થાય છે. હદની બહાર ધર્મ અને અધર્મ નહીં હોવાથી તે હદને વટાવીને કોઈ જીવ કે પુદ્ગલનો કણીયો પણ ન જઈ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૯ (૬) સૂત્ર - ૧ - ચાર અજીવેકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય શકે. આ રીતે નિર્ભેળ શુદ્ધઆકાશ સંભાવ્ય તરીકે જૈન તત્ત્વજ્ઞાનમાં જ છે. જો આકાશ બીજાને જગા આપવાનું કાર્ય કરે છે, તેવી રીતે તે ગતિ સ્થિતિ માટે પણ કારણ બને તો, અલોકાકાશમાં પણ જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિ શક્ય બને. અને જો તેવું બને તો સઘળા પદાર્થો અલોકાકાશમાં વિખરાઈ જાય, અવ્યવસ્થા જ સર્જાય, પરંતુ તેવું નથી. લોકાકાશસ્વરૂપ વિશ્વમાં સઘળી વ્યવસ્થા છે. (the world is cosmos, and not a chaos) તે, ધર્મ અને અધર્મ બે અલગ દ્રવ્યોના અસ્તિત્વના કારણે છે. આકાશ તે (ધર્મ અને અધર્મ) બેનું કાર્ય ન કરી શકે. આ વાતને પંચાસ્તિકાય સારમાં બતાવી છે. आगासं अवगासं गमणट्ठिदिकारणेहिं देदि जदि उड्डगदिप्पधाणा સિદ્ધી વિતિ થિ તી (પંચાસ્તિકાયસાર-૯૯) અર્થ - આકાશ એ, અવકાશ આપવાની શક્તિ ઉપરાંત ગતિ અને સ્થિતિનું કારણ હોય તો, જેમનો ઊંચી તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. તે સિદ્ધો વિશ્વની ટોચે શા માટે સ્થિર રહે? સર્વ કર્મથી મુક્ત થયેલા સિદ્ધઆત્માઓ જ્યારે અહીંથી છેલ્લું શરીર ત્યાગ કરે છે. ત્યારે તે કર્મરહિત પરમ શુદ્ધઆત્માઓ સીધા ઉર્ધ્વગતિ કરે છે, અને સિદ્ધશિલાની ઉપર પહોંચી, લોકાકાશના છેડે સ્થિર થઈ જાય છે. કારણ તેની આગળ, એટલે કે, ઉપરના આકાશના વિસ્તારમાં ધર્મ અને અધર્મ નથી. જો આકાશનું કાર્ય ગતિ અને સ્થિતિનું હોય તો તે સિદ્ધઆત્માઓ હજુ પણ આગળ ગતિ કર્યા જ કરે, પણ આવું બનતું નથી. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમાં સ્થાનનું ઐક્ય હોવા સાથે કાર્ય અને સ્વભાવની ભિન્નતાને કારણે તેઓ અલગ દ્રવ્યો છે. ધર્મ અને અધર્મ વિશ્વમાં અંશભૂત હોવાથી લોકાકાશની મર્યાદામાં છે. વિશ્વના Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન હદની બહાર તેમની અસર વર્તાતી નથી. તેઓની અસર પુદ્ગલ અને જીવ પદાર્થ સાથે સંબંધિત છે. આ બે અગમ્ય પ્રાકૃતિક પદાર્થો વિશ્વના આકાશ સાથે સમવ્યાપક છે, તેમના સ્થાન એક જ છે. એક સાથે જ છે, એક બીજામાં સંમિલિત થઈને અસ્તિત્વ ધરાવે છે, એટલે તેઓ બે જુદા છે તેવું કલ્પી શકાતું નથી, પરંતુ મૂળભૂત રીતે તેઓ બંને અલગ અલગ દ્રવ્ય છે, બંનેના કાર્ય અને સ્વભાવ જુદા છે. તેના કારણે તેઓ જુદા છે તેવું અનુમાન કરી શકાય છે. બુદ્ધિથી સમજી શકાય છે. તેઓ લોકાકાશના એક એક પ્રદેશમાં રહેલા છે. પરંતુ વસ્તુ તરીકે જુદા છે. ટૂંકમાં તેઓમાં સ્થાનનું ઐકય હોવા છતાં વસ્તુ તરીકે જુદા છે. આ વિશ્વમાં ધર્મ, અને અધર્મ, અને આકાશ, તેમના કાર્ય વડે નક્કી થાય છે. » આકાશના બે વિભાગ લોકાકાશ અને અલોકાકાશ : जीवा चेव अजीवा य, एस लोगे वियाहिए । अजीव देसमागासे, अलोए से वियाहिए ॥ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૬-૨) અર્થ:- જયાં જીવો અને અજીવો રહેલા છે, તે લોકાકાશ છે. જ્યાં આકાશ સિવાય બીજાદ્રવ્યો નથી તે અલોકાકાશ છે. वस्तुतस्तु नभोद्रव्यमेकमेवास्ति सर्वगम् । धर्मादि साहचर्येण द्विधा जातमुपाधिना ॥ लोकालोकप्रमाणत्वात्, क्षेत्रतोऽनन्तमेव तत् । असंख्येय प्रमाणं च, परं लोकविवक्षया ॥ (શ્રી લોકપ્રકાશ સર્ગ ૧-૩૯-૪૦) અર્થ :- વાસ્તવમાં આકાશદ્રવ્ય, દ્રવ્યથી એક અને સર્વવ્યાપી છે. પરંતુ ધર્માદિ સાથે રહેવારૂપ ઉપાધિ વડે (ઉપચારથી-(‘ઉપચાર” શબ્દની Page #59 -------------------------------------------------------------------------- ________________ (૬) સૂત્ર - ૧ - ચાર અજીવકાય૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય ૩૧ વ્યાખ્યા માટે જુઓ પૃ ૩૦૪)) લોકાકાશ અને અલોકાકાશ એમ બે પ્રકારનું છે. એ આકાશ, લોકાલોક પ્રમાણ હોવાથી ક્ષેત્રથી અનંત છે. પરંતુ લોકાકાશની અપેક્ષાએ તે અસંખ્ય છે. આ રીતે જૈન તત્ત્વજ્ઞાનમાં આકાશને લોકાકાશ એટલે પરિમિત વિશ્વ, અને તેની પેલે પાર અનંતઆકાશ, એમ બે વિભાગમાં વિભાજિત કર્યો છે. લોકાકાશ હોય કે અલોકાકાશ હોય, આકાશ સર્વત્ર સમાન છે. જીવ પુદ્ગલાદિ પાંચ દ્રવ્યોનું અસ્તિત્વ જ્યાં છે તે લોકાકાશ છે. તેનું બહારનું અલોકાકાશ ત્યાં કોઈ સરહદ, નિશાની કે દિવાલ ઊભી કરવામાં આવી નથી. આકાશ લોકાકાશનું હોય કે બહારનું એમાં કોઈ ફરક નથી. જેમ હિન્દુસ્તાન કે પાકિસ્તાન આપણે બનાવેલા ભેદો છે, તેનાથી આકાશમાં કોઈ ફરક પડતો નથી. વાસ્તવમાં આકાશ બધે સમાન જ છે. આપણે મમત્વ બુદ્ધિથી, કે વ્યવહાર ચલાવવા કલ્પેલા આકાશના સ્થાનોના ભેદ છે. હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા વખતે સરહદ ઉપર એક પાગલખાનું હતું. તેને શેમાં લેવું તે પ્રશ્ન ઉદ્ભવ્યો, એટલે તેના નિર્ણય માટે તેના પાગલોને પૂછવામાં આવ્યું, “તમારે ક્યાં જવું છે?' જવાબ મળ્યો અમારે ક્યાંય જવું નથી જ્યાં છીએ ત્યાં બરાબર છીએ.” ત્યારે ખુલાસો કર્યો કે-“તમારે ક્યાંય જવાનું નથી, અહીં જ રહેવાનું છે, પણ હિન્દુસ્તાનમાં જવું છે કે પાકિસ્તાનમાં?' ફરી જવાબ મળ્યો કે- તમે પાગલ જેવા છો, કહો છો કે કયાંય જવાનું નથી, અને તેમ છતાં પૂછો છો કે-ક્યાં જવું છે?” - ધર્મ શુદ્ધિ હોય તો વ્યવહારશુદ્ધિ રહે -પરિણામને ટકાવવા હોય તો આલંબન શુદ્ધ જોઈએ. - પૂ.આ.શ્રીવિજયરામચન્દ્રસૂ.મ.સા. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૭) સૂત્ર - ૧ - ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય – લોકાકાશ અને અલોકાકાશ. - ત્રણ લોક - ઉર્ધ્વલોક, અધોલોક, અને મધ્યલોક. > ૧૪ રાજલોક. – આધુનિકવિજ્ઞાન અને આકાશ. (अजीवकायाः धर्माधर्माकाशपुद्गलाः ॥१॥) લોકાકાશ અને અલોકાકાશ - વિશ્વના ઘટકભૂત ૬ દ્રવ્યોમાંનું ત્રીજું દ્રવ્ય આકાશ, અનંત પ્રદેશોનું બનેલું છે. અનંત આકાશના લોકાકાશ અને અલોકાકાશ બે વિભાગ છે. જે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય પર આધારિત છે. (પૃ. ૨૭). વિશ્વની પેલે પાર ગતિ અને સ્થિતિનું માધ્યમ નથી તેથી ત્યાં જીવ અને પુદ્ગલો નથી. ગતિ અને સ્થિતિ શક્ય છે, તેથી લોકાકાશમાં વ્યવસ્થા છે. માટે તેને વિશ્વ કહેવાય. તેની પેલે પાર તે વ્યવસ્થા નથી. આ રીતે ધર્મ અને અધર્મ પરિમિત વિશ્વની હદ નક્કી કરનાર છે. તેની પેલે પાર અપરિમિત (અનંત)આકાશ છે. ૧૪ રાજલોક - લોકાકાશ જેને વિશ્વ કહેવાય છે. તે ચારે બાજુથી ઘેરી વળેલા અનંત અનંત અલોકાશની મધ્યમાં આશ્રિત છે. વચ્ચે રહેલા લોકાકાશનો આકાર કમરે હાથ દઈ, બે પગ પહોળા કરી, ફુદડી ફરતા માણસ જેવો છે. (જુઓ ચિત્ર) વિશ્વની ટોચે માથાના સ્થાને સિદ્ધશિલા છે. તેની ઉપર શ્રી સિદ્ધપરમાત્માના આત્માઓ સ્થિત છે. આ ઉપરના Page #61 -------------------------------------------------------------------------- ________________ (૭) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય ૩૩ ભાગને ઉર્ધ્વલોક કહે છે. અને નીચેના ભાગને અધોલોક કહે છે. ઉર્ધ્વલોકમાં દેવો, અને અધોલોકમાં નરકોના જીવો રહેલા છે. મધ્યલોકને તિર્હાલોક કહે છે. તેની એકદમ મધ્યમાં મનુષ્યો, પશુઓ અને ભવનપતિ, વ્યંતર, તેમજ જ્યોતિષ, આ ત્રણ નિકાય (પ્રકાર)ના દેવો છે. આ વિશ્વની ઊંચાઈ નીચેથી ઉપર સુધી ૧૪ રાજ (૧ રાજ = અસંખ્ય યોજન) જેટલી છે. માટે તેને ૧૪ રાજલોક જૈન તત્ત્વજ્ઞાનમાં કહે છે. બરાબર મધ્યમાં ૧૪ રાજ ઊંચી એક રાજ પહોળી, ગોળાકાર નળા જેવી ત્રસ નાડી છે. (જુઓ ચિત્ર) આ ત્રસ નાડીમાં જ ત્રસ (હાલતા ચારે તરફ અનંત આકાશ ૭ ૩૬ d તમ ૭૩ ૬ મધ્યલોક લ ધો લો દ્વીપ-સમુદ્રો ૐ જ સિદ્ધિ ગતિનાજીવો -સિદ્ધશિલા - -૧ રાજ→ 5 - h ધો મેરૂ પર્વત ૧૪ રાજલોક-લોકાકાશ-ચિત્ર ૧૪ રા *ક શ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ચાલતા) જીવો હોય છે. દેવ, નારક, તિર્યંચ (પશુ), અને મનુષ્યોના જીવો આ એકરાજના પ્રમાણવાળી પહોળી ત્રસનાડીમાં જ આવેલા છે. તેની બહાર માત્ર સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો હોય છે. મધ્યલોકની પણ મધ્યમાં વચ્ચે થાળી જેવો ગોળ જંબુદ્વીપ છે. તેની પણ મધ્યમાં મેરૂપર્વત છે. ચિત્રમાં જોકે સ્કેલમાપ મુજબ બતાવવું શક્ય નથી. કારણકે ૧ લાખ યોજનનો ઉંચો મેરૂપર્વત છે, સિદ્ધશિલા અને સિદ્ધના જીવો, વિશ્વની ટોચે ૪૫લાખ યોજનાના વિસ્તારમાં છે, જે ૧૪ રાજલોકના અસંખ્ય યોજનના માપ આગળ બિંદુમાત્ર છે. પરંતુ સમજવા માટે મોટા બતાવ્યા છે. જંબૂદ્વીપને વીંટળાઈને વલય (બંગડી) આકારના અસંખ્ય દ્વીપસમુદ્રો ૧ રાજની પહોળાઈ સુધીમાં આવેલા છે. - આધુનિક વિજ્ઞાન અને આકાશ : હવે આધુનિક વિજ્ઞાનના વિદ્વાનો આકાશના વિષયમાં શું કહે છે તે જોઈએ. એકસપ્લોરીંગ ધ યુનિવર્સમાં એચ વોર્ડ કહે છે “ગણિત શાસ્ત્રીઓ ઘણી અજાયબ રીતે અનુમાન કરે છે કે-પુદ્ગલનો કુલ જથ્થો વિદ્યામાન છે, તે પરિમિત છે. અને વિશ્વનો કુલ વિસ્તાર પરિછિન્ન છે. તેઓ એવું માનતા નથી કે એવી કોઈ હદ હોય જેની પેલે પાર આકાશ ન હોય, પરંતુ આકાશની સમગ્રતા એવી રીતે વક્ર થયેલી છે, કે જેમ પ્રકાશનું કોઈ કિરણ સીધી લીટીમાં ગયા પછી, તેના આદિ બિંદુમાં પાછું આવે. તેઓ એ પ્રકાશના વર્તુલકોણના ગોળચક્કર માટે જે સમય જોઈએ તેનું પ્રારંભિક અનુમાન કર્યું છે. તે ૧૦ પરાર્ધ (૧૦) વર્ષથી ઓછું નથી. આવું આકાશ અનંતની સાથે તુલના કરતા સુસ્થિત દિગ્વિભાગો છે. ગણિતજ્ઞ તેને તેમાં પુરતી રીતે સંકુચિત થયેલું માને છે.” (જુઓ પૃ. ૩૮) પ્રસિદ્ધ સાપેક્ષવાદી ડૉ. એડિગ્ટન લખે છે. મને લાગે છે કે દરેક માણસે આકાશનો અંત છે? એ પ્રશ્ન સાથે તેની કલ્પનાને કોઈ વખત તસ્દી આપી હશે. અને જો આકાશનો અંત આવે છે, તો તેની પેલે પાર શું છે? બીજી તરફ એ માન્યતા છે કે તેનો Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૫ (૭) સૂત્ર - ૧:- ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય કોઈ અંત નથી. પરંતુ આકાશની પેલે પાર પણ હંમેશાં આકાશ છે, એ સમજી શકાય તેમ નથી, અને તે કલ્પનાના વિકલ્પોમાં હાલમ ડોલમ થયા કરે છે. સાપેક્ષવાદના સિદ્ધાંત પહેલાં જૂની માન્યતા પરિચ્છિન્ન આકાશની હતી. અનંત આકાશ કોઈ સમજાવી શકે તેમ નથી. ભૌતિકવિશ્વને બુદ્ધિમાં સ્થાન આપવા માટે એક અકલ્પનીય માન્યતા છે વ્યામોહવાળી (Disquieting) પરંતુ તદ્દન યુક્તિ વિરુદ્ધ નથી, તેને આપણે સમાવિષ્ટ કરવી પડશે. (પૃ. ૧૮૨) આઈન્સ્ટાઈનના સિદ્ધાંતે બંને પક્ષથી જુદો રસ્તો સૂચવ્યો છે. આકાશ અનંત છે, અથવા તેનો અંત છે, બંનેમાંથી એકેય નહિ. આકાશ પરિછિન્ન છે, પરંતુ તેનો અંત નથી. પરિચ્છિન્ન પરંતુ અમર્યાદિત (Finite but unbounded)” આ વાત જૈન તત્ત્વજ્ઞાન મુજબના લોકાકાશ અને અલોકાકાશની માન્યતાને મળતું છે. આકાશ સર્વત્ર એક સમાન છે - આકાશને આપણે જોઈ શકતા નથી કારણ કે તે અરૂપી છે. આપણે કોઈ નજીક રહેલી અને દૂર રહેલી વસ્તુતારા, આકાશને અનુમાનથી જાણી શકીએ છીએ. નજીકમાં રહેલી વસ્તુ, અને આપણી વચ્ચે આકાશ ઓછું છે અને દૂર રહેલી વસ્તુ, અને આપણી વચ્ચે આકાશ વધારે છે. આ રીતે આકાશનું અનુમાન થાય છે. ભૌતિક પદાર્થની સાપેક્ષતાથી જ આપણે અભૌતિક એવા આકાશને જાણી શકીએ. પણ તેની પણ મર્યાદા છે. સંપૂર્ણ આકાશને આપણે અનુમાન દ્વારા પણ સમજી શકતા નથી. દૂર ક્ષિતિજમાં પૃથ્વી અને આકાશ મળેલા દેખાય છે. રેલ્વેના પાટાને દૂરથી જોતા મળેલા દેખાય છે, કે તે વચ્ચેનું આકાશ ઓછું દેખાય છે, પણ તે આપણો ભ્રમ હોય છે. આ રીતે જોતાં સહજપણે સમજી શકાય છે, કે અનુમાનથી પણ આકાશને અમુક અંશે જ જાણી શકીએ છીએ. આકાશ લોકાકાશમાં હોય કે અલોકાકાશમાં સર્વત્ર એક સમાન હોય છે. લોકાકાશમાં પણ ગમે તેટલી ઉથલપાથલો થાય આકાશમાં કોઈ ફેર પડતો નથી. ઘરની ૪ દિવાલો વચ્ચેનું આકાશ શાંતિ, વિશ્રામનો Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અનુભવ કરાવે છે. જ્યારે ઘર પડી જાય, દિવાલો કાઢી નાખો ત્યારે, તે જ આકાશ આપણને કંઈ જુદુ જ લાગે છે. ખુલ્લા આકાશમાં તંબૂબાંધી ડેકોરેશન કરવામાં આવે, અને બીજા દિવસે તંબૂ છોડી દેતા, આકાશના અનુભવમાં કેવો મોટો તફાવત જણાય છે ? પરંતુ ખરેખર આકાશનું સ્થાન તો દરેક સ્થળે એકસમાન જ છે. આપણી બુદ્ધિ મુજબ આપણે તે સ્થાનમાં સારા કે ખરાબપણાનો આરોપ કરીએ છીએ. તેને સમજવા એક રમુજી પણ આશ્ચર્યકારી યહુદી લોકકથાનક છે. ૩૬ એક વણજારાની પાસે એક ગધેડો હતો, તે તેને ખૂબ જ ઉપયોગી થતો હતો. ખભો થાકી જતો તો ભાર ગધેડા પર મૂકી દેતો, અને થાકી જાય તો પોતે પણ બેસી જતો. આ રીતે ગધેડો બહુ કામમાં આવવાથી તેની સાથે તેની આત્મીયતા વધવા લાગી. વર્ષો સુધી ગધેડાની સેવા લીધી અને એકવાર ગધેડો બીમાર પડ્યો અને મૃત્યુ પામ્યો. વણજારો ભાંગી પડ્યો. તેને ગધેડો અત્યંત પ્રિય હતો, તેથી એ મર્યો ત્યાં જ દાટીને કબર જેવું બનાવ્યું. બાજુમાં રહેતો હતો અને રોજ ગધેડાને યાદ કરી થોડી વાર બેસતો. ઘણીવાર એની આંખો ભીની બની જતી, ચોધાર આંસુએ રડતો. આ જોઈને રસ્તામાં ચાલતા વટેમાર્ગુઓને આશ્ચર્ય થતું. પણ પછી ધીરે ધીરે આ ક્રમ જોઈ લોકોપણ બેસવા લાગ્યા. કોઈ પૈસાય મુકતુ. ઘણીવાર એને થતું સાચી વાત કહી દઉં પણ પૈસા મળતા હોઈ આજીવિકા ચાલતી હોવાથી, એ કશું ન બોલતો. ધીમે ધીમે વાત ફેલાવા લાગી. કોઈ સિદ્ધ પુરુષની સમાધિ છે-એમ માની લોકોના ટોળા વધવા લાગ્યા. કાળક્રમે મંદિર બન્યુ અને આશ્રમ બની ગયો. વણજારાને પણ લોકો નમવા લાગ્યા. નાળિયેર, દીવો, ભોગથી પ્રવૃતિ ધમધમતી રહેતી અને લોકો પોતાની બધી માનતાઓ પુરી કરતા. કંઈને કંઈ માંગી લેતા, સંસારી લોભથી કે દુઃખથી છૂટવાની ભાવના સિવાય કંઈ ન હતું. વાસના હોય ત્યાં ધર્મ ક્યાંથી સંભવે ? સ્થાનમાં કોઈ જ વિશેષતા ન હતી, પણ લોકોના મનની સ્વાર્થ પ્રેરિત શ્રદ્ધાથી સ્થાન વિશેષ મહિમાવાળું ગણાવા લાગ્યું. તે સ્થળનું આકાશ પહેલા પણ એજ હતું. પછી પણ એ જ Page #65 -------------------------------------------------------------------------- ________________ (૭) સૂત્ર - ૧ - ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય હતું, અને એ જ રહેવાનું છે. તેમાં કોઈ ફરક પડતો નથી, પરંતુ વ્યક્તિના મનમાં ઉદ્ભવેલી બુદ્ધિના આરોપથી તેવા પ્રકારનો ભાસ તે વ્યક્તિને થાય છે. બુદ્ધિના આરોપ વિના મૂળભૂત દૃષ્ટિએ આકાશનું સ્વરૂપ એક સરખું જ છે. અહીં એવો પ્રશ્ન થઈ શકે કે મંદિરો, તીર્થો, સાધના ભૂમિઓ વિગેરે સ્થળો શ્રદ્ધા અને આદરભાવથી પૂજાય છે. તે સ્થળનું આકાશ પણ મૂળભૂત દૃષ્ટિએ અન્ય સ્થળના આકાશ જેવું એક સમાન જ છે, તો પછી તેમાં એવી કઈ વિશેષતા આવી જાય છે કે તે સ્થળ પવિત્ર મનાય છે? આ વાત પણ સાચી છે. મૂળભૂત દષ્ટિએ તો તે સ્થળ પણ એક જ સ્વરૂપનું હોવા છતાં (૧) મહાપુરુષોની સાધનાના પવિત્ર પરમાણુંઓથી તે સ્થળ પવિત્રિત થયેલું હોય છે. પવિત્ર પરમાણુંઓના તરંગોની અસર તે સ્થળે થાય છે. આ એક વિશેષતા છે. (૨) વળી બીજી વિશેષતાએ છે કે તે સ્થળના માધ્યમથી તે સ્થળે સાધના કરનાર પવિત્ર પુરુષો વિશેષથી સ્મૃતિપથમાં આવે છે. તે રીતે ત્યાં શ્રદ્ધા આદરભાવથી જનારને ભાવવૃદ્ધિમાં સહાયક થાય છે. ભવ્યજીવોને અધ્યાત્મમાર્ગમાં આગળ વધવા આવા સ્થળો અનન્ય સહાયક બને છે, આ તેનો મહિમા છે. (૩) ત્રીજી વિશેષતાએ છે કે-આત્મિકગુણોના રાગથી તાત્વિકદષ્ટિથી તીર્થ સ્થળોને માનવા-પૂજવા સેવવા વિગેરે પ્રશંસનીય છે. પણ જે સ્થળમાં કોઈ તત્ત્વ જ નથી, અને માત્ર સ્વાર્થ પ્રેરિત શ્રદ્ધા હોય તે પ્રશંસનીય નથી, તેને અંધશ્રદ્ધા જ માનવી. – માણસ બીજુ બધું સમજવા કરતાં સર્વપ્રથમ પોતાના સ્વભાવને સમજે. – જાતને બદલી નાખો જગત બદલાઈ જશે. – સુખભોગવવું, એ મૂડી ખાઈ જવા બરાબર છે દુઃખભોગવવું એ દેવું ચૂકવીને કરજ ઉતારવા બરાબર છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જેને તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન [ (૮) સૂત્ર - ૧ - ચાર અજીવકાય. હજું દ્રવ્ય આકાશાસ્તિકાય આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત - ચાર માપવાળો અવકાશ કાલખંડ (Four Dimensional Space Time Continium) નો સિદ્ધાંત અને નમત. નિશ્ચિત આકાશ પછી કોઈ આકાશ નથી.” તે માનવું યોગ્ય નથી. (अजीवकायाः धर्माधर्माकाशपुद्गलाः ॥१||) આકાશ અને પુગલ બંનેના કાર્યો સ્વતંત્ર છે : હવે આકાશના વિષયમાં વધુ આગળ જોઈએ. The Expanding Universe માં પ્રોફે. A.C.Benerji કહે છે. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના મૂળ સિદ્ધાંત પ્રમાણે આકાશનું માપ તેમાં રહેલા પુદ્ગલના જથ્થા વડે નક્કી થાય છે. જો આકાશની અંદરના ભાગમાં પુગલ હોય, તો જયાં સુધી તે પૂરું થાય ત્યાં સુધી ગોળાકારે વળે છે. જેમ પુદ્ગલ વધારે હોય તેમ આકાશ ઓછું હોય, અને આકાશ ખરું જોતાં અનંત ત્યારે હોઈ શકે, જો તેમાં કોઈ પુગલ ન હોય. તેથી આકાશના વર્તુળાકાર માટે પુદ્ગલ જવાબદાર છે. તેથી આઈન્સ્ટાઈનનું આકાશ પુદ્ગલ ધરાવે છે, જે કોઈ એક દિશામાં સીધુ આગળ જાય, તે અનંતને ન પામે. પણ આદિ બિંદુએ પાછું ફરે.” (પૃ ૧૬૮) આ મતમાં ‘આકાશના વર્તુળાકાર માટે પુગલને જવાબદાર ગણું છે.” તે જૈન મત મુજબ સંગત નથી. કારણ કે આકાશ અને પુદ્ગલ બંને દ્રવ્યો અલગ અને સ્વતંત્ર દ્રવ્યો માનેલા છે. બંનેના કાર્યો પણ સ્વતંત્ર છે. એકબીજાના કાર્યો માટે એકબીજા ને જવાબદાર ગણ્યા નથી. વળી Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૯ (૮) સૂત્ર - ૧ -ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય આકાશ અનંત ત્યારે જ હોય, જો તેમાં કોઈ પુગલ ન હોય' અર્થાત્ આકાશની અનંતતા માટે પુદ્ગલનું ન હોવું જરૂરી માન્યુ (પુગલ વગરનું આકાશ જ અનંત હોય) આ પણ સંગત થતું નથી, કારણ બંને સ્વતંત્ર દ્રવ્યો હોવાથી “આ (પુદ્ગલ) છે, માટે આ મુજબ (આકાશ વર્તુલ-પરિમિત) છે. અને આ પુદ્ગલ) નથી, માટે આ મુજબ (આકાશ અનંત છે, પરિમિત) નથી” આવું નથી. જૈનમત મુજબ પગલાદિ દ્રવ્યો જયાં છે તે પરિમિત આકાશ (લોકાકાશ) છે. અને પુદ્ગલાદિ કોઈ દ્રવ્યો જયાં નથી તે અપરિમિત આકાશ (અનંત અલોકાકાશ) છે. આ વસ્તુ સાહજિક, અનાદિકાલીન સ્વભાવથી નિશ્ચિત છે. તે વસ્તુ તે રીતે પ્રથમથી છે. તેમાં કોઈકારણ નથી. પરંતુ કોઈપણ કારણે આઈન્સ્ટાઈના અનુમાનથી ફલિત થતી વસ્તુ જૈનમત મુજબની છે. જૈનમત મુજબ જયાં પુલ નથી તે આકાશ અનંત છે, પુદ્ગલવાળું આકાશ (લોકાકાશ) પરિમિત છે. હજુ આગળ કરેલા વર્ણન મુજબ. આકાશ, અને કાળ, બંને પણ સ્વતંત્ર છે : 24182228 Cara Four Dimensional Space Time Continuum માને છે. અર્થાત્ “ચારમાપવાળો અવકાશકાલ ખંડ.' સામાન્ય રીતે આપણે આકાશ (એટલે કે આકાશમાં રહેલી વસ્તુ)ના ત્રણ માપ માનીએ છીએ. ૧. લંબાઈ ૨. પહોળાઈ અને ૩. ઊંચાઈ. જ્યારે આઈન્સ્ટાઈન આ ત્રણ સાથે “કાળ' નામનું ચોથું માપ ઉમેરે છે, એટલેકે તેની સાથે સંયુકત કરે છે. તાત્પર્ય એ થશે કે, દા.ત. એક ઈંટનું લંબાઈ આદિ ત્રણ સાથે “કાળ' નામનું ચોથું માપ ગણવું જોઈએ. જેમ લંબાઈ આદિ ૩ વિના ઈંટ સંભવી ન શકે તેમ “કાળ' વિના પણ તે સંભવી ન શકે. આ વિષયમાં વિચારતાં જણાય છે કે, તેઓ “કાળ” ને માપ ગણે છે તેટલા અંશે જૈનમત સાથે, કે વ્યાવહારિક દૃષ્ટિએ પણ સંગતતા જણાતી નથી. જૈનમત મુજબ આકાશ અને પુદ્ગલની (હમણાં જ જણાવ્યું તેમ) જેમ આકાશ અને “કાળ' પણ સ્વતંત્ર અલગ દ્રવ્ય છે. આકાશ, એ જગા (વિસ્તાર) છે. જ્યારે કાળ, એ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પ્રવાહ છે. તે ક્ષેત્ર નથી કે તેનું માપ નથી. આકાશ જગા આપવાનું કાર્ય કરે છે, તો કાળ અસ્તિત્વ જાળવવાનું કાર્ય કરે છે. આકાશ અને કાળ બંનેના કાર્ય અલગ છે. કાળ પાંચેય દ્રવ્ય સાથે જોડાયેલું છે. પાંચેય દ્રવ્યનો પર્યાય એ જ કાળ છે. આ રીતે જૈન માન્યતા જુદી પડે છે. નિશ્ચત આકાશ પછી કોઈ આકાશ નથી તે માનવું યોગ્ય નથી - 24186-2210- Four Dimension theory 1 cylinder theory 431 કહે છે તેને વિષે લખતાં પ્રૌફે એન.આર સેન relativity ના article માં લખ છે કે Einstein himself asserts that the universe consisting of large and small masses hanging apparently in infinite space is not in fact infinite, one suggestion from his theory is that universe of four dimensions is finite in spatial directions and infinite in the direction of time. It is like a cylinder whose surface is bounded in some direction viz across the lines which generate the cylinder. This finite dimension correspodes to three special dimensions of our world of perception. But the cylinder is also infinite in two other directions, so is also our univers which is infinite in the dimension of time runing from infinite past in to the infine future” (આઈન્સ્ટાઈન સ્વયં ભારપૂર્વક જણાવે છે કે, વિશ્વ અનંતાકાશમાં નાના અને મોટા ખુલ્લી રીતે લટકતા પિંડો ધરાવે છે તે વાસ્તવમાં અનંત નથી. તેમના સિદ્ધાંતમાંથી એક પ્રસ્તાવ એ છે કે, ચારમાપવાળું વિશ્વ, અવકાશિક દિશામાં પરિમિત અને કાળની દિશામાં અનંત છે. તે એક એવા નળાકાર જેવું છે, જેની સપાટી અમુક દિશામાં મર્યાદિત હોય. આ પરિમિત વિસ્તાર આપણા દૃષ્ટિગોચર વિશ્વના ત્રણ અવકાશિક વિસ્તારને અનુસરતો છે. પરંતુ નળાકાર બીજી બે દિશામાં અનંતપણ છે. તેથી આપણું વિશ્વ અનંત ભૂતકાળથી અનંત ભવિષ્ય તરફ જતાં કાળની દિશામાં અનંત છે) ઉપરોકત આઈન્સ્ટાઈનનું ગોળમિતિ વિશ્વ the cylinder theory of universe કહેવાય છે. તેમાં the time dimension is uncurved and so may extend to infinity તેનો અર્થ જો એવો કરવામાં આવે કે વિશ્વ સમયની દૃષ્ટિએ અનંત ભૂતકાળથી અનંત ભવિષ્યકાળમાં વિસ્તૃત છે, અથવા વધારે સ્પષ્ટ કરીને કહીએ Page #69 -------------------------------------------------------------------------- ________________ (૮) સૂત્ર-૧:- ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય કે ક્યારેય વિશ્વની આદિ હતી નહિ અને ક્યારેય વિશ્વનો અંત નહિ હોય તો આ વસ્તુ જૈનતત્ત્વજ્ઞાનને અનુસરતી છે, વાસ્તવમાં જોવા જાવ તો જૈનતત્ત્વજ્ઞાનના પાયાના સિદ્ધાંતોમાંનો એક મહત્વનો પાયાનો સિદ્ધાંત છે. જે આફ્યકારી રીતે આઇન્સ્ટાઇનના અનુમાનનો વિષય બન્યો છે. જો કે જૈનતત્ત્વજ્ઞાન લોકના એક ભાગને પરિમિત અને પેલેપાર અનંત આકાશ માને છે જ્યારે આઈન્સ્ટાઈન સમગ્રલોકને પરિછિન્ન અને તેની પછી કંઈ નથી તેમ માને છે. તેથી એડિંગ્ટન કહે છે “in any case the physicist does not conceive of space as void (કોઈ પણ રીતે ભૌતિકશાસ્ત્રીઓ આકાશને ખાલી માનતા નથી) વિજ્ઞાનીઓ હજુ વિશ્વના તથ્ય તરફ આગળ વધે તો આ ભેદ પણ જતો રહે, કારણકે, તે જ એડિગ્ટનના શબ્દોમાં”itis inconceivable that there was once a moment with no moment proceeding it” (તે માનવું યોગ્ય નથી કે એવી એક ક્ષણ હોય જેની પહેલાં કોઈક્ષણ ન હોય) એડિંગ્ટનની કાળના વિષયમાં આ માન્યતા છે. જૈનતત્ત્વજ્ઞાનની ક્ષેત્રના વિષયમાં પણ આવા પ્રકારની જ માન્યતા છે, તેથી એમ પણ કહી શકાય કે, તે માનવું યોગ્ય નથી કે, કોઈ નિશ્ચિત આકાશની પછી કોઈ આકાશ નથી. – પ્રયોગો દ્વારા અતીન્દ્રિય પદાર્થોનો તાગ મળી શકતો નથી : આપણે અત્યાર સુધી ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો વિષે જોયું. આ ત્રણ દ્રવ્યોથી સુવ્યવસ્થિત વિશ્વ શક્ય બને છે. પશ્ચિમના ચિંતકો અને વૈજ્ઞાનિકોએ પણ વિશ્વની વ્યવસ્થા માટે જે અનુમાનો કર્યા છે, તે જૈન તત્ત્વજ્ઞાને માનેલા આ ત્રણ દ્રવ્યોના સ્વરૂપ અને કાર્યને કેટલા અનુસરતા છે અને ક્યાં ભેદ પડે છે તે પણ જોયું. જૈન તત્ત્વજ્ઞાન પૂર્ણજ્ઞાનીએ બતાવેલ છે , જ્યારે વિજ્ઞાન પ્રયોગો દ્વારા જે સિદ્ધ થાય છે તે બતાવે છે. નવા નવા પ્રયોગો દ્વારા જુની માન્યતામાં સુધારા થતા રહે છે. વાસ્તવમાં જોવા જઈએ તો, જે અતીન્દ્રિય પદાર્થો છે તેનો પૂરેપૂરો તાગ પ્રયોગો દ્વારા આવવો બિલકુલ અશક્ય છે. તેમાં હંમેશા ખામીઓ રહેવાની, સુધારાને આવકાશ રહેવાનો જ, જે વિજ્ઞાન પણ સ્વીકારે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૨. જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન આ સંયોગોમાં જ્ઞાનીઓનો આપણને એ જ ઉપદેશ છે કે, ટૂંકા માનવજીવનમાં વિશ્વના રહસ્યો પામવા વિજ્ઞાન સામે મીટ માંડીને રાહ જોવામાં જન્મ પૂરો થાય તો પણ તેનો અંત ક્યારેય ન આવે, માટે માનવ જીવનમાં જે ખરેખર પ્રાપ્ત કરવા યોગ્ય છે, તેમાં પ્રયત્નશીલ બનવું જોઈએ. આત્માનું જ્ઞાન અને આત્માના સ્વરૂપને ઓળખી તેને ઉન્નત બનાવવાના ઉપાયોમાં લગાડવું જોઈએ. મધ્યસ્થ ક્યાં સુધી રહેવાય? જજ મધ્યસ્થ ખરો, પણ એ ક્યાં સુધી ? જયાં સુધી એ વાદીપ્રતિવાદીની વાત ન સમજે ત્યાં સુધી. સમજ્યા પછી તો એ સત્યનો પક્ષપાતી થાય છે, અને અસત્ય સામે આંખ લાલ કરે છે. સાચું-ખોટું સમજ્યા પછી જે મધ્યસ્થ રહે, એ કદી ધર્મ પણ ન પામી શકે. વ્યવહારમાં દરેક ચીજ માટે સાચા-ખોટાનો સહુ કોઈ નિર્ણય કરે છે. એક ધર્મની વાતમાં જ ઘણા ખરાં લોકો “મધ્યસ્થ રહેવાની શાણી સલાહ આપે છે. આવા મૂર્ણ મધ્યસ્થો પાછાં પોતાને ડાહ્યા સમજે છે. સમજુ કદી મધ્યસ્થ ન હોય, અણસમજુ જ મધ્યસ્થ હોય. ન સમજાય ત્યાં સુધી મધ્યસ્થભાવ રાખવો એ ગુણ છે. સમજાઈ ગયા પછી ય મધ્યસ્થ રહેવું, એ તો મહાદોષ છે. - પૂ.આ. વિજયરામચન્દ્રસૂ.મ.સા. – અસત્યપાંગળું છે, સત્યના સહારા વગર તે ટકતું નથી. ખોટા માલ ઉપર પણ લેબલ તો સાચા માલનું લગાડો તો જ તે ખપે. > દરેક જણ ઇચ્છે છે, કે સત્ય તેની પડખે હોય, પરંતુ સત્યની પડખે ઊભા રહેવાની ખરાદિલની ઇચ્છા દરેક જણ રાખતું નથી (રીચાર્ડબ્રેટેલી) – સત્યના સાધકો સાહસિક હોય છે, જ્યારે સલામતીના ચાહકો સિદ્ધાંતવિહીન સમજૂતિમાં રાચે છે. – અસત્ય એ આભાસ છે, સત્ય તો પ્રકાશ છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ (૯) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય. ४३ ((૯) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું - પુદ્ગલ દ્રવ્ય. - ઇન્દ્રિયદ્વારા પુદ્ગલ જ જણાય છે. - નૈશ્ચયિક પરમાણું અને વ્યાવહારિક પરમાણું - પુદ્ગલની ઔદારિક આદિ આઠ વર્ગણા (अजीवकायाः धर्माधर्माकाशपुद्गलाः ॥१॥) વિશ્વના ઘટકભૂત ૬ દ્રવ્યો પૈકી ધર્મ અધર્મ, અને આકાશનું વર્ણન કર્યા પછી હવે ૪થા પુદ્ગલદ્રવ્યનું સ્વરૂપ જોઈએ. આપણને ઇન્દ્રિય દ્વારા જે જણાય છે, તે માત્ર પુદ્ગલ જ જણાય છે - વિશ્વના ઘટકભૂત છ દ્રવ્યોમાંથી ૫ દ્રવ્યો અરૂપી છે. પુગલ પદાર્થ જ માત્ર રૂપી છે, એટલે કે મૂર્તિ છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્પર્શ, રસ, ગંધ અને રૂપ રંગ-વર્ણ) ગુણધર્મને ધરાવે છે. બીજા કોઈ દ્રવ્યોમાં આ ગુણધર્મ નથી. અરૂપીને આપણે જોઈ કે અનુભવી શકતા નથી. આપણી નજરમાં અને અનુભવમાં જે કંઈ આવે છે તે સર્વે પુગલ પદાર્થ જ આવે છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પુદ્ગલના ચાર મૂળભૂત ગુણધર્મ છે. તે સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રત્યેક અણુમાં અને નૈશ્ચયિકપરમાણુંમાં પણ વિદ્યામાન હોય છે. જ્યારે પરમાણુંઓમાંથી સ્કંધો (Molecules) બને છે ત્યારે ઉપરોક્ત ૪ ગુણો સિવાય અન્ય સ્વરૂપો (રૂપાંતરો) પણ પ્રગટે છે. જેમકે શબ્દ, અંધકાર, પ્રકાશ, છાયા, વિદ્યુત, બંધ, સૂક્ષત્વ, સ્થૂલત્વ, કર્મ, ઈત્યાદિ અનેક પ્રકારો પુદ્ગલના જ વિકારો છે. આપણને દૃષ્ટિગોચર થતા પૃથ્વી, માટી, પથ્થર, પર્વત, મકાનો, ઝાડ, છોડ, પાંદડા, હવા,વાદળ, ઈત્યાદિ સઘળું પુદ્ગલ પદાર્થના વિધ વિધ પ્રકારો છે. જૈનશાસ્ત્રોમાં આ વાત બતાવી Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પોાતત્યિજાયં વિશ્વાયં (શ્રી ભગવતી સૂત્ર શ.૭,૩.૧૦, સૂ.૩૦૫/૩) અર્થ : : પુદ્ગલાસ્તિકાય રૂપીકાય છે. लोक एव सद्भावात् क्षेत्रतो लोकसंमितः । જાતત: શાશ્વતો વિિમયુંરુશ્ચ ભાવતઃ।। (શ્રી લોકપ્રકાશ સર્ગ ૧૧-૩) અર્થ : પુદ્ગલાસ્તિકાય લોકાકાશમાં જ અસ્તિત્વ ધરાવે છે. તેથી ક્ષેત્રથી લોકાકાશના વિસ્તારમાં છે, તે શાશ્વત છે, અને વર્ણ ગંધ, રસ અને સ્પર્શવડે યુક્ત છે. (વિશેષ માટે જુઓ પૃ. ૧૧૮, ૧૨૧, ૧૨૨ અને ૨૮૧) પુદ્ગલ પરમાણુંના બે પ્રકાર : ૪૪ પુદ્ગલપદાર્થ, જે અંતિમ સૂક્ષ્માતિસૂક્ષ્મ અવિભાજ્ય કણ એવા પરમાણુંઓમાંથી બનેલો છે, તેનું સ્વરૂપ જૈન શાસ્ત્રોમાં બહુ સુંદર અને સ્પષ્ટ જણાવ્યું છે. द्विविधः परमाणुः स्याद्, सूक्ष्मश्च व्यावहारिकः । अनन्तैरणुभिः सूक्ष्मैरेकोऽणु र्व्यावहारिकः ॥ २१ ॥ सोऽपि तीव्रेण शस्त्रेण द्विधाकर्त्तुं न शक्यते । एनं सर्वप्रमाणानामादिमाहु र्मुनीश्वरः ||२२|| व्यवहारनयेनैव परमाणुरयं भवेत् । स्कन्धोऽनन्ताणुको जातसूक्ष्मत्वो नियमात्पुनः ॥ २३ ॥ (શ્રી લોકપ્રકાશ સર્ગ -૧ ) અર્થ ઃ ૫૨માણું બે પ્રકારનો છે (૧) સૂક્ષ્મ (૨) વ્યાવહારિક. અનન્ત સૂક્ષ્મ પરમાણુંઓનો એક વ્યાવહારિક પરમાણું થાય છે. એ પણ એટલો સૂક્ષ્મ હોય છે કે અતિતીક્ષ્ણ શસ્ત્રવડે તેના બે ભાગ ન થઈ શકે. તેથી જિનેશ્વર ભગવાને આ પરમાણુંને માપના કોષ્ટકમાં સૌથી પહેલું માપ કહ્યુ છે. વળી એ પરમાણું વ્યવહારનયે જ પરમાણું કહેવાય છે. પરંતુ તે પણ નિશ્ચયથી તો સૂક્ષ્મપરિણામને પામેલા અનંત પરમાણુંનો બનેલો Page #73 -------------------------------------------------------------------------- ________________ (૯) સૂત્ર-૧ ચાર અજીવકાય. ૪થું-પુદ્ગલ દ્રવ્ય. ૪૫ સ્કંધ જ છે. તે પણ સૂક્ષ્મપણાને પામેલો છે. એટલે તાત્પર્ય એ થયું કે, દરેક પુદ્ગલ (ભૌતિક) પદાર્થનો અતિ સૂક્ષ્મ અંતિમ કણ = ૧ નૈશ્ચયિક પરમાણું. અનંતસૂક્ષ્મ નૈશ્ચયિક પરમાણુ = ૧ વ્યવહારિક પરમાણુ. પુદ્ગલ શબ્દની પસંદગી જૈનદર્શનની આગવી છે : પુદ્ગલ' શબ્દનો અર્થ -પુ = પૂરણ, ગલ = ગલન. પૂરણ અને ગલન સ્વભાવવાળો પુદ્ગલ પદાર્થ છે. અર્થાત સંયોજન અને વિભાજન દ્વારા રૂપાંતરોને પામવું તે. આ પદાર્થ માટે પુદ્ગલ શબ્દની પસંદગી જૈન દર્શનની આગવી છે. અજૈન સાહિત્યમાં તે પ્રચલિત નથી. પુદ્ગલની આ વ્યાખ્યા એટલી બધી સૂચક અને ગહન અર્થવાળી છે કે, જેઓ આધુનિક આણ્વિક ભૌતિકશાસ્ત્રથી સુપરિચિત છે, તેઓ તેની વ્યાખ્યા મુજબના પુદ્ગલ' શબ્દના પ્રયોગની સાર્થકતા બરાબર સમજી શકશે. ઇલેકટ્રોન અને ન્યૂટ્રોનના સંયોજન અને વિભાજન વડે પુદ્ગલ પદાર્થ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તન પામે છે. (પૃ. ૩૬૪) પૂરણ” અને “ગલની વૈજ્ઞાનિક રીતે દષ્ટાંત દ્વારા સમજીએ. બેરીલિયમમાંથી કાર્બનમાં રૂપાંતર - પૂરણ સ્વભાવ બેરિલીયમ કાર્બન ન્યૂટ્રોન B B ન્યૂટ્રોન ~ આલ્ફાકણનું અસ્ત્ર ) (અથડામણ પહેલાંનો બેરિલિયમનો ન્યૂક્લિાસ) (બેરિલિયમનો ન્યૂક્લિાસ અથડામણ પછી થયેલો કાર્બનનો અણુ) Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પ્રથમચિત્રમાં બતાવ્યા મુજબ, આલ્ફાકણનું અસ્ત્ર, બેરિલીયમના ન્યુક્લીઅસમાં જોડાઈ જાય છે. તે જોડાવાના કારણે બાજુના બીજા ચિત્રમાં બતાવ્યા મુજબ એક ન્યૂટ્રોન બહાર ફેંકાઈ જાય છે, તેના કારણે પરિણામે જે અણું બને છે તે કાર્બનનો અણું છે. એટલે કે, બેરિલિયમ આલ્ફાકણના અસ્ત્ર વડે કાર્બનમાં રૂપાંતરિત થયો. આ કિસ્સામાં વિભાજન છે. છતાં મુખ્યપણે સંયોજન હોવાથી પૂરણ”ને સમજાવે છે. - કૃત્રિમ રેડીયો એકટીવીટીથી એલ્યુમિનિયમમાંથી ફોસ્ફરસ, ફોસ્ફરસમાંથી સીલીકોન, તેમજ મેગ્નેશિયમમાંથી સિલિકોન, સિલિકોનમાંથી એલ્યુમિનિયમ. સોડિયમનું રેડિયો સોડિયમમાં અને તેમાંથી મેગ્નેશિયમમાં વિગેરે રૂપાંતરો છે. યુરેનિયમના રૂપાંતરો, પુદ્ગલનો “ગલન” સ્વભાવ યુરેનિયમન ધાતુના દૃષ્ટાંતથી ગલન સ્વભાવને બહુ સ્પષ્ટપણે સમજી શકાશે. યુરેનિયમ ધાતુનો પદાર્થ રેડીયો એકટીવ છે. (ઘન પદાર્થમાંથી આરપાર નીકળી જાય એવા સૂક્ષ્મ પ્રકાશના કિરણો જેમાંથી સતત નીકળતા હોય તેવા પદાર્થને રેડીયો એકટીવ કહે છે.) યુરેનિયમન સતત, દિવસ-રાત નિરંતર, ત્રણ પ્રકારના કિરણો ફેંકે છે. જેનાં ગ્રીક નામ, alfa (આલ્ફા), beta (બીટા) અને gamma (નેમા) છે. Alfa કિરણો એ એવા કણોના પ્રવાહ છે, જે Helium અણુંના nuclei (કેન્દ્ર) છે. Beta કિરણોના પ્રવાહો તે ઇલેકટ્રોનના પ્રવાહો છે. અને gamma કિરણો, પ્રકાશના સ્વભાવવાળા કિરણો છે. જયારે યુરેનિયમનો એક અણું ત્રણ alfa કણો ગુમાવે, ત્યારે તે રેડિયમના અણુમાં રૂપાંતરિત થાય છે. રેડિયમ પણ રેડીયો એક્ટીવ પદાર્થ છે. જ્યારે રેડિયમનો અણું પણ પાંચ affa કણ ગુમાવે ત્યારે તે સીસામાં રૂપાંતરિત થાય છે. આ વસ્તુ પુદ્ગલ દ્રવ્યના “ગલ” = ગલન સ્વભાવને સ્પષ્ટપણે નિર્દેશ કરે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનના છૂટા પડવા વડે પદાર્થ, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ (૯) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું - પુદ્ગલ દ્રવ્ય. યુરેનિયમ રેડિયમ ૪૭ (સીસ) ચિત્ર :- યુરેનિયમના રેડીયો એકટીવ રૂપાંતરો ચિત્રમાં સાંકળ અણુંની અંદરથી alfa અને બીટા કણોના છૂટા પડવા વડે થતું બંધારણ બતાવે છે. જુદા જુદા વર્તુળો, તે તે રચાયેલા પદાર્થોનું વજન સૂચવે છે. જૈનશાસ્ત્રો મુજબ સ્થૂલ કે સૂક્ષ્મ દરેક પદાર્થોમાં, સૂક્ષ્મ રીતે વિચારતાં દરેક સમયે ‘પૂરણ’ અને ‘ગલન' બંને હોય છે. અહીં સ્થૂલ રીતે આ ‘ગલન’ સમજવું. પૃથ્વીના પડમાં ખડકો જે યુરેનિયમથી ભરપૂર છે, ત્યાં ઉપર જણાવેલી ધાતુના રૂપાંતરોની પ્રક્રિયા થતી હોય છે. તેને Radio active disintegration કહે છે. એટલે કે આલ્ફા અને બીટા કિરણોના ફેંકવા વડે અણુઓનું તૂટવું તે. આ ખડકોમાં સતત થતું હોય છે. ખડકોમાં યુરેનિયમની સાથે સીસાની ધાતુ ચોક્કસ તુલનાત્મક અંશમાં, સખત રીતે જોડાયેલી હોય છે. ભૂસ્તરશાસ્ત્રીય સંશોધકો, આ બેના ગુણોત્તર વડે તે ખડકોના પુરાણાપણાનું અનુમાન કરે છે. દરેક પદાર્થમાં ‘પૂરણ’ અને ‘ગલન’ વડે જૈનતત્ત્વજ્ઞાનમાં તેવા પદાર્થ માટે ઉપયોગ થતો ‘પુદ્ગલ’ શબ્દ અત્યંત સાર્થક જણાશે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ४८ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પુલ પદાર્થના સ્કંધોનું વર્ગીકરણ - ૮ વર્ગણા: ૧ ઔદારિક ૨ વૈક્રિય ૩ આહારક ૪ તૈજસ ૫ ભાષા + પાસો. 8 મત૮ કર્મ જૈન શાસ્ત્રોમાં પુદ્ગલ પદાર્થના બહુ મહત્ત્વના, અત્યંત મુખ્ય ૮ વિભાગો બતાવ્યા છે, તેને ૮ વર્ગણા કહેવાય છે. આ ૮ વર્ગણાને ટૂંકમાં સરળતાથી આ રીતે સમજાવી શકાય. વિશ્વમાં એકલા છૂટા સ્વતંત્ર પરમાણુંઓ અનંતની સંખ્યામાં છે. બે પરમાણુંઓ સંયોજાઈને દ્વયણુક બને છે. તેવા સ્વતંત્ર હયણુક પણ અનંત છે. તે જ રીતે ત્રણ પરમાણું સંયોજાઈને ચણકનો સ્કંધ બને. તેવા સ્વતંત્ર વ્યણુક પણ અનંત છે. આવી રીતે ઉત્તરોત્તર આગળ વધતાં અસંખ્યાત પરમાણુંઓ સંયોજાઈને બનેલા અસંખ્યાતાણુક સ્કંધ પણ અનંતા છે. તેમજ તે રીતે આગળ વધતાં અનંતાણુક સ્કંધ પણ અનંતા છે. આ સર્વે સ્કંધોમાં એક નિશ્ચિત મર્યાદાવાળા અનંત પરમાણું (સમજવા માટે અસત્ કલ્પનાથી ધારોકે ૧ લાખ અણુનો સ્કંધ)થી માંડીને વધતાં વધતાં અનંતગુણ અધિક, પણ અમુક નિશ્ચિત મર્યાદાવાળા અનંત પરમાણું (ધારોકે ના લાખ)નો બનેલો સ્કંધ સુધીના જે સ્કંધો હોય, તે સર્વે સ્કંધોને ઔદારિક વર્ગણા કહી છે. ઉપર સમજાવ્યા મુજબના ૧ થી ૧ાા લાખ (વાસ્તવમાં અનંત) સુધીના વ્યક્તિગત રીતે દરેક સ્કંધો પણ અનંત છે. આ ઔદારિક વર્ગણામાંથી મનુષ્ય પશુના શરીરો, માટી પથ્થર વિગેરે આપણને અત્યારે દશ્યમાન થતા સર્વે પદાર્થો ઔદારિક વર્ગણાના બનેલા છે. ઔદારિક વર્ગણા જ્યાંથી (સમજાવ્યા મુજબ ૧ લાખ પરમાણું નો સ્કંધ, જે વાસ્તવમાં અનંત છે) શરૂ થાય છે, તે પૂર્વેના ૯૯૯૯૯ પરમાણું (વાસ્તવમાં અનંત)નો બનેલો સ્કંધ અને ઘટતાં ઘટતાં ૧ પરમાણું સ્કંધ સુધીના સર્વે સ્કંધો અગ્રાહ્ય છે. એટલે કે ક્યારેય કોઈ પણ ઉપયોગમાં આવતા નથી. તેથી તે ઔદારિક પૂર્વેના Page #77 -------------------------------------------------------------------------- ________________ (૯) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું - પુદ્ગલ દ્રવ્ય. ૪૯ સ્કંધોની ૧લી અગ્રાહય વર્ગણા કહી છે. તે પછીની બીજી ઔદારિક વર્ગણા હમણાં જણાવી. જયાં આ ઔદારિક વર્ગણા(સમજાવ્યા મુજબ ૧ લાખ) પુરી થાય છે, તે પછી પણ (દા.ત. ૧૫ થી ૨ લાખ વૈક્રિય અગ્રાહ્ય તે ૩જી. ૨ લાખથી રાા લાખ વૈક્રિય તે ૪થી, રાા લાખથી ૩ લાખ આહારક અગ્રાહ્ય તે ૫ મી. તે રીતે) આગળ આગળ અનંતગુણ પરમાણું ઓ જેમાં વધુ છે તેવા સ્કંધોવાળી બીજી અનેક વર્ગણાઓ બતાવી છે. તેવી કુલ ૨૬ વર્ગણા છે. દરેકમાં પૂર્વ કરતાં અનંતગુણ અધિક પરમાણુંઓ રહેલા છે. આ ર૬ વર્ગણાઓમાંથી રજી, ૪થી વિગેરે ૮ વર્ગણાઓ, જે નીચે ક્રમસર બતાવી છે તે ઉપયોગી છે, ઉપયોગમાં આવે છે. ઉપયોગમાં આવતી તે વર્ગણાઓ કયા કયા ઉપયોગમાં આવે છે. તે પણ બતાવ્યું છે. પુસ્તકના શીર્ષકમાં આપેલ પ્રતિકમાં, અને અહીં આપેલા ચિત્રમાં, ક્રમસર નાની મોટી વર્ગણાનું ચિત્ર આપેલું છે, તે આ વિષયને સમજાવે છે. આ ૨૬ વર્ગણામાંથી જીવને ઉપયોગી ઔદારિક વર્ગણાથી માંડી કાર્મણવર્ગણા સુધીની ૧૬ વર્ગણાઓમાંથી રજી, ૪થી ૬ઠ્ઠી, ૮મી, ૧૦મી, ૧રમી, ૧૪મી અને ૧૬મી આ બેકી સંખ્યાવાળી ૮ વર્ગણાઓ જ ગ્રાહા (ઉપયોગી) છે. બાકીની ૧લી, ૩જી, પમી ૭મી, ૯મી, ૧૧મી, ૧૩મી, ૧૫મી, આ ૮ એકી સંખ્યાવાળી, તેમજ તે પછીની (એકીસંખ્યા અને બેકી સંખ્યાવાળી ૧૭થી ૨૬ સુધીની ૧૦, આ) બઘી જ, એમ કુલ ૧૮ વર્ગણાઓ અગ્રાહ્ય (બિન ઉપયોગી છે). (૧) રજી ઔદારિક વર્ગણા -મનુષ્ય, પશુના શરીરો, પૃથ્વી,પાણી, માટી વિગેરે ચક્ષુથી દશ્યમાન અને કોઈપણ ઇન્દ્રિયથી જણાતી સર્વે ચીજો. (૨) ૪થી વૈક્રિય વર્ગણા:- દેવ અને નારકના જીવોના શરીરો તેમજ લબ્ધિધારી મનુષ્યો અને લબ્ધિધારી તિર્યંચોના જીવોના વૈક્રિય શરીરો. (૩) દફીઆહારકવર્ગણા:-૧૪પૂર્વધર મુનિજેમાંથી શરીર બનાવે છે. (૪) ૮મી તૈજસ વર્ગણા - સર્વસંસારીજીવોની સાથે જોડાયેલુ અનાદિકાલીન તૈજસ શરીર(ORA) અગ્નિ આદિ. ને ૧૯મી થી. ૩જી , મજ તે પછી Page #78 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૫)૧૦મીભાષાવર્ગણાઃ-જેપુદ્ગલસ્કંધોમાંથી અવાજઉત્પન્ન થાય છે. (૬) ૧૨મી શ્વાસોચ્છ્વાસ વર્ગણા :- જેના આધારે મનુષ્ય વનસ્પતિ, પૃથ્વી, પાણી આદિ સર્વેજીવો સૂક્ષ્મશ્વાસોચ્છ્વાસ કરે છે. (૭) ૧૪મી મનવર્ગણા :- સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જે પુદ્ગલના સ્કંધોનું આલંબન લઈ વિચારવાની ક્રિયા કરે છે. (૮) ૧૬મી કાર્મણ વર્ગણા :- દરેક સંસારી જીવની શુભાશુભ પ્રવૃતિને કારણે આત્મા સાથે ક્ષીરનીર જેમ બંધાતા કર્મો. આ કર્મો આત્માની સાથે બંધાયા પછી ૮ કર્મના વિભાગમાં વહેંચાઈ જાય છે. તે પણ અનાદિ કાલીન છે. આ વર્ગણાઓમાં સમજવા જેવી અને આશ્ચર્યકારી વિશેષતા એ છે કે :- આગળ-આગળની ૨જી, ૩જી વિગેરે વધુ વધુ ૫૨માણુંઓના સ્કંધોવાળી છે, આ વર્ગણાઓમાં પૂર્વની વર્ગણા કરતાં વધુ વધુ ૫૨માણુંઓ હોવા છતાં, તે સૂક્ષ્મ છે, અને વજનમાં હલકી છે. તે વર્ગણાઓની પૂર્વની વર્ગણાઓ ઓછા ઓછા પરમાણુંઓના સ્કંધોવાળી હોવા છતાં સ્કૂલ, અને વજનમાં ભારે હોય છે. (જુઓ ચિત્ર) ૫૦ સૂરિ રામની એવી વાણી, જૈન તત્ત્વજ્ઞાનની લ્હાણી મોહમદારી આપણે માંકડા ઃ- મોહને કહયાગરુ માંકડુ મળી જાય તો એ એને છોડવા રાજી ન હોય. એમ મોહને આપણે કહયાગરા -નોકર જેવા મળી ગયા છીએ, એથી આપણે ધર્મ કરતા થઈએ અને તેની પકડમાંથી છટકીન જઈએ, એ માટે એ મોહ ઘણો સાવધ રહે છે. આપણે ધર્મ કરવાના આગ્રહી બનીએ, ત્યારે તો એની સાવધાની ઓર વધી જાય છે. અને છેવટે ધર્મકરવાની રજા આપવી પડે એમ હોય, તો એ મોહ સંસારના આશયથી ધર્મ કરવાની રજા આપીને, પોતાના સકંજામાંથી આપણે છટકી ન જઈએ, એની પુરી ૨મત રમી જાય છે આ રમત જે સમજી જાય, એ જ મોહની પકડમાંથી છટકી શકે અને આત્માકલ્યાણ સાધી શકે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૧ (૧૦) સૂત્ર-૧- ચાર અવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય (૧૦) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. ૪થું પુદ્ગલો દ્રવ્ય - પુગલ પદાર્થની અચિત્યશક્તિ, એક આકાશપ્રદેશમાં અનંતા પણ સમાવેશ પામે છે. (अजीवकायाः धर्माधर्माकाशपुद्गलाः ॥१॥) વિશ્વના ઘટકભૂત ૬ દ્રવ્યો પૈકી ૪થા પુદ્ગલ દ્રવ્યના સ્કંધોની ૮ વર્ગણાઓ જોઈ. તેઓના વિશિષ્ટ ગુણધર્મને જોઈએ. પરમાણુંવડે આકાશપ્રદેશની વ્યાખ્યા: પ્રવેશે નામાંક્ષિઃ સર્વસૂક્ષ્મસ્તુ પરમાળોવારંઃ (શ્રી તત્ત્વાર્થ સ્વોપન્ન ભાષ્ય પ-૭) અર્થ :- સર્વસૂક્ષ્મ પરમાણું જેટલા આકાશના ક્ષેત્રને રોકીને રહેલો છે, તે પ્રદેશ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, અવકાશનો પ્રારંભિક ઘટક, જે પુગલના અદશ્ય અંતિમ અણુ વડે રોકાયેલો છે, તે પ્રદેશ છે. એક આકાશપ્રદેશમાં અનંત પરમાણુંઓ સમાવેશ પામે. હવે આપણે પરમાણુંઓની અચિન્ત અથવા ચમત્કારિક કહી શકાય તેવી શક્તિ, જે જૈન શાસ્ત્રોમાં વર્ણવી છે, તે જોઈએ. એક આકાશ પ્રદેશને રોકીને એક પરમાણું જયાં રહેલો છે, તે જ આકાશ પ્રદેશમાં બીજો, ત્રીજો યાવતુ અનંત પરમાણુંઓ પણ અવસ્થાન પામીને રહી શકે છે. આ પ્રત્યક્ષ વિરોધાભાસ છે, કારણ કે, એક પરમાણું જ્યારે એક આકાશપ્રદેશને રોકીને રહેલો છે ત્યાં જ બીજો, ત્રીજો યાવતુ અનંત કેવી રીતે સમાઈ શકે ? આ વિરોધાભાસને સમજાવતા કહ્યું કે, Page #80 -------------------------------------------------------------------------- ________________ પર જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન __एकस्मिन्नेवाकाश प्रदेशेऽनन्तानामप्यवगाढत्वं, तदप्रतिघात परिणाम परिणतत्वात् ..... परमाणुरेकस्मिन् व्योमप्रदेशे व्यवस्थितोऽन्येषामपि परमाणुनां, भूयसामवगाहमानानां विघातं प्रति न निवर्तितुमुत्सहते । (શ્રી તત્ત્વાર્થ પ-૨૬ શ્રી સિદ્ધસેનગણિકૃતટીકા) અર્થ - એક આકાશ પ્રદેશમાં અનંતા પરમાણુંઓ પણ સમાઈ શકે, જો તેઓ અપ્રતિઘાત પરિણામને પામેલા હોય. અર્થાત્ એકબીજાનો અવરોધ ન કરે તેવા સૂમપરિણામની અવસ્થાને પામ્યા હોય તો. આથી એક આકાશપ્રદેશમાં રહેલો પરમાણું, બીજા ઘણા પરમાણુંઓને સમાવવામાં કોઈ અવરોધ કરતો નથી. આજ વાત સૂત્ર ૫-૧૪ની ટીકામાં પણ છે. ... तस्माद् परिणतिविशेष एवासौ तादृशः परमसूक्ष्मो येनानान्ता अपि परमाणवः स्कन्धीभूताः प्रदेशमेकमाश्रित्य विहायसो वर्तन्ते.... અર્થ - પરમસૂમ પરિણતિ વિશેષને કારણે એકત્રિત થયેલા અનંતા પરમાણુંઓ, એક આકાશપ્રદેશને આશ્રયીને રહે છે. શ્રી લોકપ્રકાશ ગ્રંથમાં જણાવ્યું છે કે એક-આકાશ પ્રદેશ એક પરમાણું વડે પૂરાય, તથા બેવડે પૂરાય, તેમ તે પ્રદેશમાં સો, હજાર, યાવત્ અસંખ્યાત, કે અનંત દ્રવ્ય પણ સમાઈ જાય. તેનું કારણ બતાવતાં જણાવે છે. કે अवगाह स्वभावादन्तरिक्षस्य तत्समम् चित्रत्वात् पुद्गलानां परिणामस्य યુમિન્ ! (શ્રી લોકપ્રકાશ સર્ગ -૨-૪૫) અર્થ: આકાશમાં તેઓને સમાવેશ કરવાનો સ્વભાવ છે, અને પુગલ પરમાણુંઓનો એવો અદ્ભુત પરિણામ હોવાથી, તે યુક્તિમતું. છે. આથી એ સિદ્ધ થાય છે કે-પરમાણુંઓ પોતાનું સ્વરૂપ ગુમાવ્યા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૩ (૧૦) સૂત્ર-૧-ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય વિના સંકોચનાદિ પામ્યા વિના) એક બીજામાં અંત:પ્રવેશ પામીને એક સ્થાનમાં અવસ્થાન કરવાના એક વિશિષ્ટગુણધર્મને ધરાવે છે. આ વાતને આપણા લોક વ્યવહારમાં આવતા દષ્ટાંતથી સમજાવ્યું છે કે, અતિઘન એવા લોખંડના ટુકડાથી વ્યાપ્ત આકાશના દેશમાં અગ્નિનાં અણુઓ પ્રવેશ પામી જાય. છિદ્ર રહિત એવા તપાવેલા લોખંડમાં પાણીના અણુઓ પણ પ્રવેશ પામી જાય છે. તેથી જ લોખંડ ગરમ અને ઠંડુ બને છે. આ રીતે આકાશ દુર્ભર છે, અને પરમાણુંઓની એક વિશિષ્ટ શકિત છે તેમાં કોઈ શંકા નથી. અથવા પ્રજવલિત એવા દીપકના પ્રકાશથી ભરેલા ઓરડામાં બીજા સો દીપકનો પ્રકાશ પણ અંદર અંત:પ્રવેશ પામીને સમાઈ જાય પુદ્ગલ (ભૌતિક) પદાર્થના સ્કંધો (molecules).પણ અદશ્ય અને વજન રહિત અવસ્થા પામી શકે - એક આકાશ પ્રદેશમાં અનંતા પરમાણુંઓ પણ સમાઈ જાય છે, તે જોયું. માત્ર આટલું જ નહિ પણ અનંતા પરમાણુંઓના બનેલા સ્કંધોમાં પણ સૂક્ષ્મપરિણામ પામવાની શક્તિ રહેલી છે. તેથી તેવા સ્કંધો પણ એક આકાશ પ્રદેશમાં સમાઈ જાય. આનું દષ્ટાંત આપતાં શ્રી લોકપ્રકાશ ગ્રંથમાં જણાવ્યું છે. विशत्यौषधसामर्थ्यात् पारदस्यैककर्षके, सुवर्णस्यकर्षशतं, तौल्ये कर्षाधिकं न तत् । पुनरौषधसामर्थ्यात्तद्वयं जायते पृथक्, सुवर्णस्य कर्षशतं पारदस्यैककर्षकः ॥ અર્થ - ઔષધિના સામર્થ્યથી, એક કર્મ પ્રમાણ પારામાં, સો કર્ષ પ્રમાણ સુવર્ણ સમાય છે અને છતાં તેનું વજન એકકર્ષથી વધારે થતું નથી. વળી ઔષધિના સામર્થ્યથી જુદા પાડતાં, સોકર્ષસોનું અને ૧ કર્ષ પારો ફરી પ્રાપ્ત થાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પારાને અમુક ઔષધિવડે ઘણા પુટ આપતાં પારામાં બુભુક્ષિત અવસ્થા ઉત્પન્ન થાય છે. તે સમયે તે સુવર્ણને ખાઈ જાય છે. (પોતાનામાં સમાવી શકે છે.) છતાં પારાનું વજન વધતું નથી. રેચક ઔષધિના પ્રભાવે પુનઃ સુવર્ણાદિ જુદા પણ પડી જાય છે. આગમગ્રંથ શ્રીસ્થાનાંગ વૃત્તિમાં પણ આવાત જણાવી છે. अचिन्त्यात् द्रव्यपरिणामस्य यथा पारदस्यैकेनकर्षेण चारिताः सुवर्णस्य ते સાથે ભવન્તિ પુનર્વામિતી પ્રયોજાત સર્વતિ (શ્રી સ્થાનાંગવૃતિ) અર્થ: દ્રવ્યના પરિણામની અચિત્યશક્તિ હોવાથી, પ્રયોગથી એક કર્ષપારામાં સાત કર્ષ સોનું એકમેક થઈ જાય, અને ફરી પ્રયોગથી વમન કરતાં સાતકર્ષ સોનું મળે. આ કોઈ ચમત્કાર નથી, પણ પુદ્ગલનો વિશિષ્ટ કોટિનો ગુણધર્મ છે. જયારે કોઈપણ સ્કંધ સૂમપરિણામ નામના ગુણધર્મને પામે એટલે આઠમાંથી ચાર સ્પર્શવાળો થવાથી, તે અદશ્ય થાય છે, અને તેનું વજન પણ રહેતું નથી. જૈન શાસ્ત્રોમાં બે પ્રકારના પુદ્ગલસ્કંધો (molecules) બતાવેલા છે. (૧) બાદર પરિણામ સ્કંધ (અષ્ટ સ્પર્શી) (૨) સૂક્ષ્મ પરિણામ સ્કંધ, (ચતુઃ સ્પર્શી) બાદર પરિણામવાળા સ્કંધોમાં વજન હોય છે. જ્યારે તે જ સ્કંધ સૂક્ષ્મપરિણામ પામી જાય પછી તે વજનરહિત અને અદશ્ય બને છે. અહીં પ્રશ્ન થાય કે, વસ્તુ તે જ સ્વરૂપે વિદ્યમાન રહેવા છતાં તે અદ્રશ્ય અને વજન રહિત કેવી રીતે થઈ જાય ? પુદ્ગલના સૂમપરિણામી સ્કંધો વજન રહિત કેવી રીતે? : આ વિષયને સમજવા માટે તેને થોડા વિસ્તારથી સમજીએ. પુદ્ગલ દ્રવ્યના મૂળભૂત પાંચ ગુણધર્મો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન છે. આ ૫ ગુણ ધર્મોમાં સ્પર્શના જે ૮ ભેદ છે, તેમાં પરસ્પર વિરોધી એવા ૪ જોડકા છે. (૧) મૃદુ - કઠીન (૨) લઘુ-ગુરુ (ભારે-હલકો) (૩) શીત - ઉષ્ણ (૪) સ્નિગ્ધ – રુક્ષ. બાદર પરિણામી (સ્થૂલ - જાડા અષ્ટસ્પર્શી) Page #83 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય સ્કંધોમાં આઠેય સ્પર્શ (સામાન્યથી) હોય છે. પરંતુ એક સાથે આઠેય સ્પર્શના ગુણો હોતા નથી. ૫૫ કોઈ પણ એક સમયે ૪ જોડકાંમાંનો એક-એક ગુણધર્મ થઈને (૮ માંથી કુલ) ૪ સ્પર્શના ગુણધર્મ એક સાથે હોય છે. એ તો સમજી શકાય તેમ છે કે, ઉષ્ણતા હોય ત્યાં શીતતા ન હોય વિગેરે. હવે આવો બાદર પરિણામી સ્કંઘ (દા.ત. સોનાનો ટૂકડો) જ્યારે સૂક્ષ્મ પરિણામ પામે ત્યારે, ૮ (૪ જોડકા) સ્પર્શના ગુણધર્મમાંથી માત્ર (૨ જોડકા) ૪ જ સ્પર્શના ગુણધર્મ હોય છે. અને એક સાથે તો કોઈ પણ બે જ હોય છે. તે આ મુજબ (૧) શીત કે ઉષ્ણ (૨) સ્નિગ્ધ કે રૂક્ષ હોય છે. બીજા જોડકા (કઠીન-મૃદુ અને ગુરુ-લઘુ)ના ૪ ગુણધર્મ અપ્રગટ બની જાય છે. તેથી તે સ્કંધ (સોનાનો ટૂકડો) અદૃશ્ય (અપ્રગટ) બની જાય છે. ટૂંકમાં તાત્પર્ય એ છે કે, સૂક્ષ્મ પરિણામી સ્કંધોમાં કઠીનતા કે મૃદુતા રહેતી નથી, તેમજ ગુરુતા કે લધુતા પણ રહેતી નથી. તે અગુરુલઘુ હોય છે, અર્થાત તે વજનરહિત બની જાય છે. આ જ કારણે દ્રષ્ટાંતમાં જણાવ્યું તેમ, પારામાં જ્યારે વિશિષ્ટ પ્રક્રિયાથી (સોના (નાસ્સુંઘો)ને સૂક્ષ્મ પરિણામ અવસ્થામાં પરિવર્તિત કરી) સોનું સમાવી દેવામાં આવે ત્યારે તે (વિશિષ્ટ પ્રક્રિયાના પ્રભાવથી, તે સોનાનો સ્કંધ સૂક્ષ્મપરિણામવાળો થઈ જવાથી,) તે સોનું અદૃશ્ય અને વજન રહિત થઈ જાય છે. તેથી ૧ કર્ષ પારામાં ૧૦૦કર્ષ સોનું સમાઈ જવા છતાં, તે પારાનું વજન ૧ કર્ષ અને કદપણ તેટલું જ રહે છે, પારામાં, અદ્રશ્યપણે, સોનું સમાએલું હોય છે. તે સોનું વિપરીત પ્રક્રિયાથી ફરી પાછું પ્રાપ્ત થાય છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રના ભાષ્ય પર શ્રી સિદ્ધસેનગણિકૃત ટીકામાં આ વાત જણાવી છે. स्कन्धाः पुनर्बादर परिणाम परिणताः । अष्टस्पर्शा बद्धा एवाणुसंघाताः सूक्ष्मपरिणाम भाजस्तु चतुस्पर्शा एव भवन्ति । Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અર્થ: બાદર પરિણામવાળા સ્કંધો આઠ સ્પર્શવાળા અને સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધો ૪ સ્પર્શવાળા હોય છે. વર્તમાન વિજ્ઞાને પુલના સંબંધમાં ઘણા આવિષ્કારો કર્યા, પરંતુ આ ગુણધર્મ સુધી પહોંચી શક્યું નથી. – આ વીસમી સદીના કહેવાતા વિજ્ઞાનવાદના જમાનામાં, આત્મમુક્તિના માર્ગની સાધકદશા જ લુપ્ત પ્રાય થતી જાય છે, અને એ ઘણી જ ભયંકર બીના છે. – ત્યાગ એ મોક્ષમાર્ગની સીડી છે. - પૂ.આ.વિજયરામચન્દ્રસૂ.મ.સા. બુદ્ધ સાહિત્યમાં નિગ્રંથ જ્ઞાતપુત્ર (મહાવીર) અને તેમની મહત્તા વિષે ઉલ્લેખ આવે છે. મઝિમ નિકાય (PT.S.I.P 214)માં નિગ્રંથ સાધુઓ બુદ્ધને કહે છે કે, તેમના માલિક નાતપુત્ત સર્વ જ્ઞાતા હતા અને પોતાના અમર્યાદિત જ્ઞાનથી નાતપુત્તે તેમને જણાવ્યું છે કે, તે સાધુઓએ તેમના આગળા જન્મોમાં કયા પાપકર્મો કર્યા છે. સંયુક્ત નિકાય (PT.S, IMP 398) આપણને એવી માન્યતા જણાવે છે કે પોતાના શિષ્યો તેમના મરણ પછી ક્યાં જન્મશે એ વસ્તુ સુવિખ્યાત નાતપુત્ત કહી શકતા અને જો ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો અમુક વ્યક્તિનો ક્યાં જન્મ થયો છે એ પણ કહી શકતા. અંગુત્તર નિકાય વળી એવી માન્યતાનો ઉલ્લેખ કરે છે કે નિગંઠ નાતપુત્ત સર્વ સમજતા, સર્વ નિરખતા, તેમનું જ્ઞાન અમર્યાદિત હતું અને જે જે સમય દરમિયાન આપણે જાગતા હોઈએ, ઊંઘતા હોઈએ અથવા આપણો દુન્યવી વ્યવહાર ચલાવતા હોઈએ એ સર્વના તે સંપૂર્ણ જ્ઞાતા છે. (Jainism the oldest living religion 428.5Hiel) ૧. નિર્ગઠનાતપુત્ત સર્વ વસ્તુઓ જાણે છે અને જુએ છે. સંપૂર્ણ જ્ઞાન અને શ્રદ્ધા હોવાનો દાવો કરે છે. કઠોર તપ કરી જૂના કર્મને નિર્મળ કરે છે અને નવા કર્મો પ્રત્યે ઉદાસ રહી તેમને અટકાવે છે. જ્યારે કર્મ અટકે છે ત્યારે દુઃખ અટકે છે. S.B.E. VOL XXII P. XVFF. Page #85 -------------------------------------------------------------------------- ________________ (૧૧) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય (૧૧) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય ૫૭ -> પુદ્ગલનું એક છત્રી સામ્રાજ્ય → ઉત્પત્તિ, નાશ, અને સ્થિતિની પ્રભુની ત્રિપદીને અનુસરતા વર્તમાન ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો છે. (અનીવાયા: ધર્માંધમાંજાશવુદ્રતા: IIII) પુદ્ગલનું એક છત્રી સામ્રાજ્ય : - - પુદ્ગલદ્રવ્ય મૂળભૂત રીતે જડ છે, પણ ચેતન-જીવ-દ્રવ્યના સંયોગથી આ જગતમાં વિવિધ સ્વરૂપો ધારણ કરી અનેક વિવિધતાઓ લાવે છે. નદી-નાળા-સરોવર-બાગ-બગીચા, વૃક્ષો-પુષ્પો, પર્વતો, હરિયાળીઓ, આકાશમાં વાદળો મેઘધનુષ્ય, કુદરતી સૌંદર્ય, વિગેરે પુદ્ગલોના વિકારો છે. રસવતીની વિવિધ વાનગીઓ કર્ણપ્રિય આહ્લાદક ગીત – સંગીત - નૃત્ય - સ્રીઓના સૌંદર્ય - સ્ત્રી પુરુષના વસ્ત્રો, પુષ્પો અને અત્તરોની સુગંધો, વિગેરે પણ પુદ્ગલના વિકારો છે. દેવલોકના સ્ફટિકમય વિમાનો, વાવડીઓ પાંચે ઇન્દ્રિયોના આકર્ષક સુખદાયક શુભદશાવાળા ભોગો ઇત્યાદિ પુદ્ગલના જ વિકારો છે. વળી તે દરેકના પ્રતિપક્ષી અરૂચિ દુગંછા, ભય, શોકાદિને પેદા કરનારા જન્મ/મરણ, અને જીવનમાં અનુભવાતા અશુભદશાવાળા દુઃખદાયક સંયોગો, નરકના અને પશુયોનિના દુઃખો, ઇત્યાદિ સર્વે આ પુદ્ગલ પદાર્થના શુભાશુભ વિકારો છે, પરિવર્તનો છે. વિશ્વના જીવો આ સધળાપદાર્થોના નિમિત્તે રાગ-દ્વેષ કરી સૂક્ષ્માતિસૂક્ષ્મ કર્મપરમાણુંઓમાંથી શુભાશુભ કર્મપુદ્ગલોને આત્મા સાથે બાંધ્યા કરે છે. તે કર્મો પરિપાક પામી ઉદયમાં આવતાં (સક્રિય બનતાં) તેના પ્રભાવથી જીવ તેવા પ્રકારની શુભાશુભ અવસ્થા પામે છે. ફરી તેમાં રાગ-દ્વેષ કરી, Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ફરી કર્મો બાંધી, ફરી તેવી શુભાશુભ દશાને પામે છે. આ રીતે આ પરંપરા ચાલ્યા જ કરે છે. ત્રિપદી પ્રદાન, અને શાસન સ્થાપના, એ નિશ્ચિત ઘટના : વીતરાગ સર્વજ્ઞ ૫૨માત્મા પોતાના જ્ઞાનમાં જે જુએ છે, તે જગતના હિતને માટે પ્રકાશિત કરે છે. આપણે પુદ્ગલ પદાર્થના આશ્ચર્યકારી કેટલાક ગુણધર્મો જોયા. આગળના સૂત્રોમાં બીજા પણ ગુણધર્મો જોઈશું તે વિષયમાં આધુનિક વિજ્ઞાન કેટલે સુધી પહોંચી શક્યું છે, વિગેરે વિગતવાર જોઈશું. દરેક તીર્થંકર પરમાત્માઓ કેવલજ્ઞાન પામી પછી તીર્થકર બને છે. ત્યારે પોતાના પ્રથમ શિષ્યનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર ગણધર ભગવંતોને નિશ્ચિત ત્રિપદી આપે છે, તે આ મુજબ છે. उप्पन्ने वा विगमेइ वा धुवेइ वा અર્થ : પદાર્થ ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ પામે છે અને સ્થિર પણ રહે છે. આ ત્રિપદી સર્વશાસ્ત્રજ્ઞાનનું બીજ ગણાય છે. દરેક શ્રી તીર્થંકરભગવાનના શાસનમાં આ જ ત્રિપદી ના પ્રદાનથી શાસ્રરચના થતી હોય છે, જેની વિગત લેખાંક ૩-૪ (પૃ. ૧૨થી ૨૦)માં જોઈ. શ્રી તીર્થંકર ભગવાનદ્વારા આગમશાસ્ત્રના બીજભૂત માત્ર ત્રણ શબ્દોની બનેલી ત્રિપદીનું પ્રદાન, અને શ્રી ગણધર ભગવંતો દ્વારા તે ત્રિપદીના પ્રભાવે અગાધ સાગર સમાન સુવિસ્તૃત આગમશાસ્ત્રોની રચના, અને તે પછી વિધિવત્ ધર્મશાસનની સ્થાપના, આ દરેક શ્રી તીર્થંકર ભગવાનના શાસનમાં વિશિષ્ટ, ઐતિહાસિક અને નિશ્ચિત ઘટના છે. ત્રિગુણ સ્વભાવ સર્વદ્રવ્યોમાં વ્યાપક છે ઃ જૈન તત્ત્વજ્ઞાન, જગતમાં વિદ્યમાન છ એ દ્રવ્યોમાં આ ત્રિગુણ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૯ (૧૧) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય સ્વભાવ વ્યાપક માને છે. તત્ત્વાર્થ સૂત્રના આ જ ૫મા અધ્યાયના ૨૯માં સૂત્રમાં પણ આજ વાત જણાવી છે. ઉત્પાદ્રવ્યયધ્રૌવ્યયુત્તું સત્ । (૫-૯) અર્થ : ઉત્પતિ નાશ અને ધ્રુવપણા યુક્ત હોય તે સત્ છે. તાત્પર્ય એ છે કે દરેકવસ્તુમાં આ ત્રણ ગુણધર્મો છે. શ્રી તત્ત્વાર્થ રાજવાર્તિક (૫૨૯)માં આ વાત સમજાવતા જણાવ્યુ છે કે स्वजात्यपरित्यागेन भावान्तरावाप्तिरुत्पादः । = ઉત્પત્તિ તથા પૂર્વમાનિગમો વ્યયનં વ્યયઃ । = નાશ ધ્રુવે-થૈર્યનર્મળો ધ્રુવતીતિ ધ્રુવઃ = સ્થિતિ, સ્થિરતા અર્થ : ઉત્પાદ, તે વસ્તુનું પોતાનું સ્વરૂપ છોડ્યા વિના રૂપાંતર થવું તે છે. વ્યય તે, બાહ્ય રચના જે પૂર્વે હતી તેનું અદશ્ય થવું તે. અને ધ્રૌવ્ય તે, વિવિધ રૂપાંતરો મધ્યે, મૂળ, આંતરિક સ્વરૂપ સ્થાયી રહેવું તે. દ્રવ્યની વ્યાખ્યા પણ આને જ અનુસરે છે. पर्यायैः द्र्यन्ते द्रवन्ति वा तानीति द्रव्याणि (સવાર્થસિદ્ધિ તત્ત્વાર્થ સૂત્ર-૫-૨-૨૨) અર્થ : મૂળસ્વરૂપને કાયમ રાખીને પર્યાયો (અવસ્થાઓ) વડે રૂપાંતરને પામે તે દ્રવ્ય. રૂપાંતરોની મધ્યે મૂળ દ્રવ્યની સ્થાયિતા સમજવા માટે સોનાની લગડી લો. ધારો કે આપણે તેમાંથી આભૂષણ બનાવીએ છીએ. મૂળ સોનાનો પિંડ રૂપાંતરને પામે છે, એટલે તેની પિંડ અવસ્થા નાશ પામે છે અને આભૂષણસ્વરૂપ નવી અવસ્થા ઉત્પન્ન થાય છે, પરંતુ આ બંને પરિવર્તનો મધ્યે વસ્તુ (પિંડ કે આભૂષણ) સોના તરીકે તો કાયમી છે. પદાર્થ માત્ર વિશેનો આ દ્રષ્ટિકોણ છે. પદાર્થમાં અમુક અંશ કાયમી Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સ્થિર હોય છે. તે કાયમી સ્થિરતાના આધારે પરિવર્તનશીલતા પણ સતત ચાલતી રહે છે. મૂલાધાર વિના અપરિવર્તિત સ્થાયીપણું, અને કેવળ પરિવર્તનપણું, તે બંને અશક્ય છે, એ અવસ્તુ છે. (પૃ. ૧૦૨, ૨૯૩, ૩૫૮) ભૌતિક વિજ્ઞાન જેને તત્ત્વજ્ઞાનની ત્રિપદીને અનુસરે છે : જૈન તત્ત્વજ્ઞાન આ ત્રિગુણ સ્વભાવને આત્મા-આકાશાદિ, છે એ દ્રવ્યો-(પદાર્થો)માં સ્વીકારે છે. વર્તમાન ભૌતિકવિજ્ઞાન આ ગુણધર્મને બહુ જ અનુસરે છે. તેનું કાર્યક્ષેત્ર માત્ર પુદ્ગલપદાર્થ હોવાથી પદાર્થ અને ઉર્જાને લગતા નિયમો શોધાયા અને નિયમબદ્ધ થયા. તેથી પદાર્થસ્થિતિ અને શક્તિસ્થિતિના સિદ્ધાંતો (Principle of conservation of matter and principle of coservation of energy) 241 Q Bildsalza il મૂળભૂત નિયમો છે. ઇનઓરગેનિક ઍન્ડ થોરીટીકલ કેમેસ્ટ્રીબાય જે. ડબલ્યુ મૂલર માં - “આ (ઉપરનો) પ્રમાણિત સિદ્ધાંત સામાન્યત : યાત્રિક જગતનો ઉત્તમ ભાગ ગણાય છે. પ્રાકૃતિક વિજ્ઞાનનો ઉચ્ચતમ અને વ્યાપક સિદ્ધાંત છે. જેને અનુસરતા ઘણા સૈકાના વિચારો છે.” Prof. A. N. Whitehead આ સિદ્ધાંતનો ઉલ્લેખ કરતા લખે છે Notion of quantitative permenance underlying change પરિવર્તનને પામતા પદાર્થના સ્થાયિત્વનો વિચાર - આ શબ્દોનો અર્થ બીજો કંઈ નહિ પણ ઉત્પાદ , વ્યય અને પ્રૌવ્ય છે. ઉત્પાદ અને વ્યય = પરિવર્તન, અને ધ્રૌવ્ય = સ્થાયિત્વ. વર્તમાન ભૌતિકશાસ્ત્ર મુજબ સઘળા જગતમાં જે ભૌતિકપદાર્થ અસ્તિત્વ ધરાવે છે તે ચોક્કસ નિશ્ચિત પ્રમાણમાં છે. જેના પરિવર્તનો થાય છે, તે બાહ્ય સ્વરૂપના પરિવર્તનો છે. એટલે કે mass માંથી ઉર્જામાં રૂપાંતર થયું. જેટલો mass ઘટયો તેટલા અંશે ઉર્જા ઉત્પન્ન થઈ, પરંતુ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૧ (૧૧) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય પરિવર્તન થવામાં કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થયો નથી. પાણીમાંથી વરાળમાં, ઈંધણ (લાકડા-કોલસો)માંથી ગરમી, પ્રકાશ અને રાખમાં રૂપાંતર, પેટ્રોલ વિગેરેનું અગ્નિ, ગરમી અને ધુમાડામાં રૂપાંતર, અગ્નિનું પીસ્ટન દ્વારા પૈડાની ગતિમાં રૂપાંતર વિગેરે. હાઈડ્રોજન અને ઓકસીજનનું પાણીમાં (H,0) રૂપાંતર. સોડિયમ અને કલોરિનનું, મીઠું (Nacl)માં રૂપાંતર. ઇત્યાદિ સઘળા રૂપાંતરો છે આ રીતે સર્વત્ર સઘળા ભૌતિક પદાર્થોનું રૂપાંતર (બાહ્ય પરિવર્તન) માત્ર છે. નવા પદાર્થની ઉત્પત્તિ નથી. પદાર્થની જેમ ઉર્જા અવિનાશી છે. આ શીર્ષક ઉપર લખતાં ડૉ. જે. જબલ્યુ મેલર લખે છે કે જ્યારે યથાર્થ તોલમાપ લેવા શક્ય બનશે ત્યારે એવું શોધાશે કે જ્યારે કોઈ ઉર્જાનું સ્વરૂપ અદ્રશ્ય થાય છે, ત્યારે તેના સમતુલ્ય પ્રમાણની ઉર્જાના અન્યસ્વરૂપ કે સ્વરૂપોનો અવિર્ભાવ થાય છે. L.A. colding said . “ઉર્જા અચળ અને અવિનાશી છે, તેથી જ્યાં અને જ્યારે કોઈ યાંત્રિક કે બીજુ કોઈ કાર્ય સંપાદન કરતાં અદ્રશ્ય થતી લાગે છે ત્યારે તે ફક્ત રૂપાંતર પામે છે, અને નવું સ્વરૂપ પુનઃઉપસ્થિત થાય છે, પરંતુ ઉર્જાનો કુલ જથ્થો સ્થાયી રહે છે.” (થીસીસ ઓન એનર્જી) ફેંચ ભૌતિકશાસ્ત્રી Sadi camot તેમના એક લેખમાં લખે છે કે “એ સત્ય છે કે ઉર્જા (શક્તિ)નું સ્વરૂપ બદલાય અથવા તે એક પ્રકારની ગતિમાંથી બીજા પ્રકારની ગતિ ઉપજાવે પરંતુ તેનો પૂર્ણતઃ વિનાશ થતો નથી.” ગ્રીક દર્શનશાસ્ત્રી ડેમોક્રીટસે પણ જણાવયું કે (Ex nihilu ninil fit, et in nihilum nihil potest reverti) “જે કંઈ નથી (અભાવ-શૂન્ય છે) તે, ક્યારેય કંઈ બની શકતું નથી, અથવા કંઈક હોય તે, ક્યારેય કંઈ ન હોય તેવું (અભાવ-શૂન્ય) થઈ શકતું નથી.” ૧૯મી સદીમાં Hebert spencer એ જણાવ્યું કે “પુગલ પદાર્થનો પૂર્ણતઃ વિનાશ એ જ કારણથી Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અકલ્પનીય છે કે પુદ્ગલ પદાર્થની ઉત્પત્તિ અકલ્પનીય છે અને તે કારણનું નામ અભાવ (શૂન્યતા-Nothing) મનનો વિષય બની ન શકે.” ઉપરોકત આધુનિક ભૌતિકવૈજ્ઞાનિકોનાં ટાંચણો જોતાં શ્રી તીર્થંકરભગવાને બતાવેલી ઉત્પત્તિ નાશ અને સ્થિતિની ત્રિપદી કેટલી આબેહૂબ બંધ બેસતી છે? માત્ર ભૌતિક જગત તેઓનું કાર્યક્ષેત્ર છે અને તેમાં તેઓ તેને વ્યાપક રીતે ઘટાવે છે, જયારે વાસ્તવમાં તે છએ દ્રવ્યો - (વસ્તુ માત્ર)માં અવશ્ય ઘટે છે. તેને સંપૂર્ણ શ્રુતજ્ઞાનનુ બીજ કહ્યું છે. વસ્તુ તત્ત્વનું સૂમ, વાસ્તવિક અને સર્વાગીણ નિરૂપણ જૈનતત્ત્વજ્ઞાનમાં શ્રી તીર્થંકર પરમાત્માઓએ ફકત બુદ્ધિના બળે કે કોઈ પ્રયોગો દ્વારા સિદ્ધ ન હોતું કર્યું. તેમનો ઉદ્દેશ્ય માત્ર જગતના રહસ્યોને કૂતુહલ વૃત્તિથી જાણવાનો ન હતો. આધ્યાત્મિક ગુણોની સાધનાધારા પૌદ્ગલિક સુખોમાંથી મનને હઠાવી આત્મભાવમાં સ્થિર થઈ, શાશ્વતસુખને પામવાનો તેમનો ઉદ્દેશ્ય હતો. તેની સિદ્ધિમાં અવશ્યપણે પ્રાપ્ત થતી કેવલજ્ઞાન (પૂર્ણજ્ઞાન)ની સિદ્ધિ હતી. પ્રયોગો દ્વારા થનારું જ્ઞાન ઉપકરણોની મર્યાદા સુધીનું રહેવાનું. અતીન્દ્રિય (દા.ત. પરમાણું, કર્મ પુદ્ગલોના ખંઘો, સૂક્ષ્મ પરિણામ સ્કંધો વિગેરે) પદાર્થો અને અરૂપી (ધર્મ, અધર્મ, આકાશ, આત્મા) પદાર્થો ઉપકરણથી કયારેય પકડી જાણી ન શકાય. ઉપકરણોથી વૈજ્ઞાનિક પ્રયોગોદ્વારા જે સિદ્ધ થાય તે કંઈક અંશે સત્ય, અને કંઈક અંશે પદાર્થના વાસ્તવિક સ્વરૂપની નજીકનું સત્ય હોય છે. પ્રસ્તુતમાં mass અને energy ના વિષયમાં વિજ્ઞાનની માન્યતા ત્રિપદીના સત્યની નજીક છે, ત્રિપદી હજુ ગહન વિષય ધરાવે છે. જે જૈનતત્ત્વજ્ઞાનની પરિપૂર્ણતાની શ્રદ્ધા ઉપજાવી આધ્યાત્મિક સાધના માટે પ્રોત્સાહિત કરે છે. O Page #91 -------------------------------------------------------------------------- ________________ (૧૨) સૂત્ર - ૧:- ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય. ૬૩ ((૧૨) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય. – પદાર્થનું ઉર્જામાં, અને ઉર્જાનું પદાર્થમાં સતત રૂપાંતર ત્રિપદીની નક્કર વાસ્તવિકતાને સિદ્ધ કરે છે. – ઉર્જા, અને પ્રકાશને વજન છે. (अजीवकायाः धर्माधर्माकाशपुद्गलाः ॥१॥) પ્રત્યક્ષ દેખાતો પદાર્થનો નાશ એ ભ્રમ છે - વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માએ બતાવેલી ત્રિપદીને અનુસરતા વર્તમાન ભૌતિકશાસ્ત્રના વિચારો છે તે આપણે જોઈ રહ્યા છીએ. “ઈનઓરગેનિક ઍન્ડ થીએરીટીકલ કેમેસ્ટ્રી” બાય જે. ડબલ્યુએલર’માં કહ્યું છે કે, In all change of corporeal nature the total quantity of matter remains the same, being niether created nor destroyed (Anadi Nidhana) superficial observation might lead to the belief that, a growing tree, the evaprotation of water, and the burning of a candle prove creation and destruciton of matter, but a careful study of these and innumberable other phenomenae has shown that the apperent destruction of matter is an illusion. The law of presistance of weight or the so called, law of indestructibility of matter menas that...... substance presists while matter changes its form. (દરેક મૂર્ત સૃષ્ટિના પરિવર્તનમાં પુદ્ગલ પદાર્થનો મૂળ જથ્થો સમાન રહે છે. ઉત્પન્ન થતો નથી અથવા નાશ થતો નથી. બાહ્ય નિરીક્ષણ વૃક્ષના વિકાસની માન્યતા તરફ લઈ જાય. પાણીનું બાષ્પીભવન અને મીણબતીનું બળવું પદાર્થની ઉત્પત્તિ અને નાશને સાબિત કરે છે. પરંતુ આનો કાળજીપૂર્વકનો અભ્યાસ અને અસંખ્ય ઘટનાઓ એ બતાવ્યું છે કે પ્રત્યક્ષ દેખાતો પદાર્થનો નાશ તે એક ભ્રમ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન છે. ‘વજનના સ્થાયિત્વનો નિયમ’ અથવા ‘પદાર્થના અવિનાશીપણાનો નિયમ,’ આ રીતે જે કહેવાય છે. તેનો અર્થ વસ્તુ કાયમ રહે છે, જ્યારે પુદ્ગલ તેનું સ્વરૂપ બદલે છે.) તેથી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રિપદી સ્થાપિત થઈ. દરેક વસ્તુ પર્યાય (અવસ્થા) રૂપે ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે (એટલે કે, અવસ્થાઓ બદલાયા કરે છે). એક અવસ્થાને અનુભવી તેનો નાશ થતા બીજી અવસ્થાને અનુભવે છે. પરંતુ બંને અવસ્થામાં મૂળભૂત વસ્તુ દ્રવ્યરૂપે સ્થિર પણ રહે છે. આ વાતને એક સ્થળે સુંદર રીતે રજૂ કરી છે. બદલાય વસ્તુની અવસ્થા, નાશ તે કહેવાય છે. જેમ દૂધ મેળવવા થકી, દહીંરૂપમાં પલટાય છે. દૂધ મેળવતા દહીં બને, ત્યારે વાસ્તવમાં અવસ્થા બદલાય છે. પરંતુ તેને નાશ થયો કહેવાય. દરેક વસ્તુમાં બે અંશ હોય છે. (૧) દ્રવ્યાંશ અને (૨) પર્યાયાંશ, દ્રવ્યરૂપ અંશ એવો છે કે જે ત્રણે કાળમાં શાશ્વત (સ્થિર-ધ્રુવ) છે અને બીજો પર્યાયાંશ, સદા અશાશ્વત (અસ્થિર, ઉત્પતિ અને નાશ થાય તેવો) હોય છે. આ બે અંશમાંથી કોઈ એક બાજુએ (દ્રવ્યાંશ, કે પર્યાયાંશ) દ્રષ્ટિ જવાથી તે ફક્ત સ્થિરરૂપ કે અસ્થિરરૂપ જણાય છે. પરંતુ બંને અંશોની બાજુએ દ્રષ્ટિ આપવાથી વસ્તુનું પૂર્ણ સ્વરૂપ (યથાર્થ સ્વરૂપ) જણાય છે. પદાર્થનું ઉર્જામાં, અને ઉર્જાનું પદાર્થમાં રૂપાંતર, સતત સૃષ્ટિમાં ચાલુ છે : વર્તમાન ભૌતિકશાસ્રીઓ મુજબ પદાર્થ અને ઉર્જાનું પરસ્પર એકબીજામાં રૂપાંતર થયા કરે છે, પણ બંનેનો કુલ જથ્થો સ્થિર રહે છે. ધારો કે એક કીલો કોલસો બાળ્યો, અને ૧૦૦ ગ્રામ રાખ બાકી રહી ગઈ. તો બાકીના ૯૦૦ ગ્રામ ક્યાં ગયા ? ગરમી, અને પ્રકાશની ઉર્જામાં રૂપાંતર પામીને વિખરાઈ ગયા. તે સૂક્ષ્મઅણુઓ રૂપે અવકાશમાં વિદ્યમાન છે. ફરી પાછા માટીમાં કે વૃક્ષોદ્વારા ખોરાકરૂપે ગ્રહણ થઈ, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૫ (૧૨) સૂત્ર - ૧ - ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય. પદાર્થમાં રૂપાંતર પામે છે. પાણીમાંથી વરાળ થઈ, જે સૂક્ષ્મબિંદુઓના ભેજસ્વરૂપે હવામાં હોય જ છે, તે ભેજ સ્વરૂપમાંથી શોષાઈને રૂપાંતર પામ્યા કરે છે. વાતાવરણમાં આવી પ્રક્રિયાઓ સતત ચાલતી હોય છે. દા.ત. માટીમાંથી ઘાસ બન્યુ. ઘાસનો કેટલોક અંશ ગાયના ખોરાક દ્વારા દૂધમાં રૂપાંતરિત થયો. તેમાંથી ક્રમસર દહીં, ઘી વિગેરે બન્યા. તે પણ મનુષ્યના ખોરાકમાં આવ્યા. કેટલાક અંશ વિષ્ટારૂપે થઈ પાછો માટીમાં ભળી ગયો. બાકીનો અંશ શરીરમાં લોહી, માંસ વિગેરે થઈ જીવનશકિતમાં વપરાઈને સૂક્ષ્મ પરમાણુંઓ (ગરમી વિગેરે) રૂપે વિખરાઈ રૂપાંતરો પામી માટીમાં ભળી ગયો. આ રીતે ઊંડાણથી વિચારતાં દરેક ભૌતિકપદાર્થમાં આ ચક્ર ચાલ્યા કરે છે. વિજ્ઞાનમાં નાઇટ્રોજન ચક્ર પ્રસિદ્ધ છે. ઊર્જાને વજન છે?: વૈજ્ઞાનિક ન્યૂટન, અને ગેલેલિયો ઊર્જાને એકદમ વજન રહિત, અને પુદ્ગલ સાથેના કોઈપણ સંબંધ વિનાનું માનતા હતા. પરંતુ આઈન્સ્ટાઇનની સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ ઉર્જા તે વજન વિનાની નથી, કારણકે તેને ચોક્કસ જથ્થો છે. ૧ ગ્રામપિંડમાં ૯ × ૧૦૦ergs જેટલી ઉર્જા વિજ્ઞાન માને છે. આટલી ઉર્જા રૂપાંતરિત સ્વરૂપમાં પ્રગટ મેળવવી હોય તો ૩000 ટન કોલસો બાળવો પડે. અથવા ૧૦૦૦ ટન પાણીને સંપૂર્ણ ગરમ કરી વરાળ બનાવવા માટે જેટલી ઉર્જા જોઈએ તે ઉર્જા, ૧ ગ્રામના ૩૦મા ભાગ (૧/૩૦ ગ્રામ)ના પિંડથી વધારે નથી. આનું કારણ એ છે કે, પુદ્ગલ પદાર્થમાંથી આટલી ઉર્જા મેળવવાની એવી કોઈ પ્રક્રિયા કે સાધન નથી. તાત્પર્ય એ છે કે જો તમે ૧/૩૦ ગ્રામ જેટલા પુગલપદાર્થ (કોલસો) ને સંપૂર્ણ ગરમીની ઉર્જામાં રૂપાંતરિત કરી શકો તો ૧૦૦૦ ટન પાણીની વરાળ બનાવી શકો. પરંતુ તે શક્ય બનતું નથી. પિંડમાંથી બહુ Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અલ્પપ્રમાણમાં જ તમે ઉર્જા મેળવી શકો છો. એટલે હવે સમજી શકાશે કે ઉર્જાને વજન છે ? તેનો ઉત્તર એ જ કે - છે, પણ બહુ અલ્પ પ્રમાણમાં છે.' સૂર્યના કિરણપાતનની ઉર્જા પણ ચોક્કસ જથ્થો દર્શાવે છે. ઉર્જાના લાખો ટન દરેક સેકંડે વિશ્વમાં ફેલાઈ રહ્યા છે, પ્રસરી રહ્યા છે. પ્રકાશને વજન છે ? : - ૬૬ જ્યારે એક માણસ બંદુક વડે ગોળીબાર કરે ત્યારે તે પ્રત્યાઘાત અનુભવે છે. પ્રકાશ જે વસ્તુમાંથી નીકળે છે તે વસ્તુ પણ પ્રત્યાઘાત અનુભવે છે. દા.ત. સર્ચલાઈટ ઉપર ઢાંકણ રાખી એકદમ ખોલીશું તો પ્રકાશનું તેજ બહાર ધસી આવશે. ત્યારે તે સર્ચલાઈટ સૂક્ષ્મ પ્રત્યાઘાત અનુભવે છે. જો કે તે પ્રકાશ, ગોળીબાર જેવો નથી પણ, સતત પ્રવાહ છે તેથી એકદમ ધક્કો આપતું નથી, પરંતુ આ પ્રાયોગિક સત્ય છે (રેસ્ટલેશ યુનિવર્સ પેજ ૩૮૪) ઉર્જા = પિંડ × પ્રકાશની ગતિ. પિંડ તે ઉર્જાનું સ્થાન – આધાર છે. ફક્ત ઉર્જાને પિંડ છે તેમ નહિં. ઉલટું દરેક પિંડને ઉર્જા છે. તાત્પર્ય એ કે, ઉર્જા અને પિંડ વચ્ચેનો ફરક દૂર થયો. દરેક પિંડ, ઉર્જાનો ગંજાવર સંગ્રહ છે, અને દરેક ઉર્જા પિંડ ધરાવે છે, જોકે ઘણો થોડો. રેસ્ટલેસ યુનિવર્સના કર્તા પ્રોફે. મેક્સબોર્ન કહે છે “આ (સાપેક્ષવાદ) ના સિદ્ધાંત પ્રમાણે પિંડ અને ઉર્જા મૂળભૂત રીતે એક છે. ’’ આનો અર્થ એ થયો કે પુદ્ગલ અને ઊર્જામાં સ્વરૂપ સિવાય કોઈ ભેદ નથી. આ સત્ય સદીઓથી જૈનશાસ્ત્રોમાં છે. - આ સધળી વાતો જોતાં જૈનમત મુજબ પુદ્ગલની સતત પૂરણ અને ગલન (વિખરાવું)ની વ્યાખ્યા કેટલી ગહન વિચારપૂર્વકની છે, તેમજ પિંડ અને ઉર્જા વિષે જે વૈજ્ઞાનિકોએ જણાવ્યું તે સઘળું ત્રિપદીને બિલકુલ અનુસરતું છે, તે જણાયા વિના નહી રહે. જૈન તત્ત્વજ્ઞાન તો ભૌતિક(પુદ્ગલ) પદાર્થમાં જ માત્ર નહિ પણ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ, Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૭ (૧૨) સૂત્ર - ૧ -ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય. કાળ અને જીવ આ, સધળાયવિશ્વના ઘટકભૂત, છ મૂળભૂત દ્રવ્યોમાંત્રિપદીને ઘટાવે છે, આ ત્રિપદીની નક્કર વાસ્તવિકતાને સિદ્ધ કરે છે. જે હવેના લેખોમાં આપણે જોઈશું. દરેક કાળમાં થનાર શ્રી તીર્થકર ભગવંતો કેવલજ્ઞાન પ્રાપ્ત કરી આ જ ત્રિપદી શા માટે ગણધરોને આપી સંપૂર્ણજ્ઞાની બનાવે છે? તેત્રિપદીની રહસ્યભૂતતા અને ગહન અર્થપણાનું પણ આનાથી સૂચન મળે છે. (આના અનુસંધાનમાં લેખાંક-૩-૪ પૃ. ૧૨થી ૨૦ત્રિપદી જુઓ) સૂરિ રામની એવી વાણી, ગહન અર્થથી લ્યો જાણી ! ભવિષ્યમાં સુખી થવું હોય તો, વર્તમાનના કષ્ટની ચિંતા ન કરો. કેવળ વર્તમાનની દૃષ્ટિથી તો સારાસારનો વિવેક આપો આપ નષ્ટ થઈ જાય છે. જે સુખ પરિણામે દુઃખ આપે, એ કલ્પિત સુખ કહેવાય. જે દુઃખ પરિણામે સુખ આપે, એ કલ્પિત દુઃખ કહેવાય. સુખનું ભાવિ અનંત દુઃખ છે. હકીકત જ્યારે આવી છે ત્યારે, કલ્પિત સુખમાં કોણ મૂંઝાય અને કલ્પિત દુઃખથી કોણ દૂર ભાગે? – જેનું હૈયું ન સુધરે તે ગમે તેટલું ભણે, તો ય એ ભણતર ભયંકર નીવડે. પોતે તો ડુબે પણ બીજા અનેકને ડૂબાડે. દંભી દુનિયા કહે છે-દુનિયાને રાજી રાખવા, દુનિયા આપણને સારી કહે એ માટે ધર્મ કરવો જોઈએ. લૌકિકો કહે છે ભગવાનને રાજી રાખવા ધર્મ કરવો જોઈએ. જયારે લોકોત્તર શાસન તો કહે છે કે આપણા આત્માને રાજી રાખવા ધર્મ કરવો જોઈએ. - ધર્મનો અર્થી દુઃખમાં ય દુઃખી ન હોય, સંસારનો અર્થ સુખના ઢગલા વચ્ચેય સુખી ન હોય. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૧૩) સૂત્ર - ૨ :- ૫મું જીવદ્રવ્ય → દ્રવ્ય, એ ગુણ અને પર્યાયોનો આધાર છે. → જીવદ્રવ્યનાં ગુણો અને પર્યાયો દ્રવ્ય, ગુણ અને પર્યાય : શ્રી તત્ત્વાર્થસૂત્રના ૫મા અધ્યાયમાં પહેલા સૂત્રમાં વર્ણવેલા ૬ દ્રવ્યો પૈકી ૪ દ્રવ્યોના ગુણધર્મો, અને તેમાં ૪થા પુદ્ગલદ્રવ્યના ગુણધર્મો, વર્તમાન ભૌતિક શાસ્ત્રના સિદ્ધાંતની ચર્ચા, ત્રિપદીની સામ્યતા, અને પુદ્ગલની વ્યાખ્યાને અનુસરતું વર્તમાન ભૌતિકશાસ્ત્રનું પદાર્થનું સ્વરૂપ જોયુ. વિશેષ ચર્ચા આગળના સૂત્રોમાં આવશે. હવે આપણે સૂત્ર –૨નું વિવેચન જોઈએ. દ્રવ્યાપિ નીવાશ્ચ II (૫-૨) અર્થ : (ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ આ ચાર) અને જીવો (આ પાંચ) દ્રવ્યો છે. ધર્માદિચારને અજીવકાય જણાવ્યા પછી જીવને સાથે લઈને, આ એક જ સૂત્ર દ્વારા જીવ સાથે પાંચેયને દ્રવ્યની સંજ્ઞા જણાવી. શ્રી આગમસૂત્રમાં પણ આ વાત જણાવી છે. कइविहाणं भंते ! दव्वा पन्नत्ता ? गोयमा ! दुविहा पन्नत्ता तं जहा जीवदव्वा य अजीवदव्वा य । શ્રી સિદ્ધસેનગણિકૃત ટીકામાં દ્રવ્યની વ્યાખ્યા देशकालक्रमव्यङ्ग्यभेद समरसावस्थैकरूपाणि द्रव्याणि, गुणपर्याय Page #97 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સૂત્ર - ૨ :- ૫મું જીવદ્રવ્ય कलापपरिणामयोनित्वात् અર્થ : દેશ, અને કાલના ક્રમને કારણે પ્રગટ થતા ભેદોની સમરસ અવસ્થારૂપ દ્રવ્યો છે. વર્ણ, રસ, ગંધ, સ્પર્શાદિ ગુણો અને જૂનું નવું વિગેરે પર્યાયોસ્વરૂપ પરિણામો દ્રવ્યરૂપ આધારમાં પ્રગટ થાય છે. ૬૯ આ ખૂબ સુંદર નિરૂપણ છે. દ્રવ્ય (વસ્તુમાત્ર)નું વ્યાપક રીતે સ્વરૂપ બતાવી જાય છે. દ્રવ્ય રૂપ આધારમાં, ગુણો અને પર્યાયો ઉત્પન્ન થાય છે. દા.ત. ઘટરૂપ દ્રવ્યમાં ઘટાવીએ તો, જ્યારે ઘડો કાચો હોય ત્યારે કૃષ્ણવર્ણના ગુણવાળો હોય છે. એટલે કે તે ઘડો, તે દેશ (સ્થળ)માં કાળા વર્ણને ધારણ કરનારો હોય છે. હવે તે ઘડો, તે દેશ (સ્થળ)થી અન્ય નિભાડાના (દેશ) સ્થળમાં લઈ જઈ પકવામાં આવે ત્યારે, થોડા કાળપછી કાળોવર્ણ નાશ પામી લાલવર્ણ ઉત્પન્ન થાય છે, તેમજ તે પૂર્વે કાચો (પાણી ભરવા માટે અયોગ્ય પર્યાયવાળો) હતો. તે નિભાડામાં પકાવ્યા પછી પાકો (મજૂબત પાણી ભરવાને યોગ્ય પર્યાયવાળો) બને છે. આ રીતે તે તે દેશ, કાળ અને ક્રમ મુજબ, ઘડારૂપ દ્રવ્યના આધારમાં જુદા જુદા વર્ણાદિ ગુણો અને પર્યાયો (કાચો, પાકો, જુનો, નવો, વિગેરે વિકાર, કે અવસ્થાઓ) પ્રગટે છે. આ મુજબ કોઈપણ દ્રવ્ય સ્થિર રહે છે અને તેના આધારે ગુણો અને પર્યાયો પ્રગટે છે. આ રીતે સર્વવસ્તુઓ પૃથ્વી, પાણી, હવા, માટી, લોખંડ, પત્થર, સોનું, મકાન, જીવોના શરીરો આદિ સર્વે દ્રવ્યોમાં તે તે દેશ, કાળ અને ક્રમ મુજબ વર્ણાદિ ગુણો અને જુદી જુદી અવસ્થારૂપ પર્યાયો પ્રગટે છે. માટીમાંથી મકાન બને, અનાજમાંથી રસોઈ બને, લોખંડમાંથી ઓજારો બને ઇત્યાદિ, દ્રવ્યોના આધારે ગુણો અને પર્યાયો પ્રગટતા હોય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે મુળાાં આસનો દ્દવ્યં અર્થ : ગુણોનો આશ્રય દ્રવ્ય છે. અર્થાત્ જ્યાં Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન રહેલા ગુણો ઉત્પન્ન થાય છે, અમુકકાલ સ્થિર રહે છે, અને ત્યાં જ વિલીન થાય છે. ગુણ અને પર્યાયની વિશેષતા - सहभाविनो गुणाः । અર્થ - દ્રવ્યની સાથે સદા જે અવશ્ય હોય જ તેને ગુણો કહેવાય છે. અસ્તિત્ત્વ, મૂર્તત્વ, અજીવત્વ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આકાર વિગેરે પુદ્ગલના ગુણો છે. તે હંમેશા પુદ્ગલ દ્રવ્યની સાથે જ વર્તતા હોય છે. ગુણો વિનાના દ્રવ્યો કયારેય હોતા નથી અથવા ગુણો, દ્રવ્યો વિના કોઈ આધારમાં રહેતા નથી. તેઓ કયારેય જુદા પાડી શકાય તેમ નથી. દા.ત. કોઈપણ પુદ્ગલમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન (આકાર) આ પાંચગુણ અવશ્ય હોય જ. વર્ણના કાળો, સફેદ વિગેરે પાંચ (પર્યાયો)માંથી કોઈપણ બદલાયા કરે, પણ કોઈપણ એક વર્ણ (રંગ) ગુણ અવશ્ય હોય જ તે જ રીતે રસ, સ્પર્ધાદિમાં સમજવું. क्रमभाविनो पर्यायाः। અર્થ - ક્રમસર બદલાયા કરે તે પર્યાયો કહેવાય છે. ગુણના પેટભેદ, તે પર્યાયો છે. જેમકે , ઉપર જોયું તેમ, વર્ણના શુકલાદિ પાંચ ભેદ છે. આ પાંચ ભેદ તે દ્રવ્યના પર્યાયો છે. શુકલ વર્ણ બદલાઈને કૃષ્ણાદિ થઈ જાય છે. સુગંધ બદલાઈને દુર્ગધ થઈ જાય છે. શરીરપરનું અત્તર પરસેવા અને મેલ સાથે મળી થોડીવારમાં દુર્ગધી બની જાય છે, આ પર્યાય (અવસ્થા) બદલાયો, પણ ગંધગુણ તો કાયમ રહ્યો. તે જ રીતે રસાદિગુણોમાં તીખો, ગળ્યો આદિ પર્યાયો સમજવા. આ મુજબ ગુણ, એ દ્રવ્યની સાથે હંમેશા સ્થિર રહે, પણ પર્યાયો ક્રમભાવિ એટલે ક્રમસર થયા કરતા હોય છે. આ ગ્રંથના સૂત્ર -૩૭ પૃ. ૩૨૮માં પણ આ જ વાત જણાવી છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સૂત્ર - ૨:-પમું જીવદ્રવ્ય - ૭૧ આધુનિક વિજ્ઞાનના વર્ણનો કરતાં બહુ આગવી રીતે દ્રવ્યો-ગુણો અને પર્યાયોનું વર્ગીકરણ કરેલું છે. પૂર્વેના સૂત્રોમાં ૪ દ્રવ્યોનું વર્ણન કરી આ બીજા સૂત્રમાં જીવદ્રવ્યને જણાવ્યુ છે. જીવ પદાર્થનું અસ્તિત્ત્વ - જીવના ૮ ગુણો : - ૪ દ્રવ્ય ઉપરાંત, જીવ પણ એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું દ્રવ્ય છે. જૈન તત્ત્વજ્ઞાનમાં જીવદ્રવ્યના આઠ ગુણો બતાવવામાં આવ્યા છે. તે આઠ ગુણો, આઠ કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. ૪ મૂળગુણ, અને ૪ ગૌણપણે, જીવદ્રવ્યમાં કાયમી રહેલા હોય છે. ૪ મૂળગૂણો અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય. તેમજ બીજા ૪ આ છે. અવ્યાબાધાપણું (પીડાનો અભાવ), અક્ષય સ્થિતિ (જન્મ - મરણનો અભાવ), અરૂપી પણું શરીર અને કર્મ જે ભૌતિક પદાર્થ છે (મૂર્ત - રૂપી છે, તેની સાથેના સંબંધનો અભાવ), અને અગુરુલધુપણું (સંસારના ઉચ્ચનીચના ભેદભાવનો કે ભારે હલકાપણાંનો અભાવ). આ જીવદ્રવ્યના કાયમ સાથે રહેનારા ગુણો છે. પરંતુ સંસારી જીવને વિવિધ પ્રકારના કર્મપુદ્ગલના સંબંધને કારણે, તેના ૮ ગુણોપર આવરણ આવી જવાથી દબાઈ ગયા છે. ઢંકાઈ ગયા છે કે વિકૃત થયેલા છે. જીવનો કર્મયુગલો સાથેનો સંબંધનો વિયોગ થતાં મોક્ષમાં તે આઠેય ગુણો પૂર્ણ કક્ષાએ પ્રગટેલા હોય છે. સંસારી અવસ્થામાં પણ આઠેય ગુણો અલ્પ કે અધિક માત્રામાં અવશ્ય હોય છે. કર્મના વિયોગથી તે પરિપૂર્ણ અને મૂળ સ્વાભાવિક સ્વરૂપમાં પ્રગટે છે. જીવના વિવિધ પર્યાયો - જન્મ, મરણ, રોગ, શોક, જ્ઞાની – અજ્ઞાની, દેવ, મનુષ્ય, પશુ, નરક, રાજા, રંક, બાળ, યુવાન, વૃદ્ધ આ સર્વે અવસ્થાઓ, સંસારી જીવના પર્યાયો, (અવસ્થાઓ) છે. જે ક્રમસર બદલાયા કરે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા (મોક્ષના) જીવોમાં પણ સૂક્ષ્મ પર્યાયો બદલાયા કરે છે - આ રીતે જીવદ્રવ્ય પણ ગુણ અને પર્યાય ધરાવે છે. કર્મમુક્ત થયેલા મોક્ષના જીવોમાં જન્મ, મરણાદિ ચૂલ પર્યાયો નથી. તેમ છતાં જ્ઞાનનો ઉપયોગ, અને દર્શનનો ઉપયોગ વિગેરે, સૂક્ષ્મ પર્યાયો ક્રમસર બદલાયા કરે છે. તેને આ રીતે સમજી શકાય. (જુઓ પૃ. ૩૭૧-૩૭૨) શ્રી સિદ્ધ પરમાત્માઓ કોઈ એક વર્તમાન સમયે વર્તતા હોય ત્યારે, વર્તમાન એક સમયને, વર્તમાન રૂપે જાણે છે, થઈ ગયેલા ભૂતકાળને, ભૂતકાળ રૂપે જાણે છે. થનાર ભવિષ્યકાળને ભવિષ્ય રૂપે જાણે છે, અને જુએ છે. તે વર્તમાન સમય વીતી જતાં, (પસાર થઈ જતાં) પછીના સમયમાં વર્તતા હોય ત્યારે, વીતી ગયેલા પૂર્વના તે જ સમયને ભૂતકાળરૂપે અને (જેને ભવિષ્યકાળ તરીકે જોતા હતા તેમાંના એક સમય પછીના) ભવિષ્યના સમયને વર્તમાન રૂપે જાણે છે, (જ્ઞાન) અને જૂએ (દર્શન) છે. આ રીતે ક્રમસર ભૂત, ભવિષ્ય, વર્તમાનમાં ફેરફાર થયા કરે છે. (ટૂંકમાં કહીએ તો ભવિષ્યને વર્તમાન રૂપે, વર્તમાનને ભૂતકાળરૂપે, અને ભૂતકાળને વધુ દૂરના ભૂતકાળરૂપે-આ રીતે કાળને સતત પરાવર્તન પામતો જુએ છે. આ રીતે વિશ્વમાં વર્તતા સઘળા પદાર્થોને પણ તે તે કાળમાં પરિવર્તન પામતા જુએ છે.) તે સૂકમપર્યાય પણ ક્રમસર બદલાયા કરે છે. આ રીતે સંસારી અને મોક્ષના સર્વ જીવો, જીવદ્રવ્ય રૂપે સદા અસ્તિત્વમાં રહેવા સાથે, ગુણ અને પર્યાયનું પરિવર્તન પામે છે. આ રીતે સઘળાં જીવદ્રવ્યોમાં ઉત્પત્તિ નાશ અને સ્થિતિ આ ત્રિપદી ઘટે છે. -> ધન કરતાં જ્ઞાન એટલા માટે મહાન છે કે, ધનની રક્ષા તમારે કરવી પડે છે, જ્યારે જ્ઞાન તમારી રક્ષા કરે છે. – મૃત્યુને મટાડી શકાતું નથી, એનો અફસોસ શા માટે? મૃત્યુને સુધારી શકાય છે, એ કેટલું મોટું આશ્વાસન છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ (૧૪) સૂત્ર - ૨:-પમું જીવદ્રવ્ય 98 [(૧૪) સૂત્ર - ૨ - પમું જીવદ્રવ્ય) - ઇચ્છા, લાગણી જીવના ગુણધર્મો છે. > આત્માઓ અનંત છે. – વૈજ્ઞાનિકો આત્મા શોધે છે. » Aura - તેજપૂંજ, તૈજસ શરીર છે. – મનુષ્યજીવન આત્મના પૂર્ણ વિકાસ માટેનું અનન્ય સાધન છે. (વ્યાળિ નીવાશ રા) ઇચ્છાદિ ગુણધર્મો જીવમાં જ સંભવે છે - જૈન તત્ત્વજ્ઞાન મુજબ, ગુણ અને પર્યાય જેમાં રહેલા હોય તેને દ્રવ્ય કહેવાય છે. આવા છ દ્રવ્યો પૈકી જીવ દ્રવ્યમાં ગુણ પર્યાય ઓળખાવી તેની દ્રવ્ય સંજ્ઞા બતાવી. હવે જીવદ્રવ્યના વિષયમાં આધુનિક વિજ્ઞાન શું કહે છે તે જોઈએ. એક કે બીજી રીતે આત્માના અસ્તિત્ત્વ વિષે પ્રાયોગિક વિજ્ઞાનના તારણો કંઈ કહેતા નથી. જીવ એ અરૂપી-અમૂર્ત પદાર્થ છે. તે ભૌતિક ઉપકરણોના પ્રયોગોદ્વારા જણાઈ ન શકે. ધ એકસપ્લોટીંગ ધ યુનિવર્સમાં Hensaw ward કહે છે. Science is now and must increasingly become a limited field of endevour. Its materials are only those forces which can be measured and predicted with precision by all experiments alike. If there exisits in man a free will, a conscience a power of self sacrifice, a social mind or a conciousness of kind, these forces are beyond the pale of science... the science of tomorrow, therefore, cannot include any such forces as we commonly conceive at present, when we use the words, mind, or soul, or will, or purpose. (વિજ્ઞાન અવશ્યપણે પ્રયોગોનું પરિમિત ક્ષેત્ર છે. તેની અગત્યતા ફક્ત તેવા પદાર્થો પર છે, જે સમાન પ્રયોગોથી સૂક્ષ્મતાથી માપી Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જેને તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અને ભાખી શકાય. જો મનુષ્યમાં મુક્ત વિચારો, વિવેકબુદ્ધિ, સ્વાર્થ, ત્યાગ, સામાજિક વિચારો અથવા દયાનો ભાવ આ બધી શક્તિઓ - વિદ્યમાન હોય તો તે વિજ્ઞાનના ક્ષેત્રની બહાર છે તેથી આવતીકાલનું વિજ્ઞાન આવી શક્તિઓ જેવી કે સામાન્ય રીતે આપણે માનીએ છીએ તે વિચાર, આત્મા, ઇચ્છા, કે ઉદ્દેશ્ય ઇત્યાદિનો સમાવેશ ન કરી શકે.) જો કે એટલું તો સર્વને માન્ય અને સ્વીકાર્ય છે કે - વિચાર, ઇચ્છા, ઉદ્દેશ્ય જાણવું, સમજવું, સુખ દુઃખની લાગણી આ ગુણધર્મો અભાવ (અસ્તિત્વવાળા પદાર્થ) માં ન હોઈ શકે. ઈચ્છાદિ અસત્ પદાર્થનું કાર્ય ન હોઈ શકે. તેમજ પુદ્ગલાદિ અજીવ દ્રવ્યોમાં પણ ઘટી શકે નહિ. તેથી ઈિચ્છાદિ ગુણધર્મો ધરાવનાર દ્રવ્ય તરીકે આત્મદ્રવ્ય (જીવ)નું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તે વિજ્ઞાનની મર્યાદા બહારનો વિષય છે. તો પણ વૈજ્ઞાનિકો એક તાર્કિક ચિંતકો તરીકે શરીર અને બુદ્ધિની ઉપરવટ અંતઃસ્થ (Heavensent) એવું સંચાલક તત્ત્વ માને છે. પણ તેને તેઓ ઉર્જા સ્વરૂપે માને છે. વૈજ્ઞાનિકો આત્મા શોધે છે - દક્ષિણ આફ્રિકાના એક ડૉકટર અને એક ઈજનેરે કરેલા તારણો લંડનમાં scientists seek soul ના શીર્ષકથી પ્રકાશિત થયા હતા તેનો કેટલોક ભાગ : “એક ડૉક્ટર અને ઇજનેરે વિચાર કર્યો કે જીવનનું રહસ્ય કોઈ પ્રકારની ઉર્જામાં છે? મોટે ભાગે વિદ્યુત સંબંધી ઉર્જામાં રહેલું છે. નાજુક ઉપકરણો ઈજનેર વડે બનાવાયા અને પ્રયોજાયા. પ્રાણીઓ ઉપર પ્રયોગો કર્યા. તેઓએ તેનાથી એટલું નક્કી કર્યું કે દરેક પ્રાણી ચોક્કસ વિદ્યુતભાર Electric charge સાથે જન્મે છે, તેઓએ આ શકિતને નોંધીને કોઠા પડ્યા. તેઓએ એમ શોધ્યું કે વધારે બુદ્ધિશાળી પ્રાણીમાં નાના કરતા વધારે વિદ્યુતભાર હતો. મૃત્યુ સમયે તે અદ્રશ્ય થઈ ગયો. પ્રાણીઓના પ્રયોગમાં તેઓએ નોંધ્યું કે જયારે પ્રાણી પ્રજનન કરતું Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૫ (૧૪) સૂત્ર - ૨ :- ૫મું જીવદ્રવ્ય હોય. તે સિવાયના સમય દરમિયાન મોટે ભાગે વિદ્યુતભાર સરખો રહ્યો.' માનવીય ઘટનાઓમાં તેઓએ સમાન નિયમ જળવાતો જોયો અને લખ્યું કે “બાળકો ચોક્કસ વિદ્યુતભાર સાથે જન્મે છે અને મૃત્યુ પછી તે નાશ પામે છે. માનવનો સરેરાશ વિદ્યુતભાર તેઓએ ૫૦૦ વોલ્ટ નોંધ્યો. જેમ તે વૃદ્ધ થયો તેમ તેની ઉંમર સાથે વિદ્યુતભાર ન વધ્યો પરંતુ તેની પ્રકૃતિના વિકાસ પ્રમાણે વધતો હતો. જંગલી પ્રાણીઓમાં વિદ્યુત ભાર નીચો તેમજ ગાંડપણના કિસ્સાઓમાં અતિ નીચો હતો. જન્મ સમયે માદા બાળક કરતા નરમાં વિદ્યુતભાર ઊંચો હતો. પરંતુ નર કરતાં માદા કેટલાક ગુણો પકડી શકતી અને વટાવી પણ શકતી.” તેજસ શરીર Aura તેજપૂંજ : તેઓ શોધે છે, મૃત્યુ વખતે વિદ્યુતભાર ક્યાં જાય છે ? ઉર્જા નાશ પામી ન શકે પણ અન્ય સ્વરૂપમાં વિદ્યમાન હોવી જોઈએ. આજુબાજુના વાતાવરણમાંથી આ ઉર્જા શોધવા પ્રયત્ન કર્યો. જો કે હમણાંના સંશોધનો મુજબ Aura તેજપૂંજનો ફોટોગ્રાફ લઈ તેના દ્વારા આવનારા અને થતા રોગનું અનુમાન કરી શકાય છે. (વિશેષવિગત જુઓ લેખ ૩૮ પૃ ૨૧૦થી ૨૧૪) આ સઘળા વર્ણનો પણ સૂક્ષ્મ ભૌતિકપદાર્થના અસ્તિત્ત્વ તરફ દોરી જાય છે. વાસ્તવમાં તે આત્મા કે જીવના ગુણધર્મો નથી. કારણકે જીવ અમૂર્ત - અરૂપી છે. તે કોઈ પણ ભૌતિક કે અજીવ પદાર્થના ગુણધર્મને ધરાવતો નથી. જૈન તત્ત્વજ્ઞાનમાં સંસારી સર્વજીવો કર્મપુદ્ગલના સંયોગસહિત છે. આ જીવો સાથે સંકળાયેલા પાંચ ભૌતિકશરીર પૈકીનું જે તૈજસશરીર માનેલું છે, તે છે. આત્મા તે ભૌતિકશ૨ી૨થી અલગ અરૂપીદ્રવ્ય છે. તૈજસશરીર અને કાર્યણ શરીર, આ બે શરીર દરેક જીવની સાથે અન્ય ગતિમાં મૃત્યુ થવા છતાં સાથે જ જાય છે. તે સૂક્ષ્મશરીર હોય છે તદુપરાંત ઔદારિક શરીર-વૈક્રિય શરીર અને આહારક શરીર, આ પાંચ સંસારી જીવોના શરીરો છે. (જુઓ લેખ ૩૪થી ૩૮ Page #104 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પૃ૧૮૪થી ૨૧૬) શરીરમાં જણાતી ઉષ્ણતા (ખોરાકનું પાચન કરી રસ, રૂધિર,માંસ, મેદ, અસ્થિ, મજા અને વીર્ય આ સાતધાતુનાં) શરીરની રચનામાં કારણ છે. તેજપૂંજ (Aura) પણ આના કારણે જ રચાય છે. આ તૈજસ શરીર એ, બાહ્ય ઔદારિક શરીર અને આંતરિક કાર્મણશરીર પર લદાયેલ તેજોમય પુદ્ગલ પદાર્થનું પહેરણ છે. તે તેની આસપાસ આવરણ અથવા પ્રકાશનો તેજપૂંજ રચે છે. તે ૪થી (૮મી) તૈજસવર્ગણાના પુદ્ગલ સ્કંધોની રચના છે. મૃત્યુ એ, તેના બે અંત શરીર, કાર્પણ અને તૈજસશરીર સાથે, આત્માનું બાહ્ય શરીરમાંથી પ્રસ્થાન સૂચવે છે. આ સઘળું વર્ણન એમ જ સૂચવે છે કે વૈજ્ઞાનિકોએ પ્રયોગો દ્વારા જે જણાવ્યું તે આત્માને મળતું આવતું એક ભૌતિક પ્રતિરૂપ છે. જૈન તત્ત્વજ્ઞાન આત્માને અલગ અમૂર્ત દ્રવ્ય માને છે. મનુષ્ય જીવન આત્માના પૂર્ણ વિકાસ માટેનું અનન્ય સાધન છે : જૈન તત્ત્વજ્ઞાનમાં સ્વતંત્ર આત્મદ્રવ્યો અનંતા માન્યા છે. જે સૂક્ષ્મનિગોદના ગોળા રૂપે છે. સર્વત્ર વિશ્વમાં વ્યાપ્ત છે. આવા અસંખ્યાતા નિગોદજીવોના શરીરો છે. તે દરેક શરીરમાં અનંત જીવો રહેલા છે. તેને સાધારણ સૂક્ષ્મવનસ્પતિકાય કહે છે. આપણે સર્વે, નાના મોટા દરેક જીવો, આ નિગોદમાંથી આવેલા છીએ. એ અનાદિ સૂફમનિગોદને અવ્યવહારરાશિ કહેવાય છે. તેમાંથી બહાર નીકળેલા જીવો વ્યવહારરાશિના જીવો ગણેલા છે. વ્યવહારરાશિના સંસારી જીવમાંથી એક જીવ સર્વકર્મથી મુક્ત બની શુદ્ધ પરમાત્મ સ્વરૂપને પામે – સિદ્ધિગતિને પામે ત્યારે, એક જીવ અનાદિ નિગોદ (અવ્યવહારરાશિ) અવસ્થામાંથી વ્યવહારરાશિમાં આવે છે. તે પછી એકેન્દ્રિય, બેઇન્દ્રિય વિગેરેમાંથી કર્મ ખપાવતાં પંચેન્દ્રિય, મનુષ્ય, પશુ, નરક, દેવ વિગેરે અવસ્થાને પામતાં શુભાશુભ કર્મ દ્વારા વિકાસ કરે છે. મનુષ્યની વિકસિત અવસ્થા સુધી પહોંચેલો જીવ જો Page #105 -------------------------------------------------------------------------- ________________ (૧૪) સૂત્ર - ૨- પમું જીવદ્રવ્ય સર્વજ્ઞ કથિત શુદ્ધ તત્ત્વજ્ઞાનને સમજી શ્રદ્ધા કરનારો બને, તો મોક્ષમાર્ગમાં આગળ વધી આત્માનો પરિપૂર્ણ વિકાસ સાધી સિદ્ધિપદ પામે છે. પંચેન્દ્રિય મનુષ્યાદિના વિકાસ સુધી પહોંચેલો આત્મા, જો મોક્ષ પ્રાપ્ત ન કરે તો, નિશ્ચિત કાળ પછી જીવને પાછું એકેન્દ્રિય (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ)ની નિકૃષ્ટઅવસ્થામાં કુદરતના કાયદા મુજબ જવું જ પડે. ત્યાં ફરી પાછો છેદન-ભેદન આદિ સહન કરતાં અકામનિર્જરાથી કર્મ ખપે ત્યારે ફરી વિકાસ સાધી પંચેન્દ્રિય આદિ થાય. ફરીવાર પણ જો ઉપરોક્ત મુજબ સિદ્ધિપદ ન પામે તો, નિશ્ચિત કાળ પછી પાછો એકેન્દ્રિયાદિમાં ચાલ્યો જાય છે. જીવાત્માની ચડતી પડતી થયા કરે છે. જે જીવો સિદ્ધિપદ પામી જાય છે તેઓને હવે સંસારપરિભ્રમણ કરવાનું રહેતું નથી. તે આત્માઓ પોતાના શુદ્ધચૈતન્ય સ્વરૂપમાં સદા આનંદમય અવસ્થામાં અનંતજ્ઞાનાદિ ગુણમય સ્વરૂપમાં મગ્ન રહે છે. શ્રી તીર્થપરમાત્માઓ આત્માના આનંદમય સ્વરૂપને ઓળખાવવા ઉપદેશ આપતા હોય છે. સૂરિ રામની એવી વાણી, પથ્થર પણ બનતા પાણી આત્મા સમકિતી થાય એટલે વિરતિ (ત્યાગ)ની ભૂખ જાગ્યા વિના રહે જ નહિ સામાયિકનો ટૂંકો અર્થ એટલો જ કે – આત્માના વિચાર માટે કાઢેલી બે ઘડી - બીજી વસ્તુના આધારે જે સુખ થાય તે સંસારનું સુખ અને બીજી વસ્તુના આધાર વિના જે સુખ ભોગવાય તે આત્માનું પોતાનું સુખ આત્માનો મૂળ સ્વભાવ રાગ-દ્વેષ કરવાનો નથી. રાગ કે દ્વેષ કરાવનાર કર્મ છે, માટે જ કર્મને કાઢવાનું છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ((૧૫) સૂત્ર - ૨ - પમું જીવદ્રવ્યો – ઈચ્છા, લાગણી આદિનો પ્રોટીન અને DNA RNA સાથે સંબંધ નથી. -> આત્મા સ્વતંત્ર અલગ દ્રવ્ય છે. - જ્યાં સદા જીવવાનું છે અને જીવવા માટે કોઈ ચીજની પરાધીનતા નથી તે સિદ્ધિપદ છે. (દ્રવ્યાળિ નીવાશ રા) નિગોદમાં અનંત જીવો છે - વીતરાગ સર્વજ્ઞ ભગવંતે ફરમાવેલા વિશ્વના ઘટકભૂત છ દ્રવ્યમાં, પાંચમા જીવદ્રવ્યનું વર્ણન આપણે જોઈ રહ્યા છીએ. અનાદિવિશ્વમાં અનંતાનંત આત્માઓ છે. વ્યવહારરાશિમાં આવેલા જે જીવો સર્વજ્ઞકથિત સાધના માર્ગને અપનાવી કર્મનો ક્ષય કરે તેઓ સિદ્ધિપદ પામી કૃતાર્થ બની જાય છે. સંસારથી પાર પામી સિદ્ધિપદ પામવાની પ્રક્રિયા, એ આત્માના આંતરિક મલિનતાના નાશની પ્રક્રિયા છે. દૂધમાંથી ઘી બનવાની, કે બીજમાંથી વૃક્ષ બનાવાની એક નિશ્ચિત પ્રક્રિયા હોય છે. તેની જેમ સાધના દ્વારા આત્માની શુદ્ધિની, એટલેકે મોક્ષ પ્રાપ્તિની નિશ્ચિત પ્રક્રિયા છે. વ્યવહારરાશિના જે સંસારી જીવો તત્ત્વજ્ઞાન દ્વારા કર્મક્ષય કરી મુક્તિપદમોક્ષને પામે છે ત્યારે, જેટલા જીવ મોક્ષે જાય, તેટલા બીજા જીવો અવ્યવહારરાશિની નિગોદમાંથી છૂટી વ્યવહારરાશિમાં આવે છે, એટલે સંસાર ક્યારેય ખાલી થતો નથી. અનંતકાળ સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરશે તો પણ, નિગોદ ક્યારેય ખાલી થશે નહિ, એટલા અનંતાનંત જીવો અવ્યવહારરાશિની નિગોદમાં છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ (૧૫) સૂત્ર - ૨ - પમું જીવદ્રવ્ય ૭૯ જીવના ભૌતિકશરીરનો વિકાસ - આધુનિક વિજ્ઞાન જીવનની દરેક પ્રક્રિયાઓ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના નિયમોથી સમજાવે છે. તેઓના મતે જીવનની બે આવશ્યક વસ્તુઓ વિકાસ અને પુનરુત્પાદન છે. એક કોષીય શરીર રચનામાં, જ્યારે તે એકકોષ પુરતો મોટો થઈ જાય ત્યારે, યોગ્ય સમયે બે સરખા ભાગમાં વિભાજિત થાય છે. અને દરેક ભાગ પૂર્ણ અમીબા છે. જ્યારે બીજી બાજુ ઊંચા પ્રાણીઓમાં જેઓ એક કોષમાંથી શરૂ થાય છે, તેમાં જે કોષો વિભાજિત થાય છે તે જુદા પડતા નથી, પરંતુ સાથે જોડાઈને પ્રાણીને આકાર આપે છે, અને વિકાસ કરે છે. જે પ્રાણીઓમાં ઘણો વિકાસ થાય તે હલનચલન કરી શકે છે. ઉચ્ચ પ્રાણીઓ માનસિક પ્રવૃત્તિ કરી શકે છે. જૈન તત્ત્વજ્ઞાન મુજબ તેને ત્રાસ અને સ્થાવર જીવો કહે છે, જેને તેના કર્મમુજબ શરીર પ્રાપ્ત થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ પાંચ સ્થાવર છે, જે હલનચલન કરી શકતા નથી. ત્રસ જીવો શુભકર્મવાળા કહેવાય છે. તેઓ બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા હોય છે. એથી વિશેષ પુણ્યથી મનુષ્ય અને દેવપણાને પામે છે. પાંચ ઇન્દ્રિયના પુણ્ય સાથે, બીજા અતિક્લિષ્ટ પાપકર્મો હોય તો, તે જીવો પશુ, નરક વિગેરે અવસ્થાને પામે છે. વાસ્તવમાં જીવની સાથે બંધાયેલા કર્મમુજબ જ આ સધળાનું સંચાલન થાય છે. ઇચ્છા, લાગણી આદિનો પ્રોટીન કે DNA RNA સાથે સંબંધ નથી - આધુનિક વિજ્ઞાન મુજબ બે, કે ત્રણ રાસાયણિક પદાર્થો છે, જે પ્રાણીઓને જીવવા માટે શક્તિમાન બનાવે છે. તે પદાર્થો High polymeી શ્રેણી સાથે સંબદ્ધ છે. પ્રોટીન જે દરેક જીવંત વસ્તુનું મુખ્ય ઘટક છે, જેના ૨૦ એકમ છે. તે આ વર્ગમાં આવે છે. તે ચોક્કસ કાર્ય કરે છે. દા.ત. હિમોગ્લોબીન નામનું પ્રોટીન જે લોહના અણુઓ ધરાવે છે, અને શ્વાસની Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન , હવામાંથી ઓક્સીજન શોષી શરીરના વિવિધભાગોમાં પહોંચાડી જીવનક્રિયા જાળવે છે. શરીરની રચનામાં હજારો વિવિધ પ્રોટીન હોય છે, ત્યાં પ્રવર્તક બળ (guiding force) નો કેટલોક જથ્થો, જે પેશીઓના કોષ કેન્દ્રમાં વિદ્યમાન હોય છે, જે આ પ્રોટીનને ખાસ કાર્ય કરવા માટે ઉપયોગી બનાવે છે. આ પ્રવર્તક બળ, જે આનુવંશિક ગુણધર્મો ધરાવે છે. તેને તેઓ DNA અને RNA કહે છે. (Deoxy Nuclic Acid અને Rebo Nuclic Acid) ८० જૈન તત્ત્વજ્ઞાન મુજબ આ જીવનક્રિયાઓને સમજીએ તો વિકસિત જીવોમાં વિશિષ્ટ પુણ્યકર્મ માન્યું છે. તે કર્મરૂપશરીરને કાર્યણ શરીર કહેવાય છે. સંસારી આત્માની સાથે, નિત્ય સાથે રહેનારું બીજું તૈજસશરીર પણ છે. કાર્મણ શરીર, અને તૈજસશ૨ી૨, બંને સાથે મળીને જીવના તે બીજા શરીરો બનાવે છે. (જુઓ લેખ ૩૮ પૃ ૨૧૦) તે કર્મપુદ્ગલના સંચાલન તળે જ સધળી જીવનક્રિયાઓ થતી રહે છે. વિશેષથી સમજવા કર્મગ્રંથના શાસ્ત્રો અનુસારે શરીરનામકર્મ અને તેના પેટા ભેદોના કાર્યો સમજવાથી જાણી શકાય છે. આધુનિક વિજ્ઞાને સમજાવેલી DNA અને RNA દ્વારા થતી જીવનક્રિયાઓ ભૌતિક છે. પરંતુ વિચાર, ઇચ્છા, લાગણી, તર્ક, અંતઃપ્રરેણા, નિર્ણય, આદિનો પ્રોટીન અને DNA - RNA સાથે સંબંધ સમજાવી શકે તેવું કોઈ પ્રયોગોદ્વારા સિદ્ધ થઈ શક્યું નથી. બીજા શબ્દોમાં કહીએ આત્મદ્રવ્યની જે ચેતનાશક્તિ છે, તેના દ્વારા વ્યક્ત થતી ઇચ્છા, લાગણી વિગેરેને ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્ર દ્વારા સમજાવી શકાયા નથી. ઇચ્છા, લાગણી આદિના પ્રકારો અને તેની તરતમતાઓ કોઈ ભૌતિકપ્રક્રિયા દ્વારા થતા નથી. તેથી તે ઇચ્છાદિ ગુણધર્મોવાળો, શરીર કે તેમાં રહેલા પ્રોટીન આદિ રસાયણોથી જુદો, એવો આત્મા સિદ્ધ થાય છે. આત્મા અને પુનર્જન્મ : આત્માનું અસ્તિત્વ અને તેના પુનર્જન્મના વિષયને વિસ્તૃત રીતે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૧ (૧૫) સૂત્ર - ૨:-પમું જીવદ્રવ્ય વૈજ્ઞાનિકો અને મનોવિજ્ઞાનીઓએ ભારત, અને ભારત બહાર અભ્યાસ કર્યો છે, અને તે વિષે અઢળક એવા કિસ્સાઓ બહાર પડ્યા છે. જે પ્રમાણિત અને વિશ્વાસ પાત્ર છે. હમણાંના પેરાસાયકોલોજી (Parapsychology) ના સંશોધનોએ આત્મા અને તેના પુનર્જન્મને પ્રમાણોદ્વારા પુષ્ટ કર્યું છે. જીવની જિજિવિષા પ્રબલ છે. સંસારી જીવના જન્મ-મરણ-જીવનક્રિયાઓ ખરેખર જીવના મૂળ સ્વભાવ નથી, પણ કર્મભનિત વિભાવ છે. વિકૃતિ છે. કોઈ જીવ મરવાને ઇચ્છતો નથી અને દરેક જીવ સદા જીવવાને જ ઇચ્છે છે, અને તે પણ સુખમય જીવન જ ઇચ્છે છે. દુઃખ તેને જોઈતું નથી. સદા જીવવાનું અને સંપૂર્ણ સુખમય અને બિલકુલ દુઃખ વગરનું જીવન જે ખરેખર દરેક જીવને જોઈએ છે. સંસારના સુખની સઘળી ઇચ્છાઓ તેવા જીવન માટેની જ છે પરંતુ તે સુખ અપૂર્ણ છે. તેમ છતાં તેનાથી ચલાવી લે છે, કારણ કે પૂર્ણસુખમય જીવન(મોક્ષ)ની તેને શ્રદ્ધા થતી નથી. જે જીવન સિદ્ધિપદમાં છે. જગતના જીવોને સિદ્ધિપદના લેશ માત્ર દુઃખ વિનાના અને પૂર્ણ ચૈતન્ય સુખ માટે પ્રોત્સાહિત કરવાનો જૈન તત્ત્વજ્ઞાનનો ઉદ્દેશ્ય છે. દરેક પ્રાણીમાં જિજિવિષા પ્રબલ હોય છે તે પ્રસિદ્ધ વાત પણ સિદ્ધિપદમાં જ શક્ય બને છે. જિજિવિષાની (જીવવાની ઇચ્છા) પ્રબળતા સમજવા એક લૌકિક દૃષ્ટાંત છે. એક કઠિયારો રોજ સવારે જંગલમાં જઈને લાકડા કાપી લાવતો અને એ વેચવાથી જે પૈસા મળે તેમાંથી જ પોતાનું ગુજરાન ચલાવતો. રોજનો આ ક્રમ હતો અને વર્ષોથી ચાલ્યા કરતો. એક દિવસ પણ ચૂકી જવાય તો તકલીફ થતી. વૃદ્ધાવસ્થામાં શરીર થાકવાથી આટલી સખત મજૂરીથી કંટાળો આવતો. થાક અને નિરાશાની પળોમાં એનાથી બોલાઈ જતુ કે-હે ભગવાન! હવે મને ઉઠાવી લે તો સારું, આવી કષ્ટભરી જિંદગી કરતાં તો મોત સારું, મારાથી નાનાને ઉઠાવી લે છે ને મારા તો Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પૂરા સિત્તેર થયા. ભૂખ અને ગરીબી હવે નથી જીરવાતી, તો મારી વ્યથા કેમ તને સમજાતી નથી ? દિવસો વીતતા જાય છે અને તેની મોતમાટેની પ્રાર્થના પણ બલવત્તર બનતી જાય છે. એવામાં સખત વરસાદ શરૂ થાય છે, લાકડા કાપવા જવાતું નથી, તેથી બે દિવસની ભૂખ પણ ભેગી થઈ છે. વરસાદ થોડો રહી જવાથી જંગલમાં જાય છે. લાકડાનો ભારો લઈને આવતા થાકી જવાથી તે ભારો નીચે ફેંકી એક ઝાડ નીચે બેસી જાય છે અને ફરી પ્રાર્થના શરૂ કરે છે - હે ભગવાન ! હે મૃત્યુના દેવતા ! મારાથી હવે આ બધું સહેવાતું નથી, તું બધાની પ્રાર્થના સાંભળે છે અને મારી જ કેમ સાંભળતો નથી, મને ઉઠાવી લે. અને આશ્ચર્ય ! એના ખભા પર કોઈનો હાથ પડે છે. આંખ ઉઠાવીને સામે જૂએ છે, તો સ્વયં યમદેવતા જ સામે ઊભા છે, અને કહી રહ્યા છે - વત્સ તારી પ્રાર્થના તો મને રોજ સાંભળવા મળતી હતી, પણ પૃથ્વી લોકમાં હવે તો એટલા બધા લોકો યાદ કરવા લાગ્યા છે કે કેમેય કરીને પહોંચાતું નથી. આજે જરા અહીંથી પસાર થવાનું થયું એટલે આવ્યો છું. બોલ શી ઇચ્છા છે તારી ? તે વૃદ્ધના હોશકોશ ઉડી ગયા. આ રીતે એણે વિચારેલું જ નહી કે યમદેવતા સામે આવીને ઊભા રહી જશે. સિત્તેર વર્ષનું ચાલાક મન તરત જ મદદે આવી ગયું. વૃદ્ધે કહ્યું - મહારાજ આ થોડીવાર થાક ખાવા બેઠો હતો. અને આ બાજુથી કોઈ નીકળે તો ભારો કોણ ચઢાવે તેની રાહ જોતાં પ્રાર્થના કરતો હતો. બસ આ ભારો માથેચડાવવામાં મદદરૂપ થશો એટલી જ મારી પ્રાર્થના છે. ૮૨ આ રૂપક દ્રષ્ટાંત છે. તેથી યમદેવતા જીવને લેવા આવે છે. તે વાસ્તવિક નથી. આનુપુર્વી નામકર્મ જીવને એક ગતિમાંથી બીજી ગતિમાં લઈ જાય છે. અહીં તાત્પર્ય એ છે કે, જીવનથી કંટાળીને અનેક લોકો મોત માંગતા હોય છે, પણ મોત આવી જાય ત્યારે તો, બચવાના જ ઉપાય શોધતા હોય છે. આ વસ્તુ જીવની જિજિવિષાની પ્રબળતાને સિદ્ધ કરે છે. જીવો Page #111 -------------------------------------------------------------------------- ________________ (૧૫) સૂત્ર - ૨ -પણું જીવદ્રવ્ય થોડા શાંત ચિત્તે વિચાર કરે તો જ્યાં સદા જીવવાનું છે અને જીવવા માટે કોઈની પરાધીનતા નથી, તે મોક્ષ છે. આત્મા, આત્માવડે, આત્મા માટે, આત્મામાંથી આત્માનું સુખ, આત્મામાં માણે છે, તે સિદ્વિપદ જૈન તત્ત્વજ્ઞાનમાં આપણા વાસ્તવિક સાધ્ય તરીકે બતાવ્યું છે. આત્માનું સ્વરૂપ જયાં પૂર્ણપણે ખીલેલું છે અને ત્યાં જ આપણું પોતાનું સ્વતંત્ર જીવન છે. સંસારમાં તો ડગલે ને પગલે ભૌતિકપદાર્થની પરાધીનતા છે. સૂરિ રામની એવી વાણી, જૈનતત્ત્વજ્ઞાનથી લ્યો પહેચાની સંસારના વિચારો તે ચિંતા કહેવાય, આત્માના વિચારો એ ચિંતન કહેવાય. આત્માની અશુદ્ધિ એ સંસાર, આત્માની શુદ્ધિ તે મોક્ષ. – શાસ્ત્રમુજબ પોતે ચાલે અને સૌને ચલાવે તે જ્ઞાની. – કુટુંબને પાળવું તે ધર્મનહિ, પણ કુટુંબને પ્રભુના માર્ગે રાખવું તે ધર્મ. - સુખ ગમે છે માટે છોડાતું નથી, દુઃખ ગમતું નથી માટે વેઠાતુ નથી. અને ધર્મ આ કારણે જ સારી રીતે થઈ શકતો નથી. પાપની તાકાત તોડી નાખવાની શકિત કાળજીપૂર્વકની કબૂલાતમાં રહેલી છે. પાપની કબૂલાત અને પાપનો પશ્ચાત્તાપ કરો, પાપની ઘણી તાકાત તૂટી જશે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૧૬) સૂત્ર-૩ - પાંચ દ્રવ્યો નિત્ય, સ્થિર અને અરૂપી - વૈશેષિકમતના દ્રવ્યોનો, જૈનતત્ત્વજ્ઞાનના ૬ દ્રવ્યોમાં સમાવેશ - મન પણ પીદ્ગલિક છે. - ચંચળ મનને અધ્યાત્મક્રિયાઓ દ્વારા સ્થિર કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય નિત્યવસ્થિત ચપળ . સૂ-રૂ I અર્થ :- (પુદ્ગલ સિવાયના પાંચ દ્રવ્યો) નિત્ય છે, સ્થિર છે અને અરૂપી છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને જીવો, આ પાંચ દ્રવ્યો હંમેશા એકધારી એક જ અવસ્થામાં સ્થિર રહે છે, તેથી તેઓને નિત્ય કહ્યા છે. તેઓ સ્થિર જ હોય છે માટે અવસ્થિત, અને રૂપ, રસ, ગંધ, સ્પર્શવગરના હોવાથી અરૂપી કહ્યા છે. પુદ્ગલદ્રવ્યમાં સતત ફેરફાર થયા કરે છે માટે તે અનિત્ય છે. જોકે સંસારી જીવની પણ અવસ્થામાં ફેરફાર થાય છે, પરંતુ તે ફેરફાર જીવની સાથે જોડાયેલા ભૌતિક શરીરોનો જ છે. મૂળભૂત જીવદ્રવ્યનો તે ફેરફાર નથી. અથવા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી લોકાગ્રે રહેલા સિદ્ધ પરમાત્માઓ નિત્ય, સ્થિર અને અરૂપી હોય છે. ધર્મ, અધર્મ અને લોકાકાશ આ ત્રણે દ્રવ્યો એક સમાન વ્યાપવાળા છે. એક જ સ્થાનમાં ત્રણે એક સાથે રહેલા છે. એટલે કે લોકાકાશનો એક પ્રદેશ (અવિભાજ્ય અંતિમ એકમ) જયાં છે, ત્યાં જ ધર્મ અને અધર્મનો એક Page #113 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સૂત્ર-૩ :- પાંચ દ્રવ્યો નિત્ય, સ્થિર અને અરૂપી ૮૫ પ્રદેશ પણ રહેલો છે, છતાં ત્રણેય સ્વતંત્ર છે, ત્રણેના કાર્ય જુદા છે, તેમજ તેઓ સદા માટે સ્થિર છે, કોઈ ગતિ કરતા નથી. નિષ્ક્રિય રહીને ક્રમસર (જીવ અને પુદ્ગલને) ગતિ અને સ્થિતિમાં સહાયકપણું બજાવે છે. સિદ્ધિગતિના અનંત જીવો, લોકાકાશની ઉ૫૨ છેડે ૪૫ લાખ યોજન વિસ્તારમાં, પોતાના પરિમિત વ્યાપ મુજબ, સ્થિર રહેલા છે. તેઓ પણ દરેક સ્વતંત્ર છે અને જ્ઞાન,દર્શન અને પરમઆનંદના ગુણધર્મવાળા છે. તેથી તેઓને નિત્ય, અવસ્થિત અને અરૂપી કહ્યા. અન્ય દર્શનના નવદ્રવ્યોનો છમાં સમાવેશ ઃ : અન્ય ભારતીયદર્શન વૈશેષિક અથવા કણાદ્ભુત મુજબ નવ દ્રવ્ય બતાવેલા છે. શ્રી તર્કસંગ્રહ સૂત્ર - ૨માં નવ દ્રવ્યોને વિશ્વના ઘટકભૂત દ્રવ્યો કહ્યા છે. “तत्र द्रव्याणि पृथिव्यप्तेजोवाय्वाकाशकाल दिगात्म मनांसि नवैव " અર્થ : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન, આ નવ દ્રવ્યો છે. જૈન મત મુજબ પૃથ્વી, પાણી, અગ્નિ, અને વાયુ, આ ચારનો પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થાય છે. પુદ્ગલો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા છે. અહીં એટલું ખાસ જાણવું કે આ ચારમાંથી કોઈપણ સ્પર્શ કે, રસાદિ એક જ ગુણ, આપણી ઇન્દ્રિયવડે જણાતો હોય તો પણ ત્યાં અન્ય ત્રણ પણ વિદ્યમાન હોય જ છે. ઉત્કટ (તીવ્ર) હોય તો ઇન્દ્રિયવડે જણાય. ઇન્દ્રિયવડે જે ગુણો ન જણાય તે, અનુક્દ (મંદ) અવસ્થામાં અવશ્ય હોય છે. વાયુ અને અગ્નિ પણ પુદ્ગલ છે ઃ : વૈશેષિક મત મુજબ વાયુ, રૂપ (વર્ણ) વગરનો અને સ્પર્શવાળો કહ્યો છે, પણ વર્તમાન ભૌતિકશાસ્ત્રથી પણ આ વાત સિદ્ધ છે કે-વાયુને સતતશીત કરવા વડે આછો વાદળી રંગ તેમાં જણાય છે. આ સૂચવે છે કે Page #114 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વાયુને રંગ (વર્ણ) છે. જૈનમતમાં તેને પુલના વિભાગમાં જણાવ્યું છે. વળી આ મત, અગ્નિ(તેજ)ને રસ અને ગંધ રહિત અને, ફક્ત સ્પર્શ અને રંગ સહિત માને છે. આધુનિક વિજ્ઞાન અગ્નિને સ્પષ્ટપણે પુદ્ગલના વર્ગમાં બતાવે છે. “જ્યારે પદાર્થમાં આવિક ઉત્તેજનાની ઉર્જા (energy of molecular agitation) ઘણી વધી જાય, ત્યારે ઉષ્ણતામાન વધે છે અને અગ્નિની ઉત્પતિ થાય છે. તે એક ઉર્જાનું સ્વરૂપ છે. ઉર્જા અને પુદ્ગલ એક જ છે. અગ્નિ એ ઉષ્ણપ્રજવલન સુધી પહોંચેલા કણોને બનેલો છે. તેથી અગ્નિ પુદ્ગલ પદાર્થનું એક સ્વરૂપ જ છે. વિજ્ઞાન મુજબ જ્યોત, એ ઉતપ્ત પદાર્થની બનેલી છે જે દહનની ક્રિયા દ્વારા, ઊંચા ઉષ્ણતામાને લઈ જવાય છે. જયોત ફક્ત ત્યાં સુધી જ જલતી રહે છે જ્યાં સુધી દહનક્રિયા ચાલે. બળતા પદાર્થને તેજોમયદીપ્તિમાન રાખવા તેમાં પૂરતું ઊંચું ઉષ્ણતામાન જાળવી રાખવામાં આવે. જે પદાર્થ બળી રહ્યો છે તે, અને તેની આસપાસનું વાતાવરણ તે બે વચ્ચેની ક્રિયા અને પ્રતિક્રિયા એ જ્યોત છે. ચોક્કસ રાસાયણિક અને ભૌતિકપ્રક્રિયાની બાહો નિશાની જયોત છે” (આઉટલાઈન ઓફ ઈવોલ્યુશનરી બાયોલોજી – ડૉ. ડેઝી પેજ-૨) આ રીતે અગ્નિ પણ પુગલ પદાર્થનો એક પ્રકાર છે. વળી તે મત પૃથ્વીમાં જ ગંધને માને છે. પરંતુ પાણી, અગ્નિ અને વાયુ ત્રણેમાં ગંધ હોય છે. મનુષ્યની પ્રાણેન્દ્રિય (નાક) એટલી સંવેદનશીલ નથી કે આ ત્રણેની ગંધને પકડી શકે. દિશાનો જૈનમત મુજબ આકાશમાં સમાવેશ થઈ જાય છે. મન જે સંજ્ઞી પંચેન્દ્રિયજીવને વિચારાદિનું સાધન છે, તે પણ પૌદગલિક છે. આ રીતે ૯નો, દમાં સમાવેશ થઈ જાય છે. ચંચળ મન અધ્યાત્મ ક્રિયાઓ દ્વારા સ્થિર થાય છે - ખરેખર આ મન એ, પુદ્ગલની એવી રચના છે, જે અત્યંત ચંચળ Page #115 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સૂત્ર-૩ઃ- પાંચ દ્રવ્યો નિત્ય, સ્થિર અને અરૂપી છે, હંમેશા ભટકતું જ રહેતું હોય છે, તે દરેકનો અનુભવ છે. શરીર અને ઇન્દ્રિયો નિમિત્ત છે, પણ આત્માને કર્મબંધનું કારણ મુખ્યપણે મન જ છે, અને આ મનને જો સાધી લેવામાં આવે, અધ્યાત્મમાં સ્થિર કરી દેવામાં આવે, તો તે જ મન આત્માને કર્મોમાંથી મુક્તિ અપાવનાર છે માટે જ કહ્યું છે કે मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । અર્થ - કર્મબંધ અને મોક્ષનું કારણ મન જ છે. મનને સાધવા માટે ગીતામાં આવી જ વાત કરી છે. चंचल हि मनः कृष्ण प्रमाथि बलवत् दृढम् । तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ।। असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन तु कौन्तेय ! वैराग्येण च गृह्यते ॥ । અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે – “હે કૃષ્ણ ! આ ચંચળ મન, દ્રઢ અને બળવત્ દુઃખ આપનાર છે. તેને કાબૂમાં લેવું વાયુની જેમ ખૂબદુષ્કર છે.” શ્રીકૃષ્ણ જવાબ આપે છે – “હે મહાબાહુ ! ચલ એવું મન, દુઃખે કરી નિગ્રહ કરી શકાય છે, તે વાત સંશય વિનાની છે. પરંતુ અભ્યાસ અને વૈરાગ્યવડે મનને ગ્રહણ કરવું-કાબુમાં રાખવું-શક્ય બને છે. શ્રીતત્ત્વાર્થસૂત્રમાં આ વાતને સર્વાગીણ સ્વરૂપે જ્ઞાનશિયાખ્યામ મોક્ષ. આ સૂત્રવડે સમજાવી છે. અર્થ - જ્ઞાન વૈરાગ્ય), અને ક્રિયા (અભ્યાસ) વડે મોક્ષ છે. દર્શન, જ્ઞાન, ચારિત્રના આચારોના ક્રિયાકલાપનો વિસ્તાર ઉપયોગ-પૂર્વક (એકાગ્રતાથી) સાધવાથી મનને અધ્યાત્મમાં સ્થિર કરી શકાય છે. શાંતિનો અનુભવ થાય છે. એક લૌકિક દ્રષ્ટાંત જોઈએ. એક રાજકુમારી જ્ઞાની પાસે ગઈ અને મનની શાંતિનો ઉપાય Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પૂક્યો. જ્ઞાનીએ આંખો બંધ કરી ૧ કલાક બેસી જવા અને એક ક્ષણ માટે પણ આંખ નહિ ખોલે તો ઉપાય બતાવીશ તેમ કહ્યું. તે આંખો બંધ કરી બેસી ગઈ. થોડીવાર પછી તેનું આંખ ખોલવા મન થયું પણ તેણે મનને વાળ્યું. થોડીવારમાં કોઈ વ્યક્તિ આવી એવું લાગ્યું, એટલે આંખ ઉઘાડી જોઈ લેવાનું મન થયું, પણ આંખો બંઘ રાખવાની છે તે યાદ કરી મન વાળ્યું. પછી કોઈ વ્યક્તિએ વાસણ નીચે મૂક્યાનો અવાજ આવ્યો. એ શું લાવ્યા હશે, તે જોવાનું મન થયું. પણ ફરી મનાવી લીધું. આવી રીતે ૧ કલાકમાં મનને પક્કી રાખ્યું, પછી આંખ ખોલવાનું કહ્યું ત્યારે જ્ઞાનીએ કહ્યું-તમે પરીક્ષામાં પાસ થયા છો. રાજકુમારીએ કહ્યું-મેં તમે કહ્યું તેમ કર્યું પણ મનને શાંત રાખવાનો ઉપાય તો બતાવો? જ્ઞાનીએ કહ્યું ઉપાય મળી જ ગયો છે. ૧ કલાકમાં કેટલીવાર આંખ ઉઘાડવાનું મન થયું? પણ દરેક વખતે તે મનને પકડી રાખ્યું. આ દ્રષ્ટાંતમાં રાજકુમારી, તેને આપેલા “આંખ ખોલવી નહિ', તે સૂચનને બરાબર પાલન કર્યું. તે પાલન દ્વારા “કંઈક જોવાની ઇચ્છા આવા એક જ ઇન્દ્રિયના એક જ નાનકડા વિષયમાં મનને સ્થિર રાખી શકી. વાસ્તવમાં મનમાં આવી અનેક ઈચ્છાઓના વિષયોના અનેક ગુંચળા પડેલા છે, તેનું પ્રેરક બળ આત્મા સાથે અનેક ભવોથી બંધાયેલા મોહકર્મના પુદ્ગલો જનિત સંસ્કારો છે. તેને તોડવા માટે અધ્યાત્મના સંસ્કારો જરૂરી છે. શ્રી તીર્થકર ભગવંતોએ સૂચવેલા જ્ઞાન, દર્શન, ચારિત્રના આચારોને બરાબર પાલન કરવાથી અધ્યાત્મના સંસ્કારો પ્રબળ બની ઇચ્છાઓના પ્રેરક બળ એવા, મોહના સંસ્કારોને ખતમ કરી નાખે છે, ત્યારે મન પરિપૂર્ણ સ્થિર થઈ જાય છે. – સત્ય અને પ્રેમ વિશ્વની શક્તિશાળી તાકાત છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૭) સૂત્ર - ૪:-પુગલના પ્રકારો (૧૭) સૂત્ર - ૪ :- પુદ્ગલના પ્રકારો - છબી અને પ્રતિબિંબ પુદ્ગલના પ્રકાર છે. – શબ્દ, અને મન પણ ક્રમસર સૂમસૂક્ષ્મ પુગલના જ પ્રકાર છે. - દૂરનો શબ્દ અત્યંત ઝડપથી અને નજીકનો ધીરે આવે છે. પUT: પુ ત્રી : ટૂ-8 || અર્થ: પુદ્ગલો રૂપી હોય છે. અર્થાત્ સ્પર્શ, રસ, ગંધ અને રૂપવાળા છે. શ્રી લોકપ્રકાશમાં કહ્યું છે કે, પુદ્ગલાસ્તિકાય લોકાકાશમાં જ અસ્તિત્વ ધરાવે છે, તેથી ક્ષેત્રથી તેનો વિસ્તાર લોકાકાશ જેટલો છે. કાલથી તે શાશ્વત છે, અને ભાવથી વર્ણાદિથી યુક્ત છે. પુદ્ગલના વિષયમાં વિશેષ આગળ જોઈએ. છબી અને પ્રતિબિંબ પુગલના સ્વરૂપો છે - છબી અને પ્રતિબિંબ (shadows and Images) જે કાચ અને દર્પણવડે બને છે. તે પુદ્ગલનો પ્રકાર છે. ઉર્જાનું આવિષ્કરણ છે. छाया प्रकाशावरणनिमित्ता सा द्वेधा-वर्णादिविकार परिणता प्रतिबिंबમાત્રાત્મા રેતિ (સર્વાર્થસિદ્ધિ ૫-૨૪) અર્થ - પ્રકાશના નિમિત્તે છાયા પડે છે તે બે પ્રકારની છે (૧) વર્ણાદિ વિકારવાળી અને (૨) માત્ર પ્રતિબિંબ સ્વરૂપવાળી. ભૌતિકશાસ્ત્રીઓ પ્રતિબિંબની રચના આ મુજબ બતાવે છે – અપારદર્શક અવરોધ પ્રકાશના માર્ગમાં પડછાયો રચે છે. કારણ કે કિરણો અવરોધ પામે છે અને, તે કિરણો અવરોધ, (ભીંત કે પડદો)ની અંદર Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પ્રવેશ પામવા શક્તિમાન બનતા નથી. કાચ અને દર્પણવડે રચાયેલા પ્રતિબિંબો બે પ્રકારના હોય છે. (૧) અદૃષ્ટ પ્રતિરૂપ virtual Images (તર્ણ પરિણત્ છાયા) આરસીમાં દેખાતું પ્રતિબિંબ, તે અદૃષ્ટ પ્રતિરૂપ છે. તેમાં પ્રતિરૂપમાંથી કિરણો આવતા હોય તેવું દેખાય છે. તેમાં મુખના આકા૨ વર્ણાદિ જેમના તેમ જ દેખાય છે. પરંતુ ડાબી-જમણી બાજુઓ ઉલટી થયેલી દેખાય છે. (૨) યથાર્થ પ્રતિરૂપ (real Image) સિનેમાના પડદા પર દેખાતું યથાર્થ પ્રતિરૂપ છે. યથાર્થપ્રતિરૂપના કિસ્સામાં પ્રતિરૂપમાંથી વાસ્તવમાં કિરણો આવતા હોય છે. અસ્વચ્છ વસ્તુઓ ૫૨ પડતો પડછાયો તે આકૃતિરૂપ પ્રતિછાયા છે, તેને uninverted Images કહે છે. તેમાં ડાબી - જમણી બાજુ બદલાતી નથી સિનેમાના દશ્યો પણ એ મુજબ હોય છે. આ રીતે છાયાના પુદ્ગલો, યથાર્થ છબી અને પ્રતિબિંબના સ્વરૂપમાં રચાઈ જાય છે. પાણીના ફુવારા જેવા છાયાના પુદ્ગલો : બાદર પરિણામને પામેલા દરેક મૂર્તદ્રવ્યમાંથી ‘ફુવારામાંથી વહેતા પાણીની માફક' છાયાના પુદ્ગલો નીકળતા હોય છે. તે ભાસ્વર અને અભાસ્વર સ્વરૂપના હોય છે. શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર નામના આગમગ્રંથની ટીકામાં તેનો રોચક ઉલ્લેખ જોવા મળે છે. શબ્દ પણ પુદ્ગલનો પ્રકાર છે ઃ- (જુઓ પૃ. ૨૧૭થી ૨૨૨ અને ૨૭૫) : આપણને સંભળાતો શબ્દ, એ પણ પુદ્ગલનો એક વિકાર-પ્રકાર છે. જૈન તત્ત્વજ્ઞાનમાં બતાવેલી પુદ્ગલની ૨૬ વર્ગણા (વિભાગો)માંથી ઉપયોગમાં આવતી ૨જી ૪થી વગેરે વર્ગણામાંની ૧૦મી (ઉપયોગ આવતી ૮ મધ્યે, ૫ મી જુઓ પૃ ૪૮) ભાષાવર્ગણા છે. તેમાંથી શબ્દની ઉત્પત્તિ થાય છે. વાચાશક્તિ ધરાવતો જીવ, આ પુદ્ગલોને ગ્રહણ કરી શબ્દો રૂપે બનાવી, તેને છોડે છે . તેના તરંગો આસપાસ ફેલાય છે. તે જોઈ શકાતા નથી, કે વાયુની જેમ ત્વચા દ્વારા પણ અનુભવાતા નથી, Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૧ (૧૭) સૂત્ર-૪:- પુદ્ગલના પ્રકારો પણ અતિસંવેદનશીલ શ્રોત્રેન્દ્રિય (કાન)વડે ગ્રહણ થાય છે. તેના વડે આત્માને શબ્દનું જ્ઞાન થાય છે. વાચાશક્તિ, એ જૈનતત્ત્વજ્ઞાનમાં જણાવેલી જીવની ભાષાપર્યાપ્તિ છે. જીવને પુણ્યકર્મથી પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શક્તિ છે. શરીરમાં વિશિષ્ટ સાધન (ઉપકરણો) દ્વારા તે વ્યકત થાય છે. જેને વર્તમાન શરીર શાસ્ત્રમાં સ્વરપેટી કહે છે, તેવું ભાષા બોલવા માટેનું શરીરમાં રહેલું વિશિષ્ટ, ઉપકરણ જેના દ્વારા જીવ ભાષા બોલી શકે છે. શ્રી આવશ્યકનિયુક્તિ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, મૂળ બોલાયેલા શબ્દો એટલી તીવ્રગતિવાળા છે કે, એક જ સમયમાં તે ચૌદરાજલોકના (વિશ્વ) છેડે પહોંચી જાય છે. આપણને જે શબ્દો સંભળાય છે તે, ભાષા વર્ગણાના પુદ્ગલોમાંથી જીવે ભાષારૂપે બનાવી જે મૂળ શબ્દો છોડ્યા, તેનાથી વાસિત થયેલા તરંગો છે. તે એક પછી (પાણીમાં થતા મોજાંની જેમ) એક નવા તરંગો રચાઈને ફેલાય છે, તે જ શ્રાવ્ય હોય છે. મૂળ શબ્દ અશ્રાવ્ય છે. વૈશેષિક દર્શનમાં શબ્દને આકાશનો ગુણ કહ્યો છે. તેનાથી ભિન્ન રીતે જૈનદર્શન શબ્દને સમજાવે છે. વર્તમાનમાં રેડિયો, ટેલીફોન, મોબાઈલ ઈત્યાદિ શબ્દ પૌદ્ગલિક છે. તે સિદ્ધાંતને આધારે કાર્ય કરે છે. શબ્દ પુદ્ગલોની ઉર્જાને વિદ્યુત ઉર્જામાં, અને વિદ્યુત ઉર્જાને વિદ્યુતના મોજાની ઉર્જામાં રૂપાંતર કરનારા નાજુક ઉપકરણો(Micro-phone આદિ) શોધાયા છે. જેનાથી બોલાયેલા શબ્દને ક્રમસર વિદ્યુત મોજામાં રૂપાંતર કરી હજારો માઈલ દૂર મોકલી શકાય છે અને તે પછી, ફરી તેવા ઉપકરણો દ્વારા વિપરીત પ્રક્રિયાથી, તે વિદ્યુત મોજાંને વિદ્યુત ઉર્જામાં, અને તેને શબ્દ ઉર્જા, અને તેના દ્વારા શબ્દમાં રૂપાંતર કરી, ક્ષણભરમાં થતી પ્રક્રિયાદ્વારા Mobileમાં, તુરંત બોલાયેલા શબ્દોને સાંભળી શકાય Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ૯૨ દૂરનો શબ્દ અત્યંત ઝડપથી, અને નજીકનો ધીરેથી આવે છે ઃ - કોઈ સભામાં વક્તાના બોલાયેલા શબ્દોના વાસિતતરંગો હવામાં ફેલાઈને આવે છે. પરંતુ તે શબ્દના તરંગો, જ્યારે વિદ્યુત મોજામાં રૂપાંતર થઈ જાય ત્યારે, પ્રકાશની તીવ્ર ઝડપે સર્વત્ર ફેલાઈ જાય છે તેથી તુરંત સાંભળી શકાય છે. વક્તાનો શબ્દ, હવામાં ફેલાતા શબ્દના તરંગો દ્વારા ૧૦૦-૨૦૦ મીટર પહોંચે તે પહેલાં જ, શબ્દના વિદ્યુતતરંગો દૂર સુધી પહોંચી જાય છે. તેથી એવું બને છે કે, સામે દૂર ઉભેલો શ્રોતા શબ્દ સાંભળે, તે પહેલાં હજાર માઈલ દૂર મોબાઈલમાં તે શબ્દો સંભળાય છે. તેનું કારણ સમજવા માટે વ્યાવહારિક દૃષ્ટાંત જોઈએ. વીજળી થાય ત્યારે આપણો કાયમી અનુભવ છે કે-પહેલા પ્રકાશ દેખાશે, અને લગભગ ૦ સેકંડ જેટલી વાર પછી શબ્દ સંભળાય છે. વીજળીનો પ્રકાશ અને શબ્દ, બંને સાથે ઉત્પન્ન થયા હોવા છતાં પણ, પ્રકાશ તીવ્ર ગતિવાળો હોવાથી તુરંત આપણા સુધી આવી જાય છે. અને દેખાય છે. જ્યારે શબ્દનો વાસિત તરંગ હવામાં ફેલાતો ધીમી ઝડપે આવે છે, માટે પછી સંભળાય છે. ઉપર કહેલા દૃષ્ટાંતમાં બોલાયેલા શબ્દના તરંગો વિદ્યુત મોજામાં રૂપાંતર કરી દૂર સુધી ફેલાવવામાં આવે છે, જે પ્રકાશની ઝડપે આવે છે. તેથી અત્યંત ઝડપથી આવી જાય છે તેથી તે શબ્દ, TV ફોન આદિમાં તુરંત સંભળાય છે. જ્યારે નજીક રહેલા વક્તાનો શબ્દ હવાના વાસિત તરંગો દ્વારા ધીમી ગતિએ આવે છે, તે કારણથી તેને શ્રોતા સુધી પહોંચતાં વધુ વાર લાગે છે. છબી પણ પુદ્ગલનો પ્રકાર છે તે આપણે જોયું. છબીના પુદ્ગલોને પણ તેવા ઉપકરણોથી વિદ્યુત મોજામાં રૂપાંતરિત કરી દૂર સૂધી મોકલી શકાય છે, અને ફરી છબી સ્વરૂપે TV પર આજે જોઈ શકાય છે. આ સધળા આધુનિક વિજ્ઞાનના વિસ્મયો શબ્દઆદિ પુદ્ગલના પ્રકાર છે, તે જૈન તત્ત્વજ્ઞાનની વાતને પુષ્ટ કરે છે. શબ્દના તરંગો હવામાં ફેલાય છે Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૭) સૂત્ર-૪:-પુદ્ગલના પ્રકારો ૯૩ માટે જ “શબ્દ” શૂન્યાવકાશમાં ગતિ કરતો નથી. જે શાળામાં વિદ્યાર્થીને બતાવાતો પ્રસિદ્ધ પ્રયોગ છે. પ્રકાશના મોજાં (તે રીતે વિદ્યુત મોજા પણ) શૂન્યાવકાશમાં ગતિ કરે છે પણ શબ્દના નહિ. ટેકસ્ટબુક ઓફ ફીઝીક્સના પેજ – ૨૪૯ ઉપર – “તે સાધારણ અનુભવ છે કે શબ્દનો ઉગમ પ્રકંપન અવસ્થામાં થાય છે. દા.ત. સંગીતના દાંતા, ઘંટ, પિયાનો, વાજાની દોરી, મોઢેથી વગાડવાની વાજાની નળી. (બંસરી) આ બધા જ્યારે અવાજ ઉત્પન્ન કરે ત્યારે પ્રકંપન અવસ્થામાં હોય છે.” મનપણ પૌદ્ગલિક છે - (જુઓ પૃ ૨૩૪-૨૩૫) જૈનતત્ત્વજ્ઞાનમાં ભાષાની જેમ મન (અને મન દ્વારા કરાતો વિચાર) પણ પુદ્ગલનો પ્રકાર છે. જીવ પાંચમી ભાષાવર્ગણાના પુદ્ગલસ્કંધોમાંથી ભાષાપર્યાપ્તિ દ્વારા પુદ્ગલોને લઈ ભાષા બનાવે છે, તે આપણે હમણાં જોઈ આવ્યા. તેવી રીતે (કુલ ૨૬ વર્ગણાના ક્રમ મુજબ ૧૪મી, પણ ઉપયોગમાં આવતી ૮ મધ્ય) ૭ મી મનોવર્ગણા (જુઓ પૃ૪૮) બતાવેલી છે. જીવને જ્યારે વિચારવાની ક્રિયા કરવી હોય ત્યારે મનોવર્ગણાના સૂક્ષ્મ પુદ્ગલો જ સર્વત્ર વ્યાપ્ત છે)માંથી પુદ્ગલકણોના સમુદાયને ગ્રહણ કરી, જેવો વિચાર કરવો હોય તે મુજબ (જેવી રીતે પિચકારી કે ફુવારામાં પાણીને ભરીને તેના કાણાવડે જેવો આકાર આપતો હોય તેવો આકાર આપીને બળપૂર્વક છોડાય છે તેમ) ગોઠવીને, છોડે ત્યારે તેવો વિચાર કરી શકે છે. વર્તમાનમાં સંવેદનશીલ ઉપકરણો દ્વારા તેને કંઈક નોંધી શકાય છે. એક સ્થળે કહ્યું કે The activities of mind and mater constituted a super radio with the quintillions of living cells sending out their individual weaves to be tuned in quadrillions of receiving set in the brain. (Man's mind traced by electricity - હિન્દુસ્તાન ટાઇમ્સ, જુલાઈ ૧૯૩૭) ડિસ્કવરી લંડન ડીસે. ૧૯૭૩ના વિશેષાંકમાં મગજના મોજાંઓને માપવાના ઉપકરણને “વાલ્વ એપ્લીફાયર તરીકે જણાવ્યું છે. જે Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સાધારણ વિચારો દરમિયાન નિયમિત હોય છે. જો કોઈ અચાનક આઘાત મનને પહોંચેતો તો, તે અનિયમિત થાય છે. M.R. Grey walter એ શોધ્યું છે કે, વિચારોની સાધારણ અને અસાધારણ તીવ્રતા માપી શકાય છે. હમણાંના અહેવાલ મુજબ મગજના મોજાંને કાગળ પર મુક્ત રીતે નોંધી શકાય છે. અને તે રેકોર્ડને ઇન્સેફેલોગ્રામ (Electro encephologram (EEG)) ‘મગજના મોજાંનું વિદ્યુતઅંકન' કહે છે. ૯૪ ‘સૂરિરામ’ની એવી વાણી, વૈરાગ્યરસની સરવાણી પહેલાના કાળમાં જૈનોને પોતાના ઘરમાં આવેલ જનાવરને પણ ધર્મ પમાડવાનું મન હતું. જ્યારે આજે ઘણા જૈનોને પોતાના છોકરાને પણ સાચો જૈન બનાવવાની ઇચ્છા થતી નથી. આ આર્યદેશમાં પહેલાં ધર્મપુસ્તકો બહુ વંચાતાં હતાં એટલે સ્થાને સ્થાને ધર્મની ચર્ચા થતી. જ્યારે ધર્મના પુસ્તકો વાંચવાનું ઘટવાથી જડની ચર્ચા વધી. ‘મારે જ સુખ જોઈએ’ આ પાપેચ્છાએ ઘર કર્યું છે તેથી બાપ દીકરાનો, દીકરો બાપનો, ભાઈભાઈનો, ધણીયાણી ધણીની અને ઘણી ધણિયાણીનો બનતો નથી. જે પૈસો દયાળુને હિંસક બનાવે, સત્યવાદી રહેવા માગનારને અસત્યવાદી બનાવે, શાહુકાર બનવા ઇચ્છનારને ચોર બનાવે અને દુર્ગતિમાં ધકેલી દે તેવો પૈસો શું કામનો ? મનુષ્યની ભૌતિક અને નૈતિક પ્રકૃતિ જેટલી હદ સુધી તેનું અંતિમ ધ્યેય દર્શાવી શકે એટલી હદ સુધી તેનું અંતિમ દર્શાવતા સર્વોચ્ચ આદર્શોનો સાક્ષાત્કાર જૈન ધર્મની ચાવી છે અને સ્વાભાવિક રીતે તે વિશ્વ વ્યાપી મધ્યમવર્તિ સામાન્ય સિદ્ધાંત બને છે. (jainism the oldest living religion પુસ્તકમાંથી.) Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૫ (૧૮) સૂત્ર-૫:- ત્રણ દ્રવ્યો, અખંડ અને એક છે. (૧૮) સૂત્ર - ૫ - ત્રણ દ્રવ્યો, અખંડ અને એક છે.) – ધર્માસ્તિકાયને ગ્રીકતત્ત્વજ્ઞાનીઓ વિશ્વરચનામાં જરૂરી માનતા હતા. ઈથરની માન્યતા. > શુષ્ક તર્કોથી વાદ-વિવાદ દ્વારા વસ્તુતત્ત્વનો નિર્ણય થતો નથી. માણાવ દ્રવ્ય સૂધ છે અર્થ: આકાશ સુધી વર્ણવેલા દ્રવ્યો (ધર્મ, અધર્મ, આકાશ) એક છે એટલે કે જેના બે ભાગ ન થઈ શકે તેવા સંપૂર્ણખંડો છે. (One Continuum)) પ્રસ્તુત ગ્રંથના કર્તા શ્રીઉમાસ્વાતિજી વાચક પ્રવર તેમના અન્ય ગ્રંથ શ્રી પ્રશમરતિમાં જણાવે છે કે, धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् અર્થ: ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણ એક છે અને (છ દ્રવ્યોમાં ના પુદ્ગલ, જીવ અને કાળ, આ) બાકીના ત્રણ અનંત છે. ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણે અખંડ દ્રવ્યો છે. તેમાં આકાશ સર્વત્ર વ્યાપ્ત છે, જ્યારે ધર્મ અને અધર્મ આ બે દ્રવ્યો લોકાકાશ જેટલા વિભાગમાં વ્યાપ્ત છે, અને તે બંને પણ અખંડ છે. આજના ગણિતશાસ્ત્રીઓ આકાશને એક અખંડિત ખંડ માને છે “space' શબ્દનો કોષમાં અર્થ પણ આ જ બતાવે છે. ધી સ્ટાન્ડર્ડ ઓકસફર્ડ ડિક્ષનેરીમાં આકાશની વ્યાખ્યા - “Continuous extension viewed with or without reference to the existance of objects within it” (તેની અંદરના પદાર્થના અસ્તિત્વના સંબંધ સહિત, અથવા સંબંધ વિના એક સતત વિસ્તાર). Page #124 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ધર્માસ્તિકાયને ગ્રીક તત્ત્વજ્ઞાનીઓ વિશ્વરચનામાં જરૂરી માનતા હતા :- ઈથરની માન્યતા : ૯૬ Anaxagoras એ તેના ગ્રંથ On Nature માં (ઈ.સ. પૂર્વે ૪૫૦)માં પશ્ચિમ વિશ્વમાં સૌપ્રથમ ગતિ માટે જરૂરી માધ્યમનો વિચાર પ્રસ્તાવિત કર્યો, અને તેને સર્વ પરિવર્તનનોનું કારણ કહ્યો. એરિસ્ટોટલે તેને ઈથર કહ્યું. ડૉ. જે. ડબલ્યુ મેલરના ગ્રંથમાં નીચે મુજબ છે. "Aristotle added a fifth element aether more divine than the others (earth, water, air & fire) and which pervaded all things and was in perptual motion. The ancient phillosphers also had a fifth element which in their system, was wrongly supposed to be a medium for propagating sound etc and which, in consequence had something in common with modern concept of an aether pervading all space" (Inorgainc & Theortical chemistry by J.W. Mellor) Vol. IP - 33 (એરિસ્ટોટેલે પાંચમું તત્ત્વ ઉમેર્યું જે બીજા (પાણી, પૃથ્વી, વાયુ, અગ્નિ) કરતાં વધુ અલૌકિક અને સર્વે વસ્તુમાં વ્યાપક હતું. નિત્યગતિમાં હતું. પ્રાચીન હિન્દુતત્ત્વજ્ઞાનીઓ પણ પાંચમું તત્ત્વ માનતા હતા. જે ખોટી રીતે શબ્દ ફેલાવવા માટેનું માધ્યમ તરીકે માનેલું, તેથી ઈથરના વિચારની સાથે સહિયારું થયું.) Huyghens એ ઈથરની માન્યતા સમજાવી છે. વજન રહિત પારદર્શક માધ્યમ, જે સંપૂર્ણ વિશ્વમાં વ્યાપ્ત છે. (The world in modern science page - 30) ભૌતિક માધ્યમમાં ઈથર પ્રવેશ પામેલું છે. જેવી રીતે વૃક્ષના પાંદડા હવાથી ઘેરાયેલા છે. ઘણે ભાગે તે જ રીતે સ્કંધોની આસપાસ ઈથર છે. વિજ્ઞાન ઈથરને અણુઓનું બનેલું માને તો, તેમને તે બે અણુઓની વચ્ચેનું ખાલી માધ્યમ પડે તેનો સ્વભાવ શું માનવો તે સમસ્યા આવી પડે છે. કારણ કે તે ખાલી જગ્યામાં આકાશ હોય, તેમ માનો, તો તે આકાશમાં ક્રિયા કેવી રીતે શક્ય બને ? શકય ન બને. માટે ઈથરને બિનઅણુમય અખંડસ્વરૂપનું માન્યું. વિજ્ઞાન ઈથરને અખંડ દ્રવ્ય માને છે. જૈન તત્ત્વજ્ઞાનમાં Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૮) સૂત્ર-પ-ત્રણ દ્રવ્યો, અખંડ અને એક છે. ધર્માસ્તિકાયને અખંડ દ્રવ્ય માન્યું છે, તેટલી સામ્યતા છે. પરંતુ તે બિનઆણ્વિક માને છે તેનું કારણ-ઈથરને આણ્વિક (અણુમય) માનવામાં બે અણુ વચ્ચે પડેલી જગાનો સ્વભાવ નક્કી કરવાની સમસ્યા છે. જૈન તત્ત્વજ્ઞાન મુજબ ધર્માસ્તિકાય અરૂપી દ્રવ્ય છે, અને અસંખ્યાત પ્રદેશ (અણુઓ)નું બનેલું છે. એ રીતે તે આવિક છે, પરંતુ એ પ્રદેશો એટલા સૂક્ષ્મ છે કે એક આંગળ (આશરે છ ઇચ) જેટલા ભાગમાં પણ અસંખ્યાત પ્રદેશ હોય છે. આટલી સૂક્ષ્મતા હોવાથી બે પ્રદેશો (અણુઓ) વચ્ચે જગા રહેવાની સંભાવના નથી. તેમ છતાં આ વસ્તુ સર્વજ્ઞકથિત છે એટલે શ્રદ્ધાગઓ જ માનવી જોઈએ. શ્રદ્ધગમ્ય વસ્તુમાં તર્ક કે પ્રયોગો નિર્ણાયક નથી: આ જગતમાં સઘળી બાબતો તર્ક કે પ્રયોગોથી સિદ્ધ થઈ શકતી નથી. અતીન્દ્રિય પદાર્થોના કેટલાક ગુણધર્મો તર્કથી વિરુદ્ધ પણ હોય છે. વળી તર્ક અને પ્રયોગો દ્વારા સિદ્ધ થતી વસ્તુને જ સત્ય માનવાનો, સ્વીકારવાનો, આગ્રહ રાખો તો, એક તર્ક દ્વારા જે વસ્તુ સિદ્ધ થાય તે જ વસ્તુને બીજા તર્ક દ્વારા ખોટી સિદ્ધ કરી શકાય છે. એક હેતુ દ્વારા જે સાધ્ય સિદ્ધ થયું હોય તેનો સાધ્યાભાવ, હેતુ જેવા જ જણાતા એવા બીજા, હેત્વાભાસ દ્વારા, સિદ્ધ કરાતો હોય છે. દ્રષ્ટાંતોમાં ક્યો હેતુ સુતર્ક છે અને કયો હેતુ કુતર્ક (હત્વાભાસ) છે, તે અલ્પજ્ઞાની દ્વારા નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. વિશેષજ્ઞાની જ તે તર્કના પૃથક્કરણ દ્વારા તેમાં દોષ પકડી શકે છે. આમ ખાલી તર્કોના વાદ-વિવાદ દ્વારા વસ્તુનો નિર્ણય થતો નથી. માટે જ કહ્યું કે, “તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પામે કોય.' કેટલાક આત્માનું અસ્તિત્વ, કે પરલોક, પુણ્ય-પાપ મોક્ષ વગેરેનું અસ્તિત્વ સ્વીકારતા નથી. તેઓ કહે છે આત્માને માન્યા વગર શું જગતના બધા વ્યવહાર અટકી જાય છે.? શું ખાધેલું પચતું નથી ? શું Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન - ભોગોમાં મજા આવતી નથી ? અને આત્મા વિગેરે હોય, તો કોઈને ચાંય દેખાયા છે ? આવા તર્કોના આધારે પુણ્ય - પાપ વિગેરે વાતો કપોલ કલ્પિત માને છે. પરંતુ તટસ્થતાપૂર્વક વિચારવામાં આવે તો, જેટલું દેખાય તેટલું જ માનો અને સ્વીકારો તો જગતનો વ્યવહાર પણ ચાલતો નથી. દૂધમાં ઘી, અને તલમાં તેલ, દેખાતું નથી, પણ ચોક્કસ પ્રક્રિયા દ્વારા તે પ્રાપ્ત થાય છે. માટે માનવામાં આવે છે, તેમ દેહમાં આત્મા છે. તેમ માનવું જોઈએ. મૃત્યુ પછીના શરીરની નિશ્ચેષ્ટતા અને જીવંત શરીરમાં વિશિષ્ટ કોટિની સક્રિયતા, ચેતન - આત્માનું અનુમાન કરાવે છે. જગતમાં જીવોના જુદા જુદા સ્વભાવ, બુદ્ધિ, રૂચિ, રોગીનિરોગીપણું, શ્રીમંત-ગરીબ, સાહેબ - નોકરપણું વિગેરે અઢળક વિવિધતાઓ, તે આત્માઓના પૂર્વના પુણ્ય - પાપને સિદ્ધ કરે છે. જીવોમાં જે વિવિધતાઓ દેખાય છે તે જોતાં, તેમજ જીવનમાં બનતી બીજી અનેક ધટનાઓમાં પ્રત્યક્ષ દેખાતા મહેનત-સંયોગો વિગેરે કારણો ઉપરાંત, કોઈ અદ્દશ્ય કારણ માન્યા વિના ચાલે એવું નથી. તે અદૃશ્ય કારણ તે આત્મા, અને તેની સાથે લાગેલ પુણ્ય-પાપ કર્મો. સર્વજ્ઞ કથિત પુણ્ય-પાપ, પરલોક, મોક્ષ વિગેરે જે શ્રદ્ધાગમ્ય છે, તે આ રીતે તર્કદ્વારા પણ સિદ્ધ છે. તેને માનવાથી બધુ સુવ્યવસ્થિત રીતે ઘટી શકે છે. ૯૮ જેવી રીતે અધ્યાત્મના વિષયમાં માત્ર તર્ક દ્વારા તત્ત્વનો નિર્ણય નથી થતો, તેવી રીતે ભૌતિકક્ષેત્રમાં પણ પ્રયોગ દ્વારા પરિપૂર્ણ જાણકારી પ્રાપ્ત થતી નથી. પૂર્વના પ્રયોગો દ્વારા જે સિદ્ધ થાય છે, તેને તેના પછીના પ્રયોગો, તેનાથી વિપરિત સિદ્ધ કરતા જોવાય છે. અથવા તો તેમાં સુધારા-વધારાને અવકાશ છે. આ રીતે વિજ્ઞાનના પ્રયોગો દ્વારા પણ અંતિમ સત્ય સુધી પહોંચી શકતું નથી. અંતિમ સત્ય તો સર્વજ્ઞના શાસ્ત્રોને અનુસરતા તર્કો દ્વારા જ સિદ્ધ થાય છે. માટે માત્ર તર્કવાદ અને પ્રયોગવાદથી બચીએ તેમાં જ આપણું શ્રેય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ (૧૯) સૂત્ર - ૬ :- ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે. (૧૯) સૂત્ર - ૬ :- ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે. 22 → ધર્મ, અધર્મ અને આકાશ આ ૩ દ્રવ્યો કાયમી સ્થિર અને નિષ્ક્રિય છે, તેમ છતાં તેમાં ત્રિપદી ઘટે છે. → એકલી સ્થિરતા વાસ્તવિક ન હોય, અને માત્ર પરિવર્તન પણ વાસ્તવિક ન હોય નિષ્ક્રિયાળિ ૬ ॥ સૂ-૬ ॥ અર્થ : ધર્મ, અધર્મ અને આકાશ નિષ્ક્રિય છે. એટલે કે તેઓ એક સ્થાનેથી બીજે સ્થાને ગતિ કરવા સમર્થ નથી. આ આાગાદેવ ધાંવીનિ નિષ્ક્રિયાળિ મવત્તિ (સ્વોપન્ન ભાષ્ય) ધર્મ, અધર્મ અને આકાશ જગતના ભૌતિક પદાર્થો અને જીવોને અનુક્રમે ગતિ કરવી, સ્થિર રહેવું અને જગા આપવાના કાર્યને બજાવે છે, પરંતુ સ્વયં કોઈ પદાર્થને ગતિ કરાવતા નથી. તેઓ ત્રણે નિષ્ક્રિય - તટસ્થ છે. જેમ જમીન, અથવા નિસરણી, સ્થિર (નિષ્ક્રિય) છે, પણ ઊભા રહેવામાં કે, ઉપર ચડવામાં સહાયક બને છે. તે રીતે આ ત્રણે દ્રવ્યો સમજવાના છે. ધર્માદિદ્રવ્યો પણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે ઃ પ્રકૃતસૂત્રની શ્રીસિદ્ધસેનગણિકૃત ટીકામાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે–જૈન સિદ્ધાંત મુજબ દ્રવ્યમાત્ર ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય (ઉત્પતિ, નાશ અને સ્થિતિના સ્વભાવ) યુક્ત જ હોય છે, તો અહીં નિષ્ક્રિય શા માટે જણાવ્યા ? ઉત્પત્તિ નાશની ક્રિયા તો તેમાં સ્વીકારેલી છે. દ્રવ્યમાત્રની તો તે વ્યાખ્યા defination છે. જો નિષ્ક્રિય કહેવા દ્વારા ઉત્પત્તિ નાશ ન માનો તો દ્રવ્યતા Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (દ્રવ્યની વ્યાખ્યા)ની હાનિ આવશે. તેના સમાધાનમાં ગ્રંથકાર જણાવે છે કે તે ત્રણે દ્રવ્યોમાં ઉત્પત્તિ, નાશ, અને સ્થિતિ ત્રણે સ્વભાવ રહેલા છે. તે આ મુજબ ઘટે છે. આકાશનું જગા આપવાનું કાર્ય છે. તેનું તે કાર્ય જગા લેનાર જીવ અને ભૌતિકદ્રવ્યો વિના વ્યક્ત (પ્રગટ) થતું નથી. એટલે કે, જીવાદિ જયારે આકાશમાં (અવગાહ) જગા લે છે, ત્યારે આકાશનું જગા આપવાનું કાર્ય (વ્યકત) પ્રગટપણે સંભવે છે. જીવાદિનો આકાશ સાથે સંયોગ માત્ર જ અવગાહ છે. સંયોગ એ, સંયોગ પામેલા, બે કે વધુ વસ્તુથી જ સંભવે છે. જેમકે બે અંગુલીનો સંયોગ. આ રીતે ચોક્કસ સ્થળ (આકાશ)માં જીવાદિને અવગાહન (જગા) આપવા રૂપે, તે આકાશમાં ઉત્પાદ ઘટશે. તે આ રીતે સમજાવી શકાય :- જે સ્થળ (આકાશ) પહેલા જગા આપવાનું કાર્ય કરતું ન હતું, તે સ્થળ (આકાશ) જ્યારે કોઈ જીવાદિ ત્યાં આકાશમાં) આવીને રહે ત્યારે, હવે તેને જગા આપવાનું કાર્ય કરે છે. આ રીતે તે સ્થળ (આકાશ) જે પૂર્વે જગા આપતું ન હતું કે, હવે જગા આપનાર તરીકે ઉદ્ભવ્યુ, તે રીતે બુદ્ધિથી કલ્પી શકાય છે. જો કે આકાશમાં કોઈ ફરક પડતો નથી. તે તો સ્થિર જ છે, અને તેનો જગા આપવાનો સ્વભાવ પણ બદલાયો નથી, પણ જે પહેલાં જગા આપવાનું કાર્ય પ્રગટપણે કરતું ન હતું કે, હવે જગા આપવાનું કાર્ય પ્રગટપણે કરે છે. આ સમજી શકાય છે. આ જ રીતે જીવ કે ભૌતિકદ્રવ્યો ત્યાંથી સ્થળાંતર કરે ત્યારે જગા આપવાના કાર્યનો નાશ થાય છે, (અથવા જયારે “જગા આપવા” તરીકે ઉદ્ભવ્યું ત્યારે જ “જગા નહિ આપવા તરીકે નાશ પામ્યું, આ રીતે કોઈપણ ઉત્પત્તિ સાથે તે જ ક્ષણે નાશ પણ અવશ્ય સંયુક્ત હોય છે.) આ રીતે તેમાં નાશ પણ સમજી શકાય - માની શકાય છે. એ બંને (જીવાદિએ આકાશમાં જગા લીધી અને તેને છોડી ગયા - સ્થળાંતર કરી ગયા બંને) અવસ્થામાં આકાશ તેના મૂળ સ્વરૂપે તો જેવું હતું તેવું જ છે, એટલે ધ્રૌવ્ય (સ્થિતિ-સ્થિરતા - એક સરખી સ્થિતિમાં રહેવાપણું) પણ ઘટે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૯) સૂત્ર - ૬ :- ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે. ૧૦૧ હજુ ફરી આગળ પ્રશ્ન કર્યો કે-જો ઉત્પત્તિ નાશની ક્રિયા ઘટશે તેમ કહો છો, તો પછી તેને નિષ્ક્રિય શા માટે કહ્યા ? તેનું સમાધાન આપતાં ગ્રંથકાર લખે છે કે क्रियेति गतिकर्माह सूत्रकारः पुद्गलजीववर्तिनी या विशेष क्रिया देशान्तरप्राप्ति लक्षणा, तस्याः प्रतिषेधोऽयम्, नोत्पादादिसामान्यक्रियायाः | અર્થ : ક્રિયા શબ્દથી ગતિક્રિયાને સૂત્રકાર કહેવા માગે છે- જે પુદ્ગલ અને જીવમાં રહેલી વિશેષ ક્રિયા, એટલે કે એકસ્થાનથી બીજે સ્થાન જવા રૂપ જે ક્રિયા, તે ક્રિયાનો અહીંયા (નિષ્ક્રિય કહેવા દ્વારા) નિષેધ સમજવો, પણ ઉત્પાદાદિ સામાન્ય ક્રિયાનો નિષેધ ન સમજવો. ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય, એ સર્વ સામાન્ય ક્રિયા છે. તે દરેક પદાર્થોમાં એક સમાન રીતે ઘટે છે. તે અસ્તિત્ત્વ માત્ર ધરાવતા દ્રવ્યમાં અવશ્ય હોય છે. તે વિના તે વાસ્તવિક દ્રવ્ય જ ન હોઈ શકે. આ દ્રવ્યની વ્યાખ્યા (સામાન્ય ગુણધર્મ) તત્ત્વજ્ઞાનની આગવી વિશેષતા છે. આ રીતે ધર્મ, અધર્મ અને આકાશમમાં પણ ઉત્પાદાદિ સામાન્યક્રિયા તો ઘટશે જ, પણ ગતિ કરવી વિગેરે વિશેષ ક્રિયા નહીં ઘટે. કારણ કે આકાશાદિ ત્રણ અનાદિકાળથી જ્યાં સ્થિત છે, ત્યાંથી એક પ્રદેશ જેટલું લેશ માત્ર પણ ચલાયમાન થતા નથી તેથી તે નિષ્ક્રિય છે. આકાશની જેમ ધર્મ અને અધર્મ દ્રવ્યમાં પણ ગતિસહાયકપણા અને સ્થિતિસહાયકપણા તરીકે ઉત્પત્તિ નાશ ઘટાવવો. બધા દ્રવ્યોમાં ત્રિપદી ઘટે છે : જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં જ ગતિ કરવાની ક્રિયા સંભવે છે. વિશ્વમાં જે કંઈ પણ સક્રિયતા છે, જે કંઈ પરિવર્તન છે, તે જીવ અને પુદ્ગલ બે દ્રવ્યોમાં જ છે. તે પરિવર્તન પણ જીવ અને પુદ્ગલની પરસ્પરની એકબીજાને આધારે, એકબીજાના સંયોગ સંયોજન એક રસપણાદિને કારણે જ સંભવે છે, સંસારી જીવ જ, પુદ્ગલ સાથે સંયોજન કરી જગતમાં પરિવર્તન લાવે છે. જયારે સિદ્ધના જીવો Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (પરમશુદ્ધ આત્મદશાને પામેલા સિદ્ધ પરમાત્માઓ) ગતિક્રિયા કે પુદ્ગલના સંયોજન વિગેરે પરિવર્તનની ક્રિયા કરતા નથી. તેથી તે આત્માઓ પણ આકાશાદિ જેમ નિષ્ક્રિય જાણવા. જો કે આ રીતે, પૌલિકક્રિયાની દૃષ્ટિએ નિષ્ક્રિય છે, તેમ છતાં પોતાના સ્વભાવગત અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ (જાણવું, જોવું, અને આત્મસુખ ને માણવું આવા પ્રકારની આત્માની મૂળસ્વભાવગત ક્રિયામાં) આંતરિક રીતે સતત સક્રિય રીતે કાર્યશીલ છે. તે રીતે સંસારી જીવ, કે સિદ્ધિગિતના જીવો, અને સધળા દ્રવ્યોમાં, ઉત્પત્તિ, નાશ, અને સ્થિતિ, સતત ચાલ્યા કરે છે. વસ્તુમાત્ર મૂળઆંતરિકરૂપે સ્થિર હોવા છતાં બાહ્યસ્વરૂપથી પરિવર્તનશીલ છે, તે રીતે જૈન તત્ત્વજ્ઞાનમાં સ્વીકાર્યું છે. એકલી સ્થિરતા વાસ્તવિક ન હોય, અને માત્ર પરિવર્તન પણ વાસ્તવિક ન હોય – (પૃ. ૬૦, ૨૩, ૩૫૮) એકલી સ્થિરતા-નિષ્ક્રિયતા - માનો તો જગતમાં પરિવર્તન વિવિધતા ઘટશે જ નહિ. બધું સ્થિર-સજજડ માનવું પડશે. અને એકલું પરિવર્તન જ માનો તો અવ્યવસ્થા આવીને ઊભી રહેશે. કારણ પરિવર્તનનો કોઈ એક આધાર શું? દરેક પરિવર્તનોનો એક સ્થિર આધાર હોય, તો જ પરિવર્તનમાં ચોક્કસ નિયંત્રણ હોય, નહિ તો અનિયંત્રિત પરિવર્તનમાં અવ્યવસ્થા સિવાય કંઈ નહોય, પરંતુ સૃષ્ટિમાં નિશ્ચિત વ્યવસ્થા વર્તે છે. બાજરીના બીજમાંથી બાજરીનો જ અંકુરો, બાજરીનો જ છોડ, બાજરીના જડીંડવા દાણા, અને તે મુજબના જ લોટ, રોટલા વિગેરે થાય છે : અંકુરો, છોડ અને ડીડવા આદિ પરિવર્તનો છે. તે સઘળા બાજરીના મૂળ સ્વભાવને અનુસરતા જ હોય છે. લાકડામાંથી લોખંડની ખુરશી ન થાય, પુગલના સધળા પરિવર્તનો પુદ્ગલના જ ગુણધર્મને અનુસરે. મોબાઈલ, કૉપ્યુટર, કે યંત્રમાનવ, આખરે પુદ્ગલના જ ગુણધર્મને અનુસરે છે. તે ચૈતન્યગુણના પ્રકારમાં નથી. તેને પોતાને ખબર નથી કે મારામાં શું જ્ઞાન છે. જ્યારે આત્મામાં જ્ઞાનાદિ ગુણો Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ (૧૯) સૂત્ર - ૬૯- ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે. ચૈતન્ય સ્વરૂપે છે. જીવના ગમે તેટલા પરિવર્તનો થાય પણ (આત્માના જ્ઞાનાદિગુણો નાશ પામતા નથી.) જ્ઞાનાદિ ચેતના ગુણો શાશ્વત છે. જે વનસ્પતિ જીવની નિકૃષ્ટ અવસ્થામાં પણ તેની ક્રિયાઓ દ્વારા અલ્પમાત્રામાં પણ જીવંત જણાઈ આવે છે. એ જ આત્મા, પુદ્ગલના સંગથી મુક્ત થતાં, પૂર્ણજ્ઞાનગુણને વિકસાવી શકે છે. આ રીતે એકલો નાશ, કે એકલી સ્થિરતા, સંભવી શકે જ નહિ. વ્યવસ્થા જ ન ચાલે. એક સ્થિર આધારમાં જ ઉત્પત્તિ નાશ થયા કરે. તે માટે એક રમુજી કાલ્પનિક દ્રષ્ટાંત જોઈએ. એક કુંભાર હતો, દિવસરાત જાતજાતના વાસણો બનાવે પણ તેને અસંતોષ હતો કે-મારા બનાવેલા સુંદર વાસણો ભાંગી કેમ જાય છે? તે જોઈ તેનું દિલ તૂટી જતું. તેણે સાધના કરી, દેવપાસે પોતાના વાસણો ન તૂટે તેવું વરદાન માગ્યું. દેવે પાછળથી પસ્તાવું ન પડે માટે ખૂબ વિચારવા કહ્યું, પણ કુંભારે ખાત્રી પૂર્વક કહ્યું – “મારે તેવું વરદાન જોઈએ, એ માટે હું કદી પસ્તાઈશ નહિ” દેવે વરદાન આપ્યું. એક વાસણ બનાવી કુંભારે પછાડી જોયું, તૂટ્યું નહીં. તે તો રાજીનોરેડ થઈ ગયો. લોકો પણ તેના વાસણની માંગ કરવા લાગ્યા, તેના વાસણો ચપોચપ વેચાવા લાગ્યા, કુંભાર ખૂબ આનંદ પણ પામ્યો, અને ધનવાન બની ગયો. પરંતુ સમય જતાં વાસણોની માંગ એકદમ ઘટી ગઈ. કારણ હવે વાસણો તૂટતાં ન હતા. કુંભારની કમાણી ઘટી ગઈ. ઘર જ ન ચાલે એટલે ગમે તેવો માણસ ચિંતામાં મૂકાઈ જાય. ફરી તેણે અધિક સાધના કરી, દેવ પ્રત્યક્ષ થયા. તે બે હાથ જોડી રડી પડ્યો. વરદાન પાછું ખેંચી લેવા આજીજી કરી. જે હતું એ જ બરાબર હતું, તેમાં મેં ખોટો ફેરફાર કરાવ્યો. હવે કદી જે છે તેમાં ફેરફાર નહીં કરાવવાના વચન સાથે દેવે વરદાન પાછું ખેંચ્યું અને કુંભારનો ઘર સંસાર વ્યવસ્થિત ચાલવા લાગ્યો. આ તો કાલ્પનિક વાત છે, પણ જૈનતત્ત્વજ્ઞાન મુજબ માત્ર સ્થિરતા વાસ્તવિક નહોય, એમ એકલું પરિવર્તન પણ વાસ્તવિક નહોય. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૨૦) સૂત્ર - ૭ અને ૮:- અસંખ્ય અને અનંત > અસંખ્ય અને અનંત વિગેરેના ભેદોના પ્રમાણને સમજવા માટેનું દૃષ્ટાંત असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥७॥ जीवस्य च ॥८॥ અર્થ : ધર્મ, અને અધર્મદ્રવ્યના પ્રત્યેકના અસંખ્ય પ્રદેશો હોય છે. (૭) જીવના પણ તેટલા જ પ્રદેશો છે. (૮) આ પ્રદેશો લોકાકાશના પ્રદેશોની સમાન છે. આ જ વાત શ્રી સ્થાનાંગસૂત્ર આગમમાં કહી છે. चतारि पएसग्गेणं तुल्ला असंखेज्जा पण्णत्ता तं जहा धम्मत्थिकाए, અધમ્મસ્થા , તો તે પણ નીવે (શ્રી સ્થાનાંગ સૂત્ર - ૪-૩-૩૩૪) અર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાશ અને એકજીવ, આ ચારેયના પ્રદેશો તુલ્ય છે અને અસંખ્ય છે. અનંત આકાશની મળે જે લોકાકાશરૂપી વિશ્વ રહેલું છે, તે લોકાકાશમાં ધર્મ અને અધર્મ સમવ્યાપક છે. બીજા શબ્દોમાં કહીએ તો જેટલો વિસ્તાર લોકાકાશનો છે, તે જ વિસ્તારમાં તેટલો જ વિસ્તાર, ધર્મ અને અધર્મનો છે. આપણે પૂર્વે જોયું તે મુજબ, આ જ કારણે લોકકાશમાં જ જીવ અને પુદ્ગલોની સ્થિતિ અને ગતિ છે. તેની બહાર માત્ર આકાશ સિવાય કંઈ નથી. ધર્મ અને અધર્મ અને લોકાકાશ સમવ્યાપક છે. ત્રણેયના પ્રદેશો (અવિભાજય અંતિમ કણો) સમાન છે. એક જીવના પ્રદેશોપણ તેટલા જ છે, પણ તે પ્રદેશો પોત પોતાના શરીર જેટલા વિસ્તારમાં જ સંકોચાઈને, એકબીજામાં પ્રવેશ પામીને રહેલા છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ (૨૦) સૂત્ર - ૭ અને ૮:- અસંખ્ય અને અનંત અસંખ્ય અને અનંતનો વિચાર ઉત્કૃષ્ટ સંખ્યાતનું સ્વરૂપઃ હવે અહીં પ્રશ્ન થાય કે અસંખ્ય પ્રદેશ કહ્યા તેનું પ્રમાણ કેટલું? આનો સાદો અર્થ એ થાય કે જે સંખ્યાથી ગણી ન શકાય તે અસંખ્ય. પરંતુ ફરી પ્રશ્ન થાય કે તેનું કોઈ નિશ્ચિત પ્રમાણ છે કે નહિ? જૈન તત્ત્વજ્ઞાનમાં અસંખ્ય અને અનંત વિગેરે સંખ્યાના જે ભેદો પાડેલા છે. તેના પ્રમાણને આંકડાની મર્યાદાથી સમજાવી શકાય તેમ નથી, માટે કેટલીક ઉપમા દ્વારા સમજાવવામાં આવ્યા છે. જેના દ્વારા તેના પ્રમાણ (જથ્થો (quantites)નો કંઈક અંશે આપણને અંદાજ આવે. શ્રી લોકપ્રકાશ ગ્રંથ સર્ગ - ૧ ના આધારે સંખ્યાના ભેદોનું વર્ણન જોઈએ. સંખ્યાના મૂળ ૩ ભેદ છે. [૧] સંખ્યાત – ૩ પેટાભેદ રિ અસંખ્યાત +૯ પેટાભેદ ૩િ) અનંત – ૯ પેટાભેદ આ રીતે ૩+૯+૯ = ૨૧ પેટાભેદ છે. તે જોઈએ [૧] સંખ્યાત (Numberable) ઃ તેના ૩ પેટાભેદ. (૧) જઘન્ય સંખ્યાત, (૨) મધ્યમ સંખ્યાત, અને (૩) ઉત્કૃષ્ટ સંખ્યાત [૧] (૧) જઘન્ય સંખ્યાત – ૨ની સંખ્યા (૧, ને સંખ્યાની ગણતરીમાં લીધી નથી) [૧] (૨) મધ્યમ સંખ્યાત - ૩થી માંડીને ઉત્કૃષ્ટ સંખ્યાત (૩જા ભેદનું જે પ્રમાણ આવે તે)માંથી એક ઓછું, ત્યાં સુધીનું :-તે મધ્યમ સંખ્યાત કહેવાય છે. એટલે કે તેના અનેક ભેદ થશે. ૩,૪,૫,૬,૭... વિગેરે [૧] (૩) ઉત્કૃષ્ટ સંખ્યાત - ચાર પ્યાલા અને સરસવના દ્રષ્ટાંતથી જે પ્રમાણ આવે, તે નિશ્ચિત પ્રમાણ. તે આ (ચાર પ્યાલા અને સરસવના) દ્રષ્ટાંતની કલ્પનાને સમજવા આપણે વિસ્તૃત વર્ણન સમજવું પડશે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ૧(૩) ઉત્કૃષ્ટસંખ્યાતનું સ્વરૂપ સમજવા ૪પ્યાલાનું દૃષ્ટાંત જૈિનશાસ્ત્રોમાં યોજનના ત્રણ પ્રકારના માપ છે, તેમાંથી અહીં મહાયોજન મુજબ યોજનનું માપ લેવાનું છે. ૧ મહાયોજન = ૩૨૦૦ માઈલ. (કિ.મી.ની ગણતરી મુજબ આશરે પ૨૦૦ કિ.મી. થાય.)]. વર્ણન : ૧ લાખ યોજનના (વ્યાસવાળા, એટલે કે, જંબુદ્વીપ જેટલા) લાંબા, પહોળા, અને તે મુજબના ઘેરાવા(પરિધિ)વાળા, અને ૧૦૦૦ યોજન ઉંડા એવા ચાર પ્યાલા (વાસ્તવમાં ૩૨૦૦ લાખ માઈલ ગોળાકાર અને ૩૨ લાખ માઈલ ઊંડી વિશાળ ખાઈ જ બનશે)ની કલ્પના કરવી. એ ચારે પ્રત્યેક પ્યાલાને ૮ યોજન ઉંચી જગતી (દિવાલ કે કિલ્લો) જાણવી, અને તેની ઉપર પણ બે કોશ (= ૪ માઈલ=યોજન) ઊંચી વેદિકા સમજવી (ટૂંકમાં ૧૦૦૮ યોજન ઊંચાઈનો પ્યાલો સમજવો) આ ચાર પ્યાલાના અનુક્રમે (૧) અનવસ્થિત (૨) શલાક (૩) પ્રતિશલાક અને (૪) મહાશલાક, એમ ચાર નામ આ વર્ણન માટે યાદ રાખવા. હવે સૌ પ્રથમ (૧) અનવસ્થિત પ્યાલામાં શિખા સુધી સરસવના દાણા છલોછલ ભરવા. હવે એવી કલ્પના કરો કે કોઈ દેવ વિશાળ શરીર ધારણ કરી આ પ્યાલા (વિશાળ ખાઈ)ને ડાબા હાથમાં ઉપાડી તેમાંનો એકકણ જમણા હાથે જંબુદ્વીમાં ફેંકે છે, બીજકણ લવણ સમુદ્રમાં ફેંકે છે. ત્રીજો કણ ધાતકી ખંડમાં ફેંકે છે અને ચોથો કાલોદધિ સમુદ્રમાં, ૧. હવે અહીં એટલું ખાસ જાણી લો કે જંબુદ્વીપની પૃથ્વી ૧ લાખ યોજનના માપવાળી થાળી જેવા ગોળાકારે છે. તેની ફરતે વલયાકારે ૨ લાખ યોજનનો લવણસમુદ્ર છે. એટલે કે તે જંબુદ્વીપને ચારે બાજુથી ૨ લાખ યોજનાના વિસ્તારથી વીંટળાઈને રહેલો છે. તેની ફરતે વલયાકારે ધાતકીખંડની પૃથ્વી ૪ લાખ યોજન ચારેબાજુથી વીંટળાઈને રહેલી છે. આ રીતે આગળ ૧ દ્વીપ અને તે પછી એક સમુદ્ર, એ ક્રમે રહેલા છે, અને તે સઘળા, પોતાની પૂર્વના દ્વીપ કે સમુદ્ર કરતાં ડબલ માપના છે. તેવા અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. તેથી થાળી જેવો ગોળ ૧લો જંબુદ્વીપ ૧ લાખ, તે પછી વલયાકાર લવણસમુદ્ર ૨ લાખ, એમ આગળ ૪,૮, ૧૬,૩૨,૬૪ લાખ એમ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ (૨૦) સૂત્ર - ૭ અને ૮:- અસંખ્ય અને અનંત, એવી રીતે ફેંકતા ફેંકતા જે દ્વીપ, કે જે સમુદ્રમાં આ પ્યાલો ખાલી થાય.' એ દ્વીપ કે સમુદ્ર જેવડો ફરીને પ્યાલો કલ્પો એ પ્યાલામાં પૂર્વની જેમ સરસવ ભરવા અને ફરી એમાંનો એક એક કણ આગળના દ્વીપ સુમદ્રમાં ફેંકતા જવું. આમ બીજી વખત પણ પ્યાલો જ્યારે ખાલી થાય ત્યારે (પૂર્વે જે ચાર પ્યાલા કલ્પેલા તેમાંનો બીજો પ્યાલો). (૨) “શલાક નામનો છે, તેમાં એંધાણ (સાક્ષી)તરીકે એક સરસવનો દાણો નાખવો. આવી રીતે આ પ્રક્રિયા વારંવાર કરતાં દરેક વારે જ્યારે જ્યારે (૧) અનવસ્થિત પ્યાલો ખાલી થાય તે દરેકવારે, સાક્ષી તરીકે (૨) ડબલ માપના સમજવા, જે આગળ જતાં કરોડો, અબજો અને સંખ્યાતીત માપના હશે. એતો સમજાઈ ગયું હશે કે, વચ્ચેનો પ્રથમ જંબુદ્વીપ જ, થાળી જેવો ગોળ છે. બાકીનાં સઘળા એક પછી એક, સમુદ્ર અને દ્વીપ, સઘળા વલયાકારના જ થશે. ૧. વિચારો કે, ૧ લાખ યોજન (૩૨SOલાખ માઈલ) પહોળા અને ૧૦૦૦ યોજન (=૩રલાખ માઈલ) ઉંડા પ્યાલામાં કેટલા સરસવ આવે? તેટલા બધા સરસવ એક એક દ્વીપ – સમુદ્રમાં, એક એક નાખતા નાખતાં જેમાં ખાલી થાય તે દ્વીપ કે સમુદ્ર આવે, તે કેટલો બધો પહોળો હશે? હવે તેના જેટલો પ્યાલો કલ્પવાનો છે. તેની પણ ઉંડાઈ તો પૂર્વની જેમ ૧૦00 યોજન જ સમજવી. ૨. તમને અહીં થશે કે આટલા બધા સરસવ નાખતાં નાખતાં, દ્વિીપ સમુદ્રો ઓછા નહિ પડે? એટલે કે પૂરા નહિ થઈ જાય? તો ચિંતા ન કરો, દ્વીપ સમુદ્રો, આ આખી પ્રક્રિયા પૂરી થશે તેથી પણ વધુ છે. ૩. કહેવાનો આશય એ છે કે-પહેલા પ્યાલાનું નામ અનવસ્થિત (અનિયત માપવાળો)-એવું નામ આપ્યું હતું. એટલે કે તે પ્યાલો વારંવાર ભરીને ખાલી કરતા જવાનું છે, પણ દરેક વખતે તેનું માપ બદલાતું રહેવાનું છે – વધતું જ રહેવાનું છે. (જયારે પહેલીવાર ભર્યો ત્યારે ૧ લાખ યોજન હતો, તે પછી ભરીને જે દ્વીપ કે સમુદ્રમાં ખાલી થયો, તે દ્વીપ કે સમુદ્ર જેટલું માપ થશે, જે અનેકગણું મોટું હશે. બીજી વખતમાં તે માપ જેટલો પ્યાલો કલ્પીને સરસવથી ભરવાનો છે. અને ત્યાંથી આગળ આગળના દ્વીપ સમુદ્રમાં તે સરસવ ખાલી કરવાના છે. વળી જયાં ખાલી થાય તેટલું માપ કલ્પવાનું છે. આ રીતે આ પ્રક્રિયામાં તે પહેલા પ્યાલાનું માપ વારંવાર બદલાતું રહે છે.) એટલે તેનું યથાર્થ, ‘અનવસ્થિત', નામ આપ્યું છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન શલાક પ્યાલામાં માત્ર એક જ સરસવનો દાણો નાખવાનો છે. આ રીતે અનવસ્થિત પ્યાલો વારંવાર ભરાતાં અને ખાલી થતાં, (૨) શલાકા (બીજો) પ્યાલો પણ સાક્ષીરૂપ કણવડે ભરાઈ જાય ત્યારે, ત્યાં ફરી તે છેલ્લા કણવાળા દ્વિીપ સમુદ્રથી આગળના દ્વીપ સમુદ્રમાં દાણાઓ “શલાકા’માંથી નાંખતા જવા, એમ કરતાં (૨) શલાકા પ્યાલો પણ ખાલી થાય ત્યારે. સરસવનો એક કણ સાક્ષી તરીકે (ત્રીજા) પ્રતિશલાકા પ્યાલામાં નાંખવો. પછી વળી એ પૂર્ણ ભરેલા અનવસ્થિત પ્યાલાને ઉપાડીને શલાકાના છેલ્લા કણવાળા દ્વીપ કે સમુદ્રથી આગળના દ્વીપસમુદ્રોમાં કણો નાંખવા. અહીં એટલું બરાબર સમજશો કે વારંવાર (૧) “અનવસ્થિતપ્યાલો ભરાતાં અને ખાલી થતાં પૂર્વની પેઠે (૨) શલાકા પ્યાલો ભરાય છે. વળી પૂર્વની પેઠે (૨) શલાકા પ્યાલાને ઉપાડીને ભરીને તેની આગળ આગળના દ્વીપ-સમુદ્રમાં ખાલી કરીને તેના સાક્ષી રૂપે કણો ત્રીજા પ્રતિશલાક પ્યાલામાં નખાય છે. આ (૩) પ્રતિશલાક પ્યાલો પણ જયારે શિખા એટલે શગ સુધી ભરાઈ જાય એટલે (૧) “અનવસ્થિત અને (૨) “શલાકા” બેઉ પોતાની મેળે જ ભરેલા રાખી મૂકવા, કેમકે એના સાક્ષી રૂપે કણ શામાં નાખવા? “શલાકામાં સાક્ષી રૂપ નાખેલા કણો ભરેલા છે. અને નાખવાનું અન્ય સ્થાન નથી. તેમ પહેલા અનવસ્થિત'ના સાક્ષી રૂપ કણને નાખવાનું અન્ય સ્થાન નથી. પછી (૩) પ્રતિશલાકને ઉપાડીને પૂર્વ પ્રમાણે એમાંથી સરસવના કણોને આગળ આગળના દ્વિીપસમુદ્રોમાં ફેંકવા. એમ કરતાં જયારે એ આખો ખાલી થાય ત્યારે એના સાક્ષીભૂત પ્રત્યેક કણને (૪) ચોથા “મહાશલાક’ પ્યાલામાં નાખવા, પછી (૨) શલાક ઉપાડીને એના સરસવોને એની આગળના દ્વીપ-સમુદ્રોમાં નાખીને અને સાક્ષી કણોને (૩) પ્રતિશલાક પ્યાલામાં નાખવા પછી અનુક્રમે વૃદ્ધિ પામતા વિસ્તારવાળા (૧) “અનવસ્થિત' પ્યાલાને ઉપાડીને એના કણોને આગળ - આગળના દ્વીપ-સમુદ્રોમાં ફેંકવા. પૂર્વની પેઠે એના સાક્ષીરૂપ કણથી “શલાક પ્યાલો ભરાઈ જશે, એને Page #137 -------------------------------------------------------------------------- ________________ (૨૦) સૂત્ર-૭ અને ૮-અસંખ્ય અને અનંત ૧૦૯ પણ અગાઉની જેમ વારંવાર ખાલી કરીને અને સાક્ષી કણો વડે ત્રીજો પ્યાલો ભરવો, અને પૂર્વોકત રીતીએ ખાલી કરતા એના સાક્ષી કણોથી (૪) “મહાશલાક પ્યાલો પણ શગ સુધી ભરાઈ જાય છે. આમ ઉત્તરોત્તર વારંવાર સાક્ષી કણોને નાખીને પ્યાલાઓ ભરાતાં, હવે તે બધાને રાખવાનું સ્થાન નહિ રહેવાથી ચારે પ્યાલા ભરેલા રહ્યા. એ સર્વે જાણે દિફકન્યાઓના રાખવાના ડાબલા હોય એવા સુંદર શોભી રહે છે. આ વખતે અનવસ્થિત પ્યાલાનું માન એ છેલ્લી વખતે ખાલી થયો હોય ત્યારે જેટલું હતું, તેટલું રહે છે. બીજા ત્રણેના માન પૂર્વવત્ હોય છે. હવે એ ચારે પ્યાલાના દાણાઓને તેમજ પૂર્વે ફેંકેલા દ્વીપ - સમુદ્રોમાંના દાણાઓને એકઠા કરીને કોઈ અવકાશ સ્થળે એક મોટો ઢગલો કરવો, પછી આ ઢગલામાંથી એક કણ ઓછો કરવો એ એક કણજૂન ઢગલાનું નામ પ્રમાણ) “ઉત્કૃષ્ટ સંખ્યાત” થાય. એમ જિનપ્રભુનું કહેવું છે. (શ્રી લોકપ્રકાશ સર્ગ-૧ના આધારે) રામચંદ્રજીના સમયમાં જૈનધર્મ વિદ્યમાન હતો અને જૈનોના વીસમા તીર્થકર ભગવાન મુનિસુવ્રત રાજગૃહના રાજકુમાર અને રામચંદ્રજીથી મોટી ઉંમરના સમકાલીન રામચંદ્રજીના પૂર્વ પુરુષ હતા અને સ્વયં રામચંદ્રજીની જેમ જ એમનું અસ્તિત્વ વાસ્તવિક હતું એ વિષે બિલકુલ શંકા રહેતી નથી. ઉપરાંત મુનિસુવ્રતના સમયમાં વશ ઔદ્યોપરિષ્કાર રાજાના દરબારમાં એવી ગરમાગરમ ચર્ચા થયેલી કે વૈદિક યજ્ઞોમાં પશુઓની કે વનસ્પતિના ઉત્પાદનોની આહુતિ આપવી જોઈએ કે નહિ? છેવટેવસુરાજાએ પશુના બલિની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો અને ત્યાર પછી આ ભયંકર પ્રથા શરૂ થઈ. જૈન અને બ્રાહ્મણ પ્રણાલિકાઓ એ બંનેમાં વસુની વાર્તા વ્યવહારિક રીતે એક સરખી છે, એ એની સચ્ચાઈની પ્રતિતી કરાવે છે. (રામાયણ બાલકાંડ) બાકીના તીર્થકરોમાં ઋષભ-પ્રથમ, અજિતનાથ-દ્વિતીય અને સુપાર્શ્વ-સાતમા એમ એમના વેદોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. (રાધાકૃષ્ણન-ભારતીય તત્ત્વજ્ઞાન) Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સૂત્ર - ૭ અને ૮ :- સંખ્યાના ૨૧ પ્રકાર - જૈન તત્ત્વજ્ઞાનના સંખ્યાના પ્રકારો સુવિશાળ વિશ્વને માપવાની ફૂટપટ્ટી છે. – ૧ સેકંડના સમય = ૪થું અસંખ્યાત x ૫૮૨૫. સંખ્યાના - ૨૧ પ્રકાર (असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥७॥ जीवस्य च ॥८) [૧] સંખ્યાત - (Numberable) ૩ પ્રકાર (૧) જઘન્ય સંખ્યા :- (ર) (૨) મધ્યમ સંખ્યા :- (૩, અને તે પછીની સઘળી સંખ્યાઓ) (૩) ઉત્કૃષ્ટ સંખ્યા :- ત્રણ પ્યાલાના દૃષ્ટાંતની કલ્પનાથી (પૃ. ૧૦૬થી ૧૦૯) સમજાવ્યું તેટલું સુવિશાળ પ્રમાણ (So very much quantity) [૨] અસંખ્યાત - (Unnumberable) ૯ પ્રકાર (૧) ૧લું અસંખ્યાત = જઘન્ય, પીત્ત, અસંખ્યાત (૨) રજું અસંખ્યાત = મધ્યમ, પરીત્ત, અસંખ્યાત (૩) ૩જું અસંખ્યાત = ઉત્કૃષ્ટ, પરીત્ત, અસંખ્યાત (૪) ૪થું અસંખ્યાત = જઘન્ય, યુક્ત, અસંખ્યાત (૫) પમું અસંખ્યાત = મધ્યમ, યુક્ત, અસંખ્યાત (૬) હું અસંખ્યાત = ઉત્કૃષ્ટ, યુક્ત, અસંખ્યાત (૭) ૭મું અસંખ્યાત = જઘન્ય, અસંખ્ય, અસંખ્યાત (૮) ૮મું અસંખ્યાત = મધ્યમ, અસંખ્ય, અસંખ્યાત (૯) ૯મું અસંખ્યાત = ઉત્કૃષ્ટ, અસંખ્ય, અસંખ્યાત Page #139 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સૂત્ર - ૭ અને ૮ :- સંખ્યાના ૨૧ પ્રકાર (દરેકના પ્રમાણની સમજ નીચે આપેલ વિસ્તૃત વિવેચનથી સમજાશે.) [ ૩ ] અનંત - (Infintite) ૯ પ્રકાર (૧) ૧લું અનંત = જઘન્ય, પરીત્ત, અનંત (૨) ૨જુ અનંત = મધ્યમ, પરીત્ત, અનંત (૩) ૩જું અનંત = ઉત્કૃષ્ટ, પરીત્ત, અનંત (૪) ૪થું અનંત = જધન્ય, યુક્ત, અનંત (૫) ૫મું અનંત = મધ્યમ, યુક્ત, અનંત (૬) ૬ઠ્ઠું અનંત = ઉત્કૃષ્ટ, યુક્ત, અનંત (૭) ૭મું અનંત = જઘન્ય, અનંત, અનંત (૮) ૮મું અનંત = મધ્યમ, અનંત, અનંત (૯) ૯મું અનંત = ઉત્કૃષ્ટ, અનંત, અનંત (દરેકના પ્રમાણની સમજ નીચે આપેલા વિસ્તૃત વિવેચનથી સમજાશે.) [૧] સંખ્યાત :- (Numberable) ૩ ભેદ ૧૧૧ પૃ. ૧૦૬થી ૧૦૯ ઉપર વિસ્તૃત વિવેચનથી સમજાવ્યા છે. હવે તેના આધારે જ, અસંખ્યાતના ૯ અને અનંતના ૯, ભેદ સમજીએ. [ ૨ ] અસંખ્યાત :- (Unnumberable) તેના ૯ પેટા ભેદ છે. નામ યાદ રાખવાની સહેલી રીત : સૌ પ્રથમ ‘પરીત્ત’ ‘યુક્ત’ અને ‘અસંખ્ય’ ત્રણ ભેદ (પ્રકાર) કરી, તે દરેકના ‘જઘન્ય’ ‘મધ્યમ’ અને ‘ઉત્કૃષ્ટ' એમ ત્રણ ભેદ (પ્રકાર) કરવા. તેથી કુલ ૯ પેટાભેદ થશે. આ ૯ પેટા ભેદ ઉપ૨ કોઠામાં બતાવ્યા છે. આ નવેય ભેદો (પ્રકારો)ને તેના પારિભાષિક અને વિસ્તૃત શબ્દો દ્વારા બોલવા લખવામાં લંબાણ ન થાય માટે તેને ટૂંકમાં ૧લું અસંખ્યાત, ૨જુ અસંખ્યાત એમ ક્રમસર ઓળખાવાય છે. (જુઓ કોઠો પૃ. ૧૧૦) Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન નવભેદોનું પ્રમાણ સમજવા વિવેચનઃ હવે તે નવે ય ભેદો (પ્રકારો)નું પ્રમાણ કેટલું? તે સમજીએ. ૧લું અસંખ્યાત = પૂર્વે વર્ણન કરેલ પ્યાલાની ઉપમા દ્વારા સરસવના જથ્થાનું જે પ્રમાણ આવ્યું હતું તે આ, ૧લું અસંખ્યાત સમજવું. અથવા બીજી રીતે કહીએ તો ઉત્કૃષ્ટ સંખ્યામાં ૧ ઉમેરો એટલે ૧લું અસંખ્યાત આવે. ૪થું અસંખ્યાત = તે ૧લું અસંખ્યાત જે આવે તેને અભ્યાસગુણિત કરો એટલે ૪થું અસંખ્યાત આવે. ૭મું અસંખ્યાત = અને તેને (૪થા અસંખ્યાતને) પણ અભ્યાસગુણિત કરો એટલે ૭મું અસંખ્યાત આવે. ૯મું અસંખ્યાત = તે (૭મા)ને પણ અભ્યાસગુણિત કરો (એટલે ૧લું અનંત આવે.) તેમાંથી ૧ ઓછો કરો એટલે, ૯મું અસંખ્યાત આવે. અભ્યાસગુણિતનો અર્થઃ જે સંખ્યા હોય તેને, તે જ સંખ્યા વડે, તેટલીવાર, ગુણાકાર કરવામાં આવે તેને અભ્યાસગુણિત કહેવાય છે. દા.ત. પાંચનો આંકડો લ્યો. પાંચને, પાંચ વડે, પાંચ વખત, ગુણાકાર કરો (૫૫) તે અભ્યાસગુણિત કહેવાય. પ૪પ૪પ૪પ૪૫ = ૩૧૨૫ થશે. એટલે કે, પનો અભ્યાસગુણિત = ૩૧૨૫ થાય. હવે અહીં જોઈએ તો, ૧લા અસંખ્યાતમાં સરસવના ઢગલામાં જેટલા સરસવ હોય તેટલા (મુખ્ય ઢગલા જેવડા) જુદા જુદા બીજા ઢગલાઓ કરીને, તેઓને પરસ્પર ગુણવાથી જે સંખ્યા આવે તે ૪થું અસંખ્યાત થશે. અને તે રીતે ૭મું અસંખ્યાત, અને ૧લું અનંત આવશે. આ રીતે જોતાં હવે નવેય ભેદોના પ્રમાણને નીચે મુજબ બરાબર સમજી શકાશે. Page #141 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સૂત્ર - ૭ અને ૮ :- સંખ્યાના ૨૧ પ્રકાર ૯ પ્રકારના અસંખ્યાત સંક્ષિપ્તમાં : ૧લું અસંખ્યાત = ઉત્કૃષ્ટ સંખ્યાત + ૧ (Fix Amount or Fix Digit) ૨જુ અસંખ્યાત = ૧લા અને ૩જા અસંખ્યાત વચ્ચેનું સર્વ પ્રમાણ જેના અસંખ્ય પ્રકારો થશે. (Variable Amount) ૧૧૩ ૩જું અસંખ્યાત = ૪થું અસંખ્યાત – (minus) ૧ (F.A.) ૪થું અસંખ્યાત = ૧લું અસંખ્યાત x અભ્યાસગુણિત (F.A.) (૧ આવલિમાં આટલા સમયો હોય છે. આવલિ’ એ જૈન તત્ત્વજ્ઞાનમાં નિશ્ચિત (ચોક્કસપ્રમાણના) કાળનું પારિભાષિક નામ છે. આજના કાળના માપ મુજબની ૧ સેકંડમાં આવી ૫૮૨૫થી કંઈક અધિક ‘આવલિ' થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, ૪થા અસંખ્યાતના પ્રમાણ કરતા ૫૮૨૫ ગણા જેટલા સમયો ૧ સેકંડમાં હોય છે. આજના વિજ્ઞાને ૧ સેકંડના ૧૦ કરોડમા ભાગથી પણ અધિક નાનો કાળખંડ શોધ્યો છે. તેના કરતાં અનેક ઘણો નાનો આ (આવલિકા) કાળખંડ છે. (આ અંગે વિશેષ કાળના વર્ણનમાં જુઓ લેખ ૬૧ પૃ.૩૬૦) ૫મું અસંખ્યાત = ૪થા અને ૬ઠ્ઠા અસંખ્યાત વચ્ચેનું પ્રમાણ જેના અસંખ્ય પ્રકારો થશે. (V.A.) ૬ઠ્ઠું અસંખ્યાત = ૭મું અસંખ્યાત—૧ (F.A.) ૭મું અસંખ્યાત = ૪થું અસંખ્યાત x અભ્યાસગુણિત (F.A.) ૮મું અસંખ્યાત = ૭મું અને મું અસંખ્યાત વચ્ચેનું પ્રમાણ, જેના અસંખ્ય પ્રકારો થશે. (V.A.) ૯મું અસંખ્યાત = ૧લું અનંત−૧ (F.A.) [ 3 ] અનંત (Infinite) : સંખ્યાનો આ ત્રીજો મુખ્ય ભેદ છે. તેના નવ પેટા ભેદ છે. અસંખ્યાતની જેમ તેના પહેલા ૨ ભેદ ‘પરીત્ત’ ‘યુક્ત’, અને ત્રીજો ભેદ ‘અનંત’ ગણવો. અને આ ત્રણેયના દરેકના જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એમ ૩ ભેદ સમજવા. આ રીતે ૩ × 3 = નવ ભેદ (પ્રકા૨) થશે. (જુઓ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કોઠો પૃ. ૧૧૧) આ દરેક પ્રકારોના સંક્ષિપ્ત નામ અને પ્રમાણ પણ પૂર્વના અસંખ્યાતાના પ્રકારોની જેમ જ છે. તે આ રીતે. ૯ પ્રકારના અનંત, સંક્ષિપ્તમાં : ૧લું અનંત = ૭મું અસંખ્યાત x અભ્યાસગુણિત. (F.A.) રજું અનંત = ૧૯ અનંત અને ૩જું અનંતની વચ્ચેનું સર્વપ્રમાણ. જેના અનંતા પ્રકાર થશે. (V.A.) ૩જું અનંત = ૯મું અસંખ્યાત x અભ્યાસગુણિત. (F.A.) ૪થું અનંત = ૩જું અનંત + ૧ (F.A.) પણું અનંત = ૪થું અનંત અને ૬ઠ્ઠ અનંત વચ્ચેનું સર્વપ્રમાણ. જેના અનંત પ્રકાર થશે. (V.A.) ક્હ્યું અનંત = ૩જું અનંત x અભ્યાસગુણિત (F.A.) X ૭મું અનંત = ૬ઠ્ઠું અનંત + ૧ (F.A.) ૮મું અનંત = ૭મા અનંતથી અધિક હોય, તે સઘળું ૮મું અનંત. (V.A.) તેના પણ અનંત પ્રકાર થશે. નિગોદના જીવો, જગતના સર્વજીવો અને સર્વકાળ વિગેરે ૮મે અનંતે છે. ૯મું અનંત = તે પ્રરૂપણા માત્ર (માત્ર જણાવવા પૂરતું જ) છે. જગતમાં કોઈ ચીજ ૯મા અનંતે નથી. સંખ્યાના આ ૨૧ પ્રકારો ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરતાં સહજ સમજી શકાશે કે, જઘન્ય સંખ્યાત (૨નો આંકડો), ઉત્કૃષ્ટ સંખ્યાત. આ બે પ્રકાર તેમજ ૧લું, ૩જું, ૪થું, ૬ઠ્ઠું, ૭મું અને ૯મું અસંખ્યાત, એમ કુલ આઠ પ્રકારો. અને (૯મા સિવાય) તે જ આંકડાવાળું (૧૯, ૩જુ, ૪થુ, દૃઢુ અને ૭મું) અનંત, એ ૫ પ્રકાર. એ સર્વે મળી (એટલે કે સંખ્યાતના ૨ પ્રકાર, અસંખ્યાતના-૬ પ્રકાર, અને Page #143 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સૂત્ર - ૭ અને ૮:- સંખ્યાના ૨૧ પ્રકાર ૧૧૫ અનંતના-પપ્રકાર, આ રીતે ર+૯+૫૨)૧૩પ્રકારનું એક ચોક્કસ નિશ્ચિત પ્રમાણ (Fix Amount $ Fix Digit) 24192. અને મધ્યમ સંખ્યાત, તેમજ ૨, ૫, ૮મું અસંખ્યાત ૨, ૫, ૮ અનંત, આ પ્રકારોમાં, અનેક પ્રકારો (Variable Amount) આવશે. તેમજ આ સાત પ્રકારો, દરેક તેના પૂર્વના પ્રકારના પ્રમાણ કરતાં, અસંખ્ય ગુણ, અને અનંતગુણ થશે અને છેલ્લો (૨૧મો, ૧ પ્રકાર) તો પ્રરૂપણા માત્ર જ છે. તેટલા અનંતપ્રમાણ વાળી જગતમાં કોઈ વસ્તુ નથી. જૈન તત્ત્વજ્ઞાનમાં જણાવેલા સંખ્યાના આ પ્રકારો શબ્દોની મર્યાદામાં જેટલું વધુમાં વધુ સમજાવી શકાય તેટલી પૂરેપૂરી સમજ આપતું સુંદર નિરૂપણ છે. ખરેખર લોકનું ગણિત, કે આધુનિક વિજ્ઞાનનું ગણિત, જ્યાં પૂરું થાય છે ત્યાં જૈન તત્ત્વજ્ઞાનનું ગણિત શરૂ થાય છે ! અહીં જણાવેલા સંખ્યાતના ૩, અસંખ્યાતના ૯, અને અનંતના ૯, એ રીતે કુલ સંખ્યાના ૨૧ પ્રકાર બતાવ્યા. બીજી રીતે પણ સંખ્યાના પ્રકારો બતાવેલ છે. તે પ્રકારોને પલ્યોપમ અને સાગરોપમ કહેવાય છે. મનુષ્ય, દેવ, નરકાદિજીવોના સુદીર્ઘ આયુષ્યો માપવા માટે પલ્યોપમ અને “સાગરોપમના માપનો ઉપયોગ થાય છે. તેનું પ્રમાણ બુદ્ધિમાં લાવવા માટે બીજી રીતે ઉપમા દ્વારા તેને સમજાવવામાં આવ્યું છે. (જુઓ પૃ૩૫૮) જો કે, તે સર્વપ્રકારોનો સમાવેશ ૯ પ્રકારના અસંખ્યાતમાં થઈ જશે. તેથી સંખ્યાના સંભવિત સર્વપ્રકારોનું ખૂબ વ્યાપકપણે બતાવતું આ પ્રરૂપણ છે. ભવિ, અભવિજીવો, શ્રીસિદ્ધિગતિના જીવો આદિ અને પૃથ્વીકાય આદિ જુદી જુદી યોનિઓમાં કેટલા પ્રમાણમાં જીવો છે. તેનો આ માપથી અમુક અંશે આપણને ખ્યાલ આવી શકે છે. અતિસુવિશાળ વિશ્વને અને તેની અંતર્ગત ત્રણેલોકના ક્ષેત્રોના વિસ્તાર, તેઓ વચ્ચેના અંતર, જીવોના પ્રમાણ આયુષ્ય આદિને માપવા માટે આ સંખ્યાના પ્રકારો એ અદ્ભત ફૂટપટ્ટી છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૨૨) સૂત્ર-૯ અને ૧૦:- સર્વ આકાશ અને પુદ્ગલ અનંત છે > સર્વ આકાશના અનંત પ્રદેશો છે. -પ્રદેશ (Elementry cell) ની વ્યાખ્યા. - આધુનિક વિજ્ઞાન ઘનીભૂત પુગલોને Matter અને વિખરાયેલા પુગલોને Energy (ઉર્જા, શક્તિ) કહે છે. - અનંત પરમાણુંઓનો બનેલો સ્કંધ જ (molecule) દેશ્ય બને છે. બાકીના હંમેશાં અદશ્ય હોય છે. વાસસ્થાનત્તા: Ital संख्येयासंख्येयाश्च पुद्गलानाम् ॥१०॥ અર્થ - સર્વ આકાશના અનંતા પ્રદેશો છે. (૯) પુદ્ગલ દ્રવ્યના | પ્રદેશો સંખ્ય, અસંખ્ય અને અનંત છે. (૧૦) આ સૂત્રના સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવ્યું છે કે તોફાનોરચાનક્તા:પ્રવેશ: (અર્થ :- લોક અને અલોકના આકાશના સર્વે મળીને અનંતા પ્રદેશ થાય છે.) સર્વ આકાશના અનંતપ્રદેશ છે. પ્રદેશની વ્યાખ્યા - પ્રદેશ, એટલે કોઈપણ પદાર્થનો અવિભાજ્ય (નાનામાં નાનો-છેલ્લામાં છેલ્લો કણ elementry cell જેના હવે આગળ બે વિભાગ ન થઈ શકે તેવો) અંશ. પુદ્ગલ (ભૌતિક) પદાર્થમાં તે અવિભાજય અંશ (સ્કંધ સાથે જોડાયેલો ન હોય તેવો છૂટો-સ્વતંત્ર) પરમાણું હોય છે. ધર્મ, અધર્મ, આકાશ Page #145 -------------------------------------------------------------------------- ________________ (૨૨) સૂત્ર-૯ અને ૧૦ઃ- સર્વ આકાશ અને પુદ્ગલ અનંત છે ૧૧૭ અને જીવ, એ ચારેય અનાદિકાલીન અખંડદ્રવ્ય છે. તે દરેકનો, જે અવિભાજ્ય અંશ (સ્કંધ સાથે જોડાયેલો, સ્કંધબદ્ધ) હોય, તેને પ્રદેશ કહેવાય છે. આકાશના આવા અનંત પ્રદેશ હોય છે. તેથી કહેવાનું તાત્પર્ય એ થયું કે, સર્વ આકાશ તેના અવિભાજ્ય અંશ એવા અનંતા પ્રદેશો મળીને બનેલું છે. લોકાકાશના અસંખ્ય પ્રદેશનું બનેલું છે. લોકાકાશની પછી પણ સર્વત્ર જે આકાશ છે, તેને અલોકાકાશ કહેવાય છે, તે અનંત છે. અનંત યોજનના વિસ્તારવાળું છે. તાત્પર્ય એ કે, તેનો અંત નથી. ધર્મ, અધર્મ અને જીવ, એ ત્રણેય પણ લોકાકાશ જેટલા જ અસંખ્ય પ્રદેશવાળા છે. આધુનિક ગણિતશાસ્ત્રમાં અનંતને દર્શાવવા (Infinite) આવા ચિહ્નવડે દર્શાવાય છે. પણ અનંત એટલે કેટલું ? તેના કોઈ પ્રકારો અને તેનું કોઈ નામાંકન, કે તેના જથ્થાનું પ્રમાણ કેટલું ? તે બાબતમાં વિશેષવિગતો નથી. જૈન તત્ત્વજ્ઞાન તેના ભેદ-પ્રભેદ સહિત તેના પ્રમાણ (જથ્થા)ની સાચી સમજ આપે છે. સઘળા જીવો, સઘળા પરમાણુંઓ, ધર્મ, અધર્મ, આકાશ અને સર્વજીવોના પ્રદેશો, તેઓની જુદી જુદી અવસ્થાઓ, ભૂત, વર્તમાન, અને ભવિષ્યકાળના સમયો, આ સઘળું એકઠું કરો તે સર્વે ૮મા અનંતમાં (પૃ. ૧૧૪) સમાઈ જાય છે. પુદ્ગલના પ્રદેશ ઃ સર્વ આકાશના અનંત પ્રદેશો છે, તેમ જણાવી હવે પછીના દશમા સૂત્રમાં પુદ્ગલના પ્રદેશો કેટલા હોય ? તે અંગે જણાવ્યું કે પુદ્ગલ દ્રવ્યના પ્રદેશો સંખ્ય પણ હોય, અસંખ્ય પણ હોય, અને અનંતપણ હોય. અનંત પરમાણુંઓનો બનેલો સ્કંધ (molecule) જ દૃશ્ય હોય છે. બાકીના સ્કંધો હંમેશાં અદેશ્ય (સૂક્ષ્મપરિણામી) જ હોય છે. ઃ પુદ્ગલ (ભૌતિક) પદાર્થ આ જગતમાં ખૂબ જ પરિવર્તન પામતો પદાર્થ છે. આ વિશ્વમાં પુદ્ગલ પદાર્થની જેટલી વિવિધતાઓ દેખાય છે Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન તે સઘળા પદાર્થો-સોનું, ચાંદી આદિ ધાતુઓ, માટી, પથ્થર, રેતી આદિ સર્વે પૃથ્વીના પ્રકારો, હવા, પાણી આદિ સર્વે પૌદ્ગલિક (ભૌતિક) પદાર્થોનો (અંતિમ પ્રારંભિક) કણ (elementry Particle) સૂક્ષ્મ પરમાણું છે. જૈન તત્ત્વજ્ઞાન મુજબ તે સૂક્ષ્મ પરમાણું એક જ પ્રકારનો છે, અને તે સર્વે કુલ અનંત પ્રમાણવાળા છે. આ સૂક્ષ્મપરમાણુઓ (પ્રદેશો) એક, બે આદિથી માંડી સંખ્યાત, અસંખ્યાત, અને અનંતની સંખ્યામાં જોડાઈને પુદ્ગલના સ્કંધો (molecules) બને છે. અનંત પરમાણુંઓનો બનેલો સ્કંધ હોય, તે જ દશ્ય બની શકે છે. બાકીના સંખ્યાત, અસંખ્યાત, પરમાણુંઓના બનેલા સ્કંધો હંમેશા અદેશ્ય (સૂક્ષ્મ પરિણામી) જ હોય છે. પુદ્ગલપદાર્થ ચાર પ્રકારનો હોય છે. ૧. સ્કંધ ૨. સ્કંધ દેશ ૩. સ્કંધ પ્રદેશ અને ૪. પરમાણું. આ ચાર પ્રકારનો પુદ્ગલાસ્તિકાય જાણવો. પુદ્ગલ પદાર્થનો કોઈપણ અખંડ ભાગ. દા.ત. પથ્થરનો, લાકડાનો, ઈંટ આદિનો છૂટો સ્વતંત્ર ટૂકડો તે “પુદ્ગલ સ્કંધ' કહેવાશે. તેનો કોઈપણ નાનો કે મોટો જોડાયેલો વિભાગ તેને સ્કંધદેશ કહેવાશે. દા.ત. તે પથ્થરનો અડધો, ૪થો વિગેરે વિભાગ, જે તેના અંતિમ કણ સિવાયનો હોય, તે કોઈપણ વિભાગ તે અંધદેશ. સ્કંધદેશ, સ્કંધની સાથે જોડાયેલો છે, છૂટો પડેલો નથી, તેથી બુદ્ધિથી કલ્પેલો છે. હવે સ્કંધપ્રદેશ = સ્કંધ, કે સ્કંધદેશની સાથે જોડાયેલો જે અંતિમ કણ (તેનો અંતિમ અવિભાજ્ય અંશ), તે “સ્કંધપ્રદેશ' કહેવાય છે. હવે તે જોડાયેલો અંતિમકણ જ્યારે છૂટો પડી સ્વતંત્ર બને, એટલે તે જ (સ્કંધ પ્રદેશ) પરમાણુ તરીકે કહેવાય છે. તેથી હવે સમજી શકાશે કે, સ્કંધપ્રદેશ અને પરમાણુ, બંને એક જ છે. બંનેમાં વિશેષતાએ છે કે, પરમાણું જો સ્કંધ સાથે જોડાયેલો હોય તો, તે (સ્કંધ) પ્રદેશ તરીકે ઓળખવાય છે, અને તે Page #147 -------------------------------------------------------------------------- ________________ (૨૨) સૂત્ર-૯ અને ૧૦:- સર્વ આકાશ અને પુદ્ગલ અનંત છે ૧૧૯ જ પ્રદેશ, જો છૂટો સ્વતંત્ર હોય તો, તે જ પરમાણું તરીકે ઓળખાવાય છે. આકાશ એ અનાદિકાલીન (કાયમી) અખંડ દ્રવ્ય છે, માટે તેના અવિભાજ્ય અંશ રૂપ જે પ્રદેશો છે, તે ક્યારેય છૂટા પડતા નથી. તે કારણથી આકાશનો પ્રદેશ'-એવો જ શબ્દ પ્રયોગ થાય છે. પરમાણું આવો પ્રયોગ થતો નથી. જ્યારે પુગલનો પ્રદેશ અને પરમાણું એમ બંને શબ્દ પ્રયોગ થાય છે. ઘનીભૂત પુદ્ગલ એ Mater, અને વિખરાયેલા પુદ્ગલ એ Energy, ઉર્જા - આધુનિક વિજ્ઞાન મુજબ પુદ્ગલના મુખ્ય બે વિભાગ છે. (૧) પ્રત્યક્ષ-દશ્ય અને (૨) અપ્રત્યક્ષ-અદશ્ય. પ્રત્યક્ષને Matter (massજથ્થો) કહે છે. અપ્રત્યક્ષને Energy- ઉર્જા કહે છે. Mater, Molecule અને atom ધરાવે છે. atomએ, પ્રોટોન, ઇલેકટ્રોન, ન્યુટ્રોન, અને તેઓના સંયોગોનો સમૂહ એ, છે. પ્રોફે. આઈન્સ્ટાઈને વિશ્વમાં ઇલેકટ્રોનની સંખ્યા ૧૨૯૪૧૦૭ હોવાનું અનુમાન કર્યું છે. (જો કે આ પણ સંખ્યાત જ છે.) વળી વિજ્ઞાન મુજબ કેટલાક તારાઓ એવા છે કે તેઓ જે પદાર્થમાંથી બન્યા છે તે પદાર્થ પૃથ્વીની ભારેમાં ભારે ધાતુ કરતાં ૨૦OO ઘણી ભારે છે. આધુનિક વિજ્ઞાન મુજબ પુદ્ગલનો જથ્થો આ રીતે અત્યંત ઘનીભૂત થઈ ઘણા વજનવાળો પણ થઈ શકે છે, અને તેના અણું વિખરાઈને ઘણા વિસ્તૃત પણ બને છે. નાનું બળતણનું કણ વિશાળ ધુમાડાના કદને બનાવે છે. પાણીનું વરાળમાં રૂપાંતર થાય ત્યારે પાણી કરતાં ૧૭૦૦ ગણું વધારે કદ રોકે છે. પુષ્પની પરાગ જે ઘનીભૂત હોય છે. જે સુગંધ તરીકે ફેલાઈને વિશાળ કદ રોકે છે. આ સઘળી ચીજો પુલના પ્રદેશો સંખ્યાત, અસંખ્યાત, કે અનંત પણ હોય. એ બાબતને સૂચવનારા છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૨૩) સૂત્ર-૧૧ :- વિજ્ઞાનનો પરમાણું - Quark > અણુંથી નાનું કંઈ નથી. - વિજ્ઞાનનો પરમાણુ Quark ક્લાર્ક > Elementry Particles માટેની વિજ્ઞાનની શોધ જૈન તત્ત્વજ્ઞાનના વ્યવહારિક પરમાણું સુધી પણ ન પહોંચી શકે. - સૂક્ષ્માતિસૂક્ષ્મ કર્મપુદ્ગલોનું, વિશ્વમાં વ્યાપક સામ્રાજ્ય છે. – કર્મના પ્રભાવથી પણ સર્વોપરીપ્રભાવ આજ્ઞાનો છે. નાળો: આશા. અર્થ:- અણુના પરિણામી કારણ હોય તેવા દ્રવ્યરૂપ પ્રદેશો હોતા નથી. મો: પ્રવેશ ન મન્તિ (સ્વોપજ્ઞભાષ્ય સૂ.૧૧) નદિ મોઃ મન્ચીયાન અન્યઃ ગતિ (સર્વાર્થસિદ્ધિ સૂ.૧૧) અણુંથી નાનું કંઈ નથી - પુદ્ગલનો અદેશ્ય પ્રારંભિક ઘટક (કણ) અણુ હોય છે. જગતમાં તેનાથી નાનો બીજો કોઈ પદાર્થ નથી. અણુના પોતાના કોઈ વિભાગો નથી. તે એક આકાશપ્રદેશને રોકે છે. તે સ્વયં આકાશપ્રદેશ (space point)ની વ્યાખ્યાને અનુસરે છે. (જુઓ પૃ-૫૧) તાત્પર્ય કે આકાશપ્રદેશની વ્યાખ્યા એક પરમાણુંએ રોકેલી જગ્યા દ્વારા નક્કી કરાય છે. ElementryParticleની વિજ્ઞાનની શોધ વ્યાવહારિક પરમાણું સુધી પણ ન પહોંચી શકેઃ વર્તમાન વિજ્ઞાન જેને અણું (atom) કહે છે, તે વાસ્તવમાં અણુ નથી Page #149 -------------------------------------------------------------------------- ________________ (૨૩) સૂત્ર-૧૧ :- વિજ્ઞાનનો પરમાણું - Quark ૧૨૧ પણ અનેક અણુઓનો સ્કંધ (Molecule) છે. આ વસ્તુ તેમના બયાનો જ સિદ્ધ કરી આપે છે. તેઓ મુજબ પદાર્થનો અણું, એટમના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે તેની ફરતે જુદી જુદી ભ્રમણ કક્ષામાં પરિક્રમણ કરતા, ઇલેકટ્રોન, તેમજ અન્ય કણોના સમૂહથી બનેલો છે. વિજ્ઞાનનો પરમાણું Quark (કવાર્ક) વર્તમાન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રીઓ આગળ આ સળગતા પ્રશ્નો છે : (૧) વસ્તુઓ વાસ્તવમાં શાની બનેલી છે ? (૨) અંતિમ પાયાના ટુકડા (ભૌતિક પદાર્થના મૂળ ઘટક cell) સુધી આપણે પહોંચ્યા છીએ ? તેના જવાબ માટે અમેરિકામાં ઘણા વિસ્તૃત અને ખર્ચાળ પ્રયોગો હાથ ધરવામાં આવ્યા. અણુના કેન્દ્રમાંથી આવિર્ભૂત થતા કણો આશ્ચર્યકારક રીતે વધતા જ ગયા. તેમાંના કેટલાક Electron, Neutron, Poins, Up, Down Muons, Charm, Strange a, Tay, Gluons, Top, Bottom વિગેરે તેમ જ Bosons, Gravitons વિગેરે તેમ જ તેના પ્રતિકણો. MATTER ELECTRON NUCLEUS PROTON QUARKS = ની કે લો ATOM પદાર્થના કણની આસપાસ ચિત્ર બતાવે છે કે કોઈ પણ વસ્તુનો ટુકડો અનેક અણુઓથી બનેલો છે. દરેક અણુ કેન્દ્રમાં, પ્રોટોન વિગેરે કણો અને આસપાસ પરિક્રમણ કરતા ઇલેકટ્રોન ધરાવે છે. પ્રોટોનના પણ આગળ વધુ ટુકડા થઈ શકે છે. પ્રોટોનને, અત્યંત ગતિમાં રહેલા પ્રોટોન અને, ઇલેકટ્રોનના અસ્રો વડે તોડવામાં આવ્યા તો જણાયું કે, વાસ્તવમાં તેઓ પણ નાના કણોના બનેલા છે. ભૌતિકશાસ્ત્રી Murray Gell Mann (નોબલ પ્રોઇઝ વિજેતા Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈન તત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ૧૯૬૯) એ તેને “Quark” (ક્લાર્ક) નામ આપ્યું. આ ક્લાર્કની પણ અનેક જાતિઓ છે. ૧૮ એપ્રિલ ૧૯૯૦ The Time (U.S.A.) ના અહેવાલ મુજબ તેના (કવાર્કના) પણ ટુકડા કરવા શક્ય બન્યા છે, પરંતુ તેને નિરખવા સમર્થ થઈ શક્યા નથી. Elementry Particles ના અભ્યાસ માટે Texasમાં દુનિયાનું સૌથી મોટું ઉપકરણ છે (૧૮ સપ્ટે.૯૨ Times of India'માં “Superconducting Super collider’ના શીર્ષક તળેના અહેવાલ મુજબ) બાવન માઈલના બોગદામાં પ્રકાશની ગતિવાળા અણુશસ્ત્રો વડે ક્લાર્કને તોડવાની યોજના બનાવાઈ હતી, જોકે તે યોજના સફળ ન થતાં મુલતવી રહી હતી. (The time USA નવે. ૧૯૯૩ મુજબ) એક માન્યતા મુજબ બોટમક્વાર્થ માનેલો છે. તે એક પીકોસેકન્ડ (૧ સેકંડના ૧૦ હજારમાં ભાગના અબજમા ભાગ જેટલો કાળ) સુધી જીવંત રહ્યો. આ સઘળી વસ્તુ, અણુના કોઈ પ્રદેશ હોતા નથી તે વાત તરફ દોરી જતા સંકેતો છે. આપણે પૂર્વે વ્યાવહારિક પરમાણું અને નૈશ્ચયિક પરમાણુંની વ્યાખ્યા જોઈ. (જુઓ પૃ-૪૪) તે જૈન તત્ત્વજ્ઞાનની સૂક્ષ્માતિસૂમ વસ્તુને વર્ણવવાની ક્ષમતાને સૂચવે છે. વ્યાવહારિક પરમાણુ સુધી પણ પ્રયોગો દ્વારા કયારેય ન પહોંચી શકાય. કારણકે તે વ્યાવહારિક પરમાણુંની વ્યાખ્યામાં જ જણાવ્યું છે કે તીવ્ર શસ્ત્રવડે પણ તેના બે ભાગ થઈ શકે નહિ. આ રીતે જોતાં Elementry Particles માટેની વિજ્ઞાનની શોધ વ્યાવહારિક પરમાણું સુધી પણ પહોંચવા સક્ષમ ન થઈ શકે. ઇલેક્ટ્રોન, પ્રોટોનના પણ નાના કણો (Quark) છે, અને તેને પણ તોડી શકાય છે. તે આ વસ્તુને બતાવે છે. સૂમથી માંડી વિશાળ કોઈપણ પુદ્ગલપદાર્થમાં, વર્ણાદિ-૪ ગુણો અવશ્ય હોય જ: નૈશ્ચયિક પરમાણુ અતિસૂક્ષ્મ છે. વ્યાવહારિક પરમાણું તેવા Page #151 -------------------------------------------------------------------------- ________________ (૨૩) સૂત્ર-૧૧ - વિજ્ઞાનનો પરમાણું - Quark ૧૨૩ અનંતા નૈશ્ચયિક પરમાણુઓના સંયોજનથી બનેલો છે. તો પણ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. જે આંખથી દેખી શકાય (વર્ણ), કાનથી સાંભળી શકાય (શબ્દ), જીભથી સ્વાદ જાણી શકાય (રસ), નાકથી સુંઘી શકાય (ગંધ), અને શરીરના સ્પર્શથી જાણી શકાય (સ્પર્શ), તેને જ ઇન્દ્રિય ગ્રાહા કહેવાય છે. વળી અતિસંવેદનશીલ યાત્રિક સાધનો કે શસ્ત્રધારા પણ વ્યાવહારિક પરમાણું ગ્રાહ્ય ન બની શકે. આ રીતે બંને પ્રકારના પરમાણુઓ, તેમજ બીજા પણ ઘણા અનંતપરમાણુના સ્કંધો એવા હોય છે, જે ઇન્દ્રિય દ્વારા જાણી શકાતા નથી. તેનો અર્થ એવો નથી કે તેઓમાં વર્ણ, ગંધ આદિ નથી. સૂક્ષ્મથી માંડી વિશાળ કોઈપણ પુદ્ગલ (ભૌતિક) પદાર્થ માત્રમાં વર્ણાદિ-૪ અવશ્ય હોય જ છે. તે વર્ણાદિ અત્યંત ઓછા અંશમાં હોય તો ઇન્દ્રિયથી જણાતા નથી. જગતના દરેક પરમાણુઓ, અને સ્કંધોમાં વર્ણાદિ ૪નું અંશપ્રમાણ પદ્ગણ હાનિવૃદ્ધિ દ્વારા વધઘટ થયા કરે છે. ઈન્દ્રિય ગ્રાહ્ય ન થઈ શકે તેટલા અંશે રહેલા વર્ણાદિ હોય તો ઇન્દ્રિયગ્રાહ્ય ન પણ થાય. વળી વર્ણાદિ ૪માંથી કોઈપણ એક, બે, આદિ કોઈ ઇન્દ્રિયથી જણાય, અને બીજા ન જણાય તો પણ, ચારે અવશ્ય હોય જ છે. અલ્પ અંશમાં કે અનુત્કટ હોવાથી તે તે ઇન્દ્રિય દ્વારા ન જણાય દા.ત. વાયુમાં સ્પર્શ જણાય છે. વર્ણ આંખથી જણાતો નથી, કારણ કે તે અલ્પ અંશમાં હોય છે. પુષ્પાદિમાંથી આવતી સુગંધના પુદ્ગલોમાં ગંધગુણ સિવાયના, બીજા વર્ષાદિગુણો અલ્પ માત્રમાં હોય છે, તેથી આંખથી દેખાતા નથી. પાણી અને વરાળનો વર્ણ દેખાય છે, પણ વિખરાઈ જાય પછી નથી દેખાતો. ઘરના ઓરડામાં રહેલી હવામાં ઝીણાં રજકણો હોય છે. જે સામાન્યથી દેખાતા નથી પરંતુ ઉપરના નળીયામાંથી આવતા તીવ્રપ્રકાશમાં પ્રકાશિત થવાથી દેખાય છે. આપણે જે ગંધ પારખી નથી શકતા તે કૂતરા પારખી શકે છે. ચોરના પગલામાં તેના ગયા પછી પણ હજુ ગંધ છે માટે જ તે પારખી શકે છે. તેની ગંધ ગ્રાહક ઈન્દ્રિય સતેજ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન તાત્પર્ય કે, ઇન્દ્રિયથી પારખી શકાય કે, વિજ્ઞાનના તીવ્ર સંવેદનશીલ સાધનો પકડી શકે, તેટલો જ પુગલ પદાર્થ હોય તેવો નિયમ નથી. આપણે જોયું કે જૈન તત્ત્વજ્ઞાન મુજબ સર્વ પરમાણુઓ, અને ઘણા સ્કંધો, અને તેના વર્ણાદિ પણ, ક્યારેય ઇન્દ્રિગ્રાહ્ય થઈ શકતા નથી. કેટલાક અનુત્કટ હોવાથી જણાતા નથી. અવસ્થા બદલાવાથી ઉત્કટ થાય તો જણાય છે. તે ઘણા જથ્થામાં ભેગા મળે અને તેના વર્ણાદિ અધિક અંશવાળા હોય તો જ ઇન્દ્રિય ગ્રાહ્ય બની શકે છે. (પૃ. ૨૮૯) જગતના દશ્યમાન સર્વે પદાર્થો સૂક્ષ્મ પરમાણુંઓના સંયોજનથી જ બનેલા છે. સઘળા સૂક્ષ્મ પરમાણુઓ એક સમાન હોવા છતાં તેમના સંયોજન થવાની વિવિધ પદ્ધતિઓને કારણે પદાર્થોમાં વિવિધતા જણાય છે. સર્જનહાર અણુ છે! સૂક્ષ્માતિસૂક્ષ્મ કર્મવર્ગણાના પુગલોનું વિશ્વમાં અનાદિકાલીન વ્યાપક સામ્રાજ્ય છે - જો કે બીજી રીતે જોવા જઈએ તો નાના એવા અણુની તાકાત સૌથી મોટી છે. જગતના બધા પદાર્થોનો પાયાનો કણ અણુ, જો સાથ ન આપે તો પદાર્થનું સર્જન જ ન થાય. ખરેખર સૃષ્ટિના સર્જનહાર અણુ જ છે ! મેરુપર્વતની મહાનતા પણ અણુને જ આભારી છે અણુઓ જો છૂટા પડવા માંડે તો મોટામાં મોટા પણ સ્કંધનું અસ્તિત્વ જ જોખમાઈ જાય. મેરુપર્વત શાશ્વત છે તે છૂટા પડવા છતાં અણુંઓ નવા જોડાયા કરે છે, માટે જ ને? જો સઘળા અણુઓ એક સાથે છૂટા પડી જાય તો મેરુને પણ વિખેરી નાખવાની તાકાત, જે કોઈમાં નથી, તે અણુમાં છે. પોતે માનેલા અણુમાંથી વર્તમાન વિજ્ઞાન કેટલી ઉર્જા પેદા કરે છે? આખુ જગત ચમત્કૃત થઈ જાય તેવી અઢળક શોધો પણ અણુના સિદ્ધાંતોને જ આભારી છે. મચ્છર કહેવાય નાનો પણ મસમોટા હાથીને પણ પરેશાન કરી મૂકે છે. અણુબોંબથી આજે વિશ્વ ભયમાં છે. પુદ્ગલ પદાર્થની વિશ્વની સઘળી રચનાઓને સમાવી લેતી ૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ (૨૩) સૂત્ર-૧૧-વિજ્ઞાનનો પરમાણું - Quark ૧૨૫ વર્ગણાઓમાં સૌથી છેલ્લી અને સૂક્ષ્માતિસૂક્ષ્મ (નાની) વર્ગણા, કર્મના અણુઓની છે. તેનું તો અનાદિકાલીન આખા વિશ્વ ઉપર વ્યાપક સામ્રાજ્ય છે. અનંત ચૈતન્યશક્તિના માલિક એવા આત્માને, જડ એવા સૌથી નાના ગણાતા કર્મના અણુંએ, કેવો રાંકડો બનાવી દીધો છે ? અનંત નિગોદમાં આત્માને સબડાવી વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ કેટલો નચાવે છે? આ પ્રભાવ કર્મના અણુઓનો જ છે ને ? સૂકમની તાકાત ઘણી છે. અતિસૂક્ષ્મ પરમાણું એક સમયમાં ૧૪ રાજલોક (વિશ્વ)ના આ છેડેથી પેલે છેડે ગતિ કરવા સમર્થ છે. પ્રકાશની ગતિ કરતાં પરમાણુંની આ ગતિ કઈ અસંખ્ય ગુણી છે. કર્મના પ્રભાવથી પણ સર્વોપરી, આજ્ઞાનો પ્રભાવ-આજ્ઞાની સૂક્ષ્મતાકાત - પરંતુ અણુના સામર્થ્ય પાછળ રહસ્ય રહેલું છે. અણુઓ જો પરસ્પર એકબીજાની સાથે મેળ સાધી સંયુજિત થાય, તો જ તે સર્જન કરવા સમર્થ બને. એકલો અટૂલો છૂટો પરમાણું નકામો અને શક્તિહીન છે. આવા છૂટા-એકલા-સ્વતંત્ર અણુઓ આ વિશ્વમાં અનંતા પડ્યા છે, પણ નક્કામા, રાંકડા. ખાલી આમ તેમ ફર્યા કરે છે. પણ તે સ્કંધ સાથે જોડાય તો શક્તિશાળી બની જાય. સૂમ જો એકત્રિત બને તો તેની શક્તિ અનેકગણી વધી જાય છે. જેમ પાણીનું ટીપું સ્વતંત્ર રહે તો તેનું અસ્તિત્વ જોખમાય, પણ મસમોટા પાણીના સ્કંધ એવા, સાગર સાથે જોડાય તો? અક્ષય બની જાય ! શક્તિ સંપન્ન બની જાય. આધ્યાત્મક્ષેત્રમાં પણ આવું જ છે. નાનુ કે મોટું કોઈ પણ ધર્મ અનુષ્ઠાન પરમાણું જેવું કે, ટીપા જેવું છે. પરંતુ તે જો સર્વજ્ઞ પરમાત્માની સર્વોપરી મહાન આજ્ઞા સાથે જોડાઈ જાય, આજ્ઞાને અનુસરતું બની જાય તો, વિશ્વમાં વ્યાપક સામ્રાજ્ય ધરાવતા અનંતા કર્મપરમાણુંઓને પણ વિખેરવા સમર્થ બને. સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા વગરના ઘણાં પણ ધર્મઅનુષ્ઠાનથી આત્મા કર્મમુક્ત ન બને, અને આજ્ઞાયુક્ત ધર્માનુષ્ઠાન, સામર્થ્ય યોગ દ્વારા આત્માને સર્વકર્મબંધથી ક્ષણમાં મુક્ત કરાવી દે. આજ્ઞાની આ અતિ સૂક્ષ્મ તાકાત છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કર્મના પ્રભાવથી પણ સર્વજ્ઞની આજ્ઞાનો સર્વોપરી પ્રભાવ છે. માટે જ કહ્યું કે, आज्ञाऽऽराद्धाविराद्धा च, शिवाय च भवाय च । જૈન તત્ત્વજ્ઞાનમાં પ્રાચીન લક્ષણ જોવા મળે છે :- વિશ્વના મુખ્ય બંધારણીય તત્ત્વોની ગણત્રીમાં ગુણશ્રેણીનો અભાવ છે. ધર્મ (ગતિસહાયક) અધર્મ (સ્થિતિ સહાયક) જીવ, પુદ્ગલ, આકાશ, અને કાલ, આ છે સનાતન દ્રવ્યો, અથવા વિશ્વના અણુઓના દ્રવ્યોના વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જૈન તત્ત્વજ્ઞાનમાં રજૂ કરવામાં આવેલી આ હકીકતો વિષે વિચાર કર્યા પછી પ્રાધ્યાપક જેકોબી એવા નિર્ણય પર આવ્યા કે – ભારતમાં આર્યોની વસાહતોના ઘણા જૂના સમય દરમિયાન જૈનધર્મ ઉત્ક્રાંતિ પામેલો અને તેમણે જણાવ્યું કે – આ નિર્ણય જૈન ધર્મ બૌદ્ધ ધર્મનો ફાંટો છે એવી ભૂલને એકી વખતે કાયમને માટે દૂર કરે છે. આમ એ વસ્તુ નિઃશંક રીતે પુરવાર થયેલી કે - જૈન ધર્મ તદ્દન સ્વતંત્ર અને અપવાદરૂપ ગણાય તેટલી હદે પ્રાચીન ધર્મપ્રથા હતી અને તે બૌદ્ધ ધર્મનો ફાંટો ન હતો, એટલું જ નહિ પણ તે બૌદ્ધ ધર્મ કરતાં ગણના પાત્ર રીતે પુરાણો હતો. પોતાના એક પ્રવચનમાં તે કહે છે “મારા જૈનધર્મને લગતા અધ્યયનોએ મને જૂનાં સિદ્ધાંતોના અસ્વીકાર કરવા અને જૈન ધર્મ બૌદ્ધ ધર્મ કરતાં તદ્દન સ્વતંત્ર છે, એવી પ્રતીતિ કરાવવા અને પ્રેર્યો છે. બંને તત્ત્વજ્ઞાન વચ્ચેનો ભેદ એટલો મહાન જણાય છે કે, બંને સામાન્ય પાયા પર હોય તેવા વિચારને એ દૂર કરે છે. (જૈન ગેઝેટ ૧૯૧૪) પ્રાધ્યાપક રાઈસ ડેવીડ્રેસ-જૈનો બૌદ્ધ ધર્મના ઉત્થાન પહેલાંના | ભારતીય ઇતિહાસથી માંડીને વર્તમાન સમય સુધી સુગ્રથિત વ્યવસ્થિત કોમ તરીકે વિદ્યમાન રહી છે. (બૌદ્ધ ભારત, બીજી આવૃત્તિ લંડન ૧૯૦૩) Jainism the oldest living Religion-Hiel. Page #155 -------------------------------------------------------------------------- ________________ (૨૪) સૂત્ર-૧૨ અને ૧૩ - પરિમિતલોકાકાશ ૧ ૨૭ [ (૨૪) સૂત્ર-૧૨ અને ૧૩:- પરિમિતલોકાકાશ) - પરિમિત લોકાકાશમાં જ સઘળા દ્રવ્યોનું અવસ્થાન છે. -- વિજ્ઞાન, વિશ્વની કુલ ઉર્જાને અચળ માને છે. - વિશ્વની વ્યવસ્થા માટે લોકાકાશને પરિમિત માનવું આવશ્યક છે. વિશ્વ વ્યવસ્થાના નિયામક દ્રવ્યો, ધર્મ અને અધર્મ લોકમાં વ્યાપીને રહેલા છે. > ધર્મ, અને અધર્મ, બંને દ્રવ્યો અખંડ છે. लोकाकाशेऽवगाहः ॥१२॥ અર્થ:- આધેય (રહેનારા દ્રવ્યો)ની સ્થિતિ લોકાકાશમાં જ છે. સ્વપજ્ઞ ભાષ્ય :- ગવ હિનામવાહો નોવેશ મવતિ | પરિમિત લોકાકાશમાં જ સઘળા દ્રવ્યોનું અવસ્થાન છે - અનંત આકાશના લોકાકાશ, અને અલોકાકાશ એમ બે વિભાગ છે. આ વિભાગ ધર્મ અને અધર્મ દ્રવ્ય પર આધારિત છે. જીવો અને પુગલો લોકાકાશમાં જ ગતિ અને સ્થિતિ કરી શકે છે. તેની પેલે પાર અલોકાકાશમાં (ગતિ સહાયક) ધર્મ, અને (સ્થિતિ સહાયક) અધર્મ દ્રવ્ય નથી માટે ત્યાં જીવ અને પુગલો જઈ, કે રહી શકતા નથી. લોકાકાશમાં જ તેઓ છે. લોકાકાશ ચારે બાજુથી ઘેરી વળેલા અનંત વિસ્તારવાળા અલોકાકાશની મળે છે. (જુઓ ચિત્ર પૃ. ૨૭) થHધર્મયોઃ વૃત્રે રૂા અર્થ - ધર્મ, અને અધર્મ, આ બેદ્રવ્યો સમગ્રલોકાકાશમાં વ્યાપીને અને એકબીજામાં અંત:પ્રવેશ પામી રહેલા છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન આ બાબતની સ્પષ્ટતા કરતાં શ્રી સર્વાર્થસિદ્ધિમાં કહ્યું છે કે, अगारेऽवस्थितो घट इति यथा, तथा धर्माधर्मयोर्लोकाकाशेऽवगाहो न भवति, किं तर्हि ? कृत्स्ने तिलेषु तैलवद् इति । अन्योन्यप्रदेशव्याघाताभावोऽवगाहनयोगाद्वेदितव्यः ॥ અર્થ :- ધર્મ અને અધર્મ ઓરડામાં રહેલા ઘડાની જેમ વિશ્વમાં રહેલા નથી. તેઓ લોકાકાશના દરેક બિંદુ(પ્રદેશ)ને વ્યાપ્ત કરે છે, જેવી રીતે તલમાં તેલ હોય છે, તેમ ધર્મ અને અધર્મ દ્રવ્યો, એકબીજાના કાર્ય પર અસર કર્યા વિના, પરસ્પર અંત:પ્રવેશ પામેલા છે. વળી તેઓ (અરૂપી હોવાથી) બીજા અનેકને સમાવેશ કરવાનો ગુણધર્મ ધરાવે છે. ધર્મ અને અધર્મ અખંડ દ્રવ્યો છે - આ વસ્તુ બુદ્ધિથી સમજવામાં કઠીનાઈ પડે છે. તેને સમજાવવા પ્રકાશનું દષ્ટાંત અપાય છે. એક બલ્બના પ્રકાશથી ઓરડો ભરાય છે. તેમાં બીજા અનેક બલ્બનો પ્રકાશ પણ સમાઈ જાય છે, તેવી રીતે ધર્મ અને અધર્મ એકબીજામાં સમાઈને રહેલાં છે. દરેક બલ્બના પ્રકાશથી ઓરડો ભરેલો છે. તેમ છતાં દરેક બલ્બનો પ્રકાશ પોતાનું આંતરિક સ્વતંત્ર વ્યક્તિત્વ ગુમાવતો નથી. ફકત અંતઃપ્રવેશ પામે છે, તેવી રીતે ધર્મ-અધર્મ રહેલા છે. જો કે, આ દષ્ટાંતમાં પણ એક મુદ્દો ભૂલાવો ન જોઈએ કે – સૂક્ષ્મદૃષ્ટિએ પ્રકાશ પણ અણુમય છે. એટલે એક પ્રકાશના અણુઓની વચ્ચે, બીજા પ્રકાશના અણું સ્થાન મેળવી રહી શકે છે. છિદ્રોવાળો હોવાથી તેઓની વચ્ચે જગા સંભવે છે. તે કારણે જ આપણે જોઈ શકીએ છીએ કે, ઘણા બલ્બનો પ્રકાશ એકઠો થતાં, તે વધુ તેજસ્વી જણાય છે. સ્થૂલદષ્ટિએ જુદા જુદા દીવાના પ્રકાશ એકબીજામાં અંતઃપ્રવેશ પામીને રહેલા હોય તેવું પ્રત્યક્ષ અનુભવાય છે. તેથી તે દષ્ટાંત, ધર્મ અને અધર્મદ્રવ્યની એકબીજામાં અંતઃપ્રવેશની ઘટના બુદ્ધિથી સરળતાથી સમજી શકાય, તેટલા પૂરતું જ સમજવું. Page #157 -------------------------------------------------------------------------- ________________ (૨૪) સૂત્ર-૧૨ અને ૧૩ઃ-પરિમિતલોકાકાશ ૧૨૯ વાસ્તવમાં ધર્મ અને અધર્મ બંને દ્રવ્યો અખંડ છે. જો તેઓને છૂટા અણુમય માનીએ તો વચ્ચેની જગામાં ગતિ-સ્થિતિ સહાયક બીજું માધ્યમ માનવું પડે. પરંતુ તેવું નથી. તેઓ અખંડ છે, અને અખંડ હોવા છતાં એકબીજામાં પ્રવેશ પામેલા છે. આ વિશિષ્ટ ગુણધર્મ, તેઓ (ધર્મઅધર્મ) બિનપૌલિક (અરૂપી) હોવાથી શક્ય બને છે. વિશ્વની વ્યવસ્થા માટે પરિમિત લોકાકાશ માનવું જરૂરી છે. તેમજ તે વ્યવસ્થાના નિયામક, ધર્મ અને અધર્મ, બે દ્રવ્યો પણ લોકાકાશમાં જ માનવા આવશ્યક છે - (પૃ. ૩૪, ૧૨૯) આઈન્સ્ટાઈનના મત મુજબ, વિશ્વ પરિમિત છે. તે નિશ્ચિત વિશ્વની પેલે પાર કોઈ આકાશ નથી - આવા અનુમાન કરતાં જૈન તત્ત્વજ્ઞાનમાં દર્શાવેલી વ્યવસ્થા સુવ્યવસ્થિત છે. જો આપણે આપણા લોકાકાશને પરિમિતને બદલે અનંત માનીએ તો, ત્યાં સર્વત્ર ધર્મ અને અધર્મ આ બે દ્રવ્યોનું અસ્તિત્વ હોય. આ રીતે માનતાં અનંત આકાશ, આપણા આ લોકાકાશ જેવા અનંત વિશ્વો (ખંડો)થી પૂરાયેલું હોય. જો આ રીતે હોય તો, આ સઘળા વિશ્વમાં પુગલો, અને જીવો વિસ્તરતા જ જાય. પરસ્પર અસ્તવ્યસ્ત અને વેરવિખેર થઈ જાય. સર્વત્ર અવ્યવસ્થા સર્જાય, સ્થિરતા જેવું ક્યાંય ન હોય. (પૃ. ૧૮૨). પરંતુ વાસ્તવમાં તેવું નથી. આ વિશ્વમાં વ્યવસ્થા શક્ય બને છે, તેનું કારણ કે લોકાકાશની પરિમિતતા છે. ધર્મ અને અધર્મ, બે દ્રવ્યો વડે અહીં વ્યવસ્થા જળવાય છે. ગણિતશાસ્ત્રીય શરતો પણ, આઈન્સ્ટાઈનના પરિમિત વિશ્વની પછી (પેલે પાર) શૂન્યતાના વિચારને નકારી કાઢે છે. એટલે પરિમિત ક્ષેત્ર સુધી જ વિશ્વ વિસ્તૃત હોય, અને તેની પછી કંઈ ન હોય તે શક્ય નથી. આ કારણથી સમગ્ર આકાશને પરિમિત વિશ્વની રચના માટે R$12141 21104. (Since mathematical conditions negative a void space beyond infinite universe, The whole space was taken to constitute the finite universe) Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન તમે અનંત વિશ્વ (લોકાકાશ)ને માનો તો વિશ્વમાં અવ્યવસ્થાની આપત્તિ આવી પડશે. જો પરિમિત વિશ્વ (લોકાકાશ), અને પછી કંઈ નથી તેમ માનો તો તે પણ શક્ય નથી. જૈન તત્ત્વજ્ઞાનની પરિમિત લોકાકાશ (વિશ્વ), અને અનંત અલોકાકાશની માન્યતા સુવ્યવસ્થિત વિશ્વવ્યવસ્થાને સાકાર બનાવે છે - સંભવિત બનાવે છે. વિજ્ઞાન, વિશ્વની કુલ ઉર્જાને અચળ માને છેઃ આધુનિક વિજ્ઞાન વિશ્વની કુલ ઉર્જા સ્થિર (અચળ) માને છે, તે માટે તેણે વિશ્વની પરિમિતતા સ્વીકારવી જરૂરી બને છે. પરિમિત વિશ્વમાં જ ઉર્જા એકબીજા રૂપાંતરોને પામતી નિશ્ચિત પ્રમાણવાળી-સ્થિરરહી શકે. જો વિશ્વ અનંત હોય તો ઉર્જા વિખરાયા કરે, તે અનંત આકાશમાં વિખરાઈ જાય. પુદ્ગલનો કણિયો અહીંથી વિખરાતો વિખરાતો અનંત કાળ સુધી દૂર સુદૂર જતો રહે, તે પાછો ન ફરે. પરંતુ એવું બનતું નથી. આપણે massને energy માં રૂપાંતરિત કરી, તે energyને કુદરતી પ્રક્રિયાથી રૂપાંતરિત થવા દ્વારા, ફરી massને પ્રાપ્ત કરીએ છીએ. માટીમાંથી અનાજ, અને અનાજમાંથી ખોરાક (mass)નો શરીરમાં જરૂરી ગરમી (energy) ઉર્જા રૂપે રૂપાંતરિત કરવા દ્વારા તેનો ઉપયોગ કરી વાતાવરણમાં વિસર્જિત કરીએ છીએ. જે છૂટા-સૂક્ષ્મ પુદ્ગલો રૂપે રૂપાંતર પામી કુદરતી ક્રમે ફરી માટી (mass)માં ભળી રૂપાંતર પામે છે. વિશ્વના દરેક યુગલ પદાર્થમાં આ ચક્ર સતત ચાલ્યા કરે છે. કોઈ ઘટનામાં ચક્ર વહેલું પૂરું થાય તો કોઈમાં ઘણો સમય પણ ચાલી જાય. ટૂંકમાં સઘળા પુદ્ગલો રૂપાંતર પામી વારંવાર ઉપયોગમાં આવે છે. આ રીતે વિજ્ઞાન ઉર્જાને અચળ માને છે, અને તે માટે વિશ્વને પરિમિત માનવું જરૂરી છે. આ વિષયના અનુસંધાનમાં, એટલે કે પુદ્ગલ પદાર્થનું વિખરાવવું અને જોડાવું ના વિષયમાં, એક ચોક્કસ નિયમ જળવાય છે, જે જૈનતત્ત્વજ્ઞાનમાં જણાવ્યો છે, તેને જાણવો રસપ્રદ બનશે. તે એ છે કે Page #159 -------------------------------------------------------------------------- ________________ (૨૪) સૂત્ર-૧૨ અને ૧૩ઃ- પરિમિતલોકાકાશ ૧૩૧ કોઈપણ પુગલની રચના (તેઓના આંતરિક બંધારણ) સ્વરૂપમાં ઉત્કૃષ્ટથી નિશ્ચિતપ્રમાણવાળા અસંખ્યાતકાળ સુધી સ્થિર રહી શકે છે. તે પછી તે પુગળ રચના અવશ્ય વિખરાઈ જાય છે. વિખરાયા પછી ઉત્કૃષ્ટથી નિશ્ચિતપ્રમાણવાળા અસંખ્યાત કાળમાં ફરી તે જ સ્વરૂપમાં તે પુદ્ગલની રચના રચાય છે. અર્થાત્ ફરી તે સ્વરૂપને પામે છે. ભૌતિક પદાર્થોનો બંધાવાનો અને વિખરાવાનો આ વિશિષ્ટ અને કુદરતી નિયમ છે. તે સર્વજ્ઞ સિવાય કોણ બતાવી શકે? “જૈન સગ્રંથોમાં બુદ્ધ અને મહાવીરના સમકાલીન એવા કેટલાક ધર્મગુરુઓ અને મગધના રાજાઓના નામ જણાવવામાં આવ્યા છે અને બુદ્ધ સગ્રંથોમાં મહાવીર, નિર્ગઠનાતપુત્ત (નિર્ગથજ્ઞાત પુત્ર) અને તેમનું અંતર્ધાન સ્થળ, પાવા' (પાવાપુરી) દર્શાવવામાં આવ્યું છે એટલે બંને જણા સમકાલીન અને સ્વતંત્ર હતા, એ વિષે શંકા નથી. ઘણીવાર બુદ્ધો, જૈનોને પ્રતિસ્પર્ધી સંપ્રદાય તરીકે ઉલ્લેખ છે. પરંતુ એવો કોઈ દિવસ ઉલ્લેખ કરતા નથી કે, આ સંપ્રદાય નવ સંશોધિત સંપ્રદાય હતો. આથી ઊલટું જે રીતે તેઓ તેને વિષે બોલે છે તે ઉપરથી એમ લાગે છે કે નિગંઠોનો (જેમને બંધન નથી) આ સંપ્રદાય બુદ્ધના સમયમાં ક્યારનોય પ્રચલિત થઈ ચૂક્યો હતો અથવા બીજા શબ્દોમાં સંભવતઃ એમ જણાય છે કે જૈન ધર્મ બુદ્ધ ધર્મ કરતાં ગણનાપાત્ર રીતે વધારે જૂનો છે. વળી બુદ્ધ એ જ્ઞાનની શોધમાં કેટલાક અનુભવો કર્યા પરંતુ મહાવીરની બાબતમાં આ ન હતું.” મહાવીરે નવા ધર્મના સંશોધન માટે અથવા પ્રચારાર્થે પ્રયત્નો કર્યા નથી. હકીકતમાં એમ પણ કહેવાય છે કે પોતાના જ્ઞાન સંશોધનમાં બુદ્ધ જૈન શ્રમણ સંઘમાં પણ પ્રવેશ કર્યો હોવો જોઈએ. (Jainism the oldest living religion Yerishiel) – મરણના વિચારથી રાગદોષ જાય છે. મોક્ષના વિચારથી દ્રષદોષ જાય છે. જો રાગ-દ્વેષ ઉપર વિજય ઇચ્છતા હોય તેને, મૃત્યુ અને મોક્ષનો વિચાર રસાયણ તુલ્ય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૨૫) સૂત્ર-૧૩ :- ૧૪ રાજલોક → વિશ્વની ઉત્પત્તિ વિષે આધુનિક બે સિદ્ધાંતો -> લોકાકાશ =૧૪ રાજલોકનું વર્ણન . → મનુષ્યલોક અને કાળચક્ર → કલિયુગની સાર્થકતા. (ધર્માધર્મયો: સ્ટ્સે શા) પરિમિત લોકાકાશ, અને અનંત અલોકાકાશ વિષે જોયું. હવે લોકાકાશમાં જે વિશ્વ છે તેના અસ્તિત્વ, ઉત્પત્તિ આદિ વિષે આધુનિક વિજ્ઞાન અને જૈન તત્ત્વજ્ઞાન શું જણાવે છે ? વિગેરે જોઈએ. વિશ્વની ઉત્પત્તિ વિષે વર્તમાન બે સિદ્ધાંતો, અને જૈન તત્ત્વજ્ઞાન સાથે તેની સામ્યતા ઃ ખગોળશાસ્ત્રીઓ વિશ્વનું મૂળ શું ? એ પ્રશ્ને બે વિભાગમાં વહેંચાયેલા છે. એક બીગબેંગ થીયરીમાં માને છે, અને બીજો વિભાગ Continuous creation theoryમાં માને છે. જેને stady state theory પણ કહે છે. બીગ બેંગ થીયરી. મુજબ આશરે ૧૦૧૨ (Ten billion) ૧ લાખ ક્રોડ, અથવા ૫૦ હજાર ક્રોડ વર્ષ પહેલા પદાર્થનો અગ્નિના ગોળાની જેમ ધડાકો થઈને વિશ્વની શરૂઆત થઈ. લગભગ એક બિંદુમાંથી (શૂન્યમાંથી નહિ) શરૂઆત થઈ, તેને આદિકાલીન અંડ (primeval Egg), કે બ્રહ્માનું સોનેરી ઇંડું કહે છે. તેમાંથી કિરણપાતન પ્રસરવા લાગ્યું અને હજુ પ્રસારણ પામી રહ્યું છે. આવો એક સિદ્ધાંત છે. બીજો સિદ્ધાંત સ્ટેડી સ્ટેટ થીયરી છે. તે સૌ પ્રથમ બીટીશ વૈજ્ઞાનિકો Hermann Bondi અને Thomas Gold વડે ઈ.સ. ૧૯૪૮માં વિકસાવામાં આવ્યો. પાછળથી Page #161 -------------------------------------------------------------------------- ________________ (૨૫) સૂત્ર-૧૩-૧૪ રાજલોક ૧૩૩ બ્રિટિશ ભૌતિક ખગોળવેત્તા Fred tloyle એ, સ્ટેડી કોસ્મોલોજીના મહાન હિમાયતી તરીકે આ સિદ્ધાંત સાથે હાથ મિલાવ્યો. આ સિદ્ધાંત મુજબ કોઈ નિશ્ચિત સમયે વિશ્વની શરૂઆત થઈ નથી. પરંતુ વિશ્વ અનાદિથી અનંતતા સુધીનો સમાન એવી વિશાળ શ્રેણીઓનો દેખાવ ઉપસ્થિત કરે E. (The universe exibits the same large scale appereance from eternity to eternity) બીગ બેંગ થીયરીમાં વિશ્વ પ્રસારણ પામે છે. તેવું અનુમાન જેના 241413 $291Hi A101 a. (Red shift in the spectra of the nublae) નિહારીકાઓના પ્રતિબિંબમાંની “રેડ શીફટ' છે. science and culture (Apri 1964)માં પ્રકાશિત થયેલા એક લેખ મુજબ – “The well known red shift has beeen explained recently from Einstein's theory of relativity as due to gravitational field of galaxies. In case this theory is accepted, the idea of the expansion of universe will be ruled out.) gi આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબના આકાશગંગાઓના ગુરુત્વાકર્ષણના કારણે રેડ શીફટ સમજાવાય તો, વિશ્વ પ્રસારણનો સિદ્ધાંત રદ થઈ જાય. Quasar 3 279 (વિશ્વની કોરે રહેલા ચળકતા અવકાશી પદાર્થો)ના અવલોકનો મુજબ પણ વિશ્વના પ્રસારણનો સિદ્ધાંત ફેર વિચારણાનો વિષય બને છે. જૈન તત્ત્વજ્ઞાન મુજબ સ્પષ્ટપણે વિશ્વનું પ્રસારણ શક્ય નથી. કારણકે પરિમિત વિશ્વની પેલે પાર ગતિ-સ્થિતિનું માધ્યમ જ નથી. સ્ટડી સ્ટેટ થિયરીની “અનાદિથી અનંત'ની માન્યતા જૈન તત્ત્વજ્ઞાનને અનુસરતી જણાય પરંતુ વિગતવાર જોતાં જૈનતત્ત્વજ્ઞાન સાવ જુદુ તરી આવે છે. તેની થોડી વિગત જોઈએ. [૧ રાજલોક = અસંખ્ય યોજના - તેની સમજૂતી :- નિમિષમાત્રમાં એક લાખ યોજન જનાર દેવ, છ મહિનામાં જેટલું અંતર કાપે, તેને ૧ રાજ (રજ્જ) કહેવાય. અથવા ૩૮૧૨૭૯૭૦ મણ = ૧ ભાર. આવા ૧૦૦૦ ભારવાળા Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન લોખંડના ગોળાને કોઈ દેવ જોરથી આકાશમાં ઉછાળે, તે લોઢાનો ગોળો સતત પડતો પડતો છ માસ, છ દિવસ, છ પ્રહર, છ ઘડી અને છ સમયમાં જેટલો નીચે આવે ત્યાં સુધીનું માપ એક રાજ કહેવાય. ] લોકાકાશ = ૧૪ રાજલોકનું વર્ણન: જૈન તત્ત્વજ્ઞાનમાં પરિમિત લોકાકાશ ૧૪ રાજલોક પ્રમાણ (અસંખ્ય યોજન) ઊંચાઈમાં છે, અને પહોળાઈમાં ઉપરથી નીચે સુધી, વધતા ઘટતા અને વધતા એવી રીતના પ્રમાણવાળું છે. એટલે કે, કેડે હાથ દઈને ફુદડી ફરતા માણસના આકાર સમાન છે. આ સઘળી રચના શાશ્વતી-અનાદિ અનંત છે, જે વિગતવાર (પૃ. ૧૩૫) ચિત્ર દ્વારા સમજી શકાશે. ઉર્વલોક :- ચિત્રમાં લોકાકાશના ૩ વિભાગ ઉર્ધ્વલોક, મધ્ય (તિ૭) લોક અને અધોલોક છે. ઉર્ધ્વ લોકમાં સૌથી ટોચે શ્રી સિદ્ધશિલા ઉપર મોક્ષગતિને પામેલ પરમશુદ્ધ, અવિનાશી અરૂપી સિદ્ધિગતિના અનંતા શ્રી સિદ્ધ પરમાત્માઓ છે. તેની નીચે વૈમાનિક ૧૨ દેવલોક વિગેરે છે. મધ્યલોક:-મધ્યલોકમાં મધ્યે થાળી જેવો ગોળ જંબુદ્વીપ છે. તેની ય મધ્યમાં મેરૂપર્વત છે. એટલે સર્વ મધ્યલોકનીય મધ્યમાં થશે તે થાળી જેવા મેરૂપર્વતની ફરતે વલય (બંગડી) આકારે અસંખ્ય દ્વીપસમુદ્રો છે. મનુષ્ય, પશુ, તેમજ (દેવગતિના ૪ પ્રકાર મધ્યે વૈમાનિક સિવાયના ૩, ભવનપતિ, વ્યંતર, અને જ્યોતિષ) ૩ પ્રકારના દેવો છે. જ્યાં સમુદ્રો છે ત્યાં જલચર પ્રાણીઓ વિગેરે છે. આ સઘળું મધ્યલોકમાં છે. અધોલોક - અધોલોકમાં ૭ નરક છે. આ લોકાકાશરૂપી વિશ્વમાં ૪ ગતિમાં શુભાશુભ કર્મ મુજબ જીવો જન્મ, જીવન, મરણ વિગેરે અનુભવે છે. જે જીવો શુભાશુભ સર્વકર્મ રહિત થાય તેઓ વિશ્વની ટોચે સિદ્ધશિલા પર અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર (આત્મિક સુખ) ગુણ સંપન્ન હોય છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ (૨૫) સૂત્ર-૧૩ - ૧૪ રાજલોક ૧૩૫ વિપર્સન - hદ રાજલોક | v.il અનંત 4 કિલ્બિષિક. Wતિ લોક મધ્ય લોક નરક છે ના નર, ૩ R _11t|5. ૧૪ રાજલોક અને તેના વિભાગો આપણો મનુષ્યલોક, અને અહીંની કાળચક્રની વ્યવસ્થા: આપણા મધ્યલોકની થોડી વધુ વિગત જોઈએ. મધ્યલોકમાં અસંખ્ય દ્વિીપ સમુદ્રો મધ્યે રા દ્વીપ (૧લો, રજો, અને ૩જો દ્વીપ અડધો) સુધી મનુષ્યોના કુલ ૧૦૧ ક્ષેત્ર છે. જ્યાં મનુષ્યોના જન્મ-મરણ થાય છે. આ દરેક ક્ષેત્રોમાં વિવિધ જીવન ચર્યા, વિવિધ પ્રકારના આયુષ્ય, શરીરની ઊંચાઈ અને પ્રકૃતિ ધરાવતા મનુષ્યો હોય છે. કુલ ૧૦૧ મનુષ્યની ભૂમિમાંથી ૮૬ અકર્મભૂમિ અને ૧૫ કર્મભૂમિ કહેવાય છે. તે મધ્ય ૮૬ અકર્મ + ૫ કર્મ = ૯૧ ભૂમિમાં મનુષ્યોના આયુષ્ય, શરીર ઊંચાઈ, બળ, પ્રકૃતિ, વાતાવરણ, ખોરાક, બુદ્ધિ, ધર્મ સહિતતા કે ધર્મરહિતતા, જીવનચર્યા, વિગેરે જ્યાં જેટલા અને જે મુજબ હોય છે, તે મુજબ સદાકાળ માટે સતત એક સરખા Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન રહે છે. તે મુજબ વ્યવસ્થા ચાલ્યા કરે છે. અર્થાત્ તે સઘળામાં ચઢાવ ઉતાર આવતો નથી. જ્યારે ૧૦ કર્મભૂમિ (૫ ભરત + ૫ ઐરવત)માં ઉપરોક્ત આયુષ્ય શરીરની ઊંચાઈ આદિ સઘળામાં જેમ જેમ કાળ પસાર થાય તેમ તેમ અમુક કાળ સુધી વૃદ્ધિ, અને અમુક કાળ સુધી હાનિ થયા કરે છે. આવી રીતે આયુષ્યાદિની વૃદ્ધિ અને હાનિને કાળચક્રની પરિકલ્પના દ્વારા સમજાવવામાં આવી છે. જેમ કોઈ ચક્રનું પૈડું ફરે ત્યારે તેના આરા ક્રમસર ઉપર-નીચે થયા કરે છે, તેવી રીતે જે કાળમાં આયુષ્યાદિની ક્રમસર વૃદ્ધિ થાય, તે કાળને ચડતો કાળ કહેવાય છે. શાસ્ત્રીય પરિભાષામાં ઉત્સર્પિણીકાળ કહેવાય. છે અને હાનિ થાય, તે કાળને પડતો કાળ-અવસર્પિણીકાળ કહે . છે. તે બંને કાળખંડના ૬-૬ પૈડાના આરાની જેવા આરા કલ્પીને, કુલ ૧૨ આરાનું કાળચક્ર માનેલું છે. જ્યાં કાળચક્રની પરિકલ્પના મુજબની વ્યવસ્થા છે, તે ૧૦ કર્મભૂમિ, (પાંચ પ્રકારના ભરતક્ષેત્ર અને પાંચ પ્રકારના ઐરવતક્ષેત્ર મળીને થાય) છે. વર્તમાનમાં આપણે ૫ ભરતક્ષેત્ર પૈકીના, જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વસીએ છીએ. અવસર્પિણી (પડતા કાળ)ના ૬ આરા પૈકી હમણાં પમા આરામાં વર્તી રહ્યા છીએ. શાસ્રીય પરિભાષામાં આ પાંચમા આરાને દુઃષમકાળ, અથવા કલિકાલ કહે છે. પાંચમા આરાના ૨૧૦૦૦ વર્ષ છે, તેમાંથી (વિ.સં. ૨૦૭૨, વી૨ સં. ૨૫૪૩) ૨૫૪૬ વર્ષ થયા, ૧૮૪૫૪ વર્ષ બાકી છે. કલિયુગની સાર્થકતા : કલિયુગ એ પડતો કાળ છે દુષિત કાળ છે. જ્યાં ધર્મ આદિની હાનિ થતી રહે છે. તેમ છતાં કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય શ્રીહેમચન્દ્ર સૂ.મ. તેની વિશેષતાઓ બતાવતાં શ્રી વીતરાગસ્તોત્રમાં ફરમાવે છે કે, यात्राल्पेनापिकालेन त्वद्भक्तेः फलमाप्यते । कलिकालः स एकोऽस्तु कृतंकृतयुगादिभिः ॥ Page #165 -------------------------------------------------------------------------- ________________ (૨૫) સૂત્ર-૧૩-૧૪ રાજલોક ૧૩૭ અર્થ - જ્યાં થોડા કાળમાં જ હે પ્રભુ ! તારી ભક્તિનું ફળ પ્રાપ્ત થાય | છે, તેવો એક જ કલિકાલ છે. અમારે તો પ્રભુ! તું મળ્યો એટલે કલિકાલ પણ સારો જ છે. કૃતયુગ વડે અમારે સર્યું. હિંદુ શાસ્ત્રોમાં આ વસ્તુને સમજાવતું એક દષ્ટાંત આવે છે – “એકવાર પૃથુરાજા કલિયુગને મારવા તૈયાર થયા. એટલે કલિયુગે કરગરીને વિનંતિ કરી કે મને મારી નાખો તો ભલે, પણ મારામાં જે એક વિલક્ષણ શક્તિ છે તે બાબત તમે સાંભળો, પછી તમને યોગ્ય લાગે તે કરજો. સત્યયુગમાં હજારો તો શું લાખો વર્ષ તપ-જપ કરી જે લાભ મેળવી શકાતો નથી, તે હું “ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલા અલ્પ સમય માટે પણ જો કોઈ વ્યક્તિ મનને સ્થિર કરી સાચા ભાવથી પ્રભુને ભજે, તો કલિયુગ રૂપે હું આપું છું – આ સાંભળી પૃથુરાજાએ કલિયુગને મુક્ત કર્યો. (કલિયુગ કોઈ વ્યક્તિ નથી. જેને મારી શકાય એટલે આ રૂપક દષ્ટાંત છે. કલિયુગના સ્વરૂપનું તાત્પર્ય સમજવા ઉપયોગી છે.) પાંચમા આરાનું ભયાનક ભાવિ : પાંચમા આરામાં લોકો કેવા થવાના એ વિષયમાં ભગવાન હવે આગળ કહે છે કે, મર્યાદાવિહીન, છીછરા પાણીના તળાવની જેમ છલકાઈ જાય, ધર્મની બુદ્ધિ ઘટવાનીને જવાની, અધર્મબુદ્ધિ વધવાનીને રહેવાની, લોકોની મતિ કુતીર્થિઓથી મોહિત થવાની, અહિંસા ઘટવાની હિંસા વધવાની. ગામ સ્મશાન જેવા થશે. નગર પ્રેતલોક જેવાં થશે. રાજાઓ લોભી. લોક, સ્વજનના વિરોધી-સ્વાર્થમાં તત્પર, પરોપકાર વિહીન, સત્યહીન, લજ્જાહીન, ક્ષમા રહિત. પહેલાં અસત્ય બોલનાર શોધવો પડતો આજે સત્ય બોલનાર શોધવો પડે. અનુભવ છે ને? શિષ્યો ગુરુની સેવા નહિ કરનારા. ગુરુ શિષ્યોની ખબર નહિ રાખે. ગુરુ શિષ્યોને શ્રુતજ્ઞાનનો ઉપદેશ જ નહિ આપે. ગુરુકુળવાસ ધીમે ધીમે નાશ પામશે. ધર્મબુદ્ધિ નાશ પામશે. જીવોત્પત્તિ વધવાની, દેવતા સાક્ષાત્ નહિ થાય. પુત્રો Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પિતાની અવગણના કરશે, પુત્રવધૂઓ સર્પિણી જેવી થશે. સાસુઓ કાળરાત્રિ જેવી થશે. આવા થવું એવું નહિ. આવા ન થવા માટે સાંભળીએ છીએ. પાંચમા આરાનો અંત અને સંઘ શાસન વિગેરેનો અંત: ભરતક્ષેત્રમાં જયારે જૈન શાસનના છેલ્લા આચાર્ય દુષ્પસહસૂરિ મહારાજ થશે. ફલ્યુશ્રીનામે સાધ્વી થશે નાગિલનામે શ્રાવક થશે. સત્યશ્રી નામે શ્રાવિકા થશે. વિમળવાહન રાજા થશે. સુમુખ નામે મંત્રી થશે શરીરનું પ્રમાણ બે હાથનું રહેશે. આયુષ્ય ૨૦ વર્ષનું થશે. વધુમાં વધુ છઠ્ઠનું તપ થશે. દશવૈકાલિક જેટલું શ્રુતજ્ઞાન હશે. સંઘ રહેશે ધર્મ રહેશે. ....કાળ ખરાબ છે એની ના નહિ. પણ ખરાબ કાળમાં સાધવા જેવું સાધી શકાય તેવું છે. એ સાધી લઈએ એમાં જ આપણું કલ્યાણ છે. આ બધું જાણવાનું હતાશ થવા માટે નથી. પણ આવી સ્થિતિમાં આપણે કેમ બચી જવું તે નક્કી કરવા જાણવાનું છે. આ બધું જાણી, ખરાબીથી બચી શક્તિ મુજબ સારું કરી, આપણે સૌ આત્મકલ્યાણ સાધીએ તો જ આપણો પુરુષાર્થ લેખે લાગે. આપણે સૌ મળેલા આ યોગને સફળ કરીને શીધ્ર પરમપદ પામીએ એ જ મંગળકામના. - પૂ. આ. વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. - ભાવ, એ ધર્મનો મિત્ર છે, કર્મરૂપી ઇંધનને બાળવાનો અગ્નિ છે. સુકૃતરૂપી અન્નમાં ઘી છે અને મુક્તિનો છડીદાર છે. ભગવાનની સેવા અને ભક્તિ, ભક્તના હૃદયમાં ભગવદાકારવૃત્તિ પેદા થાય તે માટે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ (૨૬) સૂત્ર - ૧૩ :- કાળચક્ર (૨૬) સૂત્ર - ૧૩ :- કાળચક્ર ૧૩૯ → કાળચક્રનું વિગતવાર સ્વરૂપ → જૈનધર્મ વસ્તુસ્થિતિનું નિદર્શન કરતો હોવાથી શાશ્વત છે. શાસ્ત્રોની શબ્દ રચના માત્ર બદલાય છે. → કલિકાલના પડતા ભાવો. (ધર્માધર્મયો: , શા) મધ્યલોક :- ૧૪ રાજલોકની ઊંચાઈવાળા વિશ્વના, મધ્યમાં, ૧૮૦૦ યોજન ઊંચાઈ, અને ૧ રાજ પહોળાઈવાળો ગોળાકારે (જુઓ પૃ. ૧૩૫ ચિત્ર) મધ્યલોક છે. અહીં અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો આવેલા છે. તેમાંથી ફક્ત મધ્યના (કેન્દ્રમાં આવેલા) રા દ્વીપ (૧લો જંબુદ્વીપ, ૨જો ઘાતકીખંડ, અને જો પુષ્કરદ્વીપ અડધો સુધી)માં મનુષ્યોની ઉત્પત્તિ છે. આ ૨ા દ્વીપમાં જુદા જુદા વિભાગોમાં બધા મળીને કુલ ૧૦૧ મનુષ્યના ક્ષેત્રો છે. ૧૦૧માંની, ૯૧ સિયાની, બાકીની ૧૦ કર્મભૂમિમાં કાળચક્ર ફરે છે. તેનો અર્થ એ કે, ત્યાં ઉત્પન્ન થનારા મનુષ્યોના ઉપરોક્ત આયુષ્યાદિ વધ, ઘટ થયા કરે છે. આ ઉલ્લેખ પૂર્વના લેખમાં કર્યો હતો. હવે આ કાળચક્રના સ્વરૂપને (તેનાથી થતી અસરો - વધ, ઘટ આદિ)ને વિગતવાર જોઈએ. . કાળચક્રનું વિગતવાર સ્વરૂપ :- ૧૦ કર્મભૂમિના ક્ષેત્ર પૈકીની, એક કર્મભૂમિ, ભરતક્ષેત્રમાં હમણાં આપણે છીએ. અહીં ક્રમસર અને નિયમિત રીતે કાળની ચડતી પડતી પૈડાના ચક્રના આરાની જેમ થયા કરે છે. જેને કાળચક્ર કહે છે. (જુઓ ચિત્ર) Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કાળચક અવસર્પિણી ૬ઠો મારો પત્રો આર પમાં આરો ૨જી આરો ૩જો આરો ૪થો આ 3 આસે ૨ને આર ૪થો મારો પમો અરો ઉઠો મારો ૧લો આ - Jછે. કાળચક્રના-૬-૬ આરાના નામે . & a આરો | નામ | કાળ પ્રમાણ આરો ૬ઢો સુષમસુષમ | ૪ કોટાકોટિ સાગરોપમ | ૧લો પમો સુષમ | ૩ કોટાકોટિ સાગરોપમ | રજો સુષમદુષમ | ૨ કોટાકોટિ સાગરોપમ | ૩જો દુષમસુષમ ૪૨૦૦૦ વર્ષ ઓછા જેવા ૪થો ૧ કોટાકોટિ સાગરોપમ ૨૧૦૦૦ વર્ષ || ળ, ૧લો | દુષમદુષમ | ૨૧000 વર્ષ eg કા રજો પમો (ચિત્રની સમજ - જો કે પૈડાના ચક્રમાં આરા એક સમાન અંતરે હોય છે. તેમ છતાં અહીં કાળચક્રના ચિત્રમાં અસમાન આરા બતાવ્યા છે. તે દરેક આરાના કાળનું પ્રમાણ એક સમાન નથી, અસમાન છે. તે જણાવવા માટે છે.) Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ (૨૬) સૂત્ર - ૧૩:- કાળચક્ર કાળચક્રના ૧૨ આરાનું માપ. દરેકમાં જીવોના આયુષ્યાદિઃ એક કાળચક્રના ૧૨ આરામાં, ૬ આરા ઉત્સર્પિણી-કાળખંડના, અને ૬ આરા અવસર્પિણી કાળખંડના, એમ બે વિભાગ છે. ઉત્સર્પિણી કાળ દરમિયાન ક્રમસર ભૌતિક પદાર્થોના શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિ ગુણધાર્મોની, તેમજ જીવોના શરીર, બળ, આયુષ્ય વિગેરેની ક્રમસર વૃદ્ધિ, અને અવસર્પિણી કાળ દરમિયાન, તેની જ ક્રમસર હાનિ થતી હોય છે. ચક્ર ફરે ત્યારે તેના આરા ઉપર નીચે થતા હોય છે, તેથી આ વૃદ્ધિહાનિને ચક્રની ઉપમા દ્વારા સમજાવવામાં આવે છે. આ કારણે તેને કાળચક્ર કહે છે. વર્તમાનમાં અવસર્પિણી કાળનો પાંચમો આરો ચાલે છે. અવસર્પિણી કાળના છ આરાની સ્થિતિ આ મુજબની હોય છે. ૧લો આરો = ૪ કોટાકોટિ (૧૦૧૫)સાગરોપમ વર્ષ, ૨જો આરો = ૩ કોટાકોટિ સાગરોપમ વર્ષ, ૩જો આરો = ૨ કોટાકોટિ સાગરોપમ વર્ષ (કોઠો જુઓ) (૧ સાગરોપમ = ૧૦ કોટાકોટિ (૧૦૫) પલ્યોપમ વર્ષ, ૧ પલ્યોપમ = અસંખ્ય વર્ષ (જુઓ પૃ -૩૪૮૯). પ્રથમના આ ત્રણ આરામાં મનુષ્યનું આયુષ્ય અનુક્રમે ૩, ૨ અને ૧ પલ્યોપમ (અસંખ્ય વર્ષ), અને શરીરની ઊંચાઈ અનુક્રમે ૩, ૨ અને ૧ ગાઉ (૧ ગાઉ = ૨ માઈલ) હોય છે. પ્રથમના ત્રણ આરાનો કુલ ૯ કોટાકોટી સાગરોપમ વર્ષનો યુગલિક કાળ (ભોગભૂમિ) કહેવાય છે. એટલે કે, તે કાળમાં ધર્મકર્મ અથવા ધર્મશાસન કે અધર્મ હોતા નથી. જીવો અલ્પકષાયી હોય છે. અલ્પ પીડાએ મૃત્યુ પામી દેવલોકમાં જ જાય છે. મનુષ્યોની સર્વ જરૂરિયાતો ૧૦ પ્રકારના કલ્પવૃક્ષો પૂરી પાડે છે. તેથી ધન ઉપાર્જન, ખેતી, રસોઈ આદિ જીવન જરૂરી કોઈપણ ચીજ માટેની પ્રવૃત્તિ અને રાજ્ય વ્યવસ્થાની જરૂરિયાત હોતી નથી. બધા જીવોનો મોભો સરખો હોય છે. રોગાદિ કષ્ટ, અકાળે મરણ, વિગેરે દુઃખો હોતાં નથી. ત્રીજા આરાના અંતમાં આયુષ્ય, ૧ પલ્યોપમથી ઘટીને ૧ ક્રોડ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પૂર્વથી ૮૪ લાખ પૂર્વ (૧ પૂર્વ = ૮૪ લાખ ૪ ૮૪ લાખ વર્ષ = ૭૦૫૬૦ અબજ વર્ષ) જેટલું, અને મનુષ્યોના શરીરની ઊંચાઈ ઘટીને ૫૦૦ ધનુષની (૧ માઈલ = ૧૦૦૦ ધનુષ, તેથી ૫૦૦ ધનુષ = Oા માઈલ, આશરે ૮૦૦ મીટર) થાય છે. આ સમયે ૧૪ કુલકરો (વિધિ ન્યાય પ્રવર્તકો) જન્મે છે. તેની પછી ત્રીજા આરાના છેડે ત્રણ જ્ઞાન સહિત તીર્થકરના જીવનો જન્મ થાય છે. તે પ્રથમ રાજા બને છે. કલ્પવૃક્ષો લુપ્ત થવાથી રાજા અવધિજ્ઞાનની શક્તિથી પોતાનો આચાર જાણી, પુરુષની ૭ર કળા અને સ્ત્રીની ૬૪ કળારૂપ સંસ્કૃતિ શીખવે છે. તે પછી અસિ, મષિ, કૃષિના વ્યવહારો અને રાજ્યવ્યવસ્થા આદિ શરૂ થાય છે, ત્યારથી તે કર્મભૂમિ. કહેવાય છે. અહીંથી સંસ્કૃતિનો પ્રારંભ થાય છે. પ્રથમ તીર્થંકર અવધિજ્ઞાન દ્વારા પોતાનો દીક્ષાકાળ જાણી સ્વયં દીક્ષા અંગીકાર કરે છે. ઘાતી-કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન (સર્વજ્ઞપણાને) પામે છે. ધર્મતીર્થની સ્થાપના કરે છે. ત્યારથી ધર્મનો પ્રારંભ થાય છે. ભગવાને બતાવેલા ધર્મને યથાર્થસ્વરૂપે સમજી તેને આચરણમાં મૂકી સંખ્યાત, અસંખ્યાત જીવો ધર્મની આરાધના કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. ભગવાને કહેલા સ્યાદ્વાદમય ધર્મના કોઈ એક એક અંશોને લઈને, અને પોતાની મતિ અનુસાર અલગ સ્વતંત્ર મતો-દર્શનો પ્રવર્તે છે. આ અવસર્પિણીના પ્રથમ તીર્થંકર, શ્રી ઋષભદેવ ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે ત્રીજા આરાના ૩ વર્ષ ૮ મહિના બાકી હતા. ચોવીસમા તીર્થકર ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે, ૪થા આરાના ૩ વર્ષ અને ૮ાા મહિના બાકી હતા. એટલે કે, ૩જા આરાના છેડે ૧લા તીર્થકરનો જીવનકાળ અને તે પછી, ૪થા આરામાં ૧લા તીર્થકરનું ધર્મશાસન અને બાકીના ર૪ તીર્થકર થયા. તે પછી પાંચમો આરો શરૂ થયો. આ રીતે દરેક કાળચક્રમાં ર૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ ૯-૯ વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળદેવ, એમ ૬૩ ઉત્તમ પુરુષો થાય છે. ચોથા આરાનું માપ ૪૨000 વર્ષ ઓછા એવા ૧ કોટાકોટી (૧૦૫) Page #171 -------------------------------------------------------------------------- ________________ (૨૬) સૂત્ર - ૧૩ - કાળચક્ર ૧૪૩ સાગરોપમ વર્ષ હોય છે. (પ + ૬ આરો = (૨૧ + ૨૧ =) ૪૨ હજાર વર્ષ.) ચોથા આરામાં જન્મેલા મનુષ્યો સંપૂર્ણ કર્મનો ક્ષય કરવા દ્વારા સીધા અહીંથી મોક્ષે જઈ શકે છે. પમા આરામાં ૨૪મા તીર્થકર ભગવાનનું શાસન હોય છે. પરંતુ સંપૂર્ણ કર્મોનો નાશ કરી, મોક્ષ પ્રાપ્તિ નથી. પાંચમા આરામાં મનુષ્યની ઊંચાઈ, આયુષ્ય, બળ, પુદ્ગલોના શુભ વર્ણાદિ ગુણો હજુ ઘટે છે. અહીં કેવલજ્ઞાનીઓ, વિશિષ્ટ શ્રુતજ્ઞાનીઓ, અને વિશિષ્ટ લબ્ધિવંતનો અભાવ હોવા છતાં યુગપ્રધાન તેમજ શાસનને વફાદાર વિશિષ્ટ પુણ્યવંત અને પ્રભાવશાળી આચાર્યાદિ પાંચમા આરાનાછેડા સુધી ધર્મશાસનને જીવંત રાખે છે. તેનો આશ્રય કરી અનેક જીવો મોક્ષમાર્ગની આરાધના કરી પોતાની મુક્તિ નજીક બનાવી શકે છે. આ આરાના અંતે ધર્મશાસનનો અંત આવે છે. ગંગા, સિંધુ નદીના બિલમાં સુરક્ષિત રહેલા બીજરૂપ મનુષ્યો સિવાય સર્વ મનુષ્યો, મકાનો, પર્વતો, સરોવરો આદિનો નાશ થાય છે. પૃથ્વી ખેતીલાયક રહેતી નથી. બે હાથની ઊંચાઈવાળા બીજરૂપ મનુષ્યો, છઠ્ઠા આરામાં માંસાહારી, અતિ દુઃખમય અને પાપમય જીવન જીવે છે. છઠ્ઠા આરાને અંતે આયુષ્ય ૨૦ વર્ષ, મનુષ્યની ઊંચાઈ ૧ હાથ પ્રમાણ હોય છે. આ આરાના અંતે અવસર્પિણી કાળ પૂર્ણ થાય છે. આ રીતે ૪+૫+૬ આરો = ૧ કોટાકોટી (૧૦૫) સાગરોપમ વર્ષ થાય. એટલે કે, ૬ એ આરા મળી, કુલ ૩+૪+૨+ ૧=૧૦ કોટાકોટી સાગરોપમ વર્ષનો અવસર્પિણી કાળ થશે. તે પછી ઉત્સર્પિણીકાળ શરૂ થાય છે. ઉત્સર્પિણી કાળ (ચડતો કાળ) અવસર્પિણીથી વિપરીત સમજવો એટલે કે ૧લો, + રજો આરો = ૨૧૨૧ હજાર વર્ષ, ૩જો આરો = ૪૨,000 વર્ષ ઓછા એવા ૧ કોટાકોટિ સાગરોપમ વર્ષ. અહીં પણ ૨૪ તીર્થકરો આદિ ૬૩ શલાકાપુરુષો થાય છે, વિગેરે અવસર્પિણીના ૩જા, ૪થા આરા મુજબ સમજવું. ૪થો, પાંચમો અને છઠ્ઠો આરો અનુક્રમે અવસર્પિણી કાળના ૩, ૨, ૧ આરા મુજબ સમજવા. એટલે કે ૧+૨+૩+૪=૧૦ કોટાકોટી (૧૦૧૫) સાગરોપમ વર્ષનો Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ઉત્સર્પિણી કાળ થશે. બંને મળીને ૨૦ કોટાકોટી (ર૪૧૦૫) સાગરોપમ વર્ષનું કાળચક્ર થશે. આ રીતે ૧૦ કર્મભૂમિઓમાં કાળચક્ર મુજબ ક્રમસર ચડતી પડતી, સતત કુદરતી નિયમ મુજબ થયા કરે છે. બાકીની ૯૧ ભૂમિઓમાં કાળચક્ર નથી. અનાદિકાળમાં અનંત કાળચક્રો થયાં. કલિકાલના પડતા ભાવો - ભગવાનને ઠગ્યા : એક નગરમાં એક કોઈ મોટા સંન્યાસી આવ્યા. તે નગરમાં એક મોટા શેઠ રહેતા હતા. તેમની પાસે ખૂબ પૈસા. એક દિવસ સંન્યાસીએ શેઠને કહ્યું - તમારી પાસે ઘણું ધન છે. તમે મંદિરમાં સોનાની મૂર્તિ પધરાવો – પહેલાં તો શેઠે કંઈ દાદ ન દીધી, બહુ આગ્રહ કરવાથી કબૂલ થયા. અને પોતાના ઓળખીતા સોનીને બોલાવ્યો અને મૂર્તિ બનાવવાનો હુકમ કર્યો. સોનીએ પૂછ્યું – સોનાની કે રૂપાની? શેઠ – જો આપણે થોડામાં જ પતાવવાનું છે મૂર્તિ ભલે રૂપાની હોય પણ ઉપર એવો ઢોળ ચડાવ કે જોનારને તો સોનાની જ લાગે. લોકોને બતાવવાનું છે ને? સોનીએ તો સુંદર રૂપાની મૂર્તિ તૈયાર કરી, ઉપર સોનાનો ઢોળ ચડાવ્યો. મૂર્તિ મંદિરમાં પધરાવવામાં આવી. આખુ નગર શેઠની ઉદારતાના ગુણગાન કરવા લાગ્યું. આ વાતને થોડા દિવસ વીતી ગયા. શેઠાણીના હાથનો એક દાગીનો ભાંગી ગયો, એટલે તે ફરી ઘડવાની જરૂર પડી. શેઠે ફરી પાછો સોનીને બોલાવ્યો અને કહ્યું - જો મારી શેઠાણીના કંકણ છે બરાબર બનાવવાના છે. સોની-શેઠ સાહેબ સોનાના કે રૂપાના? શેઠ - અરે! રૂપાનાં તે હોય આ તો ઘરનું ધન છે અને મારી સ્ત્રી રૂપાનાં, ઢોળ ચઢાવેલાં ઘરેણાં પહેરે એમાં મારી શી આબરું રહે? સોનીની આંખ સામે રૂપાની બનાવેલી મૂર્તિ ખડી થઈ રહી. કલિકાલના પડતા ભાવોની સાક્ષી દેતી રહી. Page #173 -------------------------------------------------------------------------- ________________ (૨૭) સૂત્ર-૧૪ઃ-પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ ૧૪૫ [ (૨૭) સૂત્ર-૧૪:- પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ ] > “સૂક્ષ્મ અવગાહન શક્તિ પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ. - લોકમાં પ્રત્યક્ષ કાર્ય-કારણ ન સમજાય તેને ચમત્કાર કહેવાય છે. - ધર્મોપદેશક બુદ્ધિશાળી હોય અને શ્રોતા-અનુયાયી-સુશ્રદ્ધાળુ હોય તો ધર્મ કલ્યાણકર બને. - કુગુરુઓ અર્ધશ્રદ્ધા તરફ દોરે છે. एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ॥१४॥ અર્થ :- પુદ્ગલપદાર્થોનો અવગાહ (આકાશના) એક પ્રદેશ | વિગેરેમાં વિભાગથી (વિકલ્પ) હોય છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવ્યું છે કે – પરમારે સ્મિસેવ પ્રહેશે व्यणुकस्यैकस्मिन् द्वयोश्च, त्र्यणुकस्यैकस्मिन् द्वयोः त्रिषु च, एवं चतुरणुकादीनां संख्येयासंख्येयप्रदेशस्यैकादिषु संख्येयेषु असंख्येयेषु च, अनन्तप्रदेशस्य વા અર્થ - પુદ્ગલોનો અવગાહ લોકના એક પ્રદેશ આદિમાં છે. તાત્પર્ય એ છે કે, પુદ્ગલનો અંતિમકણ પરમાણુ એક જ આકાશ પ્રદેશમાં સમાય છે. ધણુક (બે પરમાણુનો બનેલો સ્કંધ) એક આકાશ પ્રદેશમાં પણ સમાય અને એમાં પણ. ચણુક (ત્રણ અણુનો બનેલો સ્કંધ) એકમાં પણ, એમાં પણ, અને ત્રણ આકાશ પ્રદેશમાં પણ સમાય. તે પ્રમાણે ચતુરણુક આદિ સંખ્યય, અસંખેય અણુક સ્કંધો તેમજ અનંત અણુક સ્કંધોનો પણ એક આકાશ પ્રદેશથી માંડી, સંખેય, કે અસંખ્યય આકાશ પ્રદેશમાં સમાવેશ થાય. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ- “સૂક્ષ્મ અવગાહન શક્તિ અહીં પ્રશ્ન ઉદ્ભવે કે અત્યન્ત સૂક્ષ્મ એવા એક આકાશપ્રદેશમાં એક પરમાણું સમાય, પરંતુ એક જ આકાશ-પ્રદેશમાં બે પરમાણુંઓ પણ, ત્રણ પણ, અને યાવત્ અનંત અણુઓ-વાળોસ્કંધ પણ સમાઈ જાય તે કેવી રીતે શક્ય બને? સામાન્ય રીતે એક આકાશપ્રદેશને, એક પરમાણું રોકી લે છે. બે પરમાણું હોય તો, તે બે આકાશ પ્રદેશ રોકે, ત્રણ, ત્રણને રોકે, તેમ જેટલા પરમાણુઓ હોય તેટલા આકાશ પ્રદેશ રોકાય. પરંતુ એકમાં બે, ત્રણ અને યાવત્ અનંત સમાઈ જાય, તે બુદ્ધિથી સમજાય તેવું નથી. પુગલ પદાર્થનો આ એક વિશિષ્ટ ચમત્કારી ગુણધર્મ છે જેને “સૂક્ષ્મ પરિણામ” અથવા “સૂક્ષ્મઅવગાહન શક્તિ' કહી છે. આ અંગે વિશેષ વિવેચન પૂર્વના લેખ ૧૦ પૃ. ૫૧થી પ૬માં આપણે જોયું છે. લોકમાં પ્રત્યક્ષ કાર્ય-કારણ ભાવ ન સમજાય એટલે ચમત્કાર કહેવાય છે : પુદ્ગલનો આ ગુણધર્મ માનવીય બુદ્ધિથી સમજી શકાતો નથી કે તર્કથી પણ સિદ્ધ થઈ શકતો નથી. શાસ્ત્રોમાં તેને શ્રદ્ધગમ્ય કહ્યો છે. જૈનતત્ત્વજ્ઞાન કાર્ય-કારણ ભાવના સિદ્ધાંતને સર્વોપરી તરીકે સ્વીકારે છે. તે ચમત્કારમાં માનતું નથી. જોકે કેટલાક અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં દશ્ય કે પ્રત્યક્ષ કાર્ય-કારણભાવ જણાતો નથી, તો પણ નિશ્ચિત કાર્યકારણ ભાવ અવશ્ય હોય છે. તે માનવીય બુદ્ધિથી સમજાતો નથી. તેને અતીન્દ્રિય જ્ઞાનીઓ જ જાણી જોઈ શકે છે. માટે તેના ગુણધર્મો વિગેરે શાસ્ત્રોમાં શ્રદ્ધાગમ્ય કહ્યા છે. પ્રસ્તુત પુગલના ગુણધર્મના વિષયમાં “સૂક્ષ્મ અવગાહન શક્તિના કારણે આ બને છે, જે શાસ્ત્રોમાં જણાવ્યું છે તાત્પર્ય એ છે કે, આ પણ કોઈ ચમત્કાર નથી, પણ જ્યારે તેવા પ્રકારના કારણને આશ્રયીને પુદ્ગલ તેવા ગુણધર્મને અનુસરે ત્યારે જ આમ બને છે. લોકમાં પ્રત્યક્ષ કાર્ય-કારણ ભાવ ન સમજાય એટલે ચમત્કાર કહેવાય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ (૨૭) સૂત્ર-૧૪-પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ ૧૪૭ શાસ્ત્રોમાં આવા અનેક બનાવોનું વર્ણન છે જ્યાં સામાન્ય કાર્ય કારણ ભાવ ન સમજાય તેવો હોય છે. દા.ત. સામાન્ય રીતે પાણી એક સમાન સપાટી ધરાવતું હોય છે. પણ લવણસમુદ્રની મધ્યમાં ૧૦,૦૦૦ યોજના જાડી અને ૧૦૦૦ યોજન ઊંચી પાણીની ભીંત છે. તે ક્ષેત્રમાં પાણી તેના સામાન્ય સ્વભાવથી વિરુદ્ધપણે વર્તે છે. એટલે આવી બાબતોને શાસ્ત્ર વચનથી જ સ્વીકારવી જોઈએ. (જુઓ પૃ ૧૭૩૭૪) તર્કવાદ કે પ્રત્યક્ષવાદનો આશ્રય કરવો ત્યાં ઉચિત નથી. જ્યાં તર્ક પહોંચી શકે છે, તેવી બાબતો અવશ્ય તર્કથી જ સમજવી અને સમજાવવી જોઈએ. પરંતુ જયાં શાસ્ત્ર શ્રદ્ધાગમ્યતા જણાવી હોય ત્યાં માત્ર શ્રદ્ધાનો જ આશ્રય કરવો ઉચિત છે. ત્યાં તર્કનો આશ્રય કરવાથી તત્ત્વને પામી શકાતું નથી. કુગુરુઓ અંધશ્રદ્ધા તરફ જગતને દોરે છે - માત્ર તર્કવાદ, પ્રત્યક્ષવાદ, કે પ્રયોગવાદનો આશ્રય કરવાથી અશ્રદ્ધા તરફ ઢળી જવાતો લોક જોવાય છે. તો વળી એકલો શ્રદ્ધાવાદ બાબા વાક્ય પ્રમાણમ્’ અપનાવતાં અંધશ્રદ્ધામાં ખેંચાઈ જતા હોય છે. જો ગી-જતિ-સંન્યાસી-બાવાઓ, બાબાઓ, બાપુઓ વિગેરેના ચમત્કારોમાં જ અધ્યાત્મ માનનારાઓ તેનાથી અંજાઈ જાય છે. તેથી જ ધર્મના નામે ધતિંગ ચાલતા રહેતા હોય છે. કેટલાક તો ભગવાનના સત નો નિર્ણય પણ ચમત્કારના આધારે જ કરતા હોય છે. ચમત્કાર થાય તો કહે ભગવાનમાં સત્ છે. ચમત્કાર તો જાદુગર પણ કરે છે, પણ તે હાથચાલાકી તરીકે જ ખતવાય છે, અને મનોરંજન માટે જ કરે છે. પણ ભોળાભક્તોને ફસાવવા ધર્મગુરુઓ કરે તે માયાવી છે, અને કોને ગેરમાર્ગે દોરનાર છે. શાસ્ત્રોએ આવા ધર્મગુરુઓને કુગુરુ, અને વેષવિડંબક કહી વખોડ્યા છે. આજે ઉચ્ચશિક્ષણ પામેલા તેમજ નેતાઓ, અભિનેતાઓ વિગેરે પણ ચમત્કારી બાબાઓથી અંજાઈ જાય, એ આશ્ચર્ય ઉપજાવે તેવું Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન છે. અથવા આવી માનવની માનસિકતા માનવી ? ધર્મોપદેશક બુદ્ધિશાળી હોય, અને શ્રોતા સુશ્રદ્ધાળુ હોય, તો ધર્મ કલ્યાણકર બને. અંધશ્રદ્ધાથી વિપરીત બીજી બાજું પણ જોઈએ. આધુનિક વિજ્ઞાનની સિદ્ધિઓથી અંજાઈને પ્રત્યક્ષવાદ કે પ્રયોગવાદને જ સત્યનો માપદંડ સમજનારા, અશ્રદ્ધાળુ બની જતા જોવાય છે. ધર્મને કે ગુરુઓને માત્ર ધતિંગ જ માને છે. એટલી હદ સુધી જાય છે કે, ધર્મના કારણે જ જગતમાં ઝઘડા, યુદ્ધો અને અશાંતિ વધે છે. ધર્મ ન હોય તો જગતમાં કોઈ ફેર પડતો નથી. પોતાની આજીવિકા ચલાવવા અને વાહ વાહ વધારવા માટે ધર્મના અનુષ્ઠાનો બતાવાય છે. વાસ્તવમાં તે બધા ઉપજાવી કાઢેલા છે, જાણે સ્ટંટ જ છે, આવો પ્રચાર તેઓ કરતા હોય છે. આ વિષયમાં એટલું અત્યંત ધ્યાનમાં લેવા યોગ્ય છે કે, જો આત્મા છે, પુણ્ય-પાપ, પરલોક છે, અને મોક્ષ છે, તો આ જગતમાં આત્માના હિત માટે ધર્મની જરૂરિયાત છે. એક રીતે જોવા જઈએ તો શરીર માટે અને જીવન માટે જે ચીજોની જરૂરિયાત છે, તેના કરતાં ધર્મ કિંમતી છે. માનવના સંસ્કારી જીવન માટે જેટલી કુટુંબ, સમાજ અને દેશની વ્યવસ્થાતંત્રની જરૂર છે, તેના કરતાં વધુ માનવના આત્માને માટે ધર્મની જરૂર છે. દેશનું વ્યવસ્થાતંત્ર ગમે તેટલું બગડી જાય, તો પણ તે નાબૂદ થઈ શકે ? તેને સુધારવાના ઉપાયો અજમાવવા જોઈએ. તેમ ધર્મનું વ્યવસ્થાતંત્ર બગડી જાય તો તેને સુધારવાના ઉપાયો કરાય. વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાજ્ય, દેશ અને વિશ્વ ઉત્તરોત્તર ચઢિયાતા ગણાય છે. ધર્મ સર્વથી ચઢિયાતો છે. વ્યક્તિ, કુટુંબ વિગેરે પૂર્વપૂર્વનાને ગૌણ કરી અનુક્રમે કુટુંબ, સમાજ વિગેરે પછીનાને પ્રાધાન્ય અપાય છે. ધર્મ કે ધર્મના નિયમો ખોટા નથી, વ્યક્તિઓ ખોટા આવી જવાથી તેનો Page #177 -------------------------------------------------------------------------- ________________ (૨૭) સૂત્ર-૧૪:- પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ ૧૪૯ દુરુપયોગ થાય છે, તેમાં સુધારો અવશ્ય જરૂરી છે. તે ત્યારે જ શક્ય બને કે જ્યારે ધર્મનું આચરણ કરનારા અનુયાયીઓ સુશ્રદ્ધાળુ ને તત્ત્વજ્ઞાની બને. જૈન તત્ત્વજ્ઞાને વિશ્વની સુંદર અને સુસંગત વ્યવસ્થા પણ બતાવી છે, અને, મોક્ષમાર્ગની ઉપાસના પણ, બહુ જ તર્કબદ્ધ રીતે સમજાવી છે. જ્યાં અશ્રદ્ધા, કે અંધશ્રદ્ધામાં ખેંચાયા વિના, જીવ સુશ્રદ્ધાળુ બને છે. કલિકાલ સર્વજ્ઞશ્રીએ આને લગતી બહુ સુંદર રજૂઆત કરી છે. श्राद्धः श्रोता सुधीर्वक्ता, युज्येयातां यदीश तत् । વૈચ્છીશન સામ્રાજ્યમેoછ– તાવ | (શ્રીવીતરાગસ્તોત્ર) અર્થ : ધર્મોપદેશક વક્તા બુદ્ધિશાળી હોય, અને શ્રોતા સુશ્રદ્ધાળુ હોય તો, હે પ્રભુ! કલિકાલમાં પણ તારું શાસન એક છત્રી વર્તે છે. સૂરિરામની એવી વાણી જૈન તત્ત્વજ્ઞાનની ખાણી – શાસ્ત્રમુજબ પોતે ચાલે અને સૌને ચલાવે તે જ્ઞાની. સાધુના ભગત અનેક હોય, પણ સાધુ તેમનો ભગત ન હોય અને સાધુને પણ જો પોતાના ભગત બનાવવાની ઈચ્છા થાય તો સાધુતા હાલવા માંડે. શાસ્ત્રકેવળ સાંભળવા માત્રથી કલ્યાણ નથી કરતું પણ, સાંભળેલું જશે, યથાશક્તિ અમલમાં આવે, અને જેટલું અમલમાં ન આવે તેનું દુઃખ થાય, તો જ કલ્યાણ કરે. – મૈત્રી એટલે “શેકન્ડ' વિગેરે બાહ્યાડંબર કરવો એ નહિ, પણ મૈત્રી એટલે પરનું હિત વિચારવાનું. -> થોડું ભણેલો પણ સંયમી હોય તો એ મહાજ્ઞાની અને ઘણું ભણેલો પણ સંયમથી વિમુખ હોય, તો તે મહાઅજ્ઞાની. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ૨૮) સૂત્ર - ૧૫ :- આત્મા શરીરમાં કે સર્વત્ર વ્યાપીને રહેલો છે. -- એક જીવ જઘન્ય અને ઉત્કૃષ્ટ, લોકના અસંખ્યાતમા ભાગ જેટલી જગા રોકે. - કેવલી સમુદ્યાત વખતે જીવ સર્વલોકાકાશમાં પ્રસરી જાય છે. -- જગદીશચંદ્ર બોઝના પ્રયોગો વનસ્પતિમાં ચૈતન્ય સિદ્ધ કરે છે. હમણાંના સંશોધનો વનસ્પતિમાં હર્ષ, શોક, ક્રોધ, ભય વિગેરે લાગણીઓ સિદ્ધ કરે છે. असंख्येयभागादिषु जीवानाम् ॥१५॥ અર્થ - જીવોનો અવગાહ લોકના અસંખ્યાતમા ભાગ, વગેરેમાં હોય છે. સ્વોપજ્ઞ ભાષ્ય :- તોફાફાશે પ્રદેશ નામસંયેયમ વિ૬ નવાनामवगाहो भवति । એક જીવ, લોકના અસંખ્યાતમા ભાગ જેટલી જગા રોકે - કોઈપણ એક જીવ જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટલી જગા (આકાશ) રોકે છે? તેનો આ ઉત્તર છે કે, જઘન્ય કે ઉત્કૃષ્ટ લોકાકાશ (વિશ્વ)ના અસંખ્યાતમા ભાગ જેટલી જગા રોકે. અર્થાત્ એક જીવની તેટલી જ અવગાહના હોય. તેને વિગતવાર અને ઊંડાણથી સમજીએ. આપણા આ પરિમિત લોકાકાશ (વિશ્વ)ના કુલ આકાશ પ્રદેશો અસંખ્ય છે. આ અસંખના પણ અસંખ્ય પ્રકારો પડશે. દા.ત. એક Page #179 -------------------------------------------------------------------------- ________________ (૨૮) સૂત્ર - ૧૫:- આત્મા શરીરમાં સર્વત્ર વ્યાપીને રહેલો છે. ૧૫૧ આંગળી (અંગુલ) જેટલી પહોળાઈમાં પણ અસંખ્ય આકાશ પ્રદેશો સમાય છે. પરંતુ તે આકાશપ્રદેશોનું પ્રમાણ લોકાકાશના સર્વ આકાશ પ્રદેશોના અસંખ્યાતમા ભાગે જ થશે. હજુ આગળ. તે અસંખ્ય આકાશ પ્રદેશ ધરાવતા અંગુલના, બુદ્ધિવડે અસંખ્ય ટુકડા (ખંડ) કલ્પીએ તો તેમાંના એક ટુકડા (ખંડ)માં પણ અસંખ્ય આકાશપ્રદેશો હોય. આવા એક ખંડ જેટલી એક જીવની જઘન્ય અવગાહના હોય છે. અર્થાત્ આ એક અંગુલનો અસંખ્યાતમો ખંડ (ટુકડો) જેટલી જગાને રોકે, તેટલી જગા એક જીવ જઘન્યથી રોકે. આટલી નાની અવગાહના (શરીરનું કદ) સૂક્ષ્મ-નિગોદમાં રહેલા જીવોની હોય છે. બીજા જીવોની તેથી વધુ હોય છે. • પ્રશ્ન - ઉત્કૃષ્ટથી કેટલી હોય ? ઉત્તર ઃ કોઈ જીવની બે ખંડ જેટલી, કોઈની ત્રણ, ચાર એમ વધતાં વધતાં અસંખ્ય ખંડ જેટલી અવગાહના પણ હોય. આ અસંખ્ય ખંડની અવગાહના પણ લોકાકાશના સર્વપ્રદેશોની સરખામણીમાં જોવા જાવ તો, તેના અસંખ્યાતમા ભાગે જ હોય, તેથી વધુ ન હોય. જે અંગુલમાં ગણવા જઈએ તો સંખ્યાતા અંગુલ (અમુક માઈલ) થાય. શાસ્ત્રોમાં જીવની ઉત્કૃષ્ટ અવગાહના (વધુમાં વધુ ઊંચાઈવાળું શરીર) ૧૦૦૦ યોજના (૧ યોજન = ૮ માઈલ) કહી છે, તે વનસ્પતિના કમળના જીવની હોય છે, તેનું મૂળ ૧૦00 યોજન ઊંડા સમુદ્રના પાણીમાં ઊંડે, અને તેની નાળ ઊંચે પાણી ઉપર આવેલા કમળ સુધી હોય છે. તેવા કમળમાં આટલું શરીર સંભવે. બાકી તે સિવાયના જીવોનું આટલું શરીર ન હોય.) મનુષ્યનું વધુમાં વધુ શરીર ૩ ગાઉ (૬ માઈલ, આશરે લા કિ.મી.) ૧લા આરામાં હોય છે. જળચરોમાં મસ્યનું તેથી પણ વિશાળ (૧000 યોજન) શરીર હોય. શાસ્ત્રોમાં પ૬૩ જીવોના પ્રકારોમાં શરીરની જઘન્ય, અને ઉત્કૃષ્ટ ઊંચાઈ, જુદા જુદા કાળમાં જુદી જુદી વિગતવાર બતાવી છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કેવલી રામુદ્દાત વખતે જીવ સર્વલોકાકાશમાં પ્રસરી જાય: જીવ જયારે સાધના કરી ધ્યાન દ્વારા સર્વકર્મનો ક્ષય કરવાની અંતિમ ક્ષણોમાં વર્તતો હોય ત્યારે, કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં, (જુઓ પૃ. ૧૫૯) સર્વ લોકાકાશમાં પ્રસરી જાય છે. આ પ્રક્રિયાને કેવલીસમુદ્દાત કહે છે. તે વખતે જીવની અવગાહના (વ્યાપ) સર્વલોકાકાશ જેટલી હોય છે. જીવ વધુમાં વધુ આટલો વિસ્તૃત થઈ શકે છે. કારણ કે લોકાકાશના, અને એક જીવના પ્રદેશો, સમાન છે, અને તે અસંખ્યાત છે. આત્માનું સ્થાન શરીરમાં ક્યાં ? એ બાબતમાં દર્શનશાસ્ત્રીઓમાં વિવાદ છે. કેટલાક હૃદયમાં, માથામાં, કે મગજમાં માને છે તો કેટલાક અણુ, તો કેટંલાક વિભુ (સર્વ વ્યાપી) માને છે. વેદાન્તસૂત્ર ૨-૨-૩૪ના વિવેચનમાં જૈનોના મતમાં ખોટી રીતે દોષ બતાવવામાં આવ્યો છે. ત્યાં દલીલ કરી છે કે જો આત્મા શરીરના કદ જેટલો જ હોય તો, તે જ આત્મા માખી કે હાથીના શરીરમાં પ્રવેશ કરી શકે તે અશકય છે. જૈનતત્ત્વજ્ઞાનમાં દર્શાવેલું આત્માનું સ્વરૂપ સમજવાથી આનું સમાધાન બહુ સારી રીતે થઈ શકે છે. આત્મા માતાના ગર્ભમાં પોતાનું શરીર બનાવી સૂક્ષ્મ કદમાંથી શરીર વધતાં ક્રમસર પ્રસાર પામે છે. તે પછી જીવનને અંતે ફરી પુનર્જન્મના બીજમાં સંકોચાય છે. આ રીતે આત્માનું કદ અચળ રહેતું નથી. દીપકના પ્રકાશની જેમ આત્માનું કદ સંકોચન અને પ્રસારણ કરવાના સ્વભાવવાળું છે. (જુઓ પૃ. ૧૫૬) S.J. Maher Zulassa 4241 2441 viehi sa } - (the soul an immetarial energy exerting its proper activities ubiquitously throughout the living body (આત્મા તે બિનપૌગલિક શક્તિ છે, જે તેની ઉચિત પ્રવૃત્તિ જીવંત શરીરમાં સર્વત્ર વ્યાપ્ત કરે છે.) Page #181 -------------------------------------------------------------------------- ________________ (૨૮) સૂત્ર - ૧૫:- આત્મા શરીરમાં સર્વત્ર વ્યાપીને રહેલો છે. ૧૫૩ Protoplasmને પ્રાણીશાસ્ત્ર ચૈતન્યસહિત માને છે. તે પસંદગી કરવાની શક્તિ ધરાવે છે. તે વિદ્યુત ઉત્તેજકની અસર તળે પ્રતિક્રિયા આપવાનો લાક્ષણિક ગુણ ધરાવે છે. સૂક્ષ્મ શરીર રચનાવાળા જંતુઓ, જેને કોષો કહે છે. તે કોષો જે Protoplasm નામના પદાર્થના બનેલા છે તેને વિજ્ઞાન ચૈતન્યથી સહચરિત માને છે. Arthur dendyના મત પ્રમાણે. “Protoplasm તે પ્રાટોઈલ્સ, ખનિજ ક્ષારો, અને પાણીનું મિશ્રણ છે. તેને પસંદગી કરવાની નોંધપાત્ર શક્તિ છે. દા.ત. સમુદ્રના પાણીના એક જ નમૂનામાંથી એક જ હેતુ માટે, એક જંતુ સિલિકા પસંદ કરશે, જ્યારે બીજુ કેલ્શીયમ કાર્બોનેટ.” પુદ્ગલ પદાર્થનું કોઈપણ સંયોજન ઉપર જણાવ્યો તેવો ગુણ ધરાવતું નથી. Protoplasm એ સ્નિગ્ધ પ્રવાહીનું નામ છે. તે દરેક કોષમાં ચૈતન્ય ધરાવે છે. (જુઓ એક્સપ્લોરીંગ ધ યુનિવર્સ બાય H. ward) વનસ્પતિ અને પ્રાણી બંનેનું પ્રાથમિક ઘટક Protoplasm રાસાયણિક મિશ્રણો ધરાવે છે. તેમાં Proteids છે. અનસ્ટેબલ પ્રોટેઈડૂસ, પ્રોટોપ્લાઝમની વિશિષ્ટ ક્ષમતાને રચવામાં સહાયક થાય છે. તે ચૈતન્યનો ભૌતિક આધાર છે. જીવના વિવિધ વ્યવહારો જેવા કે ગતિ, ભોજન, શ્વાસોચ્છવાસ અને શ્રમના કાર્યો આના પર જ આધાર રાખે એક અત્યંત સંવેદનશીલ સાધન વડે ઝીણી કાચની સોય જીવંત કોષમાં પ્રવેશ પામવાથી તેની સંવેદના સૂક્ષ્મદર્શકયંત્રમાં જોઈ શકાય છે. બીજા સંશોધન મુજબ જીવંત શરીરમાંથી થોડા કોષો લેવામાં આવ્યા. તેમને નાના કાચના ખંડમાં, અંદર કોઈપણ જંતુ જવા દીધા વિના, જીવતા રાખ્યા. તેઓ કેટલું લાંબુ જીવે છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું. અત્યંત આશ્ચર્યકારી જીવંત કોષોનો આ અભ્યાસ ચૈતન્ય વિષેની Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વિજ્ઞાનની તદન નવી શાખાને આકાર આપે છે. (The out line for boys and girls and their parents-Dr. Johnbaker) અમીબા જેવા એક કોષીય જંતુથી માંડી જટિલ રચનાવાળા મનુષ્ય વિગેરે છે. તેઓ આવા કરોડો કોષોના બનેલા છે. તેઓ પણ તેવું જ ચૈતન્ય ધરાવે છે. તેથી આત્મા દરેક કોષોમાં અવશ્ય વ્યાપેલો છે, એટલે કે આખા શરીરમાં વ્યાપેલો છે. જગદીશચંદ્રબોઝના પ્રયોગો વનસ્પતિમાં ચૈતન્યસિદ્ધ કરે છે : રાસાયણિક અને વિદ્યુત ઉત્તેજક બિંદુ (stimulus point)ની અસર તળે વનસ્પતિનું પ્રોટેપ્લાઝમ (કોષમાં રહેલું પ્રોટીન) સંકોચનનો નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે. તેમજ તે પ્રતિક્રિયા આપે છે, તે વિષે જગદીશચંદ્ર બોઝે પ્રયોગો કર્યા. તે પ્રયોગો વનસ્પતિમાં પણ ચૈતન્ય છે, તે સંકોચન પામે છે અને તેના આખા શરીરમાં તે વ્યાપ્ત છે, તેમ સિદ્ધ કરે છે. તે પછીના થયેલા સંશોધનો વનસ્પતિમાં હર્ષ, શોક, ક્રોધ, ભય વિગેરેની લાગણીને પણ સિદ્ધ કરે છે. સૂરિ “રામ”ની એવી વાણી, જૈન તત્ત્વજ્ઞાનની ખાણી. આત્મા મરતો નથી. આત્મા તો હતો, છે અને રહેવાનો છે. અહીંથી મર્યા એટલે બધો ખેલ ખલાસ થઈ જતો હોત તો, જ્ઞાનીઓ ધર્મનો આવો ઉપદેશ આપત જ નહિ. આત્માની અશુદ્ધિ તે સંસાર, આત્માની શુદ્ધિ તે મોક્ષ. મોક્ષમાં જવાનો નિર્ણય કરવો - એનું નામ એકડો આ લક્ષ્ય વિનાની બધી જ ધર્મક્રિયાઓ એકડા વગરના મીંડા જેવી (200) – Page #183 -------------------------------------------------------------------------- ________________ (૨૮) સૂત્ર - ૧૫:- આત્મા શરીરમાં સર્વત્ર વ્યાપીને રહેલો છે. ૧૫૫ - સૌથી પ્રાચીન ધર્મ: માનવ સંસ્કૃતિની શરૂઆતથી જ ભારતે રાષ્ટ્રોની આધ્યાત્મિક માતા તરીકે હંમેશાં ભાગ ભજવ્યો છે. ડૉ. એસ. સી. વિદ્યાભૂષણ જણાવે છે કે “જો ભારત પોતાના આધ્યાત્મિક અને તાત્વિક વિકાસમાં અજોડ સ્થાન ભોગવતું હોય તો, કોઈ પણ વ્યક્તિ એટલું તો સ્વીકારશે જ કે, એમાં બ્રાહ્મણો અને બૌદ્ધો કરતાં, જૈનોનો ઉદાત્ત ફાળો જરા પણ ઓછો નથી.” બીજાઓની સાથે એ પણ એવા અભિપ્રાય ધરાવે છે કે, “જૈન ધર્મ સર્વશ્રેષ્ઠ પ્રાચીન ધર્મોમાંનો એક છે.” સર સન્મુખમ્ ચેટ્ટીએ કહ્યું છે કે, “જૈન ધર્મની મહત્તા વિષે કાંઈ કહેવું એ મારા ગજા ઉપરાંતની વસ્તુ છે. જૈનોનો ભારતીય સંસ્કૃતિના વિકાસમાં કંઈક અજોડ ફાળો છે. એવા મારા કથનના સમર્થનમાં મેં પૂરતા પ્રમાણમાં વાંચન કર્યું છે. હું અંગત રીતે માનું છું કે, ભારતમાં કેવળ જૈન ધર્મ જ પક્કડ જમાવી શક્યો હોત, તો કદાચ આપણને વધારે સંઘટિત ભારત પ્રાપ્ત થયું હોત. અને તે ખરેખર આજની સરખામણીમાં વધારે મહાન હોત.” (જૈન ગેઝેટ ૧૯૧૪ અને ૧૯૪૩) બૅરિસ્ટર શ્રી સી.આર.જૈનના શબ્દોમાં કહીએ તો, “જૈન સિદ્ધાંત તીર્થકરોના ધર્મનું મૂળ છે. અને પૂર્વની સંસ્કૃતિના નિષ્ણાતોએ જૈન ધર્મના ઉદય વિષે સર્વ પ્રકારની ધારણાઓ વિકસાવતી વખતે જૈનધર્મના સિદ્ધાંતોને વિશ્વસનીય કારણ ગણવા છતાં, તે અંગેના પોતાના સંશોધનમાં તર્ક, વિતર્ક અને ભૂલો કરી છે.” હકીકતમાં સામાન્ય રીતે અજ્ઞાન અને અર્ધદગ્ધ માહિતીને લીધે, અને કેટલીકવાર આગળથી રૂઢ થઈ ગયેલા અભિપ્રાયો અને અંધ પૂર્વગ્રહોની અસરથી પ્રણાલિકાગત અને લાગણીપ્રધાન પૂર્વગ્રહયુક્ત વિદ્વાનો અને ઇતિહાસકારો ઘણીવાર જૈન ધર્મ અને તેના ઈતિહાસને ન્યાય આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. (Jainism the oldest living religion 42718Hiel) Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન [ (૨૯) સૂત્ર - ૧૬ :- આત્માનું સંકોચન અને પ્રસારણ આત્મા, દીવાના પ્રકાશની જેમ સંકોચન-પ્રસારણ પામે છે. સાત સમુદ્યાત આત્માની ગુપ્ત શક્તિ. કેવલી સમુદ્યાત વખતે આત્માના પ્રદેશો સર્વ વિશ્વમાં પ્રસાર પામી જાય છે. -> નિષ્ણાત ચિકિત્સકની જેમ સર્વજ્ઞકથિત આચાર-વિચારનું પરિપાલન મુક્તિપદનો સર્વોત્તમ ઉપાય છે. प्रदेशसंहारविसर्पाभ्यां प्रदीपवत् ॥१६॥ અર્થ - જીવના પ્રદેશો દીપકના પ્રકાશની માફક સંકોચન અને પ્રસારણ પામે છે. પૂર્વના લેખમાં પ્રોટોપ્લાઝમનું સંકોચન, વૈજ્ઞાનિકો દ્વારા સિદ્ધ થયું તે પણ આત્માના પ્રદેશોનું જ સંકોચન સિદ્ધ કરે છે. આત્મા દીવાના પ્રકાશની જેમ સંકોચન અને પ્રસારણ પામે છે - એક-એક જીવના દરેકના પ્રદેશો (અવિભાજ્ય અંતિમ અંશ) અસંખ્ય છે. તેમ છતાં તે પ્રદેશો દીવાના પ્રકાશની જેમ સંકોચન અને પ્રસારણ પામવાના સ્વભાવવાળા છે. તેથી આત્મા (જીવ), અતિસૂક્ષ્મ શરીરમાં પણ સમાઈ શકે છે, અને તેટલા જ પ્રદેશો, મહામત્સ્યના શરીરમાં પણ ફેલાઈને રહી શકે છે. આત્મા એક અખંડદ્રવ્ય હોવા છતાં સંકોચન અને પ્રસારણ પામી શકે છે. પૂર્વના લેખમાં જણાવ્યું તેમ, કેવલીસમુદ્રઘાત Page #185 -------------------------------------------------------------------------- ________________ (૨૯) સૂત્ર - ૧૬ :- આત્માનું સંકોચન અને પ્રસારણ વખતે સઘળા વિશ્વમાં પણ વ્યાપી જાય છે. આ પ્રસંગે જૈન તત્ત્વજ્ઞાનમાં સાત પ્રકારના સમુદ્દાત બતાવેલા છે. તેનું સ્વરૂપ સમજીએ. સાત સમુદ્ઘાત-આત્માની ગુપ્ત શક્તિ ઃ - ૧૫૭ સમુદ્દાતનો અર્થ : બળાત્કારે આત્મપ્રદેશો એકાએક શરીરની પણ બહાર નીકળીને ફેલાય અને ઘણા જથ્થામાં આત્મા પર લાગેલા જૂના કર્મોની ઉદ્દી૨ણા કરી નાશ કરે (આત્મા પરથી કર્મના પરમાણુઓને છૂટા કરી વિખેરી નાખે), આવો વિશિષ્ટ પ્રયત્ન તેને સમુદ્દાત કહે છે. શબ્દના પદોનો વિગ્રહ કરી અર્થ આ રીતે સમજાય સમ્ = એકી સાથે, ઉત્ = પ્રબળતાથી, જોરથી, ઘાત = નાશ. (કર્મોનો). એકી સાથે પ્રબળતાથી કર્મોનો નાશ. શ્રી ', દંડક પ્રકરણ ગ્રંથમાં આવા સાત પ્રકારના સમુદ્ધાતનું વર્ણન છે. वेयण कसाय मरणे, वेउव्विय तेयए य आहारे । વનિ ય સમુધાયા, સત્ત મે ધ્રુતિ સન્નીગં ॥ (ગાથા :- ૧૬) અર્થ :- વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહા૨ક અને કવિલ સમુદ્દાત. આ સાત સંજ્ઞી (મન સહિત) જીવોને હોય છે. : (૧) વેદના સમુદ્દાત ઃ- શારીરિક કોઈપણ વેદના વડે વ્યાકુલ થયેલો આત્મા. તે પ્રસંગે પોતાના કેટલાક આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢી, ઉદર વિગેરે પોલાણ અને ખભા વિગેરે આંતરાઓને (તે ખાલી જગાને) પૂરી દઈ શરીરની ઊંચાઈ અને જાડાઈ જેટલો એક સરખો દંડાકારે થાય છે. અને તે વખતે પ્રબલ ઉદીરણા કરણવડે, પૂર્વોપાર્જિત આત્મામાં સત્તામાં રહેલા અશાતાવેદનીય નામના કર્મના ઘણાં કર્મ૫૨માણુઓને, ઉદયાવલિકામાં નાખી, ઉદયમાં લાવી વિનાશ કરે તે. (૨) કષાય સમુદ્દાત : કષાય (ક્રોધ, માન, માયા, લોભ વિગેરે મોહજનિત ભાવો) વડે વ્યાકુળ થયેલો આત્મા ઉપર કહ્યા મુજબ દંડાકારે Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન થઈ, પ્રબલ ઉદીરણા કરણ વડે પૂર્વોપાર્જિત આત્મામાં સત્તામાં રહેલા કષાયમોહનીય નામના કર્મના ઘણાં કર્મોને, ઉદયમાં લાવી નાશ કરે તે કષાય સમુદ્યાત છે. આ ક્રિયા વખતે ઘણાં નવાકર્મો પણ બાંધે છે. (૩) મરણ સમુદ્યાત : મરણાત્ત વખતે વ્યાકુળ થયેલો આત્મા, મરણથી અંતર્મુહૂર્ત (૪૮ મિનિટથી ઓછું) પહેલા પોતાના કેટલાક આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢી, જ્યાં ઉત્પન્ન થવાનો છે, તે સ્થાન સુધી, સ્વદેહપ્રમાણ જાડા દંડના આકારે લંબાવી મરણ પામે (શરીરનો ત્યાગ કરે) તે. આ દંડ અવસ્થામાં આયુષ્યકર્મના ઘણા પુદ્ગલોને ઉદયમાં લાવી વિનાશ કરે છે. આ ક્રિયામાં નવા કર્મો બંધાતા નથી. (૪) વૈક્રિય સમુઘાતઃ વૈક્રિયલબ્ધિવાળો આત્મા પૂર્વોક્ત મુજબ પૂર્વોપાર્જિત વૈક્રિયનામકર્મના ઘણા કર્મોનો નાશ કરે છે. આ ક્રિયા દ્વારા વૈક્રિયપુદ્ગલોનું પોતાને ઇચ્છિત બીજું શરીર બનાવે છે. વિશેષ જુઓ પૃ ૨૦૩થી ૨૦૮) (૫) તૈજસ સમુદ્યાત : પૂર્વની કોઈ સાધનાથી તેજોલેશ્યા નામની લબ્ધિવાળો આત્મા, પૂર્વોક્ત મુજબની ક્રિયા વડે, તૈજસનામકર્મના પુદ્ગલોને ઉદયમાં લાવી નાશ કરવા સાથે, તૈજસવર્ગણાના પુગલોને ગ્રહણ કરી, તેજલેશ્યા કે શીતલેશ્યા મૂકે છે. આ તેજોવેશ્યા પોતાની શક્તિ મુજબ એક કે અનેક મનુષ્યો, પ્રદેશો આદિને બાળવા સમર્થ હોય છે. શીતલેશ્યા પણ આ સમુદ્રઘાતથી થાય છે. શ્રાપ અને આશીર્વાદ પણ આ રીતે તેનું કાર્ય છે. (જુઓ પૃ૨૦૯થી ૨૧૬ ) (૬) આહારક સમુધ્રાતઃ આહારકલબ્ધિવાળા (આ લબ્ધિ ચૌદપૂર્વના શાસ્ત્રોના જ્ઞાતા વિશિષ્ટ મુનિઓ જ પ્રાપ્ત કરી શકે છે.) મુનિશ્રી, અરિહંત ભગવાનના સમવસરણ આદિ ઋદ્ધિના દર્શન કરવા કે, તત્ત્વના કોઈ સૂક્ષ્મ સંદેહને દૂર કરવા, ઈત્યાદિ કારણે પૂર્વોક્ત મુજબ ક્રિયાથી એક Page #187 -------------------------------------------------------------------------- ________________ (૨૯) સૂત્ર - ૧૬ :- આત્માનું સંકોચન અને પ્રસારણ ૧૫૯ હાથ પ્રમાણ અદશ્ય (આહારક વર્ગણાના પુલોનું) શરીર બનાવે તે. (૭) કેવલી સમુદ્યાત - જયારે આત્મા નિર્વાણ પામવાનો હોય ત્યારે, ૧૪મા ગુણસ્થાનકમાં પ્રવેશ પૂર્વે, અને ૧૩માં ગુણ સ્થાનકને અંતે, વિશિષ્ટ પરિસ્થિતિમાં, આત્મા પોતાના આત્મપ્રદેશોને મૂળશરીરમાં રાખવા સાથે, પોતાના તૈજસ અને કાર્મણ શરીર સહિતના તે આત્મપ્રદેશોને ખૂબ વિસ્તાર કરી, માત્ર ૪ સૂક્ષ્મ સમય જેટલા અલ્પ સમયમાં સંપૂર્ણ ૧૪ રાજલોક (વિશ્વ)માં વ્યાપી જાય છે, અને તુરત બીજા ૪ સમયમાં તે આત્મપ્રદેશોનું સંકોચન કરી મૂળશરીરમાં આવી જાય છે. આ આઠ સમયની ક્રિયાને કેવલીમુદ્દઘાત કહેવાય છે. ઉપરોક્ત વિશિષ્ટ પરિસ્થિતિ આ મુજબ છે. સર્વજ્ઞકથિત આચાર-વિચારોનું પરિપાલન મુક્તિપદનો પરમ ઉપાય છે : સંસારી દરેક આત્મા ઉપર અનાદિકાલીન મૂળ ૮ પ્રકારના (પેટા ભેદ ૧૫૮) કર્મો દૂધ-પાણીની જેમ એક રસ થઈને લાગેલા છે. જૂના કર્મો પરિપક્વ થઈ ઉદયમાં આવતાં, તે તે પ્રકારના કર્મ મુજબની વિવિધ અવસ્થાઓને આત્મા અનુભવે છે. તે અનુભવના સંવેદનકાળે આત્માએ કરેલા મન, વચન, કાયાના સારા કે ખરાબ પ્રતિભાવો (રાગ, દ્વેષ આદિ)ને કારણે નવાશુભાશુભકર્મો આત્મા ઉપાર્જન પણ કરે છે. જૂનાકર્મો દૂર થાય છે અને નવા કર્મો આત્માને લાગે છે. આ રીતે કર્મનો પ્રવાહ ચાલ્યા કરે છે. જીવ જયારે ચરમાવર્તિમાં આવે, તથાભવ્યત્વનો પરિપાક કરે તે પછી, જૂના કર્મોના ઉદયમાં (અનુભવ કાળમાં) આત્મા પોતાના ભાવોને સર્વજ્ઞ કથિત પંચાચારના પાલન દ્વારા શુદ્ધ, શુદ્ધતર કરે છે. આ રીતે આત્માની પરિણતિ પરિપકવ બનવાથી જૂના કર્મો ખપવાની સાથે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન નવા કર્મો ઓછા ઉપાર્જન થાય છે. આત્માનો પુરુષાર્થ વધુ પ્રબળ બને તો, ભવિષ્યમાં હજુ વધુ શુદ્ધિને પ્રાપ્ત કરવાની આત્માની સાધના વેગવંતી બનતી જાય છે. જેવી રીતે નિષ્ણાતવૈદ્યની સલાહ સૂચન મુજબની ચિકિત્સા પદ્ધતિ રોગ દૂર કરવાનો પરમ ઉપાય છે, તેમ સર્વજ્ઞકથિત આચાર-વિચારનું ગીતાર્થ ગુરુના માર્ગદર્શન અનુસાર વારંવાર પરિપાલન આત્માની શુદ્ધિના વિકાસમાં એક સર્વોત્તમ ઉપાય છે. અનેક ભવોના અભ્યાસ દ્વારા આત્મા સાધનાના પ્રથમ તબક્કામાં (શુક્લ ધ્યાનના ૪ પાયામાંથી ૨ પાયા પૂર્ણ કરી) ૮માંથી ૪ ઘાતી કર્મોનો મૂળથી ક્ષય કરી કેવલજ્ઞાન (૧૩મું ગુણસ્થાનક) પ્રાપ્ત કરે છે. તે પછી તે જ ભવમાં બીજા તબક્કામાં ધ્યાનના બીજા બે પાયા વડે બાકીના ૪ કર્મોના ક્ષય કરવા નિર્વાણ પદ)ની નજીક પહોંચેલા કેવલીભગવાનનો આત્મા, જો ૪ કર્મોની સ્થિતિ (duration) અસમાન, હોય તો (૧૩માં ગુણસ્થાનકને અંતે) કેવલી સમુદ્દાત કરે છે. એટલે કે જો આયુષ્યકર્મથી બાકીના ત્રણ કર્મો અધિકસ્થિતિવાળા હોય (દા.ત. આયુષ્યકર્મ ૫ સેકંડ ચાલે તેટલું છે, અને બાકીના કર્મો તેથી વધુ સમય ચાલે તેટલા છે, દા.ત. ૬,૭ અને ૮ સેકંડ ચાલે તેટલા છે આવી પરિસ્થિતિ હોય.) તો આ ઉપર બતાવેલ કેવલીસમુઘાતની ક્રિયા કેવલીભગવાન કરે છે. તે પ્રક્રિયાના ફળ રૂપે અધિક સ્થિતિવાળા કર્મોની સ્થિતિ ઘટાડીને આયુષ્યની સમાન બનાવી દે છે. આમ કરવાથી (૧૪મા ગુણસ્થાનકે) જ્યારે આયુષ્યનો અંત થાય ત્યારે, બાકીના ૩ કર્મો પણ, એક સાથે તે જ સમયે અંત પામે છે, આ રીતે સર્વ કર્મનો અંત થઈ જાય છે. તેજ સમયે સર્વકર્મરહિત થઈ, આત્મા સદા માટે અંતિમ શરીરનો ત્યાગ કરી, લોકાગ્રે સિદ્ધશિલા પર પહોંચી, શ્રી સિદ્ધભગવાન બને છે. જો આયુષ્યકર્મની (સમાન) જેટલી જ બાકીના ૩ કર્મોની સ્થિતિ (કાળમાન) હોય તે કેવલીભગવાનને આ ક્રિયા કરવાની જરૂર રહેતી Page #189 -------------------------------------------------------------------------- ________________ - ૧૬૧ (૨૯) સૂત્ર - ૧૬:- આત્માનું સંકોચન અને પ્રસારણ નથી. કારણ કે ચારેય કર્મો એક સાથે રવાભાવિક રીતે જ (૧૪મા ગુણસ્થાનકને અંતે) પૂરાં થઈ જાય છે. આ એક સૂક્ષમ અને અદશ્ય પ્રક્રિયા છે, પરંતુ અંતિમ નિર્વાણપદ, અને ક્રમસર કર્મક્ષયની પ્રક્રિયા કેવી રીતે થાય છે, તે આનાથી સમજી શકાય છે. તે ક્રિયા પણ સાહજિકપણે થનારી છે. આત્મામાં થતી આવી અઢળક પ્રક્રિયાઓ શાત્રે બતાવી છે જે ખરેખર આશ્ચર્યકારી છે. - ઈ. ડબલ્યુ હોખીન્સ- બૌદ્ધો નિગંઠો વિષે તેઓનો સંપ્રદાય નવો અથવા તેમના સુપ્રસિદ્ધ સ્થાપક નાતપુર તેઓના મૂળ સંસ્થાપક છે, એવો કોઈ દિવસ ઉલ્લેખ કરતા નથી, જે ઉપરથી જેકોબી કુશળતાપૂર્વક દલીલ કરે છે કે, તેમના સાચા સંસ્થાપક મહાવીર કરતાં વધારે જૂના હતા, અને આ સંપ્રદાય બૌદ્ધ ધર્મ કરતાં આગળથી શરૂ થયેલો. આમ વાસ્તવિક દૃષ્ટિએ પ્રાધ્યાપક મેક્સ મુલર, ઓલ્ડન બર્ગ, સર મોર્નીયર વીલીયમસ, સર ડબલ્યુ, ડબલ્યુ, હન્ટર, હારવે, વ્હીલર, ડૉ. આર.જી. ભંડારકર, ડૉ. કે. પી. જયસ્વાલ, બી. જી. તિલક વિગેરે પૂર્વાત્ય અને પાશ્ચાત્ય, એમ સર્વે અર્વાચીન વિદ્વાનોમાં જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ કરતાં વધારે પૂરાણો છે, એ વિષે શંકા નથી. ઉપરાંત, મહાવીર પહેલાં બસો પચાસ વર્ષ પૂર્વે પાર્શ્વનાથ ભગવાન (ઈ.સ. પૂર્વે ૮૭૭-૭૭૭)નો ઇતિહાસ જૂનો છે, અને તેઓ જૈનોના તેવીસમાં તીર્થકર હતા, એ હકીકત સર્વેએ એકી અવાજે સ્વીકારી છે. તેઓ કાશીના રાજા અશ્વસેનના પુત્ર કાશ્યપ વંશ, એટલે ઉરગ વંશના, અને ઐતિહાસિક વ્યક્તિ સમ્રાટ બ્રહ્મદત્તના વંશ હતા. આ બ્રહ્મદત્ત જૈન પ્રણાલિકા પ્રમાણે બાર ચક્રવર્તીઓમાં છેલ્લા હતા. જેકોબી કહે છે, “હાલમાં સર્વે જણા પાર્થ ઐતિહાસિક વ્યક્તિ હતી, એવો મહદ્ અંશે સ્વીકાર કરે છે.” (જૈન સૂત્રો VLV પ્રસ્તાવના) Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૩૦) સૂત્ર - ૧૭:- ધર્મ, અધર્મદ્રવ્ય, અને ગુરુત્વાકર્ષણ. આઈન્સ્ટાઇનના મતે ગુરુત્વાકર્ષણ નિષ્ક્રિય છે. - ગુરુત્વાકર્ષણના પ્રસાર માટે માનેલું ઇથર’ બિનભૌતિક હોવાની માન્યતા ધર્મદ્રવ્યની માન્યતા તરફ લઈ જનારી છે. गतिस्थित्युपग्रहौ धर्माधर्मयोरुपकारः ॥१७॥ અર્થ:- જીવ અને પુદ્ગલ પદાર્થને ગતિ અને સ્થિતિ (સ્થિરતા) | કરવામાં ધર્મ અને અધર્મ દ્રવ્યનો ઉપકાર (સહાયકપણું) છે. બે પ્રકારની ગતિક્રિયા - જૈન તત્ત્વજ્ઞાનમાં જીવ અને પુદ્ગલ પદાર્થની બે પ્રકારની ગતિ કહી છે. (૧) વિસસા (સ્વાભાવિક) (૨) પ્રયત્નપૂર્વકની. પુગલ (ભૌતિક પદાર્થ)ની પ્રયત્નપૂર્વકની ગતિ દૈનિક અનુભવથી સિદ્ધ છે, પરંતુ કોઈના પણ પ્રયત્ન વગર, સ્વયં આપમેળે પણ, જીવ અને પુદ્ગલમાં ગતિ થાય છે. તેને શાસ્ત્રોમાં વિસસાગતિ કહી છે. તે એટલી તીવ્ર છે કે, ૧ સમય (૧ સેકંડનો પણ અસંખ્યાતમો ભાગ)માં જીવ, કે પુગલનો પરમાણુ લોક (વિશ્વ)ના એક છેડેથી બીજે છેડે ગતિ કરી શકે છે. આધુનિક વિજ્ઞાને પ્રકાશની ગતિ ૧ સેકંડના ૩ લાખ કિ.મી. જેટલી બતાવી છે, જે શક્ય તેટલી વધુમાં વધુ છે. વિગ્નસાગતિ તો, ૧ સમય (કાળનો અવિભાજ્ય અંશ)ની પણ કલ્પનાતીત છે. એટલે શ્રદ્ધગમ્ય છે. જો કે જે વિસસાગતિ છે તે, પુદ્ગલના સૂક્ષ્મ પરમાણું ની, કે તેના સૂક્ષ્મપરિણામી સ્કંધની છે. સ્કંધ (molecule) બે પ્રકારના હોય છે (૧) Page #191 -------------------------------------------------------------------------- ________________ (૩૦) સૂત્ર - ૧૭ :- ધર્મ, અધર્મદ્રવ્ય, અને ગુરુત્વાકર્ષણ. ૧૬૩ સૂક્ષ્મ પરિણામી (૨) બાદર પરિણામી. સૂક્ષ્મપરિણામી સ્કંધ તે વજનરહિત અદૃશ્ય હોવાથી તેની કલ્પનાતીત ગતિ શક્તિ કહી તે સંભવી શકે. વિજ્ઞાને જણાવેલો પ્રકાશનો અણુ તે બાદર પરિણામી સ્કંધ છે. તે દૃશ્ય અને વજન સહિત હોવાથી તેની એટલી તીવ્રગતિ ક્યારેય ન સંભવે. આ બંને પ્રકારની ગતિમાં, અને સ્થિરતા (કોઈપણ વસ્તુને સ્થિર રહેવા)માં, ધર્મ અને અધર્મ દ્રવ્ય, સહાયક કારણ છે. તે આ સૂત્રનું તાત્પર્ય છે. જેવી રીતે જોવાની ક્રિયા માટે આંખે જ સક્રિય થવું પડે છે. પ્રકાશ (અજવાળું) તેમાં સહાયક છે, સક્રિયભાગ ભજવતું નથી. પરંતુ પ્રકાશ વિના આંખ, જોઈ ન શકે. તેવી રીતે ગતિ અને સ્થિર રહેવા (સ્થિતિ) માટે ધર્મ અને અધર્મ દ્રવ્ય-સહાયક સમજવા. આ બે દ્રવ્ય વિષે પૃ. ૨૩થી ૨૬ જુઓ. આધુનિક વિજ્ઞાનનું ગતિકારક બળ, ગુરુત્વાકર્ષણ ઃ આધુનિક વિજ્ઞાન વસ્તુઓને નીચે પડવાના કારણ તરીકે ‘ગુરુત્વાકર્ષણ’ નામનું બળ માને છે. ન્યૂટને ઝાડ ઉપરથી સફરજન નીચે પડ્યું’ તે ઘટનાથી ‘તે ઉપરની તરફ કેમ ન ગયું ?’ આ પ્રકારના એક પ્રાથમિક વિચાર ઉપરથી અનુમાનો અને પ્રયોગો દ્વારા ગુરુત્વાકર્ષણનો સિદ્ધાન્ત વિકસાવ્યો. દરેક પદાર્થમાં ગુરુત્વાકર્ષણ માને છે. પૃથ્વીનો જથ્થો ઘણો હોવાથી, અમુક હદ સુધી તે વસ્તુઓને પોતાની તરફ આકર્ષે છે, માટે પૃથ્વીના વાતાવરણમાં વસ્તુ નીચે પડે છે. ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને આથી પણ વધુ વ્યાપકપણે માન્યો છે. સૂર્યની આસપાસ પૃથ્વી પણ, સૂર્યના ગુરુત્વાકર્ષણથી ફરે છે. ઇથર : ગુરુત્વાકર્ષણ બળ દૂરથી વસ્તુઓને કેવી રીતે ખેંચે છે ? દૂરથી બળને સક્રિય થવા માટે કોઈ માધ્યમ અવશ્ય હોવું જોઈએ. જેવી રીતે અવાજના મોજાને પ્રસરવા માટે હવા (વાયુ)ના માધ્યમની જરૂર પડે છે. તે કારણથી જ હવાથી શૂન્ય પેટીમાંથી ઘંટડીનો આવતો નથી. તે Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પ્રત્યક્ષ છે. તે અવાજના મોજાની જેમ, ગુરુત્વાકર્ષણને પણ પ્રસરવા (દૂરથી) સક્રિય થવા માટે, કોઈ માધ્યમ હોવું જોઈએ. તે પ્રશ્નના ઉકેલ માટે વૈજ્ઞાનિકોએ ઈથરની કલ્પના કરી. પરંતુ તેનું કોઈ આધારભૂત પ્રમાણ ન હતું. ઇથરને માન્યું એટલે તેના સ્વરૂપ વિષે અનુમાનો ચાલ્યા. કેટલાક પ્રયોગો દ્વારા પ્રવાહી, તો વળી કેટલાક દ્વારા સ્થિતિસ્થાપક માન્યું. વળી તે સ્થાયી માનતા હતા પણ પ્રયોગો દ્વારા ગતિમાન જણાયું. પછી ગતિ માપવાનો પ્રયત્ન થયો, તો તે શૂન્ય જણાઈ. એટલે ઇથર કોયડો બની ગયો. આ બધામાં ૨૫૦ વર્ષ પછી આઇન્સ્ટાઇનનો ઉદય થયો. પૂર્વના બધા સિદ્ધાંતોમાં પરિવર્તન આવ્યું. વિજ્ઞાન જગતમાં નવો યુગ જાણે શરૂ થયો. તેણે ઈથરની માન્યતાનું ખંડન કર્યું. ગુરુત્વાકર્ષણને નિષ્ક્રિય કહ્યું. આ બાબતમાં વિજ્ઞાન કેટલું અજ્ઞાન છે તેને લોકોપયોગી સમજ માટે આઈન્સ્ટાઈને એક દૃષ્ટાંત આપ્યું છે. ધારો કે કોઈ માણસને તદ્દન અંધકારવાળા પાંજરામાં મૂક્યો હોય, પાંજરું અત્યંત દૂર તારાઓની જગ્યામાં સ્થિર હોય, માણસનું વજન કંઈ ન હોય. તે પાંજરાની મધ્યમાં કોઈપણ બાજુએ સ્પર્યા વિના તરતો હોય. સ્ટેજ ધક્કાથી ઉપર નીચે કે એક બીજે છેડે જઈ શકે તેમ હોય - હવે આ પરિસ્થિતિમાં, ધારો કે તે ન જાણે તે રીતે પાંજરાના ઉપરના ભાગમાં દોરડું લગાવી તે પાંજરાને ઉપરની તરફ ખેંચવામાં આવે. તે ખેંચવા માટેનું બળ પણ બિલકુલ અવાજ વગર અને સમતુલા પૂર્વક ધીરેથી આપવામાં આવે. તો તે માણસ શું થયું હોવાની કલ્પના કરે? તેને જણાશે કે તે તળીયા તરફ ખેંચાયો, તળીયા સાથે ધીરેથી અથડાયો, એ પછી ઉપરની તરફ ધકેલાયો. (અથવા તેણે પગથી કૂદકો માર્યો તેવું તેને લાગે) અને પછી પાછો ફરી તળીયા તરફ ધકેલાયો. આવા અનુભવો તેને થશે. વાસ્તવમાં બહારથી જોનાર જાણે છે કે માત્ર પાંજરું ઉપરની તરફ ખેંચવામાં આવ્યું છે. પરંતુ ગુરુત્વાકર્ષણની તેની સમજથી ટેવાયેલા તેને Page #193 -------------------------------------------------------------------------- ________________ (૩૦) સૂત્ર - ૧૭ :- ધર્મ, અધર્મદ્રવ્ય, અને ગુરુત્વાકર્ષણ. ૧૬૫ કદી આની શંકા નહિ જાય. તે તળીયા તરફ આકર્ષાયો વિગેરે અનુભવો જ તેને થશે. તે કોઈ ભૌતિકશાસ્ત્રી હશે તો પણ તે આમાં અટકળો કરશે પણ સાચું નક્કી નહિ કરી શકે.” ગુરુત્વાકર્ષણના પ્રસાર માટે માનેલું ‘ઈથર' બિનભૌતિક હોવાની માન્યતા ‘ધર્મદ્રવ્ય’ની માન્યતા તરફ લઈ જનારી છે ઃ : Relativity and common sense - F.M. Denton પ્રમાણે. The Newtonian ether is rigid yet allows all matter to move about it without friction or resistance. It is elastic but cannot be distorted. It moves but its motion cannot be detected. It exerts force on matter but matter exerts no force on it. It has no mass nor has it any parts which can be identified. It is said to be at rest relatively to the fixed stars' yet the stars are known to be in motion relatively to one another (j ઇથર સખત છે, તો પણ કોઈપણ પદાર્થને ઘર્ષણ કે અવરોધ વિના ગતિ કરવા દે છે. તે સ્થિતિસ્થાપક છે પણ વિકૃત થતું નથી. તે ગતિ કરે છે પણ તેની ગતિ નોંધી શકાતી નથી. તે પદાર્થ પર બળનો પ્રયત્ન કરે છે, પણ પદાર્થ તેના પર બળ કરતું નથી. ન તેને વજન છે, ન તેના કોઈ અંગો ઓળખી શકાયા છે. સ્થિર તારાઓની અપેક્ષાએ તે સ્થિર કહેવાય છે, જો કે તારાઓ એકબીજાની અપેક્ષાએ ગતિમાં હોવાનું કહેવાય છે.) Restless unverse માં Max Born કહે છે. "A hundred years ago the ether was regarded as anelastic body, something like a jelly, but much stiffer and lighter, so that it could vibrate extremely repidly but agreat many phenmena,culminating in the Michelson. Expriment and the therory of relativity showed that the ether must be something very different from ordinary terrestrial substance.” (૧૦૦ વર્ષો પહેલાં ‘ઇથર’ એક જેલી (સરેશ) જેવો સ્થિતિસ્થાપક પદાર્થ પદાર્થ ગણાતો હતો, પરંતુ તે જેલી કરતાં પણ વધુ સખત અને હલકો, જેથી તે એકદમ ઝડપથી કંપન કરી શકે. પરંતુ માઇકલસનના પ્રયોગો અને સાપેક્ષવાદના સિદ્ધાંતોની ઉચ્ચકક્ષાની ઘણી મોટી ઘટનાઓ એ બતાવ્યું કે ‘ઇથર’ પાર્થિવ પદાર્થો કરતાં કંઈક અત્યંત જુદું હોવું જોઈએ.) (માઇકલ્સનના પ્રયોગ ૧૮૮૧ અને ૧૯૦૫માં કરવામાં આવ્યા હતા. તે પછી ૧૯૨૧-૨૫માં પ્રો. ફે.ડી. મીલ૨ - Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કેલિફોર્નિઆ દ્વારા ૫૦૦ નિરીક્ષણો ૧૦ દિવસ ૨૪ કલાકના નોંધવામાં આવ્યા હતા. જર્મનીમાં Tomaschek દ્વારા પણ પ્રયોગો કરાયા હતા. Nature of the physical world માં આ વિષયની મહાનહસ્તિ A.S. Eddington કહે છે. (આનો અર્થ એ નથી થતો કે ઇથરનું ઉન્મેલન થાય છે. ઇથર જરૂરી છે...છેલ્લા સૈકામાં તેવું વ્યાપક રીતે માનતું કે ઇથર તે પુગલનો પ્રકાર છે. તેને સામાન્ય પુદ્ગલની માફક સખતતા અને ગતિ જેવા ગુણો છે. આ દૃષ્ટિકોણ કયારે અસ્ત પામ્યો તે કહેવું મુશ્કેલ છે. વર્તમાનમાં ઇથર અમૂર્ત (અરૂપી) એટલે પુદ્ગલનો પ્રકાર નથી તેમાં સંમત છે. બિનભૌતિક હોવાથી તેના ગુણધર્મો અનુપમ છે. તેને પોતાના નિશ્ચિત લક્ષણો હશે - બિનભૌતિક ઈથરનો મહાસાગર.) વૈજ્ઞાનિકોના આ સઘળા વિધાનો પર કોઈ વધુ વિવેચનની જરૂર નથી. તેઓ અરૂપી એવા ધર્મ દ્રવ્યની માન્યતા તરફ જ લઈ જનારા છે. જૈન તત્ત્વજ્ઞાનમાં સદીઓથી બહુ સાહજિક રીતે ધર્મઅધર્મદ્રવ્યનું વિવેચન છે, અને તે પણ બહુ પરિપૂર્ણ રીતે છે. (જુઓ પૃ૨૩) વિવેચનથી એ વસ્તુ સ્પષ્ટ થશે કે, ધર્મ અને અધર્મ બંને દ્રવ્યોથી જ વ્યવસ્થા ઘટી શકે છે. અનાદિકાળથી આ સુવ્યવસ્થિત વ્યવસ્થા છે. ધર્માસ્તિકાય અને ગુરુત્વાકર્ષણ - Letters to Bentellyમાં ન્યૂટને કહ્યું છે. You some times speak of gravity as essential and inherent to matter. Pray do not ascribe that notion to me; for the cause of gravity is what I do not pretend to know and therefore would take more time to consider it. (ગુરુત્વાકર્ષણ શું છે? તે જાણતો હોવાનો હું દાવો કરતો નથી તેને માન્યતા આપવા માટે ઘણો સમય જોઈશે) “Gravity must be caused by some agent, acting constantly according to certain laws, but this agent be material or non material. I have left to the consideration of my readers” (ગુરુત્વાકર્ષણ કોઈ સાધનને કારણે હોવું જોઈએ, જે સતત નિર્ધારિત નિયમો Page #195 -------------------------------------------------------------------------- ________________ (૩૦) સૂત્ર - ૧૭ - ધર્મ, અધર્મદ્રવ્ય, અને ગુરુત્વાકર્ષણ. ૧૬૭ મુજબ કામ કરતું હોય, પરંતુ આ સાધન ભૌતિક(મૂત) છે કે અભૌતિક (અમૂત) છે તે વિચાર મેં મારા વાચકો પર છોડ્યો છે.) ન્યૂટન ગુરુત્વાકર્ષણને ખેંચાણનું બળ કહે છે, અને તેને સક્રિય થવા માટે અન્ય માધ્યમની કલ્પના કરવી પડે છે. આઈન્સ્ટાઈન ગુરુત્વાકર્ષણના કારણને બિનભૌતિક (અમૂત) અને નિષ્ક્રિય માને છે. આ રીતે તે કારણ જૈનના ગતિસહાયક દ્રવ્ય, ધર્માસ્તિકાયની બિલકુલ નજીકનું છે. જો કે, જૈનશાસ્ત્રો મુજબ ગુરુત્વગુણ ખેંચાણનું બળ નથી, પણ પુદ્ગલદ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. અને તે વસ્તુઓને નીચે પડવાનું કારણ છે. શ્રી તત્વાર્થ સૂત્ર પ-૨૩ ઉપર શ્રી સિદ્ધસેનગણિની ટીકામાં अधोगमनहेतुर्गुरुः प्रायस्तिर्यगूर्ध्वगमनहेतुर्लघु... અર્થ :- પુદ્ગલપદાર્થના અધોગમનનું કારણ ગુરૂગુણ છે અને તિર્યમ્ (ત્રાંસુ) ગમનનો હેતુ લઘુગુણ છે. Hensow Ward-l DLGETHİ Gravitation is an absolute mystry. We can not guess at any explanation of its nature. If we call it a force of attraction, we are not saying anything. We cannot concive how a force can act at a distance without any medium through which to act or how the force can act instantaneously or what could propagate it. (ગુરુત્વાકર્ષણ સંપૂર્ણ રહસ્ય છે. તેના સ્વરૂપના કોઈ પણ નિર્ધારણ પ્રત્યે આપણે નિશ્ચય કરી શકતા નથી. જો આપણે તેને ખેંચતાણનું બળ' કહીએ તો આપણે કંઈ કહેતા નથી. આપણે સમજી શકતા નથી કે દૂરથી કોઈ પણ બળ, એવા માધ્યમ કે જેમાંથી તેને કાર્ય કરવાનું છે તેના વિના કેવી રીતે કાર્ય કરી શકે, અથવા તે બળ સતત કેવી રીતે કાર્ય કરી શકે, અથવા તેને કોણ ફેલાવી શકે?) | વિજ્ઞાન ગતિના માધ્યમ ઈથરની જેમ, સ્થિતિના અલગ માધ્યમના સ્વીકાર પર આવ્યું નથી. જો જૈન દૃષ્ટિકોણ સ્વીકારવામાં આવે તો આ મુદ્દો સ્પષ્ટ થઈ જાય. વિશેષ વિવેચન હવે પછીના લેખમાં. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૩૧) સૂત્ર - ૧૭ :- ધર્મ, અધર્મદ્રવ્ય અને ગુરુત્વાકર્ષણ. - ન્યૂટન ગુરુત્વાકર્ષણને ખેંચાણનું બળ કહે છે. આઇન્સ્ટાઇન તે માન્યતાને બીજા પાયા પર લઈ જાય છે. -- આઈન્સ્ટાઈન મુજબ, ગુરુત્વાકર્ષણ અને વિદ્યુતચુંબકીય બળ, બંને મૌલિક રીતે સમાન છે. - વિજ્ઞાનના વિદ્યુતચુંબકીયબળને પુગલના સ્નિગ્ધ-રૂક્ષ ગુણ સાથે સરખાવી શકાય. -> સૂર્ય, ચન્દ્ર, ગ્રહો આદિનું પરિભ્રમણ અનાદિકાલીન સ્વભાવથી છે. – કુદરતના અતીન્દ્રિય રહસ્યો આગમશાસ્ત્રથી સમજી શકાય છે. (गतिस्थित्युपग्रहौ धर्माधर्मयोरुपकारः ॥१७॥) ન્યૂટન ગુરુત્વાકર્ષણને ખેંચાણનું બળ કહે છે. જ્યારે આઈન્સ્ટાઈન તેને નકારે છે : વિજ્ઞાનના ઈથર નામના દ્રવ્ય વિષેના વિચારો, ન્યૂટને બતાવેલું ગુરુત્વાકર્ષણ તેમજ આઇન્સ્ટાઇન દૂરથી ખેંચાણના બળને નકારે છે વિગેરે જોયું. આઇન્સ્ટાઇનનો સિદ્ધાંત વસ્તુઓ વચ્ચેની પારસ્પરિકક્રિયાનું કારણ આકાશના વિશિષ્ટગુણોને જણાવે છે. આઇન્સ્ટાઇનની અવકાશી ચાદર - ન્યૂટન અને આઇન્સ્ટાઇનની ગુરુત્વાકર્ષણની થીઅરી અલગ છે. ન્યૂટન મુજબ સૂર્ય પૃથ્વીને, અને પૃથ્વી ચંદ્રને ગુરુત્વાકર્ષણથી બાંધી રાખે છે. જયારે આઇન્સ્ટાઇનના મત મુજબ સૂર્ય, અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે આકાશ મરડાય છે, એટલે તેમાં ગોબો પડે છે. તે અંતરિક્ષને રબ્બરિયા ચાદર સાથે અને સૂર્ય વિગેરે વજનદાર પદાર્થોને લોખંડના દડા Page #197 -------------------------------------------------------------------------- ________________ (૩૧) સૂત્ર - ૧૭ :- ધર્મ, અધર્મદ્રવ્ય, અને ગુરુત્વાકર્ષણ. સાથે સરખાવે છે. આવી રીતે સૂર્યના ગુરુત્વાકર્ષણથી અવકાશી ચાદરમાં ગોબો રચાય છે. તે ગોબામાં અવકાશી ચાદરના મરોડને અનુસારે પૃથ્વી, સૂર્યની આસપાસ અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે જૈન તત્ત્વજ્ઞાન મુજબ આકાશ અરૂપીદ્રવ્ય છે તેથી આ વાત સંગત નથી. (જુઓ પૃ. ૨૩થી ૨૬) વળી વિજ્ઞાન મુજબ બીજી વિગતો પણ જોઈએ. આઇન્સ્ટાઇન મુજબ, ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત્ ચુંબકીય બળ, બંને મૌલિક રીતે સમાન છે ઃ : ૧૬૯ આઇન્સ્ટાઇન અને બીજાઓ વડે The unified field theory of graviton and electro magnetismના નામે વિકાસ પામ્યો છે. આઇન્સ્ટાઇન અને ઇન્ફલેડના શબ્દોમાં “The electro magnetic field is, for the modern physicists as real as the chair on which he seats.' આગળ તે જ લેખક કહે છે “A new concept apperas in physics the most important invention since Newton's time. 'The field.' It needed greatest scientific imagination to realise that it is not charges nor the particles but the field in the space between the charges and the particles which is essential for discription of physical phenomena." This field is in fact the medium through which the binding forces of gravitation and electro magnetism operate and keep the microscopic as well as the macroscopic world together. (ભૌતિક શાસ્ત્રમાં એક નવો વિચાર બહાર આવ્યો છે જે ન્યૂટનના સમયથી મહત્ત્વની શોધ મનાય છે. The field. તે charge પણ નથી અને Particle પણ નથી, પરંતુ charge અને Particle ની વચ્ચેની જગામાં રહેલું field છે, જે કોઈ ભૌતિક ઘટના ઘટવા માટે જરૂરી છે. વાસ્તવમાં આ field એ એવું માધ્યમ છે જેમાંથી ગુરુત્વાકર્ષણના બંધન કારક બળો અને વિદ્યુતચુંબકીય બળો પ્રવૃત્ત થાય છે અને સ્થૂળ વિશ્વ સ્વરૂપ અને સૂક્ષ્મવિશ્વસ્વરૂપને એક સાથે રાખે છે.) The Field એ એક એવું માધ્યમ છે જેમાંથી ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળો કાર્ય કરે છે. તે સ્થૂળ વિશ્વસ્વરૂપ (Macroscopic world) અને સૂક્ષ્મવિશ્વ (Microscopic World) (અણુ-પરમાણુંઓના) સ્વરૂપને એક સાથે પકડી રાખે છે. ભારે વસ્તુઓના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વિશ્વ પર સત્તા ધરાવે છે. જ્યારે અણુના બંધારણમાં ઇલેકટ્રોન, પ્રોટોનને Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ન્યુકલીઅસ(Nucleus)ની આસપાસ પરિભ્રમણ કરતા રાખનાર વિદ્યુત ચુંબકીયબળો કાર્યશીલ હોય છે. રર વર્ષ કરતાં વધારે વર્ષોની મહેનત પછી આઈન્સ્ટાઈન એ નિષ્કર્ષ પર આવ્યા કે, ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત ચુંબકીયબળો સૂત્રોના એક જ સમૂહ વડે વર્ણવી શકાય. બીજા અર્થમાં મૌલિક રીતે બંને સમાન છે. (વધુ વિગત પૃ. ૧૭૩થી ૧૭૯) વિજ્ઞાનના વિદ્યુતચુંબકીય બળને, પુદ્ગલના સ્નિગ્ધ-રૂક્ષ ગુણ સાથે સરખાવી શકાય: વિજ્ઞાન અણુઓમાં પ્રોટીન, ઇલેક્ટ્રોન, ન્યૂટ્રોન અદિના બંધારણ માટે વિદ્યુતચુંબકીયબળ માને છે. તેને જૈનતત્ત્વજ્ઞાનમાં બતાવેલા સ્નિગ્ધ, રૂક્ષ ગુણ સાથે સરખાવી શકાય. ભૌતિકપદાર્થના સ્પર્શગુણધર્મના ૮ ભેદ છે. તેમાંના સ્નિગ્ધ-રૂક્ષ ગુણના નિમિત્તે વિદ્યુત ઉદ્દભવે છે તેવો ઉલ્લેખ છે.ત્રિાધા મુનિમિત્તો વિદ્યુત. (પૃ. ૩૨૨) વળી પરમાણુઓના બંધનમાં પણ સ્નિગ્ધ-રૂક્ષગુણ, કારણ કહ્યો છે. ધિક્ષેત્વાબ્ધિઃ આ રીતે પુદ્ગલ (ભૌતિક) પદાર્થના સ્નિગ્ધ-રુક્ષ સ્પર્શને મળતું વર્તમાનવિજ્ઞાનનું વિદ્યુતું ચુંબકીય બળ છે. વૈજ્ઞાનિકો “The field' જેવા માધ્યમનું અનુમાન કરે છે, તે ધર્મ અને અધર્મદ્રવ્યના કાર્ય દ્વારા સુવ્યવસ્થિત રીતે ઘટે છે. તે લેખ ૫ અને ૬માં વર્ણવ્યું છે લોકાકાશમાં ધર્મ અને અધર્મદ્રવ્ય દ્વારા જ અરૂપી જીવ અને સૂક્ષ્મ કે સ્કૂલ કોઈપણ ભૌતિક પદાર્થની ગતિ અને સ્થિરતા સંભવે છે. આ વસ્તુ બહુ સરળ રીતે સમજી અને સમજાવી શકાય છે. વિજ્ઞાન અતીન્દ્રિય પદાર્થોને સ્વીકારતુ નથી અને પ્રયોગો દ્વારા જણાય તે જ વાસ્તવિક પદાર્થ આવું માનવાનો આગ્રહ રાખે છે, માટે જ તેમાં અનેક ગૂંચવાડાઓ ઉદ્દભવે છે. સૂર્ય, ચન્દ્ર ગ્રહો આદિનું પરિભ્રમણ અનાદિકાલીન સ્વભાવથી છે - સૂર્ય, ચન્દ્રાદિ ગ્રહોના પરિભ્રમણ માટે તેઓએ જે રીતે ગુરુત્વાકર્ષણ માન્યું છે તેના સ્થાને, તે સ્થળે ગ્રહોનો તેવો અનાદિકાલીન સ્વભાવ માન્યો છે. શ્રીતત્ત્વાર્થ સૂત્ર ૪-૫ની શ્રીસિદ્ધસેનગણિકૃત ટીકામાં આનો ખુલાસો કર્યો છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ (૩૧) સૂત્ર ૧૭ઃ- ધર્મ, અધર્મદ્રવ્ય, અને ગુરુત્વાકર્ષણ. ૧૭૧ एतानि च ज्योतिष्कविमानानि नेश्वरेच्छादीतः किन्तु लोकानुभावादेवપ્રસtવસ્થિતતિનિ.. અર્થ - જ્યોતિષ્ક વિમાનો ઈશ્વરેચ્છા આદિથી નહિ પણ લોકાનુભાવથી જ સુંદર અને વ્યવસ્થિત ગતિવાળા છે. વળી પૃથ્વી પર વસ્તુ નીચે પડવામાં ગુરુત્વકાર્ષણ બળ માન્યું છે, તે સ્થળે જૈનતત્ત્વજ્ઞાનમાં પદાર્થનો “ગુરુત્વ' ગુણ માન્યો છે. ભૌતિક પદાર્થના સ્પર્શગુણના ૮ ભેદ મધ્યે લઘુ અને ગુરુ ગુણ છે. ગુરુ (ભારે) પદાર્થ નીચે તરફ ગતિ કરે છે અને લઘુ (હલકો) પદાર્થ ઊંચે અને ત્રાસી ગતિ કરે છે. (જુઓ પૃ. ૧૬૭). આવો સ્વભાવ પણ અહીંના ક્ષેત્રમાં જ માનવો જોઈએ. જ્યોતિષવિમાનો (સૂર્ય ચન્દ્રાદિ) જ્યાં રહેલા છે ત્યાં ભારે પદાર્થ પણ આ સ્વભાવથી વિપરીતપણે વર્તે છે. એટલે કે મેરૂપર્વતની આસપાસ ગોળાકારે પોતાની નિશ્ચિત ગતિએ ગતિ કરે છે. ગુરુ પદાર્થ નીચે ગતિ કરે આ સર્વ સામાન્ય સ્વભાવ છે. પરંતુ જ્યોતિષક્ષેત્રમાં તે ક્ષેત્રના પ્રભાવે તે સ્વભાવ બદલાઈ જાય છે. તે નીચે ગતિ કરવાના સ્વભાવને છોડી ગોળાકારે ગતિ કરે છે. ગોળાકારે ગતિ કરવાનો આ સ્વભાવ પણ તેટલા ક્ષેત્ર પૂરતો છે. આવી રીતે માનવું ઉચિત જણાય છે. વિશેષ તત્ત્વ કેવલીગમ્ય સમજવું. શાસ્ત્રોમાં વિશિષ્ટ ક્ષેત્ર (સ્થળ), કાળ (ઉત્સર્પિણી-અવસર્પિણી), આદિના પ્રભાવથી દ્રવ્યોના સામાન્ય ગુણધર્મથી જુદા પ્રકારના વિશિષ્ટ ગુણધર્મો (સ્વભાવ) માન્યા છે. તેનું તાત્પર્ય એ કે, અમુક ક્ષેત્રમાં, અને અમુકકાળમાં પદાર્થો પોતાના સાહજિક ગુણધર્મથી વિપરીતપણે કે જુદી રીતે વર્તે છે. કેટલાક વિશિષ્ટ ક્ષેત્રમાં અને તેવા કાળમાં દ્રવ્યો પોતાના સામાન્ય ગુણધર્મથી અલગ રીતે વર્તે છે, આવી બાબતોને શાસ્ત્રોમાં ‘નોનુમાવાન્ ‘તથાસ્વમાવત’ વિન્ગદ્રવ્યપરિણામસ્ય' વિગેરે શબ્દો દ્વારા જણાવી છે. આવા કેટલાક દૃષ્ટાંતો શાસ્ત્રોમાં જાણવા મળે છે તેને હવે પછી લેખમાં જણાવાશે. કુદરતના અતીન્દ્રિય રહસ્યોને પામવા માટે આગમશાસ્ત્ર સિવાય ખરેખર બીજો કોઈ જ આધાર નથી. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સિંહના બળને સામાન્ય પશુઓ ન પહોંચી વળે. ભૂરિભૂષણ નામનું એક વન હતું. તે વનમાં કૃષોદર નાનો એક સિંહ રહેતો હતો. બીજા વનના પશુઓ શિયાળ, ડુક્કર, હરણ, સસલા વિગેરે સેવકની જેમ તે સિંહને સેવતા હતા. એકવાર રાત્રિને વિષે વાદળોની ગર્જનાથી વરસાદ વરસીને શાંત રહ્યો. ત્યારે તે પુનમની રાત્રિએ એક કુવામાં પૂર્ણિમાના ચંદ્રનું પ્રતિબિંબ જોયું. પવનથી પાણી હલવાથી ચંદ્રના પ્રતિબિંબને ધ્રૂજતો જોઈ શિયાળ આદિ પશુઓએ સિંહ પાસે જઈ વિનંતિ કરી - હે નાથ ! હાલમાં આકાશનું ઉદર ફૂટી ગયું અને તેનાથી ચંદ્ર બિચારો કૂવામાં પડી ડૂબી ગયો છે. તેથી ભયથી વારંવાર પૂજે છે. કંપે છે - ત્યારે સિંહે તે બતાડવા કહ્યું – ક્યાં છે ચંદ્ર અને કયા કૂવામાં પડી ગયો છે? - શિયાળાદિ પશુઓ આગળ ચાલ્યા અને પાછળ સિંહ ચાલ્યો. કૂવાને કાંઠે આવીને ચંદ્રને દેખાડ્યો. તે જોઈ સિંહ વિચારે છે અહો ! આ બધા મૂર્ખાઓ છે. પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ જોઈને તેઓ ડૂબી ગયેલો ચંદ્ર માને છે - પછી સિંહે બધાને કહ્યું તમારામાંથી એક જણ મારું પૂંછડું પકડી કૂવામાં ઉતરી અને પાણીને વલોવી નાખો એટલે ચંદ્ર બહાર નીકળી જશે. - તે રીતે કરવાથી અને પછી કુવામાં જોવાથી ચંદ્ર દેખાયો નહિ. સિંહે આકાશમાં ચંદ્રને જોવા કહ્યું તો આકાશમાં ચંદ્ર દેખવાથી સર્વેને સંતોષ થયો. પછી સિંહે શિયાળને પોતાના બળથી પૂંછડાવડે બહાર કાઢ્યું. સર્વે સ્વસ્થાને ગયા. વળી ફરી એકવાર પૂર્ણિમાના દિવસે ગર્જનાથી વરસાદ પડ્યો અને ફરી ચંદ્રને કુવામાં પડેલો જોયો. શિયાળે વિચાર્યું સ્વામીનું શું કામ છે? ચંદ્રમાને કેવી રીતે બહાર કાઢવો એ હવે અમોને બરાબર સમજાઈ ગયું છે. એક પૂંછડું લાંબુ કર્યું અને બીજો તેનું પૂંછડું પકડી જેટલામાં કૂવામાં પેસે છે. તેટલામાં જ ભાર સહન નહિ કરવાથી, તે અને ઉતરનાર બંને કૂવામાં પડી મરણ પામ્યા. અહીં તાત્પર્ય એ છે કે સિંહના બળને સામાન્ય પશુઓ પહોંચી ન વળે. (કુદરતની સુવ્યવસ્થિત વ્યવસ્થાના અતીન્દ્રિય સિદ્ધાંતોને સર્વજ્ઞ વિના કોઈ ન સમજાવી શકે.) Page #201 -------------------------------------------------------------------------- ________________ (૩૨) સૂત્ર - ૧૭:- આગમ અને તર્ક ૧૭૩ (૩૨) સૂત્ર - ૧૭ :- આગમ અને તર્ક - જળશિખા, વેલવૃદ્ધિ, ઉન્મજ્ઞા-નિમગ્ના નદી વિગેરેમાં પાણી વિપરીત રીતે વર્તે છે. જુદા જુદા સમુદ્રના પાણીના સ્વાદ ભિન્ન ભિન્ન પ્રકારના છે. - ખગોળશાસ્ત્રમાં મહત્ત્વના પ્રશ્નો ઉદ્ભવે છે. – પૃથ્વી સ્થિર કે સૂર્ય:- વિજ્ઞાન સત્યનું અંતિમ નિર્ણય સ્થાન નથી. (તિથિન્યુ પ્રહ ધર્માધાપ: ૨ા) જૈનતત્ત્વજ્ઞાનના ધર્મ અને અધર્મ દ્રવ્યદ્વારા સુવ્યવસ્થિત વ્યવસ્થા તેમજ તે અંગે વિજ્ઞાનના ગુરુત્વાકર્ષણ, ઈથર, વિદ્યુતચુંબકીય બળ, અવકાશી ચાદરનો વિશિષ્ટ ગુણધર્મ વિગેરે અંગે વિવેચન પૂર્વના બે લેખોમાં જોયું. વિજ્ઞાન પ્રયોગો દ્વારા કેટલીક વસ્તુઓ પ્રત્યક્ષ કરે છે, તેથી ઘણાને તે વાતો તર્કસંગત જણાય. પરંતુ જૈનતત્ત્વજ્ઞાન પણ કેટલું સુસંગત અને વિજ્ઞાનથી કેટલું આગળ છે તે સમજી શકાય તેવું છે. કેટલીક અતીન્દ્રિય વસ્તુઓ બુદ્ધિગમ્ય બની શકતી નથી, તેમાં કોઈ તર્ક લાગતો નથી, તેવી વસ્તુઓને શ્રદ્ધાગમ્ય કહી છે. પ્રસ્તુત વિષયમાં આવી કેટલીક બાબતો અત્રે ધ્યાનમાં લેવા યોગ્ય છે. - (૧) જળશિખા :- સૌથી મધ્યમાં રહેલા થાળી જેવા ગોળ જંબૂદીપને ચારે બાજુથી વીંટળાઈને રહેલો, વલયાકારવાળો લવણસમુદ્ર છે. જંબૂદીપના દરેક કિનારાથી તે ર-૨ લાખ યોજનના વિસ્તારવાળો છે. આ વલય (બંગડી) આકારવાળા લવણસમુદ્રના, આ બાજુના, અને સામેની બાજુના કિનારાથી, મધ્યમાં આવતાં ૯૫ હજાર યોજન સુધી Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ગોતીર્થ છે. એટલે કે અહીં પાણી પોતાના સપાટ રહેવાના સ્વભાવને છોડી ક્રમસર વધતી ઊંચાઈએ વહે છે. તેને ગોતીર્થ કહે છે. વળી બંને બાજુના ૯૫-૯૫ હજાર ગોતીર્થ પછીના વચ્ચેના ૧૦ હજાર યોજન જેટલા વિસ્તારમાં રહેલું જળ સીધી ૧૬૦૦૦ યોજનની ઊંચાઈએ વહે છે, એટલે કે લવણસમુદ્રના અતિમધ્યમાં ૧૦ હજા૨ યોજન જાડી અને ૧૬૦૦૦ યોજન ઊંચી પાણીની જળશિખા છે. જેને પાણીની ભીંત પણ કહેવાય. ગોતીર્થ અને જળશિખામાં જળ તેનો કુદરતી સ્વભાવ છોડી આવી રીતે વર્તે, તે આ ક્ષેત્રને કારણે પાણીનો વિશિષ્ટ ગુણધર્મ સમજવો. (૨) વેલવૃદ્ધિ :- ઉપરોક્ત લવણ સમુદ્રનો જે અતિમધ્ય ભાગ કહ્યો, ત્યાં સમુદ્રની ઊંડાઈ ૧ હજાર યોજન છે. તે (વલયાકાર સમુદ્ર)ની ચારે દિશામાં મધ્યભાગે તે ઊંડાઈના તળીયે, ચાર મહાપાતાલ કળશા છે. તેઓના નામ વડવામુખ, કેયૂપ, ચૂપ અને ઈશ્વર છે. ૧ લાખ યોજન ઊંડા, તેટલું જ પેટ ૧૦ હજાર યોજન મુખ અને બુધુ (બેઠકનો ભાગ) વાળા છે. તે મહાકળશોના ઉપરના ત્રીજા ભાગમાં માત્ર જળ, વચ્ચે જળ અને વાયુ, અને નીચેના ત્રીજાભાગમાં માત્ર વાયુ છે. આ ૨/૩ ભાગમાં જે મહાવાયુ રહેલો છે, તે સામાન્યથી દિવસમાં બે વાર નિયમિત રીતે ક્ષોભ પામે છે, એટલે એ વાયુમાં ખળભળાટ પેદા થાય છે, તેથી તેની ઉપરનું જળ ઉછળે છે. તેથી દરિયામાં ભરતી, ઓટ થાય છે. તેની અસર એટલી તીવ્ર છે કે, મૂળ લવણસમુદ્રથી આ ભરતમાં પ્રવેશેલાજળમાં પણ તે અસર વર્તાય છે. અસર મંદ થવાથી ઓટ આવે છે. અમાસ આદિ તિથિઓમાં તે વધુ ક્ષોભ પામે છે. વળી આ ચાર પાતાળ મહાકળશાઓના આંતરામાં બીજા ૭૮૮૪ લઘુકળશાઓ છે. (લઘુક્ષેત્ર સમાસ ગાથા ૧૯૫થી ૨૦૫ વિવેચન સંશોધક પૂ.આ.શ્રીધર્મસૂ.મ. સંપાદક - પૂ.આ.શ્રી સૂર્યોદયસૂ.મ.) (૩) પાણીમાં બધી જ વસ્તુ તરે (ઉન્મગ્નાનદી) અને ડૂબે Page #203 -------------------------------------------------------------------------- ________________ (૩૨) સૂત્ર - ૧૭ :- આગમ અને તર્ક ૧૭૫ (નિમગ્નાનદી) :- દક્ષિણભરતક્ષેત્રના મધ્યભાગથી પશ્ચિમ દિશાએ રહેલી તમિસ્રાગુફાના દક્ષિણદ્વારથી ગુફાની અંદર ૨૧ યોજન દૂર જઈએ ત્યાં, પહેલી ‘ઉન્મન્ના' નદી, ૩ યોજન ઉત્તર-દક્ષિણ વિસ્તારવાળી, અને ગુફાની પહોળાઈ પ્રમાણે ૧૨ યોજન લાંબી છે. તે તમિસ્રાગુફાના પૂર્વદિશાના કડાહ (શિલામય ભીંત)માંથી નીકળી પશ્ચિમ દિશાના કડાહમાં થઈ સિંધુ નદીને મળે છે. આ નદીમાં તૃણ, કાષ્ઠ, પત્થર આદિ જે વસ્તુ પડે તે ભારે હોય તો પણ નીચે ડૂબી જતી નથી, પરંતુ ઉપર તરતી રહીને પાણીના મોજાથી ૩ વાર અફળાતી નદીના કિનારા પર આવી જાય છે, પણ પાણીમાં રહેતી નથી. માટે એનું નામ (મગ્ન =ડૂબેલી. તેને ઉત્ ઉપસર્ગ લાગવાથી વિપરીત અર્થ થતો હોવાથી =) ઉપર રહેતી વસ્તુવાળી ‘ઉન્મના’ સાર્થક નામ છે. આ નદીથી ૨ યોજન ઉત્તર તરફ એવી જ બીજી નદી છે, તેનું નામ ‘નિમગ્ના’ છે. તે નદીના જળનો સ્વભાવ એવો છે કે તેમાં તૃણ, કાષ્ઠ પત્થર આદિ સર્વે જે કંઈ હલકી હોય તો પણ ૩ વાર હણાઈને નીચે ડૂબી જાય છે, તરે નહિ (નિમજ્જતિ એટલે ડૂબવું) તેથી તેનું નામ નિમગ્ના સાર્થક છે. આવી જ રીતે પૂર્વદિશામાં ખંડ પ્રપાતા ગુફામાં પણ આ નામની આવી બે નદીઓ છે. તે ગંગા નદીને મળે છે. અહીં પણ આ ક્ષેત્રને કા૨ણે પાણીનો વિશિષ્ટ ગુણધર્મ જાણવો. (૪) સમુદ્રના પાણીના વિવિધપ્રકારના સ્વાદ :- આ લવણ સમુદ્રનું પાણી સહજથી જ ખારુ, (લવણયુક્ત). તેમજ તે પછીના અસંખ્ય સમુદ્રોનું પાણી સહજથી જ દૂધ, ઘી, દહીં, શેરડી, દારૂ વિગેરે ભિન્ન ભિન્ન સુંદર સ્વાદવાળું છે. તે તે ક્ષેત્રના સ્વભાવને કારણે પાણીનો સ્વાદ જાણવો. (૫) ભૌતિક પદાર્થ અદૃશ્ય અને વજન રહિત બની જાય ઃ- પૃ. ૫૧થી ૫૪ ઉ૫૨ જણાવ્યા મુજબ ‘સૂક્ષ્મ પરિણામ' પામવાના આશ્ચર્યકારી ગુણધર્મથી દ્રવ્ય તેવા તેવા વિપરીત સ્વભાવવાળું જાય છે. (૬) મનુષ્યોના શરીર, બળ, આયુષ્ય ભાવો વિગેરે, તેમજ પુદ્ગલના Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન રસકસ આદિની હાનિવૃદ્ધિ :- ૫ ભરત અને ૫ ઐરવત, =૧૦ મનુષ્યના ક્ષેત્રમાં ચડતા અને પડતા કાળમાં પૃ. ૧૩૫થી ૧૪૧ જણાવ્યા મુજબની હાનિવૃદ્ધિ ક્રમસર થયા કરે છે. તે, તે તે ક્ષેત્ર અને કાળના કારણો થતો વિશિષ્ટ ગુણધર્મ. અગ્નિઉત્પત્તિ વિગેરે અન્ય પણ અનેક વિવિધતાઓ હોય છે. (૭) સૂર્ય, ચંદ્રાદિની ગતિ :- ૨।। દ્વીપમાં જ્યોતિષચક્ર મધ્યમાં રહેલા મેરૂપર્વતની આસપાસ સૂર્ય, ચંદ્રાદિ પોતપોતાની નિશ્ચિત ભ્રમણ કક્ષામાં અને નિશ્ચિતગતિએ સહજતાથી ગતિ કરે છે. જ્યારે ૨। દ્વીપની બહારનું અસંખ્યદ્વીપમાં રહેલી જ્યોતિષચક્રના સૂર્ય, ચંદ્રાદિ નિશ્ચિત ઊંચાઈએ સદા સ્થિર છે. આ પણ તે તે ક્ષેત્રના કારણે થતો વિશિષ્ટ સ્વભાવ છે જુઓ પૃ. ૧૭૧ (૮) અગ્નિમૂષક :- ઉષ્ણયોનિવાળા કેટલાક જાતિના ઉંદરો અગ્નિમાં જ જન્મે અને તેમાં જ જીવી શકે. અગ્નિની બહાર જીવી ન શકે. તે યોનિમાં ઉત્પન્ન થતાં ઉંદરોના શરીરનો આવો વિશિષ્ટ સ્વભાવ છે. તેવા ઉંદરોના શરીરની રૂંવાટીમાંથી રત્નકંબલ બનતી હતી. તર્કોથી દરેક પદાર્થ સિદ્ધ થઈ શકતો નથી ઃ આ અને આવી ઘણી વસ્તુઓ વર્તમાનમાં પ્રાપ્ત શાસ્ત્રોદ્વારા જાણી શકાય છે, જે શ્રદ્ધાગમ્ય છે. બીજી પણ અન્ય હકીકતો કાળની ગર્તામાં જે ગ્રંથો લુપ્ત થઈ ગયેલા છે, તેમાં હોઈ શકે છે. વર્તમાનમાં વિશિષ્ટ શ્રુતજ્ઞાન તેમજ વિશિષ્ટ જ્ઞાનીઓનો અભાવ વર્તે છે, તેમ છતાં શ્રુતજ્ઞાનનો પ્રકાશ આજે પણ સર્વજ્ઞ વચનની શ્રદ્ધાને જ્વલંત રાખી શકે છે. તર્કો અને પ્રયોગો કોઈ અંતિમ સત્ય સુધી પહોંચાડી શકતા નથી. તેને અનુસરતી પ્રચલિત ઉક્તિ છે. Where debats ends faith begins (જ્યાં તર્કોની હદ પુરી થાય છે, ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થાય છે.) શ્રી સન્મતિતર્કમાં પણ આવી જ વાત કરી છે Page #205 -------------------------------------------------------------------------- ________________ (૩૨) સૂત્ર - ૧૭ - આગમ અને તર્ક ૧૭૭ जो हउवाय पक्खम्मि हउओ, आगमे य आगमिओ। सो ससमय पण्णवओ, सिद्धांत विराहओ अन्नो ।। અર્થ:- જે હેતુ (તક) વાદના વિષયમાં હેતુથી, અને આગમવાદના વિષયમાં આગમથી પ્રવર્તે છે. તે સ્વસમય સિદ્ધાંતનો પ્રરૂપક છે, આરાધક છે. અને બીજો સિદ્ધાંતનો વિરાધક છે. ખગોળશાસ્ત્રના મતમાં મહત્ત્વના પ્રશ્નો ઉદ્દભવે છે - ડૉ. ફીલીપનોરીસન (Massachussetts Institute of Technology USS) એ જાહેર કર્યું કે “ખગોળશાસ્ત્રીઓ વિશ્વ સંબંધી સિદ્ધાંતોમાંથી પસંદગીથી ઘણા ઓછા માહિતગાર છે અને કોઈ સિદ્ધાંત સમયને અનુરૂપ નથી.” ખગોળશાસ્ત્રીઓ વિશ્વનું મૂળ શું? એ પ્રશ્ન બે વિભાગમાં વહેંચાયેલા છે. એક વિભાગ બીગબેંગ થીઅરીમાં માને છે. તે વધુ પ્રચલિત છે. તે મુજબ આશરે ૧૦ એક લાખ ક્રોડ વર્ષ પહેલાં પદાર્થનો અગ્નિના ગોળાની જેમ ધડાકો થઈને વિશ્વની શરૂઆત થઈ. લગભગ એક બિંદુમાંથી, જેને આદિકાલીન અંડ કહે છે, તેમાંથી કિરણપાતન પ્રસરવા લાગ્યું અને હજુ પ્રસરી રહ્યું છે. જેમ જેમ પદાર્થો ઠંડા પડતા ગયા તેમ આકાશગંગાઓ, ગ્રહો આદિ રચાયા. પછી જીવસૃષ્ટિ પાંગરી અને ધીરે ધીરે જીવોનો વિકાસ થયો. - અહીં પ્રશ્ન એ ઉદ્ભવે કે જીવની ઉત્પત્તિ શેમાંથી થઈ? ભૌતિકપદાર્થ અને જીવ બંને તદ્દન વિરુદ્ધ ધર્મવાળા છે. જીવમાં ચેતના છે તે જાણવું, જોવું. લાગણી, પ્રેમ વિગેરે શુભ ગુણધર્મો, અને ક્રોધ, જડતા, અજ્ઞાન વિગેરે અશુભગુણધર્મવાળો છે. આવો પદાર્થ ભૌતિક પદાર્થમાંથી કેવી રીતે ઉદ્ભવી શકે? (પૃ. ૭૩) કાળની શરૂઆત પણ વિશ્વની ઉત્પત્તિ પછી માને છે. પૂર્વે કાળ ન હતો તો, તે આદિકાલીન અંડનું અસ્તિત્વ કેવી રીતે સંભવે ? કાળ તો Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન નિરંતર વહેતો પ્રવાહ છે. તેનો પ્રારંભ કેવી રીતે હોય? વિગેરે મહત્ત્વના પ્રશ્નો ઉદ્ભવે છે. પૃથ્વી સ્થિર, કે સૂર્ય? - વિજ્ઞાનના દષ્ટિકોણો કાળક્રમે કેવી રીતે બદલાય છે, તે આ દૃષ્ટાંતથી સમજાશે. “પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ફરે છે.” તે Ptolemy (ટોલેમી)નો મત હતો તે પછી “પૃથ્વી ફરે છે અને સૂર્ય સ્થિર છે” તે સિદ્ધાંત Copernicus (કોપરનિકસ)એ આગળ વધાર્યો. “સૂર્યમંડળના અંગોની સંબંધિત ગતિને પ્રાચીન ભૂકેન્દ્રિક પદ્ધતિએ અને બીજી Copernicus એ સમજાવી તે રીતે સમજાવી શકાય. બંને નિર્દોષ અને નિયમિત છે.” વાસ્તવમાં સ્થિર પૃથ્વી અને ફરતા સૂર્યની માન્યતા આધુનિક ગણિતશાસ્ત્રીઓની મુશ્કેલીને વધારી દે છે. ગણતરીઓનો વ્યવહાર કરવો અઘરો બની જાય છે. તેથી Copernicusનો સ્થિર સૂર્યનો દૃષ્ટિકોણ પસંદ કરાયો છે. પ્રાચીન દૃષ્ટિકોણ દોષિત છે, તેવું નથી. આના અનુસંધાનમાં જર્મનીના ડૉ. schubring નામક વિદ્વાન જે Hamburg Universityના હતા તેમણે ૩૦ જાન્યુઆરી ૧૯૨૮માં જણાવેલ શબ્દો જણાવવા યોગ્ય લાગશે. જેને વિશ્વના માળખાનું સાચું જ્ઞાન હોય છે જેને વિચારોની એકવાક્યતા અને અંતસ્થ તર્ક સન્માન્યા વિના ન રહી શકે. ઉચ્ચ સ્તરનું ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર પરિષ્કૃત થયેલા વિશ્વરચના સંબંધી વિચારો સાથે હળીમળીને આગળ વધે છે. ભારતીય ખગોળવિદ્યાનો ઇતિહાસ પ્રસિદ્ધ સૂર્યપ્રજ્ઞપ્તિ (આગમશાસ્ત્ર) વિના કલ્પી શકાય તેમ નથી.” વિજ્ઞાન સત્યનું અંતિમ નિર્ણયસ્થાન નથી - અહીં એટલું ખાસ નોંધી રાખવું કે, તીર્થકર ભગવાને બતાવેલ સૃષ્ટિના સિદ્ધાંતો ત્રિકાલાબાધિત છે. કોઈપણ સમયે વિજ્ઞાન અંતિમતાને Page #207 -------------------------------------------------------------------------- ________________ (૩૨) સૂત્ર - ૧૭ :- આગમ અને તર્ક ૧૭૯ પામ્યું એમ કહી શકે તેમ નથી, અને કોઈપણ સિદ્ધાંત નવા સત્યના પ્રકાશમાં વધુ એકવાર અવલોકન માગી લે છે. પાશ્ચાત્યો જે શોધખોળ કરે છે તે જ્યાં સુધી માનવના જ્ઞાનની મર્યાદા છે ત્યાં સુધી બધી શોધખોળોના પરિણામો હંમેશાં સાચા જ હોતાં નથી. વિજ્ઞાનની પદ્ધતિનો લાક્ષણિક ગુણ એ છે કે, તે હંમેશાં પ્રાયોગિક સત્ય સાથે સંબંધ ધરાવે છે. વિજ્ઞાન એ કાંઈ સત્યનું અંતિમ નિર્ણયસ્થાન નથી. આધુનિક વિજ્ઞાનના સિદ્ધાંતો હંમેશાં બદલાતા રહે છે. વિજ્ઞાન હંમેશાં ઢંઢેરો પીટીને કહે છે કે ‘અમે હંમેશાં સારી અને વધારે પૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારી અજ્ઞાનતાનો વિસ્તાર કેટલો મોટો છે !' The World in Modern Science માં Leopold Infeld કહે છે કે, “વિજ્ઞાન દ્વારા શોધાયેલું સત્ય આપેક્ષિક છે. સંપૂર્ણ નથી. કોઈ પૂછે કે જે વાસ્તવિકતાઓ આપણી આસપાસ છે, તેને પ્રગટ ન કરી શકે તો વિજ્ઞાનની કિંમત શું ? હંમેશાં બદલાતા સિદ્ધાંતોમાંથી આપણે જે વિશ્વમાં રહીએ છીએ તેની સાચી રૂપરેખા અમે કેવી રીતે સમજી શકીએ ?” વિજ્ઞાન આ પ્રશ્નનો જવાબ આપવા નિષ્ફળ નીવડ્યું છે. સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જેમ્સજીને ‘મીસ્ટીરિયસ યુનિવર્સ' (રહસ્યપૂર્ણ વિશ્વ)માં કહ્યું છે કે, “Science should leave off making pronouncement, the river of knowledge too often turned back on it self” (વિજ્ઞાને નિત્ય નવી ઘોષણા કરવાનું છોડી દેવું જોઈએ, કારણ કે જ્ઞાનની સરિતા ઘણીવાર પોતાના મૂળસ્રોત તરફ પાછી વળી છે.) કહેવાનું તાત્પર્ય એ છે કે, એક બાજુ આપણે નવી નવી શોધોની જાહેરાત કરીએ છીએ, જ્યારે બીજી બાજુ આપણી મૂળભૂત માન્યતાઓ અંગે નવેસરથી વિચાર કરવો પડે એવી સ્થિતિ પેદા થઈ છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૩૩) સૂત્ર-૧૮:- આકાશનું કાર્ય - જગા આપવી. - વૈતવાદ અને અદ્વૈતવાદ. જગા આપવી એ આકાશનું કાર્ય છે. - આકાશનો અંત આવી જાય તેની પછી શું હોય? કલ્પના કરો. જો કંઈ નહિ તો તે અસંભવિત છે. માટે આકાશની પછી પણ આકાશ છે. आकाशस्यावगाहः ॥१८॥ અર્થ:- આકાશનું કાર્ય બીજા દ્રવ્યોને જગા આપવાનું છે. દ્વૈતવાદ અને અદ્વૈતવાદઃ આકાશના સ્વભાવવિષે ઘણા સમયથી અગમ સમસ્યા રહી છે. પૂર્વના દેશોના તત્ત્વજ્ઞાનીઓ કે, પશ્ચિમના ચિંતકોમાં, જૈનતત્ત્વજ્ઞાનની માફક આકાશને એક સ્વતંત્રદ્રવ્ય તરીકે માન્યો નથી. કેટલાકે તો તેને એક માનસિક કલ્પનાનો વિષય (form of conception) માન્યો. યુરોપના ઉચ્ચકક્ષાના વિચારક કાન્ત એવા પદાર્થને માનવમગજની કલ્પના તરીકે ગયું. તેમના મતે પ્રકૃતિ એ એવો પદાર્થ છે, જે ઇન્દ્રિયગ્રાહ્ય ભૌતિકપદાર્થ (sense material) અને મનની સહકારી ક્રિયાથી ઉત્પન્ન થાય છે અને “આકાશ અને કાળ” અનુભવના અંશભૂત પદાર્થમાંથી (Form a prior constitutive element of experience). જર્મનીમાં એક તત્ત્વવિચારક Hegel હતા. તેમણે બધી જ પરિમિત વસ્તુઓ અને વ્યક્તિઓને આત્માના સ્વરૂપના અમુક નિશ્ચિત ચૈતન્યની ઉપાધિમાં સમાવેશ કર્યો. એટલે કે એક આત્માને જ માન્યો. જડ (પુદ્ગલ-ભૌતિક પદાર્થ) જે છે, તે પણ આત્માના ચૈતન્યનો એક અંશ છે. આકાશ પણ Page #209 -------------------------------------------------------------------------- ________________ (૩૩) સૂત્ર-૧૮ - આકાશનું કાર્ય - જગા આપવી. ૧૮૧ અને આત્મા જે કહેવાય છે, એ બધા ચૈતન્યના અંશ જ છે. એટલે જગતમાં આત્મા સિવાય બીજું કંઈ નથી. (અદ્વૈતવાદ) હિન્દુઓના સાંખ્યદર્શનને (દ્વૈતવાદ) અનુસરતો યુરોપના તત્ત્વવિચારક કાન્તનો અભિપ્રાય છે, જ્યારે મીમાંસા દર્શન (અદ્વૈતવાદ)ને અનુસરતો Hegel નો મત છે. હિન્દુઓના વૈશેષિકદર્શનમાં આકાશને વિશ્વમાં રહેલા નવદ્રવ્યો પૈકીનું એકદ્રવ્ય માન્યું છે. પરંતુ તેના ગુણધર્મો જે રીતે જણાવ્યા છે, તે મુજબ તે જૈનતત્ત્વજ્ઞાનથી ભિન્ન પડે છે. તેઓ શબ્દને આકાશનો ગુણ માને છે. આપણે જોઈ આવ્યા છીએ, અને વિજ્ઞાન પણ માને છે કે, શબ્દ એ ભૌતિક પદાર્થ છે. તે અભૌતિક આકાશનો ગુણ કેવી રીતે હોઈ શકે? (જુઓ પૃ. ૯૦, ૨૧૭) શબ્દ એ, ઈન્દ્રિયથી જણાય છે, માટે પણ તે પૌગલિક માન્યો છે. વૈશેષિકમત શ્રોત્રેન્દ્રિયને આકાશ સ્વરૂપ માને છે એટલે તેમના મત મુજબ વિરોધ આવતો નથી. પરંતુ શ્રોત્ર ઇન્દ્રિય પૌલિક છે, માટે જ પૌદ્ગલિક એવો શબ્દ ઈન્દ્રિયગ્રાહ્ય બને છે. વળી શ્રોત્રેન્દ્રિયને આકાશસ્વરૂપ માનો તો ભૌતિકશરીર સાથે તેનું બંધારણ કેવી રીતે શક્ય બને ? વિગેરે ઘણા વિરોધાભાસો ઉદ્ભવશે. આકાશનું કાર્ય - જગા આપવીઃ પશ્ચિમના કેટલાક ચિંતકોમાં આકાશ એ વાસ્તવિક દ્રવ્ય છે. એ માન્યતા એ સત્યમાંથી જન્મી કે – જે વસ્તુઓ આપણાથી અલગ છે, દૂર રહેલી છે, તે વસ્તુઓ સુધી પહોંચવા આપણે સફર કરવી પડે છે. આ વસ્તુ દૂર છે, અને આ વસ્તુ નજીક છે તેનું અનુમાન આપણે, આપણી અને તે બે વસ્તુઓ વચ્ચે રહેલા આકાશના ઓછા કે વધારેપણાને આધારે કરીએ છીએ. વૈજ્ઞાનિકો આકાશને માને છે પણ તેના ગુણધર્મો નિશ્ચિત રીતે નક્કી થઈ શક્યા નથી. આ સૂત્ર જણાવે છે કે “જગા આપવી એ આકાશનું કાર્ય છે. જો આકાશને દૂર કરવામાં આવે તો સઘળી વસ્તુઓ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ફેંકાઈ જાય, કારણકે આકાશ વિના રહે ક્યાં? જગા વગર રહી ન શકાય. આકાશ છે માટે સઘળી વસ્તુઓ રહી શકે છે, તેના વિના સઘળી વસ્તુઓ સ્થિતિ જાળવી ન શકે. એકાંત (નિસંગ)માં કેદ થઈ જાય. ટૂંકમાં આકાશ છે માટે બધું છે. નહિ તો કંઈ ન હોય. આકાશની પછી પણ આકાશ જ છે:- (પૃ. ૩૪, ૧૨૯) આપણે જોઈ આવ્યા છીએ કે - આકાશ અનંત છે અને તે સર્વત્ર એક સમાન જ છે. પરંતુ જેટલા વિસ્તારમાં જીવ, પુદ્ગલ વિગેરે પદાર્થો અસ્તિત્વ ધરાવે છે, જે મર્યાદા બહાર તેઓ જઈ શકતા નથી, તેટલા વિસ્તારને લોકાકાશ (વિશ્વ) કહેવાય છે. બાકીનું અનંત અલોકાકાશ, માત્ર આકાશ. હવે આકાશ ક્યાં સુધી છે તે વિચારીએ. જો કોઈ સ્થળે આકાશનો અંત આવી જાય તો તેની પછી કલ્પના કરીએ, શું હોય? એક પક્ષે આકાશ પછી પણ બીજું આકાશ (ખાલી જગા), અથવા બીજા પક્ષે “કંઈ નહિ', બીજા પક્ષની વાત “કંઈ નહિ'. એ અસંભવિત છે, તેથી પહેલા પક્ષની વાત આકાશ પછી પણ આકાશ છે એ સ્વીકારવી જોઈએ. આ રીતે જૈનતત્ત્વજ્ઞાનમાં દર્શાવેલા બે વિભાગ બહુ વ્યવસ્થિત છે. બહુ સારી રીતે સમજી શકાય છે. અથવા જેવા તેઓ છે, તેવા સર્વએ બતાવ્યા છે. રામાયણના વાર્તાની સૌથી પુરાણી, લભ્ય જૈન પ્રત વિમલસૂરિનું પઉમ ચરિઉ ઈ.સ. પૂર્વેના પ્રથમ સૈકાની બ્રાહ્મણ-કૃતિ વાલ્મિકી રામાયણના સમયની છે, ઉપરાંત ઈ.સ. પછીના સાતમા સૈકામાં રચાયેલાં જૈન સંસ્કૃત પદ્મપુરાણ, ઈ.સ.ની આઠમી સદીમાં લખાયેલા અપભ્રંશ ભાષાના સ્વયંભૂ રામાયણ, મુનિસુવ્રત કાવ્ય અને પુરાણોએ આ વાર્તાને જાળવવામાં અને લોકપ્રિય કરવામાં જૈન ગ્રંથોની તુલનામાં ઘણા પાછળથી લખાયેલા બ્રાહ્મણોનાં પુરાણો કરતાં તથા પ્રાંતીય ભાષાઓમાં લખાયેલાં રામાયણો કરતાં ઓછો ફાળો આપ્યો નથી. Page #211 -------------------------------------------------------------------------- ________________ (૩૩) સૂત્ર-૧૮ :- આકાશનું કાર્ય :- જગા આપવી. પરંતુ જૈન આવૃત્તિ જ્યાં જ્યાં બ્રાહ્મણ ધર્મના રામાયણથી જુદા પડે છે, ત્યાં ત્યાં તે જૈન ધર્મની સ્થિતિ વિષે અત્યંત અર્થપૂર્ણ પ્રકાશ પાથરે છે. જૈન આવૃત્તિ પ્રમાણે રાવણ અને તેમના રાક્ષસો વિદ્યાધરોની જાતિના ઉચ્ચ કક્ષાના સંસ્કારી અને જિનના પરમ ભક્તો હતા. અહીં હિંદુ પુરાણોની જેમ, તેમને ભયંકર દેખાતા, દુષ્ટ સ્વભાવવાળા, અધાર્મિક રાક્ષસો, પિશાચો અથવા અસુરો તરીકે ચીતરવામાં આવ્યા નથી. પરંતુ ચોક્કસ રીતે તેમને વૈદિક સાધુઓના યાજ્ઞિકસંપ્રદાયના પ્રતિસ્પર્ધીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ડૉ. ભટ્ટાચાર્યે નિરીક્ષણ કર્યું છે તે પ્રમાણે, “આ બંને અહેવાલોને એક સાથે રાખીને વિચાર કરતાં કેટલાક વર્તમાનકાલીન વિદ્વાનો ઉગ્રપણે ભારપૂર્વક જણાવે છે, કે રાક્ષસો જૈનો હોવાથી તેમને વૈદિક પ્રજાએ ફજેત કરેલા, વળી તેઓ જણાવે છે કે વાલ્મિકીના રામાયણમાં કરવામાં આવેલા રાક્ષસોના વર્ણન સ્પષ્ટ રીતે દર્શાવેલા છે કે, તેઓ જૈનો સિવાય, બીજા કોઈ ન હોઈ શકે અને રામાયણના ગ્રંથકર્તાએ કેવળ ધર્માંધપણાને લીધે તેમને બિહામણા સ્વરૂપે રજૂ કર્યાં છે.” (જૈન દંતકથાઓના મુખ્યનાયકો જે. એ. XV) ૧૮૩ એફ. ઈ. પરગીટર ભારપૂર્વક દર્શાવે છે કે, “હિંદુઓ જૈનો પ્રત્યે અસુરો અથવા દૈત્યો તરીકે (ધિક્કાર વિગેરે સૂચવતા શબ્દોથી) વર્તન કરતા.” (પ્રાચીન ભારતીય ઐતિહાસિક પ્રણાલિકા, લંડન ૧૯૨૨) એડકીન્સ કહે છે કે, “શ્રી હોડ પણ એમ ધારે છે કે જૈનો માટે અસુરો અને રાક્ષસો (જોસેફ એડીકન્સ ચીની બુદ્ધધર્મ લંડન-૧૯૨૨) જેવા શબ્દોનો ઉપયોગ કરતા હતા. અને શ્રી એફ. ઓલ્લામ પણ એવો અભિપ્રાય દર્શાવે છે કે બૌદ્ધ અને જૈન બંને પદ્ધતિઓ સૂર્ય અને સર્પ સાથે ગાઢ રીતે સંકળાયેલી હતી. અને સૂર્યવંશી જાતિઓમાંથી તેઓને ખાસ ટેકેદારો મળેલા. સૂર્યવંશીઓ પર બ્રાહ્મણ ધર્મની બહુ ઓછી અસર થયેલી.” Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૩૪) સૂત્ર - ૧૯ :- જીવોના પાંચ શરીરોઔદારિક શરીર → જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીર → જીવોના ત્રણ પ્રકારના આહાર ૧. ઓજાહાર, ૨. લોમાહાર, ૩. કવલાહાર. → દરેક જીવને પોતાનું જીવન સૌથી વધુ પ્રિય છે. માટે જીવ હિંસા મોટું પાપ છે. ·शरीरवाङ्मनः प्राणापानाः पुद्गलानाम् ॥१९॥ અર્થ :- (૧) (ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ આ પાંચ) શરીર (૨) વાણી (શબ્દ, અવાજ) (૩) મન (વિચાર) અને (૪) શ્વાસોચ્છવાસ આ પુદ્ગલોનો ઉપકાર છે (અર્થાત્ તે ચારેય પૌદ્ગલિક છે.) જીવોના પાંચ શરીરો ઃ છ એ દ્રવ્યોના સ્વરૂપ, ગુણધર્મો, અને કાર્યને જણાવ્યા પછી હવે વિશેષથી પુદ્ગલના કાર્યોને જણાવે છે. સંસારી જીવોના પાંચ પ્રકારના શરીરો હોય છે. (૧) ઔદારિક શરીર (૨) વૈક્રિય શરીર (૩) આહારક શરીર (૪) તૈજસ શરીર અને (૫) કાર્મણશરીર. આ પાંચ શરીરમાંથી છેલ્લા બે શરીર, તૈજસ શરીર, અને કાર્યણ શરી૨, દરેક સંસારી જીવને અવશ્ય હોય છે. તે જીવો નાના કે મોટા, કીડી કે કુંજર દેવ, મનુષ્ય કે, નરકના જીવો, આ દરેક જીવ સાથે અનાદિકાળથી જોડાયેલા છે. બાકીના ત્રણ શરીર જીવ, મૃત્યુ પામે અને બીજી ગતિમાં જાય ત્યારે બદલાયા કરે છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ (૩૪) સૂત્ર - ૧૯ - જીવોના પાંચ શરીરો-દારિક શરીર (૧) ઔદારિક શરીરઃ મનુષ્ય અને પશુ (તિર્યંચ) આ બે ગતિમાં (અનાદિકાલીન બે શરીર, તૈજસ-કાશ્મણ ઉપરાંત ત્રીજું) ઔદારિક શરીર હોય છે. જે આપણને પ્રત્યક્ષ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ (જે સ્પર્શ દ્વારા અનુભવાય છે.) વનસ્પતિ આદિ જે દશ્યમાન છે. તે સર્વે તેમજ અળશિયાં, શંખ આદિ (બેઇન્દ્રિય), કીડી, મકોડા આદિ (ઇન્દ્રિય), માખી, મચ્છરાદિ (ચઉરિન્દ્રિય), તેમજ પશુ, પક્ષી, જળચર પ્રાણીઓ સર્વે (પંચેન્દ્રિય), તિર્યંચ (પશુ) ગતિના સર્વે શરીરો ઔદારિક શરીર છે. સંજ્ઞી પંચેન્દ્રિય પશુ, અને મનુષ્ય આદિના શરીરો ગર્ભ કે ઈડા વિગેરેમાં વીર્ય અને રજના સંયોગથી શરીર રચનાને યોગ્ય પરિસ્થિતિ સર્જાતાં, તેમાં આવીને ઉત્પન્ન થયેલા જીવવડે રચના કરાય છે. માખી મચ્છર, કીડાઓ વિગેરે (સંજ્ઞી પંચેન્દ્રિય સિવાયના જીવો)માં તેઓની ઉત્પત્તિની તે તે જીવોની સદેશ યોનિ (તે જીવની શરીર રચનાને યોગ્ય માળખુ -બીજ)ઓમાં ઉત્પન્ન થાય છે. તેમજ વનસ્પતિનો તેના બીજ આદિમાં, તેઓને અનુકૂળ ભેજ, તેમજ પુગલોના સંયોગ આદિ અનુકૂળ પરિસ્થિતિ સર્જાતાં, તેવા પ્રકારના કર્મવાળો જીવ તે યોનિઓમાં પ્રવેશ કરીને તે મુજબના શરીરની રચના કરે છે. જીવ પૂર્વે ઉપાર્જન કરેલા વિવિધ પ્રકારના કર્મોને અનુસાર તે તે યોનિઓમાં પ્રવેશ પામે છે. તે પછી પોતાને જે આનુવંશિક માળખું પ્રાપ્ત થયું હોય તેની મર્યાદામાં રહી શરીર રચના કરે છે. પૂર્વે જણાવેલી ઉપયોગી ૮ વર્ગણામાંથી, પહેલી વર્ગણા, દારિક વર્ગણા (પુલના સ્કંધોની રચનાનો એક વિશિષ્ટ વિભાગ)માંથી જીવ પુદ્ગલસ્કંધોને આહાર વિગેરે દ્વારા ગ્રહણ કરીને શરીર રચના કરે છે. જન્મતાં સૌ પ્રથમ શરીર રચના અને પછી તેની ક્રમસર વૃદ્ધિ અને વિકાસ કેવી રીતે થાય છે તે જોઈએ. ગર્ભમાં ઉત્પન્ન થઈને સૌ પ્રથમ શરીર રચના અને ક્રમસર વૃદ્ધિઃ મનુષ્ય, દેવ, તિર્યંચ, કે નરક, કોઈપણ ગતિમાં રહેલો જીવ, તે ચાલુ ભવના ભોગવાતા આયુષ્યકર્મના પુગલો હોય ત્યાં સુધી જીવે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન જીવનને અંતે તે પુદ્ગલો આત્મા પરથી ખરી પડવા દ્વારા પૂરા થાય છે. ત્યારે તુરંત તે જીવનું શરીર છૂટી જાય છે. એટલે કે જીવ શરીર છોડી દે છે. તે પૂર્વે જીવે નવાજવા માટેનું આયુષ્ય કર્મ ઉપાર્જન કરી લીધું હોય છે. ચાલુભવનું આયુષ્યકર્મ પૂરું થતાં જ, નવા ભવનું બાંધેલું આયુષ્યકર્મ ઉદયમાં આવે છે. તેની સાથે, તે આયુષ્યને અનુસરનારા અન્ય પણ સત્તામાં રહેલા કર્મો પરિપાક પામે છે. તે કર્મો ઉદયમાં આવવાથી તે મુજબની યોનિ, ગર્ભ કે, બીજ આદિમાં જીવ પ્રવેશ કરે છે. પૂર્વના ભવનું જે શરીર છોડે છે તે ઔદારિક, કે વૈક્રિય હોય છે. આ બે શરીરો જ મૃત્યુ, કે ચ્યવન (દવો અને નરકોના મૃત્યુને ચ્યવન કહે છે.) થતાં બદલાયા કરે છે. આ રીતે પૂર્વનું શરીર છોડીને જીવને અન્ય સ્થળે અન્યગતિમાં લઈ જનારું ‘આનુપૂર્વી નામકર્મ એ નામનું કર્મ હોય છે. વચ્ચેના અંતરાલમાં તે કર્મ ઉદયમાં આવે છે. જીવને તે અન્યગતિમાં લઈ જાય છે. વચ્ચેના અંતરાલમાં જીવ સાથે તૈજસ અને કાર્પણ શરીર આ બે શરીરો જ હોય છે. કાર્પણ શરીર તે, જીવ પર લાગેલા ૮ પ્રકારના શુભાશુભ કર્મો છે. પૂર્વના શરીરને છોડી, આ બે શરીરની સાથે પ્રયાણ કરી જીવ તે સ્થળે, તે યોનિ, કે બીજ વિગેરેમાં આવે છે. જીવસ્વયં અરૂપી છે. તેની સાથે જોડાયેલું તૈજસશરીર (તેજપૂંજ, તેજોમય આવરણ, કે વિદ્યુતમય શરીર) અને કાશ્મણ શરીર જીવની સાથે હોય છે. તે પદ્ગલિક હોવાછતાં સૂક્ષ્મપરિણામી હોવાથી અદશ્ય અને વજન રહિત હોય છે. પોતે જે યોનિ, કે બીજ આદિના માળખામાં પ્રવેશ કરે છે તે સ્થૂલ, એટલે કેદશ્ય અને વજન સહિત હોય છે. તો સૂક્ષ્મશરીરી જીવ, સ્થૂલ બીજસાથે પોતે એકરસપણાથી કેવી રીતે જોડાય છે? તે પ્રશ્ન ઉદ્ભવે. તેનું સમાધાન એ છે કે, ઉત્પત્તિના પ્રથમ સમયે જીવ એક વિશિષ્ટ પ્રયત્નવડે, જેને “ઓજાહાર' કહે છે, તેના વડે આસપાસમાંથી પોતાને જે શરીર બનાવવાનું છે તે વર્ગણાના (ઔદારિકકે વૈક્રિય) પુદ્ગલોને ગ્રહણ કરીને, આત્મા સાથે એકરસ કરીને, તે તે યોનિના માળખામાં શરીર રચના કરવાનો પ્રારંભ કરે છે. આ પ્રસંગે જીવના ત્રણ પ્રકારના આહાર સમજી લઈએ. Page #215 -------------------------------------------------------------------------- ________________ (૩૪) સૂત્ર - ૧૯ - જીવોના પાંચ શરીરો-દારિક શરીર ૧૮૭ જીવના ત્રણપ્રકારના આહાર : (૧) ઓજાહાર - પૂર્વભવના શરીરને છોડીને આવેલો જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે વિશેષ પ્રયત્નથી જે પુદ્ગલો ગ્રહણ કરી આત્મા સાથે એકરસ કરે તે ઓજાહાર. તે ઉત્પત્તિના પ્રથમ સમયે જ હોય છે. શેષ જીવનમાં બાકીના બે હોય છે. (૨) લોમાહાર : રચાઈ ગયેલા સૂક્ષ્મ (નાના) કે મોટા શરીરના છિદ્રો વડે બધી દિશામાંથી પુદ્ગલોને શોષી-ખેંચીને, શરીર સાથે એકરસ કરે છે. પુદ્ગલપદાર્થને છિદ્રો દ્વારા શોષવાની જે ક્રિયા, તે લોમાહાર. આ પ્રક્રિયા દરેક શરીર ધારી જીવને, જીવનના દરેક સમયે અવિરત ચાલુ જ હોય છે. (૩) કવલાહાર: મુખ દ્વારા કોળીયો ગ્રહણ કરી પાચનતંત્ર સુધી લઈ જવો તે કવલાહાર. ગ્રહણ કરેલા તે કોળીયાના પુદ્ગલોને સાતધાતુરૂપે પરિણાવી (રૂપાંતર કરી) શરીર સાથે એકરસ કરાય છે. આ પ્રક્રિયા ઔદારિકશરીરવાળા એકેન્દ્રિય (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ) સિવાયના જીવોને જ હોય છે. રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા અને વીર્ય આ સાતધાતુઓ કહેવાય છે. તે લીધેલા ખોરાકમાંથી બને છે. નવા ભવમાં ઉત્પત્તિના સમયે આવેલો જીવ, શરીર રચના માટે સૌ પ્રથમ ઓજાહારથી ખોરાક ગ્રહણ કરે છે. તે પછીના પ્રથમ અંતર્મુહૂર્ત (૪૮ મિનિટ સુધીનો કાળ)માં પોતાને જેટલી પર્યાપ્તિઓ અને ઇન્દ્રિયો બનાવવાની છે તે સર્વેને બનાવી દે છે. અહીં કહેવાનો ભાવ એ છે કે જીવને જે ગતિમાં જે યોનિમાં, નાનું કે મોટું જેવું શરીર બનાવવાનું છે તેની પ્રારંભિક રચના કરી લે છે. તેમજ પર્યાપ્તિઓ અને ઇન્દ્રિયો, જે જીવન જીવવાના અને વધુ વધુ સુંદર રીતે જીવનને માણવાના સાધનો છે, તેને પણ અહીં સૂક્ષ્મ અવસ્થામાં થોડા જ કાળમાં બનાવી દે છે. તે Page #216 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ૧૮૮ પછી જીવનકાળ દરમિયાન તેનો વિકાસ આદિ થતા રહે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આદિમાં જીવોને બહુ જ અલ્પ આયુષ્ય અને સૂક્ષ્મશરીર હોય છે. તો પણ દરેક જીવો ઉપર બતાવી તે શરીર બનાવવાની ક્રિયા કરે છે. વૃક્ષ વિગેરેના મોટા શ૨ી૨ો પણ બીજ અવસ્થામાં ફલિત થાય છે ત્યારે પ્રથમ અંકુરા રૂપે થઈને, પછી ક્રમસર આહાર ગ્રહણ કરતાં કરતાં શરીરનો વિકાસ કરી મૂળ, થડ, શાખા, પાંદડા, ફૂલ, ફળ અને બીજ આદિના વિસ્તારને વધારે છે. પૃથ્વી, અગ્નિ, વાયુ અને સૂક્ષ્મ વનસ્પતિના જીવો જે સૂક્ષ્મ, અને અતિસૂક્ષ્મ શ૨ી૨વાળા છે. તે જીવોના કરતાં જે પ્રત્યેક વનસ્પતિ (વૃક્ષાદિ)ના જીવો, તેમજ પશુ, પક્ષી, જળચર આદિ મોટા, અતિમોટા અને ખૂબ વિશાળકાય હોય છે, તેનું કારણ પણ તે જીવોનું પૂર્વ ઉપાર્જન કરેલું તેવા પ્રકારનું વિશિષ્ટ કર્મ છે. પૃથ્વી આદિના આ જીવો એકેન્દ્રિય (એક જ સ્પર્શ ઇન્દ્રિય-ચામડીવાળા) કહેવાય છે. પૃથ્વી આદિ, અને વિવિધ અનેક પ્રકારની વનસ્પતિ આદિના જીવો તેઓની નિશ્ચિતયોનિઓમાં જ જન્મીને જીવનક્રિયા આગળ વધારે છે. સંજ્ઞી અને અસંજ્ઞી જીવો ઃ બેઇન્દ્રિય (અળસિયા, શંખ આદિ), તેઇન્દ્રિય (કીડી મકોડા આદિ), ચરિન્દ્રિય (માખી, મચ્છર આદિ), અસંજ્ઞી (મન વગરના) પંચેન્દ્રિય, અને સંક્ષી (મનવાળા) પંચેન્દ્રિય પશુ, પક્ષી, જળચર, મનુષ્ય, દેવ આદિ જીવો ક્રમસર પૂર્વે ઉપાર્જન કરેલા વિશિષ્ટ વિશિષ્ટ પુણ્યકર્મથી તેઓની નિશ્ચિત યોનિઓમાં જન્મીને તેવા પ્રકારના શરીર બનાવે છે. જે જીવો અસંશી (મનવગરના) છે, તે સઘળા જીવો પુરુષ બીજ (વીર્ય), અને સ્ત્રી બીજ (રજ)ના સંયોગ વિના, તેઓની નિશ્ચિત યોનિઓમાં ઉત્પન્ન થાય છે. બીજ વિગેરે તે યોનિઓમાં, તેવા પ્રકારના સાનુકૂળ દ્રવ્યોનો સંયોગ, ભેજ વિગેરે પરિસ્થિતિ સર્જાતાં ઉત્પન્ન થાય છે. તેઓને મન હોતું નથી. ચેતના અલ્પ વિકસિત હોય છે તેથી Page #217 -------------------------------------------------------------------------- ________________ (૩૪) સૂત્ર - ૧૯ :- જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીર ૧૮૯ તેઓને સમૂચ્છિમ (સુષુપ્ત જેવા) જીવો કહેલા છે. જેમકે બીજમાં જીવ છે, પણ તેને જમીનમાં વાવો એટલે, ભેજ વિગેરે અનુકૂળ સંયોગો પ્રાપ્ત થતાં, તેવા પ્રકારના કર્મવાળો જીવ, અંકૂરો ફૂટવા આદિ અવ્યક્ત ચેતના દ્વારા વિકાસ કરે છે. ગંદકીમાં મચ્છરો પેદા થઈ જાય છે. દરેક જીવને પોતાનું જીવન સૌથી વધુ પ્રિય છે, માટે જીવહિંસા મોટું પાપ છે ઃ : આ સર્વે જીવોને જીવવાની ઇચ્છા એક સમાન છે. તેઓને ભલે મન નથી પણ ઇચ્છા, બુદ્ધિ, તર્ક, લાગણી, સમજ, ખુશી, નાખુશી, ભય, મૈથુન, પરિગ્રહ, આહારની તીવ્ર ઇચ્છાઓ વિગેરે અવ્યક્તપણે, છતાં સક્રિયપણે અવશ્ય વિદ્યમાન હોય છે. જે વિકસિત શરીર રચનાનું સાધન નહિ હોવાથી બહુ વ્યક્ત રીતે નથી જણાતી. તેમ છતાં સૂક્ષ્મનિરીક્ષણોથી બહુ આશ્ચર્યકારક રીતે તે નોંધી શકાય છે. જે દિશામાં આજે ખૂબ સંશોધનો પણ થયેલાં છે. તે દરેક જીવને જીવવાની ઇચ્છા એક સમાન છે. આ સૂક્ષ્મ દરેક જીવોને પોતાની લાગણી, ઇચ્છાઓ, સુખો અને પોતાનું જીવન સૌથી પ્રિય છે. માટે જ તેઓની હિંસા ક૨વાથી તેઓનું જીવન આદિ સર્વસ્વનો તમે નાશ કરો છો. તેથી તે મોટું પાપ છે. અશુભભાવથી બીજા જીવને આપેલી પીડાનું ફળ તમને પાછું મળવાનું જ છે. શ્રી તીર્થંકર ભગવાન જ્ઞાનથી સઘળું જાણીને આપણને પાપ કર્મથી બચાવવા કોઈપણ જીવની હિંસાથી બચવા ઉપદેશ આપે છે. આ રીતે તેઓ જગતના સઘળા જીવોની કાળજી રાખે છે. જગતના સઘળા જીવોની ભાવકરુણા, એ અર્હદ્વાત્સલ્ય ભાવ છે. તેના પ્રભાવે તે આત્માઓ તીર્થંકર પદવી પ્રાપ્ત કરે છે. આ ભરત ક્ષેત્રમાં એક નિશ્ચિત કાળખંડમાં આવા ઉત્તમકોટિના પરમ દયામય ભાવને આત્મસાત્ કરનારા ૨૪ આત્માઓ જ તીર્થંકર બને છે. આ શાશ્વત નિયમ, કુદરતી વ્યવસ્થા છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૩૫) સૂત્ર - ૧૯ :- જીવોના પાંચ શરીરોઔદારિક શરીરની જટિલ રચના. → કીડા પતંગિયા વિગેરે જીવોની શરીર રચના બહુ જટિલ નથી. મનુષ્યના ગર્ભમાં ઉત્પન્ન થયેલા લાખોજીવોમાંથી અતિપ્રબળ પુણ્યકર્મવાળે જીવ ગર્ભની પ્રક્રિયામાં વિકાસ સાધી જન્મે છે. ખોરાકનું પાચન, શરીર રચના, અને વિકાસ, આદિ ક્રિયાઓ, જીવમાં રહેલી અવ્યક્તશક્તિદ્વારા સતત થયા કરે છે. -> જન્મ પામીને પડદામાંથી રંગભૂમિ પર આવ્યો એટલે બધું ભૂલી જીવ રંગરાગમાં પડી જીવન વેડફી નાખે છે. (શરીરવાત્મનઃ પ્રાળાપાના: વુદ્રત્તાનામ્ III) સંમૂચ્છિમજીવો (કીડા, પતંગિયા વિગેરેની) શરીર રચના બહુ જટિલ નથી. પાંચ શરીર મધ્યે ઔદારિક શરીર, મનુષ્ય અને તિર્યંચ (પશુ અને વનસ્પતિ)ના જીવોને હોય છે. મન સહિત પાંચ ઇન્દ્રિય જે જીવને હોય તેઓને સંજ્ઞી પંચેન્દ્રિય અને મનવિનાનાને અસંજ્ઞી કહે છે. પાંચ ઇન્દ્રિય આ મુજબ છે. [(સ્પર્શ (ચામડી), રસના (જીભ), પ્રાણ (નાક), ચક્ષુ (આંખ), અને શ્રોત્ર (કાન)] જે જીવો એકેન્દ્રિય હોય તેઓને માત્ર એક જ ઇન્દ્રિય હોય છે. જે ક્રમ મુજબ પ્રથમ છે તે (સ્પર્શઇન્દ્રિય-ચામડી) જ હોય છે. બેઇન્દ્રિય જીવને ક્રમમુજબ ૧લી, અને ૨જી (જીભ). તે રીતે આગળ તેઇન્દ્રિય જીવને એક વધુ, ત્રીજી (નાક), ચઉરિન્દ્રિયને એક વધુ ચોથી (આંખ). અસંશી (મનુ વગરના) પંચેન્દ્રિયને એક વધુ, પાંચમી શ્રોત્ર (કાન), ચાર ઇન્દ્રિય સુધી સઘળા અસંશી જ હોય છે. તેને સંમૂર્ણિમ પણ Page #219 -------------------------------------------------------------------------- ________________ (૩૫) સૂત્ર - ૧૯ - જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીરની જટિલ રચના. ૧૯૧ કહે છે. પંચેન્દ્રિય જીવો સંજ્ઞી અને અસંજ્ઞી બંને પ્રકારના હોય છે. સઘળા સંમૂચ્છિમ કે અસંશી (મુંબીજ અને સ્ત્રીબીજથી થનારા ગર્ભ કે ઇંડા વિગેરેની પ્રક્રિયા વિના ઉત્પન્ન થનારા) જીવો (પૃથ્વી, પાણી વિગેરે અને કડા, પતંગિયા વિગેરે)ની શરીર રચના બહુ જટિલ હોતી નથી. લાખો જીવોમાંથી અતિપ્રબળ પુણ્યકર્મવાળો જીવ, ગર્ભની પ્રક્રિયામાં આગળ વધીને, વધુ શરીર વિકાસ કરીને જન્મે છે - જીવોને સંશી (મનસહિત) પંચેન્દ્રિયશરીર, અતિવિશિષ્ટ પુણ્ય (શુભ) કર્મના પરિપાક (ઉદય)થી પ્રાપ્ત થાય છે. આવા જીવો જે ઔદારિક શરીર બનાવે છે તે, પુરુષબીજ, અને સ્ત્રીબીજના સંયોગથી ફલિત થનારા ગર્ભ કે ઈંડા આદિની પ્રક્રિયા દ્વારા રચાતા હોય છે. તે બેનો સંયોગ થતાં અનુકૂળ પરિસ્થિતિ સર્જાય તો, તેવા પ્રકારના અતિવિશિષ્ટ પુણ્યકર્મવાળો જીવ, પૂર્વજન્મના શરીર અને સ્થળનો ત્યાગ કરીને, ઉત્પત્તિના સ્થાને આવીને, તેના બીજની યોનિમાં પ્રવેશ કરે છે. તે પછી (પૃ. ૧૮૭) “ઓજાહારથી ત્યાં રહેલા પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરી પર્યાપ્તિ પુરી કરી શરીર રચનાનો સૂક્ષમ પ્રારંભ કરી દે છે. દા.ત. માતાના ગર્ભમાં ફલીકરણની પ્રક્રિયામાં અમુક નિશ્ચિતકાળ (૧૨ મુહૂર્ત, આશરે ૧૦ કલાક)માં તેને પ્રાયોગ્ય પુણ્યકર્મવાળો જીવ આવી જાય, તો ફલીકરણની પ્રક્રિયાથી પ્રથમ સૂક્ષ્મ શરીર બનાવીને, તે પછી જીવ, કમસર શરીરનો વિકાસ કરે છે. વીર્ય અને રજ મળવાથી રથી ૯ લાખ જીવોની ઉત્પત્તિ ત્યાં થઈ શકે છે. જો બધા જ જીવો ફલીકરણની પ્રક્રિયામાં પોતાના શરીરનો વિકાસ કરી શકે તો, રથી ૯ લાખ મનુષ્યો પેદા થઈ શકે. પરંતુ તેવું બનતું નથી. મોટે ભાગે જીવો ઉત્પન્ન થઈ, તેવા પ્રકારનું વિશિષ્ટ પ્રબળ પુણ્યકર્મ નહિ હોવાથી, નાશ પામે છે. આગળ શરીરનો વધુ વિકાસ કરી શકતા નથી, તેથી મૃત્યુ પામે છે. જે કોઈ જીવ અતિપ્રબળ પુણ્યકર્મવાળો હોય, અને તેના માતાપિતાનું પણ વિશિષ્ટ પુણ્યકર્મ, ઋણાનુબંધ આદિ હોય, આવો સુમેળ સર્જાય ત્યારે એક, બે Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન આદિ પ્રબળ આયુષ્ય ધરાવતા જીવ ફલીકરણની પ્રક્રિયામાં આગળ વધી શરીરનો વિકાસ કરી શકે છે, અને જન્મે છે. તેમાંય આર્યદેશ, ઉત્તમકુળ અને શુદ્ધધર્મની પ્રાપ્તિને યોગ્ય સંયોગોવાળો જન્મ, અતિઅતિ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. શરીર રચના, ખોરાકનું પાચન અને કમસર વિકાસ આદિ, જીવની અવ્યક્ત શક્તિવડે સતત શરીરમાં થયા કરે છે : ગર્ભમાં રહેલા ત્યાંના પુદ્ગલોમાંથી પ્રથમ “ઓજાહાર” વડે આહાર ગ્રહણ કરી જીવ સૂક્ષ્મશરીર બનાવે છે. તે શરીરવડે ક્રમસર પુદ્ગલોને ગ્રહણ કરી સૂક્ષ્મશરીરની સાથે એકરસ કરતાં કરતાં શરીરનો વિકાસ કરે છે. પ્રથમ પ્રવાહીરૂપ શરીરમાંથી ક્રમસર તેને ઘન સ્વરૂપ આપતાં આપતાં, ધીરે ધીરે માંસપેશીઓ, માંસ, મેદ, હાડકા, પાંચેય ઇન્દ્રિયો, શ્વસનતંત્ર અને પાચનતંત્રના અવયવોને, તે તે કર્મના નિયંત્રણ હેઠળ યથાયોગ્ય રીતે રચીને ગોઠવતો ગોઠવતો ક્રમસર શરીરનો વિકાસ કરે છે. શાસ્ત્રોમાં ૭-૭ દિવસે કેવા કેવા સ્વરૂપે રચના થતી જાય છે તેનું વિગતવાર વર્ણન કરેલું છે. ચારેક મહિનામાં હાથ, પગ આદિ અવયવોના અંકૂરા ફૂટેલા હોય તેવો ઘન માંસનાપિંડના આકારને પામે છે. આ રીતે શરીરનું બંધારણ મૂળરૂપે રચાઈ જાય છે. લોકમાં કહેવાય છે કે ૪ મહિને જીવ આવે છે, તે આ શરીરનું બંધારણ રચાઈ જવાથી હૃદય ધબકતું થાય એટલે કહેવાતું હશે. પરંતુ જો એમ જ હોય તો આટલા સુધી શરીરના બંધારણની રચના કોણે કરી? જીવ વિના તેવી કોઈ શક્તિ કરવા સમર્થ નથી. જીવ પણ પોતાની સૂઝ બૂઝ, કે પ્રગટ કોઈ ઇચ્છાથી આ રચના કરતો નથી. તેણે ઉપાર્જન કરેલ કર્મ પરમાણુઓના નિયંત્રણ હેઠળ, અનભિસંધિજવીર્યથી કરે છે. વ્યક્ત ઇચ્છાથી ઇરાદાપૂર્વક જે પ્રવૃત્તિ થાય તેને અભિસંધિજવીર્ય કહે છે. અને અવ્યક્તપણે ઈચ્છા વગર થતી ક્રિયાઓ અનભિસંધિજવીર્ય કહેવાય છે. કર્મના પ્રભાવથી Page #221 -------------------------------------------------------------------------- ________________ (૩૫) સૂત્ર - ૧૯:- જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીરની જટિલ રચના. ૧૯૩ આવી અવ્યક્ત શક્તિઓ અનાદિકાળથી સંસારી જીવમાં પડેલી છે. તેના પ્રેરકબળ દ્વારા પ્રથમ સમયથી જ જીવ શરીરના પ્રારંભિક બંધારણને રચવાની ક્રિયા કરે છે. પ્રથમ સમયે “ઓજાહાર” વડે બનાવેલા પ્રાથમિક શરીર દ્વારા, અને કર્મદ્વારા જીવને પ્રાપ્ત થયેલી વિશિષ્ટ શક્તિદ્વારા, આસપાસમાં રહેલા ઉપયોગી પુગલસ્કંધોને ગ્રહણ કરે છે. જેમ અગ્નિદ્વારા રસોઈ પાકે છે. તેવી રીતે તૈજસશરીર, ગ્રહણ કરેલા પુદ્ગલોને પરિણાવીને (રૂપાંતર કરીને) શરીર સાથે એકમેક થવા યોગ્ય કરે છે. આ મનુષ્યના શરીરને ઉદ્દેશીને સમજવું. ઇંડા, જરાયું, પોતજ વિગેરે પશુ-પક્ષીના અને દેવોના વૈક્રિય શરીર માટે તે તે શરીરને પ્રાયોગ્ય પુગલસ્કંધો ગ્રહણ કરે છે. મનુષ્યના જીવને આ રીતે ગર્ભ અવસ્થામાં ૯ મહિના પસાર કરવા પડે છે. સુંદર દેખાતું અને મોહ પમાડતું આ શરીર, કેવી ગંદકીમાંથી રચાય છે? ઘોર અંધારી કોટડીમાં જયાં બીજું કોઈ સહાય કરનાર નથી. દુઃખો અને મૂંઝવણોમાં કોઈ પોકાર કરી શકાય, કે રડીને પણ દુઃખ ઓછું કરે તેવી કોઈ સાધન-શક્તિ હજુ વિકસ્યા નથી. આવી અવસ્થામાં ઊંધા મસ્તકે ૯ મહિના લટકીને પસાર કરે છે. મન સહિત હોવાથી જીવ વ્યક્તપણે આ સઘળા દુઃખોને જાણે છે અને અનુભવે છે. એક કવિએ એક સુંદર સજઝાયમાં ગર્ભાવાસના દુઃખોને વર્ણવ્યા છે. હું તો નટવો થઈને નાટક એવા નાચ્યો હો જિનવરિયા, પહેલા નાચ્યો પેટમાં માતાના બહુવાર, ઘોર અંધારી કોટડી, કોણ સૂણે પોકાર. જિહાં માથું નીચું ને, છાતી મારી ઊંચી હો જિનવરીયા. ૧ હાડમાંસનો પિંજરોને ઉપર મઢીયો ચામ, મળમૂત્ર માંહે ભર્યો, માન્યો સુખનો ધામ, જિહાં નવનવમહિના, ઊંધે મસ્તકે લટક્યો હો જિનવરીયા. ૨ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ઉઠી ક્રોડ રોમરોમમાં, કરી ધગધગતી સોય, કોઈ ભોંકે જો સામટી, કષ્ટ અષ્ટગણું હોય, પછી માતાને મેં, જમના દ્વાર દેખાડ્યા હો જિનવરીયા. ૩ બાંધી મુઠી દોયમાં, લાવ્યો પુણ્ય ને પાપ, ઉંવાઉવા કરી હું રડું, જગમાં હરખ ન માય, પછી પડદામાંથી, રંગભૂમિ પર આવ્યો હો જિનવરીયા. ૪ જન્મ પામીને પડદામાંથી રંગભૂમિ પર આવ્યો, એટલે જીવ બધું ભૂલી, રંગરાગમાં પડી જીવન વેડફી નાંખે છે - ગર્ભવાસમાં આવી અવસ્થામાં રહેલા કોઈ જીવને આવી દુઃખદાયી પરિસ્થિતિમાંથી છૂટવા માટે એવો વિચાર પણ આવે છે કે, હવે જન્મીને એવું કરું કે, ફરી અહીં આવવું ન પડે. પરંતુ જન્મ પામીને જયાં પડદામાંથી રંગભૂમિપર આવ્યો, એટલે કર્મ નચાવે તેમ બાલ, યુવાન, વૃદ્ધાદિ અવસ્થામાં જુદા જુદા નાટક ભજવ્યા કરે છે. જન્મ થયો અને સંસાર જોયો એટલે બધું ભૂલીને રંગરાગમાં પડી જાય છે. માટે જ કહેવાય છે કે જીવ બાલ્યાવસ્થામાં માતૃમુખો થયો, યુવાવસ્થામાં સ્ત્રીમુખો થયો, અને વૃદ્ધાવસ્થામાં પુત્રમુખો થયો, પણ મૂરખો જીવ, અંતરમુખો ન થયો. આ રીતે ફરી જન્મ, અને ફરી મરણ, અને ફરી પાછું માતાના પેટમાં શયન, આ ક્રમ ચાલ્યા કરે છે. કોઈ વિરલા જીવો શ્રી તીર્થંકરભગવાનના વચનોને યથાર્થ રીતે સમજી, હૃદયમાં સ્થિર કરી સાંસારિક સુખ સંપત્તિઓથી આકર્ષાયા વિના, કે કુમતોથી ભરમાયા વિના જિનવચનમાં સ્થિર રહી શકે છે. તેવા જીવો જ આ સંસારના પારને પામી સદાકાળ માટે ગર્ભાવાસના દુઃખોથી મુક્ત બની પાંચેય શરીરોથી રહિત શાશ્વત સુખના ભોક્તા બને છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ (૩૫) સૂત્ર - ૧૯ - જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીરની જટિલ રચના. ૧૯૫ ચંડાલને ઘરે પુત્રજન્મ - એક વણિક શેઠ પોતાના નગરની બહાર આવેલા યક્ષના મંદિરમાં પૂજા-ભક્તિ કરવા જતા હતા. તેમની મોટી ઉંમર થવા છતાં સંતાન પ્રાપ્તિ ન હતી. તેથી યક્ષની સમક્ષ રોજ ભક્તિપૂર્વક પ્રાર્થના કરતા હતા. ત્યાં નજીકમાં રહેલા ચંડાલે, શેઠ-શેઠાણી બંનેને રોજ આવતા જોઈ કારણ પૂછ્યું. શેઠે કારણ જણાવ્યું. ચંડાલને પણ સંતાન ન હતું. તેની પત્નીએ યક્ષની ભક્તિ અને પ્રાર્થના કરવા પ્રેરણા કરી. ચંડાલ પણ હવે રોજ યક્ષની સુંદર ભક્તિ કરી, પ્રાર્થના કરવા લાગ્યો. થોડા સમયમાં તેને ઘરે પુત્ર અવતર્યો. શેઠે આ જોઈને યક્ષને ખૂબ આજીજીપૂર્વક વિનંતિ કરી કે - “ચંડાલની પ્રાર્થના સાંભળી તેના પર કૃપા કરી, મારા ઉપર કેમ નારાજ છો? શું મારી ભક્તિમાં ખામી છે?” ત્યારે યક્ષે જવાબ આપ્યો “તારી પ્રાર્થના પણ મારા ધ્યાનમાં છે, ચંડાલને ઘેર અવતરવા યોગ્ય જીવોની તો કોઈ કમી નથી, પણ તારા ઘેર અવતરવા યોગ્ય કોઈ જીવ તો હોવો જોઈએને?” – જે ખરેખર સંત છે, તેની પાસે સત્ય અનંત છે. – જે બની બેઠેલા સંત છે, તેની પાસે સત્યનો અંત છે. સમજવું અઘરું છે, પણ એકવાર સમજાઈ ગયા પછી આચરવું સહેલું છે. - ભક્તિ નહિ ભાડાયત, જે સેવાફલ જાગે (શ્રીદેવચંદ્રજી) -> જો પાપ ખટકે, તો પાપ અટકે. શું અધ્યાત્મ થોડા ઘણા પૂજા પાઠ કરી, દેવતાઓ સહિત ઈશ્વરને વશ કરી લઈ પોતાની યોગ્ય, કે અયોગ્ય માગણીઓ પુરી કરવાનો ધંધો છે? Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૩૬) સૂત્ર - ૧૯ - જીવોના પાંચ શરીરો દારિક શરીર-પર્યાપ્તિઓ. - “જીવ’ અને કર્મ જ ભૌતિક શરીરની રચનામાં નિયામક છે. - માનવીય પ્રયત્નો દ્વારા અભુત કોટિના આ શરીરયંત્રની રચના કરવી શક્ય નથી. એ કરામત કર્મની છે. - શરીરને જીવંત અને સ્વસ્થ રાખવાના તમારા હજારો પ્રયત્ન, છતાં હુકમનું પાનું કર્મસત્તાના હાથમાં છે. છ પર્યામિ એ, જીવનક્રિયાઓ માટેના શરીરમાં રહેલા ઉપકરણો (शरीरवाङ्मनः प्राणापानाः पुद्गलानाम् ॥१९॥) જીવ અને કર્મ જ ભૌતિક શરીરની રચનામાં નિયામક છે - વિશ્વના દરેક જીવને કુલ પાંચ પ્રકારના શરીર હોય છે. તેમાંથી પ્રથમ ઔદારિકશરીરની રચના કેવી રીતે થાય છે, તે જોઈ રહ્યા છીએ. આ વિષયમાં આધુનિક વિજ્ઞાનની માન્યતા શું છે, તેનો પૃ. ૭૩થી ૭૬માં સામાન્ય ઉલ્લેખ કર્યો હતો. તેઓ તૈજસશરીરને વિદ્યુત ઉર્જા તરીકે સ્વીકારે છે. પરંતુ કાર્મણશરીર અને આત્માના વિષયમાં ભૌતિકતારણો કંઈ જણાવતા નથી. તેનું કારણ પણ છે કે, તે બંને શાસ્ત્ર મુજબ અદશ્ય અને અરૂપી છે. પ્રયોગોથી જાણી શકાતા નથી. વૈક્રિય (દેવોનું) અને આહારક (૧૪ પૂર્વધર મુનિનું) શરીર પણ વિજ્ઞાનની પહોંચ બહાર છે. જે વિદ્યમાન છે તે મનુષ્ય, વનસ્પતિ અને પશુઓના શરીરની રચના વિષે તેઓના સંશોધનો છે. તેઓ શરીરની રચનાને ભૌતિક શાસ્ત્ર, અને રસાયણશાસ્ત્રના નિયમોથી સમજાવે છે. અમીબા એ Page #225 -------------------------------------------------------------------------- ________________ (૩૬) સૂત્ર - ૧૯ :- જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીર-પર્યાપ્તિઓ. ૧૯૭ એક કોષીજીવ છે. ઊંચા પ્રાણીઓમાં એક કોષમાંથી વૃદ્ધિ પામીને અનેક કોષો પેદા થાય છે. આ અનેક કોષો એકબીજાની સાથે જોડાઈને પ્રાણીના અંગોપાંગો આદિ શરીરનો વિકાસ કરે છે. જીવંત શરીરના વિકાસ માટે પ્રોટીન મુખ્ય ઘટક છે. જેના ઘણા (૨૦) એકમ (પ્રકાર) છે. દા.ત. હિમોગ્લોબીન નામનું પ્રોટીન થોડા લોહના અણુઓ ધરાવે છે. તેનું કાર્ય શ્વાસમાં લીધેલી હવામાંથી ઓક્સીજન શોષવાનું તેમજ શરીરના વિવિધ ભાગોમાં ઓક્સીજન પહોંચાડવાનું છે. તેનાથી જીવનક્રિયાઓ જળવાય છે. પ્રોટીનમાં ખાસ પ્રવર્તકબળ હોય છે, જે શરીરની પેશીઓમાં વિદ્યમાન હોય છે. જે પ્રોટીનને ખાસ કાર્ય કરવા માટે ઉપયોગી બનાવે છે. તેને તેઓ DNA અને RNA નામના રસાયણોથી ઓળખાવે છે. આ રીતે આધુનિક વિજ્ઞાને શરીર રચના અને વિકાસ માટેની ભૌતિક પ્રક્રિયાદિને, તેની પરિભાષામાં સમજાવી છે. જૈન તત્ત્વજ્ઞાન તેમજ પ્રાચીન શરીરશાસ્ત્રોમાં પણ અલગ પરિભાષા દ્વારા આવી ભૌતિક પ્રક્રિયા સમજાવી છે. વનસ્પતિ અને કીડા વિગેરેની યોનિમાં અને મોટા પ્રાણીઓમાં ઈંડા, ગર્ભ આદિના ફલીકરણ દ્વારા અમુક નિશ્ચિત ભૌતિક ક્રિયા થાય છે, આ સઘળી પ્રક્રિયાઓમાં નિયંત્રણ કરનાર જીવનું કર્મ છે. જીવે ગ્રહણ કરેલા ખોરાકમાંથી કોષોનું પુનરુત્પાદન અને વિકાસ થાય છે, અને શરીરમાં નવાકોષો રચાઈને યથાયોગ્ય ગોઠવાય છે. આ સઘળી કાર્યવાહી તૈજસશરીરની સહાયથી, કર્મના નિયંત્રણ પૂર્વક, જીવ કરે છે. કર્મરહિત શ્રીસિદ્ધપરમાત્માના જીવોમાં કોઈ ભૌતિકક્રિયા હોતી નથી. સંસારીજીવ કર્મ સહિત છે, તેથી વિવિધપ્રકારની ભૌતિક ક્રિયાઓ સંભવે છે. એક સમાન પોષણ હોવા છતાં સઘળા શરીરોનું બળ, બાંધો, મજબૂતાઈ, સ્વસ્થતા, નિરોગીતા વિગેરે શા માટે એક સમાન રીતે પ્રાપ્ત નથી કરી શકતા ? ‘જીવ’ અને ‘કર્મ’ જ આમાં નિયામક તત્ત્વ તરીકે માન્યા છે. નાના નાના કીડા, કીડી, માખી, મચ્છર, તીડ, પતંગિયા વિગેરે Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન જીવજંતુઓ અને મનુષ્ય પશુઓ વિગેરે સઘળા પ્રાણીઓમાં, એક સમાન આત્મદ્રવ્ય હોવા છતાં, મનુષ્ય વિગેરેના વિશિષ્ટ શરીરો, તેના અંગોપાંગોની વિશિષ્ટ રચના, તેઓના જુદા જુદા કાર્યોનું સંચાલન વિગેરેમાં કર્મનું પરિબળ મહત્ત્વનું છે. માનવીય પ્રયત્નો દ્વારા આ અદ્ભુતકોટિના શરીરયંત્રની રચના કરવી શક્ય નથી. એ કરામત કર્મની છે ઃ અલ્પવિકસિત જીવજંતુઓ કરતાં મનુષ્ય, પશુ, નરક, દેવ વિગેરેને, પરિભાષામાં સંજ્ઞી (મન સહિત) પંચેન્દ્રિય કહ્યા છે. સંશી પંચેન્દ્રિય મનુષ્ય વિગેરેના આત્માઓને વિશિષ્ટ કોટિના પુણ્યકર્મથી ભૌતિક સુખોને જાણવા-માણવાના, અને જગતને સમજવા-વિચારવાનાં સામર્થ્યવાળી, અદ્ભુત કહી શકાય તેવી, શરીરની સંરચના પ્રાપ્ત થાય છે. આજે શરીર વિજ્ઞાન અને તેની મરામ્મત માટેના યાત્રિક જગતમાં આશ્ચર્યભૂત ક્રાન્તિ થઈ છે. કલ્પી ન શકાય તેવા શરીરના એકે એક અંગોના રોગો, તેના નિદાન, અને ઓપરેશન વિગેરે ઉપચારના અઢળક સાધનોનો વિકાસ થયો છે, તે જોઈ શકાય છે. તેમ છતાં તેમાં કેટલી ખામીઓ છે. તેની આડઅસરો ઘણીવાર કેટલી બધી ભયાનક હોય છે. તે પ્રત્યક્ષ છે. ઘણી દવાઓ અત્યંત પ્રતિબંધિત છે. શા માટે ? ખામીવાળી છે માટે જ ને ? પેઇન કીલર જેવી દવાઓ શરીરયંત્રને નુકશાનકારી અને જીવલેણ પણ છે. વળી તે દવાઓને વિકસાવવા માટે પ્રાણીઓ ઉ૫૨ પ્રાણઘાતક અને નિર્દય પ્રયોગો કરવામાં આવે છે. તેના અહેવાલો કોઈના પણ કાળજાને કંપાવી દે તેવા છે. ઘણી દવાઓ પ્રાણીઓના અંગમાંથી બનાવવામાં આવે છે. પ્રાચીન ઔષધ અને વાઢ-કાપ શાસ્ત્ર પણ ખૂબ વિકસિત હતું, અને રોગોના મૂળગામી ઉપચારો કરનારું અને આડ અસરો વિનાનું હતું. તેને તે તે વિષયના પ્રાચીન શાસ્ત્રોના ઉલ્લેખો પરથી જાણી શકાય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ (૩૬) સૂત્ર - ૧૯ :- જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીર-પર્યાપ્તિઓ. ૧૯૯ પ્રાકૃતિક ઔષધો શરીર સાથે એકરસ થાય તેવા હોય છે. અપ્રાકૃતિક ઔષધો શ૨ી૨માં એક રસ થતા નથી તેથી કોઈને કોઈ વિક્રિયા કરે છે. વળી અમુક સમય પછી તે ઔષધો અસરકારક નથી રહેતા. પૂર્વના ઘણા ઔષધો બિન અસરકારક થઈ ગયા છે. એટલે વાસ્તવમાં તે ઉપચાર કરવા યોગ્ય ગણાય જ નહિ. આયુર્વેદના ઔષધો વર્ષોથી ચાલ્યા આવે છે. પરંતુ તેની યોજના કરનાર પૂરેપૂરા જાણકારો વર્તમાનમાં નથી. પૂર્વે જે હતું અને વર્તમાનમાં જે છે, તે. તે સઘળાની ઉપરવટ કુદરત છે. માનવીય પ્રયત્નો દ્વારા અદ્ભુત કહી શકાય તેવી શરીરની સંરચના કરવી શક્ય નથી, અને પોતાની ઇચ્છા, અને પ્રયત્ન મુજબ તેને સ્વસ્થ રાખી, અને ચલાવી શકાય તે તે શક્ય નથી. એ કરામત પુણ્યકર્મની છે. શરીરને જીવંત અને સ્વસ્થ રાખવામાં નિર્ણાયક કર્મસત્તા છે ઃભૌતિક વિજ્ઞાન એકસારી કીડી પણ, કદી બનાવી શકશે નહિ : પ્રયોગશાળામાં ક્યારેય શરીર બનાવી શકાતું નથી. તેના એકેએક અંગોપાંગો, તેની રચના અને તેના કાર્યો જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્ય પામે છે. કહેવાય છે કે, આઇન્સ્ટાઇને એવા ભાવનું કહેલું કે “ભૌતિક વિજ્ઞાન એક સારી કીડી પણ, કદી બનાવી શકશે નહિ.’’ શરીરયંત્રની રચનામાં આવેલા એક અંગ હૃદય માટે વિચારીએ તો કુદરતની કેવી અદ્દભુત કમાલ છે કે, આ એક નાનકડો પંપ, ૧૦૦ વર્ષ સુધી સતત કાર્યરત રહે છે. શરીરના ખૂણે ખૂણે, દરેક નસો, અને માંસપેશીઓમાં પૂરેપૂરી રીતે લોહી પહોંચાડવાનું કાર્ય કરે છે. દિવસ-રાત ત્રણે ય પાલીમાં કાર્ય કરે છે, તેના મેઇન્ટેનન્સ માટે બીજો કોઈ વૈકલ્પિક પંપ નથી. તે કઈ રીતે રીપેર થઈ જાય છે, કઈ રીતે તેને ઉર્જા મળતી રહે છે, કઈ રીતે ચાર્જ થાય છે, પોતાના ઘસારાને પહોંચી વળે છે, અને પોતાની સ્થિતિને જાળવી રાખે છે. આ એક આશ્ચર્ય છે. આ તો એક Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અંગ હૃદયની વાત કરી. સમગ્ર શરીરના યંત્રની સંરચનામાં એકેએક અંગો એકબીજાની સાથે સુમેળ સાધી સતત પોતાનું કાર્ય બજાવે છે. જીવે પૂર્વભવોમાં કરેલા સત્કર્મો દ્વારા ઉપાર્જન કરેલા પુણ્યકર્મથી જ જીવને સંજ્ઞી પંચેન્દ્રિયપણું મળે છે, તેની આ સઘળી કમાલ છે. માત્ર આટલું જ નહિ પણ આ શરીરનું યંત્ર સ્વસ્થ રહે છે. આયુષ્યના અંત સુધી જીવનમાં દરેક પળે જીવને જીવનક્રિયાનું સામર્થ્ય આપે છે. આ સઘળી પણ તેની જ કમાલ છે. પ્રયત્નો તમારા શરીરને સાચવવાના સ્વસ્થ રાખવાના પૂરેપૂરા હોય પણ હુકમનું પાનું કર્મસત્તાના હાથમાં છે. આ નક્કર અને ત્રિકાલાબાધિત સત્ય છે. જે આજે પ્રત્યક્ષ જોવાય છે. વર્તમાનના દૂષિત પર્યાવરણમાં પણ, ૮૦-૯૦-૧૦૦ વર્ષ સુધી સુંદર શરીરના પુણ્યવાળા ય છે, અને ૪૦-૫૦ વર્ષે પણ અનેક ઉપચારો છતાં પુણ્યની ખામીથી અનેક તકલીફો ભોગવવી પડે છે. તેવા રોગ, શોક, અને દુઃખથી પીડિત મનુષ્યો પણ છે. પૂર્વમાં જીવદયા, જયણા અને દાનાદિ સત્કર્મોથી જીવોને સુખ આપ્યું છે. ઘણાને દુઃખી નથી કર્યા, તેવા પુણ્યશાલી જીવને આ ભવમાં તેનું ફળ અવશ્ય મળે છે. છપર્યાપ્તિનું સ્વરૂપ - પર્યાપ્તિ એટલે જીવનક્રિયાઓ માટેનું, એક વિશિષ્ટ ઉપકરણ, અને આત્માની શક્તિ. કર્મગ્રંથ મુજબ જીવને બંધાયેલા ૮ કર્મો પૈકી છä “નામકર્મ નામનું છે. તેના ૧૦૩ પેટા ભેદમાં, શરીર સંરચના સંબંધી પુણ્યકર્મના ભેદોમાં એક ભેદ “પર્યાપ્તિ નામકર્મ છે. તેનાથી જીવને શરીરમાં ૬ પર્યાપ્તિઓ પ્રાપ્ત થાય છે. પર્યાપ્તિ એ પારિભાષિક શબ્દ છે. પર્યાપ્તિ = શરીરમાં આવેલું વિશિષ્ટ ઉપકરણ-સાધન (જેવી રીતે ચમચી ચીપીયો, પાવડો વિગેરે કોઈ વસ્તુને લેવાના સાધન છે, જેનાથી જીવ જીવનની તે તે ક્રિયાઓને કરી શકે છે. પર્યાપ્તિનો બીજો અર્થ આત્માની વિશિષ્ટ શક્તિ પણ કરાય છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ (૩૬) સૂત્ર - ૧૯:- જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીર-પર્યાપ્તિઓ. ૨૦૧ દા.ત. સોય દોરો હોય, પણ અણી તીક્ષ્ણ ન હોય તો કામ ન કરી શકે, તેમજ સોદોરોનો ઉપયોગ, કપડું સાંધવા માટે કેવી રીતે કરવો તે આવડતું ન હોય, એટલે કે તેવી શક્તિ ન હોય તોય સોય દોરો મળવા છતાં પણ કાર્ય ન કરી શકે. અથવા વાહન એ સ્થળાંતર કરવાનું સાધન છે. તે બગડેલું ન હોય તે પણ જરૂરી છે, તેમજ તેનો ઉપયોગ કરતાં આવડવું પણ જરૂરી છે એટલે કે તેવી શક્તિ પણ જરૂરી છે. તેવી રીતે પર્યાપ્તિ એટલે “સાધન” પણ અને શક્તિ પણ. દા.ત. (૧) આહાર પર્યાપ્તિ :- એ સાધન છે. તે સાધન (અવયવ) જીવે લીધેલા ખોરાકનું પાચન કરીને શોષી બાકીના મળને જુદુ કરીને, નિકાલ માટે આગળ જવા દે. આહાર શોષવા આદિનું વિશિષ્ટ પુદ્ગલ રચનાવાળું જે ઉપકરણ, અને કર્મજનિત આત્માની શક્તિથી આ થાય છે. (વર્તમાન શરીર શાસ્ત્ર મુજબ જઠર, આંતરડા વિગેરે પાચનતંત્રના અવયવો, અને તેના દ્વારા લીધેલા આહારમાંથી શરીરને યોગ્ય રસ શોષી લેવાની આત્માની શક્તિ ). (૨) શરીર પર્યાપ્તિ - શોધેલા આહારમાંથી રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય, આ ૭ ધાતુરૂપ શરીર બનાવે. વળી આ પર્યાપ્તિ શરીરમાં મસ્તકથી માંડી પગ સુધી જરૂરિયાત મુજબ તેને પહોંચાડે. ઘસારાના સ્થળે ખૂટતું તત્ત્વ પહોંચાડી શરીરને ટકાવી રાખે. મસ્તક, હૃદય, પાચનતંત્રના અંગોની રચના વિગેરે સઘળું આ પર્યાપ્તિના કાર્યમાં સમાય. (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ -એ, સાતધાતુ રૂપે બનેલા શરીરમાંથી વધુ સારભૂત પુદ્ગલોને શોષીયથાયોગ્ય રીતે ઇન્દ્રિયોની રચના કરે. તે ઇન્દ્રિયોનું સ્વરૂપ આ રીતે છે. (૧) સ્પર્શેન્દ્રિય = જ્ઞાનતંતુ વિગેરે સર્વ શરીરમાં વ્યાપ્ત ચામડી, અને સ્પર્શ પારખવાની શક્તિ. (૨) રસનેન્દ્રિય = જીભમાં આવેલું સુરપ્ર-અસ્ત્રા-આકારનું તીખા, ગળ્યાદિ રસને પારખવાનું (taste buds) ઉપકરણ, અને શક્તિ. જેને વર્તમાન શરીરશાસ્ત્રમાં સ્વાદગ્રંથિ વિગેરે કહે છે. (૩) ઘ્રાણેન્દ્રિય = નાકમાં આવેલું કદંબના પુષ્પના આકારનું ગંધને Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પારખવાનું ઉપકરણ, અને શક્તિ. (૪) ચક્ષુરિન્દ્રિય = આંખના પડદા (retina)માં આવેલું મસુરની દાળના આકારનું દૃશ્યને પારખવાનું ઉપકરણ, અને શક્તિ. (૫) શ્રોત્રેન્દ્રિય = કાન, મધ્યકર્ણમાં આવેલું શબ્દ-અવાજને પારખવાનું નગારાના આકારનું ઉપકરણ, અને શક્તિ. આ પાંચ ઇન્દ્રિયોની રચના કરે અને ટકાવે તે ઇન્દ્રિય પર્યાપ્તિ. (૪) શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ : શ્વાસોચ્છ્વાસ નામની છઠ્ઠી વર્ગણાના પુગલોને ગ્રહણ કરી છોડવાનું ઉપકરણ, અને શક્તિ (નાકફેફસાં દ્વારા વાયુ લેવા-મૂકવાનું કાર્ય તે સ્થૂલ શ્વાસોચ્છવાસ છે.) આ પર્યાપ્તિથી દરેક જીવ, વનસ્પતિ વિગેરે પણ, સૂક્ષ્મ શ્વાસોચ્છ્વાસ કરે છે. (૫) ભાષાપર્યાપ્તિ :- ભાષા, નામની પાંચમી વર્ગણાના પુદ્ગલોને લઈને ભાષારૂપે બનાવી છોડવાનું ઉપકરણ, અને શક્તિ. તેના વડે જીવ ભાષા બોલવા માટે સમર્થ બને છે. (૬) મનપર્યાપ્તિ :- મનોવર્ગણાના નામની સાતમી વર્ગણાના પુદ્ગલો લઈને મનરૂપે (વિચાર) બનાવી છોડવાનું ઉપકરણ, અને શક્તિ. તેના વડે જીવ વિચારવાની શક્તિ પ્રાપ્ત કરે છે. પર્યાપ્તિનામકર્મ નામના પુણ્યકર્મથી જીવને શરીરમાં આ છ પર્યાપ્તિ પ્રાપ્ત થાય છે. આ સઘળા કાર્યો, આત્મા અને તૈજસશ૨ી૨ના સંમિશ્રમણથી શરીરમાં થયા કરે છે. તેમાં સુંદરતા-અસુંદરતા તેની રચનામાં કાર્યક્ષમતા કે, તેમાં ખામી તેની સ્વસ્થતા વિગેરેમાં નિયામક તરીકે શુભાશુભ કર્મો નિર્ણાયક ભાગ ભજવે છે. રોગનો ચેપ વિગેરે પરિસ્થિતિ સહાયક કારણ બને છે. વનસ્પતિ, કીડા આદિથી માંડી પશુ, મનુષ્ય, દેવ, નરક, દરેક જીવોના શરીરની સંરચના, વિકાસ અને જીવનક્રિયા વિગેરે તેના નિશ્ચિત કારણો મુજબ સતત ચાલ્યા કરે છે. શરીર પણ આખરે જીવનું બંધન છે. સાધના કરી કર્મથી મુક્ત બને, તો શરીરરહિત આત્મા, આત્મિક સુખ અને પરિપૂર્ણ ચેતનાને પૂર્ણપણે માણી શકે. Page #231 -------------------------------------------------------------------------- ________________ (૩૭) સૂત્ર - ૧૯ :- જીવોનાં પાંચ શરીરો (૨) વૈક્રિય શરીર-દૈવી શરીર ૨૦૩ (૩૭)` સૂત્ર - ૧૯ :- જીવોનાં પાંચ શરીરો (૨) વૈક્રિય શરીર-દૈવી શરીર આ શરીરવડે અનેક વિક્રિયાઓ થઈ શકતી હોવાથી તેને વૈક્રિયશરીર કહેવાય છે. રૂધિર, ચરબી, માંસ, હાડકા આદિ વિનાનું વૈક્રિય શરીર, દેવોનું અને નારકોનું હોય છે. → દેવો સુખથી પરાધીન છે, નરકો દુઃખથી પરાધીન છે, તેથી તે શરીરો અધ્યાત્મસાધના માટે નિરર્થક છે. → પુણ્યાનુબંધી પુણ્યકર્મથી પ્રાપ્ત થતું દેવજન્મનું શરીર, સાધનામાર્ગની મુસાફરીમાં વિસામા સમાન છે. (શરીર વાલ્ મન: પ્રાપના: પુાતાનામ્ III) વિશ્વના જીવોના પાંચ પ્રકારના ભૌતિક શરીરો પૈકી પ્રથમ ઔદારિક શરીરની ઉત્પત્તિ, રચના, ક્રિયા વિગેરે જોયું. હવે બીજા ક્રમે જણાવેલા વૈક્રિયશરીરને જોઈએ. (૨) વૈક્રિયશરીર : આ શરીરવડે અનેક વિક્રિયાઓ થઈ શકતી હોવાથી વૈક્રિય શરીર કહેવાય છે. જગતના સઘળા પુદ્ગલના સ્કંધો (Moleculeના જથ્થા)ને ૮ વિભાગમાં વર્ગીકરણ કર્યા છે, તે પૈકી બીજી વર્ગણા, વૈક્રિયવર્ગણા છે. તેના પુદ્ગલ સ્કંધોમાંથી વૈક્રિયશરીરની રચના થાય છે. દેવગતિ (સ્વર્ગ)ના અને નરકગતિના જીવોને જન્મથી પ્રાપ્ત થતું મૂળ શ૨ી૨ વૈક્રિયશરીર હોય છે. તે પોતપોતાના સ્થાન મુજબ નિશ્ચિત માપનું Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૧થી ૭ હાથ પ્રમાણ) હોય છે, અને તે જીવનભર ટકે છે. મૂળ શરીર ઉપરાંત વધારાનું બીજું (ઉત્તર) વૈક્રિયશરીર બનાવી શકે છે. તે અનેક માપનું બનાવી શકે છે. નાનું મોટું અને અનેક પ્રકારની મુખાકૃતિવાળું, તેમજ પશુ આદિની આકૃતિવાળું, જેવું ઇચ્છે તેવું બનાવી શકે છે. તે અલ્પકાળ ટકે છે. આ રીતે તે શરીરમાં અનેક વિક્રિયાઓ થઈ શકતી હોવાથી તેને વૈક્રિયશરીર કહેવાય છે. → રૂધિર, ચરબી, માંસ, હાડકા આદિ વિનાનું વૈક્રિયશરીર દેવોનું અને નારકોનું હોય છે ઃ દેવો અને નારકોને જન્મથી જે વૈક્રિયશરીર બને છે, તે મનુષ્યપશુના ઔદારિકશરીર જેવી રીતે બને છે તેવી રીતે, પું.બીજ-સ્ત્રીબીજ આદિથી થતા ઈંડા, ગર્ભ આદિની પ્રક્રિયા જેવી પ્રક્રિયાથી બનતું નથી. પરંતુ દેવલોકમાં આવેલી નિશ્ચિત ઉપપાત શય્યામાં રચાય છે. તે શય્યામાં દેવોના શરીરને ઉત્પન્ન થવાની પુદ્ગલસ્કંધોના સંયોજનવાળી યોનિ રહેલી હોય છે. ત્યાં યથાકાળે તેવા પ્રકા૨ના પુણ્યકર્મવાળો જીવ આવીને અંતર્મુહૂર્ત (૪૮ મિનિટની અંદરના) કાળમાં પરિપૂર્ણ યુવાન શરીર બનાવી લે છે. તેઓનો જન્મ જે શય્યામાં થાય છે તેને ઉપપાત શય્યા કહેવાય છે. દેવોના જન્મને જણાવતો આ ‘ઉપપાત’ શબ્દ છે. વૈક્રિયશ૨ી૨માં લોહી, માંસ, હાડકા વિગેરે હોતા નથી. પોચા રબર જેવું, કે માખણ જેવું સ્નિગ્ધ સ્પર્શવાળું શરીર હોય છે. દેવોનું સર્વથા નિરોગી હોય છે. દુર્ગંધી પરસેવો, વિષ્ટા, મૂત્ર વિગેરે અશુચિ હોતી નથી. આપણી જેમ પકાવેલી રસોઈનો આહાર હોતો નથી. તેઓને ભૂખ લાગે એટલે પોતાની ઇચ્છા મુજબના સુંદર રસમય વૈક્રિય પુદ્ગલોનો સંચાર શરીરમાં થઈ જવાથી, જમ્યા પછી ધરાઈ ગયા જેવી તૃપ્તિ થાય છે. આ તેમનો આહાર છે. તેઓ ગર્ભ આદિથી ઉત્પન્ન થતા નથી, તેથી પુત્ર Page #233 -------------------------------------------------------------------------- ________________ (૩૭) સૂત્ર - ૧૯ - જીવોનાં પાંચ શરીરો (૨) વૈક્રિય શરીર-દૈવી શરીર ૨૦૫ પુત્રાદિ પરિવાર, કે તેની પરંપરા હોતી નથી. તેઓને પોત પોતાની કક્ષા અને અધિકાર મુજબ નિશ્ચિત દેવી, સેવકો દેવો તેમજ સ્ફટીકમય વિમાનો (આવાસો), વાવડીઓ, બગીચાઓ, ક્રીડા કરવા માટેની ઋદ્ધિ વિગેરે હોય છે. સ્વામી-સેવકની નિશ્ચિત વ્યવસ્થા હોય છે. દરેક દેવને જન્મથી જે ઋદ્ધિ પ્રાપ્ત થાય તેમાં વધ-ઘટ થતી નથી. તેઓના પાંચે ઇન્દ્રિયોના વિષયોના ભોગો, ગીત, નાટક, સ્ત્રીઓ સાથેની ક્રીડા વિગેરે ચિરકાળ સુધી ભોગવી શકાય છે. બાલ, વૃદ્ધાવસ્થાદિ, નથી, અસંખ્ય વર્ષો (પલ્યોપમ-સાગરોપમ)નું આયુષ્ય હોય છે. આયુષ્યના છેલ્લા છે મહિના શરીર ઉપરની ફૂલની માળા કરમાય છે. શરીરનું તેજ વિગેરે ઘટતા જાય છે. આવી તેઓની વૃદ્ધાવસ્થા સમજવી. બગાસુ કે છીંક માત્ર જેટલી પીડાથી શરીરનો ત્યાગ કરી દે છે. – દેવોનું જીવન - દેવલોકમાં દેવોને ઉત્પન્ન થવા માટેની ઉપપાત શય્યાઓ નિશ્ચિત સંખ્યાની જ હોય છે. એક દેવ ચ્યવી (મૃત્યુ પામી) જાય પછી શય્યા પર વસ્ત્ર ઢાંકી દેવામાં આવે છે. વધુમાં વધુ છ માસમાં બીજો જીવ ત્યાં અવશ્ય ઉત્પન્ન થઈ જાય છે. પોતાના શરીરની જીવન ક્રિયાઓ માટેની પર્યાપ્તિ અને ઇન્દ્રિયોની રચના (જે વૈક્રિયપુદ્ગલ સ્કંધોની બનેલી હોય છે.) કરીને અંતર્મુહૂર્તમાં યુવાવસ્થા પ્રાપ્ત કરી લે છે. વસ્ત્ર દૂર કરી જીવન શરૂ કરે છે. દેવોના પ્રકારો, તેમનું જીવન, જીવનની ફરજ, જવાબદારી, શિક્ષણ, ઋદ્ધિ, રાજ્ય વિગેરે વ્યવસ્થા. આ દરેકનું વિગતવાર વર્ણન શાસ્ત્રોમાં વિસ્તારથી કરેલું છે. તેઓ મનુષ્યલોકમાં પૃથ્વી પર આવે ત્યારે ઉત્તર (કોઈ પ્રયોજનથી અલ્પકાળ માટે રચેલું બીજું) વૈક્રિયશરીર ધારણ કરીને આવે છે. શ્રી તીર્થંકર ભગવાનના કલ્યાણકોના અવસરે પ્રભુની ભક્તિથી, અને કેટલાક ઈન્દ્રાદિના આદેશથી પૃથ્વી પર આવે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ક્વચિત્ સાધના કરનાર મનુષ્યાદિની સાધનાથી આકર્ષાઈ, રાગ, દ્વેષ વિગેરે પૂર્વજન્મની સ્મૃતિથી સહાયાદિ માટે આવતા હોય છે. - દેવો સુખથી પરાધીન છે, નરકો દુઃખથી પરાધીન છે, તેથી અધ્યાત્મસાધના માટે તે શરીર નિરર્થક છે. સુંદર, નિરોગી, સુખમય, દીર્ઘકાલીન વૈક્રિયશરીર ખૂબ પુણ્યકર્મના ઉપાર્જનથી પ્રાપ્ત થતું હોવા છતાં, સુખથી અત્યંત પરાધીન હોવાથી, મોક્ષમાર્ગની સાધનાથી રહિત હોવાથી, શાસ્ત્રકારોએ નિરર્થક કહ્યું છે. - નરકના જીવોનું શરીર પણ વૈક્રિયવર્ગણાના પુદ્ગલસ્કંધોથી રચાય છે. તે પારા જેવું હોય છે. નરકાવાસની દિવાલોમાં રહેલી કુંભીઓમાં તેઓનો ઉપપાત (જન્મ) થાય છે. તે કુંભીઓનું મુખ નાનું હોય છે તેથી દુઃખે કરીને બહાર નીકળી શકે છે. આહારમાં વિરસ પુગલોનો સંચાર થાય છે. નરકોમાં જીવોને અત્યંત દુઃખમય જન્મ, તેમજ જીવન પણ દુઃખમય હોય છે. કોઈ સ્થળે અતિ ઠંડી, તો કોઈ સ્થળે અતિગરમી, દુર્ગધ, અંધારુ વિગેરે સર્વે ક્ષેત્રકૃત પીડા હોય છે. તે સિવાય પરમાધામીઓ દ્વારા પણ દુઃખ પામે છે તેઓ નરકના સંત્રી (અધિકારી) કહેવાય છે. તેઓ દેવગતિના ભવનપતિ નિકાયના એક પ્રકારના દેવો છે. તેના ૧૫ પ્રકાર છે. નરકાવાસોમાં તે દેવો પોતાની ઇચ્છા મુજબ જઈ નરકના જીવોને તેમના પૂર્વભવના કુકૃત્યો યાદ કરાવી છેદન, ભેદન, પકાવવું, ભાલાથી વીંધવું, ઉકળતા તેલમાં તળવું, કરવતથી કાપવું, વૈતરણી નદીમાં નાંખવું વિગેરે અનેક પ્રકારની પીડા આપે છે. તે દેવોમાં પૂર્વકર્મકૃત આવો જન્મજાત સ્વભાવ હોય છે. નરકના જીવોને ક્રોધ વધુ હોવાથી પરસ્પર પણ એકબીજાને પીડા આપે છે, તેમના શરીર કપાઈ અનેક ટૂકડાઓ પણ થઈ જાય તો પણ, પારા જેવા હોવાથી ભેગા થઈ જોડાઈ જાય છે. ભયંકર પીડાઓમાં પણ તેઓ મરી શકતા નથી. તેઓને પલ્યોપમ અને સાગરોપમના દીર્ઘકાળ સુધી પારાવાર વેદનાઓ સહન કરવી પડે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ (૩૭) સૂત્ર - ૧૯ - જીવોનાં પાંચ શરીરો (૨) વૈક્રિય શરીર-દૈવી શરીર ૨૦૭ નરક અને દેવના જીવોનું જન્મથી પ્રાપ્ત થતું (ભવધારણીય) વૈક્રિયશરીર જીવનપર્યન્ત હોય છે. તેઓ બીજું (ઉત્તર) વૈક્રિયશરીર પણ બનાવી શકે છે. આ ભવ કે પૂર્વભવની સાધનાથી ઉપાર્જન કરેલા વૈક્રિયલબ્ધિના પુણ્યકર્મના પરમાણુંઓના પ્રભાવથી ચક્રવર્તિ, વાસુદેવ, મુનિપ્રવર વિગેરે વિશિષ્ટ ઉત્તમ જીવો, તેમજ શ્રાવક, સામાન્યગૃહસ્થ અને પશુઓને પણ, મૂળ ઔદારિક શરીર ઉપરાંત, આવું ઉત્તરવૈક્રિયશરીર બનાવવાની શક્તિ પ્રાપ્ત થાય છે. - પુણ્યાનુબંધી પુણ્યથી મળતું દેવજન્મનું વૈક્રિયશરીર સાધના માર્ગની મુસાફરીમાં વિસામા જેવું છે : દેવગતિ અને તેમાં પ્રાપ્ત થતુ વૈક્રિયશરીર બાલતપ, અકામનિર્જરા વ્રતપાલન, સરાગસંયમ આદિ, તેમજ અલ્પસત્કર્મોથી પણ પ્રાપ્ત થતું હોય છે. અનિચ્છાએ પરાધીનપણે, છતાં બદલો લેવાની વૃત્તિ વિનાના કંઈક અંશે સમતાભાવથી જે કોઈ જીવો દુઃખ સહન કરે છે, તેઓને અકામનિર્જરા અને પુણ્ય ઉપાર્જન થાય છે. મોટે ભાગે પશુયોનિના અસંખ્યાતા જીવો દુઃખ સહન કરી આવા પ્રકારની અકામનિર્જરાથી દેવભવ અને વૈક્રિયશરીર પ્રાપ્ત કરે છે. વિશ્વના સઘળા જીવોએ આ સંસારમાં અનેક જન્મ-મરણો કરતાં આવા પ્રકારની અકામનિર્જરાથી અનેકવાર દેવજન્મ પ્રાપ્ત કરી લીધો છે. પરંતુ, સર્વજ્ઞકથિત તત્ત્વની રૂચિ, તેમજ શરીર અને આત્માના ભેદજ્ઞાન વિનાનો દેવજન્મ પૂરો કરે છે. આત્મભાન ભૂલીને આસક્તિપૂર્વક દિવ્યસુખોને ભોગવી પુણ્યકર્મ ખાલી થઈ જતાં ફરી પશુયોનિમાં જીવ પરિભ્રમણ કર્યા કરે છે. શરીર અને આત્માનું ભેદનું જ્ઞાન થવાથી, તત્ત્વજ્ઞાનના શુદ્ધબોધપૂર્વક, શ્રીતીર્થંકર-ભગવાનના વચનને અનુસરનાર ગીતાર્થગુરુની આજ્ઞાના નિયંત્રણ પૂર્વક, જે જીવો ધર્મના આચારોનું પાલન કરે છે. તેવા આત્માઓ સર્વકર્મોથી મુક્ત બની સર્વપ્રકારના શરીરરહિત બની શકે છે. આવા જે આત્માઓ એક જન્મમાં સાધના પૂરી કરી સર્વકર્મ અને સર્વશરીરોથી રહિત Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ન બની શકે, તેવા આત્માઓને વિસામાની જેવો દેવજન્મ અને વૈક્રિયશરીર મળે છે. જેવી રીતે મુસાફરીમાં ગામ દૂર હોય અને પંથ લાંબો હોય તો વચ્ચે વિસામો કરવાની આવશ્યકતા રહે છે. તેવી રીતે જે આત્માઓને પરિપૂર્ણ કર્મનો ક્ષય કરવા માટેની સાધના એકભવમાં પૂરી ન થાય અને ભવપૂરો થઈ જાય, તેવા જીવોને પુણ્યાનુબંધી પુણ્યથી આવો વિસામા જેવો દેવભવ મળે છે. પરંતુ તત્ત્વજ્ઞાનનો બોધ આત્મામાં સ્થિર થયેલો હોવાથી, દેવજન્મના સુખો વચ્ચે પણ આવા આત્માઓ, પરમાત્માના સ્વરૂપ સાથેનું શ્રદ્ધારૂપે સતત અનુસંધાન જાળવી રાખતા હોય છે. તેવા આત્માઓ પોતાનું સાધ્ય ભૂલતા નથી. દેવજન્મના દિવ્યસુખોમાં પણ આવા આત્માઓ અનાસક્ત રહે છે. પુણ્યાનુબંધી પુણ્યનો આવો પ્રભાવ છે. આવા આત્માઓ ફરી મનુષ્યનું ઔદારિકશરીર પ્રાપ્ત કરી સાધના આગળ વધારે છે. આ ક્રમે અલ્પકાળમાં આત્મા સર્વકર્મથી મુક્ત બનતા શરીરરહિત નિરંજન નિરાકાર, શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરી શાશ્વતસુખી બને છે. જન્મ જેવો કોઈ રોગ નથી, સુખ જેવું કોઈ પાપ નથી, અને ઇચ્છા જેવું કોઈ દુઃખ નથી. → સુખમાં રાગ અને દુઃખમાં દ્વેષ - આ બંને ઉપર દ્વેષ થાય, ત્યારથી વૈરાગ્યની શરૂઆત થાય. → જગતમાં કર્મસત્તા એટલી જોરદાર છે, કે તેને મહાસંયમી વિના કોઈ ફેડી શકતું નથી. કર્મ સારાં બાંધવાં કે ખરાબ બાંધવાં, બાંધવાં કે નહિ તે આપણા હાથની વાત છે. - પૂ. આ. વિજય રામચન્દ્રસૂ.મ.સા. Page #237 -------------------------------------------------------------------------- ________________ (૩૮) સૂત્ર - ૧૯:- જીવોનાં પાંચ શરીરો... ૨૦૯ (૩૮) સૂત્ર - ૧૯:- જીવોનાં પાંચ શરીરો (૩) આહારક (૪) તૈજસ અને (૫) કાર્મણ શરીર આત્માઓની આસપાસ આભામંડળ રચાય છે, જેને Aura કહે છે. તે તૈજસશરીરનું કાર્ય છે. - માનવનું અદ્ભુત શરીર તો દૂર રહો. એક માખી, મચ્છર કે કીડાનું શરીર, બનવું એ પણ કુદરતની જ મોનોપોલી છે. -- જીવે ઉપાર્જન કરેલા શુભાશુભ કર્મપુદ્ગલ સ્કંધોનું આવરણ, તે જ કાર્પણ શરીર છે. -> કર્મવાળા જીવને જ કર્મ લાગે છે. – સઘળી ઉપાધિ, પરિવર્તનો વિગેરે, જડ-ચેતનના (કર્મ-જીવ) સંયોગને કારણે જ છે. (શરીર વામનઃ પ્રાણાપના: "ાતાનામ્ IIII) વિશ્વના સઘળા જીવોના પાંચ પ્રકારના શરીર પૈકી પ્રથમ બે શરીર (૧) ઔદારિક અને (૨) વૈક્રિય શરીરની વિચારણા કરી. હવે ત્રીજું જોઈએ. (૩) આહારકશરીરઃ યુગલસ્કંધોની ૮ ઉપયોગી વર્ગણામાંની ૩જી આહારક વર્ગણામાંથી આ શરીર બને છે. આ શરીર માત્ર આહારક લબ્ધિવાળા, શુદ્ધચારિત્રનું પાલન કરનારા દૃષ્ટિવાદ નામના ૧૨મા અંગ અને તેની અંતર્ગત “૧૪ પૂર્વ' નામના શ્રુતજ્ઞાન (સંપૂર્ણ શાસ્ત્રજ્ઞાન)ને ધારણ કરનારા, વિશિષ્ટકોટિવાળા મુનિઓ જ બનાવી શકે છે. સર્વ મુનિઓમાં તેઓ બહુઅલ્પસંખ્યામાં જ હોય છે. શ્રુતજ્ઞાનના ચિંતનમાં ઉદ્ભવેલી Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન શંકાનું સમાધાન કરવા માટે અન્ય ક્ષેત્રોમાં રહેલા સર્વજ્ઞ શ્રી તીર્થંકર ભગવાન પાસે જવા માટે, કે એવા કોઈ કારણે આ વિશિષ્ટકોટિના, અને એકહાથ જેટલા પ્રમાણવાળા શરીરની રચના કરે છે. આ શરીરવડે ભગવાન પાસે જઈ શંકાનું સમાધાન મેળવી, અંતર્મુહૂર્તમાં કાર્ય પૂરું થયે આ શરીર વિખરાઈ જાય છે. આવા વિશિષ્ટ શરીરરચના માટેના પુદ્ગલસ્કંધોની, આ એક સ્વતંત્ર અને અલગ વર્ગણા છે. હવે ચોથા ક્રમે તૈજસશરીરને વિચારીએ. (૪) તૈજસશરીર :શરીરની ગરમી અને ખોરાકનું પાચન વિગેરે તૈજસ શરીરનું કાર્ય છે - મુગલસ્કંધોની ૮ વર્ગણા પૈકીની ૪થી તૈજસ-વર્ગણાના પુગલસ્કંધોમાંથી આ શરીરની રચના થાય છે. કર્મસહિતના દરેક સંસારી જીવને આ શરીર હોય છે. આ શરીર જીવની સાથે અનાદિકાળથી જોડાયેલું (એકરસ થયેલું) છે. તૈજસશરીરના જૂના પુદ્ગલસ્કંધો ખરી પડે છે અને નવા પુલસ્કંધો જોડાતા જાય છે. પણ સર્વથા તૈજસશરીરના સંબંધનો અંત સંસારી અવસ્થા હોય ત્યાં સુધી થતો નથી. તૈજસશરીરનું આત્મા સાથે જોડાણનું મૂળકારણ આત્માના કર્મો છે. તૈજસનામકર્મ નામના કર્મપુદ્ગલો સતત આ શરીરનું જોડાણ જાળવી રાખે છે. બીજા સઘળા શરીરોના જોડાણમાં પણ મૂળ કારણ આત્માના કર્મપુદ્ગલો જ છે. જીવ અન્યગતિમાંથી ઉત્પન્ન થાય ત્યારે ઔદારિક, કે વૈક્રિય શરીરની પ્રારંભિક રચના કરવામાં, અને તે પછી સતત શરીરની વૃદ્ધિ વિકાસ કરવાનું અને ઘસારો થતાં નવા પુદ્ગલસ્કંધો (ગ્રહણ કરેલો ખોરાક)ને પરિણમાવવાનું (એટલે એકરસ થવાને યોગ્ય બનાવવાનું) કાર્ય તૈજસ શરીર કરે છે. દા.ત. મુખદ્વારા જે કોળિયો લેવાય છે, તે કવલાહાર છે. તેના દ્વારા પુદ્ગલસ્કંધો શરીરમાં ગ્રહણ થાય છે. તે જઠર, આંતરડા, આદિ પાચનતંત્રમાં જાય છે. તેમાંથી સારભૂત પુદ્ગલસ્કંધોને શોષીને એકરસ Page #239 -------------------------------------------------------------------------- ________________ (૩૮) સૂત્ર - ૧૯ :- જીવોનાં પાંચ શરીરો... ૨૧૧ થવાને યોગ્ય બનાવવાનું કાર્ય તૈજસશરીર દ્વારા થાય છે. આ શરીર દશ્ય નથી, પણ શરીરની ગરમી અને ખોરાકના પાચન આદિવડે અનુભવાય છે, અનુમાન થાય છે. કવલાહાર સિવાય લોમાહારથી અને ઉત્પત્તિના પ્રથમ સમયે ઓજાહારથી જે પુદ્ગલસ્કંધો ગ્રહણ થયા હોય, તેને પરિણમાવવાનું કાર્ય પણ તૈજસશરીર જ કરે છે. → માનવનું અદ્ભૂતશરીર તો દૂર રહો, એક માખી મચ્છર કે કીડાનું શરીર પણ, તેની આનુવંશિક યોનિ અને કર્મવાળા જીવ વિના નિર્માણ ન થઈ શકે : આધુનિક વિજ્ઞાન ખોરાકમાંથી કઈ પ્રક્રિયા દ્વારા શરીરમાં લોહી, માંસ વિગેરે બને છે તે શોધવા પ્રયત્ન કરે છે. તેમ છતાં પ્રયોગશાળામાં સ્વતંત્ર રીતે શરીરયંત્રની રચના કરવા, કે રચાયેલા શરીરનું સંચાલન, વિકાસ વિગેરે કરવા સમર્થ બની શક્યું નથી. તૈજસશરીર, કાર્મણ શરીર અને આત્માની ચેતના, આ ત્રણના સહિયારા પ્રયત્નથી શરીરરચના અને તેનું સંચાલન થાય છે. તેમાં કુદરતની મોનોપોલી છે. વિજ્ઞાન ભૌતિકપ્રક્રિયા પકડી શકે, પણ આત્માની ચેતના વિગેરે ક્યાંથી લાવે ? કીડાથી માંડીને પશુઓ કે મનુષ્યો આદિ વિશ્વના સઘળા જીવોની ૮૪ લાખ યોનિઓ બતાવી છે. જે જીવના ઉત્પત્તિ સ્થાનો છે. તે તે કર્મવાળો જીવ, તે તે શરીર રચનાને અનુકૂળ આનુવંશિક બીજ આદિમાં આવીને, શરીરસંરચના કરી શકે છે. આવી ૮૪ લાખ યોનિઓમાં, તેવા પ્રકારના તૈજસ અને કાર્મણ શરીરવાળા જીવના આગમન વિના માત્ર વિજ્ઞાનના પ્રયોગોની ભૌતિકક્રિયાથી આવું જટિલ અને અદ્ભુત શરીરરૂપી યંત્રનું નિર્માણ પણ ન થઈ શકે, કે તેનું સંચાલન, વૃદ્ધિ વિકાસ આદિ પણ ન થઈ શકે. અરે ! એક માખી, મચ્છર કે નાના કીડાના શરીરને પણ, તેની આનુવંશિક યોનિ અને જીવ વિના નિર્માણ ન કરી શકાય. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વિશિષ્ટ તપસ્વી અને પુણ્યવંત, તેમજ અન્ય સઘળા પણ આત્માઓની આસપાસ તેજપૂંજ રચાય છે, જેને Aura કહે છે. તે તૈજસશરીરનું કાર્ય છે : પુદ્ગલપદાર્થના સ્નિગ્ધ અને રૂક્ષ, સ્પર્શના આ બે ગુણોને કારણે વિધુત્ ઉદ્ભવે છે, તે હવે પછીના સૂત્રમાં જોઈશું (જુઓ પૃ. ૩૨૨) વર્તમાનવિજ્ઞાન તેને Positive ( + ધનભાર) અને negative - ઋણભાર) કહે છે. વિદ્યુતમાંથી વીજચુંબકીયક્ષેત્ર રચાય છે, તેવી રીતે તેઓ સજીવ પદાર્થનું જૈવિક-વીજ-ચુંબકીયક્ષેત્ર માને છે. તેને તેઓ આભામંડળ (Aura) કહે છે. શરીરની ગરમી અને ખોરાક પાચન, જે પૂર્વે જણાવ્યા છે, તે ઉપરાંત Aura પણ તૈજસશરીરનું જ કાર્ય સંભવે છે. શ્રી તીર્થંકર પરમાત્માના મુખના અત્યંત તેજસ્વી તેજપૂંજથી આંખો અંજાઈ ન જાય અને પરમાત્માનું મુખ સુખે કરીને દર્શનીય બને. તે માટે દેવો પરમાત્માના મસ્તક પાછળ ભામંડળ રચે છે. તે પરમાત્માના મુખના તેજને સંહરી લે છે, તે વાત શાસ્ત્રોમાં પ્રચલિત છે. ભામંડળ, એ પરમાત્માના પ્રકૃષ્ટ યોગસામ્રાજયના પ્રભાવથી ઉદ્ભવેલું, તેઓના તૈજસશરીરના પુદ્ગલસ્કંધોનું આ કાર્ય છે. અન્ય પણ કેટલાક વિશિષ્ટ તપસ્વી તેમજ તેવા પ્રકારના પૂર્વોપાર્જિત શુભકર્મવાળા પુણ્યવંત આત્માઓના તેજસશરીરનો વિશિષ્ટ વિકાસ થાય છે. તેનાથી વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેઓના આશીર્વાદ અને શ્રાપ ફળદાયી બને છે. શાસ્ત્રોમાં વર્ણવેલી શીતલેશ્યા અને તેજલેશ્યાની લબ્ધિ વિગેરે પણ તૈજસશરીરના કાર્ય છે. શ્રીમહાવીર ભગવાને બતાવેલી તપની વિધિ દ્વારા ગોશાલાએ તેજોલેશ્યાની લબ્ધિ સિદ્ધ કરી હતી, અને ભગવાન ઉપર જ તેણે તેનો પ્રયોગ કર્યો હતો, તે પ્રચલિત છે. આ વિષયમાં વર્તમાન વિજ્ઞાન મુજબ (તેની વિગતો - આભામંડળ : એક સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક સંશોધન. લે. પં. શ્રી નંદીઘોષ વિજયજી ગણિ પુસ્તકના, પ્રકરણ-૨ના આધારે જોઈએ.) દરેક સજીવ પદાર્થોને આભામંડળ (Aura-વીજચુંબકીય-ક્ષેત્ર) હોય છે. તેની છબીઓ કિર્ડિયન Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ (૩૮) સૂત્ર - ૧૯ - જીવોનાં પાંચ શરીરો... ફોટોગ્રાફીની મદદથી લઈ શકાય છે. સેમ્યોન કિલિયન નામના રશિયન વિજ્ઞાનીએ તે પદ્ધતિની શોધ કરી છે. તે મુજબ કોઈપણ સજીવ પદાર્થ પોતાના ભૌતિક શરીરમાંથી અદેશ્ય એવા વિશિષ્ટ તરંગો, કિરણો કે કણો ફેંકે છે. તેને આભામંડળ (Aura) કહે છે. તેઓ મુજબ મનુષ્યનું આભામંડલ વૈશ્વિકશક્તિક્ષેત્ર (Universal Energy Field)નો અંશ છે. અવલોકનો મુજબ તેના વિવિધસ્તરો છે. આગળ આગળના સ્તરો પૂર્વના કરતાં વધુ સૂક્ષ્મ દ્રવ્ય, તથા ઉચ્ચકક્ષાના તરંગોથી બનેલ હોય છે. આ વિભાજન તેઓના સ્થાન, રંગ, તેજસ્વિતા, સ્વરૂપ, ઘનતા, પ્રવાહિતા, અને કાર્યના આધારે કર્યા છે. તે વિભાજનની મુખ્ય બે પદ્ધતિઓ છે. તે અંગેના કેટલાક તારણો સંક્ષિપ્તમાં જોઈએ - – એક પદ્ધતિ મુજબ ૭ સ્તર બતાવવામાં આવ્યા છે. તે પ્રત્યેક સ્તરનો સંબંધ યોગવિદ્યામાં આવતા ૭ ચક્રો સાથે છે. – આ બધાં મુખ્ય ચક્રો, પેટા ૨૧ ચક્રો અને અન્ય સૂક્ષ્મ ચક્રો, તથા એક્યુપંચરના બધા જ બિંદુઓ (Points) આભા મંડળની શક્તિને વહન કરવાના દ્વાર સમાન છે. - આ ચક્રો દ્વારા જ આભામંડળના એક સ્તરથી બીજા સ્તર સુધી શક્તિનું વહન થાય છે. - શક્તિપ્રવાહ ઓછો કે અસમતુલન બને તો તંદુરસ્તી જોખમાય છે, અને માંદગી / રોગ પેદા થાય છે. - દરેક મુખ્ય ચક્રોના અલગ અલગ રંગ જોવામાં આવ્યા છે. - આભામંડળ અથવા જૈવિક વીજચુંબકીયશક્તિ, તે આપણા ભૌતિક શરીર અને મગજના પ્રત્યેક ભાગ / કોષની આસપાસના વિદ્યુત ભારાન્વિત પ્લાઝમા (ionised Plasma)માં થતી પ્રક્રિયાઓના પરિણામે ઉત્પન્ન થતી ક્ષેત્રીયશકિત (field energy) છે, તે આભામંડળ તરીકે દેખાય છે. - નિર્જીવ પદાર્થોમાં આભામંડળ ૨% જ ફેરફાર પામી શકે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન જયારે સજીવ પદાર્થોમાં નાટ્યાત્મક રીતે ઝડપથી ઘણો જ ફેરફાર થઈ શકે છે. તે કીલિયન ફોટોગ્રાફીની મદદથી જીવન અને ચૈતન્યનો અભ્યાસ કરવાનું પ્રબળ માધ્યમ પૂરું પાડે છે. - આપણા ભૌતિક શરીરના કાર્યો અને વિચારો વિગેરે આભામંડળ ઉપર અસર કરે છે, તે કીર્લિયન ફોટોગ્રાફીમાં પણ દેખાય છે. - હાથની આંગળીઓની આસપાસના આભામંડળની છબીના અભ્યાસથી, રોગના લક્ષણો શરીરમાં દેખાય તેની ઘણા પહેલાં તેને જાણી શકાય છે. -- શારીરિક મૃત્યુ પછી પણ ૭૨ કલાક સુધી ઉર્જા બહાર નીકળતી રહે છે. – ચૈતસિક ધ્યાન વડે ૧૦ મીનિટ સુધી પાણીના ટીપાં ઉપર વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા વીજભારાન્વિત કરતાં પહેલાં, અને પછી કિલિયન ફોટોગ્રાફ લીધા, જેમાં ટીપાંના આભામંડળમાં પૂર્વે કરતાં ૩૦ ગણી શક્તિ જોવા મળી. આવી રીતે આભામંડલની વૃદ્ધિને આપણી ચેતનાશક્તિને ગણતરીમાં લીધા વિના સમજાવી શકાતી નથી. > પાણીનાં ટીપાંના આભામંડળનો પ્રયોગ, એ વાતનો પ્રબળ પુરાવો છે કે મને બરાબર કેળવ્યું હોય તો, કોઈપણ ઘટના કે પદાર્થને, ઈચ્છિત રીતે ફેરવી શકે છે. > આ પ્રયોગ ચૈતસિકશક્તિને ગ્રહણ કરવાની પાણીની ક્ષમતા સૂચવે છે. - શરીરમાં ૭૦% પાણી હોય છે, તેથી ધ્યાનની શક્તિ, શરીરની ભૌતિક સંરચનાને સારી અસર કરી શકે છે, તે સૂચવે છે. – માનસિક વલણમાં ફેરફાર કરવા માત્રથી, આભામંડળમાં ફેરફાર થવાથી સાજા થવાની પ્રક્રિયા ઝડપી બને છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ (૩૮) સૂત્ર - ૧૯:- જીવોનાં પાંચ શરીરો... ૨૧૫ - પ્રાચીન કથાઓમાં આવતા અભિમંત્રિત પાણી અને ઔષધની શક્તિ આનાથી સૂચિત થાય છે. - કીલિયન ફોટોગ્રાફીથી આભામંડળની શુદ્ધિ જાણી શકાય છે. સંત, સાધુ, યોગીઓ વિગેરે આધ્યાત્મિક મનુષ્યો અને કુદરતી ચિકિત્સકો આભામંડળમાં પોતાની ઇચ્છા મુજબ ફેરફાર કરી શકે છે અને અન્યમાં સંક્રમિત કરી શકે છે, તેવું કીર્જિયન પદ્ધતિમાં જોવા મળ્યું છે. તૈજસશરીર પછી હવે કામણ શરીર જોઈએ. (૫) કાર્મણ શરીરઃ- જીવે ઉપાર્જન કરેલા શુભાશુભકર્મોનું આવરણ તે જ કાર્પણ શરીર છે. ૮ વર્ગણામાંની છેલ્લી, ૮મી કાર્મણવર્ગણા છે. તેના પુલસ્કંધોને ગ્રહણ કરી આત્મા સાથે એકરસ કરી જીવ કાર્મણ શરીર બનાવે છે. આઠેય વર્ગણાના પુગલસ્કંધો વિશ્વમાં સર્વત્ર વ્યાપ્ત છે. લોકાકાશ (વિશ્વ)માં એવી કોઈ જગા નથી જ્યાં આઠેય વર્ગણામાંથી એકેય વર્ગણાનો પુદ્ગલસ્કંધ વિદ્યમાન ન હોય. આઠેય વર્ગણાઓ એકબીજાની સાથે પરસ્પર મિશ્ર થયેલી હોવા છતાં સ્વયં સ્વતંત્ર અસ્તિત્વવાળી છે. તેઓનું સ્વરૂપ અને કાર્ય પણ સ્વતંત્ર છે. તૈજસની જેમ કાર્મણ શરીર પણ આત્મા સાથે અનાદિકાળથી લાગેલું છે. રાગ, દ્વેષ આદિ ભાવો સંસારી દરેક જીવમાં હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, તેમજ કીડા, માખી, મચ્છર, આદિ સર્વ જીવોમાં પણ અવ્યક્તપણે સદા હર્ષ, શોક આદિની સંવેદનાઓ અવશ્ય વર્તતી હોય છે. તેના કારણે કાર્મણવર્ગણાના પુગલસ્કંધો સદા જીવને બંધાતા રહે છે. પરિપક્વ અવસ્થાને પામેલા જૂના કર્મો આત્માને, સુખ-દુ:ખ, વિગેરે વિવિધવિચિત્ર અનેક પ્રકારની અવસ્થાનો અનુભવ કરાવે છે. આ રીતે પોતાનું કાર્ય બજાવી ખરી પડે છે. આત્મા તે અનુભવોમાં સારા કે ખરાબ પ્રતિભાવરૂપે રાગ-દ્વેષ આદિને આધીન બને તો તે નવા કર્મો ફરી બાંધે છે Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અને કાર્મણશરીર રચાય છે. જૂના ખપે અને નવા બંધાય આ રીતે કાર્મણશરીર પણ અનાદિકાળથી છે. - કર્મવાળા જીવને જ કર્મ લાગે છે. જે કંઈ બાહ્યસક્રિયતા પરિવર્તન આદિ છે, તે જડ-ચેતનના સંયોગને કારણે જ છે. બાકીના ૪ શરીરો આત્મા સાથે બંધાવાનું મૂળકારણ કાર્મણ શરીર છે. આત્માની સઘળી સંસારી અવસ્થાઓ જન્મ, મરણ, રોગ, શોક, રાગ, દ્વેષ આદિનું આંતરિકકારણ પણ કાર્મણ શરીર છે. જગતમાં જે સઘળા પરિવર્તનો છે, જે કંઈ વિવિધતા છે, જે સક્રિયતા છે, તે જીવ અને કર્મના સંયોજનને આભારી છે. એકલો શુદ્ધજીવ અરૂપી છે. તે ક્યારેય કર્મ બાંધાતો નથી. તે ક્યારેય કોઈ ભૌતિક ક્રિયા, કે રાગ દ્વેષ કરતો નથી. તે સતત આત્માની શુદ્ધ ચેતનામાં સક્રિય રહી તેને માણતો રહે છે. તેવી રીતે વિશ્વમાં રહેલા આત્મા સાથે નહિ બંધાયેલા કાર્મણવર્ગણાના માત્ર પુદ્ગલસ્કંધો પણ કંઈ કરવા સમર્થ નથી. શુદ્ધ આત્માઓને તે લાગતા નથી. કર્મવાળા જીવને જ કર્મ લાગે છે. જે કાંઈ ઉપાધિ ઊભી થઈ છે, ઉથલપાથલ છે, કે પરિવર્તન છે, તે જડ-ચેતનના સંયોગથી છે. સંસારરસિક જીવને વિવિધતામાં સૌંદર્ય દેખાય છે. પણ તેની પાછળની વિચિત્રતા-ભયંકરતા-નજરમાં આવે તો કાર્મણશરીરથી છૂટવા માટેના શ્રીતીર્થંકરભગવાને દર્શાવેલા જ્ઞાન, દર્શન, ચારિત્રના આચારોના ઉપાયોને જીવનમાં અપનાવવાનું મન થાય. જીવ અજ્ઞાન છે, મોહનિંદ્રામાં પોઢેલો છે તેથી કર્મબંધ છે. જ્ઞાની બને, મોહનિદ્રા દૂર થાય એટલે કર્મથી મુકાય છે. વસ્તુતત્ત્વને જણાવનારા શ્રીતીર્થકર ભગવાનના વચનો મોહનિંદ્રાને દૂર કરે છે. (કર્મવાદ અંગે વિશેષ વિગત પૃ. ૨૪૭થી ૨૬૦) Page #245 -------------------------------------------------------------------------- ________________ (૩૯) સૂત્ર - ૧૯:- શબ્દ, એ પુદ્ગલનો પ્રકાર છે. ૨૧૭ (૩૯) સૂત્ર - ૧૯ - શબ્દ, એ પુદ્ગલનો પ્રકાર છે. » શબ્દની ઉત્પત્તિ ભાષાવર્ગણાના પુલસ્કંધોના પ્રકંપનથી થાય હજારો માઈલ દૂરનો શબ્દ, વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા અહીં લાવીને, તુરંત સાંભળી શકાય છે. - શબ્દ-ધ્વનિના તરંગોથી શરીરને લાભ અને નુકશાન પણ થાય છે. - ધ્વનિના તરંગોથી માણસ, પશુ અને વનસ્પતિના રોગોમાં ઉપચાર થાય છે. (शरीर वाङ्मनः प्राणापनाः पुद्गलानाम् ॥१९॥) શબ્દની ઉત્પત્તિ ભાષાવર્ગણાના પુગલસ્કંધોના પ્રકંપનથી થાય છે : વિશ્વના સઘળા જીવોના કુલ પાંચ પ્રકારના શરીરો એ પુદ્ગલપદાર્થની વિવિધ રચનાઓ છે. તેઓના વિગતવાર વર્ણન પછી (૨) વાણી (૩) મન અને (૪) શ્વાસોચ્છવાસ, એ પણ પુદ્ગલનો પ્રકાર છે, તે જોઈએ. (૨) વાણી (શબ્દ, અવાજ) - (જુઓ પૃ. ૯૦, ૯૨, ૨૨૨ અને ૨૭૫) પાંચમી ભાષાવર્ગણાના પુગલ-સ્કંધોમાંથી શબ્દ (વાણીભાષા)ની ઉત્પત્તિ થાય છે. જયારે જીવને મનમાં વિચારેલી વસ્તુ વાણી દ્વારા વ્યક્ત કરવી હોય ત્યારે, ભાષાવર્ગણાના પુગલસ્કંધોને ગ્રહણ કરી ચોક્કસ પ્રકારના પરિસ્પંદનો (પ્રકંપન કે ધ્રૂજારી) નિપજાવીને તે પુદ્ગલોને છોડે છે. જીવનો આ વિશિષ્ટ પ્રયત્ન છે. તેનાથી ભાષા ઉદ્દભવે છે. બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોને ભાષાપર્યાપ્તિ પ્રાપ્ત થાય છે. ભાષાવર્ગણાના પુદ્ગલો સર્વત્ર હોય છે. તેમાં જ્યારે વિશિષ્ટ પ્રકંપન ઉત્પન્ન કરવામાં આવે એટલે ભાષા ઉદ્ભવે છે. પાણીમાં પથ્થર Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન નાખવાથી ઉત્પન્ન થતા તરંગો જેવા ભાષાના પુદ્ગલોના સૂક્ષ્મ અને તીક્ષ્ણ તરંગો છે. વક્તાદ્વારા શબ્દોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, તે વિચારીએ. ભાષાપર્યાપ્તિએ જીવને પુણ્યકર્મથી પ્રાપ્ત થતી વિશિષ્ટ શક્તિ છે. દરેકનો અનુભવ છે કે, બાળક જન્મ્યા પછી થોડો કાળ સુધી બીજાઓને બોલતાં જોઈ-સાંભળી પોતે પણ બોલવાનો અભ્યાસ કરે છે. તેને ભાષા બોલવાનું ઉપકરણ અને શક્તિ મળ્યા છે, પણ તેનાથી કઈ રીતે બોલાવું તેનો અભ્યાસ નથી. ધીરે ધીરે અભ્યાસથી ભાષા બોલતા શીખી જાય છે. તાલવ્ય, દંત્ય આદિ શબ્દો, તે સ્થળે પ્રતિઘાતથી ઉત્પન્ન થાય છે. આ વિષય વ્યાકરણ શાસ્ત્રમાં પ્રચલિત છે. બે પદાર્થો અથડાવાથી પણ અવાજ ઉત્પન્ન થાય છે, પરંતુ તે અવાજ વાણી જેટલો સ્પષ્ટ હોતો નથી. ભાષા પર્યાપ્તિના સાધનથી સ્પષ્ટ, સુશ્રાવ્ય અને સમજી શકાય તેવો વિશિષ્ટ શબ્દ ઉદ્ભવે છે. તાળવું, દાંત આદિ અથડાવવું તે તો નિમિત્ત છે. વાસ્તવમાં ભાષાપર્યાપ્તિના ઉપકરણ વડે વક્તા જીવની શક્તિ જ મુખ્ય છે. વાજિંત્રના અવાજમાં પણ પ્રકંપન હોય છે. પરંતુ માણસ જેવું સ્પષ્ટ ઉચ્ચારણ હોતું નથી. પક્ષીઓ પણ મનસહિત છે તેથી તેઓમાં પણ વિચારવાની અને બોલવાની શક્તિ રહેલી છે. તેઓના અવાજમાં પણ તેમણે વિચારેલા ચોક્કસ સંકેતો હોય છે. પક્ષીઓના અવાજનું એક અલગશાસ્ત્ર છે. અનુભવીઓ પક્ષીઓના અવાજથી ઘણું ભવિષ્યકથન કરી શકે છે. મનુષ્યના અવાજદ્વારા પણ તેના સંબંધી અનુમાનો થતા હતા તેવા ઉલ્લેખો મળે છે. > હજારો માઈલો દૂરનો શબ્દ, વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા અહીં લાવીને તુરંત સાંભળી શકાય છે - જુઓ પૃ. ૯૨) આધુનિક વિજ્ઞાન, શબ્દનું અંકન (tape record) કરી તેને ફરી ઉત્પન્ન કરે છે. શબ્દનું પ્રકંપન, કે પરિસ્પંદન પણ એક સૂક્ષ્મઉર્જા છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ (૩૯) સૂત્ર-૧૯ - શબ્દ, એ પુદ્ગલનો પ્રકાર છે. ૨૧૯ તેને નાજુક ઉપકરણોથી વિદ્યુતભારની ઉર્જામાં, અને તે વિદ્યુતભારની . ઉર્જાને વિદ્યુતચુંબકીય તરંગોની ઉર્જામાં રૂપાંતર કરી બીજે સ્થળે લઈ જઈને, ફરી શબ્દમાં રૂપાંતર કરવામાં આવે છે. આ સઘળા શબ્દ પુદ્ગલ(ભાષાવર્ગણા)ના ગુણધર્મો છે. તેને પ્રયોગો દ્વારા શોધીને વર્તમાનમાં ઉપયોગમાં લેવાયા છે. આવા પુદ્ગલપદાર્થના અનેક ગુણધર્મો છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં પુગલના પર્યાયો, રૂપાંતરો કહે છે. આધુનિક વિજ્ઞાન તેને પુદ્ગલની શક્તિ કે ઉર્જા કહે છે. જૈનશાસ્ત્રો મુજબ શ્રોસેન્દ્રિય (કાન) શબ્દને જાણી શકે છે. અત્યંતર (મધ્યકર્ણમાં આવેલ) નિવૃત્તિ ઉપકરણ (નગારા આકારની) ઇન્દ્રિય સાથે ભાષાના પુદ્ગલોનો સંસર્ગ થતાં, તેના તરંગોના પ્રકંપન પરથી, કેવા પ્રકારનો શબ્દ છે તે ઓળખાય છે. તે જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૨ યોજન દૂરથી આવેલો શબ્દ સંભળાય છે. વાયુ વિગેરેથી જે શબ્દના તરંગોની શક્તિ હણાઈ નથી તેવા શબ્દને સાંભળી શકાય છે. તે પછી તેની શક્તિ હણાઈ જાય છે. પ્રશ્ન - વર્તમાનમાં હજારો યોજન દૂરનો શબ્દ સ્પષ્ટ સંભળાય છે, તે કેવી રીતે શક્ય બને છે? સમાધાન :- દૂર રહેલા વક્તાનો બોલાયેલો શબ્દ, ઉપકરણ દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગોમાં રૂપાંતર કરીને છોડાય છે. તે તરંગો પ્રકાશની ઝડપથી હવાના માધ્યમ દ્વારા સાંભળનારના સ્થળ સુધી આવી જાય છે. અહીં મોબાઈલ આદિમાં ગોઠવેલા ઉપકરણો દ્વારા વિપરીત પ્રક્રિયાથી તે વિદ્યુતતરંગોનું ફરી શબ્દમાં રૂપાંતર થાય છે. તે નવો ઉત્પન્ન થયેલો શબ્દ એકદમ નજીકથી સંભળાય છે. વળી તે પરિવર્ધિત કરેલો હોય તો વધુ તીવ્ર અને સ્પષ્ટ પણ સંભળાતો હોય છે. ૪૦-૫૦ ફૂટ દૂર રહેલા વક્તાના શબ્દ કરતાં પણ મોબાઈલ આદિમાં સ્પષ્ટ સંભળાય છે તેનું Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કારણ એ છે કે, નજીકના વક્તાનો શબ્દ ૪૦-૫૦ ફૂટ દૂરથી આવે છે, મોબાઈલ આદિમાં ફરી ઉત્પન્ન થયેલો શબ્દ તેટલો દૂરનો પણ હોતો નથી, પણ અત્યંત નજીકનો છે. અવાજને દૂર મોકલવાની વાત શાસ્ત્રોમાં પણ આવે છે. શ્રી તીર્થંકરભગવાનના કલ્યાણકાદિ પ્રસંગે અસંખ્ય યોજન દૂર વસતા દેવદેવીઓને કલ્યાણક ઉત્સવમાં જવાની સૂચના માટે દેવલોકમાં સુઘોષા નામની દિવ્યઘંટા વગાડવામાં આવે છે. બીજા દેવલોકો આદિમાં રહેલી ઘંટાઓમાં તે અવાજ ઉતરીને ફરી રણકે છે. આ રીતે વચ્ચે વચ્ચેના સાધનો દ્વારા દૂર સુધી સંભળાય તેવો શબ્દ કરીને મોકલી શકવાની વાતો શાસ્ત્રમાં છે. અવાજ પ્રકંપન અવસ્થામાં સંભળાય છે, અને તરંગો રૂપે ફેલાય છે, તેથી જ તેને ફરી ફરી ઉત્પન્ન કરી શકાય છે. હજારો નવી આવૃત્તિઓ કરી શકાય છે, અને તેને તરંગો દ્વારા દૂર સુધી મોકલી શકાય છે. એક જ અવાજ લાખો ઉપકરણોમાં પરિવર્તિત કરીને સાંભળી શકાય છે. મંદ હોય તો તીવ્ર (મોટો) પણ બનાવી શકાય છે. તે સઘળું વર્તમાનમાં પ્રત્યક્ષ છે. - ધ્વનિના તરંગોથી શરીરને લાભ, અને નુકશાન પણ થાય છે - ભયંકર અવાજથી કાનના પડદામાં પીડા, નુકશાન, દુખાવો વિગેરે થાય છે. કેટલાક અવાજથી ગર્ભિણી સ્ત્રીઓના ગર્ભ છૂટી જાય છે. તે સિવાય જે જંતુઓને કાન (શ્રોત્રેન્દ્રિય) નથી તેને પણ શબ્દની અસર થાય છે. તે તીડોના દષ્ટાંતથી સમજાય છે. ખેતરમાં પથરાઈને બેઠેલા તીડોને ઉડાડવા માટે પૂર્વે ઢોલ આદિના પ્રબળ શબ્દ કરવામાં આવતા હતા. તે તીડોને કાન ન હોવા છતાં તેના શરીર ઉપર શબ્દના પ્રતિકૂળ સ્પર્શની અસરથી તેઓ ઉડી જતા હોય છે. પૂર્વે હિંસક પ્રયોગો વિના તીડ Page #249 -------------------------------------------------------------------------- ________________ (૩૯) સૂત્ર - ૧૯:- શબ્દ, એ પુદ્ગલનો પ્રકાર છે. ૨૨૧ જંતુઓથી ખેતીના પાકનું રક્ષણ કરવા આવો પ્રયત્ન થતો હતો. શાસ્ત્રોમાં ગર્દભ વિદ્યાનો ઉલ્લેખ આવે છે. તેમાં વિદ્યાદ્વારા એક ગદ્ધાનું નિર્માણ કરી તેના મુખમાંથી વિશેષ ધ્વનિ ઉત્પન્ન કરાતો હતો. તેને જે કોઈ સાંભળે તે તુરત મુખમાંથી લોહીવમતો બની મરણ પામે. આવા ઉલ્લેખો જોવા મળે છે. વિજ્ઞાનીઓ માને છે કે, મનુષ્યના કાનના પડદાનું યંત્ર શક્તિબહારના ધ્વનિતરંગથી મૃત્યુકારી સિદ્ધ થઈ શકે છે. તીવ્ર ધ્વનિકારક કિરણો પશુઓના સ્નાયુઓના ટૂકડે ટૂકડા કરી શકે છે. શરીરના તાપમાનને ૧૪૦ ડિગ્રી સુધી લઈ જઈ શકે છે. ૧ સેકંડમાં ૧૦ લાખનાર કંપતા ધ્વનિથી હીરાના ટૂકડે ટૂકડા થઈ શકે છે. ૧ સેકંડમાં ૨૦થી ૨૦,૦૦૦ પ્રકંપનવાળો ધ્વનિ કાને પડે તો સાંભળવા યોગ્ય હોય છે. તેથી ઓછા કે વધારે પ્રકંપનવાળો ધ્વનિ અશ્રાવ્ય છે. પરંતુ કૂતરા, ઉંદર, પક્ષીઓ વિગેરે માટે ઘાતક હોય છે. - ધ્વનિના તરંગોથી માણસ, પશુ અને વનસ્પતિના પણ રોગોમાં ઉપચાર થાય છે - સંગીતનો ધ્વનિ સારી અસર પણ ઉપજાવે છે. ઝાડપાન પર સંગીતની સારી અસર થાય છે. જેનાથી કેટલાક વૃક્ષ, વેલા, વધારે ફળફૂલ આપે છે. કેલીફોર્નિયામાં વટાણાના ખેતરોમાં શાસ્ત્રીય સંગીતની રેકોર્ડ વગાડી તેની પાક ઉપર સુંદર અસર જણાઈ હતી. વૈજ્ઞાનિક દૃષ્ટિએ ધ્વનિના તરંગોથી પ્રોટોપ્લાઝમની ગતિ ઝડપી બને છે. મોટા ભાગના વૃક્ષોને વાયોલીન કે સિતારના તીક્ષ્ણ, બારીક સૂર વધુ પ્રિય જણાયા છે. તેને ફિલ્મી કરતાં શાસ્ત્રીય સંગીત વધુ અનુકૂળ પડે છે. એક બગીચામાં રેડિયો વગાડતાં તેના છોડ અસાધારણ રીતે ખીલ્યા હતા. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન જ્યોર્જિયાના વૈજ્ઞાનિકો લીંબુના ઝાડને થતા એક રોગને અશ્રાવ્ય ધ્વનિથી નાબૂદ કરી શક્યા હતા. મનુષ્યોના રોગોમાં પણ ઘીમા અવાજવડે મટાડવાના પ્રયોગોમાં સફળતા મળી છે. અલ્ટાસોનીક સાઉન્ડ (શાંત અવાજ) વડે સાંધાના દુઃખાવામાં ઉપચાર થાય છે. કહેવાય છે કે, તે લોહીનું ભ્રમણ વધારે છે. તેના તરંગો ગરમીમાં પરાવર્તન થતાં રાહત થાય છે અને કોષોમાં રાસાયણિક ફેરફાર લાભ કરે છે. વર્તમાનમાં વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા કીડનીમાં રહેલ પથરીને અશ્રાવ્ય (ultra sonic sound) ધ્વનિ તરંગો દ્વારા તોડી ટૂકડા કરી શકાય છે. આ રીતે ઉપચાર પણ થાય છે. આ રીતે ધ્વનિતરંગોના અનેક કાર્યો છે, જે ભાષાવર્ગણાના પુદ્ગલ સ્કંધો (Molecules) નો પ્રભાવ છે. ઘુમ્મટવાળા મકાનમાં અવાજનો પડઘો પડે છે, તે સૂચવે છે કે, અવાજ ભીંત સાથે અથડાઈને પાછો આવે છે. પવનના બહુ તોફાનમાં શબ્દ તરંગો પવનથી હણાઈ જવાથી સ્પષ્ટ સંભળાતું નથી. આ સઘળી વાતો શબ્દ એ પૌદ્ગલિક છે તે વાતને બહુ બુદ્ધિગમ્ય બનાવે છે. (Jainism the oldest living religion Hiell) હકીકતમાં એવો કોઈ પણ પ્રકારનો ભૌતિક પુરાવો જોવા મળતો નથી, કે અમુક અમુક સમયે, જૈન ધર્મ વૈદિક ધર્મથી છૂટો પડ્યો અથવા તેમાંથી | વિકાસ પામી રહેલા પાછળના ધર્મમાંથી તે છૂટો પડ્યો, એટલું જ નહિ બંને પદ્ધતિઓ વચ્ચે પાયાના સિદ્ધાંતો અને અગત્યના લક્ષણો વચ્ચે એવી કોઈ સ્પષ્ટ રીતે તરી આવતી સરખામણી જણાતી નથી, કે જેને સંપૂર્ણ અહિંસાત્મક ધર્મ, જીવાત્માઓમાં શ્રદ્ધા, સૂક્ષ્મ અને વિશિષ્ટ કર્મસિદ્ધાંત અને સર્જનહાર અને સર્જન વિષયક સિદ્ધાંત વિગેરેનો અસ્વીકાર કરવાવાળા જૈન ધર્મ સાથે તેને સરખાવી શકાય. એટલે જૈનધર્મ કેવળ મૌલિક પદ્ધતિ છે Page #251 -------------------------------------------------------------------------- ________________ (૩૯) સૂત્ર - ૧૯ - શબ્દ, એ પુદ્ગલનો પ્રકાર છે. ૨૨૩ એટલું જ નહિ, સંપૂર્ણ રીતે તે બીજી સર્વ પદ્ધતિઓથી સ્વતંત્ર છે. મૂળમાં જે અર્થમાં હાલમાં સામાન્ય રીતે અર્થઘટન કરવામાં આવે છે તે અર્થમાં જૈન ધર્મ અનાદિ અને આદિ આર્ય છે એટલું જ નહિ, તે અતિપૂરાણો અને સંપૂર્ણ રીતે નિરાળી અસ્મિતા ધરાવતો ધર્મ છે. બેરીસ્ટર સી.આર.જેન, જૈન ધર્મ, હિંદુ ધર્મથી ફંટાયેલો છે એ સિદ્ધાંતનું સફળ રીતે ખંડન કરતાં એવો નિર્ણય તારવે છે કે, “આમ પવિત્ર તીર્થકરોનો સંપ્રદાય, જૈન ધર્મ, ક્રાંતિકારી હિંદુ ધર્મનું સંતાન નથી એટલું જ નહિ, હકીકતમાં તે નિઃશંક રીતે પ્રાચીન સંપ્રદાય છે. અને જો કદાચ કંઈક ઉછીનું લેવામાં આવ્યું હોય તો તે ઊલટું સામે પક્ષે થયું છે. પ્રાધ્યાપક જેકોબી કહે છે, “ઉપસંહારમાં મને મારી શ્રદ્ધા ભારપૂર્વક જણાવવા દો કે બીજી સર્વ પદ્ધતિઓ કરતાં જૈન ધર્મ એ મૌલિક તદ્દન નિરાળી અને સ્વતંત્ર પદ્ધતિ છે, અને તેથી તે પ્રાચીન ભારતમાં પ્રવર્તમાન તાત્ત્વિક વિચારસરણી અને ધાર્મિક જીવનના અધ્યયન માટે ખૂબ જ અગત્યની છે.” (જૈનોનું તત્ત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર જેએ.) – દયા બધા ઉપર હોય, જ્યારે સેવા મર્યાદિત હોય. માતા પિતાને ઉપકારી નહિ માનનારને ધર્મનો ઉપકાર સમજાવવો કઠીન છે. – માતા, પિતા અને વડીલ એ સેવ્ય છે. પણ પત્ની, પુત્ર અને આશ્રિત, એ સેવ્ય નથી. આટલો વિવેક સેવા કરનારે કરવો જોઈએ. > જેના ઉપર પૂજ્યભાવ હોય, તેને માટે ઘસાવાનું મન હોય જ! – ત્યાગ કરવો હજી સરલ છે, પણ વિરાગ આવવો કઠીન છે. – આત્માના ગુણો પુરુષાર્થથી જ મળે, પણ ભાગ્યથી ન મળે. - પૂ.આ.વિજયરામચન્દ્રસૂ. મ. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૪૦) સૂત્ર - ૧૯ :- મન, અને વિચાર પણ પૌદ્ગલિક છે. -> ૭મી મનોવર્ગણાના પુગલસ્કંધોથી વિચારવાની ક્રિયા થાય છે. - શબ્દની જેમ વિચારના પુગલોને પકડીને અંકન કરી શકાય તો મનના વિચાર પણ, ચિત્ર દ્વારા જાણી શકાય. -- જેને કંઈ કરવાનું બાકી નથી, અને કંઈ જાણવાનું બાકી નથી તેને વિચારવાનું હોતું નથી. – મગજ અને આત્મા. (શી વામનઃ પ્રાણાપના: "ાતાનામ્ III) જીવોના પાંચ પ્રકારના શરીરો અને વાણી (શબ્દ)ને જણાવ્યા પછી, હવે મન પણ પુદ્ગલનો પ્રકાર છે, તે જણાવે છે. > ૭મી મનોવર્ગણાના પુદ્ગલસ્કંધોને મન:પર્યાતિવડે ગ્રહણ કરીને, પરિણાવીને, છોડવા તે વિચાર છે - (૩) મન- પુદ્ગલપદાર્થની ૮ પ્રકારની વર્ગણાઓ પૈકી, ૭મી મનોવર્ગણા છે. સંજ્ઞી (મનની શક્તિવાળો) પંચેન્દ્રિયજીવ, મન:પર્યાપ્તિ નામના સાધનવડે મનોવર્ગણાના પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરી, મનરૂપે પરિણમાવી (એટલે કે જેવો વિચાર કરવો હોય તેવા આકાર રૂપે ગોઠવી)ને છોડે છે. આવી રીતે તેના આલંબન (આધાર)થી તે વિચાર કરી શકે છે. મનોવર્ગણાના પુદ્ગલોને વિચાર મુજબના ચિત્ર રૂપે ગોઠવે છે, અને છોડે છે. મન દ્વારા આ ક્રિયા સતત ચાલતી રહે છે. વ્યક્તિ જેવો વિચાર કરે છે તેવા પ્રકારના ચિત્રરૂપે તે પુદ્ગલો રચાઈ જાય છે. મનપર્યાપ્તિની આ શક્તિ છે. માણસના ચિંતન, મનન દ્વારા મનોવર્ગણાના પુદ્ગલસ્કંધોની Page #253 -------------------------------------------------------------------------- ________________ (૪૦) સૂત્ર - ૧૯ - મન, અને વિચાર પણ પૌલિક છે. ૨૨૫ આકૃતિઓ રચાઈ જાય છે. જે ચક્ષુગોચર નથી હોતી પરંતુ તેના તરંગોની અસર વાતાવરણમાં થાય છે. મન:પર્યવજ્ઞાનની લબ્ધિવાળો આત્મા મનની રચાયેલી આકૃતિઓ (ચિત્ર રચના)ને જોઈને માણસના મનના વિચારને બહુ જ સ્પષ્ટ રીતે જાણી શકે છે. મંત્રોના જાપ દ્વારા સંકલ્પબળથી ઉદ્ભવતા વિશિષ્ટ તરંગોની પ્રબળતા દ્વારા, દેવોનું આકર્ષણ થતું હોવાની માન્યતા છે. સ્વપ્નમાં જુદી જુદી આકૃતિઓ માણસ જુએ છે, તે વિચારોનું જ સ્વરૂપ છે. સ્વપ્ન આવવાના ૯ કારણોના પ્રકારોમાં, વિચારોથી આવેલા સ્વપ્નના પ્રકારમાં આવા આભાસ સમજવા. ચિત્રારૂપે થયેલા મનોવર્ગણાના પુલસ્કંધોના તરંગો વિસ્તાર પામે છે અને આસપાસ ફેલાય છે. એ તરંગોને વિસ્તારવામાં, અને તેઓના પ્રકંપનમાં, વિચાર કરનારની વિચારશક્તિ, એકાગ્રતા અને ઇચ્છાશક્તિ મુખ્યભાગ ભજવે છે. -- શબ્દની જેમ, મનના વિચારના પુગલોને પકડીને અંકન કરાય તો, મનના વિચાર પણ ચિત્ર દ્વારા જોઈ શકાય. (જુઓ પૃ. ૯૩) ભાષા કરતાં પણ અતિસૂક્ષમ વિચારના પુગલસ્કંધો છે. જો તેને કોઈ ઉપકરણ દ્વારા પૂરતા પ્રમાણમાં પરિવર્ધિત કરીને મોટા કરી શકાય તો, શબ્દ અંકનની જેમ, તે વિચારોનો પણ આલેખન થઈ શકે. તેને T.Vના પડદા પર ઉતારીને જોઈ શકાય. તેની અનેક આવૃત્તિઓ કરી (અનેક સ્વરૂપો બનાવી) અનેક સ્થળે એક સાથે બતાવી શકાય. એટલે કે તમારા મુખથી નહિ બોલાયેલા મનના વિચારો પણ પ્રદર્શિત કરી શકાય. પકડાઈ જાય. Lie detector દ્વારા આ કંઈક અંશે શક્ય બન્યું છે. ' - અનુત્તરવાસી દેવો, શ્રી તીર્થંકરભગવાન સાથે મનથી વાત કરે છે - વિચારેલા મનોવર્ગણાના પુદ્ગલોથી દૂર સુધી સંદેશો મોકલવાની વાત શાસ્ત્રોમાં વર્ણવી છે. દેવલોકમાં સૌથી ઉર્ધ્વમાં રહેલા અનુત્તરવિમાનમાં વસનારા દેવો સ્વાભાવિકપણે જ ૩૩ સાગરોપમના Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન દીર્ઘજીવનકાળ દરમિયાન કયાંય સ્થળાંતર કરીને જતા નથી. તત્ત્વચિંતનમાં જ જીવન પસાર કરે છે. તે દેવોને મનમાં કોઈ સંશય ઉદ્ભવે તો, તેઓ પૃથ્વીલોકમાં વિચરતા શ્રી તીર્થંકરભગવાનને મનથી પૃચ્છા કરે છે. એટલે કે ઉદ્ભવેલા સંશયને મનોવર્ગણાના પુલો દ્વારા ગોઠવે છે. કેવલજ્ઞાની શ્રી તીર્થંકરભગવાન ગોઠવાયેલા તે પુગલોના આકારને જાણીને, તેઓના પ્રશ્નનો જેવો ઉત્તર હોય તેવા આકારે મનોવર્ગણાના પુગલોને ગોઠવીને તેઓને ઉત્તર આપી દે છે. એટલે કે તે દેવોને, તે ગોઠવેલા મનોવર્ગણાના પુદ્ગલોને પોતાના અવધિજ્ઞાન વડે જોઈને, સમાધાન મળી જાય છે. આ રીતે તેઓ મનોમન વિચારવડે શંકાસમાધાનની આપ-લે કરે છે. કેવલજ્ઞાની શ્રી તીર્થકર ભગવાનને વિચારવાનું હોતું નથી, તેથી વિચારવા માટે મનનો ઉપયોગ કરવાની જરૂર હોતી નથી. પરંતુ અનુત્તરવાસીદવોના શંકાના સમાધાન માટે, તેઓ આ રીતે મનનો ઉપયોગ કરે છે. આ સઘળી વાતો મનપર્યાપ્તિ એટલે વિચારવાનું ઉપકરણ પણ પૌગલિક છે, અને વિચારવાની ક્રિયા એ પણ પીદ્ગલિક છે, ભૌતિકક્રિયા છે. તે વસ્તુને બહુ સારી રીતે દર્શાવે છે. - જેને કંઈ કરવાનું બાકી નથી, અને કંઈ જાણવાનું બાકી નથી તેને વિચારવાનું હોતું નથી: સંશી (મનસહિત) પંચેન્દ્રિયજીવ દેવ, નરક, મનુષ્ય, પશુ, પક્ષી આદિ છે. તે જીવોમાં દરેક સમયે વ્યક્ત કે અવ્યક્ત, સ્પષ્ટ કે અસ્પષ્ટ વિચારવાની ક્રિયા સતત ચાલુ હોય છે. એકેન્દ્રિય પૃથ્વી, પાણી આદિના જીવોને પણ અવ્યક્ત મન અવશ્ય હોય છે. વિચાર કર્યા વિના જીવ રહી શકતો જ નથી. તેને વિચારવું ખૂબ જરૂરી પણ છે. પરંતુ વિચારવાનું કોને હોય? (૧) જેને કંઈક કરવાનું બાકી છે અને તેને માટે (૨) કંઈક જાણવાનું બાકી છે તેને. દા.ત. દૈનિક જીવન માટે સવારે ઉઠી સ્નાન, Page #255 -------------------------------------------------------------------------- ________________ (૪૦) સૂત્ર - ૧૯ :- મન, અને વિચાર પણ પૌદ્ગલિક છે. ૨૨૭ દાતણ, નાસ્તો વિગેરેના વિચાર હોય છે. માસિક, વાર્ષિક અને યાવત્ સુદીર્ઘ જીવન માટે તેને અનુરૂપ આયોજન ગોઠવણ ક૨વા આદિના સુદીર્ઘ વિચારો હોય છે. દરેકમાં જે જે કાર્ય પૂરા થાય તેટલા પૂરતા વિચાર શાંત થઈ જાય છે, અને નવા કાર્યોની શૃંખલાના વિચારો ઉદ્ભવવા લાગે છે. જીવનના ઘણા બધા કામ જેને બરાબર સંપન્ન થઈ ગ્યતામાં ત થઈ જાય છે. ઘણા કાર્યો પૂરા થઈ જવાથી તેના વિચારોની ઘણી તાણ (Stress) હોતી નથી. છેલ્લું જીવન શાંતિમય લાગે છે. તેમ છતાં આત્મામાં પડેલી અવ્યક્ત વાસનાઓ વળી બીજા જન્મમાં જાગૃત થાય છે, અને તેને પૂરી કરવા ફરી વિચારોની શૃંખલા ચાલ્યા કરે છે. તેમાં વળી નવી વાસનાઓનો ઉમેરો થાય છે. કેટલાકને વૃદ્ધાવસ્થામાં વાસના અને મહત્વાકાંક્ષાઓ પૂરી ન થવાથી પણ વિચારોની તાણ હોય છે. આમ વિચારનો અંત નથી. જેને મોહજનિત વાસના (ઇચ્છા)ઓનો પરિપૂર્ણ નાશ થઈ ગયો છે તેથી (૧) કંઈ કરવાનું બાકી નથી, અને બધું જ જાણી લીધું છે માટે (૨) કંઈ જાણવાનું બાકી નથી. તેને વિચારવાનું કંઈ રહેતું નથી. તેથી સર્વકર્મ રહિત શ્રી સિદ્ધ પરમાત્માઓને વિચારવાની ક્રિયા હોતી નથી, તે આના પરથી સમજી શકાશે. અહીં એવું ન સમજવું કે વિચારરહિતતા, એ શૂન્યમનસ્ક કે જડ અવસ્થા છે. તે પ્રશંસનીય કેમ બને ? પરંતુ એવું નથી, ચેતનાની આ પૂર્ણ વિકસિત અવસ્થા છે, અપૂર્ણને વિચારવાની જરૂર પડે, પૂર્ણને નહિ. જેને વિચારવું જરૂરી હોય, ત્યારે વિચાર કરી ન શકે તેવા સંયોગોને શૂન્યમનસ્કતા કહેવાય. સિદ્ધ પરમાત્માઓને ભૂત, ભવિષ્ય, વર્તમાન સઘળું દરેક સમયે પ્રત્યક્ષ છે. શું બની ગયું, શું બની રહ્યું છે. અને શું બનાવાનું છે તે સર્વને જાણે છે, અને જૂવે છે, અને પોતાને શું કરવાનું છે તે પણ. તેથી વિચારવાની જરૂર જ નથી. શું કરવું છે તે મૂંઝવણના ઉકેલ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન માટે, આયોજન કરવા માટે, અને કંઈ યાદ કરવા માટે વિચારવાનું હોય. ત્યારે વિચાર ન મ્હરે તો જડતા આવી કહેવાય, પણ આવા પ્રયોજન ન હોય તો વિચારવાની જરૂર ખરી? જે નથી જાણતા તે જાણવા માટે વિચારવાનું હોય, બધું જ જાણે છે તેને વિચારવાનું હોય? અપૂર્ણને વિચારવાનું હોય પૂર્ણને વળી શું વિચારવાનું? સઘળું જાણવું, જોવું, અને તે જાણેલા અને જોયલામાં તટસ્થ રહી પોતાના ચૈતન્યમાં સદા સક્રિય રહી પૂર્ણતાને માણવું, આવું શ્રી સિદ્ધપરમાત્માઓનું સ્વરૂપ છે. તેથી તેમને વિચારવાનું હોતું નથી. અથવા તો વિચારરહિત અવસ્થા આપણે અત્યારે અનુભવી શકતા નથી માટે તે સમજવું કઠિન પડે છે. નવું નવું જાણવા માટે વિચારવું જરૂરી છે અને તે જ સક્રિયતા છે, આવું આપણે અનુભવીએ છીએ, માટે તે અવસ્થા સમજવી કઠિન પડે છે. વિચાર પૌદ્ગલિક છે, જયારે કેવલજ્ઞાન અપૌદ્ગલિક શુદ્ધચેતના છે. પ્રકાશ, જેમ દીપકનો સ્વભાવ છે, તેમ જ્ઞાન, એ આત્માનો ગુણ છે તેથી અરૂપી છે. - મગજ અને આત્મા :(મનને અંગે શ્રીપ્રભુદાસ બેચરદાસ લિખિત – શ્રીતત્ત્વાથભિગમસૂત્ર ભા-૨ પૃ. ૪૧-૪૨માંથી) . મગજ અને આત્માનો સંબંધ, એક જર્મન વિજ્ઞાનીની માન્યતા આધુનિક તબીબી વિજ્ઞાનમાં હવે મનુષ્યના આત્મા તરફ તબીબી વિજ્ઞાનીઓ ધ્યાન આપવા લાગ્યા છે, કારણ કે તબીબો હવે માને છે કે, રોગો માનસશાસ્ત્રીય રીતે મટાડી શકાય છે. અને માનસિક કારણોને લીધે રોગો ઉત્પન્ન થાય છે.” આ કારણો વિષે વિજ્ઞાનીઓ મગજ અને આત્મા વિષે વધુ ઊંડા વિચાર કરવા લાગ્યા છે. મગજ અને આત્મા વિષે અનેક સિદ્ધાંતો પ્રવર્તે છે. પરંતુ જયારે Page #257 -------------------------------------------------------------------------- ________________ (૪૦) સૂત્ર - ૧૯:- મન, અને વિચાર પણ પીદ્ગલિક છે. ૨૨૯ પ્રયોગો કરી સાબિતી મેળવવા પ્રયાસો થાય છે, ત્યારે જણાય છે કે, “આવા ઘણાખરા સિદ્ધાંતો પોકળ છે.” મનુષ્યના શરીરમાં મગજ એક ભારે અગત્યનું અવયવ છે. આ મગજ કેવી રીતે કામ કરે છે ? તે વિષે આપણું જ્ઞાન અલ્પ છે. મગજના અમુક ભાગોમાં થતી ક્રિયાઓને લીધે શરીરના અવયવોનું હલન-ચલન થાય છે. માણસ બોલે છે અથવા આવેશ અનુભવે છે. એ સિદ્ધાંતનું સમર્થન કરવા મગજના નકશાઓ દોરવામાં આવ્યા છે. અને કયા ભાગમાં થતી અસરને લીધે શરીર ઉપર શી અસર થાય છે? તે જણાવવામાં આવ્યું છે. પરંતુ એક જર્મન વિજ્ઞાનીના જણાવ્યા પ્રમાણે “આ બરાબર નથી. મગજના આ વિવિધ ભાગો વીજળીની સ્વીચો જેવા છે. પરંતુ એમની પાછળનું બળ બીજે ક્યાંકથી આવે છે.” મગજની કામગીરી સમજાવવા તેના આંતર મગજ અને બાહ્ય મગજ એવા બે ભાગો પાડવામાં આવ્યા છે. તેને લીધે માણસમાં બે પ્રકારની વિચારવૃત્તિ ચાલુ રહે છે. બાહ્ય મન વાસ્તવિક બાબતોનો વિચાર કરે છે, જ્યારે આંતરમન સંસ્કારોને સંઘરી રાખે છે. આ આંતરમનમાં સંઘરાયેલી વૃત્તિઓ જ માનવીનું ઘડતર કરે છે અને એમાંથી મનુષ્યનું સાચું વ્યક્તિત્વ ઘડાય છે. પરંતુ મગજના આવા ભાગો કે જુદી જુદી શરીરની ક્રિયાઓ માટેનાં કેન્દ્રોનો સિદ્ધાંત માત્ર કલ્પના જ છે. મગજની સરખી જ રચના ધરાવતા બે માનવીઓ લઈએ, તો એક | બનાવ, એ બંનેના મગજ પર જુદી જુદી અસરો પાડે છે. મગજનો અમુક ભાગ માનવીની બુદ્ધિ સાથે સંબંધ ધરાવે છે, એમ અત્યાર સુધી માનવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં એક દર્દીના મગજનું ઑપરેશન કરી મગજનો આ ભાગ કાઢી નાંખવામાં આવ્યો હતો. છતાં પણ એ દર્દીની બુદ્ધિને કશી જ અસર થઈ ન હતી. હા, એ માણસનો સ્વભાવ કરકસરિયો થઈ ગયો હતો. પણ એ બાબતને આ ઓપરેશન સાથે કશો જ સંબંધ ન હતો. આને લીધે માનસશાસ્ત્રીયો હવે માનવા લાગ્યા છે કે, શરીરની અમુક ક્રિયાઓને મગજના અમુક ભાગ સાથે નહિ પણ અનેક ભાગો સાથે સંબંધ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જૈને તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન મનુષ્યના મગજના આંતરમન, અને બાહ્ય મન, એવા જે બે ભાગો | પાડવામાં આવે છે. તે બંને એક બીજા પર અસર કરે છે, અને હવે માનવામાં આવે છે કે, મનમાં જે ગજગ્રાહ ચાલે છે, તે વાત બરાબર નથી. મગજ સમગ્રપણે જ વિચાર કરે છે. મગજની બાબતોમાં સંશોધન કરનાર પ્રખ્યાત જર્મન વિજ્ઞાની લોબેન્થલ માને છે કે, “આત્મા જેવી કોઈ ચીજ હયાતી ધરાવે છે. પરંતુ મગજના સંશોધનની વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે તેનો પાર પામી શકીશું નહિ. આવો આત્મા હયાતી ધરાવે છે. પરંતુ એની હયાતી સૂક્ષ્મ છે. આવો આત્મા શરીરમાં શો ભાગ ભજવે છે? તે વિષયમાં ભારતીય તત્ત્વજ્ઞાન ઘણું જ આગળ વધ્યું છે અને અનુભવ, પ્રયોગો, નિરીક્ષણ વિગેરે પરિણામે તેને વિષે ચોક્કસ ખ્યાલો બાંધવામાં આવ્યા છે. “આ આત્માને સમજવા માટે સ્થૂળ, ભૌતિક વિજ્ઞાન પૂરતું નથી.” મા. “માનવના વ્યક્તિત્વ વિષે વિચાર કરતાં હાલનું ભૌતિક વિજ્ઞાન ઇન્દ્રિયો, મગજ અને મન સુધી પ્રથમ પહોંચેલું હતું, હવે તે વૈજ્ઞાનિકો પણ મનને પણ જડ માનતા થયા છે. તે કહે છે કે, મનની પાછળ વિચારોનું એકીકરણ કરનાર બુદ્ધિ જ્ઞાન-શક્તિ કામ કરી રહેલી છે. ઉપરાંત બુદ્ધિનીજ્ઞાનની સંગતિઓ કરનાર-પ્રેરક-જ્ઞાતા કોઈ હોવો જોઈએ. જ્ઞાન વ્યાપાર છે. શેય, જ્ઞાનનો વિષય છે, અને જ્ઞાન દ્વારા શેયનો કોઈ જ્ઞાતા-જાણનાર હોવો જ જોઈએ પરંતુ તેના સ્વરૂપનો ખ્યાલ હજી તેઓને આવતો નથી. પરંતુ કહે છે કે, “કાંઈક છે, જે અગમ્ય છે. Something irrational.” - જેટલી ચીજો મનને બગાડનારી છે. તે છોડવા લાયક અને જેટલી ચીજો. મનને સુધારનારી છે, તે આદરવાલાયક. - મોટામાં મોટા પાપો કરનાર કોઈ હોય તો તે મન જ છે. મનને આધીન તે સંસારમાં ભટકે, અને મન જેને આધીન તે મુક્તિમાં જાય. - પૂ.આ.વિજયરામચન્દ્રસૂ. મ. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ (૪૧) સૂત્ર - ૧૯:- માનવનું મન [ (૪૧) સૂત્ર - ૧૯ - માનવનું મન ]. - માનવીનું મગજ વિચારવાની ક્રિયા કરે છે, તેને વિજ્ઞાનીઓ પડકારી રહ્યા છે. - માણસને મળેલા મનની ખામી પણ છે અને ખૂબી પણ છે. તે જેવું બનવું હોય તેવું બનવા સ્વતંત્ર છે. - મન કેવું છે? “સહુમાંહેને સહુથી અળગુ - મન વિષે અન્ય ચિંતકો (शरीर वाङ्मनः प्राणापनाः पुद्गलानाम् ॥१९॥) જીવોના પાંચ પ્રકારના શરીરો, વાણી (શબ્દ-અવાજ-ધ્વનિ), તેમજ મન પણ, અને મનથી થતો વિચાર એ પણ પુદ્ગલની રચના છે. તે વિષે વધુ વિગત જોઈએ. » માનવીનું મગજ વિચારવાની ક્રિયા કરે છે તેને વિજ્ઞાનીઓ પડકારી રહ્યા છે : જૈન તત્ત્વજ્ઞાનમાં વિચારવાનું સાધન (ઉપકરણ), અને વિચારવાની જીવની શક્તિ છે, તેને મન પર્યાપ્તિ કહે છે. તે મનઃપર્યાપ્તિ નામકર્મ નામના પુણ્યકર્મના પુદ્ગલસ્કંધોના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. તેનું સ્થાન મસ્તકમાં છે તેવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જૈનશાસ્ત્રોમાં નથી. વર્તમાનમાં નાનું મગજ અને મોટું મગજ, વિચારવા વિગેરેનું અને શરીરક્રિયાઓ માટે સંદેશા મોકલવાનું કાર્ય કરે છે. તેવી પ્રચલિત માન્યતા છે. પૃ. ૨૨૮-૩૦ ઉપર જોયું તે મુજબ જર્મન વિજ્ઞાનીની માન્યતા પણ તેવા પ્રકારની નથી. હમણાં (ઈ.સ. ૨૦૧૪)ના જે અહેવાલો પ્રકાશિત થયા છે તે મુજબ, સ્વીડનમાં આવેલી “ઉમિયા યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન “ત્વચાના કોષો ચામડીનો સ્પર્શ થયાના માત્ર સંકેતો મગજને મોકલતા નથી પરંતુ સ્પર્શ કરનારી વ્યક્તિ, કે વસ્તુની ભૌમિતિક વિગતો અને આકારની પણ ભાળ મેળવે છે. સ્પર્શ કરાતી વસ્તુના કદની માહિતી આપતા કોષોની સંવેદનશીલતાનો આધાર ત્વચાના અત્યંત સંવેદનશીલ કોષોના લે આઉટ (ફેલાવા) પર છે, જ્યારે આંગળીનું ટેરવું કોઈપણ વસ્તુને ચકાસતું હોય ત્યારે તેની આસપાસના કોષો જે ગણતરીઓ કરતા હોય છે, તેવી જ ગણતરીઓ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો ત્વચાના સ્પર્શના અનુભવો, મગજ સુધી વધુ પૃથક્કરમાં પહોંચે, તેની પહેલાં જ ત્વચામાંના કોષોએ તેનું પૃથક્કરણ કરીને તેની જાણકારી મેળવી લીધી હોય છે. માનવીનું મગજ માત્ર વિચારવાનું કામ કરે છે. તેવી માન્યતા પ્રસરેલી છે તેને હવે વિજ્ઞાનીઓ પડકારી રહ્યા છે.” ભૌતિક દૃષ્ટિએ મનની વિચારણા જોઈ. હવે આત્મિકદષ્ટિએ તેને જોઈએ. માણસને મળેલા મનની ખામી પણ છે અને ખૂબી પણ છે, તે જેવું બનવું હોય તેવું બનવા સ્વતંત્ર છે : જૈનશાસ્ત્રોમાં ફરમાવ્યા મુજબ જીવને મનની પ્રાપ્તિ થવી ખૂબ દુર્લભ છે. દરેક પ્રાણીઓની યોનિઓમાં તેઓને મળેલું મન અમુક નિશ્ચિત ઢાંચાની જેમ વર્તે છે. કુતરો કુતરાની જેમ જ વર્તે છે. ગાય, ભેંસ, ગધેડો વિગેરે સઘળા પશુઓ, પક્ષીઓ, જળચરો દરેકને વિચારવાની અને વર્તન કરવાની એક નિશ્ચિત પ્રકારની જ મનની શક્તિ મળી હોય છે. આ શક્તિ તે તે પ્રકારના પશુઓમાં જાતિસ્વભાવ તરીકે વ્યક્ત થતી જોવાય છે. પશુ અને પક્ષીઓમાં અમુક જાતિની ચમત્કાર પમાડે તેવી શક્તિઓ જોવા મળતી હોવા છતાં, અમુક નિશ્ચિત એક જ સ્વભાવવાળી હોય છે. જયારે માણસનું મન તેવું, એક જ સ્વભાવવાળું નથી. તેની મનની શક્તિ વિચિત્ર છે. તેથી જ માણસો અનેક પ્રકારના સ્વભાવવાળા જોવામાં આવે છે. બીજા પ્રાણીઓને તેની જાતથી તેના સ્વભાવને ઓળખી શકીએ છીએ. જ્યારે માણસને ઓળખવો મુશ્કેલ પડે છે. બધી Page #261 -------------------------------------------------------------------------- ________________ (૪૧) સૂત્ર - ૧૯ :- · માનવનું મન ૨૩૩ પ્રકારની મનની શક્તિ તેમાં રહેલી છે. કુતરા ગધેડા વિગેરે માટે ‘આ કુતરો છે કે કોણ છે ?’ વિગેરે પ્રશ્ન થતો નથી. કારણ કે તેઓ તેઓની જાતિ મુજબ જ વર્તે છે. જ્યારે ઘણા માણસો એવું અતિહીન વર્તન કરે છે કે તેને માટે એમ કહેવું પડે છે કે ‘આ તો માણસ છે કે કોણ છે ?' માણસને મળેલા મનની આ ખામી છે, તેમ ખૂબી પણ છે. માણસ જેવો બનવું હોય તેવો બનવા સ્વતંત્ર પણ છે. આ ખૂબીને કારણે જ, માણસનું મન જેટલું બગડી શકે છે, તેટલી જ તેની સુધરવાની શક્યતા છે. માનવનું વિકસિત મન લાંબાગાળાનો, વસ્તુના દરેક પાસાઓનો વિચાર કરી શકે છે. વિવિધપ્રકારના અનુમાનો કરી શકે છે. અનેક વિષયના ઊંડાણમાં, તે તે શાસ્ત્રોદ્વારા અધ્યયન કરી વિશાળ માહિતી અને સિદ્ધિઓ મેળવી શકે છે. દેખાતી વિજ્ઞાનની સિદ્ધિઓ પણ માણસના મનથી જ ઉદ્ભવી છે. તેવું મન બીજા કોઈપણ પ્રાણીઓને નથી. તે દેવ જેવો અનેકોનો આધાર, રક્ષક, પાલક, પોષક, માર્ગદર્શક અને દયાવાન બની શકે છે. મન બહુ કિંમતી છે. તેનો ઉપયોગ કરતાં આવડે તો અઢળક સિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. દેવોને વશ ક૨વાની તાકાત પણ માણસના મનમાં છે. તે આધ્યાત્મિક સાધનામાં જોડાઈ જવા દ્વારા મનને આત્મભાવમાં સ્થિર કરીને, અઢળકભવોના એકઠા કરેલા પોતાના આત્માને લાગેલા કર્મોનો નાશ કરવા સમર્થ છે. સર્વ કર્મોનો નાશ કરી પરમાત્મ પદ સુધી પહોંચવા પણ સમર્થ બની શકે છે. શું બનવું તે તેની કેવા પ્રકારની ઇચ્છા શક્તિ છે, તેના પર આધાર રાખે છે. → મન કેવું છે ? ‘સહુમાંહે ને સહુથી અળગુ’ મન બહુ ચંચળ છે. તેને આત્મભાવમાં સ્થિર કરવું સાધક આત્માને અત્યંત અઘરું છે. તેનું વર્ણન શ્રી આનંદઘનજી મહારાજે શ્રી કુંથુનાથ ભગવાનના સ્તવનમાં બહુ સુંદર કર્યું છે. ‘મન ક્ષણભરમાં ક્યાંયનું Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ક્યાંય ચાલી જાય છે. દિવસ કે રાત તેને નડતા નથી. ઘણા લોકોની વચ્ચે હોય કે જંગલમાં હોય, તે આકાશ અને પાતાળમાં ફરતું રહે છે. સંસારના કાર્યોમાં સીધુ ચાલનારું મન, મોક્ષની ઇચ્છાથી જ્ઞાન, ધ્યાન, તપને આરાધો, તો તે અત્યંત વેરી બનીને તમારી સાધનાને અત્યંત અસ્થિર કરી દે છે. ભલભલા જ્ઞાની હઠ કરી મન સ્થિર કરવા મથે તો પણ, આ મન જંગલી પ્રાણીની જેમ વાંકુ બની જાય છે. જો તેને ઠગ કહીએ તો તે તેવું પણ નથી, કારણ કે કોઈ ઠગ વિદ્યા કરતું દેખાતું નથી. તેને કહેવું હોય તો “સહુમાંહેને સહુથી અળગુ કહી શકાય. એક રીતે વિચારીએ તો મન નપુંસકલિંગે છે પણ સઘળા મરદોને હંફાવે છે. બીજી રીતે જોવા જાવ તો સમર્થ નર છે. કારણ કે કોઈ નર તેને પકડી શકતો નથી. તેથી જ ઉક્તિ છે કે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, તે વાત નવિ ખોટી.” કોઈ કહે કે મેં મન સાધી લીધું, પણ તે વાત ખોટી છે, કારણ કે મન સ્થિર થાય તે જ સૌથી મોટી વાત છે. જો મન સ્થિર થઈ જાય તો તે સંસાર પાર પામી જાય છે. જે આત્માઓ સિદ્ધિપદ પામી ગયા છે, તેઓ આ દુરારાધ્ય મનને વશ કરીને જ થયા છે. હરિહર, બ્રહ્મા આદિ દેવો મનને સાધી શક્યા નથી, માટે સંસાર પાર પામી શક્યા નથી. -> મન વિષે અન્યચિંતકો - જેવા વિચારો હશે તેવું મન બનશે. As you think, so you become. ૦ મનનું મૃત્યુ એ ધ્યાન છે. પરમાત્મામાં મનને જોડવું તે પ્રયત્ન સાધ્ય છે. જ્યારે તેમાં ગાઢતા અને લીનતા થવી તે કૃપા સાધ્ય છે. મન નાથે તે નાથ, બીજા અનાથ. • સંસારમાં સઘળી ફતેહનો આધાર મનને જીતવા ઉપર છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ (૪૧) સૂત્ર - ૧૯:- માનવનું મન ૨૩૫ • મહેનત શરીરને મક્કમ બનાવે, તેમ મુશ્કેલી મનને મક્કમ બનાવે. Body has only needs mind has desires. મનને બેસાડો લઈ માળા, જુઓ પછી ભીતરની દોમદોમ સાહ્યબીના, સાતે પાતાલના અજવાળા. અંતરથી અંતરમાં ઉતરીને, અંતરને ધીરેથી કરી જુઓ સાદ, જીવતરનો અનહદ સંવાદ. © A contended mind is continuous feast. સંતપ્તમન સતત સુખ આપે. Peace of heart is the greatest victory a man can achieve. Hy સુખ જેવું એકેય સુખ નથી. A thought constantly repeated at last becomes a fixed habit (g વિચારનો વારંવાર અભ્યાસ થાય છે. તે છેવટે દઢટેવ બની જાય છે.) જેમ યથાર્થ ફોટો લેવા કેમેરોસ્થિર ગોઠવવો જોઈએ, તેમ આત્માનો અનુભવ કરવા, મનને પરમાત્મામાં અવશ્ય સ્થિર, એકાગ્ર કરવું જોઈએ. થાત કેવું સારું અગર જો મનને હોત પગ. કદી તો થાકી, ભટકીભટકીને જાત અટકી. અડગ મનને પહાડ પણ નડતો નથી, ઢીલા મનને રસ્તો પણ જડતો નથી. શરીરનો રાજા મન છે, તમામ ઈન્દ્રિયો તેની દાસી છે. મનને નમાવે એ માનવી. મન ચંગા તો કથરોટમાં ગંગા. ૦ મન હોય તો માળવે જવાય. મન એ નિસરણી જેવું છે, સારા વિચારો સદ્ગતિ કરાવે, ખરાબ વિચારો અધોગતિ. કર્મબંધ અને મોક્ષનું કારણ મન, જ છે. (૪) શ્વાસોચ્છવાસ - - શ્વાસોચ્છવાસ(૬ઠ્ઠી)વર્ગણાના પુદ્ગલોને લેવા મૂકવાની ક્રિયા તે Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સૂક્ષ્મ શ્વાસોચ્છવાસ છે. આ સૂત્ર ૧૯માં (૧) શરીર (૨) વાણી (૩) મન આ ત્રણનું વર્ણન કરી છેલ્લે (૪) પ્રાણાપાન-શ્વાસોચ્છવાસ પણ પીદ્ગલિક છે તેમ જણાવ્યું છે. તે વિષે જોઈએ. પુદ્ગલપદાર્થની ૮ પ્રકારની વર્ગણાઓ પૈકી, ૬ઠ્ઠી શ્વાસોચ્છવાસ વર્ગણા છે. સંસારી શરીરધારી દરેક જીવ આ વર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરવા અને મૂકવા વડે શ્વાસોચ્છવાસ કરે છે. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ નામના સાધન વડે જીવ આ કાર્ય કરે છે. આપણે જે નાકના છિદ્રો વડે શ્વાસોચ્છવાસ કરીએ છીએ તે પૂલ શ્વાસોચ્છવાસ છે. શ્વાસોચ્છવાસ વર્ગણાના જે સૂક્ષ્મપુદ્ગલો છે, તે લેવા મૂકવાની ક્રિયા તે સૂક્ષ્મશ્વાસોચ્છવાસ છે. શરીરધારી નાનો કે મોટો વિકસિત કે અવિકસિત દરેક જીવ આ ક્રિયા કરે છે. સંસારી જીવના કુલ ૧૦ પ્રાણો પૈકી શ્વાસોચ્છવાસ એક પ્રાણ છે. તેનાવડે જીવ જીવે છે. તેના વિના કોઈપણ જીવ જીવી જ ન શકે. આધુનિક વિજ્ઞાન મુજબ શરીરમાં થતી દહનક્રિયા (જે શાસ્ત્રમુજબ તૈજસશરીરનું કાર્ય છે.)માં ઓકસીજન (પ્રાણવાયુ)ની જરૂર પડે છે. તેને શ્વાસ દ્વારા અંદર લેવો તે, અને દહનક્રિયાથી બનેલા કાર્બનડાયોકસાઈડ (અંગારવાયુ)ને બહાર કાઢવો, તેને શ્વાસોચ્છવાસ કહે છે. આ સ્કૂલ શ્વાસોચ્છવાસ છે. જે નાક દ્વારા થાય છે અને વિકસિત જીવો જ કરે છે. પરંતુ શ્વાસોચ્છવાસ, એક પ્રાણ છે. તે સૂક્ષ્મ છે, તે દરેક જીવોને જીવવા માટે આવશ્યક છે. આ રીતે આ ઓગણીસમાં સૂત્રમાં (૧) શરીર (૫ પ્રકારના) (૨) વાણી (૩) મન અને (૪) શ્વાસોચ્છવાસ, આ સર્વે પુદ્ગલ પદાર્થના જ જુદા જુદા સ્વરૂપો છે. તે જણાવ્યું. આ રીતે પુદ્ગલપદાર્થના કાર્યો જણાવ્યા. Page #265 -------------------------------------------------------------------------- ________________ (૪૨) સૂત્ર - ૨૦ :- જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ (૪૨) સૂત્ર - ૨૦ :- જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ - જીવોને સુખ, દુ:ખ, જીવન અને મરણ ઇત્યાદિ સઘળા, કર્મના કારણે થાય છે. ૮મી કાર્મણવર્ગણાના પુદ્ગલસ્કંધો, આત્મા સાથે બંધાય ત્યારે તે કર્મ કહેવાય છે. → દ્રવ્યકર્મ અને ભાવકર્મ ૨૩૭ જગતના દરેક ધર્મો કર્મમાં માને છે. →>> આત્મા પોતે જ કર્મ બાંધે છે, અને પોતે જ કર્મ ખપાવે છે. → સત્તા, બંધ, ઉદય, અબાંધાકાળ, નિર્જરાની વ્યાખ્યા. सुखदुःखजीवितमरणोपग्रहाश्च ॥२०॥ અર્થ : તથા સુખ, દુ:ખ, જીવન અને મરણ એ પણ પુદ્ગલોનો ઉપકાર છે એટલે કે, આત્મા સુખાદિ પુદ્ગલદ્વારા અનુભવે છે. → સુખ દુઃખ આદિમાં, કર્મ કારણ બને છે : પૂર્વના સૂત્રમાં શરીર આદિ-૪ પુદ્ગલના ઉપકાર છે. તે જણાવીને આ સૂત્રમાં સુખાદિ-૪ પણ પુદ્ગલના ઉપકાર છે, તે વાત જણાવી. એક જ વાત કહેવાની હોવા છતાં જુદું સૂત્ર રચવાનું કારણ જણાવતાં શ્રી સિદ્ધસેનગણિકૃત ટીકામાં જણાવ્યું છે કે, શરીરાદિ ૪, પુદ્ગલના પરિણામી (મૂળ) કારણ છે. જ્યારે સુખાદિ-૪, કર્મપુદ્ગલના અપેક્ષા (સહાયક) કારણથી છે. તાત્પર્ય એ છે કે, શરીરાદિ-૪ સ્વયં પુદ્ગલોના સીધે સીધા રૂપાંતરો જ છે. જેમ ઘડો, માટીનું રૂપાંતર છે તેમ. જ્યારે આત્માના સુખાદિ-૪ એ પુદ્ગલના સહકારીકારણથી છે. પરિણામી Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (મૂળ) કારણ નથી. જેવી રીતે ઘડા પ્રત્યે દંડ, ચક્ર, કુંભકાર (કર્તા) વિગેરે સહકારી કારણ છે તેવી રીતે. આ વસ્તુને વિગતથી સમજીએ. → સુખ, દુ:ખ :- દા.ત. આત્માને શારીરિક સુખ-સ્વસ્થતા માટે શરીરને પોષક, રોગપ્રતિકારક, શક્તિદાયક, અને પ્રકૃતિને અનુકૂળ ખોરાક આદિ પુદ્ગલો, તેમજ રોગ થાય ત્યારે, રોગ દૂર કરનાર યોગ્ય ઔષધ વિગેરે પુદ્ગલ બાહ્યકારણ તરીકે સહકારી બને છે. તદુપરાંત શાતાવેદનીય કર્મપુદ્ગલો પણ, આંતરિક કારણ તરીકે મહત્ત્વનો ભાગ ભજવે છે. તેવી જ રીતે શારીરિક દુઃખ આદિમાં રોગ કરનારા નિમિત્તો, વાતાવરણ વિગેરે પુદ્ગલદ્રવ્યો બાહ્યકારણ, અને અશાતાવેદનીયકર્મના પુદ્ગલો આંતરિક કારણ તરીકે, ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. : → જીવન-મરણ ઃ- મનુષ્યાદિ તે તે ગતિમાં જીવને જીવિત રહેવા માટે શરીરયંત્રના હૃદય વિગેરે મુખ્ય અવયવો કાર્યશીલ રહે તે બાહ્ય કારણ છે, અને ૮માંનું પાંચમું આયુષ્યકર્મ આંતરિક કારણ તરીકે મુખ્યભાગ ભજવે છે. આયુષ્યકર્મ પ્રબળ હોય તો જ શરીરના અવયવો કાર્યશીલ રહી જીવન ટકાવી શકે છે. આયુષ્યકર્મ પૂરું થઈ જાય, તો બાકીના બધા અવયવો સ્વસ્થ હોવા છતાં જીવન ટકાવવામાં નિષ્ફળ જાય છે. આયુષ્યકર્મ પૂરું થયે અવશ્ય મરણ થાય છે. જીવ, શરીર છોડી દે છે. : → જીવના વિવિધપ્રકારના જીવનો ઃ- સઘળા જીવ એક સમાન સુખ અને શક્તિવાળા હોવા છતાં દેવ, મનુષ્ય, પશુ, નરક, આ ૪ ગતિ અને તેના પેટાભેદ ૮૪ લાખ યોનિઓમાં વિવિધપ્રકારના શરીરો, સ્વભાવો, અને વિચિત્ર પ્રકારના સુખ દુઃખાદિ અવસ્થાઓનો અનુભવ કરવામાં તેવા પ્રકારના પુદ્ગલપદાર્થોનો સંયોગ, એ બાહ્ય કારણ ઉપરાંત આંતરિક કારણ તરીકે કર્મ છે. પૂર્વોપાર્જિત વિવિધપ્રકારના શુભાશુભ કર્મો મુજબ વિવિધ ગતિઓ અને વિવિધ પ્રકારના જીવનો આ જીવને Page #267 -------------------------------------------------------------------------- ________________ (૪૨) સૂત્ર - ૨૦ :- જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ પ્રાપ્ત થાય છે. → જીવનમાં વિવિધપ્રકારની અવસ્થાઓ ઃ એક જીવનકાળ દરમિયાન પણ જ્ઞાન, અજ્ઞાન, ધનવાન, નિર્ધન, સૌભાગ્ય, દુર્ભાગ્ય, ચડતી, પડતી, પદ, પ્રતિષ્ઠા, માન-સન્માન, પ્રસિદ્ધિ વિગેરેમાં તેવા પ્રકારના સખત પુરુષાર્થ, અનુકૂળ સંયોગો અને પરિસ્થિતિ વિગેરે બાહ્ય દેખાતા કારણો ઉપરાંત કર્મ મહત્ત્વનું આંતરિક કારણ છે. શિક્ષણ, તાલીમ, અનુભવ આદિ બાહ્યકારણો એક જ સમાન હોવા છતાં એક ઘણો જ્ઞાની, વિદ્વાન, બુદ્ધિશાળી બને છે, બીજા ઘણા તેવા બની શકતા નથી. તેથી આંતરિક પરિબળ તરીકે જ્ઞાનાવરણીય કર્મ જ મહત્ત્વનો અને નિર્ણાયક ભાગ ભજવે છે. આવી જ રીતે ચડતી, પડતી આદિ, પાંચે ઇન્દ્રિયોના ભોગો આદિ અને અનેક પ્રકારની સિદ્ધિઓ આદિ જીવનની સઘળી વિવિધતાઓમાં બાહ્ય દેખાતા મહેનત, આયોજન, બુદ્ધિ આદિ કા૨ણો ઉપરાંત પૂર્વોપાર્જિત શુભાશુભકર્મો મહત્ત્વનો અને નિર્ણાયક ભાગ ભજવે છે. આ રીતે સંસારીજીવના સુખ, દુ:ખ, જીવન, મરણ ઇત્યાદિ સઘળા અનુભવો પૌદ્ગલિક છે. અને કર્મ તેમાં મુખ્ય સહકારી કારણ તરીકે, ઘડા પ્રત્યે કુંભકારની જેમ, કર્તાની ભૂમિકા ભજવે છે. ૨૩૯ આ રીતે શરીરાદિ-૪, એ સીધે સીધા પુદ્ગલોના રૂપાંતર હોવાથી પુદ્ગલ, એ તે-૪નું પરિણામી (મૂળ) કારણ ગણાય છે. અને સુખાદિ૪ જે આત્મા અનુભવે છે, તેમાં પુદ્ગલ, ઉપર બતાવ્યું તેમ, સહકારી કારણ બને છે, તેથી બંને માટે જુદા સૂત્રો આપ્યા છે. → રાગ, દ્વેષ વિગેરે દોષોથી આત્મા સાથે કાર્મણવર્ગણાના પુદ્ગલસ્કંધો બંધાય, તે કર્મ છે. સંસારી જીવની સઘળી વિવિધતાઓ અને વિચિત્રતાઓનું આંતરિક અને મહત્ત્વનું કારણ કર્મ છે. જીવ મોહ, અજ્ઞાન આદિથી કાર્મણવર્ગણાના સૂક્ષ્માતિસૂક્ષ્મ પુદ્ગલસ્કંધો ગ્રહણ કરીને આત્મા સાથે દૂધ-પાણી કે લોહ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અગ્નિની જેમ એકરસ કરવા વડે કર્મો ઉપાર્જન કરે છે. આ લોકાકાશરૂપી વિશ્વમાં સર્વત્ર કાર્મણવર્માણાના પુદ્ગલો વ્યાપીને રહેલા છે. જયાં સુધી જીવ તે પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરી આત્મા સાથે એકમેક કરતો નથી ત્યાં સુધી, તે પુદ્ગલસ્કંધો આત્માને સુખદુઃખાદિ આપવા સમર્થ બની શકતા નથી. પરંતુ આત્મા જે સ્થળમાં છે, તે સ્થળની આસપાસના કાર્મણવર્ગણાના પુદ્ગલસ્કંધોને, મોહજનિત શુભાશુભ ભાવોવડે આકર્ષીને આત્મા સાથે એકમેક કરે છે એટલે તેને કર્મ કહેવાય છે. કર્મગ્રંથમાં કહ્યું છે કે વિરનિ હેસ્ટિંને તો મન્નg - અર્થ - (મિથ્યાત્વ, કષાય (રાગ, દ્વેષ) આદિ) હેતુએ કરીને, જીવવડે જે કારણે કરાય છે તેથી તેને કર્મ કહે છે. તેલ ચોળેલ શરીરે, તેલની ચીકાશના કારણે ધૂળની રજકણો ચોંટે છે. તે દૃષ્ટાંતથી સમજવું કે મિથ્યાત્વ મોહ, રાગદ્વેષ આદિ જનિત ભાવો (તેલની ચીકાશ જેવા) આત્મામાં હોય છે, તેનાથી હરપળે આત્માને કર્મ ચોટે છે, અને આત્મામાં પરિણામ (એકરસ થઈ રૂપાંતર) પામે છે. જેમાં લીધેલો ખોરાક શરીરમાં રસ, રૂધિર આદિ સાત ધાતુઓમાં પરિણામ પામીને (એકરસ થઈને) વહેંચાઈ જાય છે, તેવી રીતે આત્મા સાથે સંયોગ પામેલા કર્મપુદ્ગલો પરિણામ પામીને જુદા જુદા ૮મુખ્ય પ્રકાર, અને ૧૫૮ પેટાપ્રકારમાં યથાયોગ્ય રીતે વહેંચાઈ જાય છે. આ ૮ પ્રકાર તે ૮ કર્મપ્રકૃતિ અને ૧૫૮ ઉત્તરપ્રકૃતિ તરીકે કર્મગ્રંથમાં ઓળખાવી છે. આ ૮ કર્મોનું બનેલું, તે કાર્યણશરીર છે. કાર્પણ શરીર આત્મા સાથે પ્રવાહની દૃષ્ટિએ અનાદિકાળથી છે. પૂર્વભવમાં ઉપાર્જન કરેલા કર્મો આત્મા સાથે અનેક ભવો સુધી સાથે જાય છે. ૮ કર્મપ્રકૃતિઓ મળે, ૪થા મોહનીય કર્મ સિવાયની પૂર્વોપાર્જિત ૭ કર્મ અને તેની ઉત્તરપ્રકૃતિઓ પરિપાક પામીને ઉદયમાં આવતાં (ભોગ્યકાળમાં) આત્માને બાહ્યદષ્ટિએ સુખ, દુઃખ આદિ શુભાશુભ અવસ્થાઓનો અનુભવ કરાવે છે. પરંતુ આત્મામાં આંતરિક મલિનતા કે અશુદ્ધતા લાવવાનું કાર્ય ૪થું મોહનીયકર્મ કરે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ (૪૨) સૂત્ર - ૨૦:- જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ ૨૪૧ | મોહનીય કર્મની ૨૮ ઉત્તરપ્રકૃતિઓના ઉદયથી મિથ્યાત્વ (તત્ત્વમાં અશ્રદ્ધા, પાપમાં અને સંસારમાં રસિકતા), અવિરતિ (પાંચઇન્દ્રિયોના ભૌતિકસુખો મેળવવા, ભોગવવા માટે આરંભ અને પરિગ્રહમાં પ્રવૃત્તિશીલતા), કષાય (અનુકૂળમાં રાગ પ્રતિકૂળતામાં વેષ અને ક્રોધાદિમાં રમણતા) પ્રમાદ (વિકથા, મનોરજેન વિગેરે નિરર્થક પ્રવૃત્તિ) વિગેરે આત્માની મલિનતાઓ થાય છે, મોહનીયકર્મ જનિત આ વિવિધ મલિનભાવોને ઓછા, વધતા જેટલા અંશે આત્મા વશ બને છે, તે મુજબના નૂતન મોહનીયકર્મની પ્રકૃતિઓને ઉપાર્જન કરે છે, તેમજ બાકીના બીજા સાતેય કર્મો અને તેની ઉત્તર પ્રવૃતિઓના શુભાશુભકર્મોને પણ ઉપાર્જન કરે છે. તે મધ્યે શુભકર્મબંધ થવામાં દયા, મૈત્રી, ભક્તિ, ધર્મ અને ધર્મીઓનો રાગ તેમજ પાપનો દ્વેષ, દોષનો દ્વેષ વિગેરે પ્રશસ્ત રાગ-દ્વેષ કારણ બને છે. અશુભ કર્મબંધમાં પૂર્વોક્ત અપ્રશસ્ત રાગ, દ્વેષ કારણ બને છે. તે કર્મો ફરી કાળાંતરે પરિપાક થતાં ઉપર જણાવ્યું તેમ શુભાશુભ અવસ્થાઓ, અને રાગ, દ્વેષાદિ મોહજનિત મલિન ભાવો કરે છે. પૂર્વોપાર્જિત કર્મથી રાગ, દ્વેષ અને રાગ-દ્વેષથી નૂતનકર્મો આ પરંપરા અનાદિકાળથી છે. ચરમાવર્તમાં જયારે આત્માનું તથાભવ્યત્વપાકે ત્યારે, શ્રી તીર્થંકરભગવાનના ઉપદેશ વચનોથી જાગ્રત બનેલો આત્મા, દર્શન, જ્ઞાન, ચારિત્રના આચારોથી વાસિત બનતાં ક્રમસર મોહની મલિનતાને દૂર કરી સર્વકર્મમુક્ત બની પરમપદ, સિદ્ધિપદને પામે છે. - દ્રવ્યકર્મ અને ભાવકર્મ: આત્મા સાથે એકરસપણાથી બંધાયેલા કાર્મણવર્ગણાના પુગલસ્કંધ તેને દ્રવ્યકર્મ કહે છે. આ દ્રવ્યકર્મોથી (પરિપાક થતાં, ઉદયમાં આવતાં) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, અને રાગ, દ્વેષ, ક્રોધાદિ કષાય વિગેરે દોષો આત્મામાં પેદા થાય છે, તે દોષોને “ભાવકર્મ કહે છે. આ દોષોને વશ થઈને આત્મા બીજા નવા કાર્મણવર્ગણાના પુદ્ગલસ્કંધોને બાંધે છે, તે Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન દ્રવ્યકર્મ છે. આ રીતે જોતાં ઉદયમાં આવેલા દ્રવ્યકર્મોને કારણે ભાવકર્મ (દોષો) થાય છે, અને ભાવકર્મની પરવશતાથી નવા દ્રવ્યકર્મો ઉપાર્જન થતા રહે છે. દ્રવ્યકર્મ (રૂપકાર્ય)નું કારણ ભાવકર્મ છે, અને ભાવકર્મ (રૂપકાર્ય)નું કારણ દ્રવ્યકર્મ છે. આ રીતે પરસ્પર કાર્ય-કારણ ભાવ જાણવો. બંનેની પરંપરા અનાદિકાલીન છે. ટૂંકમાં આત્મા સાથે બંધાતા અને બંધાયેલા ૮ સત્તા (Stock)માં પડેલા કર્મો તે દ્રવ્યકર્મો, અને રાગાદિ દોષો રૂપ આત્માની મલિનતા તે ભાવકર્મ. → જગતના દરેક ધર્મો કર્મને માને છે ઃ બૌદ્ધદર્શન - સંસ્કાર, વાસના કે અવિજ્ઞપ્તિ કહે છે. સાંખ્યદર્શનપ્રકૃતિ, વેદાંત-માયા કે અવિઘા, ન્યાય વૈશેષિકદર્શન-અર્દષ્ટ, મીમાંસક અને યોગદર્શન-અપૂર્વ જૈનદર્શન-કર્મ (દ્રવ્યકર્મ અને ભાવકર્મ). જૈનતત્ત્વજ્ઞાનમાં બહુ વિસ્તૃત અને વિગતવાર કર્મના સિદ્ધાંતને સમજાવ્યો છે. કર્મસિદ્ધાંતની પરિભાષાના મુખ્ય શબ્દોના અર્થને સમજી લઈએ. → બંધ, ઉદય, અબાધાકાળ, સત્તા, નિર્જરા : - ‘બંધ’ :- કાર્મણવર્ગણાના જે પુદ્ગલસ્કંધો આત્મા સાથે સંબંધ પામે, એટલે કે એકરસ૫ણાવડે બંધાય તેને ‘બંધ’ કહે છે. ‘બંધ’ના ૪ પ્રકાર બતાવ્યા છે. (૧) પ્રકૃતિ બંધ :- આત્મા પર બંધાયેલું કર્મ કાળાંતરે શું અસર નિપજાવશે ? એટલે કે આત્માના ૮ ગુણમાંથી કયા ગુણનો અવરોધ ક૨શે ? આવો તેનો સ્વભાવ (Nature-quality) નક્કી થાય તેને ‘પ્રકૃતિબંધ’ કહે છે. તેના મૂળ ૮, અને પેટાભેદ ૧૫૮ છે. (૨) ‘સ્થિતિ બંધ’ :- બંધાયેલું કર્મ આત્મા પર કેટલો સમય રહેશે ? તે નક્કી થાય છે તેને ‘સ્થિતિબંધ’' (Time duration, કે expirydate) કહે છે. (૩) ‘રસબંધ’ આત્મગુણને રોકવાની કે શુભાશુભ ફળ આપવાની તે કર્મની તીવ્રતા (intensity) કેટલી હશે ? તે નક્કી થાય તેને ‘રસબંધ’ કહે છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ (૪૨) સૂત્ર - ૨૦ઃ- જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ ૨૪૩ (૪) “પ્રદેશ બંધ બંધાયેલા કર્મનો જથ્થો (mass) કેટલો છે? તેને “પ્રદેશ બંધ' કહે છે. અબાધાકાળ :- બંધાયેલું કર્મ કોઈ અસર નિપજાવ્યા વિના જેટલો કાળ આત્મા પર નિષ્ક્રિય (સુષુપ્ત અવસ્થા silent) પણે પડી રહે તેને અબાધાકાળ કહે છે. ઉદય :- બંધાયેલું કર્મ અબાધાકાળ પછી પરિપાક પામે ત્યારે પોતાની પ્રકૃતિ મુજબ જે વિવિધ પ્રકારની (મૂળ ૮ અને પેટાભેદ ૧૫૮) અસરો નિપજાવે તેને “ઉદય' કહે છે. તે કર્મનો ભોગ્યકાળ છે. ‘સત્તા':- કોઈપણ સમયે આત્મામાં કર્મની કેટલી પ્રકૃતિઓ બંધાયેલી પડેલી (Stock) છે. તેને “સત્તા' કહે છે. નિર્જરાઃ- ઉદયમાં આવેલા કર્મો પોતાની પ્રકૃતિ મુજબ અસર નિપજાવી ખરી પડે તેને નિર્જરા કહે છે. જો કે ઉદયમાં આવેલા બધા કર્મોની નિર્જરા થાય જ છે, તેમાં કંઈ વિશેષતા નથી. પરંતુ ૪થા મોહનીયકર્મના વશવર્તિ પણાથી ઉદ્ભવતી મિથ્યાત્વ (તત્ત્વની અશ્રદ્ધા, પાપ અને સુખોમાં આસક્તિ) વિગેરે મલિનતાથી નૂતનકર્મબંધ થયા જ કરે છે. આવી પ્રક્રિયા દરેક જીવને અનાદિકાળથી ચાલું જ છે. તેનાથી આત્માની શુદ્ધિ થતી નથી અને સંપૂર્ણ કર્મક્ષય કરવા પ્રત્યે આત્મા આગળ વધી શકતો નથી. આવી રીતે જૂના કર્મો પરિપાક પામીને ખરી પડે અને નવાકર્મો સતત બંધાયા જ કરે. તેને અકામનિર્જરા કહે છે. પરિપાક થઈને ઉદયમાં આવેલા કર્મોથી અનુભવાતી શુભાશુભ પરિસ્થિતિમાં મલિનભાવોને વશ થયા વિના (તત્ત્વશ્રદ્ધા, સંયમ અને તપાદિના) શુદ્ધ ભાવોથી તે કર્મોને એવી રીતે ખેરવી દેવા કે જેથી નવા (દ્રવ્ય)કર્મો બંધાય નહિ અને તેની નવા કર્મ બંધાવવાની શક્તિ (ભાવક) નાશ પામે. તેને સકામ નિર્જરા કહે છે. તેમાં જ નિર્જરાની સાર્થકતા છે. આર્યદેશની સઘળી દાર્શનિક વિચારધારામાં કર્મવાદ છે, પણ તેના Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન રહસ્યોદ્ધાટન સહિતનું સુવ્યવસ્થિત નિરૂપણ ક્યાંય નથી. કર્મવાદના રહસ્યોને પૂરી રીતે નહિ સમજેલા હોવાથી ઈશ્વરવાદની માન્યતા બીજા દર્શનોમાં છે. - આત્મા પોતે જ કર્મ બાંધે છે, અને આત્મા પોતે જ કર્મખપાવે પણ છે. આપણે જીવનમાં સુખ, દુઃખાદિ પામીએ છીએ તે કોઈ વિધાતાના લેખ નથી, કે ઈશ્વરનું નિર્માણ (Predestination) નથી. આ સૂત્રમાં જણાવેલ સુખ, દુઃખ, જીવન અને મરણ પીદ્ગલિક છે. જન્મથી માંડીને મરણ પર્યન્ત સુધીમાં ક્ષણે ક્ષણે, પળે પળે, દિવસ, પક્ષ, માસ, વર્ષ અને વર્ષોવર્ષ અનુભવતા રોગ, શોક, રાગ, દ્વેષાદિ અને શારીરિક, માનસિક, આર્થિક, સામાજીક, કૌટુંબિક, ધંધાકીય, રાજકીય ઇત્યાદિ અઢળક અનુભવોમાં બાહ્ય જણાતા મહેનત, બુદ્ધિ, આયોજન સઘળા પરિબળોની ઉપરવટ એક આંતરિક પરિબળ સતત સક્રિય છે, તે તમારું પૂર્વકતકર્મ છે. કાર્ય-કારણની વ્યવસ્થાના સંતુલનવડે સઘળું ચાલે છે. જમા-ઉધાર આપમેળે થયા કરે છે. તમારું હોય તે તમને અવશ્ય મળે છે, ન હોય તે ક્યારેય મળતું નથી. પાંચ સમવાય કારણ જૈનતત્ત્વ-જ્ઞાનમાં બતાવ્યા છે તેમાંનું કર્મ એ મહત્ત્વનું કારણ છે. આપણે જે વિશ્વમાં છીએ તેના કુદરતી અને નિશ્ચિત કાયદાઓ છે. તેના સંચાલનમાં અને તે વિશ્વમાં ઘટતી ઘટનાઓ પાછળ એક ચોક્કસ નિયંત્રણ છે. તે નિયંત્રણ કક્ષા સિદ્ધાંતોને આધારે વર્તી રહ્યું છે તેનાથી આપણે અજ્ઞાત છીએ. અને તે જ સઘળી વિષમતાઓનું મૂળ છે. Ignorance of law is not escape (કાયદાનું અજ્ઞાન એ આપણને સજાથી બચાવી શકતું નથી.) કર્મસિદ્ધાંતોની અજ્ઞાનતાથી, કે અશ્રદ્ધાથી કર્મબંધ થાય છે. અજ્ઞાની આત્મા પોતે જ કર્મ બાંધી દુઃખ પામે છે. જો તે આ કર્મસિદ્ધાંતની કાર્યકારણ વ્યવસ્થામાં શ્રદ્ધાળુ બની, દેવ-ગુરુને સમર્પિત બની, સાધના કરે તો, જ્ઞાની બનેલો આત્મા પોતે જ કર્મ ખપાવે છે, તેમજ સ્વયં મોક્ષપદ પામી અનંતસુખનો ભોક્તા બને છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ (૪૩) સૂત્ર - ૨૦ - જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ ૨૪૫ [ (૪૩) સૂત્ર - ૨૦ - જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ -- બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે શો સંતાપ? બુદ્ધિ કર્મને અનુસરનારી છે. - કર્મપ્રભાવ સરળતાથી સમજવા અને જીવનમાં તટસ્થ (સમતા) ભાવ કેળવવા અઢળક કથા સાહિત્ય જૈનશાસ્ત્રોમાં રચાયું છે. કર્મસિદ્ધાંતની વ્યવસ્થાને વર્ગીકરણ કરીને અને નિશ્ચિતવ્યાખ્યાવાળા પારિભાષિક શબ્દોવડે વિસ્તૃત રીતે વર્ણવી છે. (સુવહુ વનવિત રોપગ્રહાશ !ારના) બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ?: જૈનતત્ત્વજ્ઞાનમાં દર્શાવેલ કર્મવાદની વિગત જોઈ. કર્મની સૂક્ષ્મશકિતના સંચાલનથી સંસારી જીવોના સઘળા પરિવર્તનો, અને પરિસ્થિતિઓનું નિર્માણ થયા કરે છે. કર્મપ્રભાવ સર્વત્ર વર્તી રહ્યો છે. સર્વકર્મમુક્ત શ્રીસિદ્ધપરમાત્માઓ સિવાયના સઘળા જીવો કર્મસહિત છે. આત્મા પર બંધાઈને ઉદયમાં આવેલા કર્મપુદ્ગલોના સ્કંધો, નિરપવાદ રીતે દરેકજીવને તેવી દશાનો અનુભવ કરાવે છે. એક સજઝાયકાર, પૂ. જીવ વિજયજી મ.સા.એ જણાવ્યું કે, કબીક હુઆ કાજી, કબીક હુઆ પાજી, કબીક હુઆ અપભ્રાજિ, કબીક કીર્તિ જગમેં ગાજી, સબ પુદ્ગલકી બાજી. સંસારી જીવને જીવનમાં કોઈકવાર કાજી (ન્યાયાધીશ)પણા જેવું સન્માન મળે, અને કીર્તિ જગતમાં ફેલાય. તો વળી બાહ્ય તેવા પ્રબળ કારણ વિના પણ, અસન્માનવાળી અવસ્થા અને અત્યંત અપકીર્તિ થઈ જાય. એ સઘળી કર્મપુદ્ગલની રમત છે. કર્મો, એ તમારી મન, વચન, Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કાયાની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા આત્મા સાથે એકરસ પામેલા કાર્યણવર્ગણાના પુદ્ગલસ્કંધો છે. જેમ વિષાદિના કે ઔષધાદિના, શરીરને લાભ કે નુકશાન કરનારા, પુદ્ગલદ્રવ્યોના સ્કંધો શરીરમાં ગયા પછી તેની અસર નિપજાવે છે. તે શરીરમાં ફેલાઈ જાય પછી તેની અસરને કોઈ તાકાત રોકી શકતી નથી. તેવી રીતે કાર્યણવર્ગણાના પુદ્ગલોમાં શુભાશુભ ફળ આપવાની શક્તિ, તમારી શુભાશુભપ્રવૃત્તિમાં તમારા ભાવોદ્વારા આવે છે. આ રીતે જોતાં મૂળભૂત રીતે તો આત્મા પોતે પોતાના સુખ, દુઃખ, જન્મ-મરણ આદિનો કર્તા અને ભોકતા તેમજ મોક્ષનો કરનાર પણ આત્મા પોતે જ છે. કર્મ બાંધતાં પહેલા સાવચેતીની જરૂર છે. ઉદયમાં આવ્યા પછી પસ્તાયે શું થાય ? માટે જ કહ્યું કે બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ ?’ → બુદ્ધિ, કંર્મને અનુસરનારી છે ઃ જગતમાં સર્વત્ર કર્મનું સામ્રાજ્ય વ્યાપક છે. રામાયણની કથાનું આલેખન અનેક રીતે થયું છે. તેમાં એક રામાયણકથા મુજબ, શ્રી રામચન્દ્રજી સીતાની પ્રેરણાથી સુવર્ણમૃગની શોધમાં ગયા. શ્રીરામચન્દ્રજી જેવાને પણ, ‘સુવર્ણમૃગ કદી ન સંભવી શકે, તેથી અવશ્ય આમાં કપટ છે,’ આવાત સમજમાં ન આવી, અને સુવર્ણમૃગમાં લોભાયા. કારણ કે તેવા પ્રકારનું અનિષ્ટ થવાનું હતું. બુદ્ધિ: ર્માનુસારિની આ વાતને સમજાવવા આ દૃષ્ટાંત અપાય છે. ઘણીવાર જીવનમાં અનુભવાય છે કે, ખરાબ કર્મ ઉદયમાં આવવાનું હોય ત્યારે સારા, સમજુને પણ સમજ ચાલી જાય છે. તો વળી જ્યારે સારું થવાનું હોય ત્યારે, તે મુજબ કોઈ અગમ્ય પ્રેરણા થતી હોય છે. એકવાર એવું બન્યું કે, એક માણસે ઘણાની સાથે પ્રવાસમાં જવાનું નક્કી કર્યું. તે પછી એકાએક છેલ્લા સમયે તેને પ્રવાસમાં જવા માટે મન તૈયાર ન થયું. તેથી જવાનું મૂલત્વી રાખ્યું. તે બસને અકસ્માત થયો. આ રીતે તે બચી ગયો. એક વાર એક બસના અકસ્માતમાં પાછળની સીટમાં બેઠેલાને Page #275 -------------------------------------------------------------------------- ________________ (૪૩) સૂત્ર - ૨૦ :- જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ ૨૪૭ ઘણી ઈજાઓ થઈ, આગળની સીટમાં બેઠેલ બહુ આશ્ચર્યકારક રીતે બચી ગયો. આવી અનેક ઘટનાઓમાં આપણે અનુભવીએ છીએ કે કોઈપણ સારી કે ખરાબ ઘટના ઘટવામાં, કે કાર્યના ફળમાં બાહ્ય જણાતા સઘળા પરિબળો કરતાં પ્રબળ અને નિર્ણાયક એવું, આંતરિક પરિબળ અવશ્ય ભાગ ભજવે છે. તે જ શુભાશુભકર્મ છે. રોજીંદી દૈનિક ઘટનાઓ અને સર્વસામાન્ય ઘટનાઓમાં બુદ્ધિ, આયોજન, પુરુષાર્થ આદિ જે બાહ્ય પરિબળો છે, તેને અનુસારે જ કાર્યનું ફળ આવતું જણાય છે. તેવા સ્થળે પણ કર્મનું આંતરિક પરિબળ અવશ્ય ભાગ ભજવે છે. પરંતુ તે બાહ્યપરિબળોને અનુકૂળ હોવાથી પ્રગટપણે જણાતું નથી. તેથી આપણે માત્ર બાહ્ય પરિબળોને જ ફળ પ્રાપ્તિમાં કારણ માનવા ટેવાઈ જઈએ છીએ. દા.ત. ભોજન કરવાથી સ્વસ્થતા મળે છે. બુદ્ધિ, આયોજન પૂર્વક ધંધો ક૨વાથી વધુ ધન મળે છે. સારું શિક્ષણ અને વધુ પુરુષાર્થથી જ્ઞાન અને બુદ્ધિ વધે છે વિગેરે. પરંતુ આવી દરેક ઘટનાઓમાં બાહ્ય પરિબળો ઉપરાંત, કર્મ નામનું આંતરિક પરિબળ પણ અનુકૂળ હોય છે, અને તે ફળ પ્રાપ્તિમાં અવશ્ય ભાગ ભજવતું જ હોય છે. પરંતુ જ્યારે પુરુષાર્થ, આયોજન વિગેરે બાહ્યપરિબળોને અનરૂપ ફળ ન આવે, ત્યારે કર્મ નામના આંતરિક પરિબળનું અનુમાન થાય છે, અને વાસ્તવમાં તે નિર્ણાયક હોય છે. → કર્મપ્રભાવને સરળતાથી સમજવા અને જીવનમાં તટસ્થભાવ (સમતા) કેળવવા અઢળક કથા સાહિત્ય જૈનશાસ્ત્રોમાં વિદ્યમાન છે. અનેક શાસ્ત્રોમાં પૂર્વકર્મના ફળને જણાવનારા અઢળક દૃષ્ટાંતો જોવા મળે છે. જૈનશાસ્ત્રો કર્મવાદને મુખ્ય માને છે, એટલે શ્રી તીર્થંક૨ ભગવાનના, કે પવિત્રપુરુષોના ચારિત્રના વર્ણનમાં પૂર્વભવના કર્મોને અનુસારે કર્મસિદ્ધાંતો મુજબ સર્વબાબતો સુસંગત થાય છે, તે સિદ્ધ કરી બતાવે છે. પાંચ સમવાય કારણની સજ્ઝાયમાં— Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કર્મે રામવસ્યા વનવાસે, સીતા પામે આળ કર્મે લંકાપતિ રાવણનું, રાજ થયું વિશાળ ચેતન ચેતીએ રે, કર્મ સમો નવિ કોય-૧ કર્મે કીડી કર્મે કુંજર, કર્મે નર ગુણવંત કર્મે રોગ, શોક, દુઃખે પીડિત, જન્મ જાય વિલપંત-૨ કર્મે વરસ લગે રિસહસર, ઉદક ન પામે અન્ન કર્મે વીરને જુઓ યોગમાં, ખીલા રોપ્યા કન-૩ કર્મસત્તા સમાન કોઈ બળવાન નથી. રામચન્દ્રજીને વનવાસ, અને સીતાજીને કલંક કર્મથી થયું. રાવણના તેવા કર્મથી તેનું રાજ્યવિખરાઈ ગયું. કીડી, કે હાથી, અથવા આત્મા જગતમાં ગુણવંત કહેવાય, તે કર્મનો પ્રભાવ છે. કર્મથી જ જીવનમાં રોગ, શોક અને પીડા પ્રાપ્ત થાય છે. શ્રી ઋષભદેવ ભગવાનને ૧ વર્ષ સુધી ભિક્ષામાં અન્ન પાણી ન મળ્યા, તે તેમણે પૂર્વે પશુઓને આહારમાં કરેલ અંતરાયનું ફળ હતું. વીરભગવાનને કાનમાં ખીલા ઠોકાયા ઇત્યાદિ સૌથી વધુ કષ્ટો આવ્યા, તે પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા કર્મોનું ફળ હતું. માટે એક સજઝાયમાં લખ્યું કે, સુર, નર, જસ સેવા કરે, ત્રિભુવનપતિ વિખ્યાત તે પણ કમેં વિટંબિયા રે, તો માણસ કઈ માત્ર આ જગમાં કોઈ નહિ, કર્મ વિટંબણહાર દાનમુનિ કહે જીવને, ધર્મ સદા સુખકાર રે, પ્રાણી ! મન ન આણો વિખવાદ, એ તો કર્મ તણા પ્રાસાદારે પ્રાણી આ રીતે કર્મપ્રભાવ સરળતાથી સમજાય અને જીવ સુખદ:ખમાં તટસ્થભાવને રાખી શકે તે માટે પ્રેરક બને એવું અઢળક સાહિત્ય જૈન શાસ્ત્રોમાં જોવા મળે છે. આ સઘળા પાછળ કાર્ય કરતી કાર્મણવર્ગણાના પુગલસ્કંધોની પ્રક્રિયા વૈજ્ઞાનિકદષ્ટિએ તર્કસંગત અને બુદ્ધિગમ્ય બને તેવું વિશાળ સાહિત્ય પણ છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ (૪૩) સૂત્ર - ૨૦ :- જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ ૨૪૯ કર્મના મહિમા પર કટાક્ષ કરતાં નીતિશતકમાં પણ કહ્યું છે કે, જે કર્મે બ્રહ્માજીને જગતનું સર્જન ક૨વા કુંભારની જેમ બ્રહ્માંડરૂપી ભાજનસ્થાને નીમ્યા છે. વિષ્ણુને મહાસંકટવાળા દશ અવતાર રૂપ અટવીમાં નાખ્યા છે. રુદ્ર-મહાદેવને હાથમાં ખોપરી રાખીને ભિક્ષાર્થે ભ્રમણ કરાવ્યું છે. તથા સૂર્ય હરહંમેશ જે પ્રતાપે આકાશમાં ઘુમે છે, એ વાતે કર્મને નમસ્કાર હો !' સંસારમાં સર્વત્ર કર્મનું સામ્રાજ્ય છે. कृतकर्मक्षयोनास्ति, कल्पकोटिशतैरपि । ' अवश्यमेव भोक्तव्यम्, कृतंकर्म शुभाशुभम् ॥ (કરોડો કલ્પો યુગો ચાલ્યા જાય તો પણ, કરેલા કર્મનો ક્ષય થતો નથી. શુભાશુભકર્મ અવશ્ય ભોગવવું પડે છે.) → કર્મસિદ્ધાંતની વ્યવસ્થાને, વર્ગીકરણ કરીને નિશ્ચિત્ત વ્યાખ્યા ધરાવતા પારિભાષિક સંજ્ઞાઓવડે બહુસુંદર રીતે શાસ્ત્રોમાં સમજાવી છે ઃ જેવી રીતે ઔષધશાસ્ત્રમાં, તેના સિદ્ધાંતની વ્યવસ્થાને, નિશ્ચિત વ્યાખ્યાવાળા સાંકેતિક શબ્દોની પરિભાષા દ્વારા વર્ગીકરણ કરીને મુદ્દાસર સમજાવાય છે. તેવી રીતે કર્મસિદ્ધાંત બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યો છે. વર્તમાનમાં તે અમુક પ્રમાણમાં જ ઉપલબ્ધ છે. કર્મસિદ્ધાંતનું મૂળ દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં હતું. તે આજે અસ્તિત્વમાં નથી. ૧૨મા અંગની અંતર્ગત, ચૌદપૂર્વના ૪થા ભેદ કર્મપ્રવાદમાં, વિશાળ સાગર જેટલું શ્રુતજ્ઞાનનું સાહિત્ય હતું. તેમાંથી જેટલું પ્રાપ્ત થયું તેટલું પૂર્વાચાર્યોની પરંપરા દ્વારા શાસ્ત્રારૂઢ થયેલું છે. સંગ્રહાયેલા તે શાસ્ત્રો, અને તે દ્વારા રચાયેલા સાહિત્ય દ્વારા, કર્મવાદ-કર્મસિદ્ધાંતનું કંઈક સ્વરૂપ સમજવા મળે છે. જો કે તે પણ આજે જગતમાં આશ્ચર્ય ઉપજાવે છે. કરેલા કર્મનું ફળ, અવશ્ય તમને પ્રાપ્ત થાય છે. यथा धेनुसहस्त्रेषु वत्सो विन्दति मातरम् । तथा पूर्वकृत्कर्म कर्त्तारमनुगच्छति ॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અર્થ :- જેવી રીતે હજારો ગાયોમાં વાછરડુ માતાને શોધી કાઢે છે તેમ કર્તાએ કરેલું કર્મ તેને અનુસરે છે - કર્તાને તેનું ફળ અવશ્ય મળે છે. આ વાત એક રૂપકથાનકથી સરસ સમજાય છે. ૨૫૦ એક રાજા. વહેલી પરોઢે એને એક સ્વપ્ન આવ્યું, જેમાં મૃત્યુના દેવતાએ એને ચેતવણી આપી કે - ‘આજે સૂર્યાસ્ત સમયે તારું મોત છે.’ અને એ ભયજનક ચેતવણીની સાથે જ રાજાની ઊંઘ ઊડી ગઈ. એ અકળાયો, શું કરવું તે સૂઝ્યું નહીં એટલે તત્કાળ વજીરને તેડાવ્યો. વજીરે વિચારના અંતે એક યુક્તિ સૂચવી. આપની પાસે પવનવેગી જે પાણીદાર ઘોડો છે તેના પર બેસી સૂર્યાસ્ત પહેલાં, ચાંક એટલે દૂર નીકળી જાવ જ્યાં મૃત્યુ આપને પકડી કે, શોધી ન શકે. રાજાને વાત વાજબી લાગી. વજીરની બુદ્ધિ માટે માન પણ થયું. પાણીદાર ઘોડા પર બેસી, ઘડીનાય વિલંબ વિના એ દોડવા લાગ્યો. ન તરસ, ન ભૂખ, ન થાક, ન સંકટ, કશાનીય પરવા વિના પોતાના રાજ્યની સરહદ વટાવી એ આગળ નીકળી ગયો. ઘોડો અવિરામ દોડ્યે જાય છે. પોતે પસીને રેબજેબ છે. સૂર્યનારાયણ ઢળવાની અણી પર છે. રાજા ‘હાશ !' કહીને ઘોડાને ઊભો રાખે છે અને એક વૃક્ષની નીચે વિશ્રામ કરવાનો વિચાર કરે છે. ઘોડાની પીઠ થાબડી કહે છે : શાબાશ ! તેં મને બચાવી લીધો છે. હવે મને મોતની તો શું કોઈનીય પરવા નથી. હવે હું નિર્ભિક છું.’ ....અને એ શબ્દની સાથે જ એક અદશ્ય પંજો રાજાની પીઠ પર પડ્યો. ‘સાબાશ, મને પણ ચિંતા હતી કે સૂર્યાસ્ત સુધીમાં તું અહીં શી રીતે આવી શકીશ? પણ ઘોડો ખરેખર પાણીદાર છે, એ તને નિશ્ચિત સમય પર બરાબર એ જ જગ્યાએ ઉપાડી લાવ્યો છે, જ્યાં તારું મૃત્યુ નિર્મિત હતું.’ ‘આજે વહેલી પરોઢે મને ખરેખર ચિંતા થયેલી કે તું આટલા ઓછા સમયમાં આટલે દૂર શી રીતે આવી શકશે ? અને એ ચિંતાનો કારણે જ મારે તારા સ્વપ્નમાં આવવું પડ્યું.’ કથાનો સાર સુંદ૨ છે. સમજદારના અંતરમાં છેક ઊંડે સુધી ઊતરી જાય એવો છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ (૪૪) સૂત્ર - ૨૦ :- પદાર્થ વિજ્ઞાન (૪૪) સૂત્ર - ૨૦ :- પદાર્થ વિજ્ઞાન ૨૫૧ →> → વિજ્ઞાનની શોધોથી આજે આખુ વિશ્વ આપત્તિમાં છે. છ દ્રવ્યોમાં પાંચ અજીવ છે, અને તેમાં પણ ચાર અસ્તિકાય છે. કર્મપુદ્ગલોએ આત્માને સંસારમાં ભમતો રાખ્યો છે. ->> → સુંદર ભવિતવ્યતા અને કર્મલઘુતાથી શ્રી જિનેશ્વરદેવનાં વચનો આત્માને રૂચિકર બને છે. (મુવડુ: વનીવિતમાળોપદ્મહાશ્ચ ॥૨૦॥) શ્રી તત્ત્વાર્થસૂત્રના અધ્યાય-૫ના ૨૦ સૂત્રોમાં વિશ્વના ઘટકભૂત ૬ દ્રવ્યોને આપણે સામાન્યથી સમજવાનો પ્રયત્ન કર્યો. હવેના સૂત્રોમાં તેને થોડા વધારે વિગતથી સમજવાનો પ્રયત્ન કરશું. જૈન શાસનના આગમશાસ્ત્રોરૂપી સિંધુમાંથી બિંદુ સમાન જે કંઈ સાહિત્ય વર્તમાનકાળે આપણને પ્રાપ્ત થાય છે, તેના દ્વારા પણ આપણને પદાર્થવિજ્ઞાનના વિષયમાં આશ્ચર્યકારી માહિતી મળે છે. વર્તમાનના વિજ્ઞાનના જ્ઞાન કરતાં તે વધુ સ્પષ્ટ અને વસ્તુતત્ત્વના સર્વપાસાઓને સ્પર્શતું છે. વર્તમાનવિજ્ઞાને પુદ્ગલની શક્તિના પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાઓ શોધી કાઢી. તેને સુખ-સગવડતા અને મનોરંજનોના સાધનોમાં પ્રયોજીને સર્વેને સહેલાઈથી ઉપલબ્ધ કરી દીધી. તેની આડઅસરોથી આજે આખુ વિશ્વ આપત્તિમાં છે. પૂર્વે પુદ્ગલની શક્તિના પ્રત્યક્ષીકરણના અનેક પ્રકારના રહસ્યો હતા, જે દુરુપયોગ અને આવા આપત્તિના ભયથી લુપ્ત કરી દેવાયા હતા. સર્વજ્ઞ શ્રી તીર્થંકર પરમાત્માનો ઉદેશ્ય યોગ્યજીવોને આત્માની અદ્ભુત, અલૌકિક અનંતી શકિતઓના પ્રત્યક્ષીકરણ માટેના જ્ઞાન-દર્શન-ચારિત્રના ઉપાયોમાં જોડી, શાશ્વત સુખના ભોકતા બનાવવાનો હતો. તેમણે સ્થાપેલો શ્રમણસંઘ શ્રી તીર્થંકરભગવાનના Page #280 -------------------------------------------------------------------------- ________________ ઉપર જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ઉદ્દેશ્યોને આ પાંચમા આરાના છેડા સુધી પ્રસારતો રહેવાનો છે. છેલ્લી સદીઓમાં જયારે શ્રમણ (સાધુ) સંઘમાં ઓટ આવી ત્યારે તેને પૂરી કરનાર અનેકાનેક આચાર્યોની મધ્યે પૂ.આ.ભ.શ્રીમદ્ વિજયરામચન્દ્ર સૂ.મ.અનેકોમાં અગ્રેસર હતા. જૈન તત્ત્વજ્ઞાનની વાતોને ખૂબ જ સરળ અને લોકભોગ્ય શૈલીમાં સમજાવીને શુદ્ધ તત્ત્વ શ્રદ્ધા પેદા કરી ઘર ઘર અને ઘટ ઘટમાં વૈરાગ્યભાવને જીવંત કરી જૈન શાસનની જયોતને જવલંત અને ઉજ્જવળ કરી છે. પોતાની વિશિષ્ટ પ્રવચન શકિતદ્વારા શ્રી તીર્થકર ભગવાનના ઉદેશ્યોનો પ્રભાવ તેઓએ વિસ્તાર્યો છે. હજારો પૃષ્ઠોનું પ્રવચન સાહિત્ય આજે પણ આત્મા શુદ્ધિ માટે પરમ આલંબન છે. તેઓના પ્રવચનોમાંથી પ્રસ્તુત પદાર્થ વિજ્ઞાનના વિષયનું એક પ્રવચન અને તેના દ્વારા તેમના હૃદયગત ભાવોને માણીએ. જૈનધર્મનું પદાર્થવિજ્ઞાન (વ્યાખ્યાનવાચસ્પતિ, પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા) છ દ્રવ્યોમાં પાંચ અજીવ છે, તેમાં ચાર અસ્તિકાય છે - જેમ શ્રી જિનશાસનમાં જીવતત્ત્વની સિદ્ધિ આદિ માટે અનેક પ્રકારનું નિરૂપણ છે, તેમ અજીવતત્ત્વના નિરુપણમાં પણ શ્રી જૈનદર્શને કમાલ કરી છે. અનંતજ્ઞાની શ્રી વિતરાગ પરમાત્માઓ હેય, ઉપાદેય અને શેય એ સઘળા પદાર્થોનું નિરૂપણ કરે છે. મુક્તિગામી આત્માઓ પોતપોતાની યોગ્યતાના પ્રમાણમાં એનો ઉપયોગ કરે છે. છ દ્રવ્યોમાં એક કાળ સિવાય જેમ પાંચ અસ્તિકાયો છે તેમ, પાંચ અજીવ દ્રવ્યોમાં કાળ સિવાયના ચાર અસ્તિકાયો છે. “અસ્તિી એટલે પ્રદેશ અને “કાય' એટલે સમૂહ-આ અર્થથી જે દ્રવ્યો પ્રદેશ સમૂહાત્મક હોય, તે દ્રવ્યો સાથે “અસ્તિકાય' શબ્દનો યોગ કરાય છે. આથી સ્પષ્ટ થશે કે છ દ્રવ્યોમાં એક જીવ વિના જેમ પાંચે અજીવો છે, Page #281 -------------------------------------------------------------------------- ________________ (૪૪) સૂત્ર - ૨૦ :- પદાર્થ વિજ્ઞાન તેમ એક કાળ વિના પાંચ, પ્રદેશોના સમૂહાત્મક છે. જીવ સિવાયના પાંચ જેમ અજીવ છે, તેમ અકર્તા પણ છે અને કાળ વિનાનાં દ્રવ્યો જેમ પ્રદેશોના સમૂહમય છે, તેમ એક પુદ્ગલાસ્તિકાય વિના પાંચ અરૂપી-અમૂર્ત પણ છે. જીવો અમૂર્ત હોવા છતાં સંસારી જીવોને કર્મના સંયોગના પ્રતાપે મૂર્ત પણ કહેવાય છે. ૨૫૩ અસ્તિકાય આદિની અપેક્ષાએ જેમ કોઈમાં ભિન્નતા છે, તેમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મકતામાં કશી જ ભિન્નતા નથી : અર્થાત્ છ એ દ્રવ્યો ઉત્પાદ, વિગમ અને ધ્રૌવ્યાત્મક છે. એ છ દ્રવ્યોમાં પુદ્ગલાસ્તિકાય જે આપણને પ્રત્યક્ષ છે, તે રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી સંયુકત છે. સ્કંધ અને અણુરૂપે હોવાથી બે ભેદે પણ વર્ણવાય છે. સ્કંધોમાં પણ દેશ અને પ્રદેશોની કલ્પના કરી શકાતી હોવાથી, ચાર પ્રકારે પણ પુદૂગલો જ વર્ણવાય છે. પ્રદેશો અને ૫૨માણુઓમાં એટલો જ ભેદ હોય છે કે પ્રદેશો જ્યારે સ્કંધ સાથે સંબદ્ધજોડાયેલા હોય છે, ત્યારે પરમાણુઓ છૂટા છૂટા હોય છે. કર્મ પુદ્ગલોએ આત્માને સંસારમાં ભમતો રાખ્યો છે ઃ કર્મ, કાયા (શરીર), મંન, ભાષા, ચેષ્ટિતો અને શ્વાસ ઉચ્છ્વાસ આદિ પણ પુદ્ગલોનાં કારણો છે. સુખ, દુ:ખ, જીવિતવ્ય (જીવન) અને મૃત્યુનો ઉપગ્રહ કરનારાં પણ પુદ્ગલો જ હોય છે. અંધકાર, આતપ, ઉદ્યોત અને છાયા આદિ પણ પુદ્ગલાસ્તિકાયના જ વિકારો છે. શબ્દો પણ પુદ્ગલાસ્તિકાયનો જ વિકાર છે. કર્મરૂપ પુદ્ગલોએ જ આત્માને સંસારમાં ભમતો રાખ્યો છે. પુદ્ગલસ્વરૂપે કાર્મણ વર્ગણામાંથી જીવ મિથ્યાત્વ આદિના યોગે પુદ્ગલોને ગ્રહણ કરીને કર્મો બનાવે છે. એ આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મની ઓળખ આપતાં ઉપકારીઓ ફરમાવે છે કે, ‘મિથ્યાત્વ આદિ બંધના હેતુઓ દ્વારા જીવથી જે કરાય, તેનું નામ કર્મ કહેવાય છે.’ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અપ્રશસ્ત દૈષના પ્રતાપે ભાનભૂલા બનેલા યોગ અને સંયોગ એ પર્યાય જેવા પણ છે.” – આ વાતનું ભાન ભૂલી “જીવ સાથે કર્મનો યોગ એટલે સંસાર'- આ વાતનો વિરોધ કરવા ખાતર, એવું કહેવાની પણ મૂર્ખાઈ કરે છે કે, “જીવ સાથે કર્મના સંયોગને સંસાર નહિ કહેતાં, કર્મના યોગને સંસાર કહેનારાઓએ સિદ્ધના આત્માઓને પણ સંસારી માનવા પડશે કારણ કે સિદ્ધના આત્માઓ સાથે પણ કર્મવર્ગણાનો યોગ છે.” કર્મવશ આત્માને અન્ય પણ અનેક પુદ્ગલો સંસારમાં પરિભ્રમણના કારણરૂપ બને છે. કર્મવશ આત્માઓ સુખના સાધનભૂત પુદ્ગલો પામીને હર્ષાવિષ્ટ બનવા દ્વારા પણ અનેક જાતનાં નવીન અશુભ કર્મોને બાંધે છે, અને દુઃખના સાધનભૂત પુદ્ગલો પામીને દ્વેષાવિષ્ટ બનવા દ્વારા પણ અનેક જાતનાં કર્મોને બાંધે છે. આત્માને લાગેલા શુભ કર્મો એ પુણ્ય કહેવાય છે, ત્યારે આત્માને લાગેલાં અશુભ કર્મો એ પાપ કહેવાય છે. આથી એ પણ સમજાશે કે પુણ્ય અને પાપ પણ પુદ્ગલાસ્તિકાયનો જ પર્યાય છે. - આત્માને લાગેલા શુભ કર્મો જયારે પોતાની સ્થિતિ-અબાધા કાળ પૂર્ણ થયે ઉદયમાં આવે છે, ત્યારે આત્માને ઈષ્ટ સંયોગ આદિ અનુકૂળ સઘળી સામગ્રીઓ એ પુણ્યકર્મને અનુસરતી મળે છે. અને જ્યારે આત્માને લાગેલા અશુભ કર્મો પોતાની અબાધા કાળની સ્થિતિ પૂર્ણ થયે ઉદયમાં આવે છે, ત્યારે તે કર્મને અનુસાર અનિષ્ટ સંયોગ આદિ પ્રતિકૂળ સામગ્રીઓ મળે છે. આ જાતના પુણ્ય-પાપના સંયોગોમાં સમભાવે રહી, આત્મસ્વરૂપમાં રમતો રમતો સકલ કર્મોનો ક્ષય કરી શ્રીસિદ્ધિપદનો ભોકતા બની શકે છે. સુંદર ભવિતવ્યતા અને કર્મલઘુતાથી શ્રીજિનેશ્વરદેવના વચનો રૂચિકર બને છે - આવાં નિરુપણોનાં શ્રવણ પણ પ્રાયઃ શ્રી જિનશાસનના ઉપાસક Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ (૪૪) સૂત્ર - ૨૦ - પદાર્થ વિજ્ઞાન : માટે જ નિર્માયેલાં છે. અન્ય આત્માઓને આવાં વર્ણનો સાંભળવા મળે પણ ક્યાંથી ! શ્રી જૈનશાસનને નહિ પામેલા હોવા છતાં પણ, ભદ્રિકતા આદિ ગુણોને ધરનારા અને સુંદર ભવિતવ્યતાવાળા આત્માઓ, કદાચિત આવું સાંભળવાનો યોગ પામી જાય, તો કર્મલધુતાદિના યોગે તેઓને આવાં વર્ણનો એકદમ રુચી જાય છે અને પરિણામે તેઓ પણ મોક્ષસાધક શ્રી જૈનદર્શનના ઉપાસક બની જાય છે. - પુદ્ગલાસ્તિકાયને અંગે આ તો આપણે માત્ર સામાન્ય જ વર્ણન કર્યું છે. બાકી શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં તો એને અંગે એવાં એવાં વર્ણનો કર્યા છે કે એનો સાચો જ્ઞાતા આજના વિજ્ઞાનને તો એની આગળ કાંઈ માને જ નહિ. અનેક આરંભ-સમારંભોના પરિણામે વિવિધ જાતની, છતાં અપૂર્ણતા આદિ અનેક દોષોવાળી અમુક શોધો કરીને માચવું, ખુશ થવું. એ એક જુદી વાત છે અને અનંતજ્ઞાનીઓના કથનથી સઘળીય વસ્તુઓના પરમાર્થને પામવો એ જુદી વાત છે. સંસારરસિકો આરંભ આદિમાં આનંદ પામે, પણ વસ્તુના થરમાર્થને પામતાં પણ સંસારથી વિરકત બની, મોક્ષની સાધનામાં જ એકતાન બનતા જતા પરમર્ષિઓ, કદી જ કેવળ આરંભમય પ્રવૃત્તિઓમાં આનંદ પામે નહિ. એવી જાતના પુદ્ગલાસ્તિકાય આદિના સ્વરૂપ આદિને જાણવા માટે પણ શ્રી જિનેશ્વરદેવના શાસનના તત્ત્વજ્ઞાનનો સ્થિર ચિતે અભ્યાસ કરવાની આવશ્યકતા છે. એ જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ આદિ માટે પણ, તેમ જ આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષતત્ત્વ માટે પણ પ્રભુશાસનના અભ્યાસ (તત્ત્વાર્થસૂત્રના પમા અધ્યાયના છ દ્રવ્યોના નિરૂપણ કરનારા શાસ્ત્રો આદિના) આદિની જ જરૂર છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૪૫) સૂત્ર - ૨૧ - જીવનું કાર્ય ) [ – જીવો પરસ્પર એકબીજાને અનુગ્રહ કરનારા છે. એકબીજાના આધારે જીવે છે. – જીવો પ્રત્યે દયા ભાવ ધારણ કરી શક્ય અંશે બચાવવા તે ઉત્તમ કર્તવ્ય છે. » આપણે સઘળા જીવો, એક પિતાના પુત્રો જેવા ભાઈઓ છીએ. > મોક્ષમાર્ગમાં સર્વોત્તમ ઉપગ્રહ કરનારા શ્રી તીર્થકર ભગવાન છે. તેથી તેઓ સર્વોત્તમ (ઉત્તમોત્તમ) છે. परस्परोपग्रहो जीवानाम् ॥२१॥ અર્થ : જીવો પરસ્પર એકબીજા પર અનુગ્રહ કરે છે. જીવદ્રવ્યનું કાર્ય - સમગ્ર વિશ્વ (અખિલ બ્રહ્માંડ)ના વિજ્ઞાનને સમજવા માટે વિશ્વનાં ઘટકભૂત છ દ્રવ્યોનાં સ્વરૂપ, ગુણધર્મ અને કાર્યો, શ્રી તત્ત્વાર્થસૂત્રના આ પાંચમાં અધ્યાયમાં આપણે જોઈ રહ્યા છીએ. તે પૈકી, ધર્મ, અધર્મ, આકાશ અને પુગલ ચાર દ્રવ્યો વિશે જોયું. હવે આ સૂત્રમાં જીવોનું એકબીજા પ્રત્યેનું કાર્ય શું છે? તે જણાવ્યું છે. જીવો પરસ્પર એકબીજાને અનુગ્રહ (સહાયતા) કરે છે. અહીં એટલું સમજવું કે, ધર્માદિ ૪ દ્રવ્યો સ્વાભાવિક રીતે સહાયક થાય છે. જ્યારે જીવોની પરસ્પર સહાયતા તેવી નથી. પણ તેઓ અનુગ્રહ (લાભ કે નુકશાન કરવાની) બુદ્ધિ વડે, અને શરીર અને ઇન્દ્રિયાદિને આશ્રયીને જ અનુગ્રહ (પરસ્પર લાભ-નુકશાન) કરે છે. અહીં “ઉપગ્રહ’ શબ્દનો અર્થ અનુગ્રહ કર્યો, અને અનુગ્રહનો અર્થ Page #285 -------------------------------------------------------------------------- ________________ (૪૫) સૂત્ર - ૨૧ - જીવનું કાર્ય ૨૫૭ સહાયકપણું કર્યો. સામાન્ય રીતે ઉપગ્રહ, અનુગ્રહ, કે સહાયકપણું, તે શબ્દો ઉપકાર અર્થમાં વપરાય છે. એટલે કે જીવો પરસ્પર એકબીજાનાં ઉપકાર ='લાભ'માં સહાયક થાય છે. તેનો અર્થ થાય. પરંતુ અહીં તેવો અર્થ કરવાનો નથી. અહીં ઉપગ્રહ = નિમિત્તકારણ, કરવાનો છે. એટલે તાત્પર્ય એ થશે કે, સંસારી જીવો સઘળા એકબીજાનાં ઉપયોગમાં આવવા દ્વારા સહાયક થાય છે. અહીં એક પ્રાસંગિક વાત પણ જોઈએ. જીવો જીવોનાં ઉપયોગમાં આવે છે. તેમાંનું એક ભોજન પણ છે. તેથી નીવો નીવચ્ચ મોનનમ્ આવી ઉક્તિ છે. આ ઉક્તિથી કેટલાક “જીવ જીવનું ભોજન કરે “મોટી માછલી નાની માછલીને ખાય.” એ કુદરતી વ્યવસ્થા છે. તેથી માંસાહાર કરવામાં કંઈ અનુચિત નથી. આવો કુતર્ક કરીને વિરુદ્ધ અર્થઘટન કરે છે. પ્રચલિત ઉક્તિ વ્યાપકંપણે પરિસ્થિતિનું માત્ર નિદર્શન કરે છે. તેનાથી માંસાહાર ઉચિત સિદ્ધ થતું નથી. મનુષ્યની શરીર રચના પણ તેને. અનુરૂપ નથી. વળી બુદ્ધિ અને શક્તિમાં અધિક મનુષ્ય છે. તેની ફરજ તો નાના પ્રાણીઓની દયા-રક્ષાની હોવી જોઈએ. અજ્ઞાની જીવો અનુચિત પ્રવૃત્તિ કરે તે પ્રમાણભૂત ન ગણાય. પ્રસ્તુત સૂત્ર ધર્માદિ ૪ દ્રવ્યોની જેમ જીવનાં કાર્યો શું શું હોય છે. તેને જ દર્શાવે છે. > જીવો એકબીજાના આધાર પર જીવન વ્યતીત કરે છે? જગતનાં સઘળા જીવો એકબીજાને આશ્રયીને જીવે છે. સ્વામી, સેવક, રાજા, પ્રધાન, સેનાપતિ, શેઠ, સૈનિક, પરિવાર, સમાજ, દેશાદિના સભ્યો આદિ સઘળા વ્યવસાય આદિની લેવડ દેવડ વિગેરેવડે એકબીજાના સહાયક બને છે. જેવી રીતે સાંસારિક કાર્યોમાં દરેક જીવ એકબીજાનાં આધારે જીવે છે. સાચી સલાહ કે ખોટી સલાહ દ્વારા જીવો એકબીજાને લાભ-નુકશાન કરનારા પણ બને છે. તેવી રીતે ધર્મનાં વિષયમાં પણ ધર્મોપદેશવડે ધર્માચાર્યો-ગુરુઓ વિગેરે, બીજા જીવોને ધર્માચરણમાં Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પ્રોત્સાહિત બનાવવા વડે પણ, એક બીજાને સહાયક થાય છે. આ રીતે સંસારી સઘળા જીવો દરેક અવસ્થામાં એકબીજાના આધાર પર જ જીવન વ્યતીત કરે છે. તમે કોઈના સારા કે ખરાબમાં નિમિત્ત બનો, તે તમારી ભાવના અને પ્રવૃત્તિ ઉપર આધાર રાખે છે. તમે કરો તેવું પામો છો. સહાયકપણું, નિમિત્ત કારણ બનવું, એ જીવોનું કાર્ય છે. તેથી સારામાં નિમિત્ત કારણ બનવું, કોઈના ખોટામાં નિમિત્ત ન બનવું. – આપણે સઘળા જીવો એક પિતાના પુત્રો જેવા ભાઈઓ છીએ. આ સૂત્ર સામાન્યથી સંસારી જીવનાં કાર્યો શું છે તેનું ટૂંકમાં પણ વ્યાપક નિદર્શન કરે છે. બીજી રીતે વિચારવા જઈએ તો વધુ બુદ્ધિશાળી અને વધુ શક્તિશાળી જીવે બીજાને સહાય કરવા તત્પર રહેવું જોઈએ. છ જીવનિકાય (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવો) તીર્થકર ભગવાનનાં પુત્રો સમાન માન્યા છે. એટલે આપણે સઘળા જીવો એક પિતાના પુત્રો જેવા ભાઈઓ છીએ. તેમાંય મનુષ્ય તરીકે આપણે સૌથી મોટાભાઈ અને વધુ બુદ્ધિશાળી અને શક્તિશાળી છીએ. તો ખરેખર માણસનું કર્તવ્ય શું છે? અને આજે માણસ કેવી રીતે વર્તી રહ્યો છે? માણસ તો બધા જીવોનો ઉપયોગ કરી બધાની સહાયતા લે છે, પણ તે જીવોની રક્ષા કરવામાં પાછળ પડે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને પશુઓ આદિ સઘળા માણસના કામમાં આવે છે. પણ વર્તમાનમાં માણસ, પશુઓ અને છ જીવનિકાયની ભયંકર હિંસા અને કુદરતી સંપત્તિઓનો પણ ભયંકર નાશ કરી રહ્યો છે. તે કર્મોના કડવાફળ ભોગવવા પડશે. સંસારી ગૃહસ્થને સઘળા જીવોને બચાવવા શકય ન બને તો, તેવા જીવો પ્રત્યે દયાભાવ ધારણ કરી, શક્ય અંશે તેઓને બચાવવા પ્રયત્ન કરવો તે શક્ય છે. શ્રી તીર્થકર પરમાત્માએ તે કારણથી મનુષ્યને માટે તે જ પ્રથમ અને ઉત્તમ કર્તવ્ય બતાવ્યું છે. તે સમજવા માટે એક દષ્ટાંત છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ (૪૫) સૂત્ર - ૨૧ - જીવનું કાર્ય ૨૫૯ એક રાજાના રાજ્યમાં પ્રત્યેક વર્ષે આવતા કૌમુદી મહોત્સવમાં રાજા-પ્રજા સ્વેચ્છાએ ઉપવનમાં ક્રીડા કરતાં. તે દિવસે નગરમાં ચોરી આદિ ન થાય તે હેતુથી ઉદ્ઘોષણા કરવામાં આવી કે – રાજા-પ્રજા આદિ સર્વ સ્ત્રી-પુરુષોએ ઉદ્યાનમાં આવવું. કોઈએ તે દિવસે નગરમાં રહેવું નહિ. જે રહેશે તેને પ્રાણદંડ થશે. તે દિવસે બધા ટપોટપ નગરમાંથી નીકળી ઉદ્યાનમાં આવ્યા ખાન, પાન, હીંચકો, ગેડીદડાદિ રમતમાં પડ્યા અને વાતે વળગ્યા. એક શેઠના છ પુત્રો પોતાની વખારમાં બેઠા હતા. તેઓ માલમેળવવામાં અને હિસાબ કરવામાં રહી ગયા. તેઓ બહાર આવ્યા ત્યારે ઘણું મોડુ થઈ ગયું હતું. નગરના તોતીંગ દરવાજા બંધ થઈ ગયા હતા. નગરરક્ષકોએ આવી વ્યગ્ર થયેલા છ ભાઈઓને જોયા. પકડીને પુરી દીધા, અને બીજા દિવસે રાજા પાસે ઉપસ્થિત કર્યા. રાજાને ક્રોધ ચડ્યો અને એ ના વધની આજ્ઞા કરી. રાજાની આજ્ઞા જાણી, છ એ પુત્રોના પિતા દોડતા આવ્યા. પુત્રોની ભૂલ માટે ખૂબ આજીજી કરી, ક્ષમા માગી. પરંતુ રાજા ન માન્યા. શોક વ્યાકુલ થઈ શેઠે પોતાની સર્વસંપત્તિ લઈને પણ પુત્રોની રક્ષા કરવા માગણી કરી અને ખૂબ કરગર્યા. રાજા માન્યા નહિ એટલે પાંચને બચાવવા ઘણી વિનવણી અને પ્રયત્નો કર્યા. છેવટે ૪, ૩,૨ કે ૧ ને બચાવવા વિનવણી કરી. પોતાના કુળનો સર્વથા નાશ ન થાય માટે રાજાને અંતિમ વિનવણી કરતાં અને નગરજનોએ પણ આગ્રહ કરતાં, રાજાએ એક મોટાપુત્રને છોડવા આજ્ઞા કરી. આ દષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે. અહીં રાજાના સ્થાને સમ્યકત્વધારી, બુદ્ધિશાળી, અને શક્તિશાળી મનુષ્ય જાણવો, શેઠના સ્થાને પરમાત્મા, અને તેમના સાધુઓ જાણવા. તે પરમપિતા પરમાત્મા સમાન Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ જેને તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન શેઠના છ પુત્રોના સ્થાને છ પ્રકારના (ષકાય) જીવો જાણવા. તે છ પ્રકાર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વનસ્પતિ, ત્રસકાય જીવો જાણવા. પરમાત્માનો આશય મનુષ્ય (રાજા) માટે ઉત્તમ કર્તવ્ય સઘળા જીવોની હિંસાનો ત્યાગ કરવો (બધા પુત્રોને બચાવી લેવા)નો છે. ગૃહસ્થ મનુષ્ય (રાજા)ને તે શક્ય બનતું (માનવા તૈયાર) નથી. તેથી છેવટે એક (ત્રસજીવ)ને બચાવવા ઉપદેશ (વિનવણી) કરે છે. અને તે તેના માટે શક્ય (રાજા સ્વીકારે) છે. દરેક બુદ્ધિશાળી, અને શક્તિશાળી મનુષ્ય જીવો પ્રત્યે દયાભાવ ધારણ કરી શક્ય અંશે તેઓને બચાવવા પ્રયત્નશીલ રહેવું. તે જીવોનું ઉત્તમ કર્તવ્ય છે. તે સૂચિત કર્યું. ઉત્તમોત્તમ જીવની કોટિમાં શ્રી તીર્થંકર પરમાત્મા છે - | સર્વજીવોનું પરમ હિત જ્યાં સિદ્ધ થાય છે, તેવા પરમપદને પ્રાપ્ત કરાવનાર મોક્ષમાર્ગમાં ઉપગ્રહ કરવો તે ઉત્તમોત્તમ કાર્ય છે, તે પણ આ સૂત્રદ્વારા સૂચિત થાય છે. મોક્ષમાર્ગમાં સર્વોત્તમ ઉપગ્રહ કરનારા શ્રી તીર્થંકર પરમાત્મા છે. તેઓના જેવો મોક્ષમાર્ગમાં સર્વોત્તમ ઉપગ્રહ બીજો કોઈ જીવ કરી શકવા સમર્થ નથી. સર્વભવિ જીવોમાં સૌથી ઉત્તમકોટિનું તથાભવ્યત્વ તેમનામાં માનેલું છે. તેથી ઉત્તમોત્તમની કોટિમાં શ્રી તીર્થંકર પરમાત્મા છે. – સૌને સુખ આપવાની તો આપણી તાકાત નથી. પણ કોઈને દુઃખ ન પહોંચાડવાનું આપણે ધારીએ તો સમર્થ બની શકીએ તેમ છીએ. - પરમાત્મા દૂર નથી...પારમાર્થિક દૃષ્ટિએ આપણો અંતરાત્મા એ જ પરમાત્મા છે. - પૂ.આ.વિજયરામચન્દ્રસૂ. મ. Page #289 -------------------------------------------------------------------------- ________________ (૪૬) સૂત્ર - ૨૨ - કાળ દ્રવ્ય-કાળનું કાર્ય ૨૬૧ | (૪૬) સૂત્ર - ૨૨ :- કાળ દ્રવ્ય :-કાળનું કાર્ય - કાળના આધારે દરેક પદાર્થો, પોતાનું અસ્તિત્વ (વર્તના) જાળવે છે. પદાર્થોમાં પરિવર્તન, સ્થળાંતર, જૂનું નવું થવું, એ પણ તેના આધારે જ થાય છે. – કાળને વિશ્વમાંથી દૂર કરો, તેની સાથે તમે વિશ્વની ક્રાંતિને અટકાવી દેશો. » વર્તના એ જ કાળ છે. સમયનો કોઈ પ્રારંભ નથી, સમયનું કોઈ પૂર્ણવિરામ નથી. वर्तनापरिणामक्रियाः परत्वापरत्वे च कालस्य ॥२२॥ અર્થ કાળનું કાર્ય (૧) વર્તના (પદાર્થનું અસ્તિત્વ જાળવી રાખવું તે) (૨) પરિણામ (પરિવર્તનો કરવાં તે) (૩) ક્રિયા (સ્થળાંતર આદિ સઘળા કાર્યો) અને (૪) પરત્વ (પહેલા પણ અથવા જૂના પણ) અને અપરત્વ (પછી પણ અથવા નવાપણુ) જાળવવામાં સહાય કરવું તે છે. (૧) વર્તના - કાળના આધારે દરેક પદાર્થો પોતાનું અસ્તિત્વ જાળવે છે. तत्र च द्रव्याणां सादि सान्तादि भेदस्थित्यां चतुर्भिदि यत्केनचित्प्रकारेण, વર્તનં, વર્તના હિંસા (શ્રી લોકપ્રકાશ-સર્ગ ૨૮-૭) અર્થ સાદિ સાન્તાદિ ૪ ભેદો વડે ચાર પ્રકારની અવસ્થામાં દ્રવ્યોનું જે કોઈ પણ પ્રકારે વર્તવું (વિદ્યામન રહેવું) તેને વર્તના કહે છે. | વિશ્વમાં કોઈપણ વસ્તુ સતત વિદ્યમાન રહી શકે છે. એટલે કે થોડી ક્ષણ પહેલાં, કે ઘણાકાળ પહેલાં જે વસ્તુ હતી, તે જ આ વસ્તુ છે, આવો અનુભવ આપણને થાય છે. એટલે કે તે વસ્તુ સતત સ્થિરરૂપે હજુય Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અસ્તિત્વમાં છે. આવું જ જણાય છે, તે વર્તના છે. દા.ત. ચૂલા પર તપેલીમાં ચોખા રાંધવા મૂક્યા હોય, ત્યારે જ્યારથી રાંધવા મૂક્યા હોય ત્યારથી તેમાં ફેરફારો થયા કરે છે, અને પૂરા રંધાઈ જાય ત્યાં સુધીમાં જે ફેરફારો થાય છે. તે દરેક વખતે, આ તે જ ચોખા રંધાય છે, અને આ તે જ ચોખા રંધાઈ ગયા. આ રીતે ચોખાનું સતત અસ્તિત્વ આપણે જાણી શકીએ છીએ. આ “સતત અસ્તિત્વ ધરાવવું” તે વર્તન છે. – (૨) પરિણામ:- રૂપાંતર, પરિવર્તન, ફેરફાર વિગેરે. કોઈપણ પદાર્થ, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, રૂપાંતર પામે તેને પરિણામ કહેવાય. ઉપરોક્ત ચોખા રાંધવાના દષ્ટાંતમાં જે ફેરફારો - રૂપાંતરો જણાવ્યા તે પરિણામ છે. રાંધવા મૂક્યા ત્યારે ચોખા કડક હતા પછી પોચા થયા, થોડા ફૂલીને વધારે કદના થયા. આ કડકમાંથી “પોચા થવું અને વધારે કદના થવું, એટલે કે સ્પર્શ અને આકારનો ફેરફાર તે પરિણામ છે. તે જ રીતે સ્વાદ, ગંધ વિગેરે પરિવર્તનો તે પણ પરિણામ છે. એટલે કે ટૂંકમાં પરિણામ = કોઈપણ પ્રકારનું રૂપાંતર, પરિવર્તન, ફેરફાર વિગેરે. હવે આ પરિણામને જીવદ્રવ્યમાં ઘટાવીએ તો, કોઈ જીવ પૂર્વે અજ્ઞાની હતો. પછી જ્ઞાની થયો. ક્રોધી હતો, તે ક્રોધ ઘટતાં ક્ષમાશીલ થયો. પુદ્ગલમાં ઘટાવીએ તો લાલમાંથી પીળો, તીખામાંથી ખાટો વિગેરે રૂપાંતરો તે પરિણામ, સમજવા. જેમ વર્તના, તે રીતે પરિણામ પણ, કાળના આધારે થાય છે. - (૩) ક્રિયા:- સ્થળાંતર કે પરિસ્પંદન ગતિ પરિસ્પંદન કે સ્થાનાંતર) તે જ ક્રિયા છે. સ્થિર અવસ્થામાંથી હેજપણ ચલિત થવું. ચલન થવું, સતત અને વારંવાર તે જ સ્થાનમાં ચલન થવું તે પરિસ્પંદન ક્રિયા છે. એક સ્થાનેથી બીજા સ્થાને જવું એ સ્થળાંતરક્રિયા છે. તે પણ કાળના આધારે થાય છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ (૪૬) સૂત્ર - ૨૨ - કાળ દ્રવ્ય-કાળનું કાર્ય > (૪) પરત્વ અને અપરત્વઃ જૂનું, નવું કાળના આધારે થાય છે - પરત્વ અને અપરત્વ (૧) પ્રશંસા (૨) ક્ષેત્ર અને (૩) કાલથી એમ ૩ પ્રકારનું છે. દા.ત. સોનું કે કોહીનૂર હીરો વિગેરે સર્વોત્તમ હોવાથી તેમાં પરત્વ છે. બીજા (લોઢે આદિ અને સામાન્ય રત્નાદિ)માં અપરત્વ (હીનતા) છે. આ (૧) પ્રશંસાકૃત થયું. આપણાથી દૂર હોય તેમાં પરત્વ અને નજીક હોય તેમાં અપરત્વ. આ (૨) ક્ષેત્રના કારણે થયું. ત્રીજા પ્રકારે, વયથી અધિક હોય તેમાં પરત્વ (જૂનુ) અને વયથી નાનો હોય તેમાં અપરત્વ (નવું) આ (૩) કાલકૃત થયું. આ સઘળામાંથી અહીં કાળકૃત જ પરત્વ કે અપરત્વ (જૂનું, નવું, યુવાન, વૃદ્ધ વિગેરે) લેવાનું છે. તે જ કાલનું કાર્ય છે. પ્રશંસા અને ક્ષેત્રથી જે પરત્વ કે અપરત્વ છે, એ કાલના કાર્ય ન સમજવા. - આ ચારેય કાલના કાર્ય છે. એટલે કે કાળ દ્રવ્ય આ ચારેયમાં સહાય કરે છે. - કાળની આવશ્યકતા:- કાળ શાના આધારે રહે છે? વિશ્વના સઘળા દ્રવ્યોને સતત વિદ્યમાન રહેવા (વર્તના આદિ-૪) માટે શક્તિમાન કરે છે. એટલે કે (કાળ વિનાના) પાંચેય દ્રવ્યોને સતત વિદ્યમાન રહેવા (આદિ-૪)માં કાળ, સહાયક છે. જેવી રીતે કુંભકારના ચક્રમાં મધ્યમાં રહેલી ખીલી, તેને સમતુલનમાં રહેવા માટે અને ચક્રગતિ માટે આધાર છે. તેમ વિશ્વના પદાર્થોના અસ્તિત્વ આદિ-૪ માટે કાળ આધાર છે. પ્રશ્ન - કાળ જો બધાને રહેવા આદિ-૪માં સહાય કરે છે, તો કાળને રહેવા આદિમાં આધાર કોણ છે? કાળ શાના આધારે રહે છે? ઉત્તરકાળને સતત વિદ્યમાન રહેવા માટે કોઈની જરૂર નથી. તે સ્વયં પોતાના આધારે રહે છે. કાળના અસ્તિત્વાદિનો આધાર બીજુ દ્રવ્ય માનીએ તો, તે બીજુદ્રવ્ય કોના આધારે માનવું? આ રીતે અનવસ્થા (અનિષ્ટ કે અવાસ્તવિક પરંપરાની કલ્પના) આવશે. (એટલે કે તેનો કોઈ અંત નહિ આવે, અથવા તેનું કોઈ સમાધાન મળશે નહિ). આ રીતે એ નિશ્ચિત છે કે, કાળ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સ્વયં નિરંતર વિદ્યમાન રહેનાર દ્રવ્ય છે, અને બાકીના દ્રવ્યોના) વર્તનાદિ૪, કાળના કાર્ય છે. * કાળને વિશ્વમાંથી દૂર કરો તેની સાથે તમે વિશ્વની ક્રાંતિને અટકાવી દેશો કાળ વિષે અન્ય દર્શનકારો અને પશ્ચિમના ચિંતકો શું માને છે તે જોઈએ. કેટલાક કાળને માત્ર આભાસ (appearance) માને છે. વેદાન્તમાં કાળની કોઈ વિશેષ વ્યાખ્યા નથી. વૈશેષિકદર્શન કાળને પરિવર્તનનું મૂળ કારણ માને છે, સૂર્યના ઉદય અસ્તની ક્રિયા સિવાય વિશેષ કાળનું સ્વરૂપ બતાવ્યું નથી. key of knowledgeમાં સી. આર. જૈન, કાળને દ્રવ્ય માનવાની તરફેણમાં કહે છે. “તે સુપ્રસિદ્ધ છે કે નિરંતરતા અને પરંપરા (પૂર્વાપર સંબંધ) (પર્યાય-succession)ના મૂળ કારણભૂત એવા દ્રવ્ય(કાળ)નો કોઈપણ દર્શન અસ્વીકાર કરતું નથી. પરંતુ તેનું રહસ્ય ઉકેલવામાં પણ સફળ થયું નથી. તેના (કાળના) ઘણા સ્વરૂપોમાંનુ એક, તે કાળ એ, નિરંતરતા માટેનો આધાર છે, અને બીજુ, એ એવા પ્રકારનું બળ છે જે વસ્તુને વિકાસના માર્ગમાં પળે પળે અથવા પગલે પગલે આગળના કાળમાં કુચ (સફળ) કરાવવા વડે (by making them travel), ઉત્તરોત્તર ક્રમ ઓળંગવો (to leapover succession) અને ક્રમબદ્ધતા (orderliness) જાળવવા શક્ય બનાવે છે. કાળને વિશ્વમાંથી સર્વવ્યાપક બળ તરીકે દૂર કરો, અને વ્યક્તિગત રીતે તેને ઉર્જાની કોથળીના સ્વરૂપમાં ફેરવી નાખો, અને તમે એક ધડાકે પૂર્વાપરતા (succession) એટલે કે નિયમિત કાર્યકારણતા (orderly causation) નો નાશ કરશો. કારણ કે કાળ વગરના વિશ્વમાં વસ્તુઓ ભાગ્યે જ સારી રીતે રહી શકે. જાદુઈ દીવાના અલ્લાદીનના મહેલની માફક નાશ પામે. કાળને વિશ્વમાંથી દૂર કરો તેની સાથે સાથે તમે વિશ્વની ક્રાંતિને અટકાવી દેશો.” પ્રખ્યાત ફ્રેંચ તત્ત્વજ્ઞાની Bergson એ દુનિયામાં જાહેર કર્યું હતું કે – “સૃષ્ટિની ક્રાંતિમાં કાળ એ સમર્થ ઘટક છે. તેમનો મત હતો કે પરિવર્તન Page #293 -------------------------------------------------------------------------- ________________ (૪૬) સૂત્ર - ૨૨ - કાળ દ્રવ્યઃ-કાળનું કાર્ય ૨૬૫ અને સુધારાઓ કાળદ્રવ્ય વિના તદ્દન અશક્ય છે.” . રિચાર્ડ હ્યુજીસે પસાર થવું' (Passing) તે વિષે આધુનિક વિજ્ઞાનનો દૃષ્ટિકોણ નીચે મુજબ સમજાવ્યો છે. “ભૂતકાળમાં તમે ભવિષ્ય કહી શકો તેનો ફકત એક જ ઉપાય છે. તમે વારંવાર ઉલટાક્રમે જાઓ. સાદા દષ્ટાંત તરીકે હું એક ચલચિત્ર બનાવું, કે જેમાં કેટલાક છોકરાઓ સુવ્યવસ્થિત ઓરડામાં વિચાર્યા વિના ગમે તેમ રમે છે. અને રૂમને બધી રીતે અવ્યવસ્થિત કરી દે છે. હવે આ ચિત્રને પાછળથી બતાવવામાં આવે તો તમને લાગશે કે, અવ્યવસ્થિત રૂમમાં છોકરાઓ, તે રૂમ વ્યવસ્થિત થાય, તે રીતે રમે છે. પરંતુ તમે માની શકશો નહિ. કારણ કે તમે જાણો છો કે ચલચિત્ર પાછળથી બતાવાય છે. બરાબર તે રીતે આ વિશ્વ, એ વિશાળ ઓરડો સમજો. તેમાં વિશાળ ઉર્જા છે. તેને અનેક યુગોથી આપણે ડહોળી રહ્યા છીએ. પ્રક્રિયા ધીમેથી પણ સુદઢ ચાલે છે. આ જ ભેદ ભૂત અને ભવિષ્ય વચ્ચે છે. આ ડહોળવવું કે અવ્યવસ્થિત થવું તેને કાળ પસાર થયો તેમ કહેવાય છે.” (આ વર્ણન પરિણામ = ફેરફાર થવો, ને જુદી રીતે રજૂ કરે છે.) કાળ પોતે બીજા દ્રવ્યમાં કયારેય બદલાઈ જતો નથી, કે બીજા દ્રવ્યોને પોતાનામાં બદલી નાખતો નથી. પણ તે બીજા દ્રવ્યોને વર્તનાદિમાં સહાયક થાય છે. જેવી રીતે ધર્મ, અધર્મ અને આકાશ, આ૩ પોતે સ્વયં નિષ્ક્રિય રહી અન્યને અનુક્રમે ગતિ, સ્થિતિ અને જગા આપવામાં સહાયક છે. બરાબર તેજ રીતે કાળ સતત વિદ્યમાનતા (નિરંતરતા) આદિ-૪માં સહાયક છે. વર્તન, એ જ કાળ છે.બીજી રીતે જોવા જઈએ તો વર્તનાદિ-૪ એ જ કાળ છે. તેને જણાવતાં શ્રી લોકપ્રકાશ સર્ગ ૮-૬માં કહ્યું છે કે, तथाहि जीवादीनां वर्तना च, परमोऽप्यनेकधा । क्रिया परत्वापरत्वं च, स्यात्काल व्यपदेशभाक् ॥ અર્થ જીવાદિ દ્રવ્યોના વર્તનાદિ-૪, કાળની સંજ્ઞાઓ જ છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન → સમયનો કોઈ પ્રારંભ નથી. સમયનું કોઈ પૂર્ણ વિરામ નથી ઃવિશ્વના ઘણા ચિંતકોએ કાળ અથવા સમય વિષે ઘણું ચિંતન કર્યું છે. પણ સમયની વ્યાખ્યા કરવી તેઓને મુશ્કેલ જણાઈ છે. તેમ છતાં સમયને માન્યા વિના ચાલે તેમ નથી. સમય એ વિશ્વનું અગત્યનું પરિબળ છે. આપણે જીવનને સમયથી માપીએ છીએ. નાનો મોટો સમયના આધારે નક્કી કરીએ છીએ. જેમ બે વસ્તુ વચ્ચેનું અંતર, તે વસ્તુ વચ્ચેના ક્ષેત્રના આધારે માપીએ છીએ. તેમ બે ઘટનાઓ વચ્ચેનું અંતર કાળના આધારે મપાય છે. સેકંડ, મિનિટ, કલાક, દિવસ, માસ, વર્ષ વિગેરે આપણે નક્કી કરેલા માપ છે. સેકંડ એ કોઈ સમયનું સૂક્ષ્માતિસૂક્ષ્મ માપ નથી, પણ અલ્પ સમયમાં થતી ક્રિયાદ્વા૨ા તે નક્કી થાય છે. હજુ સૂક્ષ્મ માપ નક્કી કર્યું છે, જેને પીકો સેકેન્ડ, કે નેનો સેકન્ડ નામ આપ્યા છે. વળી સમયનું મહત્તમ માપ પણ શતાબ્દી, સહસ્રાબ્દી, મિલેનિયમ અને આગળ વધારતાં વિશ્વ ઉત્પન્ન થયું ત્યાં સુધીનું આશરે ૧૩ અબજ વર્ષ મોટું માપ આજે ગણાય છે. ૨૬૬ જો આમ જ હોય તો વિશ્વના અંત સાથે કાળનો અંત આવશે ? શું ૧૩ અબજ વર્ષ પૂર્વે કાળ ન હતો ? અને પછી પણ નહીં હોય ? ના, સમય તો સતત પ્રવાહ છે. સમયનો કોઈ પ્રારંભ નથી સમયનું કોઈ પૂર્ણવિરામ નથી. સમય નિરાકાર છે. છતાં શું છે સમય ? તે સમજવું અઘરું છે. એક ચિંતકે કહ્યું હતું કે “મને કોઈ જ્યાં સુધી પૂછતું નથી ત્યાં સુધી મને ખબર છે. પૂછનારને સમજાવવા બેસું તો મને જાણ નથી કે સમય શું છે ?' સમય, એટલે કે કાળ વિષે જૈનતત્ત્વજ્ઞાનમાં ઘણો પ્રકાશ પાડ્યો છે. કાળ એ દ્રવ્ય છે, કે પર્યાય (અવસ્થા રૂપાંતરો વિગેરે) છે ? કાળના કોઈ પ્રકારો છે ? વિગેરે વિશે વિગતવાર સૂત્ર ૩૮ (પૃ ૩૩૪થી ૩૫૨)ના વિવેચનમાં જોઈશું. Page #295 -------------------------------------------------------------------------- ________________ (૪૭) સૂત્ર - ૨૩ - પુદ્ગલના ૪ મુખ્ય ગુણધર્મો, સ્પર્શ, રસ... ૨૬૭ (૪૭) સૂત્ર - ૨૩:- પુદ્ગલના ૪ મુખ્ય ગુણધર્મો, સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ, આ દરેક ગુણધર્મોમાં અનંતા પેટાભેદ તરતમતાથી પડે. - ઘનતા શૂલપરિણામ પુદ્ગલોની અપેક્ષાએ છે. સૂક્ષ્મ પરિણામી પુદ્ગલો વજન રહિત છે. |-- રંગો (વણીની શ્રેણી પ્રકાશની તરંગલંબાઈ પર આધારિત છે. स्पर्श रसगन्धवर्णवन्तः पुद्गलाः ॥२३॥ અર્થ પુદ્ગલો (ના મુખ્ય ચાર લક્ષણો છે.) સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે. પંચમ અંગસૂત્ર શ્રી ભગવતીસૂત્ર (શ.૧૨, ઉ.૫, સૂત્ર ૪૦૫/ ૯)માં પણ આ વાત જણાવી છે. पोग्गलत्थिकाए, पंचवण्णे पंचरसे दुगंधे अट्ठफासे पण्णत्ते । અર્થ - પાંચ પ્રકારના વર્ણ, પાંચ પ્રકારના રસ, બે પ્રકારની ગંધ અને આઠ પ્રકારના સ્પર્શવડે પુદ્ગલ બતાવેલું છે. (૧) સ્પર્શ, (૨) રસ, (૩) ગંધ, અને (૪) વર્ણ. આ પ્રત્યેક ગુણધર્મોમાં તરતમતાની અપેક્ષાએ અનંતા પેટાભેદ પડેઃ – ૮ પ્રકારના સ્પર્શ - કઠીન-મૃદુ, ગુરુ-લઘુ, શીત-ઉષ્ણ, સ્નિગ્ધરૂક્ષ. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન - ૫ પ્રકારના રસ:- તીખો, કડવો, તૂરો, ખાટો અને મધુર. + ૨ પ્રકારની ગંધ - સુરભિ (સુગંધ) અને દુરભિ (દુર્ગધ). – ૫ પ્રકારના વર્ણ - કાળો, લીલો, લાલ, પીળો અને સફેદ. આ ૨૦ પેટાભેદો સ્થૂલદષ્ટિકોણથી બતાવ્યા છે, પ્રત્યેકના તીવ્રતા અને મંદતાની દૃષ્ટિએ અનંતભેદો પડશે. [૧] સ્પર્શના ૮ પ્રકારની સમજ :- જૈનશાસ્ત્રોમાં સ્પર્શનેન્દ્રિય શરીરના આકારની છે. તે સમગ્ર શરીરમાં વ્યાપીને રહેલી છે. તેના વડે સ્પર્શના આઠેય પ્રકાર જણાય છે. વિજ્ઞાન મુજબ ભૌતિક પદાર્થમાં સ્પર્શ, બાહ્ય સપાટીના ગુણધર્મ તરીકે જણાવાય છે. તેને આ ચાર ગુણધર્મો વડે સમજાવાય છે. કાઠીન્યનું પ્રમાણ = મૃદુ-કઠીન, ઘનતા = ગુરુલઘુ ઉષ્ણતામાન = શીત ઉષ્ણ, અને સ્ફટીકમય (crystalline) બંધારણ = સ્નિગ્ધ-રૂક્ષ. સ્પર્શના આ આઠેય પ્રકારો સ્પર્શનેન્દ્રિય વડે જણાય છે. કઠીનતા, મૃદુ-કઠીનસ્પર્શ :- પદાર્થોની કઠીનતા એકબીજાને, એકબીજાની સાથે લીસોટો કરવાથી જાણી શકાય છે. તાંબાના ટૂકડાને લોખંડના ટૂકડાવડે લીસોટો કરી શકાય, તેથી લોખંડ તાંબા કરતા કઠીન છે. કાચને હરાવડે લીસોટો કરી શકાય, માટે હીરો કાચ કરતાં કઠીન છે. કઠીનતાના ક્રમમાં ક્રમસર નીચે મુજબ પદાર્થો આવે. અભ્રક, ખડી, ખનીજ પત્થર, એલ્યું. ધાતુ, ચકમક, પોખરાજ, કુરંદ અને હીરો. તે સૌથી સખત છે. આ દશેય સ્વભાવિક સ્ફટિકો છે. તેમાં હીરો સૌથી વધુ કઠીન છે. આ ઉપરાંત પદાર્થોની અપરિમિત કઠીનતા માપવા માટે Plafrનું ઓલોમીટર અને Jaggerનું માઈક્રોસ્કલો મીટર હોય છે. ઘનતા - ગુરુ-લઘુસ્પર્શ ઘનતા સ્થૂલ પરિણામી પુદ્ગલોની અપેક્ષાએ છે. સૂમપરિણામી પુદ્ગલો વજન રહિત હોય છે : Page #297 -------------------------------------------------------------------------- ________________ (૪૭) સૂત્ર - ૨૩ :- પુદ્ગલના ૪ મુખ્ય ગુણધર્મો, સ્પર્શ, રસ... આધુનિક રસાયણશાસ્ત્રએ પુદ્ગલના બધા જ પ્રકારોને રાસાયણિક મૂળ ઘટકના ૯૨ મૂળ ઘટકોમાં વર્ગીકરણ કર્યું છે. દરેકમાં ઘનતા જુદીજુદી છે. હાઇડ્રોજન સૌથી હલકો અને પ્લેટીનમ અથવા osmium સૌથીભારે ઘટક છે. પાણીને પ્રમાણિત માનીએ તો, સોનું ૧૯ ગણું ભારે છે. osmium ૨૩ ગણું ભારે. આ ઘનતા (હલકા ભારેપણું) સ્થૂલપરિણામી પુદ્ગલોની અપેક્ષાએ છે. જૈનશાસ્ત્રો મુજબ સ્વતંત્ર ૫૨માણુઓ, તેમજ અમુક અનંતની સંખ્યા સુધીના અણુનો બનેલો સ્કંધ (molecule) સૂક્ષ્મપરિણામી જ હોય છે. તેમાં હલકા ભારેપણું કંઈ જ નથી. તે અદૃશ્ય હોય છે. અમુક અનંત સંખ્યાથી અધિક પરમાણુઓને બનેલો સ્કંધ પણ, જ્યારે બાદર, એટલે કે સ્થૂલપરિણામી બને, તેને જ વજન (ભારે હલકાપણું) નામનો ગુણધર્મ હોય છે. તે જ દશ્યમાન હોય છે. (વિશેષ વિગત પૃ. ૫૧થી ૫૪ અને ૧૪૬) ૨૬૯ ઉષ્ણતામાન-(શીત-ઉષ્ણ સ્પર્શ) : ગરમ કે ઠંડુ, આનો અર્થ વિજ્ઞાનની ભાષામાં ઉષ્ણતામાન છે. બરફનું શૂન્ય, અને ઉકળતા પાણીનું ૧૦૦ સેન્ટીગ્રેડ કહે છે. બરફ કરતાં ઠંડું હોય. તેને ઋણ (-) કહે છે. તેઓ મુજબ સૌથી નીચુ ઉષ્ણતામાન૨૭૩થી ઓછું ન હોય. હવા-૧૯૦૦ ડીગ્રીએ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. સોનું ૧૦૬૨૦ ડીગ્રીએ ઓગળે છે. જ્યારે પ્લેટીનમ ૧૭૭૦, ટંગસ્ટન ૩૪૦૦. આ રીતે પુદ્ગલના શીત અને ઉષ્ણ ગુણધર્મો છે. તેના અનેક ભેદ પડી શકે. જૈન શાસ્ત્રોની દૃષ્ટિએ તેના અનંત ભેદ પડી શકે છે. તે સ્પર્શનેન્દ્રિય દ્વારા જાણી શકાય છે. શાસ્ત્રોમાં નરકનું ઉષ્ણતામાન કેટલું ઊંચું હોય તે જણાવતાં શ્રી તત્ત્વાર્થ સૂત્ર ૩-૩ ૫૨ સ્વોપજ્ઞ ભાષ્યમાં કહ્યું છે કે - यदि किलोष्णवेदनान्नरकादुत्क्षिप्त्य नारकः सुमहत्यङ्गारराशावुद्दीप्ते Page #298 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ' प्रक्षिप्त, स किल सुशीतां मृदुमारुतां शीतलच्छायामिव प्राप्तः सुखमनुपमं विन्द्यात्, निद्रां चोपलभेत, एवं कष्टतरं नारकमुष्णमाचक्षते । અર્થ :જો કોઈ નરકના જીવને ઉષ્ણવેદનાવાળી નરકમાંથી ઉઠાવીને સળગતા મોટા અંગારાના ઢગલામાં નાખવામાં આવે તો છાંયડામાં, ઠંડા અને કોમળ પવનને પામ્યો હોય તેમ, અનુપમ સુખને અનુભવે અને નિંદ્રા આવી જાય. આવી કષ્ટદાયી ઉષ્ણતા નરકમાં હોય છે. ૨૭૦ સ્ફટિકમય બંધારણ ઃ- સ્નિગ્ધ રૂક્ષ સ્પર્શ ઃ ૫૨માણુઓ કે સ્કંધો અંગાંગીભાવથી, એટલે કે પરસ્પર એકરસપણાથી જોડાય ત્યારે, તેમના બંધનમાં કારણરૂપ સ્નિગ્ધગુણ, અને સંબંધથી વિખૂટા પડવામાં રૂક્ષગુણ કારણ છે. તે ચોક્કસ નિયમથી થાય છે. તે ૩૩થી ૩૫ સૂત્રોમાં આવશે. વસ્તુઓની સપાટીનું સ્નિગ્ધત્વ કે રૂક્ષત્વ તેની અંદરના સ્ફટિકોની રચના ઉપર આધારિત છે. તે પણ સ્પર્શેન્દ્રિયથી જણાય છે. [ ૨ ]રસના પાંચ પ્રકાર : તીખો, કડવો, તૂરો, ખાટો અને મધુર. આધુનિક વિજ્ઞાન મુજબ જીભના સંવેદનશીલ કોષો રસને પારખે છે. જૈનતત્ત્વજ્ઞાન મુજબ રસનેન્દ્રિય, જે બાહ્યજીભની રચનાની અંદર રહેલું ક્ષુરપ્ર (અન્ન) આકારે જે ઉપકરણ (Instrument સ્વાદગ્રંથી) છે, તે રસને પારખે છે. રસાયણશાસ્ત્રીઓ માને છે કે, રસોના જુદા જુદા ભેદ હોવામાં hydrocarbonના ઘટકોની વિશિષ્ટરચના કારણભૂત છે. [ ૩ ] ગંધના બે પ્રકાર, અને ઘ્રાણેન્દ્રિય ઃ નાકની પાછળના ભાગમાં આવેલ ૧ ચોરસ ઇંચના વિસ્તારવાળા, Page #299 -------------------------------------------------------------------------- ________________ (૪૭) સૂત્ર - ૨૩ :- પુદ્ગલના ૪ મુખ્ય ગુણધર્મો, સ્પર્શ, રસ... ૨૭૧ વાળ જેવા વિશિષ્ટ કોષોની રચનાવડે ગંધને પારખી શકાય છે. જૈનતત્ત્વજ્ઞાનમાં ઘ્રાણેન્દ્રિય, કે જે ગંધ ગ્રહણ કરનાર ઉપકરણ (Instrument) છે, તે કદમ્બના ફૂલના આકારની કહી છે. કૂતરાની પ્રાણ ગ્રંથીનો વિસ્તાર ૧૦ ચો. ઈંચ, અને શાર્કની ૨૪ ચો. ઈંચ માને છે. જે અસાધારણ સૂંઘવાની શક્તિ ધરાવે છે. વર્તમાન વિજ્ઞાને Electroolefactionના ઉપકરણવડે એવા કોષોની રચનાનું માળખું તૈયાર કર્યું છે. જે ૧૦૦ વાર દૂર બળતા કાપડની ગંધ પારખી શકે. વળી તેની સહાયથી પુષ્પ આદિની સુગંધ એક સ્થળેથી બીજે સ્થળે તારથી કે તાર વિના, ૬૫ માઈલ સુધી લઈ જઈ શકાય. ગંધને પારખવાના આ ઉપકરણથી સ્વયંસંચાલિત અગ્નિ-શામકને ચલાવી શકાય. દા.ત. રૂના ગોડાઉનમાં બળતા અગ્નિની ગંધ electro-olefaction પારખી લે, જે વિદ્યુતચાલિત ઉચ્ચાલનવડે પાણીના ફુવારાને ચાલુ કરે, જેથી આગ હોલવાઈ જાય. [ ૪ ] વર્ણના પાંચ પ્રકાર : કાળો, પીળો, લાલ, લીલો અને સફેદ. કાપડ પર રંગકામ કરવા માટે લાલ, પીળો અને વાદળી (જાંબુડી bluish violet) આ ત્રણ કલરની ભૂકીને જુદા-જુદા પ્રમાણમાં ભેળવીને ઇચ્છા મુજબ રંગ બનાવી શકાય છે. સૂર્યના કિરણોના (વર્ણપટમાં) ૭ રંગ હોય છે. અહીં તે રંગ નથી લેવાના, પણ પુદ્ગલના મૂળભૂત ગુણધર્મ તરીકે જે પાંચવર્ણ છે, તે ગણવાના છે. જૈનશાસ્ત્રો મુજબ આંખમાં આવેલા મસુરનીદાળ આકારના ઉપકરણ (Instrument) વડે રંગ જણાય છે. optical soc. of Acmerica (જુઓ Report of colorimentry committe, 1922)માં જણાવ્યા મુજબ સામાન્ય ભાષામાં રંગ એટલે આંખના અંદરનો પડદો રેટીના, અને તેની સાથે જોડાયેલી નાડીમંડલની પ્રક્રિયાથી ઉત્પન્ન થતી સંવેદના. દા.ત. લાલ, પીળો, વાદળી, કાળો અને સફેદ. આ રીતે આ પાંચવર્ણ વૈજ્ઞાનિકરીતે Page #300 -------------------------------------------------------------------------- ________________ ર૭ર. જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પણ સુવ્યવસ્થિત છે. જ્યારે કોઈપણ વસ્તુને ગરમ કરવામાં આવે ત્યારે તે સૌ પ્રથમ infra-red કિરણો છોડે છે પછી લાલ, પીળો અને છેલ્લે સફેદ, ઊંચા ઉષ્ણતામાને “bluehot. Infra-red કિરણો તે અદશ્ય ગરમીના કિરણો (durkhot rays) છે, જે આંખોથી જોઈ શકાતા નથી. અંધકારમાં પણ હોય છે. બિલાડી વિગેરે પ્રાણીઓ તેનાથી જોઈ શકે છે. Messrs afrod Ltd. એ એવી ફોટોગ્રાફની પ્લેટ બનાવી, જે infra red કિરણો પકડવા સંવેદનશીલ હોય, તેની મદદથી અંધારામાં પણ ફોટો લઈ શકાય. જ્યાં સુધી ઉષ્ણતામાન (Draper Point) પર૫° સેંટીગ્રેટથી નીચે હોય, ત્યાં સુધી વસ્તુ ફકત infra-red કિરણો ફેંકે છે. અથવા બીજા શબ્દોમાં, પ્રથમ અંધારું અથવા કાળાશ લાગે છે, પછી તે વર્ણ બદલાઈને લાલ, પછી પીળો, પછી સફેદ, અને છેલ્લે વાદળી. = રંગોની શ્રેણી, પ્રકાશની તરંગલંબાઈ પર આધારિત છે : જેમ શબ્દ (અવાજ) તરંગના રૂપે ફેલાય છે, તેમ પ્રકાશ ઉર્જા પણ તરંગના સ્વરૂપે છે. પ્રો. એક્સબોર્ન કહે છે કે “જેવી રીતે અવાજની તરંગ લંબાઈમાં ફેરફાર વાજિંત્રના અવાજમાં ફેરફાર કરે છે. તેની સમાન દેખાતા પ્રકાશની તરંગ લંબાઈમાં ફેરફાર, રંગમાં ફેરફાર ઉત્પન્ન કરે છે. પ્રકાશને તરંગગતિ તરીકે ગણવું તે સ્વાભાવિક છે. દરેક તરંગલંબાઈ નિશ્ચિત રંગને અનુરૂપ હોય છે. મનુષ્યની આંખ જોઈ શકે તેટલા ટૂંકા તરંગો જાંબલી (Violet) રંગના તરંગો છે. મેઘધનુષને ઓળંગે છે, તેમ તે લંબાઈમાં વધે છે. જાંબલી, વાદળી બને છે. વાદળી નારંગી, નારંગી લાલ. જયારે તેઓ આનાથી વધુ તરંગ લંબાઈના થાય કે મનુષ્યની આંખ જોઈ ન શકે ત્યારે વસ્તુ વધારે ઝાંખી લાગે છે. લાલ રંગના મોજા ફક્ત ૧ ઇંચના ૩૦,૦૦૦મા ભાગની તરંગ લંબાઈના હોય છે. જાંબલી તેનાથી અર્ધા, એટલે ૬૦,૦૦૦મા ભાગની. બીજા રંગોની તરંગ લંબાઈ આની વચ્ચે હોય છે. સામાન્યથી એમ કહી શકાય કે, Page #301 -------------------------------------------------------------------------- ________________ (૪૭) સૂત્ર - ૨૩ -પુદ્ગલના ૪ મુખ્ય ગુણધર્મો, સ્પર્શ, રસ... ૨૭૩ પ્રકાશના મોજાની તરંગ લંબાઈ સરેરાશ માણસના વાળના વ્યાસના ૧૦૦મા ભાગની હોય છે. પછીનાની આશરે ૪૦૦મા ભાગની. જો એક પ્રકાશના મોજા બીજા પ્રકાશના મોજાં કરતાં લંબાઈમાં અતિસૂક્ષ્મ પણ બદલાય તો તે જુદા રંગના હોય છે.” - આ રીતે સ્પર્શ, ગંધ, રસ અને વર્ણ, આ ચારેયના દરેકના અનેક ભેદો પડી શકે છે, તે પ્રત્યક્ષપણે વિજ્ઞાનના અવલોકનો દ્વારા જાણી શકાય છે. જૈન શાસ્ત્રોમાં હજુ પણ સૂક્ષ્મતા જણાવતા કહ્યું છે કે, આ ૨૦ ભેદોના પ્રત્યેકના સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભેદો છે. त एते मूलभेदाः प्रत्येकं संख्येयासंख्येयानन्तभेदाश्च भवन्ति । (સર્વાર્થસિદ્ધિ) અર્થ આ મૂળભેદોના પ્રત્યેકના સંખ્ય, અસંખ્ય અને અનંત ભેદો થાય છે. -> ભગવાન સંસારનું સ્વરૂપ બતાવનાર છે પણ સંસાર બનાવનાર નહિ. – “સુખ મળે તો હું વધારે ધર્મ કરું” આ વાત ધર્મનો પ્રેમ નથી બોલાવતો, પણ સુખની ભીખ બોલાવે છે. » સંસાર કઠીન છે, મોક્ષ સહેલો છે. પણ શરત એ છે કે, સંસારનો ભય લાગી જવો જોઈએ અને મોક્ષની લગની લાગી જવી જોઈએ. - પૂ.આ.વિજયરામચન્દ્રસૂ. મ. -> મન જ્યારે આત્મા સાથે મળે ત્યારે દિવ્યભાવ પ્રગટે છે. - મન જ્યારે, મન સાથે મળે ત્યારે વીરભાવ પ્રગટે છે. – મન જ્યારે દેહ સાથે મળે એટલે પશુભાવ પ્રગટે છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૪૮) સૂત્ર - ૨૪ :- પુદ્ગલના અન્ય ૧૦ પ્રકાર ૨૭૪ શબ્દ ભૌતિકપદાર્થ (પુદ્ગલ) છે, તેથી તેનું અંકન (ટેપરેકોર્ડીંગ) થાય છે, અને અન્ય સ્થળે મોકલી શકાય છે. કર્મોનો ૪ પ્રકારનો બંધ. → પ્રકાશ અને અંધકાર બંને પણ ભૌતિક પદાર્થ છે. અંધકારનું પણ સ્વતંત્ર અસ્તિત્વ છે. -> આતપ = ગરમ પ્રકાશ. ઉદ્યોત – ઠંડો પ્રકાશ. शब्दबन्धसौक्ष्म्यस्थौल्यसंस्थानभेदतमश्छायाऽऽतपोद्योतवन्तश्च ॥ २४ ॥ અર્થ :- (૧) શબ્દ, (૨) બંધ, (૩) સૂક્ષ્મતા, (૪) સ્થૂલતા, (૫) સંસ્થાન (આકાર), (૬) ભેદ, (૭) અંધકાર, (૮) છાયા, (૯) આતપ અને (૧૦) ઉદ્યોત આ સર્વે, ૧૦ પુદ્ગલોના પરિણામ છે. પૂર્વના સૂત્રમાં સ્પર્શાદિ-૪ ગુણધર્મો બતાવ્યા તે પુદ્ગલ (ભૌતિકપદાર્થ)ના મૂળભૂત ગુણધર્મો છે. એટલે કે સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાણુંથી માંડી સર્વપ્રકારના સ્કંધો (molcules)માં સદા માટે હોય છે. જયારે આ સૂત્રમાં બતાવ્યા છે તે, શબ્દાદિ-૧૦ પુદ્ગલના વિકારો છે. પુદ્ગલસ્કંધોના તે વિવિધ રૂપાંતરો છે. પુદ્ગલ પદાર્થના વિવિધ પ્રકારના બંધારણ કે સંયોજનોથી ઉદ્ભવેલા છે. દરેક પુદ્ગલ પદાર્થમાં તે હોય જ તેવો નિયમ નથી. બીજા શબ્દોમાં કહીએ તો સ્પર્શાદિ-૪ સ્વાભાવિક ગુણધર્મો છે, જ્યારે શબ્દાદિ-૧૦ વૈભાવિક ગુણધર્મો કે Page #303 -------------------------------------------------------------------------- ________________ (૪૮) સૂત્ર - ૨૪ :- પુદ્ગલના અન્ય ૧૦ પ્રકાર રૂપાંતરો છે. તે શબ્દાદિ ૧૦ને જોઈએ. [ ૧ ] શબ્દ ઃ શબ્દ પૌદ્ગલિક છે તેથી તેનું અંકન (ટેપરેકોર્ડીંગ) થાય છે, અને અન્ય સ્થળે પણ મોકલી શકાય છે :- (જુઓ પૃ. ૯૦-૯૨ અને ૨૧૭થી ૨૨૨) ૨૭૫ પુદ્ગલનો ધ્વનિરૂપ જે પરિણામ (રૂપાંતર) તેને શબ્દ કહે છે. શબ્દની મૂર્તતા સિદ્ધ કરવા જૈન ગ્રંથોમાં ઘણું વિવેચન છે. શંખાદિનો પ્રચંડ શબ્દ કાનનેં બહેરા બનાવી દે છે. પત્થર આદિ મૂર્ત વસ્તુઓ ફેંકવામાં આવે તો તે કોઈ પદાર્થ સાથે ટકરાઈ નીચે પડે છે. તેમ શબ્દ પણ વસ્તુઓ સાથે અથડાઈ પાછો પડે છે, તેનો પ્રતિધ્વનિ કે પડઘો પડે છે. તે મૂર્ત સિવાય ન ઘટે. શબ્દનું વહન વાયુ દ્વારા સારી રીતે થાય છે. જેવી રીતે ઘૂમાડો વાયુ દ્વારા દૂર સુધી ફેલાય છે. તેની જેમ શબ્દ પુદ્ગલ પણ વાયુ દ્વારા વહન થાય છે. શૂન્યાવકાશમાં શબ્દનું વહન થઈ શકતું નથી. નાના ડાબામાં ઇલેક્ટ્રિકનો બેલ મૂકી વગાડવામાં આવે, તો પ્રથમ તે સંભળાય છે. પરંતુ તેની સાથે પંપ જોડી ડબામાં શૂન્યાવકાશ કરવામાં આવે તો તેનો અવાજ સંભળાતો નથી. તે પ્રસિદ્ધ પ્રયોગ છે. શબ્દ પૌદ્ગલિક હોય તો જ આમ બને. આજે ટેપરેકોર્ડરમાં શબ્દનું અંકન થાય છે, અને વિદ્યુત મોજામાં રૂપાંતર કરી દૂર સુધી મોકલાય છે, તે પ્રત્યક્ષ છે. તે પણ આ જ બતાવે છે. શબ્દના સચિત્ત, અચિત્ત અને મિશ્ર તેમ ત્રણ ભેદ છે. બીજી રીતે વૈગ્નસિક (સ્વાભાવિક), અને પ્રયોગજ (પ્રયત્નથી થયેલા) એમ બે ભેદ પણ છે. મેઘગર્જના વિગેરે વૈગ્નસિક (સ્વાભાવિક) છે અને પ્રયોગજ (સાધનના પ્રયત્નથી થતા શબ્દ)ના છ ભેદ શ્રી તત્ત્વાર્થ સૂત્રના ભાષ્યમાં કહ્યા છે. (૧) તત (૨) વિતત (૩) ઘન (૪) શુષિર (૫) સંઘર્ષ અને (૬) Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ભાષા તતો વિતતો ધનઃ શુષિા: સંધર્ષો માણા રૂતિ (પ્રકૃત સૂત્ર પર સ્વો.ભા.) [૨] બંધ : પરસ્પર આશ્લેષને બંધ કહે છે. તે પણ ત્રણ પ્રકારનો છે. પ્રયોગ, વિસસા અને મિશ્ર પ્રયોગ બંધ - આત્મા સાથે શરીરનો, આત્મા સાથે કર્મનો, લાકડા અને લાખનો ઈત્યાદિ, જીવના પ્રયત્ન દ્વારા થતો બંધ તે પ્રયોગ બંધ છે. વિસ્રસાબંધ - વીજળી, મેઘ, મેઘધનુષ રચાવું વિગેરે, અમુક પ્રકારના પુદ્ગલોના સ્વાભાવિક રીતે મિલનથી થતો બંધ. મિશ્ર બંધ - જીવના પ્રયત્નથી સહચરિત અચેતન દ્રવ્યની પરિણતિ લક્ષણ બંધ ટેબલ, ખુરશી, મકાન વિગેરેની રચના. - કર્મોનો ૪ પ્રકારનો બંધઃ જીવ સાથે કર્મોનો બંધ શાસ્ત્રોમાં જુદી જુદી દષ્ટિએ અનેક પ્રકારે બતાવ્યો છે, બંધમાં ગાઢ અને શિથિલતાને કારણે તેની નિર્જરા માટે કરવા પડતા પ્રયત્નની અપેક્ષાએ, ચાર પ્રકાર કહ્યા છે. - ૧. સ્પષ્ટ બંધ:- પરસ્પર ભેગી પડેલી સોયો સમાન, આત્મા સાથે કર્મનું બંધન. તેવી સોયો અડવા માત્રથી વિખેરી શકાય, તેમ આવા પ્રકારનું કર્મ વિશેષ ફળ આપ્યા વિના સામાન્યથી, પ્રદેશોદયથી – ભોગવાઈ આત્માથી છૂટા પડી જાય, તેવા પ્રકારનો બંધ. - ૨. બદ્ધ બંધ - દોરાથી બંધાયેલ સોયો સમાન. જેને વિખેરવા મહેનત કરવી પડે, તેમ જે કર્મ થોડું ફળ આપીને છૂટું પડી જાય, અથવા તેવા કર્મને ખપાવવા પ્રયત્ન કરવો પડે. - ૩. નિધત્ત બંધ - કટાઈ ગયેલી સોયોની સમાન. તેને છૂટી Page #305 -------------------------------------------------------------------------- ________________ (૪૮) સૂત્ર - ૨૪:- પુદ્ગલના અન્ય ૧૦ પ્રકાર ૨૭૭ પાડવા ઘણી મહેનત કરવી પડે તેમ કેટલાક કર્મો ઘણી મહેનતે, ઘણું ફળ આપીને જ છૂટા પડે તેવો બંધ. આ ત્રણ પ્રકારના કર્મ પ્રાયશ્ચિત્ત તપ, જપ, ક્રિયાઓ આદિ વડે ખપાવી શકાય તેવા હોય છે. ૪. નિકાચિત બંધ - હથોડા કૂટીને એકમેક કરેલી સોયો સમાન. જે ઉપયોગમાં ન આવી શકે. તેમાંથી નવી સોયો બનાવવા નવેસરથી મહેનત કરવી પડે, તેમ કર્મો પોતાનું પૂર્ણ ફળ આપ્યા વિના છૂટા પડે જ નહિ. શુભ કે અશુભ પૂર્ણ ફળ આપ્યા પછી જ આત્મા પરથી કર્મો છૂટા પડે, તે નિકાચિત બંધ. [ ૩-૪] સૂક્ષ્મતા અને સ્થૂલતાઃ - સૌમ્ય અને સ્થૌલ્ય બંને બે બે પ્રકારના છે. અંત્ય અને અપેક્ષિક, અંત્ય સૌમ્ય એટલે કે અંતિમ સૂક્ષ્મતા પરમાણમાં છે, આપેક્ષિક સૌમ્ય, એટલે કે મધ્યમ સૂક્ષ્મતા તણુકાદિમાં છે. જેમ ચણુક કરતાં ઢયણક સૂમ, આમળા કરતાં બોર સૂક્ષ્મ છે, ઈત્યાદિ. આ ફકત પુદ્ગલોના સંઘાત પરિણામની અપેક્ષાએ સમજવું. અંત્ય સ્થૌલ્ય - અંતિમ સ્થૂલતા, શાસ્ત્ર કથિત સર્વલોકવ્યાપી મહાત્કંધમાં સમજવી. આ અચિત્ત મહાત્કંધમાં અવયવ વિકાસ (કદ)ની અપેક્ષાએ સ્થૌલ્ય (અતિ વિશાલતા) જાણવું. આ અચિત મહાત્કંધ સૂક્ષ્મ પરિણામી હોય છે, તેથી તેના અસ્તિત્વમાં કોઈ બાધ આવતો નથી. તેજ સમજાવતાં કહ્યું છે કે – વિ ર વી : स्थूलः परिणामः स्यात्, ततो महामहीध्रवत् समस्तं लोकमुत्सादयेदतः સ્થૌલ્વે વિલાસિતાવવાનામરક્ષગમ્ (પ્રકૃત સૂત્ર પર સ્વોપજ્ઞ ભાષ્ય) અર્થ: જો આ મહાત્કંધ બાદર-પૂલ-પરિણામી હોય તો મોટા વિશાળ પર્વતની જેમ સમગ્ર લોક (વિશ્વ)નો વિનાશ કરી નાખે. તેથી આ આવા વિકાસ પામેલા અવયવોવાળા, આ અચિત્ત મહાત્કંધનું સ્થૌલ્ય ચક્ષુગોચર નથી. આગમમાં તેનું સૂક્ષ્મપરિણામ જ કહ્યું છે, જે ચતુઃસ્પર્શી Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (જુઓ પૃ. ૧૫૯) હોવાથી લોકમાં અવરોધ કરતું નથી. [૫]સંસ્થાન સંસ્થાન એટલે આકૃતિ કે રચના. તે અત્યંત્વ અને અનિયંત્વ એમ બે પ્રકારનું છે. જેના આકારની કોઈની સાથે તુલના કરી શકાય તે ઈત્યંત રૂપ. જેમકે ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ, દીર્ઘ, પરિમંડલ (વલયાકાર) વિગેરે જેની કોઈની સાથે તુલના ન થઈ શકે તે અનિત્યંત્વ રૂપ. મેઘ આદિનો આકાર અનિયમિત હોય છે. તેની કોઈની સાથે તુલના દ્વારા ન સમજાવી શકાય. [૬] ભેદ - એક પિંડ (સ્કંધ) રૂપે પરિણામ પામેલ પુદ્ગલનો વિભાગ થવો, તે ભેદ - તે પાંચ પ્રકારે છે. ઔત્કરિક, ચૌર્ણિક, ખંડ, પ્રતા અને અનુચટન. [૧] તમ - અંધકાર, અને પ્રકાશ, બંને પુગલના પ્રકાર છે. બંને સ્વતંત્ર છે : અંધકાર પણ યુગલ છે. અંધકાર એ કાળારંગે પરિણામેલા પુદ્ગલોનો સમૂહ છે, પ્રકાશના અભાવરૂપ નથી. તે દિવાલ આદિની જેમ, દૃષ્ટિમાં અવરોધ કરનાર છે. અંધકારના પુદ્ગલો પ્રકાશના કિરણો દ્વારા આચ્છાદિત થઈ જાય ત્યારે દૃષ્ટિમાં અવરોધ કરી શકતા નથી. પ્રકાશના પુદ્ગલોની ગેરહાજરીમાં જ અંધકારના પુદ્ગલો દૃષ્ટિમાં અવરોધ કરી શકે છે. વર્તમાનવિજ્ઞાન મુજબ અંધકારમાં પણ અલ્પ પ્રમાણમાં પ્રકાશના કિરણો વિદ્યમાન હોય છે. તે ખાસ ફોટોગ્રાફિક પ્લેટ દ્વારા જાણી શકાય છે. પ્રકાશના કિરણોની હાજરી વિના અંધકારમાં ફોટો લેવો શક્ય ન બને. તેથી પ્રકાશની જેમ અંધકારનું અલગ અસ્તિત્વ છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ (૪૮) સૂત્ર - ૨૪:-પુદ્ગલના અન્ય ૧૦ પ્રકાર ૨૭૯ [૮] છાયા - (જુઓ પૃ. ૮૯, ૯૦) પ્રકાશ ઉપર આવરણ આવવાથી છાયા પડે છે. તે બે પ્રકારની છે, (૧) તકર્ણ પરિણત, અને (૨) આકૃતિરૂપ છાયા. (૧) દર્પણાદિ સ્વચ્છ પદાર્થોમાં મુખાદિનું પ્રતિબિંબ પડે છે. તે તર્ણ પરિણત છાયા. તેમાં મુખના આકાર, વર્ણાદિ જેમના તેમ દેખાય છે, અને વસ્તુઓની ડાબી જમણી બાજુઓ ઉલટી થયેલી દેખાય છે. જેને Virtual images કહે છે. (૨) અસ્વચ્છ વસ્તુઓ પર પડતો પડછાયો તે આકૃતિરૂપ છાયા છે. તેને univerted images કહે છે. તેમાં ડાબી-જમણી બાજુ બદલાતી નથી. [૯-૧૦] આતપ અને ઉદ્યોત - પ્રકાશ પણ પુગલ છે. તેના બે પ્રકાર છે. આતપ = ગરમપ્રકાશ, ઉદ્યોત = ઠંડો પ્રકાશ. સૂર્યના પ્રકાશને આતપ કહેવામાં આવે છે. સૂર્ય, એ સૂર્યકાન્તમણિના સ્ફટિકનો વિશાળ ગોળો છે. સ્વયં શીત છે પરંતુ સૂર્યકાન્તમણિની માફક તેનો પ્રકાશ ઉષ્ણ છે. જેમ દૂર જાય તેમ તેના કિરણો વધુ ગરમી આપે છે. ચન્દ્ર ચન્દ્રકાન્ત-મણિના સ્ફટિકનો વિશાળ ગોળો છે. ચંદ્રના પ્રકાશને ઉદ્યોત કહેવાય છે. તે પણ સ્વયં શીત છે અને તેનો પ્રકાશ પણ શીત છે, ચંદ્રકાન્ત મણિની માફક. સૂર્ય અને ચન્દ્ર અડધા કરેલા ગોળદડા (કોઠાના ફળ)ના આકારના સ્ફટિકના ગોળા છે. વિદ્યુત ગોળાનો પ્રકાશ ઉષ્ણ છે. જ્યારે હીરાઓમાંથી ફેંકાતો અથવા આગિયા (firefly) નો પ્રકાશ શીત છે. વિદ્યુત ગોળા (bulb) આદિના પ્રકાશમાં ગરમીના કિરણોની પ્રધાનતા છે. જ્યારે રત્નોના પ્રકાશમાં પ્રકાશના કિરણોની પ્રધાનતા છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન - ૧૦% અને arc lampનું વર્તમાન વિદ્યુતૂ દીવાનું સામર્થ્ય ફક્ત ૭ ૧૫% (ટ્યુબ લાઈટના દીવામાં આ સામર્થ્ય ૬૦ ટકા સુધી છે.) બીજા શબ્દોમાં ૭થી ૧૫% ઊર્જા જ પ્રકાશમાં રૂપાંતર થાય છે. બાકીની ગરમીના સ્વરૂપમાં દેખાય છે. તેથી આ સાધનોમાંથી મળતી ઉર્જામાં, પ્રકાશ કરતાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે. જે આતપ સાથે સરખાવી શકાય. સૂર્યના વિષયમાં આ જ વસ્તુ છે. જ્યાં કિરણોત્સર્ગના ૩૫% જ પ્રકાશના સ્વરૂપમાં દેખાય છે. આગિયાના કીડાના શરીરમાં રહેલા નાના દીવાનું સામર્થ્ય ૯૯% હોય છે. બીજા શબ્દોમાં આગીયાના કીડામાંથી નીકળતા પ્રકાશમાં ૯૯% પ્રકાશનાં કિરણો અને ૧% ગ૨મીના કિરણો છે, જે ઉદ્યોતની સાથે સરખાવી શકાય. આ વસ્તુ જૈનશાસ્ત્રોમાં બતાવેલા આતપ અને ઉદ્યોતના અર્થની સમાન છે. ૨૮૦ આત્માની યોગ્યતા વિકસાવવાનો રાજમાર્ગ (૧) સ્વદોષ દર્શન. (૨) પરગુણ અનુમોદન. અને (૩) પરમાત્માનું શરણ ગમન. → છ પ્રકારના મનુષ્યો (૧) અધમાધમ - આલોક અને પરલોકમાં દુઃખ આપનારા કાર્યો કરે (૨) અધમ :- આલોકમાં સુખ આપનારા કાર્યો કરે (૩) વિમધ્યમ-ઉભયલોકમાં સુખ આપનારા કાર્યો કરે (૪) મધ્યમ :- કેવળ પરલોકના સુખ માટે સારી ક્રિયા કરે (૫) ઉત્તમ :મોક્ષ માટે જ પ્રયત્ન કરે. સાધુ, સાધ્વી શ્રાવક, શ્રાવિકા (૬) ઉત્તમોત્તમ ઃ- પોતે કૃતકૃત્ય બની અન્ય જીવોના કલ્યાણ માટે જ પ્રવૃત્તિ કરે – શ્રીતીર્થંકર ભગવાન - પૂ.આ.વિજયરામચન્દ્રપૂ. મ. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ (૪૯) સૂત્ર - ૨૫ અને ૨૬:- અણું અને સ્કંધની ઉત્પત્તિ (૪૯) સૂત્ર - ૨૫ અને ૨૬ : અણું અને સ્કંધની ઉત્પત્તિ - પરમાણુંની વ્યાખ્યા. – વિવિધ પ્રકારના સઘળા ભૌતિક પદાર્થોનો અંતિમકણ પરમાણું છે. તે સઘળા એક જ સ્વરૂપના છે. - આધુનિક વિજ્ઞાનનો Atom (અણું), એ વાસ્તવમાં Molecule (સ્કંધ) છે. - પરમાણુંઓના માત્ર સંયોગ (મિશ્રણ)થી નહિ, પણ બંધ (સંયોજન-એકરસપણાથી જોડાણ)થી સ્કંધ રચાય છે. અપાવ: ક્યા રહા અર્થ -પુદ્ગલો બે પ્રકારે છે. અણુઓ અને સ્કંધો. પરમાણુંની વ્યાખ્યા - कारणमेव तदन्त्यं, सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसगन्धवर्णो, द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥ અર્થ -પરમાણું તે (દરેક ભૌતિકપદાર્થનું) અંતિમકારણ છે, અને તે નિત્ય છે. તે પરમાણમાં પાંચમાંથી કોઈપણ) એક રસ, બેમાંથી) એક ગંધ (ચારમાંથી) બે સ્પર્શ હોય છે તેને (ભૌતિકપદાર્થોની રચનારૂપ) કાર્યવડે જાણી શકાય છે. (જુઓ પૃ. ૪૪) -> (વિવિધપ્રકારના સઘળા ભૌતિક પદાર્થોનો) અંતિમ કણ એ પરમાણું છે : બે પરમાણુંઓ જોડાઈને વ્યણુંક બને છે. ત્રણ જોડાઈને ચણુંક. તે Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન રીતે વધુ વધુ પરમાણુંઓ જોડાવાથી તેટલા અણુઓનો અંધ બને છે. અનંતા જોડાઈને તેવો અંધ બને છે. આ બધાની રચના થવામાં મૂળ (અન્ય કણ) (elementry particle) કારણ પરમાણું છે. પરમાણું સદા અદશ્ય, અને વજનરહિત હોય છે, કારણ તે “સૂક્ષ્મ પરિણામ' નામના ગુણધર્મવાળો છે. અંતિમકણ - જ્યારે વિશ્વનો કોઈપણ ભૌતિકપદાર્થ રચાય ત્યારે તે તેના અવયવો મળીને બને છે. દા.ત. ઘરની રચના ઈંચ, માટી, રેતી આદિ અવયવો મળીને બને છે. ટેબલ, ખુરશી વિગેરે, તેના વિભાગો (અવયવો) જોડાઈને બને છે. પાણી અનેક ટીપાં (અવયવો) મળીને બને છે. ઇત્યાદિ સમજવું. તે (ઈટ, માટી, ટીપાં આદિ) અવયવો પણ તેના બીજા અવયવો (વિભાગો)થી બને છે. આ રીતે વિચારતાં તેઓનો કોઈ અંતિમ અવયવ (ઘટક-અંશ) અવશ્ય હોવો જોઈએ કે, જેના હવે બીજા કોઈ અવયવ (વિભાગ) ન હોય. એટલે કે હવે તેના બે ભાગ ન થઈ શકે. આવો અવિભાજ્ય અંતિમકણ (elementry Particle) તે જ પરમાણું છે. (જુઓ પૃ. ૪૪થી ૫૧) પરમાણું ઓ જોડાઈને જે પદાર્થો રચાય છે, તેમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે, પરંતુ તેના મૂળ પ્રારંભિક ઘટક પરમાણુમાં, વાસ્તવમાં કોઈ જ વિવિધતા નથી. તે સઘળા એક સમાન જ છે. કોઈપણ વિવિધતા વિના પરમાણુંથી રચાતા ભૌતિક પદાર્થોમાં વિવિધતા આવવાનું કારણ તે પરમાણુંઓની પરસ્પર સંયોજન પામવાની પદ્ધતિની વિવિધતા છે. વર્તમાન રસાયણશાસ્ત્ર (chemistry) માં તે બહુ પ્રસિદ્ધ છે. સોનું, લોખંડ, આરસ, પથ્થર, હવા, પાણી, વાદળ ઇત્યાદિ દશ્ય, અને બીજા અદશ્ય, ભાષા, મન, કર્મ, આદિમાં વિવિધતા, પરમાણુંઓ અને તેનાથી બનેલા સ્કંધોના વિવિધ પ્રકારના સંયોજનથી છે. પરમાણું સૂમ અને વ્યવહારિક બે પ્રકારનો છે (જુઓ પૃ. ૪૪) અવિભાજય અંતિમઘટક જે પરમાણું છે તે સૂક્ષ્મ સમજવો. Page #311 -------------------------------------------------------------------------- ________________ (૪૯) સૂત્ર - ૨૫ અને ૨૬ :- અણું અને સ્કંધની ઉત્પત્તિ → આધુનિક વિજ્ઞાનનો atom એ વાસ્તવમાં Molecule (સ્કંધ) છે. આધુનિક વિજ્ઞાનના પુદ્ગલના આણ્વિક સિદ્ધાંતના પ્રતિપાદક જોહ્ન ડેલ્ટને ૧૮૦૮માં જાહેર કર્યું હતું કે “તેને સારી રીતે જાણનાર કોઈપણ માણસ અણુ (એટમ)નો ભંગ ન કરી શકે.” ગ્રીક તત્ત્વજ્ઞાની ડેમોક્રીટસે (ઈ.પૂ. ૪૨૦) પણ પુદ્ગલ પદાર્થના અવિભાજય અંશ વિષે સૂચન કર્યું હતું. આધુનિક રસાયણશાસ્ત્ર મુજબ કહેવાતો અણુ, એ વાસ્તવમાં પ્રોટોન, ઇલેકટ્રોન, ન્યૂટ્રોન આદિનો સમૂહ સાબિત થયો છે. ન્યૂટ્રોનની ગતિ એક સેકંડના ૧૦૦૦ માઈલની માની છે. તે સીસાની જાડી દીવાલમાંથી પણ પસાર થઈને જઈ શકે. X-ray દ્વારા પણ તે પ્રત્યક્ષ ન થાય. તેની શક્તિ એટલી છે કે, જો તેનો તોપગોળો બનાવવામાં આવે તો ૭૫૦ માઈલ જાડી સ્ટીલ પ્લેટને પણ ભેદી શકે. કૃત્રિમ શસ્ત્રોમાં તે સૌથી શક્તિશાળી જણાયું છે. ૨૮૩ એક વાર જે શ્વાસ લઈએ તેમાં ૧૪૪૧૦૧૦ ન્યૂટ્રોન માન્યા છે. કેટલાકે આનાથી પણ સૂક્ષ્મ પ્રારંભિક અણુ ને quark (ક્વાર્ક) નામ આપ્યું છે, પરંતુ ત્યાં સુધી પહોંચી શક્યું નથી. (જુઓ પૃ. ૧૨૦) સ્કંધ - પરસ્પર જોડાયેલા બે પરમાણુ (વ્યણુંક)થી માંડીને સમગ્ર લોકાકાશ વ્યાપી (વિશ્વવ્યાપી) અચિત્ત મહાસ્કંધ. સ્કંધો બે પ્રકારના હોય છે. સૂક્ષ્મપરિણામવાળા અને બાદર (સ્થૂલ)પરિણામવાળા. બાદર પરિણાવાળા સ્કંધો જ ચક્ષુથી દશ્યમાન થાય છે. આથી આપણને અત્યારે દૃશ્યમાન થતા ઘટાદિ સર્વ સ્કંધો બાદર પરિણામી છે . બાદર પરિણામવાળા સ્કંધોમાં આઠેય પ્રકારનો સ્પર્શ, અને સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધોમાં (સ્નિગ્ધ, રુક્ષ-અને શીત-ઉષ્ણ-આ બે જોડકામાંથી એક સાથે એક સ્કંધમાં કોઈપણ બે, અને અનેક સ્કંધની ગણતરીએ કુલ) ચાર પ્રકારનો સ્પર્શ હોય છે. પરસ્પરેળાસંયુત્તા: પરમાળવઃ, સ્વસ્થા: પુનર્વીર્ - પરિનામपरिणता अष्टस्पर्शा बद्धा एवाणुसङ्घाताः, सूक्ष्मपरिणामभाजस्तु चतुः Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પણ છવ મત્તા (પ્રકૃત સૂત્રના ભાગ પર શ્રી સિદ્ધસેનગણિકૃત ટીકા) અર્થ - પરમાણુઓ પરસ્પર અસંયુક્ત હોય છે, અને બદ્ધાળુઓ (પરસ્પર સંયોજન પામેલા અણુઓ)ના સંઘાતસ્વરૂપ બાદર પરિણામી સ્કંધો આઠ સ્પર્શવાળા હોય છે, જ્યારે સૂર્મપરિણાવાળા ચાર સ્પર્શવાળા જ હોય છે. (જુઓ લેખ-પૃ. ૧૧ અને ૧૪૬) - વર્તમાન રસાયણ શાસ્ત્રના કેટલાક લેખકો અણુને atom કહે છે. અને સ્કંધને molecule કહે છે. ઉપર જૈન તત્ત્વજ્ઞાનીઓએ આપેલી અણુની વ્યાખ્યા જણાવી, ત્યાં નિર્દેશ કર્યો છે કે, અણુ, તે પુગલનો અંતિમ કણ છે, જેનું કોઈપણ રીતે વધુ આગળ ઉપવિભાજન ન થઈ શકે. તેથી atom શબ્દનો અર્થ કાંઈક અદશ્ય એવો થતો હોય તો પણ તેને જૈતતત્ત્વજ્ઞાનના પરમાણુંની માન્યતા સાથે સરખાવી ન શકાય. તે સ્કંધ (molecule) જ છે. વર્તમાન વિજ્ઞાનને નીચેના એક તત્ત્વાત્મક (elementry) કણનું જ્ઞાન છે. (૧) એક તત્ત્વાત્મક (elementry) ઋણભાર જેને ઇલેક્ટ્રોન કહે છે. (૨) એક તત્ત્વાત્મક ધન (+) ભાર જેને પોઝીટ્રોન કહે છે. (૩) ૧૮૫૦ ગણા ભારે એક તત્ત્વાત્મક ધનભાર જેને પ્રોટોન કહે (૪) કોઈપણ વિદ્યુત ભાર વિનાના અને પ્રોટોન કરતાં જથ્થામાં સહેજ ભારે એવા પુદ્ગલના એક તત્ત્વાત્મક કણો જેને ન્યૂટ્રોન કહે છે. (૫) ભારે ઇલેક્ટ્રોન્સ. (૬) ન્યૂટ્રીનો (neutrino)નો કણ જેને કોઈ વિદ્યુત ભાર નથી. (૭) પ્રોટોનની સમાન જથ્થાવાળા ઋણ, (-) ભારવાળા કણો, જેને ઋણ પ્રોટોન (negative porton) કહે છે. (૮) Mu Mesons ધન અને ઋણ, જે ઇલેક્ટ્રોન કરતાં ૨૦૦ ગણા Page #313 -------------------------------------------------------------------------- ________________ (૪૯) સૂત્ર-૨૫ અને ૨૬-અણું અને સ્કંધની ઉત્પત્તિ ૨૮૫ ભારે હોય અને સરેરાશ જીવન ૧૦-સેકંડ (૧ સેકંડનો કરોડમા ભાગ જેટલું) હોય છે. જે અંતે નાશ પામી ઈલેકટ્રોનમાં ફેરવાય છે. અત્યાર સુધી તેમાંના ૧૦૦ જેટલા શોધાયા છે. પ્રોફેસર મેક્સ બોર્ને કહ્યું છે કે “પ્રથમના ચારનું અસ્તિત્વ દૃઢ રીતે સ્થાપિત થયું છે. ઇલેકટ્રોન અને પોઝીટ્રોન બે હલકાં છે. પ્રોટોન અને ન્યૂટ્રોન બે ભારે છે.” આગળ તેઓ ઉમેરે છે કે “આ અત્યંત ઘણા છે. કારણ કે સંભવિત છે કે, એક પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સંયોજન, ન્યૂટ્રોન આપશે. એક ન્યૂટ્રોન અને એક પોઝીટ્રોન, એક પ્રોટોન આપશે. ન્યૂટ્રોન અથવા પ્રોટોન અવશ્ય સંયુક્ત હોય છે.” વળી, આ જ પુસ્તકમાં વાંચવા મળે છે કે, એક અણુનો ન્યૂકલીઅસ (nucleus) પ્રોટોન્સ અને ન્યૂટ્રોન્સ તથા ઇલેકટ્રોન્સ અને પ્રોટોન્સ ધરાવે છે. જે નીચે મુજબના રૂપાંતરો થાય ત્યારે ન્યૂકલીઅસમાંથી બહાર ઊડી જાય છે. પ્રોટોન તૂટીને, ન્યૂટોન + પોઝીટ્રોન અને ન્યૂટ્રોન તૂટીને, પ્રોટોન + ઇલેકટ્રોનમાં રૂપાંતર થાય છે. સંધાતમે સત્યઘને પારદા અર્થ - સંઘાતથી, ભેદથી, અને સંઘાત-ભેદ ઉભયથી સ્કંધની ઉત્પત્તિ થાય છે. અલગ અલગ રહેલા બે પરમાણુ મળવાથી દ્વિઅદેશિક સ્કંધ (દ્વયણુક) થાય ત્યારે તે સંઘાતજન્ય કહેવાય. તેજ રીતે સંખ્યાત, અસંખ્યાત, અનંત અને અનંતાનંત પરમાણુ મળવાથી યાવત્ અનંતાનંત પ્રદેશી સ્કંધ (જોડાણથી ઉદ્ભવેલો) સંઘાતજન્ય કહેવાય. કોઈ મોટા સ્કંધ તૂટવાથી નાના સ્કંધ થાય તે ભેદજન્ય (તૂટવાથી થયેલા) હોય છે. જ્યારે કોઈ એક સ્કંધ તૂટતાં તેના અવયવની સાથે, તે જ સમયે પરમાણુ આદિ કોઈ દ્રવ્ય, જોડાવાથી નવો સ્કંધ બને, તે સંઘાત-ભેદ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ઉભયજન્ય સમજવો. - માત્ર પરમાણુંઓના “સંયોગથી નહિ પણ બંધથી સ્કંધ રચાય છે - કોઈ વાર એક આકાશ પ્રદેશમાં અનંતા પરમાણુઓ પણ પરસ્પર સંયોગવૃત્તિથી જ બંધાઈને નહિ) રહેલા હોય, તો સ્કંધ તરીકે ગણાતા નથી. પરંતુ પરસ્પર સ્નિગ્ધ-રૂક્ષ ગુણને કારણે બંધાકારે પરિણામ પામ્યા હોય તો જ સ્કંધ તરીકે ગણાય. પ્રશ્નઃ સંયોગ અને બંધ આ બેમાં વિશેષતા શું છે? ઉત્તરઃ અવયવો (પરમાણુઓ) એક બીજાથી નિરન્તરપણા વડે જ, માત્ર રહેલા હોય, તે સંયોગ કહેવાય. અને તે જ અણુઓ જો અન્યોન્ય એકબીજા સાથે અંગાંગી સ્વરૂપે (એકરસ થઈને) જોડાઈ જાય તો તેને બંધ કહે છે. જેમકે અનાજના લોટના ઢગલામાં, તે લોટના કણો ફક્ત એકબીજાની નજીક રહેલા છે. એકબીજા સાથે કોઈ બંધન નથી, સ્વતંત્ર છે, તેને સંયોગ કહેવાય. જ્યારે તે જ લોટમાં પાણી નાખી પિંડ બનાવામાં આવે ત્યારે તે કણિયા સ્વતંત્ર નથી. પરંતુ બંધાઈને અંગાંગીભાવ રૂપે, એક અલગ સ્કન્ધ બની જાય છે. તે બંધ કહેવાય. – અસત્ય એ આડંબર છે, સત્ય તો સાક્ષાત્ પીતાંબર છે. -> વિલાસપ્રિય અસત્ય, સંતતિ નિયમન સ્વીકારતું નથી. તેનો પરિવાર બહોળો હોય છે, એક જૂઠાને ઢાંકવા બીજા હજાર જૂઠાને શરણે જવું પડે છે. - સંયમી સત્ય, બ્રહ્મચર્ય પાળે છે. તે સ્વયંમાં જ પૂર્ણ છે. - સત્ય માણસની આત્મશક્તિ વધારે છે. અસત્ય ઉધઈની માફક કોરી ખાય છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ (૫૦) સૂત્ર - ૨૭-૨૮:-પરમાણુની ઉત્પત્તિ ૨૮૭ [ (૫૦) સૂત્ર - ૨૭-૨૮:- પરમાણુની ઉત્પત્તિ ] - પરમાણુની ઉત્પત્તિ. - અણુને ૫૦ કરોડગણો મોટો કરી, તેનું ચિત્ર લેવામાં સફળતા. - પરમાણુ કોઈ પણ ઉપકરણથી પ્રત્યક્ષ ન થઈ શકે. મેવાડ રા અર્થ - પરમાણું ભેદથી જ ઉત્પન્ન થાય છે. (સંઘાતથી નહિ) સ્વો. ભા. - એલોવેવ પરમપુજ્યદ્યતે, સંધાતાહિતિ -> પરમાણુની ઉત્પત્તિ - અર્થ : સ્કંધના ભેદ (તૂટવા)થી જ પરમાણુ ઉત્પન્ન થાય છે. સર્વાર્થસિદ્ધિના કર્તાએ સૂત્ર ૨૫માં પ્રાચીનોનો અણુ સ્પષ્ટ રીતે નીચે મુજબ દર્શાવ્યો છે. “નૌસ્થાવાત્માય માત્મHધ્યા માત્માન્તાશ . ૩રું ૨ - अत्तादि अत्तमज्जं अत्ततं णेव इंदियगेज्जं । जं दव्वं अविभागी तं परमाणु विआणाहि। અર્થ કદમાં નાનો હોવાથી અણુ પોતે જ આદિ, અને પોતે જ અંત છે. તે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય મર્યાદાની બહાર છે. એટલે કે આંખોથી જોઈ શકાતો નથી. તે અંતિમ અદેશ્ય તત્ત્વ છે.” -> અણુને ૫૦ કરોડ મોટો કરી તેનું ચિત્ર લેવામાં સફળતાઃ છેલ્લા વર્ષોમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી કહેવાતા અણુના પ્રતિબિંબને જોવા શક્ય બની છે. યુ.એસ.એ.ની એક યુનિવર્સિટીએ એક two - stage instrumentની સહાયથી અણુ ૫૦ કરોડ ગણો મોટો કરવામાં આવ્યો અને આ પ્રમાણે તેઓ Neon અને Argon ના કહેવાતા અણુઓનાં ચિત્રો લેવામાં Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સફળ થયા. (સાયન્સ ટુડે જૂન, ૧૯૭૪, પેજ - ૧૦) – પરમાણુ પ્રત્યક્ષ ન થઈ શકવા માટેનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. John Pilly (Bristol Universityના પ્રોફેસર) “Do atoms really exist?” (શું અણુઓ ખરેખર વાસ્તવિક છે?) તે ઉપશીર્ષક તળે જણાવે છે કે, આપણે અણ જોઈ શકતા નથી, અને ક્યારેય જોઈ શકીશું પણ નહિ. તેનું કારણ એ છે કે પ્રકાશ મોજાંઓનો બનેલો છે, જે તમે વિચાર્યું નહિ હોય...સામાન્ય રીતે પ્રકાશને તમે સીધી લીટીમાં જતો માનશો, પરંતુ વાસ્તવમાં તે થોડોક ગોળાકાર ખૂણે વળે છે – જેવી રીતે સમુદ્રના મોજાઓ. આની અસર એ થાય છે કે, તમે દરેક વસ્તુ જુઓ છો તેની કિનારીઓને સહેજ બટ્ટો (blur) દેખાય, પરંતુ આ બટ્ટો એટલો બધો સાંકડો હોય છે, કે તમે સામાન્ય રીતે ક્યારેય જોઈન શકો. પરંતુ જો તમે સૂક્ષ્મદર્શક યંત્ર વડે અત્યંત નાની વસ્તુઓ જોવાનો પ્રયત્ન કરશો તો તમને લાગશે કે તમે તે બટ્ટો (blur) જોવાની શરૂઆત કરો છો. પરંતુ તમે અણુને જોઈ શકો ત્યાં સુધી પહોંચો, તે પહેલાં તમે જે વસ્તુઓ જુઓ છો તે, બટ્ટામાં તદ્દન લુપ્ત થઈ જશે. તે જ આ વસ્તુ બતાવે છે કે અણુઓ જોવા હંમેશાં અશક્ય છે. જો તેઓ દશલાખ ગણા મોટા હોય તો પણ અત્યાર સુધી બનેલા સૂક્ષ્મદર્શક યંત્રો વડે જોવા અશક્ય છે.” કઠિનતા અને મૃદુતા તેમજ ગુરુતા અને લઘુતા (ભારે હલકાપણું) એ-૪ ગુણો જૈનમત પ્રમાણે અણુઓ સાથે સંકળાયેલા નથી. સ્કંધો દેશ્ય અને અદેશ્ય બંને પ્રકારના હોય છે - (૫ ૫૩-૫૪) भेदसंघाताभ्यां चाक्षुषाः ॥२८॥ અર્થ - ભેદ અને સંઘાત ઉભયથી ઉત્પન્ન થયેલા સ્કંધો જ ચાક્ષુષ (ચક્ષુથી જોઈ શકાય તેવા) બને છે. (ચક્ષુ ઉપલક્ષણ હોવાથી પાંચેય ઇન્દ્રિયોથી જાણી શકાય તેવા સમજવું.) Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ (૫૦) સૂત્ર - ૨૭-૨૮:-પરમાણુની ઉત્પત્તિ જે સ્કંધો કેવળ ભેદી અથવા કેવળ સંઘાતથી ઉત્પન્ન થાય છે, તે તો ચક્ષુ આદિ ઈન્દ્રયોથી જાણી શકાતા જ નથી (અચાક્ષુષ છે). જે સ્કંધો ભેદ અને સંઘાત ઉભયથી ઉત્પન્ન થાય તે જ ચક્ષુ આદિથી જાણી શકાય (ચાક્ષુષ) છે. અહીં એવો નિયમ નથી કે, ભેદ અને સંઘાત ઉભયથી ઉત્પન્ન થનારા સર્વે ચાક્ષુષ છે. અચાક્ષુષ સ્કંધો પણ ઉભયથી ઉત્પન્ન થાય છે. આ રીતે જોતાં એટલું નિશ્ચિત થાય છે કે, ચાક્ષુષ સ્કંધો ભેદ અને સંઘાત ઉભયથી જ ઉત્પન્ન થનારા હોય છે. જે સ્કંધ પહેલાં સૂમ હોવાના કારણે અચાક્ષુષ (અદશ્યો હોય, તે પણ નિમિત્તવશ સૂક્ષ્મત્વપરિણામ છોડી, બાદર(સ્થૂલ) પરિણામી બને તો ચાક્ષુષ (દશ્ય) થઈ શકે છે. આવા સ્કંધને ચાક્ષુષ થવામાં ભેદ અને સંઘાત બંને અપેક્ષિત છે. અર્થાત્ સૂક્ષ્મમાંથી સ્થૂલ પરિણામ પામે છે, ત્યારે કેટલાંક નવા અણુઓ સ્કંધમાં અવશ્ય મળી જાય છે. તેમ બીજા કેટલાક અલગ પણ થઈ જાય છે. શૂલપરિણામી સિવાય કોઈ પણ સ્કંધ ચાક્ષુષ (આંખે દેખી શકવા યોગ્ય) થઈ શકતો નથી. પુદ્ગલોના વિચિત્ર પરિણામને જણાવતાં કહ્યું છે કે – યતો विचित्रपरिणामाः पुद्गलाः कदाचिद् बादर - परिणाममनुभूय जलधरशतक्रतुचापसौदामिनीलवण-सकलादिकमथ पश्चादतक्षणीयपरिणाममात्मस्वरूपावस्थानस्वभावमतिसूक्ष्ममाददते करणान्तरलक्षणतां वा મનને નવહિામૃતયા (પ્રકૃત સૂત્રના સ્વ.ભા. ઉપર શ્રી સિદ્ધસેનગણિ કૃત ટીકા) અર્થ :- પુગલો વિચિત્ર પરિણામવાળા હોય છે, તે કોઈવાર વાદળા જેવા મૂદુ, વજ જેવા કઠણ, હાથી જેવા મોટા અને પથ્થર જેવા નાના, ઇત્યાદિ અનેક પ્રકારના સ્થૂલ (દશ્ય) પરિણામને અનુભવી, તે જ પુદ્ગલો, પાછા અદશ્ય એવા સૂક્ષમ પરિણામને પણ પામતા હોય છે. અથવા પરિણામની વિચિત્રતાથી અધિક ઇન્દ્રિયથી જાણી શકાતા સ્કંધો Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અલ્પ ઇંદ્રિયથી ગ્રાહ્ય પણ બની જાય છે. જેમ મીઠું, હિંગ આદિ પદાર્થો ચક્ષુ, સ્પર્શન, રસન, અને પ્રાણ, આ ચાર દ્વારા ગ્રહણ કરાય, પરંતુ પાણીમાં મળી જાય તો ફકત રસન, અને પ્રાણ દ્વારા જ ગ્રાહ્ય થાય. ચક્ષુ અને સ્પર્શથી જણાતા નથી, આ વસ્તુ સહુને પ્રત્યક્ષ છે. રસાયણશાસ્ત્રમાંથી દૃષ્ટાંત તરીકે લઈએ તો હાઇડ્રોજન અને કલોરિન ગૅસના સ્કંધો આંખ માટે અદશ્ય છે. પરંતુ તેઓ સંયોજાઈને જ્યારે હાઇડ્રોકલોરિક એસિડના બે સ્કંધો બને છે, ત્યારે તે પદાર્થ દશ્ય બને છે, અને અતિ ઝીણા સૂક્ષ્મદર્શક યંત્રમાં સ્કંધો ઓળખી શકાય છે તે પ્રક્રિયા સમીકરણરૂપે નીચે મુજબ બતાવાય છે. H. + CI, = 2HCI એટલે કે હાઇડ્રોજન સ્કંધ + કલોરિન સ્કંધ =હાઇડ્રોકલોરિક એસિડના ૨ સ્કંધ અહીં સૂત્ર ૨૮ સુધી, ધર્માસ્તિકાયાદિ દરેક દ્રવ્યનું સ્વતંત્ર લક્ષણ અને સ્વરૂપ જણાવ્યું. આથી એ સિદ્ધ થયું કે તે પાંચેય દ્રવ્યો સત્ (વાસ્તવિક) છે. આથી હવે પાંચેયનું સત્ તરીકે એક લક્ષણ શું છે, તે જણાવે છે. સત્ય વસ્તુ માટે લડવાનું જેનામાં સામર્થ્ય નથી હોતું તેનો ‘સંપ’ પણ ‘તકલાદી’ હોય છે. → આજે શાસનના ‘સત્યો’ ઘવાય છે, તે સમાજ અજાણ છે. માટે ઘવાય છે. એકલી ક્રિયા પુણ્યરૂપ થાય, પણ ધર્મરૂપ ન થાય. ધર્મી બન્યા હોઈએ તો પણ, ધર્મી તરીકેની ખ્યાતિનો લોભ સારો નથી. → પાપાનુબંધી પુણ્ય અનીતિ આદિ પાપો કરવાથી જ ફળે. → ત્યાગ માટે રાગ કરાય, પણ રાગ માટે ત્યાગ ન કરાય. પૂ.આ. વિજયરામચન્દ્રસૂ.મ.સા. Page #319 -------------------------------------------------------------------------- ________________ (૫૧) સૂત્ર - ૨૯:- સત્ ની વ્યાખ્યા ૨૯૧ [ (૫૧) સૂત્ર - ૨૯:- સત્ ની વ્યાખ્યા – વાસ્તવિક વસ્તુને સત્ કહેવાય છે. - દરેક સત્ વસ્તુ, ત્રિગુણ સ્વભાવવાળી છે. > સતુ, તે જ ઈશ્વર છે. સઘળો તેનો વિસ્તાર છે. તે રીતે ઈશ્વર સર્વવ્યાપક છે. > ત્રિપદીમાં વિશ્વવિજ્ઞાનનો ખજાનો છે. उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ॥२९॥ અર્થ - ઉત્પાદ (ઉત્પત્તિ) વ્યય (નાશ) અને ધ્રૌવ્ય (સ્થિરતા) યુક્ત | હોય તે સત્ કહેવાય છે. વાસ્તવિક વસ્તુને સત્ કહેવાય છે : સતુ = વિદ્યમાન વસ્તુ, અસ્તિત્વ ધરાવતી વસ્તુ. જે કોઈપણ વસ્તુ વાસ્તવિક હોય તેને “સ” કહેવાય છે. તેવી “સત્ વસ્તુ અવશ્ય ત્રણ સ્વભાવ, કે ત્રણ ગુણધર્મ સહિત જ હોય. અથવા બીજી રીતે કહીએ તો, આ ત્રણ ગુણધર્મો જેમાં ન ઘટતા હોય તે વસ્તુ “સ” ન હોય. તેને અસત્ (અવાસ્તવિક) કહેવાય. ટૂંકમાં કહીએ તો, જગતમાં બધી જ વસ્તુ ત્રિગુણાત્મક છે. જૈન તત્ત્વજ્ઞાનમાં જે સઘળા શ્રુતજ્ઞાનનું બીજ કહેવાય છે. તે ત્રિપદી પણ આ જ છે. વર્તમાન ભૌતિકશાસ્ત્રનો પદાર્થ અને ઉર્જાનો નિયમ પણ આ જ વસ્તુને દર્શાવે છે. (જુઓ પૃ. ૧૩થી ૧૭ અને પ૮થી ૬૪) ક સત્ય અને અસત્ વસ્તુને સમજવા માટે પાંચ મુદ્દા - (૧) સત્પદ - શબ્દ કે શબ્દોથી બનેલું પદ હોય, અને તેનો કોઈ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અર્થ થતો હોય. તેને સત્પદ કહેવાય છે. તે વસ્તુ જગતમાં અવશ્ય હોય જ. દા.ત. ઘટ, પટ, મકાન, દેવ, આત્મા, મોક્ષ વિગેરે પદો સત્પદ છે. તેથી તે વસ્તુઓ સત્ છે. બે શબ્દોથી બનેલું સામાસિકપદ હોય, અને તેનો અર્થ જગતમાં પ્રચલિત હોય તો તે વસ્તુ પણ હોય દા.ત. મૃગશૃંગ = હરણનું શીંગડું. તેથી તે સત્ છે. (૨) અસત્પદ - જે શબ્દ કે શબ્દોનો અર્થ જ ન થતો હોય, જે વસ્તુ જગતમાં પ્રચલિત ન હોય તેવું, જેમ તેમ શબ્દો જોડીને બનાવેલું પદ દા.ત. “ડિત્ય, પવિત્ય' વિગેરે. આનો કોઈ અર્થ થતો નથી, અને તેવી વસ્તુ કોઈએ ક્યારેય પણ જોઈ, જાણી કે સાંભળી નથી. તેથી તે અસત્પદ છે. તેવી વસ્તુઓ અસત્ કહેવાય. એટલે કે અવાસ્તવિક વસ્તુ. તેમજ ખરશૃંગ” (ગધેડાનું શીંગડું), વંધ્યાપુત્ર, વિગેરે જેવામાં બે પદો છે. પરંતુ તેના સમાસથી જે અર્થ થાય છે, તે વસ્તુ જગતમાં પ્રચલિત નથી. તે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોતી નથી. માટે તે અસત્ છે. (૩) નિષેધઃ- જે વસ્તુ વિદ્યમાન હોય (સત), તેનો જ નિષેધ કરાય છે. જે વસ્તુ હોય જ નહિ. (અસ) તેનો નિષેધ કરાતો નથી. કોઈ પૂછે કે “રતિલાલ છે ' ઉત્તર મળે કે નથી'. તો તેનો અર્થ એ થયો કે, રતિલાલ નામનો કોઈ વ્યક્તિ જગતમાં છે. પરંતુ તે અહીં, કે વર્તમાનમાં હાજર નથી. આનાથી એ સમજાશે કે, જે વસ્તુ સાવ જ ન હોય તો, તેનો નિષેધ કરાતો હોતો નથી. (૪) ત્રણકાળમાં ક્યારેય પણ હોય - જે સતુ હોય તે ત્રણે કાળમાં ક્યારેય પણ હોય જ. એટલે કે હતી, કે છે, અથવા થશે. જેમકે વિક્રમરાજા અત્યારે ભલે નથી, પણ થઈ ગયા છે, માટે તેવો પ્રયોગ પ્રચલિત છે. તેથી તે પણ સત્ છે. આચાર્ય દુuસહસૂરિ કલિકાલમાં છેલ્લા જૈનશાસનના આચાર્ય થવાના છે. આવું શાસ્ત્રવચન મળે છે. માટે Page #321 -------------------------------------------------------------------------- ________________ (૫૧) સૂત્ર - ૨૯ :- સત્ ની વ્યાખ્યા તે પણ સત્ છે. (૫) સંસ્કાર ઃ- જે સત્ છે તેના સંસ્કાર કાયમ રહેવાના. દા.ત. વિક્રમરાજા અત્યારે હયાત નથી, પરંતુ તેમનો આત્મા જગતમાં ક્યાંય પણ વિદ્યમાન છે. અને તેમના આત્મામાં વિક્રમરાજાની ભૂતકાળની વિદ્યમાન અવસ્થાના દરેક ઘટનાના સંસ્કારો પડેલા છે. (તે ક્યારેય લોપ થશે નહિ). તેમનો પૂર્ણજ્ઞાની બનશે ત્યારે પોતાના ભૂતકાળ તરીકે જોઈ શકશે. સર્વજ્ઞ આત્મા પોતાના અને બીજા આત્માઓના અને કોઈપણ પદાર્થમાત્રના, ભૂતભવિષ્યની અનંત અવસ્થાઓને જુએ છે, જાણે છે. ૨૯૩ જગતમાં આવી સત્ વસ્તુઓ અનંત છે. પણ તે બધાનો સમાવેશ પાંચમાં થઈ જાય. એટલે તે પાંચ દ્રવ્યોનું વર્ણન કરીને તેને સત્ ‘સંજ્ઞા’ અહીં આપી. સત્ પાંચ જ છે. છઠ્ઠું કોઈ ‘સત્’ નથી. આ પાંચ સત્મય આ જગત છે. → દરેક સત્ વસ્તુ, ત્રિગુણ સ્વભાવવાળી છે : દરેક સત્ વસ્તુમાં ૩ ગુણ અવશ્ય હોય છે, તે આ સૂત્રદ્વારા જણાવ્યું. આ રીતે આખું જગત્ (એટલે કે પાંચ દ્રવ્યો) ઉત્પાદ, વ્યય અને ધૌવ્ય ૩ ગુણ યુક્ત છે. વિશ્વ આ ત્રયાત્મક છે. વિશ્વ સત્ છે માટે શાશ્વત છે, સદા કાળ છે. આ સઘળું વિશ્વ, પાંચ અસ્તિકાયમાં વિભાજિત કરી બતાવ્યું. તેમ આસૂત્રથી સઘળું વિશ્વ, સઘળા પદાર્થો ત્રયાત્મક છે. એટલે કે ઘટ, પટ, મકાન, આપણે પોતે સહિત બધા વ્યક્તિઓ, આકાશ, વાદળ, આદિ બધું જ ત્રયાત્મક છે. ઉત્પાદ = ઉત્પત્તિ, વ્યય નાશ અને ધૌવ્ય = સ્થિરતા (સ્થાયી આધાર). (તેની વિશેષ સમજૂતિ માટે જુઓ પૃ ૧૭, ૨૦, ૫૮ અને ૨૯૫થી ૩૦૦) ત્રણેમાંથી એકને પણ ન માનો તોયે ન ચાલે. વળી ત્રણેય એકી સાથે, એક જ કાળમાં, દરેક પદાર્થમાં ઘટે છે. આવું શ્રીતીર્થંકર પરાત્માઓએ બતાવ્યું છે. = Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન = સત્ તે જ ઈશ્વર છે, સઘળો તેનો વિસ્તાર છે. તે રીતે ઈશ્વર, સર્વ વ્યાપક છે : પૌરાણિકો આ જ વસ્તુને બીજી રીતે સ્વીકારે છે. તેઓ ત્રિમૂર્તિમય ઈશ્વરને માને છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મદેવનું સ્વરૂપ ઉત્પન્ન કરે છે. મહાદેવનું સ્વરૂપ નાશ કરે છે, અને વિષ્ણુદેવનું સ્વરૂપ સ્થિર રાખે છે, પાલન કરે છે. આ વસ્તુ રૂપાંતરથી આ સૂત્રની વાતને જ સૂચવે છે. જૈનદષ્ટિથી ઉત્પાદાદિ ત્રણ સત્ રૂપ પરમબ્રહ્મ વ્યાપક છે. આ રીતે પણ જૈનદષ્ટિથી ઈશ્વર ઘટે છે. આવું સત્ તે જ ઈશ્વર છે. સઘળું વિશ્વ તેનો વિસ્તાર છે. આ રીતે વેદાન્તીઓનું પરબ્રહ્મ ઘટે છે. જે છે, જે થાય છે, જે થશે, અને જે નાશ પામે (બદલાયો છે, તે સત્ છે. તે ત્રિગુણાત્મક સ્વભાવ સર્વવ્યાપક છે. દરેક પળે સક્રિય છે. આવા સ્વભાવરૂપ ઈશ્વરતત્ત્વ સર્વવ્યાપક છે. અને આ રીતે ઈશ્વરતત્વ જ બધું કરે છે, તેમ ઔપચારિક રીતે કહી શકાય. જો કે ઔપચારિકતા મુખ્ય વસ્તુને આશ્રયીને હોય છે. અહીં મુખ્ય વસ્તુ તરીકે ઈશ્વરની વ્યક્તિ તરીકેની ઇચ્છાથી સર્જન, સંચાલન આદિને માનવાથી ઈશ્વરના ઈશ્વરપણામાં જ હાનિ આવીને ઊભી રહે છે. મુખ્યવસ્તુ જ લોપાઈ જાય છે. તેથી ઈશ્વર વ્યક્તિરૂપે નહિ, પણ ત્રિગુણાત્મક સ્વભાવરૂપે છે, સત્ એ જ ઈશ્વરતત્ત્વ માનતાં વિશ્વમાં સઘળે તેની વ્યાપકતા અને સક્રિયતા ઘટી શકે છે. વિશ્વની ઘટનાઓમાં નિયામક કોઈ અગમ્યતત્ત્વ, એટલે કે કોઈ અગમ્ય કાર્ય-કારણભાવની નિશ્ચિત વ્યવસ્થા છે. તે સામાન્ય લોકોની સમજમાં આવતી નથી. તેની કોઈ સાંકળ (કડીબદ્ધ વિગતો) પ્રત્યક્ષ જણાતી નથી. તેના કારણે લોકમાં વ્યક્તિ તરીકે ઈશ્વરની કલ્પના પ્રચલિત બની. તેના સ્વરૂપ અને કાર્ય વિષયમાં ઘણી કલ્પનાઓ કરવામાં આવી. Page #323 -------------------------------------------------------------------------- ________________ (૫૧) સૂત્ર - ૨૯:- સત્ ની વ્યાખ્યા ૨૯૫ બાળજીવો અગમ્ય તત્ત્વ ન સમજી શકે એટલે ઈશ્વર બધું કરે છે, તેની ઇચ્છા વિના એક પાંદડું ય ન હાલે', “ઈશ્વરના દરબારમાં દેર છે અંધેર નહિ,” “ઈશ્વરની ઘંટી દળે છે, પણ ઝીણું દળે છે.” વિગેરે આવી ઉક્તિઓનો આશ્રય લેતા હોય છે. આ સઘળામાં “સત્ સ્વરૂપ', કે નિશ્ચિત વ્યવસ્થા” કે “આત્માના ઐશ્વર્યથી યુક્ત ઈશ્વર” માનીને સંગતિ થઈ શકે છે. - ત્રિપદીમાં વિશ્વના વિજ્ઞાનનો ખજાનો છે - દરેક વસ્તુ ત્રિગુણાત્મક છે, એટલે કે દરેક વસ્તુ પર્યાય (અવસ્થા) રૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જૂનો પર્યાય (અવસ્થા) નાશ પામી, નવોપર્યાય ઉત્પન્ન થાય છે. પરંતુ તે પદાર્થ-વસ્તુમૂળદ્રવ્યરૂપે સ્થિર પણ રહે છે. (જુઓ પૃ. ૫૮થી ૬૪) દરેક વસ્તુમાં બે અંશો હોય છે. (૧) દ્રવ્યાંશ. (૨) પર્યાયાંશ. દ્રવ્યાંશ એવો છે જે ત્રણ કાળમાં સદા શાશ્વત છે. (સ્થિર-ધ્રુવ). પાંચે ય દ્રવ્યોનો દ્રવ્યાંશ શાશ્વત છે. તે બદલાતો નથી. પાંચના પાંચ છે. ૪ કે ૬ થતા નથી. બીજો અંશ છે, તે પર્યાયાંશ છે. જે કંઈ ફેરફારો થાય છે, તે તેના પર્યાય (અવસ્થાઓ)ના થાય છે. તે સદા અશાશ્વત (અસ્થિર છે, એટલે કે ઉત્પન્ન અને નાશ થવાવાળો) હોય છે. આ બે અંશમાંથી કોઈ એક અંશ પ્રત્યે આપણી દૃષ્ટિ જવાથી તે સ્થિર (શાશ્વત), કે અસ્થિર (નાશવંત) જણાય છે. બંને અંશોની બાજુએ દૃષ્ટિ આપવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ સમજાય છે. આ રીતે આ સૂત્ર દરેક વસ્તુનું પૂર્ણ સ્વરૂપ જણાવે છે. માટે સતુ એ જ મુખ્ય છે. મહાસત્તા છે. બાકીના પાંચ તેના પેટા વિભાગો છે. આ એકદમ ટૂંકમાં પણ સચોટ વ્યાખ્યા સત્,ની કરી બતાવી. શ્રી તીર્થંકર પરમાત્મા ધર્મશાસનની સ્થાપના, આ જ ત્રિપદી શ્રી ગણધર ભગવંતના જીવોને પ્રદાન કરીને, કરે છે, અને શ્રી ગણધર ભગવંતોને શ્રુતકેવલી (પૂર્ણ શાસ્ત્રજ્ઞાની) બનાવે છે. શ્રીગણધર ભગવંતોની Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સ્થાપના, એ ગુરુપરંપરાનું મૂળ બને છે. જે ત્રિપદીને ગ્રહણ કરીને, શ્રી ગણધરભગવંતો દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનની રચના કરે છે, તે ત્રિપદી જગતમાં વિજયવંત છે, સર્વ પદાર્થોમાં સર્વવ્યાપક છે. उप्पन्ने वा, विगमेइ वा, घुवेइवा વિામેરૂ આ ત્રિપદી યુક્ત સર્વપદાર્થો સત્ છે. આ રીતે મહાસત્તામય એકસ્વરૂપે વિશ્વનું સ્વરૂપ બતાવી દીધું. સત્ માં વિશ્વનું એકીકરણ છે. ઉત્પાદિ ત્રણમાં પૃથક્કરણ છે. વિશ્વના વિજ્ઞાનનો ખજાનો આ ત્રિપદીમાં આપી દીધો છે. અતિ સંક્ષિપ્તમાં વિશ્વનું સ્વરૂપ બતાવનારા શ્રી તીર્થંકરભગવંતોએ દ્વાદશાંગીમાં તેનો અતિવિસ્તાર પણ કરી બતાવ્યો છે. આવા અચિંત્ય શક્તિસંપન્ન શ્રી તીર્થંકર ભગવંતોમાં જ જગદીશ્વર, જગન્નાથ, પરમ પરમેશ્વર, તરણતારણહાર, દીનાનાથ, દેવાધિદેવ, જેવા મહામહિમ વિશેષણો સાર્થકતાને પામે છે. → કોઈ અરિહંત એવા નથી થયા, જેણે આપણા આત્માની ચિંતા ન કરી હોય. આપણા સાચા મા, બાપ, ભાઈ, સ્નેહી સંબંધી કોણ ? અરિહંત. → જન્મ જેવો કોઈ રોગ નથી, સુખ જેવું કોઈ પાપ નથી, અને ઇચ્છા જેવું કોઈ દુઃખ નથી. → સુખમાં રાગ અને દુઃખમાં દ્વેષ - આ બંને ઉપર દ્વેષ થાય, ત્યારથી વૈરાગ્યની શરૂઆત થાય. → જગતમાં કર્મસત્તા એટલી જોરદાર છે, કે તેને મહાસંયમી વિના કોઈ ફેડી શકતું નથી. કર્મ સારાં બાંધવા કે ખરાબ બાંધવાં, બાંધવાં કે નહિ તે આપણા હાથની વાત છે. - પૂ.આ. વિજયરામચન્દ્રસૂ.મ.સા. Page #325 -------------------------------------------------------------------------- ________________ (૫૨) સૂત્ર - ૩૦ :- નિત્યત્વની વ્યાખ્યા... (૫૨) સૂત્ર - ૩૦ :- નિત્યત્વની વ્યાખ્યા... → દરેક પદાર્થમાં ઉત્પત્તિ-નાશ-સતત થયા કરે છે. ‘નાશ’ એ, વસ્તુના ‘અસ્તિત્વનો અભાવ’ નથી, પણ ‘રૂપાંતર’ છે. → ‘પરિણામી નિત્યત્વ' = પરિવર્તન પૂર્વકનો સ્થાયી અંશ. અને ‘ધ્રૌવ્ય’=માત્ર સ્થાયી અંશ. ૨૯૭ → થવું (becoming - ઉત્પાદ, વ્યય) અને હોવું (being ધ્રૌવ્ય) બંને વાસ્તવિક પદાર્થના સંપૂર્ણભાવ (notion) ના પૂરકો છે. - તદ્નાવાવ્યયં નિત્યં રૂ॥ -- અર્થ :- તેના (પૂર્વના સૂત્રમાં જે સત્ત્નું સ્વરૂપ બતાવ્યું તે સત્નો જે) ભાવ (એટલે સ્વરૂપ, સત્ નું સ્વરૂપ, ઉત્પાદાદિ-૩, તેમજ તેનું મૂળભૂત સ્વરૂપ, આંતરિકસ્વભાવ છે, તે) નો ફેરફાર ન થવો (૩ ગુણધર્મો સતત વર્તતા રહે), તેને નિત્ય કહેવાય છે. ન દરેક પદાર્થમાં ઉત્પત્તિ-નાશ સતત થયા કરે છે ઃ ‘સત્’ સ્વરૂપથી જે ન ફરે તેને નિત્ય કહેવાય છે. ત્રિગુણસ્વભાવ વસ્તુમાત્રનો મૂળભૂત સ્વભાવ છે. તેમાં ક્યારેય ફેરફાર થતો નથી. તે જ નિત્યત્વ છે. ઉત્પત્તિ, નાશ, અને સ્થિરતા આ ૩ ગુણધર્મો દરેક પદાર્થમાં સતત વર્ત્યા કરે છે. પ્રશ્ન :- જો પદાર્થનો નાશ એ પણ તેનો સ્વભાવ હોય તો, તેને નિત્ય કેમ કહેવાય ? સમાધાન :- ઉત્પત્તિ અને સ્થિરતા એ વસ્તુના સ્વભાવ છે, તેવી રીતે નાશ એ પણ વસ્તુનો સ્વભાવ છે. ત્રણે સ્વભાવનું વર્તવું, તે જ અહીં નિત્યત્વની વ્યાખ્યા છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન નિત્યત્વ (સ્થિરતા), અને નાશ જે પરસ્પર વિરોધી અર્થવાળા જણાય છે. તે બંને એક જ વસ્તુમાં એક સાથે કેવી રીતે સંભવે ? તેને સમજવા માટે ‘નાશ’ની વ્યાખ્યા સમજવી જોઈએ. → ‘નાશ’, એ વસ્તુના ‘અસ્તિત્વનો અભાવ’ નથી, પણ ‘રૂપાંતર’ છે ઃ જૈન તત્ત્વજ્ઞાનમાં કોઈપણ મૂળપદાર્થનો પરિપૂર્ણનાશ, એટલે કે ‘અસ્તિત્વનો અભાવ’ માનેલો નથી. ફૂટી જવાથી ઘડાનો નાશ થયો, ગરમ કરવાથી પાણી ઉડી ગયું. મકાન પડી ગયું - આ બધાને બાહ્યદૃષ્ટિથી ‘નાશ’ કહેવાય છે. પરંતુ સૂક્ષ્મદૃષ્ટિથી નિરીક્ષણ કરતાં તે પરિવર્તન કે રૂપાંતર છે. તેથી નાશ = રૂપાંતર. ઘડો, પાણી, મકાન આદિના બાહ્યસ્વરૂપ કે આકારનો નાશ થાય, ત્યારે ઘડો ફૂટી ગયો, વિગેરે જેવા શબ્દપ્રયોગ થાય છે. વાસ્તવમાં જોતાં ઘડાનું ઠીકરામાં પરિવર્તન થઈ ગયું, પાણીનું વરાળમાં રૂપાંતર થઈ ગયું. મકાનનો આકાર નાશ થયો. તે ઈંટ, માટીનો ઢગલો થઈ ગયો. આ પરિવર્તન છે. આ પરિવર્તન પણ બાહ્યથી દેખાતું મોટુંપરિવર્તન છે. સૂક્ષ્મપરિવર્તન તો દરેક સમયે ચાલું જ છે. આવી નાશની પ્રક્રિયા દરેક પદાર્થમાં દરેક સમયે અવિરત ચાલ્યા જ કરે છે. એક સ્વરૂપ નાશ પામે, એટલે બીજું સ્વરૂપ ઉત્પન્ન થાય છે. આ રીતે વિચારતાં સમજાશે કે, નાશ અને ઉત્પત્તિ સાથે જ થાય છે (બંને એક સિક્કાની બે બાજુ જેવા છે.) અને તે બંનેમાં મૂળપદાર્થ સ્થિર હોય છે. એટલે કે ત્રણે સ્વભાવ પદાર્થમાં સતત વર્ત્યા કરે છે. જો આ ૩ સ્વભાવ પદાર્થમાં ન હોય તો તે ‘સત્’ ન કહેવાય, ‘અસત્' કહેવાય. ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા આ ત્રણે ય મિશ્ર જ હોય. ઉત્પત્તિની સાથે સ્થિરતા અને નાશ હોય જ, નાશની સાથે ઉત્પત્તિ અને સ્થિરતા પણ હોય જ, અને ઉત્પત્તિની સાથે સ્થિરતા અને નાશપણ હોય છે. ટૂંકમાં, ત્રણે પરસ્પર જોડાયેલા છે. એક-બીજા એકબીજા વિના Page #327 -------------------------------------------------------------------------- ________________ (૫૨) સૂત્ર - ૩૦:- નિત્યત્વની વ્યાખ્યા.... ૨૯૯ ન હોય. આવો પાંચ પદાર્થોનો સ્વભાવ સદા નિત્ય છે. આવા પ્રકારનું સપણું સદાનિત્ય છે. - પરિણામી નિત્ય = પરિવર્તન પૂર્વકનો સ્થાયી અંશ - દરેક સત્ વસ્તુ પરિવર્તન પામવા છતાં પોતાના મૂળસ્વરૂપનો ત્યાગ કરતી નથી, આને પરિણામી નિત્યપણું કહે છે. પ્રત્યેક વસ્તુમાં દરેક ક્ષણે થતું સૂર્મપરિવર્તન દષ્ટિગોચર થતું નથી. આપણે ફક્ત સ્કૂલ (બાહ્ય) પરિવર્તન જ જોઈ શકીએ છીએ. જો બધી જ વસ્તુઓ ક્ષણિક માત્ર હોય તો, નવી નવી વસ્તુઓ ઉત્પન્ન થવા અને નષ્ટ થવાને લીધે, તેમજ તેનો કોઈ સ્થાયી આધાર ન હોવાને લીધે, પહેલાં જોયેલી કોઈ વસ્તુ ફરીથી જોતાં “આ તે જ વસ્તુ છે તેવો અનુભવ (પ્રત્યભિજ્ઞાન) ન થાય...આથી પરિણામી નિત્યત્વવાદને જૈનદર્શન યુક્તિસંગત માને છે. (આના અનુસંધાનમાં જુઓ ઉર્જા વિષયક લેખો - ૪ (પૃ. ૨૦), ૧૧ (પૃ. ૬૦થી ૬૨), ૧૨, ૨૪ (પૃ. ૧૩૦) અને ૪૮ (પૃ. ૨૮૦) પૂર્વ સૂત્રમાં ધ્રૌવ્યનું કથન, દ્રવ્યના સર્વ અવસ્થામાં રહેનારા (અન્વયી) સ્થાયી અંશ માત્રને લઈને છે. તેથી ધ્રૌવ્ય=સ્થાયી અંશ. દા.ત. સોનાના મુગટમાંથી સોનાનો હાર બનાવતાં, સોનું, સ્થિર છે. તે વસ્તુ પૂર્વના સૂત્રમાં પ્રૌવ્ય'ના કથનથી સૂચવી. જયારે આ સૂત્રમાં નિત્યત્વનું કથન છે, તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અંશોના અવિચ્છિન્નત્વને (સાતત્યને) લઈને છે. તેથી તાત્પર્ય એ થશે કે, નિત્યત્વ = પરિવર્તનપૂર્વકનો સ્થાયી અંશ, અને ધ્રૌવ્ય = માત્ર સ્થાયી અંશ. આટલું ધ્રૌવ્ય” અને “નિત્યત્વ” એ બેની વ્યાખ્યામાં અંતર જાણવું. સૂર-રમાં (જુઓ પૃ. ૬૮થી ૭૦ અને ૩૨૮થી ૩૩૨) આ વિષયનું વર્ણન કર્યું છે. ત્યાં વર્તમાન વિજ્ઞાનના અધિકારથી એ સમજાવ્યું છે કે પુદ્ગલ સતત પરિવર્તન પામે છે. નવા પરિવર્તનો આવિર્ભાવ (પ્રગટ) પામે છે, અને જૂના તિરોભાવ (અદશ્ય) થાય છે. તેમજ આ બધા પરિવર્તનો મધ્યે તેનું અંતરંગ (આંતરિક) સ્વરૂપ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન જળવાયેલું રહે છે. બધા જ પુદ્ગલોનું આ મૂળભૂત લક્ષણ છે. ગતિ અને સ્થિતિના માધ્યમ અમૂર્ત પદાર્થોમાં પણ આ લક્ષણો છે. તે બતાવે છે કે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ બધા જ પદાર્થો, ચાહે તે મૂર્ત હોય, કે અમૂર્ત હોય, બધાના અંતરંગ ગુણો છે. આ વસ્તુ ન માનો, અને જો દ્રવ્યને કૂટસ્થ (સર્વથા) નિત્ય, એટલે કે, જેમાં કદી કોઈ જ પરિવર્તન ન થાય, એવું માનો તો, આ ત્રણ સ્થિતિ સંભવી શકે નહિ. પરંતુ તે અનુભવથી વિરુદ્ધ છે. દ્રવ્યને પરિણામી નિત્ય (જેમાં બાહ્યપરિવર્તનો થયા કરે છે, તેવો મૂળ આંતરિક સ્થાયી અંશવાળો) માનો તો, તેમાં આ ત્રણેય સ્થિતિ સંભવી શકે. તે અનુભવસિદ્ધ છે. પરિણામી નિત્યનો અર્થ પરિણામો (રૂપાંતરો) બદલાતા રહે. પરંતુ મૂળદ્રવ્ય બદલાય નહિ. એક જ સોનાના કંકણ અને કુંડલરૂપ પરિણામોથી આ વસ્તુ સમજાય છે. - આત્મામાં ઉત્પાદવ્યય, અને પ્રીવ્ય: આત્મપદાર્થના કિસ્સામાં, જ્યાં સુધી તે પંચભૂતનું શરીર ધરાવે છે ત્યાં સુધી, તે કર્મયુગલોના કણો સાથે સંકળાયેલું છે. આપણા વિચારો અને ભાવનાઓ અને બીજી પ્રવૃત્તિઓમાં ફેરફારને પરિણામે સતત જૂના કર્મો આત્મા પરથી બહાર ફેંકાય છે. અને નવા કર્મોનો અંત પ્રવાહ સતત ચાલુ રહે છે. જ્યારે આ બધા પરિવર્તનો મધ્યે આત્મા મૂળભૂત ગુણો જાળવી રાખે છે. આને ઉત્પાદ, વ્યય, અને પ્રૌવ્યનો “પરનિમિત્ત પ્રકાર કહે છે, જે બાહ્ય કારણોને નિમિત્તે થાય છે. જ્યારે ધર્મ અને અધર્મ દ્રવ્યોમાં આ પરિવર્તન “સ્વનિમિત્ત' પ્રકારનું છે. એટલે કે બાહ્ય પરિબળોની સહાય વિના. (જુઓ પૃ. ૩૩૦-૩૧) અશરીરી શુદ્ધ (મોક્ષના) આત્માઓમાં પણ ઉત્પત્તિ, નાશ અને ધ્રૌવ્યની ત્રિગુણ પ્રાકૃતિકઘટના, “સ્વનિમિત્ત' પ્રકારની છે. આત્માની Page #329 -------------------------------------------------------------------------- ________________ (૫૨) સૂત્ર - ૩૦ - નિત્યત્વની વ્યાખ્યા ૩૦૧ જ્ઞાનની પ્રવૃત્તિમાં પણ ચાલુ રહે છે, કારણ કે જૈન દર્શન અને પદાર્થનો અટલગુણ માને છે. (જુઓ પૃ ૩૫૬-૫૭) વિશ્વધર્મપરિષદ' સમક્ષ શ્રીવીરચંદજી રાઘવજીના પ્રવચન અંશ : પૂજયપાદ શ્રી આત્મારામજી મહારાજા તરફથી અમેરિકાની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ગયેલ શ્રી વીરચંદજી રાઘવજી ગાંધીએ “ધ ઈષ્ટ ઇન્ડિયા એસોસિએશન (લંડન) આગળ મે, ૨૧, ૧૯૦૦માં આપેલ વક્તવ્યમાંથી. થવું (Becoming = ઉત્પાદ, વ્યય) અને હોવું' (Being = ધ્રૌવ્ય) બંને વાસ્તવિક પદાર્થના સંપૂર્ણ ભાવ (notion)ના પૂરકો છે. દષ્ટિગોચર થતો પદાર્થ, અને તત્ત્વ (સત્) (Noumenon and phenmenon) બે અલગ અસ્તિત્વો નથી, પરંતુ પદાર્થની અંદર રહેલ સંપૂર્ણ અંશો, જેમાંનો અમુક ભાગ વર્તમાનમાં આપણે જાણીએ છીએ અને અમુક નથી જાણતા, તેને જોવાની આપણી ફકત બે પદ્ધતિઓ છે. લોકોના મગજમાં આ શબ્દના સંદર્ભમાં વાસ્તવિક ભેદની સાથે કુતર્કને કારણે થયેલા ભેદ વિષે મિથ્યાજ્ઞાન છે (The fallacy in popular mind in reference to these terms is that of confounding logical distinction, with an actual separation). બુદ્ધમત પ્રમાણે કોઈપણ વસ્તુ નિત્ય નથી. અનિત્યતા જ (Transitoriness) ફક્ત વાસ્તવિક છે. પ્રોફે. Oldenberg કહે છે. “The speculation of Brahmanas apprehended being in all being, that of Buddhists becoming in all apparent being” (બ્રહ્મનું પ્રતિબિંબ દરેક વસ્તુમાં હોય તેવું જણાય છે, જેને બૌદ્ધો દરેક પ્રત્યક્ષ વસ્તુઓમાં ઉત્પન્ન થતું માને છે). આની સામે જૈનતત્ત્વજ્ઞાન being અને becoming ને, એક જ વસ્તુને જોવાની આપણી બે ભિન્ન અને પૂરક પદ્ધતિઓ માને છે. જૈનદર્શનમાં બદલાતી વસ્તુઓનો સ્થાયી આધાર એ વાસ્તવિક તત્ત્વ છે. “થવુ'ની સાથે સંબંધિત થવું, કાર્યશીલ થવું, અન્ય વસ્તુઓ પર કાર્ય Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કરવું, નિયમોને આધીન રહેવું, કારણ બનવું, દરેક અવસ્થાનો સ્થાયી આધાર બનવું, ગઈકાલની જેમ આજે રહેવું, બદલાતી ક્રિયાઓમાં પણ સમાન રહેવું, આ બધી જૈનદર્શનની તત્ત્વ વિષેની માન્યતાઓ છે ‘ફક્ત થવું' (એકાંત અનિત્યતા) એ તેટલું જ અવાસ્તવિક છે, જેટલું ‘ફકત હોવું’ (એકાંત નિત્યતા) છે. ટૂંકમાં થવું (becoming અનિત્યતા) અને હોવું (being નિત્યતા) બંને વાસ્તવિક પદાર્થના સંપૂર્ણભાવ (notion)ના પૂરકો છે. ઘણાના મનમાં આ ત્રિગુણસ્વભાવના સહઅસ્તિત્વ વિષે શબ્દોમાં સ્પષ્ટ વિરોધાભાસ લાગે, પરંતુ જૈનદર્શનના તર્ક પ્રમાણે વિરોધાભાસી વાકયો એકબીજાને પ્રતિકૂળ જ હોય તેવું આવશ્યક નથી (સ્યાદ્વાદ સિદ્ધાંત). આ વસ્તુ હવેના સૂત્રથી સમજાવી છે. → વિશ્વના સમસ્તભાવો બદલાતા ક્ષણિક અને ક્ષણભંગુર છે. છતાં અજ્ઞાનતાથી આત્મા આ બધુ, સ્થિર, શાશ્વત અને કાયમી માને છે. પૂ.આ. વિજયરામચન્દ્રપૂ.મ.સા. - ――― ' - — -- - દુઃખના દરિયામાં સુખનું મોતી પાકે છે. જીવન વહ્યા કરે જળની જેમ, આપણે રહીએ કમળની જેમ. જીવતા મા-બાપને ચૂપ કરે. અને મર્યા પછી ધૂપ કરે એ કેવું ? ન શોભે એવું. તું લાચાર હતો ત્યારે તને જેણે સાચવ્યો, એ મા-બાપ લાચાર બને ત્યારે સાચવી લે જે - તું આટલો તો લાયક બનજે. માઁ ઔર ક્ષમા દોનો એક હૈ, ક્યોંકિ માફકરને મેં દોનો નેક હૈ. બચપણમાં ગોદ દેનાર માને, ઘડપણમાં દગો દેનાર ન બનતો. બા ! પહેલાં આંસુ આવતા ત્યારે તું યાદ આવતી, હવે તું યાદ આવે છે, એટલે આંસુ આવે છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ (૫૩) સૂત્ર - ૩૧ - સ્યાદ્વાદ સિદ્ધાંત ૩૦૩ [ (૫૩) સૂત્ર - ૩૧ :- સ્યાદ્વાદ સિદ્ધાંત પરસ્પર વિરુદ્ધધર્મોવાળી પ્રત્યેક વસ્તુ, અનેક ધર્માત્મક છે. -> સ્યાદ્વાદ, એ વસ્તુની સંપૂર્ણ ઓળખાણ કરાવે છે, અને કોઈ એક અપેક્ષાએ વસ્તુનું નિશ્ચિત સ્વરૂપ બતાવે છે. - પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો અને ચિંતકો પણ સ્યાદ્વાદને સમજી શક્યા નથી. -> સ્યાદ્વાદ સિદ્ધાંતને અનુસાર આગમશાસ્ત્રોના વચનોના તાત્પર્યને જેણે આત્મસાત્ કર્યા હોય, તે ગીતાર્થ કહેવાય છે. મર્પિતાનર્પિત સિદ્ધ પારૂ અર્થ :-અર્પિત (વ્યવહાર) અને અનર્પિત (નિશ્ચય)થી દ્રવ્યની સિદ્ધિ | થાય છે. શ્રી આગમગ્રંથમાં પણ uિતાત્તિ (શ્રી સ્થાનાંગ સૂત્ર ૧૭૨૭) પરસ્પરવિરુદ્ધધર્મોવાળી પ્રત્યેક વસ્તુ, અનેક ધર્માત્મક છેઃ એક જ વસ્તુમાં નિત્યત્વ-અનિત્યત્વ વિગેરે પરસ્પર વિરુદ્ધ ધર્મોની સિદ્ધિ, અર્પિતથી (કોઈએક અપેક્ષાથી એકધર્મની સિદ્ધિ), અને અનર્પિતથી (અપેક્ષાના અભાવથી એટલે કે, બીજી અપેક્ષાથી, તેનાથી વિરુદ્ધ ધર્મની સિદ્ધિ) થાય છે. આ રીતે પ્રત્યેક વસ્તુ અનેકધર્માત્મક છે. જે વખતે જે ધર્મની અપેક્ષા (ઉપયોગિતા, અર્પિત) હોય, તે વખતે તે ધર્મને આગળ કરીને આપણે વસ્તુને ઓળખીએ છીએ. પરંતુ તે વસ્તુની સંપૂર્ણ ઓળખાણ નથી. આ જ વસ્તુ ટીકામાં જણાવી છે. तत्र प्रयोजनवशात् कदाचित् कश्चिद् धर्मो वचनेनार्ण्यते विवक्ष्यते, Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન सन्नपि च कश्चिन्न विवक्ष्यते, प्रयोजनाभावात्, न पुनः स धर्मी વિક્ષતર્પમાત્ર (પ્રકૃત સૂત્રના સ્વાપજ્ઞ ભાષ્ય ઉપર શ્રી સિદ્ધસેનગણિકૃત ટીકા) પ્રત્યેક વસ્તુમાં અનેક ગુણધર્મો, (પાસાઓ) હોવા છતાં, કોઈવાર પ્રયોજનને (અર્પિત) કારણે, કોઈ એક ગુણધર્મ જ વચન વડે ઓળખાવવામાં આવે છે અને પ્રયોજન નહિ (અનર્પિત) હોવાને કારણે વિદ્યમાન હોવા છતાં પણ, બીજા ધર્મની વિવક્ષા કરવામાં આવતી નથી. પરંતુ તેટલા માત્રથી અવિવલિત ધર્મનો અપલાપ કર્યો ગણાતો નથી. અને વિવક્ષિત ધર્મમાત્ર જ તેની સંપૂર્ણ ઓળખાણ છે તેમ ગણાતું નથી. દષ્ટાંત તરીકે એક વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ, બે વિરુદ્ધ ધર્મો રહેલા છે. એટલે કે એક વ્યક્તિ પિતા પણ હોય છે અને પુત્ર પણ હોય છે. તેમજ બીજા પણ અનેક ધર્મો રહેલા હોય છે. પરંતુ કેટલાક લોકો તેના પિતાને ઓળખતા હોવાથી, એટલે કે, તે લોકોમાં તેના પિતા પ્રસિદ્ધ હોવાથી, તે વ્યક્તિની ઓળખાણ કરાવતાં, “અમુક વ્યક્તિનો પુત્ર' કહીને તેની ઓળખાણ કરાવવામાં આવે છે. વળી કેટલાક લોકો તેના પુત્રને જ ઓળખતા હોય ત્યારે તેમની આગળ ઓળખાણ કરાવતાં, તે જ વ્યક્તિને “અમુક વ્યક્તિનો પિતા' એમ કહીને ઓળખાવાય છે. આમ, એક જ વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ આદિ વિરુદ્ધ ધર્મો, તેમજ બીજા અનેક ધર્મોપણ, વિદ્યમાન હોય છે. જ્યારે જે ધર્મની અપેક્ષા (અર્પિત) હોય ત્યારે તે ધર્મને આગળ કરાય છે. તે જ પ્રમાણે પ્રત્યેક વસ્તુમાં નિત્યત્વ-અનિત્યત્વ ધર્મોની પણ ઘટના થઈ શકે છે. શ્રી સર્વાર્થસિદ્ધિના કર્તાએ આ વસ્તુને નીચેના શબ્દોમાં સમજાવી છે. अनेकान्तात्मकस्य वस्तुनः प्रयोजनवशाद् यस्य कस्यचिद्धर्मस्य विवक्षयाप्रापितं प्राधान्यमर्पितमुपनीतमिति यावत् । तद्विपरीत Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ (૫૩) સૂત્ર - ૩૧:- સ્યાદ્વાદ સિદ્ધાંત मनर्पितम् । प्रयोजनाभावात् । । અર્થ : પદાર્થોમાં અનંતા ગુણધર્મો રહેલા છે. આપણે કોઈ પદાર્થોનું વર્ણન કરીએ ત્યારે કોઈએક દૃષ્ટિકોણથી થોડા જ ગુણોને મહત્વ આપીએ છીએ. તેનો અર્થ એ નથી થતો કે બીજા ગુણો અવિદ્યમાન હોય છે. તેનો અર્થ ફકત એટલો જ થાય છે કે, તે સમયે બાકીના ગુણો ઉપયોગી નથી. - વર્તમાન ભૌતિકશાસ્ત્ર મુજબ (Conservation of mass and energy (દળ અને ઊર્જા સંરક્ષણ)ના સિદ્ધાંતોની દષ્ટિએ વિશ્વ નિત્ય છે, પરંતુ entropy (શક્તિ હીનાવસ્થા)ની દૃષ્ટિએ નિત્ય નથી. તેને લોકોની ભાષામાં મૂકીએ કે Einsteinના પરિમિત વિશ્વમાં, અથવા જૈન દર્શનના પરિમિત લોકાકાશમાં, પુદ્ગલ પદાર્થ, અને ઊર્જાનો કુલ જથ્થો હંમેશાં સ્થિર રહેશે તેથી વિશ્વ એ નિત્ય છે. બીજી દૃષ્ટિએ, Thermodynamics નો નિયમ છે તે પ્રમાણે વિશ્વની entropy સતત બદલાતી રહે છે. જુદી જુદી પ્રાકૃતિક ઘટનાઓ જે સહજ રીતે બને છે, તે ઉષ્ણતામાન અને દબાણને સમતોલ કરવા તરફ ઢળે છે. આ મત પ્રમાણે દરેક વસ્તુ પરિવર્તનની સ્થિતિમાં છે અને એક દિવસ આવશે જ્યારે દરેક વસ્તુઓ ફરી તેવી સ્થિતિમાં હશે. આ મત પ્રમાણે આપણે કહી શકીએ કે વિશ્વ અસ્થાયી, નિત્યપરિવર્તનશીલ, અથવા trasitory છે. આ બે દૃષ્ટિકોણો જો કે તદ્દન વિરોધાભાસી અર્થ બતાવે છે, તો પણ તેઓ તદ્દન પ્રકૃતિસ્થ (વાસ્તિવક - Sane) 89. - સ્યાદ્વાદ પ્રત્યેક વસ્તુની સંપૂર્ણ ઓળખાણ કરાવે છે, અને કોઈ એક અપેક્ષાએ વસ્તુનું નિશ્ચિત સ્વરૂપ બતાવે છે - સ્યાદ્વાદના સિદ્ધાંતમાં એક જ વસ્તુ નિત્ય પણ છે, અને અનિત્ય પણ છે, એટલે ઘણા લોકો તેને “સંશયવાદ' કહે છે. પરંતુ તેના ઊંડાણમાં જવામાં આવે તો જણાશે કે, સ્યાદ્વાદ પ્રત્યેક પદાર્થની સંપૂર્ણ ઓળખાણ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કરાવે છે, અને કોઈ એક અપેક્ષાએ વસ્તુનું નિશ્ચિત સ્વરૂપ બતાવે છે. સંશયમાં કોઈ ધર્મનો નિર્ણય હોતો નથી. દા.ત. રસ્તામાં ચમકતો ટૂકડો જોઈ તમને સંશય થયો, કે ચાંદી હશે કે કલાઈ ? અહીં બેમાંથી એકનો નિર્ણય નથી. સ્યાદ્વાદમાં દરેક ધર્મના અસ્તિત્વનો નિશ્ચય હોય છે. જેમકે દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય જ છે, અને પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય જ છે. (શાસ્ત્રોમાં વસ્તુના અપેક્ષાપૂર્વકના નિરૂપણમાં ‘જ’ કારનો પ્રયોગ ન થયો હોય ત્યાં પણ અધ્યાહારથી તેનો પ્રયોગ સમજી લેવો.) અહીં નિત્ય કે અનિત્ય ? એવો સંશય રહેતો નથી. સ્યાદ્વાદની દૃષ્ટિએ વસ્તુને બરોબર ઓળખવી હોય તો સપ્તભંગી (સાત વિકલ્પો) દ્વારા સ્પષ્ટ થઈ શકે. શંકરાચાર્ય અને બીજા અનેક બુદ્ધિશાળીઓ પણ સ્યાદ્વાદનું તાત્પર્ય ગ્રહણ કરવા નિષ્ફળ ગયા, તો પછી સાધારણ બુદ્ધિવાળાનું તો કહેવું જ શું ? તેઓ કહે છે કે :- જ્ઞાનનો ઉપાય (means), જ્ઞાનનો ઉદ્દેશ, (object) જ્ઞાનનો વિષય (subject), અને જ્ઞાનની ક્રિયા (action), આ બધા એક સમાન અનિશ્ચિત છે. તેથી તીર્થંકર આપ્તપણે નિશ્ચયપૂર્વક કેવી રીતે ઉપદેશ આપી શકે ? અને જે સિદ્ધાંતનો વિષય સાવ જ સંદિગ્ધ હોય તે સિદ્ધાંત મુજબ તેમના શિષ્યો કેવી રીતે વર્તી શકે ? → પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો, અને ચિંતકો પણ સ્યાદ્વાદને સમજી શકયા નથી : પ્રોફે. S.K. Belvalkar પણ આ સિદ્ધાંતને બરાબર સમજી શકયા નથી. તેઓ કહે છે કે “જૈનદર્શનનો સૈદ્ધાંતિક (dogmatic) ભાગ...જ્યારે તેના વિવાદના (dialectial) ભાગ સાથે, એટલે કે, પ્રસિદ્ધ સ્યાદ્વાદ સિદ્ધાંત સાથે સમાયોગ કરવામાં આવે ત્યારે તદ્દન અસંગત થાય છે. જેમ કે એ સુપ્રસિદ્ધ છે કે આ સિદ્ધાંત કોઈપણ વિધાનની શકચતાનો અસ્વીકાર કરે છે. ‘અ’ વ્યક્તિ ‘બ’ હોય અથવા ન હોય, અથવા ‘અ’ Page #335 -------------------------------------------------------------------------- ________________ (૫૩) સૂત્ર - ૩૧ - સ્યાદ્વાદ સિદ્ધાંત ૩૦૭ વ્યક્તિ “બ હોય અને ન હોય, બનેય સાથે ન બની શકે. આવા તદ્દન નકારાત્મક, અથવા અજ્ઞેયવાદી વલણ સાથે કોઈ સિદ્ધાંત છે તેવું માની ન શકાય.” પરંતુ સ્ટેજ સૂક્ષ્મતાથી વિચારતાં જણાશે કે એક જ પદાર્થમાં બે તદ્દન વિરુદ્ધ ધર્મોનું અસ્તિત્વ લોકવ્યવહારમાં પણ માન્યું છે. દષ્ટાંત તરીકે Strychmine (ઝરી કોચલાનું સત્ત્વ) તે એક પ્રાણઘાતક તેજાબ છે. ઘણા લોકોએ તે લઈને આપઘાત કર્યો છે. તે ક્યારે ય જીવન આપનાર ગુણધર્મ પણ ધરાવતું નથી. જયારે આ તરફ દવાવાળાઓએ તેને બલવર્ધક ઔષધિની યાદીમાં બતાવ્યું છે. તેથી આપણે નિષ્કર્ષ કાઢીએ છીએ કે (૧) ઘણા લોકોને Strychmineએ મારી નાખ્યા છે તે દૃષ્ટિકોણથી તે એક ઝેર છે અને (૨) તેણે ઘણા રૂધિરક્ષણતા (anaemia)ના રોગીને સાજા કર્યા છે. તે અપેક્ષાએ તે ઝેર નથી. તેથી આtrychnine સર્વસામાન્ય દૃષ્ટિથી વિચારતાં ઝેર છે પણ, અને ઝેર નથી પણ તેથી સાંકેતિક (Symblical) વિધાનમાં કશું અસંગત નથી. – સ્યાદ્વાદ સિદ્ધાંતને અનુસાર શ્રી આગમશાસ્ત્રોના વચનોના તાત્પર્યને આત્મસાત્ કર્યા હોય તેવા આચાર્ય, ગીતાર્થ કહેવાય છે : એક વસ્તુને જોવાના જુદા જુદા દૃષ્ટિકોણ તે જ સ્યાદ્વાદ છે. અપેક્ષાવિશેષથી, (સ્યા), વસ્તુ આ મુજબ હોય છે (વાદ) (આવું) બોલવું (વિચારવું સમજવું વિગેરે.) સ્યાદ્વાદ એ વચનવ્યવહારની વ્યવસ્થિત પદ્ધતિ છે. વચન વ્યવહારનો નિયામક સિદ્ધાંત છે. દરેક વ્યક્તિઓ પોતાના વ્યવહારમાં, તેમજ વચન પ્રયોગ વિગેરેમાં, આનો ચોક્કસ પ્રકારના નિયમાધનપણે ઉપયોગ કરતા જ હોય છે. તેના નિયામક નિયમો શું છે, તે જૈન તત્ત્વજ્ઞાનમાં ખૂબ જ સુંદર રીતે પૃથક્કરણ કરીને, તેને ઓળખવાની સંજ્ઞાઓ આપીને, બહુ વિગતવાર અને વિસ્તારથી Page #336 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સમજાવવામાં આવ્યા છે. સ્યાદ્વાદ સઘળા વ્યવહારમાં તેમજ વિશેષથી તત્ત્વજ્ઞાનને સમજવામાં આચારવામાં ખૂબ જરૂરી છે. ३०८ દરેક ક્ષણે વ્યક્તિને પોતાના સાંસારિક, સામાજીક, રાજકીય, ધાર્મિક ઇત્યાદિક દરેક ક્ષેત્રમાં, તેવા તેવા પ્રસંગે પોતાનો દૃષ્ટિકોણ, પ્રતિભાવ, વર્તન વિગેરે કેવા હોવા જોઈએ તેનો નિર્ણય કરવો જરૂરી બનતો હોય છે. તેવા સંયોગમાં આ સિદ્ધાંત તેને પોતાના માટેનો ઉચિત દૃષ્ટિકોણ બરાબર નિશ્ચિત કરી આપે છે. જો કે તેના માટે ખૂબ ઊંડી સમજની જરૂર પડે છે. જૈનશાસ્ત્રોમાં દર્શાવેલા સ્યાદ્વાદ સિદ્ધાંતની પરિભાષાના શબ્દો, વ્યાખ્યા, વિગેરે ખૂબ સૂક્ષ્મબુદ્ધિથી સમજવા જરૂરી બને છે. આવો વ્યક્તિ જ સ્યાદ્વાદને અનુરૂપ યથાયોગ્ય રીતે પોતે અનુસરી શકે છે, અને અન્યને પણ ઉચિત માર્ગદર્શન આપી શકે છે. મોક્ષમાર્ગની સાધનામાં તે અતિ જરૂરી માન્યું છે. શ્રી આગમશાસ્રોના તલસ્પર્શી અભ્યાસ અને અનુભવથી જે મુનિઓ નિષ્ણાત બને તેઓને ‘ગીતાર્થ’ કહ્યા છે. ગીતાર્થ એટલે કે આગમશાસ્ત્રોના વચનોનું તાત્પર્ય (અર્થ) સ્યાદ્વાદ સિદ્ધાંતને અનુસારે પોતે આત્મસાત્ (ગીત) કર્યું છે, તેવા આચાર્ય. મોક્ષમાર્ગની સાધના મુખ્યપણે સાધુને હોય છે. તેથી સાધુને સવારથી સાંજ સુધી દિવસે, અને રાત્રિ દરમિયાન, તેમ જ જીવનભર સર્વસામાન્ય રીતે કેવી રીતે વર્તવું તેના નિયમો હોય છે. તેને ઉત્સર્ગ માર્ગ કહેવાય છે. પરિસ્થિતિ પલટાય અને કોઈ વિશેષ પરિસ્થિતિ પ્રસંગે કેવી રીતે વર્તવું તે નક્કી કરવું જરૂરી બનતું હોય છે. વિશેષ પરિસ્થિતિમાં પણ વ્યક્તિગતરીતે, સામૂહિક રીતે, સમાજ, દેશ, કાળ, રાજકીય પરિસ્થિતિ, દુકાળ, સુકાળ ઇત્યાદિ પ્રસંગે કેવી રીતે વર્તવું, તે નક્કી કરવું જરૂરી બને છે. તેને અપવાદ માર્ગ કહેવાય છે. આ રીતે Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ (૫૩) સૂત્ર - ૩૧ - સ્યાદ્વાદ સિદ્ધાંત ઉત્સર્ગ અને અપવાદ ઇત્યાદિ સ્યાદ્વાદ સિદ્ધાંતદ્વારા નક્કી થાય છે. તે બંનેના નિશ્ચિત સ્થાનો છે. જે પરિસ્થિતિ ઉત્સર્ગનો વિષય બનતી હોય તેવા સંયોગોમાં ઉત્સર્ગમાર્ગનું આચરણ, અને જે પરિસ્થિતિ અપવાદનો વિષય બનતી હોય તેવા સંયોગોમાં અપવાદ માર્ગનું આચરણ કરવાનું હોય છે. તે મુજબ જે જીવે છે. તે જ સાચો સાધક સાધુ છે. તે જ કર્મબંધનને દૂર કરતાં કરતાં ગુણસ્થાનકમાં આગળ વધી શકે છે. દરેકને તેનું સાચું જ્ઞાન હોતું નથી, માટે અન્યોએ ગીતાર્થના માર્ગદર્શન અનુસાર સાધુ જીવમાં વર્તવાનું હોય છે. આવો આત્મા શીઘ્ર કલ્યાણ સાધે છે. આ રીતે મોક્ષમાર્ગની સાધનામાં સ્યાદ્વાદ અત્યંત જરૂરી છે. > સઘળાંય પાપોને ખપાવવાનો, દીક્ષા જેવો કોઈ ઉત્તમ રસ્તો નથી. - જડ (ક) અને ચેતનનો યોગ તેનું નામ સંસાર. જડ (ક) અને ચેતનનો વિયોગ તેનું નામ મોક્ષ.- પૂ.આ. વિજયરામચન્દ્રસૂ.મ.સા. ડૉ. કાર્લ ચારપેન્ટીયર, પીએચ.ડી. કહે છે, “વળી, આપણે એ બંને વસ્તુઓ યાદ રાખવી જોઈએ કે જૈન ધર્મ મહાવીર કરતાં ચોક્કસ રીતે પુરાણો છે અને તેમના સુવિખ્યાત પુરોગામી પાર્થ લગભગ નિઃશંક રીતે વાસ્તવિક વ્યક્તિ તરીકે વિદ્યમાન હતા, અને પરિણામે મૂળધર્મ સિદ્ધાંતોના મહત્ત્વના મુદ્દાઓનું મહાવીર પહેલાં લાંબા સમય પૂર્વે એકત્રીકરણ થયું હોવું જોઈએ. હકીકતમાં ડૉ. રાધાકૃષ્ણ કહે છે તે પ્રમાણે, જૈન ધર્મ, વર્ધમાન અથવા પાર્શ્વનાથ પહેલાં પ્રવર્તમાન હશે એ વિષે શંકા નથી. (ભારતીય તત્ત્વજ્ઞાન ગ્રંથ૧) – જે પોતાની મૂર્ખતા જાણે છે, તે સંપૂર્ણ મુર્ખ નથી (આંગજુ) - સામર્થ્યનું બાણ સંયમના ભાથામાં શોભે છે. - બે દુઃખ વચ્ચેના ટૂંકા ગાળાના વિરામ'ને “સુખ' કહેવાય છે. – ચિંતન, એ આત્માનો પોતાની સાથે સંવાદ છે (પ્લેટો) – આપણે આપણું ભાવિ ઘડીએ છીએ, અને એને નસીબ કહીએ છીએ. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન [ (૫૪) સૂત્ર - ૩૧ - સ્યાદ્વાદનો સિદ્ધાંત ) - દરેક મતો પોતાનો દૃષ્ટિકોણ સાચો છે, તેમ સિદ્ધ કરવા મથે છે. - યથાયોગ્ય સમન્વયને સમજવા પાંચ અંધ પુરુષો અને હાથીનું દષ્ટાંત. - સ્યાદ્વાદ દરેક દૃષ્ટિકોણને તેના યથાર્થ સ્થાને જોડે છે. - સ્યાદ્વાદ સાચો દૃષ્ટિકોણ આપનાર વાદ છે. » મહાસ્યાદવાદી શ્રી તીર્થંકરપરમાત્મા સાચા પથદર્શક છે. (fપતા સિદ્ધઃ રૂિ૫) . - દરેક મતો પોતાનો દૃષ્ટિકોણ સાચો છે, તેમ સિદ્ધ કરવા મથે છે - > દૃષ્ટિકોણના ભેદોના વિષયમાં સમન્વયને સમજવા માટે પાંચ અંધપુરુષો અને હાથીનું દૃષ્ટાંત - જૈન તત્ત્વજ્ઞાનના સ્યાદ્વાદ સિદ્ધાંત વિષે હજુ વિશેષ વિચારણા જોઈએ. જુદા જુદા ધર્મોના વાદ-વિવાદો મતાંતરો અને પંથમાં જે વિરોધ ઉદ્ભવ્યાં છે, તે સ્યાદ્વાદસિદ્ધાંતને યથાર્થ રીતે સમજવાથી દૂર થાય છે. એક ચિંતક પ્રોફે. ધ્રુવના શબ્દોમાં “આ સિદ્ધાંતમાં પરસ્પર વિરોધી દૃષ્ટિકોણનો એવો સુમેળ છે કે, તે સંપૂર્ણ યોગ્યતા મેળવે છે.” ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મ.ના પાંચ સમવાય કારણના સ્તવનના દોહાની ૩૪-૫ કડી આ વાતને સુંદર રીતે રજૂ કરે છે. વાદવદે નય જૂજૂઆ, આપ આપણે ઠામ, પૂરણ વસ્તુ વિચારતાં, કોઈ ન આવે કામ-૩. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ (૫૪) સૂત્ર - ૩૧ - સ્યાદ્વાદનો સિદ્ધાંત અંધ પુરુષે એહ ગજ, ગ્રહી અવયવ એકેક, દૃષ્ટિવંત લહે પૂર્ણ ગજ, અવયવ મેલી અનેક-૪. સંગતિ સકલ નયેકરી, જુગતિયોગ શુદ્ધબોધ, ધન્ય જિન શાસન જગ જ્યો, જિહાં નહીં કશો વિરોધ-પ અર્થ:- તત્વજ્ઞાનના વિષયમાં મૂળ પ્રારંભથી જે જુદા-જુદા મતો પ્રવર્યા છે, તે નય (વસ્તુને કે વિષયને સમજવાનો દૃષ્ટિકોણ)ના ભેદના કારણે, પ્રવર્યા છે. તે દરેક મતો (નયો) પોત પોતાનો દૃષ્ટિકોણ સાચો છે એમ સિદ્ધ કરવા મથે છે. પરંતુ તત્વજ્ઞાનનું પૂર્ણસ્વરૂપ વિચારતાં એકે ય કામ આવતા નથી. દરેક દૃષ્ટિકોણનો સમન્વય, એ જ પૂર્ણ તત્વજ્ઞાન છે, તેને સમજાવવા અંધપુરુષ અને હાથીનું દૃષ્ટાંત આપ્યું છે. તેને જોઈએ. એક નગરમાં જન્મથી જ અંધ એવા પાંચ માણસો હતા. તે નગર બહાર એક હાથી આવ્યો હતો, તેને જોવા ગયા. અંધ હોવાથી હાથીને આંખોથી જોઈ શકે તેમ ન હતા, એટલે હાથી કેવો છે તે જાણવા માટે, તેના શરીરના જુદા જુદા અંગોને સ્પર્શ કરીને હાથી કેવો છે? તે જાણવા પ્રયત્ન કરતા હતા. એકના હાથમાં કાન આવ્યો, એટલે તેણે માની લીધું કે હાથી સુપડા જેવો છે. બીજાના હાથમાં પગ આવ્યો, તેણે થાંભલા જેવો માન્યો. ત્રીજાના હાથમાં સૂંઢ આવી, તેણે કેળના થડ જેવો, ૪થાના હાથમાં દંતશૂળ આવ્યો તેણે સાંબેલા જેવો, પમાના હાથમાં પૂંછડું આવ્યું તેણે દોરડા જેવો, માની લીધો. આ રીતે દરેક જુદા જુદા પ્રકારે હાથીને માનવા લાગ્યા. પાછાવળતાં તે પાંચે ય મહેમાંહે ચર્ચા કરી પોતાનો દૃષ્ટિકોણ સાચો ઠેરવતા ઝઘડવા લાગ્યા. રસ્તામાં એક દેખતો માણસ મળતાં તેઓના ઝઘડાનું નિવારણ કરતાં કહેવા લાગ્યો કે “ભાઈઓ તમે ખોટા ઝઘડો છો. તમારામાંથી Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨. જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કોઈએ આખો હાથી જોયો નથી. તેનું એક એક અંગ પકડીને આખા હાથીને તેવો માનવા પ્રયત્ન કરો છો. તમે આખો (પૂર્ણ) હાથી જોઈ શકતા નથી, માટે જેણે આખો હાથી જોયો છે, તેના પર વિશ્વાસ મૂકવો જોઈએ. તો તમે સાચું જ્ઞાન પામી શકો. હાથીના તે તે અવયવો તેવા છે તે વાત સાચી, પણ આખો હાથી તે અવયવોના યથાયોગ્ય સમન્વયવાળો છે. - સ્યાદ્વાદ દરેક દૃષ્ટિકોણને તેના યથાર્થ સ્થાને જોડે છે : જુદાં-જુદાં પાંચ, કે છ દર્શનો (નયવાદ)ની માન્યતા, હાથીના એક એક અવયવ પકડીને આખા હાથીને તેવો માનનાર અંધ જેવી છે. સ્યાદ્વાદમતની માન્યતા હાથીના દરેક અંગને યથાયોગ્ય રીતે જાણનાર દેખતા માણસ જેવી છે. દરેક દષ્ટિકોણને તેના યથાયોગ્ય સ્થાને જોડે છે. તત્વજ્ઞાનના પૂર્ણસ્વરૂપને (શુદ્ધ બોધ) સમજવા માટે દરેક મત (નય)નો યથાર્થ (જુગતિ જોગ) સમન્વય (સંગતિ) જરૂરી છે. - સ્યાદ્વાદ, દરેક અવસરે દરેક અવસ્થામાં, સાચો દેષ્ટિકોણ આપનાર વાદ છે : જેવી રીતે ધર્મોના વાદ-વિવાદમાં સત્યને સમજવા સાદ્વાદ તમને સહાયક થાય છે, તેવી રીતે ધાર્મિક જીવન કે સંસારિક જીવનમાં વાતચીત લેવડ-દેવડ ઇત્યાદિમાં એકબીજાના અભિપ્રાયને સમજવા પણ સ્યાદ્વાદ સહાયક થાય છે. જયારે સર્વસામાન્યથી લોકમાં વ્યવહાર, કે વાતચીત વિગેરે થતા હોય ત્યારે તેમાં ગર્ભિત રીતે કોઈ અપેક્ષા નિશ્ચિત હોય છે. દા.ત. અમુકવ્યક્તિ સુખી છે, અને બીજો દુઃખી છે. આવી વાતો ધનની સંપન્નતાની અપેક્ષાથી થતી હોય છે. તે સર્વસામાન્ય છે. પરંતુ જેને સુખી તરીકે વર્ણન કરાતો હોય, તેને પરિવારની ચિંતા, શારીરિક દુ:ખ, કે તેના ખોટા કાર્યોને કારણે લોકમાં આદર સન્માન ન Page #341 -------------------------------------------------------------------------- ________________ (૫૪) સૂત્ર - ૩૧ :- સ્યાદ્વાદનો સિદ્ધાંત ૩૧૩ હોય, તેવા દુઃખ હોઈ શકે છે. અને જેને દુઃખી તરીકે વર્ણન કરાય છે, તેને પરિવારમાં સંપ, લોકમાં આદર સન્માન, શારિરીક નિરોગીતા, વિગેરે સુખો હોય તેવું બનતું હોય છે. તેમ છતાં લોકવ્યવહારમાં ધનસંપન્ન સુખી તરીકે વર્ણવાતો હોય છે. બીજુ દૃષ્ટાંત જોઈએ તો, લોકમાં જે વિષ (ઝેર) તરીકે પ્રચલિત હોય તેવા કેટલાક દ્રવ્યો, કેટલાક વિશિષ્ટ રોગોમાં ઉપયોગી હોવાથી વૈદ્ય કે ડૉક્ટર દ્વારા ઔષધ તરીકે વપરાતા હોય છે. તેમ છતાં તે ઝેર તરીકે જ સામાન્ય રીતે પ્રચલિત હોય છે. તેના વેચાણમાં Poision નું લેબલ લગાવાય છે. જેથી કોઈ સામાન્ય ઉપયોગ કરી નુકશાનનો ભાગી ન બને. બીજી રીતે જોઈએ તો, જે સામાન્યથી ઔષધ તરીકે પ્રચલિત હોય તેવા ઔષધો પણ, માપસર કે વિધિપૂર્વક ન લેવાય તો ઝેર બની જાય છે. પરંતુ પ્રસિદ્ધ વ્યવહારમાં તો તે ઔષધની યાદીમાં જ ગણાય છે. આ બધામાં મુખ્ય કે ગૌણ અપેક્ષા, અથવા સામાન્ય કે વિશિષ્ટ અપેક્ષા, એ સ્યાદ્વાદ છે. હજુ આગળ જોઈએ તો, જે દિવસે કચ્છમાં ભયંકરભૂકંપ આવ્યો તેને કાળો દિવસ તરીકે ઓળખાવાય, ત્યારે સમગ્રતયા મોટી હોનારતનો દૃષ્ટિકોણ સમજાઈ જવાતો હોય છે. કોઈ ગામ, નગર, કુટુંબ, કોઈસમૂહ કે વ્યક્તિ માટે અત્યંત ઉત્તમ ઘટનાનો પ્રસંગ પણ હોઈ શકે છે. તેઓ માટે તેટલા પુરતો તે શુભદિન હોઈ શકે છે. તેનો દૃષ્ટિકોણ તેના માટે ઉચિત ગણાય, પરંતુ સમગ્રતયા જે દૃષ્ટિકોણ છે તેનો નિષેધ ન હોય. વળી કેટલાક પ્રસંગોમાં દૃષ્ટિકોણ, કે અભિપ્રાય નક્કી કરવો મુશ્કેલ બનતો હોય છે. ત્યાં ઊંડાણમાં જઈને વિવેચન તર્કો સાબિતી આદિથી તે નક્કી કરાતું હોય છે. દા.ત. એક વ્યક્તિએ પિસ્તોલની ગોળી ચલાવી અને બીજો મૃત્યુ પામ્યો, તો તે ગુનેગાર કહેવાશે. પરંતુ કેટલીક વાર Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ઘટનાનો ઊંડાણથી તપાસ કરતાં તે નિર્દોષ પણ હોઈ શકે છે. નીચલી કોર્ટે ગુનેગાર સાબિત કરેલો ઉપલી કોર્ટમાં નિર્દોષ જાહેર થતો હોય છે. (ન્યાયયુક્ત તપાસ માટે આ સમજવું) નીચલી કોર્ટનો ચૂકાદો તેની તપાસ અને સાબિતિઓ મુજબ ખોટો ન હતો, પણ ઊંડાણથી તપાસ કરતાં તે ખોટો સિદ્ધ થાય છે. ધાર્મિક ઉપદેશોમાં પણ ઘણીવાર તાત્પર્ય ન સમજાય તો ઉપદેશોની વાત ઉપર વિશ્વાસ ન થાય. દા.ત. સંસાર અસાર છે, નાશવંત છે. સ્વપ્ન સમાન છે, વિગેરે ઉપદેશ અપાતો હોય છે. તેનું તાત્પર્ય જે કંઈ દેખાય છે, બને છે, અનુભવાય છે તે સાવ જ ભ્રમ છે, તેવું સિદ્ધ થતું નથી, પરંતુ તાત્વિક દૃષ્ટિકોણથી વિચારતાં, “જે કારણે સંસાર ઉપર મોહ છે તે વસ્તુ ખરેખર ત્યાં નથી માટે તે ભ્રમ છે. સંપત્તિ આદિ સાથે આવતા નથી, માટે તે દૃષ્ટિકોણથી નાશવંત છે. તે કહેવાનું તાત્પર્ય સમજવાનું હોય છે.” ધર્મોપદેશમાં કયા અવસરે સ્યાદ્વાદનો કયો દૃષ્ટિકોણ મુખ્ય કરવો, અને કયો દૃષ્ટિકોણ ગૌણ, અને સાવ ગૌણ કરી દેવો, તે વસ્તુ ઘણી મહત્ત્વની છે, તેમાં ગીતાર્થતાની કસોટી છે. જીવો મોટેભાગે સંસારરસિક હોય છે. ધર્મના જાણકાર છતાં સંસાર પ્રત્યે જ ઢળી જાય તેવા મંદવૈરાગી હોય છે. તેઓને મજબૂત વૈરાગી બનાવવા માટે ધર્મના બદલામાં ભૌતિક સુખના ધ્યેય વિના, એકમાત્ર મોક્ષના ધ્યેયથી જ ધર્મ કરાય તે વાત બરાબર હૃદયમાં સ્થિર કરવી જોઈએ. સંસારિક ધ્યેયથી કરાતો ધર્મ નિષ્ફળ અને નુકશાન કરનારો બને છે. આ વાત પણ તેના મનમાં સ્થિર કરવી જોઈએ. તે રીતે જ તેઓને ઉપદેશ હિતકર બને. આનાથી જુદા પ્રકારનો બીજો દૃષ્ટિકોણ પણ, એવા કોઈ અવસરે Page #343 -------------------------------------------------------------------------- ________________ (૫૪) સૂત્ર - ૩૧:- સ્યાદ્વાદનો સિદ્ધાંત ૩૧૫ યથાયોગ્ય રીતે ઉપયોગી બનતો હોય છે. પરંતુ, સામાન્યથી પહેલો દૃષ્ટિકોણ જ મહત્વનો છે. જો તેમ ન કરો તો, તેના મનમાં સંશય રહે, તેમજ સંસારી ચીજમાટે ધર્મ કરવા લલચાઈ જાય, જે સરવાળે તેના આત્માને નુકશાન કરનાર બને. આ રીતે સ્યાદ્વાદ, જે દૃષ્ટિકોણ, જે અવસરે ઉપયોગી હોય તેને સ્પષ્ટપણે સ્થાપિત કરી આપે છે, અને વસ્તુતત્ત્વને નિશ્ચિતરૂપે સમજાવનારો સર્વોત્તમ સિદ્ધાંત છે. સકલવચન નિજધામે જોડે, એ લોકોત્તરનીતિ (૩૫૦ ગાથા સ્તવન ઢાળ-૮) સઘળા વચનોને તેના સ્થાનમાં જોડવા, તે લોકોત્તર (સ્યાદ્વાદની) નીતિ છે. સ્યાદ્વાદને યથાર્થ રીતે સમજવામાં ન આવે તો તે અનિશ્ચિતવાદ, સંશયવાદ કે અસંગતવાદ જણાશે. વળી તેનું બીજું ભયસ્થાન એ છે કે કદાગ્રહી વ્યક્તિ પોતાના કુમતને પોષવા માટે ઇરાદાપૂર્વક તે તે દૃષ્ટિકોણના તર્કને અયોગ્ય સ્થાને લગાવી અનર્થ ઊભો કરશે. ૧૨૫ ગાથાના સ્તવનની ૧લી ઢાળમાં પૂ.ઉપાશ્રીયશોવિજયજી મ.એ આ વાત કરી છે. કેઈ નિજદોષને ગોપવા, રોપવા કેઈ નિજમત કંદરે, ધર્મની દેશના પાલટે, સત્ય ભાષે નહિ મંદ રે. કેટલાક પોતાના શિથિલાચાર વિગેરે દોષોને ગોપવા (ઢાંકવા) માટે એટલે કે તેને ઉચિત ઠેરવવા માટે, તો કેટલાક કદાગ્રહથી પોતાનો મત શાસ્ત્રવિરુદ્ધ હોવા છતાં, તેને પણ શાસ્ત્ર મુજબનો સિદ્ધ કરવા માટે, નિજમતકંદને રોપવા માટે, ધર્મની દેશના પાલટે છે. શ્રીઆગમ ગ્રંથોના તે તે દષ્ટિકોણને તેને યોગ્ય સ્થાને જોડવો તે ધર્મદેશના અને અયોગ્ય સ્થાને જોડવો તે ધર્મદેશનાનું પલટાવવાપણું સમજવું. પૂર્વોક્ત કારણે જેઓ Page #344 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ધર્મદેશનાને પાલટે છે, તેઓ સત્યભાષી નથી, પણ મંદ છે, અસત્યભાષી છે. તેઓ સ્યાદ્વાદનો દુરુપયોગ કરી ધર્મમાં અનર્થ કરે છે. સ્યાદ્વાદ જો યથાર્થ રીતે સમજીને ઉપયોગી બનાવાય તો, દરેક અવસરે દરેક અવસ્થામાં સાચો દૃષ્ટિકોણ આપનાર વાદ છે. જે સર્વત્ર, સર્વ વ્યાપકપણે ઉપયોગી છે. તે જૈન તત્વજ્ઞાનનો મહત્વનો પ્રાણભૂત સિદ્ધાંત છે. તેને બતાવનાર મહાસ્યાદ્વાદી શ્રી તીર્થંકર પરમાત્મા ખરેખર જીવોના સાચા પથદર્શક છે, સર્વસ્વ છે. તેથી જ મહાગોપ, મહાનિર્યામક, મહાસાર્થવાહ અને મહામાહણ જેવા મહામહીમ વિશેષણો શ્રી તીર્થંકર પરમાત્માઓમાં જ સાર્થક થાય છે. ૩૧૬ તર્કના નિષ્ણાતો પદાર્થની સૂક્ષ્મભેદ રેખા જાણી ઓળખી અને પકડી શકે છે. પણ જો તેઓ કદાગ્રહથી ગ્રસિત હોય તો સુક્ષ્મભેદરેખાને લોપીને અનર્થ કરે છે. → ધર્મ તો માગે તે આપે, પણ ભેદ એટલો કે મોક્ષના અર્થીને બધુ આપે અને પુત્રાદિકના અર્થીને તે તે આપીને દૂર ભાગી જાય, તેને છોડી દે. → ચમત્કારો માટે પૂજા કરનારો સમ્યક્ત્વની વાસનાનો લોપ કરી મિથ્યાત્વને વધારનારો છે. - પૂ.આ.વિજયરામચન્દ્રસૂ. મ.સા. Page #345 -------------------------------------------------------------------------- ________________ (૫૫) સૂત્ર - ૩૧ :- સ્યાદ્વાદનો સિદ્ધાંત (૫૫) સૂત્ર - ૩૧ :- સ્યાદ્વાદનો સિદ્ધાંત ૩૧૭ નયવાદ :- ‘સ્યાદ્વાદ,' ને ‘અનેકાન્તવાદ', ‘અપેક્ષાવાદ,’ કે ‘નયવાદ’ પણ કહેવાય છે. → સુનય અને દુર્રય → નિશ્ચયનય અને વ્યવહારનય. (અર્પિતાનર્પિત સિદ્ધે: રૂશા) → નયવાદ :- સ્યાદ્વાદને, અનેકાન્તવાદ, અપેક્ષાવાદ, કે નયવાદ પણ કહેવાય છે : સ્યાદ્વાદનો સિદ્ધાંત કોઈપણ વસ્તુના દરેક પાસાને યથાર્થ રીતે ઓળખાવનાર છે. દરેક વસ્તુના અનેક નહિ પરંતુ અનંત પાસા, ધર્મો કે અવસ્થાઓ હોય છે. તેમાંથી કોઈપણ એક જ પાસાને સ્વતંત્ર રીતે સમજવા તેને નય કહેવાય. अनन्तधर्माध्यासितं वस्तु एकेन नयेन नयन्ति इति नया: અર્થ :- અનંત ગુણધર્મ(અવસ્થાઓ)વાળી વસ્તુને, એક જ દૃષ્ટિકોણ વડે ઓળખાવે તે નય. એટલે સ્યાદ્વાદને નયવાદ', ‘અપેક્ષાવાદ’ કે ‘અનેકાન્તવાદ’ પણ કહેવાય છે. જેને એક જ અન્ન (છેડો, દૃષ્ટિકોણ, મત) નથી પણ અનેક છેડા છે, તે અનેકાન્તવાદ. સ્યાદ્વાદમાં સઘળા નયો (મતો)નો સમવેશ થાય છે. નયમાં એક જ મત હોય છે. બધા નયોનું વર્ગીકરણ કરી સાતનયમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી જૈનતત્વજ્ઞાનમાં મુખ્યપણે સાત નય છે. તેનો વિસ્તાર કરતાં સાતસો અને તેથી વધુ અસંખ્યાત પણ થાય. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન -- સુનય અને દુર્નયઃजावन्तो वयणपहा तावन्तो वा नया विसद्दाओ। જેટલા દૃષ્ટિકોણ તેટલા નયો. તેથી ઉત્કૃષ્ટથી અસંખ્યાત નયો પણ થાય. દરેક નય કોઈએક દષ્ટિકોણથી પોતાનું જે મંતવ્ય છે, તે મુખ્યપણે અને બીજા નયના મંતવ્યને ગૌણપણે સ્વીકારે, તેનો વિરોધ ન કરે, તો તે સુનય કહેવાય છે. અને બીજા નયના મંતવ્યને માને જ નહિ, અપાલાપ કરે તો તે દુર્નય છે. स्वार्थग्राही इतरांशाप्रतिक्षेपी सुनयः । स्वार्थग्राही इतरांशप्रतिक्षेपी दुर्नयः ॥ પોતાના અર્થને માને અને બીજાના અર્થને તિરસ્કારે નહિ, ગૌણપણે સ્વીકારે, તે સુનય. પોતાના અર્થને જ સ્વીકારે, અને બીજાના અર્થને તિરસ્કારે, ગૌણપણે પણ માને નહિ, તે દુર્નય. કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને મળવા જાય ત્યારે મુખ્યપણે તેને સ્વાગત કરી આડંબરપૂર્વક સદ્ભાવ અને પક્ષપાત બતાવે, તે ઉચિત છે. પરંતુ અન્ય પ્રત્યે આવો, બેસો, એટલો પણ આદર ન કરે તો, એ સામાનું અસન્માન-અપમાન છે. તેમાં સજ્જનતા નથી. અન્ય પણ સજજનો છે, તેની ઉપેક્ષા ન હોય. તે રીતે એક નય, બીજા નયના વિચારને ગૌણભાવે પણ ન સ્વીકારે, તો તેની ગણત્રી દુર્ણયમાં થાય. અન્યદર્શનો પણ પોતાના મંતવ્યોમાં નયની માન્યતા જ રજૂ કરે છે. છતાં તેઓને મિથ્યાદર્શન કહ્યા છે. કારણ કે તેઓની માન્યતા આગ્રહવાળી છે. તે તે નયના વિષયમાં, તે સામા નયની માન્યતાને જરા પણ મચક નથી આપતો. નૈયાયિકદર્શન, આકાશ, આત્મા વિગેરેને સર્વથા નિત્ય માને છે. જ્યારે ઘટ, પટાદિ પદાર્થોને સર્વથા અનિત્ય માને છે. આ મુજબ, દ્રવ્યાર્થિક નય અને પર્યાયર્થિક નય, બંને નયની માન્યતાને રજૂ કરે છે. છતાં નિરપેક્ષપણે માને છે, માટે તે મિથ્યા છે. આ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ (૫૫) સૂત્ર - ૩૧ - સ્યાદ્વાદનો સિદ્ધાંત જ વાત શ્રી વિશેષાવશ્યકમાં ગાથા ર૯૯૫ જણાવી છે. दोहि वि नएहि सत्थमूलूएण तह वि मिच्छत्तं । जं सविसयप्पहाणत्तणेण अण्णुण्णनिरक्खेवा ॥ ઉલુક (નૈયાયિક) બંને નયોની માન્યતા પોતાના શાસ્ત્રોમાં રજૂ કરે છે, તો પણ મિથ્યા છે, કારણ કે તે, તે નયના અર્થને જ પ્રધાનપણે માને છે, અને અન્ય નયના મતથી નિરપેક્ષ છે (ઉપર સમજાવ્યું તેમ). આમ અન્યોન્ય નિરપેક્ષપણે એકાંતદર્શનો વર્તે છે. જયારે જૈનમત બંનેને પરસ્પર સાપેક્ષપણે (અમુકનિશ્ચિત અપેક્ષાએ, અમુક નિશ્ચિત અર્થને) સ્વીકારે નૈયાયિક બૌદ્ધાદિ નયવાદીઓ, તે અંશમાત્રમાં સમસ્તની બુદ્ધિ પેદા કરતા હોવાથી જુદા જુદા દરેક નયો મિથ્યાદૃષ્ટિ છે. આ સર્વે નયોનો સમન્વય તે પ્રમાણ છે. સમુદિત થયેલા તે નયો વસ્તુના સમસ્તપર્યાયોનું જ્ઞાન કરાવે છે. તેથી સમ્યગ્દષ્ટિ છે. અન્ય નયોની સાપેક્ષ, એકપણ નય હોય તો પણ તે સમ્યગ્દષ્ટિ છે. જયારે પરસ્પર નિરપેક્ષ ઘણાપણ નયો મિથ્યાદૃષ્ટિ છે. પ્રમાણવાદી પદાર્થમાત્રમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ત્રણ સ્વરૂપો મુખ્યપણે માને, મુખ્યગૌણભાવે નહિ. જ્યારે નયવાદી ત્રણ સ્વરૂપ માને પણ મુખ્યગૌણભાવે. - નિશ્ચયનય અને વ્યવહારનય - (જુઓ પૃ. ૩૩૮) નયોમાં વ્યવહારનય અને નિશ્ચયનય, એમ બે ભેદ પણ બતાવેલા ૮૮ છે. तत्त्वार्थग्राही नयो निश्चयः, लोकाभिमतार्थग्राही व्यवहारः । તત્ત્વાર્થ, એટલે સારભૂત કે મૂળ પદાર્થ, યુક્તિસિદ્ધપદાર્થ વિગેરે. લોકાભિમત, એટલે લોકવ્યવહારમાં પ્રસિદ્ધ પદાર્થ. જે નય મૂળભૂત કે Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સારભૂત પદાર્થને માન્ય રાખે, અને સમજાવે તે નિશ્ચયનય, અને જે નય લોકપ્રસિદ્ધ પદાર્થોને માન્ય રાખે, અને સમજાવે તે વ્યવહારનય. નિશ્ચયનય વાસ્તવિક છે, અને વ્યવહારનય અવાસ્તવિક છે, તેમ સમજવાનું નથી. જ્યારે એક નય પ્રાધાન્ય અનુભવતો હોય ત્યારે, તેની અપેક્ષાએ બીજા સર્વનયો ગૌણ બની જાય છે. દરેકનું તેના પોતાના ક્ષેત્રમાં, પોતપોતાના વિષયમાં પ્રાધાન્ય છે. નયની આ વિચારણા અતિસૂક્ષ્મ છે, અને સૂક્ષ્મબુદ્ધિથી મનન કરવા યોગ્ય છે. વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવામાં, તેમજ અધ્યાત્મક્ષેત્રમાં પણ ધર્મ અને અધર્મના ભેદનો નિશ્ચય કરવામાં અત્યંત ઉપયોગી છે. → અન્ય દર્શનો આંશિકસત્ય જણાવે છે - જૈનદર્શન વાસ્તવિકસત્ય બતાવે છે ઃ જૈનદર્શનના આ સ્યાદ્વાદ સિદ્ધાંતે અથવા અનેકાંતવાદે (દૃષ્ટિબિંદુનો સિદ્ધાંત) દર્શનશાસ્ત્રોની શાખામાં ક્રાંતિ પેદા કરી છે. સ્યાદ્વાદ બુદ્ધિના બંધ બારણાને ખોલવાની ચાવી, અને વિચારોની વિવિધતા મધ્યે, એક સમાનતા સ્થાપવાના એક માત્ર ઉપાય તરીકે ઉપયોગી થયો છે. પ્રસિદ્ધ અમેરિકન ચિંતકના શબ્દોમાં “તે સંઘર્ષ કરતી બધી શાખાઓમાં સમાધાન કરવાનું વચન આપે છે, તે તેઓમાંના કોઈને મુખ્યત્વે કરીને તેમના ખાસ દૃષ્ટિબિંદુઓને સંપૂર્ણપણે છોડીને નહિ, પરંતુ તે એ સાબિત કરીને કે, બીજા બધાના દૃષ્ટિબિંદુઓ સમાન રીતે સ્વીકાર્ય છે. અથવા કમસેકમ તેઓ સત્યના થોડા અંશોનું નિરૂપણ છે, કે જે સત્ય કેટલાક પરિવર્તનોની અસર નીચે આલેખવું જરૂરી બને છે. અને સર્વવ્યાપક અને વિભાગીય સિદ્ધાંતની ન્યાયી એકતા મધ્યે આ વિભાગના ભેદમાં સત્યની અખંડિતતા રહેલી છે. (ન્યાયકર્ણિકા પેજ-૨૪-૨૫) Page #349 -------------------------------------------------------------------------- ________________ (૫૬) સૂત્ર-૩૨થી ૩૫ઃ-પુદ્ગલોનો પરસ્પરબંધ ૩૨૧ (૫૬) સૂત્ર-૩૨થી ૩૬ :- પુદ્ગલોનો પરસ્પરબંધ -- પુગલો “સ્નિગ્ધ-રૂક્ષ ગુણને કારણે પરસ્પર સંયોજાઈને જગતના સઘળા વિવિધ પદાર્થો રચાય છે. વીજળી સ્નિગ્ધ-રૂક્ષ ગુણને કારણે પેદા થાય છે. - આધુનિક વિજ્ઞાનમુજબ અણુંઓનું બંધન. સ્નિગ્ધ અને રૂક્ષ જો, (૧) જઘન્ય અને (૨) સમાન અંશવાળા હોય, તો તેઓનો પરસ્પર બંધ ન થાય. પરંતુ (૩) બે વિગેરે અસમાન અંશવાળા હોય તો, તેઓનો બંધ થાય. स्निग्धरुक्षत्वाद्बन्धः ॥३२॥ અર્થ :- (પુગલ પરમાણુઓ) સ્નિગ્ધ, અને રૂક્ષ સ્પર્શવાળા હોવાથી (પરસ્પર સ્પર્શલા હોય તો) બંધ થાય છે. - પુદ્ગલોનો પરસ્પર બંધ સ્નિગ્ધ.અને રૂક્ષ ગુણને કારણે થાય છે : બંધ એટલે પુલોનો પરસ્પર સંશ્લેષ, સંયોજન. એટલે કે અંગગીભાવ-એકરસપહાવડે જોડાવું, સંયોજન પામવું તે. પરમાણુંઓમાં, ઘી-તેલમાં હોય છે, તેવા પ્રકારની ચીકાશ, કે રાખની માફક લુખાપણું હોય છે. તે સ્પર્શગુણના ૮ ભેદમાં, સ્નિગ્ધ અને રૂક્ષ તરીકે ઓળખાય છે. આ ગુણના કારણે પરમાણુઓ પરસ્પર બંધાઈ (સંયોજન પામી)ને સ્કંધો (Molecules) બને છે, અને સ્કંધો બંધાઈને આ જગતના વિવિધ પદાર્થો (પૃથ્વી, પાણી, વૃક્ષો, જીવોના શરીરો વિગેરે આંખેથી જે દેખાય છે તે, તેમજ સઘળી ૨૬ વર્ગણાના પુદ્ગલસ્કંધો) રચાય છે. (૧) બે પરમાણુંઓનો, (૨) સ્કન્ધ અને પરમાણુંનો, અને (૩) Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન જુદા-જુદા સ્કંધોનો, આ ૩ રીતે પરસ્પર બંધ થાય છે. દરેક પરમાણુંઓમાં, આ સ્નિગ્ધતના કે રૂક્ષતાના એકથી માંડી અનંતા સુધીના અંશો હોય છે. બંધ થવામાં જે નિયમ છે તે પછીના સૂત્રમાં જણાવશે. વર્તમાન વિજ્ઞાનને આ વિષયમાં જોઈએ. - વીજળી સ્નિગ્ધ અને રૂક્ષ ગુણને કારણે પેદા થાય છે : વર્તમાન વિધુતજ્ઞાનીઓએ સ્નિગ્ધ અને રૂક્ષ, આ બે ગુણોને જણાવવા ધન (Positive) અને ઋણ (Negative) શબ્દોનો ઉપયોગ કર્યો છે. સર્વાર્થસિદ્ધિ (સૂત્ર-૫-૨૪)માં વિદ્યુત-વીજળીની ઉત્પત્તિ આ મુજબ જણાવી છે. “ધિક્ષત્વ મુખનિમિત્તો વિદ્યુ” અર્થ :- વાદળમાં વિજળીનું સંપાદન, સ્નિગ્ધ અને રૂક્ષગુણવડ ઉત્પન્ન થાય છે, એટલે કે ધન અને ઋણભારના વિકાસના કારણે. - આધુનિક વિજ્ઞાનમુજબ અણુંઓનું બંધન: વર્તમાન વિજ્ઞાનમુજબ ભારે ઇલેકટ્રોન, (પૃ. ૨૮૪) ઇલેકટ્રોન્સ અર્થાત્ પુદ્ગલના ઋણકણોના સંયોજનથી બને છે. જો આપણે ઋણને રૂક્ષ કહીએ, તો આ રૂક્ષનો રૂક્ષસાથેના સંયોજનની ઘટના કહેવાય. ફેબ્રુ. ૧૯૩૮ના “સાયન્સ એન્ડ કલ્ચરમાં પ્રોફે. એડિંગ્ટન લખે છે. કે “આ સિદ્ધાંતથી Negatrons (Negative Protons)નું અનુમાન થાય છે.” એટલે કે, એવા કણો જે પ્રોટોન જેટલા જ ભારે છે. પરંતુ ઋણકણોથી બનેલા છે. અથવા ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. તે રૂક્ષની સાથે રૂક્ષના સંયોજનનું દષ્ટાંત છે. પ્રોટોનની રચનામાં સ્નિગ્ધની સાથે સ્નિગ્ધનું સંયોજન દર્શાવ્યું છે. પોઝીટ્રોન એ સ્નિગ્ધકણ છે. જ્યારે પ્રોટોન એ, તે જ પ્રકારનો મોટોકણ છે. પ્રોટોન એ ઘનકણોના મજબૂત બંધનથી (close Packing) બનેલો હોય છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ (૫૬) સૂત્ર-૩૨થી ૩૫:- પુદ્ગલોનો પરસ્પરબંધ ૩૨૩ ન્યૂટ્રોનનું બંધારણ બતાવે છે કે, તે એક સ્નિગ્ધકણ સાથે એક રૂક્ષકણ જોડાવાનું દૃષ્ટાંત છે, અર્થાત્ પ્રોટોન, ઇલેકટ્રોન સાથે ગાઢબંધનથી સંયોજાય છે. આધુનિકઅણુનો nuclei (કેન્દ્ર) પણ પ્રોટોન્સ, ન્યૂટ્રોન્સ અને ન્યૂસોન્સનો સમૂહ જ છે. તેથી તે સ્નિગ્ધની સાથે રૂક્ષના સંયોજનનું દૃષ્ટાંત પૂરું પાડે છે. અણુઓમાંથી કંધોના બંધારણમાં આપણને ફરી સ્નિગ્ધ અને રૂક્ષ અણુઓનું સંયોજન જોવા મળે છે. (સોડિયમ કલોરાઇડ) સોડિયમ અને કલોરિનના અણુઓનો બનેલો છે. જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તે સોડિયમના ધન ions (સ્નિગ્ધ) અને ક્લોરિનના ઋણ ions (રૂક્ષ)માં વિભાજિત થાય છે. સૂત્ર આ મુજબ છે. Nacl = Na + cl, અથવા કોપર સલ્ફેટના કિસ્સામાં (Nila Tutiya) cuso, = cü + so (બિંદુઓ સ્નિગ્ધ, અને લીટીઓ રૂક્ષ બતાવે છે) → જઘન્ય અંશવાળા સ્નિગ્ધ કે રૂક્ષનો બંધ ન થાય : સૂત્ર-રૂ૨ ન નધન્યમુળાનામ્ ર્॥ અર્થ :- જઘન્યગુણ સ્નિગ્ધ, તેમજ જઘન્યગુણ રૂક્ષ, આવા પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. કોઈ પુદ્ગલોમાં રૂક્ષ સ્પર્શ, તો કોઈમાં સ્નિગ્ધ સ્પર્શ હોય છે. છતાં રૂક્ષતા અને સ્નિગ્ધતાના અંશમાં ન્યૂનાધિકતા હોય છે. જેમકે પાણી, બકરીનું દૂધ, ભેંસનું દૂધ દરેકમાં સ્નિગ્ધગુણ હોવા છતાં પાણી કરતાં બકરીનાં દૂધમાં સ્નિગ્ધતા વધારે, અને તેનાથી વધારે ભેંસના દૂધમાં. તે જ રીતે ધૂળ, ધાન્ય, ફોતરાં, રેતી વિગેરેમાં ઉત્તરોત્તર રૂક્ષતા વધુ છે. આપણે સ્નિગ્ધ કે રૂક્ષગુણનો સૌથી નાનોવિભાગ (અંશ) કલ્પીએ, જેના કેવલીની દૃષ્ટિએ બે વિભાગ ન થાય, આવા એકવિભાગ જેટલી સ્નિગ્ધતા કે રૂક્ષતા જે પુદ્ગલમાં હોય, તે એકગુણ અંશ, જો બેભાગ હોય તો બેગુણ અંશ ઇત્યાદિ. આ એકગુણ અંશ, સ્નિગ્ધ કે રૂક્ષ, એ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન જઘન્યગુણ કહેવાશે. આવા જઘન્યગુણ અંશવાળા સ્નિગ્ધ કે રૂક્ષ પુગલોનો પરસ્પર બંધ ન થાય, તેમ આ સૂત્રમાં જણાવ્યું છે. પરંતુ તેમાં જે અપવાદ છે, તે આગળના સૂત્રમાં જણાવાશે. -- ધાતુઓમાં રહેલા મુક્ત ઈલેકટ્રોનને કારણે વિદ્યુતું વહન થાય છે. ગરમીના સ્થળાંતર માટે પણ તે કારણ છે :- હવે વર્તમાન વિજ્ઞાન મુજબ વિચારીએ “ધ એડવાન્ડ ટેક્સ્ટ બુક ઓફ મેગ્નેટીઝમ એન્ડ ઇલેકિટ્રસિટી વોલ્યુ-૨ બાયR.w Hutchison પુસ્તકના પેજ ૪૮૧માંથી નીચેનું ટાંચણ. ધનભાર અને ઋણભારવાળા વાહકો (carriers) જેને ions કહે છે. તેઓ electrolytes અને વાયુની અંદર વિદ્યુત વહન નિપજાવે છે. પ્રવાહીઓમાં ions ને free charged atom કહે છે. વાયુઓમાં ઋણ ions તે એક અથવા વધારે ન્યૂટ્રોન એટમથી જોડાયેલો ઇલેકટ્રોન હોય છે (નીચા દબાણે ઇલેકટ્રોન, તેના સહચારી ન્યૂટ્રોન એટમને બહાર ફેંકી દે છે, અને એકલો ફરે છે.) જ્યારે ધન (Positive) ion, તે એવો ion છે જેણે એક ઇલેકટ્રોન ગુમાવ્યો છે. ઘનપદાર્થો (solids)માં વિદ્યુતનું વહન પણ carriers વડે થાય છે. પરંતુ ત્યાં ફક્ત મુક્ત ઈલેકટ્રોન્સ હોય છે.” આગળ આ જ પુસ્તકમાં કર્તા ઉમેરે છે કે “ધાતુઓમાં રહેલા આ મુક્ત ઇલેકટ્રોન્સ, ફકત વિદ્યુતના વહન માટે જવાબદાર છે. એટલું જ નહિ પરંતુ ધાતુઓની અંદર ગરમીના સ્થળાંતર માટે પણ ઇલેકટ્રોન્સ આવશ્યક કારણ છે, તેવું માનવાને ઘણા કારણ છે.” (તેનું જ પેજ ૪૮૫) માત્ર ઇલેકટ્રોન્સ જ નહિ પરંતુ કેટલીક ઘટનાઓમાં જોવામાં આવે છે કે, કેટલાક વ્યક્તિગત અણુઓમાં પણ થોડો ભેદ છે. પરંતુ તે ભેદ કયો છે તે બતાવવા હજુ વિજ્ઞાન સમર્થ નથી. Radio-activityની ઘટનાનો નિર્દેશ કરતાં પ્રોફે. મેક્સબોર્ન આગળ કહે છે “આપણે તે અભિપ્રાયને Page #353 -------------------------------------------------------------------------- ________________ (૫૬) સૂત્ર-૩૨થી ૩૫ઃ-પુગલોનો પરસ્પરબંધ ૩૨૫ અવશ્ય ટેકો આપીએ કે એક અણુ થોડી સેકંડ જીવિત (સક્રિય) રહે છે અને તદ્દન તેના જેવો તેની બાજુનો ઘણા વર્ષો સુધી તે હકીકતનું અંતે અવશ્ય કોઈ અંતર્ગત કારણ હોવું જોઈએ. જેમાં હજુ સફળતા નથી મેળવી.” (તેનું જ પેજ ૨૩૮) આ વિધાન સ્પષ્ટ બતાવે છે કે, અણુઓ કોઈક આંતરિક ગુણધર્મને કારણે અવશ્ય ભિન્ન છે. જેને જૈન તત્ત્વજ્ઞાનીઓએ સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વગુણનું પ્રમાણ સંજ્ઞા આપી છે. > સમાન અંશવાળા સદેશો (સ્નિગ્ધ-સ્નિગ્ધ, કે રૂક્ષ-રૂક્ષ)નો પણ બંધ ન થાય : सूत्र-३४ गुणसाम्ये सदृशानाम् ॥३४॥ અર્થ:- ગુણની સમાનતા હોય ત્યારે સદેશનો બંધ ન થાય. (તુલ્યગુણ સ્નિગ્ધનો, તુલ્યગુણ સ્નિગ્ધ (સદેશ)ની સાથે અને, તુલ્યગુણ રૂક્ષનો તુલ્યગુણ રૂક્ષની સાથે (સમાનગુણ સદેશનો) બંધ થતો નથી.) સ્નિગ્ધની અપેક્ષાએ સ્નિગ્ધ પુદ્ગલો, તેમજ રૂક્ષની અપેક્ષાએ રૂક્ષપુગલો સદેશ સમજવા. તે સિવાય વિદેશ જાણવા. સ્નિગ્ધગુણ કે રૂક્ષગુણ જેમાં સમાન હોય તેમાં ગુણસામ્ય સમજવું. તે સિવાય ગુણવૈષમ્ય જાણવું. આ અનુસાર સદેશમાં ગુણસામ્ય હોય તો બંધ થતો નથી સૂત્ર ૩૫ આ બંધ થવામાં જે વિશેષતા છે, તે આ સૂત્રમાં જણાવે છે. - સદેશો (સ્નિગ્ધ-સ્નિગ્ધ, કે રૂક્ષ-રૂક્ષ)નો, બે વિગેરે અધિક અંશવાળા હોય તો બંધ થાય છે - सूत्र-३५ द्वयधिकगुणानां तु ॥३५॥ અર્થ - પરંતુ જો સદેશ (સ્નગ્ધ-સ્નિગ્ધ, અને રૂક્ષ-રૂક્ષ) પુદ્ગલો બે (વિગેરે) અધિક ગુણઅંશવાળા (ગુણવૈષમ્ય બે કે તેથી અધિક) હોય તો, તે સદેશ પુદ્ગલોનો પણ બંધ થાય છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન એકસમાન પુદ્ગલોમાં ગુણવૈષમ્ય બે, ત્રણાદિ હોય તો બંધ થઈ શકે. પરંતુ એકગુણ વૈષમ્ય હોય તો બંધ ન થઈ શકે. જેમકે ચતુર્ગુણ વિગેરે સ્નિગ્ધનો, પંચગુણ વિગેરે સ્નિગ્ધપુગલ સાથે બંધ ન થઈ શકે. તે જ પ્રમાણે રૂક્ષ-રૂક્ષમાં સમજવું. સૂત્ર-૩૨માં (સ્નિગ્ધ અને રૂક્ષગુણના કારણે બંધ થાય, તેમ) સામાન્યથી જ અર્થ જણાવ્યો હતો. તેને પછીના ત્રણ સૂત્રોમાં અપવાદો બતાવી (તે અર્થ)ને સંકુચિત કર્યો. - આધુનિક ભૌતિકશાસ્ત્રમાં પરમાણું (અણ)ઓનો બંધઃ વર્તમાન ભૌતિકશાસ્ત્રના ન્યૂટ્રોનનો અભ્યાસ કરીએ. તે એક સ્નિગ્ધકણ અને એક રૂક્ષકણ, પ્રોટીન અને ઇલેકટ્રોનના મજબૂત બંધ વડે બને છે. ભૌતિકશાસ્ત્ર મુજબ હાઈડ્રોજનના અણુમાં ઇલેકટ્રોન એ, પ્રોટોનની આસપાસ, ગ્રહોની વ્યવસ્થા હોય તેમ, સૌરમંડલની જેમ ગોળ ગોળ ફરે છે. તેનું માપ ૧ સે.મી.નો ૧૦ કોટાકોટિમો ભાગ (૧/૧૦૫માં ભાગ) હોય છે. આ ઇલેકટ્રોનિક ભ્રમણકક્ષાની ત્રિજ્યા ૧૦ હજારગણી નાની બનાવવામાં આવે તો આપણે ન્યૂટ્રોનના માળખા સુધી પહોંચી જઈએ. તેથી ન્યૂટ્રોનનું વજન પ્રોટોનના વજન કરતાં થોડું વધારે હોય છે. સૂત્ર-૩૬ :- સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો પરસ્પર બંધ થયા બાદ નવા બનેલા સ્કંધમાં ક્યો (સ્નિગ્ધ કે રૂક્ષ) સ્પર્શ થાય. તેને જણાવવા આ સૂત્ર છે. – બંધ થયા બાદ નવો બનેલો સ્કંધ, બે (સ્નિગ્ધ અને રૂક્ષ)માં જે અધિક હોય, તે રૂપે થાય - सूत्र-३६ बन्धेसमाधिको पारिणामिकौ च ॥३६॥ અર્થ પુગલોનો બંધ થયા બાદ, સમ અને અધિકગુણ (સ્નિગ્ધ કે રૂક્ષ કોઈપણ), અનુક્રમે સમ અને હનગુણને પોતાનારૂપે પરિણાવે છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ (૫૬) સૂત્ર-૩૨થી ૩૫ -પુદ્ગલોનો પરસ્પરબંધ ૩૨૭ જ્યારે સમાનગુણ રૂક્ષનો અને સ્નિગ્ધ (એટલે કે, સમાનગુણ વિસદેશ) નો બંધ થાય ત્યારે સમગુણ સ્નિગ્ધ-નિગ્ધનો કે રૂક્ષ-રૂક્ષનો બંધ થતો નથી. તે ૩૪મા સૂત્રમાં જણાવ્યું છે. તેથી તેની વિચારણા કરવાની રહેતી નથી.) કોઈવખત રૂક્ષ, સ્નિગ્ધને રૂક્ષરૂપે પરિણમાવે (રૂક્ષરૂપે કરે), તો કોઈવખત સ્નિગ્ધ, રૂક્ષને સ્નિગ્ધરૂપે પરિણમાવે. જ્યારે દ્વિગુણ આદિ વિષમગુણ રૂક્ષ-સ્નિગ્ધ (વિદેશ) તેમજ સ્નિગ્ધ-સ્નિગ્ધનો કે રૂક્ષ-રૂક્ષ (દેશ)નો બંધ થાય ત્યારે અધિકગુણ, હનગુણને પોતાના રૂપે પરિણાવે. દા.ત. ત્રિગુણ સ્નિગ્ધનો, એકગુણ સ્નિગ્ધ સાથે, કે એકગુણ રૂક્ષ સાથે બંધ થાય ત્યારે જે અંધ બને તે, ત્રિગુણ સ્નિગ્ધ બને છે. (Jainism the oldest living religion Yanshiel) ‘સિંધુ નદીની ખીણમાં ખોદકામ કરતાં મળી આવેલી મોહન - જો ડેરો અને હડપ્પા સંસ્કૃતિની યુગપ્રવર્તક પ્રાગઐતિહાસિક ઘટના જૈન ધર્મની પ્રાચીનતા વિષે નવો અને અર્થપૂર્ણ પ્રકાશ પાથરે છે. સર જોન માર્શલ ભારપૂર્વક જણાવે છે કે, “સિંધુ નદી અને વૈદિક સંસ્કૃતિની તુલના અસંદિગ્ધપણે દર્શાવે છે કે તેઓમાં એકબીજા સાથે કોઈ સંબંધ ન હતો. ઔપચારિક રીતે વૈદિક ધર્મ મૂર્તિપૂજાની વિરુદ્ધ છે. મોહન-જો-ડેરોના ઘરોમાં અગ્નિની વેદી સ્પષ્ટ રીતે જણાતી નથી. (મોહન જો ડેરો પુસ્તક-૧) ડૉ. કાળીદાસ નાગ કહે છે કે, “જે લોકો ઇતિહાસ જાણવાનો દાવો કરે છે, તેમાંના કોઈ એટલું જાણતા નથી કે બુદ્ધ પહેલાં લાખો અને કરોડો વર્ષો પૂર્વે, એક બે નહિ પરંતુ કેટલાક જૈન તીર્થકરોએ અહિંસાના ધર્મસંદેશાનો પ્રચાર કરેલો. જૈનધર્મ અતિ પ્રાચીન ધર્મ છે અને તેણે ભારતીય સંસ્કૃતિને ઘણું આપ્યું છે.” (અને કાંત૮૬, ૫ ૨૨૬) વળી ડૉ. જેકોબી એવો પણ અભિપ્રાય ધરાવતા કે જૈન ધર્મ ભારતના શરૂઆતના તત્ત્વજ્ઞાન સાથે સંકળાયેલો હતો. (જૈન ગેઝેટ ૧૯-૨૨) ભારતીયો દ્વારા સંશોધન કરવામાં આવેલા અણુસિદ્ધાંતના વિકાસ વિષે પ્રવચન કરતાં બીજા સુપ્રસિદ્ધ વિદ્વાન જણાવે છે કે, ““ઉપનિષદોમાં જાળવી રાખવામાં આવેલા અતિ જૂના તાત્ત્વિક ચિંતનમાં આપણને અણસિદ્ધાંતની નિશાની સુદ્ધાં પણ જોવા. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન [ (૫૭) સૂત્ર-૩૭ - દ્રવ્ય, તેમજ ગુણ અને પર્યાય – કોઈપણ દ્રવ્યનું સીધેસીધું પ્રત્યક્ષ થતું નથી. પરંતુ તેના ગુણો અને પર્યાયો દ્વારા જ તે જણાય છે. - ઇન્દ્રિયોદ્વારા ગુણો અને પર્યાયો જ જણાય છે. દ્રવ્ય નહિ. -- ગુણ અને પર્યાય, બંનેનો આધાર દ્રવ્ય છે. - “સત્ અને દ્રવ્ય' બંનેના સ્વરૂપની તુલના. - પદાર્થ(દ્રવ્ય)ની યથાયોગ્ય વ્યાખ્યા કરવી આધુનિકચિંતકોને પણ અઘરી લાગે છે. गुणपर्यायवद् द्रव्यम् ॥५-३७॥ અર્થ - જેમાં (સદા સ્થાયી) ગુણો અને (ક્રમસર થનારા) પર્યાયો હોય તેને દ્રવ્ય કહેવાય. આ જગતમાં સર્વેમળી પાંચ અસ્તિકાય દ્રવ્યો છે. તેનું વર્ણન કર્યું. હવે દ્રવ્યનું લક્ષણ શું તે જણાવે છે. લક્ષણ એટલે અસાધારણ ગુણધર્મ વસ્તુનો એવો ગુણધર્મ, જે તે વસ્તુવિના કયાંય ન રહેતો હોય, અને વસ્તુમાં અવશ્ય હોય જ. ગુણ પર્યાયવાળું આ દ્રવ્યનું લક્ષણ છે. ગુણો અને પર્યાયો દ્રવ્યમાં જ હોય છે. દ્રવ્યને છોડીને ક્યાંય ગુણો અને પર્યાયો રહેતા નથી. ગુણો = સદા સાથે રહેનારા. પર્યાયો = ક્રમસર થનારા હોય છે. બંને દ્રવ્યમાં જ હોય છે. = કોઈપણ દ્રવ્યનું સીધેસીધું પ્રત્યક્ષ થતું નથી. પરંતુ તેના ગુણો અને પર્યાયો દ્વારા જ તે જણાય છે : Page #357 -------------------------------------------------------------------------- ________________ (૫૭) સૂત્ર-૩૭:- દ્રવ્ય, તેમજ ગુણ અને પર્યાય ૩૨૯ દ્રવ્યને આપણે સીધેસીધું જોઈ, જાણી શકતા નથી. ગુણો અને પર્યાયોદ્વારા દ્રવ્યને ઓળખીએ, છીએ. દા.ત. ઘડો, કબાટ, માટી, ઈંટ, ઘર, શરીરો વિગેરે પુદ્ગલદ્રવ્યો છે. અહીં વિચારીએ તો, આપણે ઘડાને જોયો, જાણ્યો એટલે ઘડાના રૂપ, રંગ, સ્પર્શ, આકાર વિગેરે જ જાણ્યા - જોયા. જે રૂપરંગાદિ જાણ્યા જોયા, તે તો ઘડાના ગુણો અને પર્યાયો છે, પરંતુ ઘડો દ્રવ્યનું આપણને પ્રત્યક્ષ થતું નથી. લાલરંગ કે પીળારંગ, લુખસ્પર્શ અને મોટુંપેટ, નાનુંભ્યો, આકાર ઇત્યાદિ જે આપણને દેખાય છે, તે તેના પર્યાય છે. જયારે તે ઘડાના ઠીકરા થઈ જાય, ત્યારે પણ તેના રંગ, આકાર આદિ જ પ્રત્યક્ષ હોય છે. તે પણ માટી કે ઠીકરા વિગેરે, દ્રવ્યના પર્યાયો છે. તે ગુણો અને પર્યાયોનો આધાર, માટી કે ઠીકરા વિગેરે વસ્તુઓ (દ્રવ્યો) સીધેસીધી આપણે પ્રત્યક્ષ નથી કરી શકતા. વળી માટી, ઠીકરા કે ઘર, કબાટ, ઈંટ, વાદળ, પાણી, નદી, સમુદ્ર વિગેરે સઘળા પણ, મૂળ પુદ્ગલપદાર્થના અવાંતર પર્યાયો છે. ઈદ્રિયોદ્વારા ગુણો અને પર્યાયો જ જણાય છે, મૂળદ્રવ્ય નહિ - ઉપર જણાવેલા સર્વે મુગલપદાર્થના સ્પર્શ, ગંધ, રસ, વર્ણ આ-૪ ગુણો છે. તેના ૨૦ પેટાભેદ (કઠીન, મૂ, આદિ ૮ સ્પર્શ, સુરભિ અને દુરભિ ૨ ગંધ, પીળો, સફેદ વિગેરે ૫ વર્ણ, અને તીખો, ગળ્યો વિગેરે પ રસ) એ તેના પર્યાયો છે. તેમજ માટી, ઘર, ઈંટ વિગેરે પુગલની અવાંતર અવસ્થાઓ છે, એટલે તે પણ, પર્યાયો છે. તે સઘળાનું પ્રત્યક્ષ પણ, તેના સ્પર્ધાદિ ૪ ગુણ, અને ૨૦ પેટાભેદરૂપ પર્યાયો છે, તેનાદ્વારા જ થાય છે. એટલે ભાવાર્થ એ થયો કે જગતમાં સઘળી ભિન્ન ભિન્ન અને વિવિધ પ્રકારની (આંખ, કે કોઈપણ ઇન્દ્રિયથી જણાતી) ચીજો પુગલપદાર્થના રૂપાંતરો છે, તેને તેના ગુણો (સ્પર્શદિ-૪), અને પર્યાયો (કઠીન, સફેદ, Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન તીખો આદિ-૨૦) દ્વારા જ જાણી શકીએ છીએ. દા.ત. માણસનું શરીર, અને પશુનું શરી૨. તેની અલગ અલગ વિશેષતાથી જણાય છે. તેમજ ઘણા માણસોમાં પણ તેઓના અલગ-અલગ રૂપ, રંગ, આકાર વિગેરે ચિહ્નોદ્વારા, આ, આ માણસ, અને આ બીજો માણસ, તેવી રીતે જુદા ઓળખી શકીએ છીએ. એ સઘળા જુદા-જુદા શરીરના રૂપાંતરો છે. મૂળદ્રવ્ય જણાતું નથી. સર્વે શરીરો, એ પણ આખરે, મૂળ પુદ્ગલવ્યના અમુક વિશિષ્ટ પર્યાયો (રૂપાંતરો) છે. → બીજા ૩ દ્રવ્યોના ગુણો અને પર્યાયો ઃ બાકીના દ્રવ્યો ધર્મ, અધર્મ અને આકાશ, આ ત્રણે દ્રવ્યના અનુક્રમે ગતિ સહાયકતા, સ્થિતિ સહાયકતા, અને જગા આપવી, એમ ૩ ગુણો છે. તે ગુણોને જીવ અને પુદ્ગલની ગતિ આદિ-૩થી અનુમાનથી જાણી શકીએ છીએ. કહેવાનો આશય એ છે કે, જ્યારે જીવ કે પુદ્ગલ ગતિ કરે ત્યારે ‘અમુક જીવ કે પુદ્ગલની ગતિ સહાયકતા' તરીકે ધર્મદ્રવ્યનો પર્યાય પ્રગટરૂપે ઉત્પન્ન થયો તેમ ગણાય છે. આ રીતે પ્રત્યક્ષ દેખાતી ગતિથી જણાતા પર્યાયદ્વારા ધર્મદ્રવ્યનું અનુમાન થાય છે. આ જ રીતે અધર્મ અને આકાશદ્રવ્ય માટે સમજવું. → જીવદ્રવ્યના ગુણો અને પર્યાયો : - જીવદ્રવ્ય વિષે જોઈએ. જીવદ્રવ્યના જ્ઞાન, દર્શન આદિ-૪ મૂળ અને બીજા-૪ ગૌણ, એમ ૮ ગુણો છે. તેમાંય વળી જ્ઞાનગુણના બીજા અવાંતર ભેદો-પ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વિગેરે. તેને પર્યાયો કહેવાય. વળી તે મતિજ્ઞાનના પણ બીજા અવાંતર ભેદો એટલે કે પર્યાયોના પણ પેટા પર્યાયો ઘણા થાય. દા.ત. શાસ્ત્રનું જ્ઞાન, વ્યવહારનું જ્ઞાન, આયુર્વેદનું જ્ઞાન વિગેરે. આ બધા જ્ઞાનગુણના, મતિજ્ઞાનરૂપ પર્યાયના પણ પર્યાયો ગણાય. એટલે તે પર્યાયો જ ગણાય. તે ઉપરાંત આત્માના જ્ઞાનોપયોગ Page #359 -------------------------------------------------------------------------- ________________ (૫૭) સૂત્ર-૩૭ -દ્રવ્ય, તેમજ ગુણ અને પર્યાય ૩૩૧ દર્શનોપયોગ વિગેરે પણ પર્યાયો છે. આ રીતે જ્ઞાનગુણની માફક, આત્માના બીજા ગુણો દર્શન, ચારિત્ર વિગેરેના પર્યાયો પણ આ રીતે સમજવા. દેવ, મનુષ્ય, પશુ (તિર્યંચ), નરક આ ૪ ગતિ, એ જીવના કર્મજનિત શરીરના પર્યાયો છે. બાલ્ય-યુવાન-વૃદ્ધાવસ્થા વિગેરે મનુષ્ય ગતિના વળી અવાંતર પર્યાયો છે. એટલે કે જીવદ્રવ્યનો મનુષ્યગતિ, એ પર્યાય, તે મનુષ્યગતિનો પણ બાલ્યઅવસ્થા વિગેરે પર્યાયનો પણ પર્યાય છે. જીવદ્રવ્યના આ સઘળા પૌદ્ગલિકશરીરરૂપ પર્યાયો વડે જ જીવદ્રવ્ય જણાય છે. તેમજ તે માત્ર અનુમાનથી જ જણાય છે. પરંતુ જેવી રીતે પુદ્ગલદ્રવ્યના ગુણો અને પર્યાયો ઇન્દ્રિય પ્રત્યક્ષ થાય છે, તેવી રીતે તે પ્રત્યક્ષ થતા નથી. કારણ કે જીવદ્રવ્ય પણ અરૂપી છે, અને તેના જ્ઞાનાદિગુણો, અને ઉપર જણાવ્યા તે, ઉપયોગાદિ પર્યાયો પણ અરૂપી છે. જોકે દરેકને પોતાનો આત્મા મેં જાણ્યું, મને સમજાયું, મને સુખ, સ્વસ્થતા છે, આદિ સંવેદનવડે જણાય છે. આના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે, ગુણ અને પર્યાય દ્વારા જ, દ્રવ્યને આપણે જાણીએ છીએ. હજુ ઊંડાણથી વિચારતાં સમજાશે છે કે, દ્રવ્ય અને ગુણ બંને પણ, પોતપોતાના પર્યાયોથી જ જણાય છે. -- ગુણો અને પર્યાયો, બંનેનો આધાર દ્રવ્ય છે - આ રીતે જોતાં એ સ્પષ્ટ થાય છે કે, પાંચે અસ્તિકાય દ્રવ્યો, એ ગુણો અને પર્યાયોનો સમૂહ છે. ગુણો અને પર્યાયો બંનેનો આધાર દ્રવ્ય છે. પુદ્ગલના સ્પર્શાદિ-૪, એ સદા સાથે રહેનારા ગુણો છે, અને કઠીન, મૂદુ આદિ પર્યાયો છે. તે ક્રમસર બદલાયા કરે છે. દરેક દ્રવ્યમાં ગુણ અને પર્યાય અવશ્ય હોય જ. ગુણ પર્યાય વગરનું દ્રવ્ય ક્યારેય ન હોય. દ્રવ્ય વિના, ગુણ અને પર્યાય અન્ય ક્યાંય ન રહે. તેથી ગુણપર્યાયવાળું દ્રવ્ય Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન હોય તે આ સૂત્ર દ્વારા સૂચિત કર્યું. શ્રી તત્ત્વાર્થસૂત્રની શ્રીસિદ્ધસેનગણિકૃત ટીકામાં જણાવ્યું છે કે युगपदवस्थायिनो गुणा रूपादयः, अयुगपदवस्थायिनो पर्यायाः । અર્થ - રૂપાદિ ગુણો એકસાથે રહે છે, પર્યાયો એક સાથે રહેનારા હોતા નથી. દ્રવ્યો અને ગુણો ઉત્પન્ન થતા ન હોવાથી નિત્ય છે. અનાદિ-અનંત છે. પર્યાયો પ્રતિસમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેથી અનિત્ય (સાદિ-સાંત) છે. પર્યાયોની અનિત્યતા પણ વ્યક્તિની અપેક્ષાએ છે, પ્રવાહની અપેક્ષાએ પર્યાયો પણ નિત્ય છે. પર્યાયોનો પ્રવાહ સતત ચાલુ જ છે. તેનો આરંભ કે અંત નથી. આથી જ દ્રવ્યો, પર્યાયોના પ્રવાહના સાતત્યને કારણે, ક્યારેય પર્યાયોથી રહિત પણ હોતા નથી. ગુણોના અવાંતર પ્રકારો, એ જ પર્યાયો છે. એ રીતે પર્યાયો એ ગુણો જ છે. ગુણો અને પર્યાયો વચ્ચેનો ભેદ જણાવતાં ટીકામાં જણાવ્યું છે કે – व्यवहारनयसमाश्रयेण तु गुणाः पर्याया इति वा भेदेन व्यवहारः प्रवचने, वस्तुतः पर्याया गुणा इत्येकात्म्यम् । અર્થ - વ્યવહારનયથી ગુણો અને પર્યાયોમાં ભેદ છે. વસ્તુતઃ પર્યાયો અને ગુણો એકરૂપ છે. આ રીતે, દ્રવ્યનું લક્ષણ, વિશ્વના સઘળા દ્રવ્યોને યથાર્થ રીતે ઓળખાવે છે. આ જેનતત્ત્વજ્ઞાનની મૌલિકશૈલી છે. - સત્ અને દ્રવ્ય, બંનેના સ્વરૂપની તુલના:- પૂર્વે સત્ નું લક્ષણ બતાવ્યું. તે ત્રણ હતા. ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા. તેમાં ઉત્પત્તિ અને નાશ (આ બે અંશ છે,) તે પર્યાયો છે, અને જે સ્થિરતારૂપ અંશ છે, તે દ્રવ્ય (અને ગુણ) છે. દ્રવ્ય અને તેમાં રહેલા) ગુણ Page #361 -------------------------------------------------------------------------- ________________ (૫૭) સૂત્ર-૩૭ - દ્રવ્ય, તેમજ ગુણ અને પર્યાય ૩૩૩ સ્થિર રહે છે, પરંતુ તે બંનેમાં રહેલા પર્યાયો બદલાયા કરે છે. આ સૂત્રમાં તે અંગે વિશેષતા બતાવી કે, દ્રવ્યમાં ગુણો રહે છે, અને સતત બદલાતા રહેતા (ઉત્પત્તિ, નાશ પામનારા) પર્યાયો પણ રહે છે. ગુણ અને પર્યાય એ બંનેનો આધાર દ્રવ્ય છે. ગુણ જેમાં રહે એને ગુણી કહેવાય, માટે દ્રવ્ય = ગુણી, ગુણવાળો. પદાર્થની યથાયોગ્ય વ્યાખ્યા કરવી આધુનિક ચિંતકોને પણ અઘરી લાગે છે. એડિંગ્ટન જેવા વૈજ્ઞાનિકો અને ખ્યાતનામ આધુનિક ચિંતકોને પદાર્થ (દ્રવ્ય)ની યથાયોગ્ય વ્યાખ્યા યોજવી અશક્ય લાગે છે. વર્તમાન વિશ્વનો નિર્દેશ કરતાં તેઓ કહે છે કે “હું કેવી રીતે વર્ણન કરું ? તે પ્રસરણશીલ છે. અપેક્ષાએ તે સ્થાયી છે, તે અતિશયોક્તિવાળું છે. આ બધા ઉપરાંત તે વાસ્તવિક (Substantial) પદાર્થ છે. વાસ્તવિક કહેવા દ્વારા હું ફકત એટલું જ કહેવા નથી માગતો કે, તે પદાર્થનો બનેલો છે. પરંતુ તે શબ્દ વડે હું તમને તેના આંતરિક સ્વરૂપ વિષે થોડી જાણકારી આપવાનો પ્રયત્ન કરું છું. તે એક વસ્તુ છે, આકાશના જેવી નહિ, જે ફકત અભાવ છે. (આકાશ એ વાસ્તવિક દ્રવ્ય છે, તે સૂત્ર-૧૮માં જોયું) તે કાળના જેવી પણ નથી. જે ભગવાન જાણે શું છે? સાધારણ કોઠા વડે સમજાવી શકાય તેવું તેનું સ્વરૂપ છે તેમ કહીને સમજાવી શકાય, તેનાથી વધારે સારી રીતે સમજાવી શકાય તેવું હું માનતો નથી અને આ પ્રમાણે આપણે ચક્કરમાં ગોળ ગોળ ફરીએ છીએ.” -- ગુણ અને ગુણી, આ બંનેની પ્રશંસા થાય, પણ દોષ અને દોષીની નિંદા ન થાય. નિંદા માત્ર દોષની થાય, દોષી પર તો કરુણા જ હોય. > જે માણસ, જે વસ્તુને સારી ન માનતો હોય, તેના પ્રત્યે તેને આસક્તિ ન હોય. પૂ.આ.વિજયરામચંદ્રસૂ.મ.સા. Page #362 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૫૮) સૂત્ર - ૩૮ :- · કાળનું સ્વરૂપ અને વ્યાખ્યા ૩૩૪ - -> કાળ વિનાનું વિશ્વ કલ્પી ન શકાય. બધું અલોપ થઈ જાય. કાળ બધાનો કોમન હોય છે. કોઈનો પ્રાઇવેટ નહિ. →> કાળના કાર્ય દ્વારા કાળને સમજી શકાય છે. → સૂર્ય, ચંદ્રના કારણે જણાતો દિવસ, માસ વિગેરે વ્યવહાર કાળ છે. → વર્તમાન સૂક્ષ્મતિસૂક્ષ્મ એક સમય, તે નિશ્ચય કાળ છે. -> કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી. कालश्चेत्येके ॥ ३८ ॥ અર્થ : કેટલાક આચાર્યો કાળને પણ દ્રવ્ય કહે છે. → કાળ વિનાનું વિશ્વ કલ્પી ન શકાય, બધું અલોપ થઈ જાય. (પૃ.૨૬૧ ૬) પાંચ દ્રવ્યોનું વર્ણન કરીને, હવે કાળનું વર્ણન કરે છે. કાળ વિના આ જગતનું અસ્તિત્વ સંભવી ન શકે. તમે વિચારો, કાળ અટકી જાય તો શું થાય ? બધા એકદમ સ્થિર થઈ જાય, આખુ વિશ્વ સજ્જડ, જકડાઈ ગયું હોય તેવું, ક્રિયાહીન પરિવર્તનો વગરનું, વિવિધતાઓ વગરનું બની જાય. વાસ્તવમાં જોવા જાવ તો કાળ વિના તેનું અસ્તિત્વ જ નષ્ટ થઈ જાય. આ સ્થિર છે, કે આ વસ્તુ વિદ્યમાન છે, કે હું છું, આવો અનુભવ કરવા માટે પણ થોડા સમયને પસાર થવા દેવું પડે છે. જે સમયે કોઈપણ પદાર્થને જોઈએ છીએ, પછીના સમયે વિચારીએ છીએ, થોડા સમય પછી નક્કી કરીએ છીએ. પરંતુ સમય જો પસાર જ ન થતો હોય, અથવા તો સમય હોય જ નહિ, તો આપણે કે સઘળા પદાર્થો અસ્તિત્વ જ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ (૫૮) સૂત્ર - ૩૮ - કાળનું સ્વરૂપ અને વ્યાખ્યા કેવી રીતે જાળવી શકીએ? જે કંઈ અસ્તિત્વ અનુભવીએ છીએ, પરિવર્તન થાય છે, આ ઝડપથી થયું, આ ધીમું થયું, ઘણો સમય થઈ ગયો, ઇત્યાદિ સઘળું આપણે જે અનુભવીએ છીએ તે કાળના કારણે જ અનુભવી શકીએ છીએ. કાળ વિનાનું વિશ્વ જ કલ્પી ન શકાય. કાળ ન હોય તો બધું એક સાથે અલોપ થઈ જાય. પરંતુ કાળ ન હોય તેવું બનવાનું નથી અને બન્યું પણ નથી. કાળ હતો, છે, અને રહેવાનો છે. કાળ વિશ્વવ્યવસ્થામાં જરૂરી તત્વ છે. પરંતુ કાળ કેવો છે? તેને સમજાવવો અઘરો છે. કોઈ જટિલ વસ્તુને સમજાવવા જૈનતત્ત્વજ્ઞાનની સ્યાદ્વાદશૈલી વસ્તુના સ્વરૂપને બહુ સ્પષ્ટ કરી આપે છે. શબ્દોની મર્યાદામાં કાળનું સ્વરૂપ પણ જેટલું સ્પષ્ટ કરી શકાય તેટલું મોટેભાગે કોઈ તત્ત્વજ્ઞાનમાં, કે ચિંતનમાં સ્પષ્ટ કરેલું નહિ મળે. પ્રસ્તુત સૂત્રની શ્રી સિદ્ધસેનગણિકૃત ટીકામાં જણાવ્યું છે કે, कलनं कालः प्रतिविशिष्टपर्यायोत्पादसंख्यानम्, कल्पते वाऽनेन वस्तित्वति कालः। અર્થ - થવું તે કાળ, દરેક પર્યાયોનું ઉત્પન્ન થવું તે કાળ, અથવા જેના વડે વસ્તુ જણાય, તે કાલ (વસ્તુનું થવું, હોવું એ કાળ.) પાંચે ય દ્રવ્યનો સર્વસામાન્ય પર્યાય, તે નિશ્ચય કાળ: કાળ દ્રવ્યરૂપ છે કે, ગુણ-પર્યાયરૂપ છે, તેમાં મતભેદ છે. તેનું વર્ણન આ સૂત્રમાં છે. શ્રી જીવાભિગમ સૂત્રમાં કાળને જીવાજીવ કહ્યો છે. किमियं भंते कालो ति पवुच्चइ ? गोयमा ! जीवा चेव अजीवा વેવા Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અર્થ : પ્ર. ભગવન્ત ! જે આ, કાલ કહેવાય છે તે શું છે? ઉ. ગૌતમ ! કાળ, જીવ અને અજીવ છે. પાંચે દ્રવ્યોનો સર્વસામાન્ય પર્યાય, તે નિશ્ચયનયથી કાળ છે, તે વિશેષાવશ્યકમાં છે. सो वत्तणाइरुवो कालो दव्वस्स चेव पज्जाओ किंचिम्मेत्तવિશે બેનાફવવાનો (શ્રી વિશેષાવશ્યક ભાષ્ય-૨૦૨૯) - સર વર્તનાપો દ્રવ્યચૈવ પર્યાયઃ (શ્રી સિદ્ધસેનગતિકૃત ટીકા) તે વર્તનાદિરૂપ કાલ, દ્રવ્યનો જ પર્યાય (અવસ્થા) છે. તેથી દ્રવ્યની સાથે એકરૂપ હોવા છતાં, કંઈક વિશેષવિવક્ષાથી દ્રવ્યકાલ, આયુષ્યકાલ, એ પ્રમાણે પ્રયોગ કરાય છે. - વર્તનાદિરૂપ કાલ, દ્રવ્યથી અભિન્નરૂપ જ છે. શ્રી જયોતિષકરંડકમાં કહ્યું છે કે, સર્વ કાલવિશેષો સૂર્ય ચંદ્રની ગતિથી નિષ્પન્ન થયેલા છે. અઢીદ્વીપમાં જ જ્યોતિષચક્ર ચર છે. તેથી ત્યાં કાળવ્યવસ્થા વ્યવસ્થિત છે. (જુઓ પૃ. ૧૭૧) તેની બહાર જ્યોતિષચક્ર સ્થિર છે. ત્યાં કાળની વ્યવસ્થા નથી. તેથી અહીંના આધારે ત્યાંના સર્વભાવોની સ્થિતિ સમજાવી શકાય. સમગ્ર વિશ્વમાં, મધ્યલોકનીય મધ્યમાં, આપણે જ્યાં છીએ તે અઢીદ્વીપમાં જ, મનુષ્યો વસે છે. અહીં જ સૂર્ય, ચન્દ્ર આદિ ફરે છે. મધ્યલોકના અઢીદ્વીપ સિવાયના અસંખ્ય દ્વીપસમુદ્રોમાં સૂર્ય, ચંદ્ર આદિ સ્થિર છે. તેથી જયાં સૂર્ય છે ત્યાં દિવસ, અને ચંદ્ર છે ત્યાં રાત્રિ જેવો પ્રકાશ હોય છે. દેવલોકના વિમાનોમાં પ્રકાશમય સ્ફટિકો છે. તેથી ત્યાં દિવસ-રાત્રિ નથી. માત્ર આ અઢીદ્વીપમાં જ સૂર્ય-ચંદ્ર ફરે છે, તેથી કાળની ગણત્રી ગણાય છે. શ્રી ભગવતીજી સૂત્રમાં છ દ્રવ્યોમાં કાળ જણાવ્યો છે : Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ (૫૮) સૂત્ર-૩૮ - કાળનું સ્વરૂપ અને વ્યાખ્યા कइ णं भंते दव्वा पण्णत्ता ? गोयमा ! छ दव्वा पण्णता धम्मत्थिकाए जाव अद्धासमये । અર્થ - પ્ર. હે પ્રભુ ! કેટલા દ્રવ્યો કહેલા છે? ઉ. છ દ્રવ્યો કહેલા છે. ધર્માસ્તિકાયથી કાળ સુધી. પ્રકૃત તત્વાર્થ સૂત્રકારે પણ અપેક્ષાએ કાળને દ્રવ્ય તરીકે સ્વીકાર્યું છે. તેથી શ્રી ભગવતીજી સૂત્રના વચનો સાથે પણ બાધ આવતો નથી. પરંતુ કાળને ઉપચારથી જ દ્રવ્ય માનવું સૂત્રકારને ઇષ્ટ છે. પ્રસ્તુત ગ્રંથના મૂળસૂત્રો (અજીવકાયના તેમજ દ્રવ્યના સૂત્રોમાં કાળને ગણાવ્યો નથી. વળી લોકાકાશમાં બાકીના ચાર દ્રવ્યોનો જ અવગાહ જણાવ્યો, કાળનો નહિ. વળી કાળના અણુઓ(પ્રદેશો)નો સૂત્રોમાં ક્યાંય ઉલ્લેખ નથી. દિગંબર સૂત્રોમાં પ્રસ્તુત સૂત્રના સ્થળે ત્નિશ તેમ કહીને કાળને સ્વતંત્ર દ્રવ્ય જણાવ્યું છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે, “પર્યાયવેત્ દ્રવ્યમ્' દ્રવ્યનું આ લક્ષણ, જો તેમાં ઘટતું હોય, તો કાળને અલગ દ્રવ્ય ઠરાવનારું જુદું સૂત્ર રચવાની જરૂર કેમ પડી? - કાળ બધાનો કોમન હોય છે, કોઈનો પ્રાઇવેટ નહિ? કાળ બાકીના પાંચેય દ્રવ્યો સાથે જોડાયેલો છે. પાંચેય દ્રવ્યના અસ્તિત્વમાં કાળ આધાર છે. ચક્રની ધરી, ચક્રને આધાર આપે છે, અને તેની ગતિમાં પણ તે જ આધાર છે. તેમ પાંચેય દ્રવ્યના અસ્તિત્વનો અને પરિવર્તન આદિ-૪નો, કાળ એ આધાર છે. માટે ગ્રંથોમાં પાંચે ય દ્રવ્યનો સર્વસામાન્ય પર્યાય, એ કાળ છે, તેમ જણાવ્યું છે. કાળ એક એક દ્રવ્યનો અલગ નથી, તેથી સર્વસામાન્ય કહ્યો છે. “મારા ૨૫ વર્ષ થયા અને તમારા ૫૦ વર્ષ થયા.' આવું એક વ્યક્તિ બીજાને કહે ત્યારે બીજાના ૫૦માં, ૨૫ કોમન (બંનેના સાધારણ) હોય છે, જુદા (Private) નથી હોતા. તે રીતે કાળ પાંચેયનો કોમન છે. જીવનો Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કાળ સજીવ, અને ૪ અજીવનો કાળ અજીવ. માટે આગમ ગ્રંથોમાં કાળને જીવાજીવ કહ્યો છે. શ્રીજીવાભિગમ આગમનો પાઠ આ લેખમાં જોયો. આ રીતે કાળ એ વિલક્ષણ દ્રવ્ય છે. તે સમજવા યોગ્ય છે. -> કાળના કાર્ય દ્વારા, કાળને સમજી શકાય છે. આપણે સૂત્ર-૨૨ લેખાંક-૬૬માં કાળના કાર્ય તરીકે, (૧) વર્તના (૨) પરિણામ, (૩) ક્રિયા અને (૪) જૂનું નવું (કે વયમાં નાનો મોટો) વિગેરે વાત જોઈ આવ્યા છીએ. એટલે કે, (૧) વસ્તુનું અસ્તિત્વ (૨) રૂપાંતર તેમજ (૩) ગતિક્રિયા પણ, કાળવિના ન સંભવે. દા.ત. એક વસ્તુ એક સ્થળે જે કાળે સ્થિર હોય, તે જ વસ્તુ બીજા સ્થળે ગતિ કરશે ત્યારે સમય પસાર થઈ ગયો હશે, સમય જો સ્થિર હોય તો ગતિ ન સંભવે. તેમ જ (૪) આ ૫ વર્ષનો, અને આ ૨૦ વર્ષનો, આવો વ્યવહાર પણ કાળના કારણે જ સંભવે છે. કાળ સ્થિર થઈ જાય, હોય જ નહિ તો કોઈની ઉંમર વધે જ નહિ. પરંતુ એવું નથી, તેથી નાના-મોટા કે નવું-જૂનું વિગેરે કાળને કારણે જ સંભવે છે. આ રીતે આ ચાર કાર્યોદ્વારા કાળને સમજી શકાય છે. વ્યવહાર કાળ : શાસ્ત્રોમાં અઢીદ્વીપમાં સૂર્ય, ચંદ્રની ગતિના કારણે કાલની ગણના, કે વિભાગો, કે કાળનું પ્રમાણ (માપ જથ્થો) નક્કી થાય છે. તેને વ્યવહારકાળ કહ્યો છે. નિશ્ચયકાળ તો માત્ર વર્તમાન છે. તે એક જ છે. માટે નિશ્ચયકાળના પ્રદેશો માન્યા નથી, આ વિષયમાં જે વ્યવહાર અને નિશ્ચય શબ્દ વપરાયા છે. તેનો અર્થ સમજી લઈએ તો આ કાળના બે સ્વરૂપ સમજવામાં સુગમતા રહેશે. » વ્યવહાર અને નિશ્ચયઃ (જુઓ પૃ. ૩૧૯) વસ્તુનું મૂળ, કે આંતરિક, કે સારભૂત, કે શુદ્ધસ્વરૂપ હોય તેને Page #367 -------------------------------------------------------------------------- ________________ (૫૮) સૂત્ર-૩૮ - કાળનું સ્વરૂપ અને વ્યાખ્યા ૩૩૯ નિશ્ચયથી તે પદાર્થ કહેવાય છે. જેમાં નિશ્ચયના પદાર્થના સ્વરૂપનો અંશ હોય, તેની સાથે સંબંધિત થતું હોય, કે બાહ્યથી તે મૂળસ્વરૂપ જેવું જણાતું હોય, કે મૂળસ્વરૂપ સુધી પહોંચવામાં કારણ બનતું હોય, તેવા પદાર્થમાં મૂળનો ઉપચાર થતો હોય છે. તેને વ્યવહારથી તે પદાર્થ કહેવાય છે. દા.ત. સંસારી અશુદ્ધ આત્મામાં જેટલા અંશે મલિનતા ઘટે અને શુદ્ધિ પ્રગટે તેટલા અંશે તેને નિશ્ચય ધર્મ કહેવાય. અને તેનું કારણ જે ધર્મની ક્રિયાઓ, અનુષ્ઠાનો, તપ, ભક્તિ વિગેરે વ્યવહારધર્મ કહેવાય. એકાગ્રતા વિગેરેથી કરાતી શુદ્ધક્રિયાઓમાં, આત્માની શુદ્ધિરૂપ જે નિશ્ચયધર્મ છે, તેનો અંશ પડેલો છે, અથવા તે શુદ્ધિને પ્રાપ્ત કરવામાં ક્રિયાઓ મહત્ત્વનું કારણ બને છે, માટે તે ક્રિયાઓમાં શુદ્ધિરૂપ નિશ્ચય ધર્મનો ઉપચાર કરીને તેને વ્યવહારધર્મ કહેવાય છે. આવી રીતે વ્યવહાર નિશ્ચય’ શબ્દો વપરાય છે. હવે કાળનો વિષય જોઈએ. નિશ્ચય કાળ: નિશ્ચયકાળ માત્ર વર્તમાન એક સમય સ્વરૂપે છે. ભૂતકાળ અનંત થઈ ગયો અને ભવિષ્ય અનંત થશે. પરંતુ અત્યારે વર્તમાન છે, તે જ નિશ્ચયકાળ છે. નિશ્ચયકાળ સર્વદ્રવ્યોમાં સર્વત્ર વ્યાપ્ત છે, તે સર્વદ્રવ્યોનો વર્તતો પર્યાય છે. તે વર્તમાન છે. અસ્તિત્વનો આધાર છે. એટલે લોકાલોક સર્વવ્યાપી સર્વત્ર છે. ભૂતકાળ, વર્તમાનરૂપે થઈ ગયો છે. અને ભવિષ્ય, વર્તમાનરૂપે થવાનો છે. એ રીતે તે બંને નિશ્ચય (વર્તમાન)ની સાથે સંબંધિત થાય છે. માટે તેને વ્યવહારકાળ ગણાય છે. આ રીતે સ્યાદ્વાદદ્વારા વિભાગ કરવાથી કાળના સ્વરૂપ વિષે વધુ સ્પષ્ટતા થાય છે. કાળની ગણના જે થાય છે. તે આપણે નક્કી કરેલી સંજ્ઞાઓ દ્વારા થાય છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ उ४० જેન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન - કાળ, પાંચ દ્રવ્ય જેવું, સ્વતંત્ર દ્રવ્ય નથી: જેવી રીતે એક માઈલ, બે માઈલ વિગેરે ક્ષેત્રના માપને આપણે એક સાથે પ્રગટ દર્શાવી શકીએ છીએ. પુદ્ગલના અમુક જથ્થાને પણ એકસાથે જોઈ જાણીને પ્રત્યક્ષ કરી શકીએ છીએ. તેવી રીતે આ એક મિનિટ, આ કલાક, વિગેરે એકસાથે પ્રગટ રીતે દર્શાવી શકાતા નથી. વર્તમાન કાળને જ આપણે અનુભવી શકીએ છીએ, અરૂપી હોવાથી જોઈ શકતા નથી. ભૂતકાળ નષ્ટ થયેલો છે. ભવિષ્યકાળ ઉત્પન્ન થવાનો બાકી છે. બંનેમાંથી એકેય વર્તમાનમાં વિદ્યમાન નથી. ભૂતકાળ અને ભવિષ્ય કાળના ઘણા સમૂહને એક સાથે પ્રત્યક્ષ કરી શકાતો નથી, કે અનુભવી શકાતો નથી. તેથી જ કાળને અસ્તિકાય (ભૂતકાળ અને ભવિષ્યકાળના ઘણા પ્રદેશોનો સમૂહ) નથી કહ્યો. પાંચ જ અસ્તિકાય કહ્યા છે. બુદ્ધિની કલ્પનાથી પસાર થયેલા ભૂતકાળના સમયોને એકઠાકલ્પી, “એક કલાકથી હું અહીં બેઠો છું.” “આ ૫૦ વર્ષનો છે.” વિગેરે વ્યવહાર કરીએ છીએ. લોકમાં આવા વ્યવહારો કરવામાં તે અતિ ઉપયોગી બને છે, તે દૃષ્ટિએ વ્યવહારકાળને માન્યો છે. જે વસ્તુ જે રીતે છે તેનો અપલાપ કેવી રીતે થઈ શકે ? તેના માપ અને તેના કાર્ય, જાણે સ્વતંત્રદ્રવ્ય હોય તે રીતે દર્શાવ્યા છે, પરંતુ પાંચ દ્રવ્યોના જેવું સ્વતંત્ર દ્રવ્ય માન્યું નથી. સમય એ એક એવી વસ્તુ છે, જે બધી વસ્તુને એકસાથે ઘટવાથી રોકે છે (રેકમિડેસ) - જે રીતે સમયથી તૂટેલા હાથ અને પગ જોડાઈ જાય છે. તે રીતે સમયની સાથે તૂટેલું દિલ પણ જોડાઈ જાય છે. (જિમોનસન) Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ (૫૯) સૂત્ર - ૩૮ - કાળનું સ્વરૂપ (૫૯) સૂત્ર - ૩૮ - કાળનું સ્વરૂપ છે > કાળ, એ સમયનો પ્રવાહ છે. તે નિરંતર ચાલે છે. તે સમય બગડતો કે સુધરતો નથી. મારો, તમારો કે સારો, ખરાબ કાળ, વિગેરે ઔપચારિક છે. -> બીજા દ્રવ્યો કરતાં, કાળ બહુ વિલક્ષણ છે. - દરેક કાર્યની સિદ્ધિમાં કાળ, એ કારણ ઘટક છે. (નિત્ય પરૂિઢા) - કાળ, એ સમયનો પ્રવાહ છે. તે નિરંતર ચાલે છે. તે બગડતો કે સુધરતો નથી... કાળ એ સમયનો પ્રવાહ છે. કાળ નિરંતર ચાલ્યા કરે છે. કાળ ક્યારેય કોઈનાથી રોકાતો નથી. કાળ ઝડપથી પણ નથી ચાલતો અને ધીરે-ધીરે પણ નથી ચાલતો. તે એકસરખી ગતિથી પસાર થાય છે. આપણી અતિઉત્સુકતા કાળને ધીરો ચાલે છે.” બહુ સમય લાગ્યો, વિગેરે માનવા પ્રેરે છે, અને આપણા મનની શાંતિ “કાળ ઝડપથી પસાર થઈ ગયો.” બહુવાર ન લાગી તેમ માનવા પ્રેરે છે. સુખના દિવસો જલદી પસાર થઈ જાય છે અને દુઃખના દિવસો મહિના કે વર્ષો જેવા લાગે છે. આ બધુ માનસિક પરિસ્થિતિમાંથી થયેલું છે. એટલે એ બધું ઔપચારિકતાથી વ્યવહાર કરાય છે, વાસ્તવમાં જોવા જઈએ તો, સમય નથી જતો, આપણે ચાલ્યા જઈએ છીએ, આપણું જીવન ચાલી જાય છે. સમય તો છે, હતો અને રહેવાનો. આપણે જે સમયે જે કરવાનું હતું, તે સમયે તે ન કર્યું એટલે સમય ચાલ્યો ગયો, એમ પ્રયોગ કરીએ છીએ. Time and tide wait for none (સમય અને દરિયાના મોજા કોઈની રાહ જોતા નથી) Time is money (સમય એ જ પૈસા છે) Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન આવી ઉક્તિઓ પ્રચલિત બની છે, તે પણ આપણા જીવનની દૃષ્ટિએ બની છે. આપણે જીવનમાં સમયઉચિત કાર્ય ન કર્યું તેમાં આપણું જીવન ચાલ્યું ગયું. બીજા વ્યક્તિએ તે જ સમયે, સમયને ઉચિત કર્યું. તો તેણે જીવન જીવી લીધું. બાકી સમય તો બંને એક જ હતા. સમય બગડતો નથી કે સુધરતો નથી. સમય ન વેડફાયો, કે સમય ન સફળ થયો. વાસ્તવમાં મારું તમારું જીવન વેડફાયું, બગડ્યું, ચાલ્યું ગયું, કે સફળ થયું, સુર્યું, જીવી લીધું. બંનેનો સમય તો એક જ હતો. → મારો, તમારો કે સારો, ખરાબ કાળ વિગેરે ઔપચારિક રીતે ઘટે છે ઃ સમય એટલે કાળ કોનો છે ? મારો, તમારો, બધાનો ? ના. કોઈનો નહિ. કાળ કોઈનો હોય તો તેને અનુકૂળ વર્તે, પણ કાળ-સમય-સ્વતંત્ર છે. તે પોતાની રીતે ચાલ્યા કરે છે. તમારી ઉંમર થઈ તેટલો કાળ તમારો કહો, તો તે કાળમાં શું બીજા કોઈપણ વ્યક્તિ કે પદાર્થનું અસ્તિત્વ ન હતું ? તેની ઉંમરની ગણનામાં તમારો કાળ ગણાશે કે નહિ ? તો પછી તે કાળ તમારો કાળ કેમ કહેવાય ? બીજાનો અને બધાનો પણ કહેવાય. વાસ્તવમાં કાળ એ કાળ જ છે, તે સ્વતંત્ર છે. છતાં બધા સાથે જોડાયેલો છે. માટે ઉપચાર (એટલે કે એક જ કાળના બુદ્ધિથી જુદા-જુદા વિભાગ) કરીને મારો સમય (કાળ), તારો સમય, તેમ કહેવાય. મારો સમય કપરો છે, અને તારો સમય સરળ છે, આવું કહીએ તે સઘળું ઔપચારિક રીતે ઘટે છે, બાકી કાળ તો સઘળા વિશ્વમાં એક સરખો ચાલે છે. પછી તેને કપરો કે સરળ કેવી રીતે કહેવાય ? વળી સૂર્યોદયનો કાળ, સવારનો કાળ, સાંજનો કાળ, દિવસ, રાત્રિ, ઋતુઓ, વર્ષો વિગેરે પણ, તે સ્થળની પરિસ્થિતિના આધારે કલ્પેલું છે. અહીંના સ્થળની અપેક્ષાએ જે સવાર છે. તે બીજા સ્થળની અપેક્ષાએ બપોર, સાંજ, રાત્રિ વિગેરે પણ હોય છે. આ રીતે વ્યક્તિની અપેક્ષાએ, બુદ્ધિથી, જેમ કાળની સારા કે ખરાબની કલ્પના કરાય છે, તેમ Page #371 -------------------------------------------------------------------------- ________________ (૫૯) સૂત્ર - ૩૮ - કાળનું સ્વરૂપ ૩૪૩ સ્થળની અપેક્ષાએ કાળમાં દિવસ રાત્રિ વિગેરે ઉપચારો કરાય છે. - બીજા દ્રવ્યો કરતાં કાળ વિલક્ષણ છે : જેમ એક ઘરમાં ૫, કે ૧૦ વ્યક્તિ રહેતા હોય તો દરેક વ્યક્તિ મારું ઘર કહેશે. ઘર તો એક જ છે. તે દશેયનું કઈ રીતે હોય? એકનું જ હોય. તો એકનું કોનું હોય ? રહેનારની અપેક્ષાએ દશેયનું ગણાય. અને ત્યાં પક્ષીઓ, પશુઓ, કીડાઓ હોય તે પણ ઉપયોગ કરે છે, રહે છે માટે એમનું પણ કહેવાય. માલિકની અપેક્ષાએ એકનું હોય. પરંતુ તે અંગે વિચારતાં મૂળ બનાવનાર, અને તે પછી ભૂતકાળમાં બીજા અનેક માલિકી કરી ગયા. તેથી વર્તમાનની અપેક્ષાએ એક માલિક ગણાય. જે મૂળ માલિકે બનાવ્યું તેણે તો ધન આપ્યું, પણ ઘરને બનાવ્યું તો કારીગરોએ, માટે તેનું કહેવાય. વળી બીજી રીતે જોઈએ તો ઘર ઈટમાટીનું છે. તો ખરેખર વાસ્તવમાં ઘર કોનું ? તે અનેક દૃષ્ટિકોણથી વિચારાય છે. બધા દૃષ્ટિકોણ સાચા છે. પણ પોતાના સ્થાને. તેમ છતાં સમગ્રતયા બધા ખોટા છે. આ જ સ્યાદ્વાદ છે, તે બધા દૃષ્ટિકોણનો સમન્વય છે. જયારે જે દૃષ્ટિકોણ વ્યવહારમાં ઉપયોગી હોય તે જ દૃષ્ટિકોણથી પ્રતિપાદન કરાય પણ બીજા દષ્ટિકોણનો સાવ અપલાપ ન કરાય, ગૌણપણે તે પણ માન્ય કરાય. આ રીતે જ ચોક્કસ અને નિશ્ચિત પ્રકારનું જ્ઞાન થાય, અને સુવ્યવસ્થિત રીતે વ્યવહાર ચાલે. નહિ તો વિરોધાભાસ આવીને ઊભો રહે. પ્રસ્તુત વિષયમાં કાળ કે સમય નામનું દ્રવ્ય શું છે? તેનો પણ વિચાર આ જ રીતે સાચું જ્ઞાન કરાવી શકે. કાળદ્રવ્ય બીજદ્રવ્યોથી કયાં જુદુ પડે છે, અને ક્યાં બીજા દ્રવ્યો સાથે સામ્ય ધરાવે છે, તેની ભેદરેખા સૂક્ષ્મ છે, માટે કાળને સમજવું અઘરું પડે છે. તેને સમજીએ દા.ત. ઉપર બતાવેલા “ઘર કોનું? તે અંગે જુદા-જુદા દેષ્ટિકોણની વિચારણામાં બીજા બધા દૃષ્ટિકોણ ઉપચરિત જણાય. જયારે ઘર એ ઈંટ-માટીનું છે, તે દૃષ્ટિકોણ ઉપચાર વિનાનો છે. (જો કે અહીં એટલું સમજી રાખવું કે, ઉપચાર પણ Page #372 -------------------------------------------------------------------------- ________________ उ४४ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન તે તે કાર્ય સિદ્ધિ માટે જરૂરી હોવાથી, તે રીતે તે પણ સાચો જ છે. ઉપચાર વિનાનો દૃષ્ટિકોણ સાચો, અને બીજા ખોટા તેવું સમજવાનું નથી.) ઉપચાર વિના મૂળભૂત રીતે ઘર-ઈંટ-માટીનું કહ્યું, તેવી રીતે કાળ શેનો બનેલો છે ? તે વિચારણા કરવા જઈએ તો બીજા દ્રવ્યોની જેમ તે અંગે કોઈ સમાધાન આપી શકાતું નથી. કહેવાનો ભાવ એ છે કે, જેમ ઘર એ ઈટ માટીનું છે, તે બુદ્ધિગમ્ય બને છે, તેવી રીતે કાળ વિના બીજા ૫ દ્રવ્યોમાટેની વિચારણા બુદ્ધિગમ્ય બને છે. (જેમ કે જીવદ્રવ્ય અરૂપી, ચેતન એવા અસંખ્ય પ્રદેશો (સૂક્ષ્મ વિભાગો)થી બનેલો છે. તે રીતે ધર્મ, અધર્મ, આકાશ, આ-૩ દ્રવ્યો અચેતન અને અરૂપી અસંખ્ય પ્રદેશના બનેલા છે. પુદ્ગલ એ રૂપી, અને અચેતન એવા અનંત પ્રદેશોનો છે.) પરંતુ કાળનું બંધારણ એટલે કે તેની રચના શેમાંથી થઈ છે ? (કાળ કોનો? કાળ શાનો બનેલો છે?) તે બુદ્ધિગમ્ય બની શકતું નથી, તેથી તે વિલક્ષણ દ્રવ્ય છે. > દરેક કાર્યની સિદ્ધિમાં કાળ, એક કારણ ઘટક છે : જૈન તત્વજ્ઞાનમાં કાળને, દરેક કાર્યસિદ્ધિ માટેના ઘટકભૂત પાંચ સમવાય કારણમાંનું એક મહત્ત્વનું કારણઘટક માન્યું છે. જગતમાં દરેક કાર્ય યોગ્યકાળે જ થાય છે. સ્ત્રી કાલે જ ગર્ભ ધારણ કરે, અને કાળે જ બાળક જન્મે છે. યથાકાલે જ બાળક બોલતો અને ચાલતો થાય છે, અને કાલે જ ઘરનો કાર્યભાર સંભાળે છે. દૂધમાંથી દહીં પણ તુરંત થતું નથી. તેમાં કાળક્ષેપ થવા દેવો પડે છે. જગતમાં દરેક પદાર્થ યથાકાળે જ ઉત્પન્ન થાય અને યથાકાળે જ વિનાશ પામે. શ્રી તીર્થંકરો થવાનો અને ચક્રવર્તિઓ થવાનો કાળ પણ નિશ્ચિત છે. દિવસ, રાત, ઋતુઓ કાળના કારણે જ થાય છે. જીવોના શરીર, આયુષ્ય, ભાવો અને પુદ્ગલના રસકસની વૃદ્ધિ અને હાનિ, જે ક્રમસર થાય છે, તેમાં કાળ જ કારણ છે. બાળકના મનોહર વિલાસ, થનગનતી યુવાવસ્થા, કાળાકેશ, પરાક્રમ અને સફેદ વાળ, શક્તિહીનતા, વૃદ્ધાવસ્થા વિગેરે કાળ જ કરે છે. વળી મોક્ષમાર્ગની સાધનામાં પણ જીવની પ્રગતિ ચરમાવર્તકાળમાં Page #373 -------------------------------------------------------------------------- ________________ (૫૯) સૂત્ર - ૩૮ - કાળનું સ્વરૂપ ૩૪૫ જ થાય છે. અચરમાવર્તકાળમાં જીવ અધ્યાત્મ પ્રગતિ સાધી શકતો નથી. આ રીતે કાળ દરેક કાર્ય માત્રની સિદ્ધિમાં ભાગ ભજવે છે. કાળ કોઈ પરિસ્થિતિ સંયોગોને જાણતો નથી. મરવાની ઇચ્છા હોય તેને, કાળ બાકી હોય તો, મરવા પણ દેતો નથી. તેમજ કાળ પહોંચી ગયો હોય તો હજી જીવનમાં ઘણું જોવાનું, જાણવાનું અને માણવાનું મન હોય, અને તે માટે માંડ જીવનમાં અવકાશ મળ્યો હોય, પણ કાળ ઉપાડી લે છે. કાળને કોઈ પકડી શકતું નથી, રોકી શકતું નથી. કાળને તેની પોતાની મસ્તી છે. બસ તેની મસ્તીમાં રમ્યા કરે છે. અનંત શક્તિવંત શ્રી તીર્થંકર પરમાત્મા જેવા પરમેશ્વર પણ જ્યાં સુધી, હજી સર્વકર્મ મુક્ત બની સિદ્ધિ ગતિ નથી પામ્યા, ત્યાં સુધી તેઓ પણ કાળની અસરથી મુક્ત નથી. કાળ ઉપર કોઈનું સામ્રાજ્ય ચાલતું નથી. આ વાસ્તવિકતાને ભગવાન શ્રી મહાવીરસ્વામિએ પોતે દોહરાવી હતી. પ્રભુનો અંત સમય નજીક હતો તે સમયના ગ્રહો જૈનશાસનનું અનિષ્ટ થવાના સૂચક હતા, તે જાણી શ્રી સૌધર્મેન્દ્રએ પ્રભુને ક્ષણભર આયુષ્યકાળ વધારવા વિનંતિ કરી, જેથી દુષ્ટગ્રહ પસાર થઈ જતાં અનિષ્ટ ટાળી શકાય. પણ તે વખતે પણ પ્રભુએ તે વાત અશક્ય જણાવી. આયુષ્યકાળને કોઈ વધારી શક્યું નથી. પરંતુ પ્રભુ સર્વકર્મથી મુક્ત બની, પુદ્ગલના સર્વબંધનોથી મુક્ત બની સિદ્ધાવસ્થાને પામ્યા, એટલે હવે તેમને કાળની કોઈ અસર નથી. તેઓ કાળથી પર થઈ ગયા. – સમય અને પૈર્ય બે એવા હથિયાર છે જેનાથી કોઈપણ જંગ જીતી શકાય છે. (લિયો ટોલ્સટોય) * તમે ક્યારેક મોડા પડી શકો છો, સમય ક્યારેય મોડો નહિ પડે. -> પસાર થતા સમયને બીજીવાર મેળવવો અઘરો છે. (બેન્જામીન ફ્રેન્કલીન) Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન [ (૬૦) સૂત્ર - ૩૯ - કાળનું પ્રમાણ ] > કાળના પ્રારંભિક એકમ (અવિભાજ્ય અંશ)ને જૈનપરિભાષામાં સમય કહે છે. – “પલ્યોપમ', “સાગરોપમ”, “પુદ્ગલપરાવર્ત' વિગેરે કાળના દીર્ઘતમ માપ છે. - મીલી, માઈક્રો, નેનો, પીકો, ફેસ્ટો, એટો અને પ્લાન્ક સેકંડ આધુનિક વિજ્ઞાનના કાળના સૂક્ષ્મ વિભાગો છે. सोऽनन्तसमयः ॥३९॥ અર્થ - કાળ અનંત સમયવાળો છે. 2 કાળના સઘળા ભેદોનો પ્રારંભિક એકમ-અવિભાજ્ય અંશ-સમય: વર્તમાન સમય (કાળનો સૂક્ષ્મ અવિભાજય અંશ) એક છે, ભૂતકાળ અનંત છે, જે પસાર થઈ ગયો છે, અને ભવિષ્યકાળ પણ અનંત છે, જે વર્તમાનરૂપે થવાનો છે. જેમ પુદ્ગલનો અવિભાજય અંશ (અંતિમ કણ જે નિશ્ચયપરમાણું) છે, આકાશ, ધર્મ, અધર્મનો પણ અવિભાજય અંશ છે, (જેને પ્રદેશ કહે છે.) તેમ કાળનો અવિભાજ્ય અંશ છે, તે સમય છે. આવલિકા, મુહૂર્ત વિગેરે કે સેકંડ, મિનિટ વિગેરે સંખેય અસંખ્યય અને અનંતકાળ આદિ સઘળા કાળના ભેદોનો પ્રારંભિક એકમ, જે પરમસૂક્ષ્મ છે, તેની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે, तत्र परमसूक्ष्मक्रियस्य सर्वजघन्य गति परिणतस्य परमाणोः स्वावगाहन क्षेत्र व्यतिक्रमः समय इत्युच्यते परमदुरधिगमोऽनिर्देश्यः । तं हि भगवन्तः परमर्षयो केवलिनो विदन्ति, न तु निर्दिशति परम Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ (૬૦) સૂત્ર - ૩૯:- કાળનું પ્રમાણ निरुद्धत्वात् । અર્થ :- અત્યંત સૂક્ષ્મક્રિયાવાળા અને સર્વજઘન્ય ગતિવાળા પરમાણુને પોતાના અવગાહન ક્ષેત્ર (એક આકાશપ્રદેશ)ને ઓળંગવામાં લાગેલો જે કાળ, તે સમય કહેવાય છે. તે અનિર્દેશ્ય છે. તેને પરમર્ષિ કેવલજ્ઞાની ભગવન્તો પ્રત્યક્ષ જાણી શકે છે. પરંતુ નિર્દેશ કરી શકતા નથી. કારણ કે અત્યંત અલ્પ એવા એક સમયના ગાળામાં વાણીનો પ્રયોગ શક્ય નથી. એક સમયને સ્કૂલદષ્ટિએ સમજાવતાં શાસ્ત્રોમાં કહ્યું છે કે, કોઈ સશક્ત યુવાન જીર્ણવસ્ત્રને એક સાથે ફાડે, તે ક્રિયામાં તે વસ્ત્રનો એક તાંતણો તૂટ્યા પછી બીજો તાંતણો તૂટે છે. તે બે વચ્ચેનો કાળ આપણી દષ્ટિએ બહુસૂક્ષ્મ જણાય. કારણ કે જીર્ણવસ્ત્ર એકસેકંડ કરતાં પણ ઓછા કાળમાં ફાટી જાય છે. તે વસ્ત્રમાં કેટલા તાંતણા હોય? દા.ત. ૨00 કે ૫00. એક તાંતણો તૂટ્યા પછી જ બીજો તૂટે છે, અને ક્રમસર જ પછીના તાંતણા તૂટે છે. એટલે એકથી બીજો તાંતણો ૧ સેકન્ડના ૫૦૦માં ભાગમાં તૂટે એમ ગણાય. શાસ્ત્રમુજબ આ બે તાંતણા તૂટવા વચ્ચે પણ અસંખ્યાત સમય થઈ જાય છે. તેથી સમય કેટલો સૂક્ષ્મ છે તે સમજાશે. આવા નિશ્ચિત અસંખ્ય સમય = ૧ આવલિ (જુઓ લેખ-૨૧ પૃ. ૧૧૩). ૪૪૪૬ ૩૪૫૮ આવલિકા = ૧ શ્વાસોચ્છવાસ (પ્રાણ) ૧ ઉચ્છવાસ + ૧ નિશ્વાસ = પ્રાણ ૭ પ્રાણ = ૧ સ્તોક, – ૭ સ્તોક = ૧ લવ, ૭૭ લવ = ૧ મુહૂર્ત,> ૩૦ મુહૂર્ત = ૧ દિવસ રાત્રિ (૨૪ કલાક) પક્ષ, માસ, વર્ષ, યુગ (૫ વર્ષ), અને ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ 3७७८ Page #376 -------------------------------------------------------------------------- ________________ ३४८ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ૮૪ લાખ પૂર્વાગ (= ૮૪ લાખ ૪ ૮૪ લાખ વર્ષ) = ૧ પૂર્વ. (૭૦, પ૬૦ અબજ વર્ષ) આ રીતે ૮૪ લાખ+ = (૧૯૪ આંકડાની સંખ્યા) શીર્ષપ્રહેલિકા. અહીં સુધી નામ આપેલા છે. તેની આગળની સંખ્યા પણ સંખ્યાત છે, પણ ગણિતનો વિષય બનતું નથી, તેમજ તેથી પણ આગળ અસંખ્યાતના પલ્યોપમ” અને “સાગરોપમ'ના નિશ્ચિતકાળના પ્રમાણ (જથ્થા)ના નામો ઉપમાદ્વારા આપેલા છે તે જોઈએ. - ૬ પ્રકારના પલ્યોપમ કાળનું સ્વરૂપ (૧) બાદર ઉદ્ધાર પલ્યોપમ - ૧ યોજન (૨૮ માઈલ) ગોળાકારે લાંબો પહોળો અને તેટલો જ ઊંડો એક પ્યાલાઆકારનો ખાડો કલ્પો. (દેવકુરુ નામનું યુગલિકમનુષ્યનું ક્ષેત્ર છે, ત્યાંના) ૭ દિવસના યુગલિક બાળકનો વાળ (જે અહીંના બાળક કરતાં પણ સૂક્ષ્મ હોય છે.) એક અંગુલ (આશરે વા ઈંચ) જેટલો લઈ તેના ૭ વાર ૮ ટૂકડા (એટલે કે ૮ =૨૦,૯૭,૧૫૨) કરવા, તેટલા સૂક્ષ્મવાળોથી તે પ્યાલાને ઠાંસીઠાસીને ભરી દેવો, કે જેથી ચક્રવર્તિનું સૈન્ય ચાલ્યું જાય તો પણ તેમાંના વાળ વધુ દબાય નહિ. હવે આ બધા વાળને એક-એક સૂમ સમયે એકએક કાઢો, તે જેટલા સમય થાય તે બાદર ઉદ્ધાર પલ્યોપમ કહેવાય. આ સંખ્યા પણ માત્ર સંખ્યાત જ થશે. ૧ સેકંડથી પણ અલ્પકાળમાં તે ખાડો ખાલી થઈ જશે. (૨) સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમ :- હવે તે ટૂકડાના એકએકના અસંખ્યાત ટૂકડા કલ્પીએ અને પ્રતિસમયે એકએક ટૂકડો કાઢીએ, તો તે સંખ્યાલક્રોડ વર્ષે ખાલી થાય. તે સમયોનું જે પ્રમાણ આવે તે, સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ. (૩) બાદર અદ્ધાપલ્યોપમ - હવે પૂર્વોક્ત (૧)માં કહેલા વાલા... સો સો વરસે એકએક કાઢતાં ખાલી થાય તે બાદર અદ્ધા પલ્યોપમ. Page #377 -------------------------------------------------------------------------- ________________ (૬૦) સૂત્ર - ૩૯ - કાળનું પ્રમાણ ૩૪૯ (૪) સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ :- (૨)માં બતાવેલા અસંખ્ય ટૂકડા સો-સો વર્ષે કાઢતાં પ્યાલો ખાલી થાય, તેના સમયો સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ. (૫) બાદર ક્ષેત્રપલ્યોપમ :- હવે તે વાલાઝને સ્પર્શેલા જેટલા આકાશપ્રદેશ (દરેક વાલાઝને અસંખ્ય આકાશપ્રદેશ સ્પર્શલા) હોય, તેને બહાર કાઢતાં જે સમય લાગે છે. તે બાદર ક્ષેત્રપલ્યોપમ. (૬) સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ :- અને વાલાઝને સ્પર્શેલા અને નહિ સ્પર્શેલા સર્વ આકાશપ્રદેશ (એટલે કે પ્યાલાના સર્વ આકાશપ્રદેશ) સમયે સમયે ખાલી કરતાં જે સમય લાગે તે સૂક્ષમ ક્ષેત્રપલ્યોપમ. ૬ પ્રકારના સાગરોપમ કાળનું સ્વરૂપ: ઉપરના દરેક, છએ પલ્યોપમને ૧૦ કોટાકોટી (૧૦૧૫)થી ગુણતાં જે આવે, તે છ પ્રકારના સાગરોપમ થશે. આ જગતમાં દ્વીપ અને સમુદ્રોની સંખ્યા રા સૂક્ષ્મ ઉદ્ધારસાગરોપમ (૨) જેટલી શાસ્ત્રોમાં કહી છે. સૂમ અદ્ધાસાગરોપમ (૪) થી દેવ, નરકના આયુષ્ય, કર્મસ્થિતિ, કાયસ્થિતિ, પુદ્ગલસ્થિતિ વિગેરે મપાય છે. સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ (૬)થી પૃથ્વી આદિના જીવોનું પ્રમાણ જાણી શકાય છે. ૧૦ કોડાકોડી (૧૦૫) સૂક્ષ્મ અદ્ધાસાગરોપમનો ઉત્સર્પિણી, અને તેટલો જ અવસર્પિણી કાળ જાણવો. ૨૦ કોટાકોટી સાગરોપમ૧ કાળચક્ર (૧ ઉત્સર્પિણી+૧ અવસર્પિણી) અનંત કાળચક્ર = ૧ પુદ્ગલપરાવર્ત ભૂતકાળ = અનંત પુદ્ગલપરાવર્ત. (ભૂતકાળના સમયો, સિદ્ધના જીવો કરતાં અસંખ્યગુણ છે. ભવિષ્યકાળના સમયો કરતાં ભવ્યજીવો અનંતગુણ છે.) ભવિષ્યકાળ = ભૂતકાળ કરતાં અનંતગુણ છે. (ભવ્ય જીવો કરતાં Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અનંત ગુણ, ભવિષ્યકાળ છે.) આ હકીકત ઉપરથી એટલું સમજી શકાશે કે, જેટલો ભૂતકાળ પસાર થઈ ગયો તેના કરતાં અનંતગુણ ભવિષ્યકાળ હંમેશાં બાકી રહેવાનો છે. જૈનતત્વજ્ઞાનમાં કાળના પરમ સૂક્ષ્મઅંશથી માંડી સૌથી મોટા એકમની પણ યુક્તિસંગત, સુવ્યવસ્થિત વિગત આપી છે. -- આધુનિક વિજ્ઞાન મુજબ કાળનું વર્ણન: વર્તમાનમાં સિનેમા, મુવી વિગેરેમાં ૧ સેકંડના ૧૬થી ૨૦ ચિત્રો લેવાના હોય છે. ત્યારે તેને જીવંત જેવું જોઈ શકાય છે. તેને ધીમી ગતિએ ચલાવવામાં આવે તો ટૂંકા ગાળાની ક્રિયાને સ્પષ્ટ જોઈ શકાય છે. તે કાળની સૂક્ષ્મતાનો ખ્યાલ આપે છે. ૧૯૬૦માં કેટલાક અલ્પજીવી કણો શોધાયા હતા તેનો અડધો જીવનકાળ માત્ર ૧-૩ સેકંડ હતો. બીજા પણ કેટલાક અણુઓ અલ્પકાળ જીવંત (સ્થિર) રહે છે. Polonium - ૨૧૨નું અડધુ જીવન ૧૦ સેકંડ સ્થિર રહ્યા. કાચની નળીમાં કેટલાક અણુઓ પ્રકાશની ગતિ જેટલી ગતિથી ફરતા હોય છે. જે રચાય પછી અને તૂટે તે પહેલા ૩ સેમી.નો લીસોટો બનાવતા હોય છે. તે ૧ સેકંડના ૧૦૫ જેટલો રહે છે. મીલી, માઈક્રો, નેનો, પીકો, ફેન્ટો, એટો, અને પ્લાન્કસેકન્ડઃ વર્તમાનમાં કાળનો સૂક્ષ્મતમ ગાળો પ્લાન્ક સેકંડ કહેવાય છે. જે ૧૦ સેકંડ જેટલો છે. કંઈક અંશે માપી શકાય તેવો સમયનો ગાળો એટો સેકન્ડ છે. જે અબજનો પણ અબજમો ભાગ થાય છે. એટલે કે ૧૦ સેકંડ થાય. તે માપવા માટેના અત્યંત જટીલ સાધનમાં ઉત્પન્ન થતો લેસર પ્રકાશનો ઝબકારો ૨૫૦ એટો સેકંડ ટકે છે. જોકે પ્લાન્ક સેકંડ કરતાં તે ઘણો મોટો Page #379 -------------------------------------------------------------------------- ________________ (૬૦) સૂત્ર - ૩૯ :- કાળનું પ્રમાણ ગાળો છે. એટો સેકંડથી મોટો ગાળો, ફેસ્ટો સેકંડ છે. તે ૧૦૧૫ સેકંડ (૧૦ લાખ અબજમો ભાગ) છે. અણુમાં રહેલા (વિજ્ઞાનના) ૫૨માણુઓ જે કંપન કરે છે, તેમાં ૧૦થી ૧૦૦ ફેસ્ટો સેકંડ લાગે છે. કહેવાય છે કે આપણે કોઈપણ દૃશ્ય જોઈએ ત્યારે દશ્યમાંથી આવતો પ્રકાશ આંખના પડદા ઉપર પડે છે. તેનો સંકેત મગજને પહોંચે છે. તેનાથી આપણને દૃશ્યનું જ્ઞાન થાય છે. આ પ્રક્રિયામાં ૨૦૦ ફેસ્ટો સેકંડ લાગે છે. ૩૫૧ ફેસ્ટો સેકંડથી મોટો ગાળો પીકો સેકંડ' છે. તે હજાર અબજમો ભાગ (૧૦) સેકંડનો છે. અતિસૂક્ષ્મ કણ જે ‘બોટમ કવાર્ટ' છે, તે એક પીકોસેકન્ડ સુધી દશ્યમાન રહ્યો. પીકોથી મોટો ગાળો નેનો સેકંડ છે. શૂન્યાવકાશમાં પ્રકાશના કિરણને ૩૦ સે.મી. મુસાફરી કરતાં ૧ નેનો સેકંડ લાગે છે. કોમ્પ્યુટરમાં માઇક્રો પ્રોસેસર ચીપ ૨થી ૪ નેનો સેકંડમાં બે આંકડાનો સરવાળો કરે છે. આ નેનોસેકન્ડ ૧ સેકંડના અબજ (૧૦૯)મા ભાગની છે. નેનોસેકંડથી મોટું માપ માઇક્રો-સેકન્ડ છે. જે સેકંડનો ૧૦ લાખ (૧૦૬)મો ભાગ છે. તેમાં પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાં ૩૦૦ મીટર કાપે. અને અવાજ ૧મી.મી.ના ત્રીજાભાગ જેટલું અંતર કાપે. ડાઈનેમાઈટનો વિસ્ફોટ થતા ૨૪ માઇક્રોસેકંડ લાગે. તેનાથી મોટો ગાળો મિલિસેકંડ જે સેકંડનો હજારમો ભાગ (૧૦) છે. માખી ૩ મીલીસેકંડમાં પાંખ એક વખત ફફડાવે છે. જયા૨ે મધમાખી ૫ મિલિસેકંડમાં. ચંદ્ર, પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરતાં દર વર્ષે ૨ મીલીસેકંડ વધુ લે છે. મીલી સેકંડથી મોટું માપ ડેસિસેકંડ છે, તે દશમો (.૧) ભાગ છે. આપણી આંખ પટપટાવવામાં ૧ ડેસી સેકંડ લાગે છે. મૂળ અવાજ અને Page #380 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન તેના પડઘાને અલગ અલગ સાંભળવામાં ૧ ડેસીસેકંડ લાગે છે. અને વોયેજ૨-૧ નામનું અવકાશયાન ૨ કિ.મી.અંતર કાપે છે. ૩૫૨ તે પછી સેકંડનું માપ છે. તેમાં પૃથ્વી, સૂર્ય ફરતે ૩૦ કિ.મી., સૂર્ય આકાશગંગામાં ૨૭૪ કિ.મી. અંતર કાપે છે. વિજ્ઞાનીઓ મુજબ સીઝિયમ-૧૩૩ નામનો ૫૨માણુ ૯,૧૯,૨૬, ૩૧,૭૭૦ (૯ અબજથી કંઈક અધિક) દોલનો કરે, તેને ૧ સેકંડ કહેવાય છે. ૬૦ સેકંડની ૧ મીનિટ. ૧ મિનિટમાં છછુંદ૨નું હૃદય ૧૦૦૦ વખત ધબકે છે. માણસ ૧ મિનિટમાં ૧૫૦ શબ્દો બોલી શકે, ૨૫૦ વાંચી શકે. સૂર્યપ્રકાશને પૃથ્વી ઉપર આવતાં ૮ મિનિટ લાગે. આપણું શરીર ૬૦ હજાર અબજ (૬×૧૦૧૩) સૂક્ષ્મ કોષોનું છે. એક કોષ બનતાં ૧ કલાક લાગે છે. આપણું હૃદય ૨૪ કલાકમાં ૧ લાખવાર ધબકે છે. અને ફેફસાં ૧૧ હજાર લીટર હવા લે છે. આ રીતે વર્ષ, શતાબ્દિ, સહસ્રાબ્દિ, મિલેનિયમ અને તેથી આગળવધી આશરે ૧૩.૭ અબજ વર્ષ પહેલાં વિશ્વની ઉત્પત્તિ માની ત્યાં સુધીનો ગાળો છે. તેમજ વિશ્વ ઉત્પન્ન થયું ત્યારથી વિસ્તરી રહ્યું છે. જે તેઓની માન્યતા મુજબ છેલ્લા તારાનું મૃત્યુ (નાશ) ૧૦ લાખ અબજ (૧૦૧૫) વર્ષે થશે, અને બ્લેકહોલનું બાષ્પીભવન ૧૦૧૦૦ વર્ષે થશે, ત્યાં સુધીનો દીર્ઘ ગાળો જણાવે છે. (ગુ.સ. ૬-૮-૧૪ ડીસ્કવરી ડૉ. વિહારી છાયાના આધારે) જૈનતત્વજ્ઞાન મુજબ આપણે જોયું કે, વિશ્વ અનાદિ અનંત છે. કાળનો સૂક્ષ્મતમઅંશ સમય, અને દીર્ઘતમ સમય પુદ્ગલપરાવર્ત છે. ભૂતકાળ ભવિષ્યકાળ અનંત પુદ્ગલપરાવર્ત છે. આ સઘળું જોતાં તેના જ્ઞાનની વિશાળતા અને સૂક્ષ્મતા પણ સમજી શકાશે. Page #381 -------------------------------------------------------------------------- ________________ (૬૧) સૂત્ર - ૪૦-૪૧ :- ગુણની વ્યાખ્યા પરિણામની વ્યાખ્યા. (૬૧) સૂત્ર - ૪૦-૪૧ :- ગુણની વ્યાખ્યા પરિણામની વ્યાખ્યા. -- → કોઈ દ્રવ્ય, ગુણ વગરનું નથી. પરંતુ ગુણો, ગુણ વગરના છે. →> દ્રવ્ય, ગુણથી ઓળખાય. પરંતુ ગુણને ઓળખવા બીજા ગુણની જરૂર નથી. તે સ્વયં ઓળખાય છે. ગુણો સદા સ્થાયી હોય છે, પર્યાયો બદલાયા કરે છે. ૩૫૩ → પરિવર્તનોનો એક સ્થાયી આધાર હોય છે. → જ્ઞાનગુણ, એ આત્મદ્રવ્યની મોનોપોલી છે. द्रव्याश्रया निर्गुणा गुणाः ॥४०॥ અર્થ :- જે દ્રવ્યમાં સદા રહેતા હોય અને સ્વયં ગુણોથી રહિત હોય તે ગુણ. → કોઈ દ્રવ્ય, ગુણ વગરનું નથી. પરંતુ ગુણો, ગુણ વગરના છે. વિશ્વના ઘટકભૂત ૫ દ્રવ્યો, તેનું સ્વરૂપ અને કાર્ય જોઈ આવ્યા. દ્રવ્યોમાં રહેનારા ગુણો હોય છે. દા.ત. પુદ્ગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આ-૪ ગુણો છે. જીવનો ચેતના ગુણ છે. તે પણ ૪ પ્રકારે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય. એ ગુણો છે. ગુણ અને ગુણી (દ્રવ્ય)નો અભેદ સંબંધ છે. એટલે કે દ્રવ્યમાં ગુણો, ઓતપ્રોત થઈને રહેલા હોય છે. કોઈદ્રવ્ય ગુણ વગરનું નથી, અને ગુણ દ્રવ્યવિના ક્યાંય નહિ મળે. માટે ગુણોને દ્રવ્યાશ્રયા: (દ્રવ્યનો અશ્રય કરનાર) કહ્યા વળી ગુણનું બીજું વિશેષણ નિર્દુળા: (ગુણ વગરના) આપ્યું. ગુણમાં બીજો કોઈ ગુણ રહેતો નથી. એટલે કે ગુણો ગુણ વગરના હોય છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન -- ગુણને ઓળખાવવા બીજા ગુણની જરૂર પડતી નથી : ગુણ, દ્રવ્યને પ્રકાશિત કરે (ઓળખાવે) છે. આ રીતે તે દ્રવ્યને ગુણ કરે છે. પરંતુ ગુણને ગુણ કરનાર બીજો ગુણ નથી. ગુણને બીજા ગુણની જરૂર નથી. તે પોતાના સામર્થ્યથી જ પ્રકાશિત છે. (તે પોતે જ પોતાને ઓળખાવે છે.) દા.ત. “કપડું સફેદ છે.' અહીં સફેદ વર્ણ એ ગુણ છે. જે કપડા (દ્રવ્ય)ને ઓળખાવે (પ્રકાશિત કરે) છે. પરંતુ સફેદવર્ણનો બીજા કોઈ ગુણ છે? અથવા સફેદવર્ણગુણને કોણ ઓળખાવે છે? તેનો ઉત્તર એ છે કે, તે સ્વયં પ્રકાશિત છે. એટલે કે, સફેદવર્ણ, એ જેમ કપડાને ઓળખાવે છે. તેવી રીતે પોતે પોતાને પણ ઓળખાવે છે. સફેદવર્ણને ઓળખવા માટે તેના બીજા કોઈ ગુણની જરૂર નથી. તે જ રીતે જીવ, એ ચેતના અને જ્ઞાનાદિ ગુણોથી ઓળખાય છે, જણાય છે. પરંતુ જ્ઞાનાદિ ગુણને ઓળખવા બીજા ગુણની જરૂર નથી. તે સ્વયં પ્રકાશિત છે. આ રીતે પાંચ, કે છ એ દ્રવ્યોના ગુણો માટે સમજવું. ગુણ, ગુણ વગરના છે, એનો અર્થ, ગુણને પ્રકાશિત થવાને માટે બીજા ગુણની જરૂર રહેતી નથી. તે જણાવવા વિના ગુન: વિશેષણ છે. દ્રવ્યમાં ગુણો સતતપણે રહેલા જ હોય છે. વળી બીજું એ પણ છે કે, ગુણ દ્વારા જ આપણે દ્રવ્યને જાણીએ છીએ. પ્રત્યક્ષ કરીએ છીએ. સીધું દ્રવ્યનું પ્રત્યક્ષ થતું નથી. (જુઓ પૃ. ૩૨૮) દરેક વસ્તુનો સ્વભાવ કે ગુણધર્મ એવું જે કહેવાય છે, તેને જ ગુણ કહે છે. ગરમી, પ્રકાશ અને દાહકતા એ અગ્નિનો ગુણધર્મ કે સ્વભાવ છે. એ જ અગ્નિદ્રવ્યનો ગુણ છે. જો કે અહીં અગ્નિ, પાણી, કે ઘર આદિ સર્વે પુદ્ગલ દ્રવ્યના પ્રકારો જ છે. પણ તેને પણ, દ્રવ્યનો પ્રકાર હોવાથી, દ્રવ્ય કહેવાય છે. મનુષ્ય, પશુ, તેમજ તેના ય પેટા પ્રકારો વિગેરે જેવદ્રવ્યના જ પર્યાયો (પ્રકારો) છે, માટે એ બધા જીવદ્રવ્ય કહેવાય. Page #383 -------------------------------------------------------------------------- ________________ (૬૧) સૂત્ર - ૪૦-૪૧ :- ગુણની વ્યાખ્યા પરિણામની વ્યાખ્યા. → દરેક દ્રવ્યમાં વિશેષ ગુણ અને સામાન્યગુણ હોય છે ઃ પાંચેય દ્રવ્યોના ગુણો (સ્વભાવ, ગુણધર્મો) અલગ અલગ છે. માટે પાંચેય દ્રવ્યો જુદા છે. કેટલાક ગુણો સામાન્ય (સાધારણ) છે. જે એક કરતાં વધારે બીજા દ્રવ્ય, કે દ્રવ્યોમાં રહેલા હોય છે. દા.ત. દ્રવ્યત્વ પ્રમેયત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ વિગેરે ગુણો પાંચેયમાં સામાન્ય છે. ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ આ ત્રિગુણ સ્વભાવ પણ સામાન્ય છે. અચેનત્વ ગુણ, જીવ સિવાય ચારેયમાં સામાન્ય છે. અમૂર્તત્વગુણ, પુદ્ગલ સિવાયના ચારેયમાં સામાન્ય છે. તેથી આ બધા સામાન્ય ગુણ કહેવાય છે. ૩૫૫ કેટલાક ગુણો વિશેષ (અસાધારણ) હોય છે. જે, તે જ દ્રવ્યમાં હોય, તે સિવાયના બીજામાં ન હોય. દા.ત. ચેતનત્વ ગુણ, અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, આ ગુણો માત્ર જીવમાં જ છે, માટે તે વિશેષગુણ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આ ગુણ પુદ્ગલમાં જ છે. માટે તે વિશેષગુણ છે. તે રીતે ધર્મ, અધર્મ, આકાશમાં ક્રમસર ગતિસહાયકત્વ, સ્થિતિ સહાયકત્વ, અવગાહદાનત્વ તે વિશેષગુણો છે. આ રીતે વિશેષ અને સામાન્યગુણો દરેક દ્રવ્યમાં હોય છે. તત્વમાવ: પરિણામ ॥૪॥ અર્થ : તેઓનો (એટલે કે દ્રવ્યોનો અને ગુણોનો) જે ભાવ (પોતાનું સ્વરૂપ) તે પરિણામ કહેવાય. -> ગુણો સદા સ્થાયી હોય છે, પર્યાયો બદલાયા કરે છે ઃ પાંચ અથવા છ દ્રવ્યોનો સ્વભાવ, તે તેનો પરિણામ કહેવાય છે. અહીં દ્રવ્યોનો સ્વભાવ, એટલે કે દ્રવ્યો અને ગુણો સ્થિર હોય છે. પર્યાયો સતત બદલાયા કરે છે. એટલે કે, ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા, આવો જે સ્વભાવ છે, તે જ પરિણામ છે. દ્રવ્યોમાં ગુણો સતત સાથે રહેલા હોય છે. જ્યારે પર્યાયો (રૂપાંતરો) બદલાયા કરે છે. દા.ત. પુદ્ગલમાં હંમેશાં Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વર્ણાદિ-૪ ગુણો સ્થાયી રહેવાના, અને તેમાં કઠિન આદિ ૨૦ પેટાભેદ જે પર્યાયો (અવસ્થા કે રૂપાંતરો) છે તે બાદલાયા કરશે. દા.ત. માટીમાંથી ઈંટ, ઈંટો ગોઠવીને દીવાલ, દીવાલો મળીને મકાન બનાવાય છે, કાળાંતરે પાછા તે બધા સ્વરૂપો નાશ પામી માટીમાં મળી જાય છે. આ રીતે માટીના ઈંટ, દીવાલ, મકાન અને માટી એ બધા રૂપાંતરો છે, આ બધા બાહ્ય આકાર આદિના ફેરફારોને પર્યાયો કહેવાય છે. તેમજ તેઓના ગુણના ફેરફારને પણ પર્યાય કહેવાય છે. દા.ત. કાળી માટીના ઘડાને પકાવવાથી લાલરંગનો (વર્ણગુણના પર્યાયમાં પરાવર્તન) થયો. ધૂપ સળીના ધુમાડાની હવા સુગંધવાળી (ગંધગુણના પર્યાયમાં પરાવર્તન) બની. દૂધમાં સાકર ઓગળવાથી ગળ્યું (સ્વાદરસગુણના પર્યાયમાં પરાવર્તન) થયું. પત્થર ઘસવાથી લીસો (સ્નિગ્ધસ્પર્શગુણના પર્યાયમાં પરાવર્તન) થયો. આ બધી પ્રક્રિયામાં સ્પર્શ, ગંધ, સ્વાદ (રસ) વિગેરે મૂળગુણો સ્થાયી રહ્યા, અને તેના પેટાભેદરૂપે પર્યાયોમાં પરિવર્તન આવ્યું. એટલે કે પર્યાયો બદલાયા. આ રીતે જગતના સર્વ પુદ્ગલપદાર્થોમાં ગુણો સદા સ્થાયી હોય છે, અને પર્યાયો બદલાતા રહે છે. - જીવમાં જ્ઞાનાદિ ગુણો સ્થાયી છે, ઉપયોગાદિ પર્યાયો બદલાયા કરે છે:- (પૃ. ૩૬૮થી ૩૭૫) જ્ઞાન (વિશેષ બોધ), દર્શન (સામાન્ય બોધ), ચારિત્ર (આત્મિક સુખ), વીર્ય (શક્તિ), આ ૪ જીવ (આત્મા)ના મુખ્યગુણ છે. દ્રવ્ય અને ગુણ બંનેનો અભેદ હોય છે. એટલે કે, ગુણી (દ્રવ્ય)માં ગુણો સદા સંયુક્ત (ઓતપ્રોત કે એકરસ) હોય છે. જ્ઞાનાદિ-૪ આત્મદ્રવ્યના ગુણો છે, તે સતતપણે આત્મામાં હોય છે. દા.ત. આત્માનો જ્ઞાનગુણ સતત પ્રવાહ રૂપે વર્યા કરે છે. પરંતુ જ્ઞાનના ઉપયોગમાં પરાવર્તન થાય છે. જ્ઞાનનો વિષય (એટલે કે, આત્મા જેનું જ્ઞાન કરે છે તે પદાર્થ), બદલાવાથી (અથવા આત્મા બીજા પદાર્થનું જ્ઞાન કરવા લાગે, તેથી) ઉપયોગ બદલાયો તેમ કહેવાય. Page #385 -------------------------------------------------------------------------- ________________ (૬૧) સૂત્ર - ૪૦-૪૧ - ગુણની વ્યાખ્યા પરિણામની વ્યાખ્યા. ૩૫૭ ઉપયોગ = આત્માના જ્ઞાનગુણની, જે તે વસ્તુના વિષયને (ઉપ = સમીપવડે) જાણવામાં સક્રિયતા. (યોગ = જોડાણ) આ ઉપયોગ પરાવર્તન પામ્યા કરે છે. દા.ત. એક સમયે આત્મા ઘટનું જ્ઞાન કરતો (ઘટના જ્ઞાનનો ઉપયોગ વર્તતો (સક્રિય)) હતો. ક્ષણ પછી પટનું જ્ઞાન કરવા લાગ્યો. (પટના જ્ઞાનનો ઉપયોગ વર્તવા (સક્રિય થયો)) આ રીતે જ્ઞાનગુણ સદા સ્થાયી રહેવા સાથે જ્ઞાનના ઉપયોગમાં પરાવર્તન થયા કરે છે. એટલે કે, ઉપયોગરૂપ પર્યાયો બદલાયા કરે છે. જીવ જે પદાર્થનું જ્ઞાન કરે તેમાં તન્મય (તદાકાર) બને છે, એટલે કે જ્ઞાનનો ઉપયોગ તદાકારે (જેવી રીતે દર્પણમાં જે વસ્તુનું પ્રતિબિંબ પડે છે તેવા સ્વરૂપનું દર્પણ બને છે, તેની જેમ જ્ઞાનગુણનો જે વિષય બને (જ્ઞાનરૂપી દર્પણમાં જે પદાર્થરૂપી વિષયનું પ્રતિબિંબ પડે) તેવા સ્વરૂપનો જ્ઞાનનો ઉપયોગ) બને છે. ક્ષણ પછી જીવ બીજા પદાર્થનું જ્ઞાન કરે, અથવા ક્ષણ પછી તે પદાર્થમાં પરિવર્તન થાય, એટલે ઉપયોગની તદાકારતા પણ બદલાય છે. આ રીતે (જ્ઞાનના વિષય બનેલા) પદાર્થના પરિવર્તનથી, ઉપયોગમાં પણ પરાવર્તન સમજવું, તે જ રીતે બીજા ગુણો દર્શન, ચારિત્ર, વીર્ય વિગેરે ગુણો અને તેના પર્યાયોમાં પરાવર્તન સમજવું. આત્માના ગુણોના આ આંતરિક પર્યાયનું પરાવર્તન છે. તેવી જ રીતે આત્માના બાહ્ય પર્યાયો (અવસ્થા) મનુષ્ય, દેવ, પશુ, નરક એ બાહ્યપર્યાય (અવસ્થા-રૂપાંતર) પણ બદલાય છે, વળી તે મનુષ્યાદિ પર્યાય ના પણ અવાંતરભેદો, બાલ, વૃદ્ધ, સુખી, દુઃખી, શ્રીમંત, ગરીબ, સજ્જન, દુર્જન વિગેરે પર્યાયો પણ બદલાયા કરે છે. આ મુજબ પુદ્ગલદ્રવ્યની જેમ જીવદ્રવ્યના ગુણ અને પર્યાયો છે. તે જ રીતે ધર્મ, અધર્મ, આકાશના પણ ગુણ પર્યાયો છે. આ પાંચેય દ્રવ્યોના ગુણ અને પર્યાય, તે તેનો સ્વભાવ છે. એટલે કે દરેક દ્રવ્યો અને ગુણોનું સ્થાયીઅવસ્થામાં સતત રહેવાપણું, અને પર્યાયો (રૂપાંતરો)નું અસ્થાયીપણું (સતત બદલાયા કરવાપણું), આવો જે ત્રણરૂપે સ્વભાવ છે, તેને પરિણામ કહે Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન છે, તે આ સૂત્રનું તાત્પર્ય છે. (કયાંય કશું સ્થાયી નથી, સિવાય પરિવર્તન) – સૂત્ર-૨૯, ૩૦, ૩૧ અને ૪૦ની સંકલના. પરિવર્તનોનો સ્થાયી આધાર: સૂત્રરમાં સત્નો સર્વસામાન્ય ગુણધર્મ (લક્ષણ) બતાવ્યો એટલે પાંચે ય દ્રવ્યોનો એક જ સાધારણ ગુણ જણાવ્યો. તે ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ સ્વભાવરૂપે છે. તેના દ્વારા એક મહત્વની વસ્તુ સૂચિત કરી કે દરેક પરિવર્તનોનો એક સ્થાયી આધાર હોય છે. સ્થાયી આધારના નિયંત્રણ હેઠળ સઘળા પરિવર્તનો થાય છે, તેથી જગતમાં સુવ્યવસ્થા ઘટે છે. પુદ્ગલદ્રવ્યમાં ચાહે ગમે તેટલા પરિવર્તનો થાય, પણ તે મૂર્તવાદિ, અને સ્પર્ધાદિ ૪ ગુણધર્મોને ક્યારેય છોડે નહિ. પ્રગટ ન દેખાતા હોય તો પણ અપ્રગટ (અનુત્કટ) પણે અવશ્ય હોય જ. તે અપ્રગટ ગુણો પ્રક્રિયાવિશેષથી પ્રગટપણે પણ અનુભવાય. તે પુદ્ગલ (ભૌતિક પદાર્થ)ના પર્યાયોમાં ગમે તેટલા રૂપાંતરો થાય, સ્પર્શદિ-૪ના ૨૦ પેટાભેદ (કઠીન, મૃદુ વિગેરે, તીખો ગળ્યો વિગેરે, લાલ, પીળો વિગેરે) અને તેની તરતમતાઓ (અત્યં કઠીન, ઓછો કઠિન, અતિતીખો, ઓછો તીખો, ઘેરોલાલ, આછોલાલ વિગેરે)ની અપેક્ષાએ નિશ્ચિત અનંતભેદોની મર્યાદામાં રહીને જ પર્યાયોના રૂપાંતરો કે પરિવર્તનો થાય. જો આવું ન હોય તો સર્વત્ર અવ્યવસ્થા સર્જાય. (જુઓ ઊર્જા વિષયકલેખો) એ રીતે જીવના પણ તેના પોતાના ગુણો અને પર્યાયો જે નિશ્ચિત છે. તેની મર્યાદામાં રહીને જ સઘળા પરિવર્તનો થાય છે. જીવ જ્ઞાનાદિ ગુણરહિત ક્યારેય ન બને, અને પુદ્ગલ કે બીજા કોઈ દ્રવ્યના ગુણો કે પર્યાયોને ધારણ ન કરે. જીવ સાવ-જડ બની જાય, કે જડ, જીવ બની જાય, ઈદ તૃતીય થઈ જાય, આવું ન બને. આ જ વાતને તે પછીના સૂત્ર-૩૦માં તદ્ધાવી નિત્ય (અર્થ:- તેનો અંતરંગ સ્વભાવ, મૂળભૂત સ્વરૂપ, નાશ પામતું નથી) બીજી રીતે જણાવી. Page #387 -------------------------------------------------------------------------- ________________ (૬૧) સૂત્ર - ૪૦-૪૧ :- ગુણની વ્યાખ્યા પરિણામની વ્યાખ્યા. ૩૫૯ ગમે તેટલા પરિવર્તનો થાય. કે ઉથલપાથલો થાય. દરેક દ્રવ્યનો જથ્થો (તેના પ્રારંભિક સૂક્ષ્મ અવિભાજ્ય અંશો (elementy Particle નું પ્રમાણ) અને તેના ગુણો ક્યારેય નાશ પામતા નથી. તેઓમાં જે ફેરફારો રૂપાંતરો થાય છે, તે બધા બાહ્યરૂપના છે. આંતરિક મૂળરૂપ તો સતત સ્થિર (અવ્યયનિત્ય-શાશ્વત) અનાદિથી વર્તી રહ્યું છે. આ વાતને સમજવા સૂત્ર-૩૧માં સ્યાદ્વાદ સિદ્ધાંત, એટલે કે, વસ્તુને જોવાના દૃષ્ટિકોણનો સિદ્ધાંત સમજાવ્યો. એક દૃષ્ટિકોણથી જોવાથી કે વિચારવાથી વસ્તુ નાશવંત સ્વભાવવાળી લાગે, અને બીજા દૃષ્ટિકોણથી વિચારવાથી વસ્તુ શાશ્વતસ્વભાવવાળી લાગે. તે તે દૃષ્ટિકોણથી બંને સાચા છે. બધા દૃષ્ટિકોણનો સમન્વય, પૂર્ણ વસ્તુનું સ્વરૂપ ઓળખાવે છે. આ પ્રસ્તુત સૂત્ર-૪૧માં, તે બે સૂત્રની જ વાતને, જુદા શબ્દોમાં રજૂ કરી વધુ સ્પષ્ટ કરી ‘તેનો ભાવ તે પરિણામ છે.’ છએ દ્રવ્યોનું શાશ્વત અને નાશવંત સ્વરૂપ, તે જ તેનો પરિણામ છે. (વસ્તુ બદલાઈને અમુકસ્વરૂપે થવું (પરિણામ), તે તેનો (દ્રવ્યનો) સ્વભાવ છે.) તાત્પર્ય કે, ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ (સત સૂત્ર ૨૯)માં ત્રણેને એકસમાન ગણાવ્યો, નિત્યમાં (સૂત્ર-૩૦) શાશ્વતઅંશને મુખ્ય ગણાવ્યો, અને પરિણામઃ (સૂત્ર-૪૧)માં નાશવંત અંશને મુખ્ય ગણાવ્યો. તેમ જ બંને સ્થળે બાકીનાને ગૌણપણે વસ્તુના સ્વરૂપ તરીકે જ ઘટાવી, સમજાવી, વસ્તુતત્વનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. → જ્ઞાનગુણ, એ આત્મદ્રવ્યની મોનોપોલી છે : શ્રી તત્વાર્થ સૂત્રકારે વિશ્વને એટલે કે વિશ્વના ઘટકભૂત છ દ્રવ્યોને જુદા જુદા દૃષ્ટિકોણથી નિશ્ચિતરૂપે, અને સચોટ રીતે સમજાવ્યા છે. ગહન અર્થયુક્ત તેમજ સંક્ષિપ્તમાં સમજાવવાની ગ્રંથકારની શૈલી ખરેખર અદ્ભુત છે. આજની સી.ડી. (compact disk)માં સૂક્ષ્મ રૂપે માત્ર શબ્દોનો જ સંક્ષેપ થાય છે. શબ્દોના અર્થના ઉંડાણમાં જવા માટે જ્ઞાનગુણ જ કામ આવે છે. સી.ડી. ગમે તેમ તો ય જડ છે. જ્ઞાન, એ ચેતન આત્માનો જ, Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ગુણ છે. એ એક, અને એકમાત્ર આત્મદ્રવ્યની મોનોપોલી છે. તે જ્ઞાનગુણના વિકાસ અને પરિપૂર્ણતા સુધી પહોંચવાનો બીજો કોઈ ઉપાય નથી. પૂર્ણજ્ઞાની શ્રીઅરિહંત, અને શ્રીસિદ્ધ પરમાત્માઓની ઉપાસના કરવી, શબ્દોના અર્થના ઉંડાણમાં જઈ તેના તાત્પર્યને પામવું, અને તે તાત્પર્યને આત્મસાત્, કર્યો હોય તેવા, જ્ઞાનીગીતાર્થ ગુરુની ઉપાસના, તે જ પૂર્ણજ્ઞાની બનવાનો એકમાત્ર ઉપાય છે. – સારા રસ્તે ધન વાપરવું, એના કરતાં સાચા રસ્તે ધન કમાવવું એ આજના કાળનો બહુ મોટો પડકાર છે. – પેટ અને પેટીને થોડા ઊણા રાખો, નહીં તો અપચો થશે. - સુખી થવાનો શોર્ટકટ...ગમતું મેળવવું, એ નહિ પણ, જે મળ્યું છે એને ગમાડવું. - નાના નિમિત્તથી મોટી લડાઈ થાય, અને નાની સમજથી મોટા સમાધાન થાય. -> સમાજને સુધારતાં પહેલાં, આપણી સમજને સુધારવાની જરૂર છે. – આપણે જેને સાચવવા પડે છે એ છે પદાર્થો, અને આપણને જે સાચવે છે, એ છે પરમાત્મા. – મેં જે જોયું છે, એ જે મેં નથી જોયું તેમાં શ્રદ્ધા રાખવા પ્રેરે છે (એમર્સન) | – મરતાં પહેલાં જાને મરી. બાકી રહે તે હરિ – મોટીમોટી ભૂલોના મૂળમાં અહંકાર રહેલો છે. – અસત્યની ઉંમર લાંબી હોતી નથી. > જે બીજાને જાણે છે તે વિદ્વાન છે, પોતાને જાણે છે તે જ્ઞાની છે. – ભગવાનની સેવા અને ભક્તિ ભક્તના હૃદયમાં ભગવદાકાર વૃત્તિ ઉત્પન્ન થાય તે માટે છે. ભગવાનને આપણી ભકિતની જરૂર નથી, પણ ભગવાન પ્રત્યે આપણી પ્રીતિ વધારવા માટે ભગવાનની ભક્તિ કરવાનું વિધાન છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ (૬૨) સૂત્ર-૪૨-૪૩ - પરિણામ (રૂપાંતરો)ના બે પ્રકાર... (૬૨) સૂત્ર-૪૨-૪૩ - પરિણામ (રૂપાંતરો)ના બે પ્રકાર (૧) આદિ (૨) અનાદિ 1 - સઘળા દ્રવ્યોના ભૂતભવિષ્યના રૂપાંતરો પરિણામ છે. - ભૌતિક પદાર્થનું કોઈપણ રૂપાંતર હોય તેની શરૂઆત (આદિ) હોય છે. પાંચેય અરૂપી દ્રવ્યોના પરિણામ, અનાદિમાન છે. – ભૌતિક પદાર્થનું કોઈપણ રૂપાંતર હોય, તેની શરૂઆત હોય છે. | એટલે તેનો પરિણામ આદિમાન છે. - દૃષ્ટિકોણના ભેદથી, છ એ દ્રવ્યોમાં આદિમાનું અને અનાદિમાનું, બંને પરિણામ ઘટી શકે છે. અનાવિરાત્રિમાં ૪રા. અર્થ :- પરિણામ, અનાદિ અને આદિમાન છે. રૂપિષ્યાવિમાન જરૂા અર્થ:- રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામ હોય છે. - સઘળા દ્રવ્યોના, ભૂતભવિષ્યના સઘળા રૂપાંતરો, પરિણામ છે : પરિણામ વિશે આપણે પૂર્વના સૂત્ર(લેખ)માં ચર્ચા કરી. સામાન્ય રીતે પરિણામ એટલે result = અંતિમ સ્થિતિ, તેનો અર્થ કરીએ છીએ. કોઈ કાર્ય કરવા મહેનત કરી, પછી આપણે પૂછીએ છીએ કે પરિણામ શું આવ્યું? દા.ત. કોઈ નિર્ણય કરવા ચર્ચાઓ મીટિંગો કરી, તેનું પરિણામ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન શું આવ્યું ? ‘બહુ સારું આવ્યું, એકનિર્ણય થઈ ગયો.’ અહીં સારો નિર્ણય તેને પરિણામ-ફળ કહીએ છીએ. વિદ્યાર્થી આખુ વર્ષ ભણ્યો પરીક્ષા લેવાઈ, પરિણામ શું આવ્યું ? પાસ થયો, કે સારા ટકા આવ્યા. એટલે કે અહીં પરિણામનો અર્થ (જે કાર્યનો આરંભ કર્યો તેની) અંતિમસ્થિતિ, વર્તમાનસ્થિતિ, કે વર્તમાનઅવસ્થા, આવો અર્થ થાય. અહીં પાસ થયો, સારા ટકા આવ્યા, આ પરિણામનો અર્થ છે. દા.ત. ૯૫ ટકા આવ્યા, તેનો અર્થ, દરેક વિષયનો સરેરાશ છે. દરેક વિષયનો પરિણામ અલગ હોય છે. વળી વર્ષ દરમિયાન તેનો દરરોજનો અભ્યાસ, તેમાં કરેલી વિગતવાર મહેનત, એ બધા પણ પરિણામ છે. જેનું છેલ્લું પરિણામ ૯૫ ટકા છે. તેવી રીતે સારો નિર્ણય એ મીટિંગોનું અંતિમ પરિણામ છે. તો દરેક દિવસની મીટિંગો તેમાં થયેલી ચર્ચાઓ વિગેરે સઘળી વિગતો પણ પરિણામ છે. પ્રસ્તુતમાં પરિણામને બહુ વ્યાપક રીતે સઘળા વિશ્વના વિષયમાં વિચારીએ તો, વિશ્વમાં સઘળા દ્રવ્યોની વર્તમાનમાં જે સ્થિતિ-અવસ્થા વર્તે છે. તે પરિણામ છે, તે પરિણામ (રૂપાંતર) પૂર્વના સઘળા (અવાંતર) રૂપાંતરો થતાં થતાં થયેલો વર્તમાનનો અંતિમ પરિણામ છે. તે પૂર્વના સઘળા અવાંતરરૂપાંતરો, એ પણ રૂપાંતર (પરિણામ)ના પ્રકારો જ છે. દૃષ્ટાંત તરીકે સમજીએ તો, સૂકીમાટી એ પરિણામ છે, ભીની બની, તે પણ પરિણામ છે, પિંડ બન્યો, ચક્ર પર મૂકાયો, જુદા-જુદા આકાર અપાયા, કાચોઘડો બન્યો, પકાવ્યો, વેચાયો, ઉપયોગમાં આવ્યો, નાશ થયો, માટીમાં મળી ગયો, આ સઘળા અવાંતર પરિણામ છે. જીવદ્રવ્યપણ અનાદિકાળથી છે, કર્મમુજબ અનેક ગતિમાં જન્મમરણ, સુખ, દુઃખ વિગેરે જુદી-જુદી અવસ્થાઓ (રૂપાંતર-પરિણામો)ને અનુભવતો-અનુભવતો અત્યારે મનુષ્ય તરીકે વર્તે છે. તે વર્તમાનનો Page #391 -------------------------------------------------------------------------- ________________ (૬૨) સૂત્ર-૪૨-૪૩ - પરિણામ (રૂપાંતરો)ના બે પ્રકાર... ૩૬૩ પરિણામ છે. ભવિજીવ મોક્ષમાં જાય, (સિદ્ધિપદ પામે) તે તેનો મૂળશુદ્ધ અવસ્થારૂપ પરિણામ છે. પૂર્વના સઘળા પણ તેના પરિણામ જ છે. જયારે આપણે પ્રયોજન વશ જે પરિણામની વિવક્ષા કરીએ, તે અંતિમ પરિણામ કહેવાય. તે પૂર્વના બધા પરિણામ થતાં થતાં આ વર્તમાનનો પરિણામ થયો છે, એમ કહેવાય. આ રીતે સઘળાદ્રવ્યોના ભૂતકાળના રૂપાંતરો, અને ભવિષ્યમાં થનારા સઘળા રૂપાંતરો તે પરિણામ છે. આ રીતે પરિણામ એ જ સઘળું વિશ્વનું સ્વરૂપ છે. આ સૂત્રમાં પરિણામમાં સઘળા વિશ્વનો સમાવેશ કરી લીધો. આ પરિણામ બે પ્રકારનો છે. તે બતાવે છે. (૧) અનાદિમાન. > પાંચેય અરૂપીદ્રવ્યોના પરિણામ અનાદિમાન છે - જે પરિણામનો કોઈ કાળે પ્રારંભ ન થયો હોય, જેની ઉત્પત્તિ ન હોય તે પરિણામને અનાદિપરિણામ કહે છે. જેટલા અરૂપી દ્રવ્યો છે, તેઓનો પરિણામ અનાદિ છે. કારણ કે પાંચ અરૂપી દ્રવ્યો ક્યારેય ઉત્પન્ન થયા નથી. ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને જીવ, આ વિશ્વમાં સદા માટે રહેનારા દ્રવ્યો છે. (ધર્મ, અધર્મ અને આકાશ માટે જુઓ પૃ. ૨૩થી ૪૧) તેઓના રૂપાંતરો થવા કે પરિવર્તનો પામવા વગેરે કોઈ ફેરફારો થતા નથી. દા.ત. ધર્માસ્તિકાય દ્રવ્યના અસંખ્યપ્રદેશ છે. નિશ્ચિત આકાર છે. ગતિમાં સહાયકપણાનો તેનો ગુણધર્મ છે. આવા ગુણધર્મો જેને પરિણામ કહેવાય છે. તે અનાદિથી તે રીતે જ છે. માટે તે અનાદિપરિણામ કહેવાય છે. તેવી રીતે અધર્મ, આકાશ, જીવ, કાળ, આ બધા જ અરૂપીના પરિણામો અનાદિ કહેવાય. તે સઘળા જેવા છે, તેવા જ રહે છે. તેમાં પરિવર્તન, રૂપાંતર થતું નથી. શું આકાશને કોઈ ખસેડી શકે? આકાશનું છેદન ભેદન થઈ શકે? તેને બાંધી શકાય? તે Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન રીતે ધર્મ, અધર્મ પણ અરૂપી હોવાથી, તેમજ જીવ પણ મૂળસ્વરૂપે અરૂપી હોવાથી, તેમજ કાળ પણ અરૂપી હોવાથી, તે પાંચેય દ્રવ્યોમાં કોઈ રૂપાંતરો થતા નથી, માટે તે પાંચ દ્રવ્યો અનાદિપરિણામવાળા અહીં જણાવ્યા છે. (૨) આદિમાન પરિણામ :ભૌતિક પદાર્થનું કોઈપણ રૂપાંતર હોય, તેની શરૂઆત હોય છે :- હવે સૂત્ર-૪૩માં બાકીનું જે દ્રવ્ય પુદ્ગલ છે, તેના પરિણામ (અવસ્થા-રૂપાંતર) આદિમાન કહ્યા છે. આપણને ઇન્દ્રિયદ્વારા જે કંઈ જણાય છે તે માત્ર પુદ્ગલ દ્રવ્ય જ જણાય છે. જીવ અરૂપી છે. આપણે જેને જોઈએ, અનુભવીએ છીએ, તે જીવોના શરીરો છે. એટલે જે કોઈ રૂપાંતરો પરિવર્તનો જણાય છે. તે માત્ર, અને માત્ર પુદ્ગલદ્રવ્યના જ છે. માટે આ બીજો પ્રકાર, આદિમાન પરિણામ, તે રૂપીદ્રવ્યનો સમજવો. દા.ત. પુદ્ગલદ્રવ્યના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ, આ ૪ ગુણ છે, તે સૂક્ષ્મ રીતે તો પ્રતિક્ષણ બદલાયા જ કરે છે. ભલે આપણી સ્કૂલ નજરમાં ઘણા સમયે તે જણાય. વિશ્વના સઘળા પુલના પદાર્થોમાં જોડવાની અને વિખરાવાની ક્રિયા એકક્ષણ પણ અટક્યા વિના સતત ચાલુ છે - કોઈપણ મોટાસ્કંધ (molecule)માં સૂક્ષ્મપુદ્ગલો સતત વિખરાય છે અને નવા જોડાય પણ છે. પાણીની વરાળ થઈ થોડા વખતમાં પાણી સંપૂર્ણ વિખરાઈ જાય છે. પેટ્રોલ અત્યંત ઝડપથી ઊડી જાય છે. આવું બધું આપણે સાક્ષાત અનુભવી શકીએ છીએ. સઘળા ભૌતિક પદાર્થોમાં પણ આવી પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે. ઓછા કે વધુ પુગલો સતત છૂટા પડે છે. અને ઘણા પદાર્થોમાં નવા જોડાય પણ છે. સાક્ષાત્ અને ઝડપથી થાય તે રીતે તેનો નાશ થતો દેખાતો નથી. પણ સૂક્ષ્મ પરિવર્તન Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ (૬૨) સૂત્ર-૪૨-૪૩:- પરિણામ (રૂપાંતરો)ના બે પ્રકાર... ચાલુ હોય છે. જીવોના શરીરોમાં પણ આ ક્રિયા થયા કરે છે. વધતા શરીરમાં ઓછા પુદ્ગલો છૂટા પડે છે, અને વધુ જોડાય છે. જયારે રોગ કે વૃદ્ધાવસ્થામાં વધુ છૂટા પડે છે અને ઓછા જોડાય છે પરંતુ વિશ્વના સઘળા પુદ્ગલપદાર્થોમાં જોડાવા અને છૂટા પડવાની ક્રિયા એક ક્ષણ પણ અટક્યા વિના સતત ચાલ્યા જ કરે છે. આ વસ્તુ જૈનતત્ત્વજ્ઞાન ભારપૂર્વક જણાવે છે અને તેથી તેને માટે પ્રયોજાયેલો શબ્દ સાર્થ છે. પુદ્ગપૂરણ, અને ગલ =ગળવું. (જુઓ પૃ. ૪૫થી ૪૮) જેનું પુરાવું અને ગળવું. ભેગા થવું. અને વિખરાવું, સતત ચાલ્યા કરે તેને પુદ્ગલ કહે છે. વર્તમાન વિજ્ઞાન પણ તેના પ્રયોગની મર્યાદા મુજબ આ વસ્તુને સ્વીકારે છે. Mass (matter) (ભૌતિક પદાર્થ-પુદ્ગલ)માંથી energy (ઉર્જા)માં અને energyમાંથી massમાં રૂપાંતર થયા કરે છે. mass અને energyનો ફુલ જથ્થો સ્થાયી રહે છે. એ ભૌતિકશાસ્ત્રનો મૂળભૂત નિયમ છે. જૈનતત્ત્વજ્ઞાન આ વસ્તુને બહુ વ્યાપક રીતે અને સૂક્ષ્મતાથી નિરૂપણ કરે છે અને તેનું વિસ્તારથી વર્ણન શાસ્ત્રોમાં કરેલું છે. આધુનિક વિજ્ઞાન પ્રારંભમાં ઇલેકટ્રોન, પ્રોટીન અને ન્યૂટ્રોનએ અને તે પછી ૯૨ મૂળભૂત Primary element માનતું હતું. એ માન્યતામાં હજી એવા નવા કણો તેઓ શોધતા જ રહે છે. તેઓની માન્યતા મુજબ, આ મૂળભૂત કણોના જુદા જુદા રાસાયણિક સંયોજનોથી દરેક પદાર્થો રચાય છે. જૈનતત્ત્વજ્ઞાન મુજબ પુદ્ગલપદાર્થનો અંતિમકણ જેને “સૂક્ષ્મ પરમાણું કહે છે, તેવા અનંત સૂક્ષ્મપરમાણુંઓ વિશ્વમાં છે. તે સઘળાનું મૂળસ્વરૂપ એક સમાન જ છે. તે પરમાણુંઓના સંયોજનની વિવિધ પ્રકારની પદ્ધતિઓ હોવાને કારણ પદાર્થો વિવિધ પ્રકારના સર્જાય છે. કોઈપણ પુદ્ગલપદાર્થ, તેના અંતિમ સૂક્ષ્મ પરમાણુંઓમાં વિભાજિત થઈ જાય. અને તે પછી, અને નવેસરથી સંયોજન થાય ત્યારે સંયોજનની પદ્ધતિ મુજબના, બીજા નવા કોઈપણ પદાર્થનું સર્જન થઈ શકે છે. આવી Page #394 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ૩૬૬ પ્રક્રિયા વિશ્વમાં દરેક સમયે ચાલું જ છે. માટી, ઘાસ, વૃક્ષ, અનાજ, દૂધ, દહીં, ઘી ઇત્યાદિ, જો કે સ્કંધોના જ પરિવર્તનો છે. પરંતુ જો તે છૂટા, અસંયુક્ત પરમાણુંઓમાં વિભાજિત થઈ જાય, અને તે પછી નવેસરથી સંયોજન પામે તો, તે સંયોજનની પદ્ધતિ મુજબના કોઈપણ પ્રકારના નિશ્ચિત પદાર્થમાં રૂપાંતર પામી શકે. બહુ વ્યાપક રીતે વિચારીએ તો પૂર્વે જણાવેલી ૮ ઉપયોગી, અને કુલ-૨૬ વર્ગણાઓના પુદ્ગલ પરમાણુંઓનું એકબીજામાં સતત રૂપાંતર ચાલ્યા કરે છે. આપણે આજે લીધેલું ભોજન ભૂતકાળમાં પાણી, વાયુ, માટીરૂપે થયેલું છે. દેવ, નરક, તિર્યંચના ભોજનરૂપે, અને શરીરરૂપે, પણ થયેલું છે. અદૃશ્ય ભાષાવર્ગણા, તૈજસવર્ગણા, કાર્મણવર્ગણારૂપે પણ થયેલું છે. આ રીતે અનંત પરિવર્તનો થઈને આવેલું છે. વિવિધ સઘળા દરેક પદાર્થોનો મૂળભૂત અંશ ૫૨માણું એક સમાન છે, તેથી આ વસ્તુ શક્ય બને છે. તાત્પર્ય એ છે કે પુદ્ગલ પદાર્થ સતત પરિવર્તનશીલ હોવાથી તે (રૂપીદ્રવ્ય)નો પરિણામ જ આદિમાનૢ છે, તે એકસ્વરૂપે કાયમી હોતો નથી. દૃષ્ટિકોણભેદથી બધા દ્રવ્યોમાં, બંને પરિણામ ઘટે છે ઃ અરૂપી દ્રવ્યમાં અનાદિ અને રૂપીદ્રવ્યોમાં આદિમાન પરિણામ ઘટાવ્યો તે સ્થૂલ દૃષ્ટિકોણથી કે બાહ્યપરિવર્તન થવાના દૃષ્ટિકોણથી સમજવો. સૂક્ષ્મરીતે અથવા આંતરિક સ્વરૂપના દૃષ્ટિકોણથી રૂપી અને અરૂપી બંને દ્રવ્યોમાં બંને પરિણામ ઘટશે. દા.ત. ધર્માસ્તિકાય અરૂપી દ્રવ્ય છે, તેમાં બાહ્ય દૃષ્ટિએ અનાદિમાન પરિણામ હોવા છતાં, સૂક્ષ્મતાથી કે આંતરિક રીતે વિચારીએ તો, જ્યારે કોઈ જીવ કે પુદ્ગલની ગતિ થાય ત્યારે, સંપૂર્ણ ધર્માસ્તિકાયના (જીવ કે પુદ્ગલ જેટલા ક્ષેત્રમાં અવગાહીને રહેલું છે) તેટલા વિભાગમાં ગતિ સહાયકપણાનો Page #395 -------------------------------------------------------------------------- ________________ (૬૨) સૂત્ર-૪૨-૪૩ :- પરિણામ (રૂપાંતરો)ના બે પ્રકાર ૩૬૭ પરિણામ પ્રગટપણે ઉદ્દ્ભવ્યો એટલે કે આદિમાન થયો. આવી રીતે બાકીના ચાર દ્રવ્યોમાં પણ સૂક્ષ્મરીતે આદિમાન પરિણામ સમજવો. રૂપી દ્રવ્ય પુદ્ગલદ્રવ્યમાં પણ, આ રીતે વિચારતાં સૂક્ષ્મદૃષ્ટિકોણથી અનાદિમાન પરિણામ પણ ઘટશે. તે આ મુજબ પુદ્ગલદ્રવ્યના અંતિમકણો જે ૫૨માણુંઓ છે, તે સંયોજાઈને વિવિધપદાર્થો બને છે. એટલે તે નવા પદાર્થો બનતાં તેના પરમાણુંઓનો, બાહ્ય સ્વરૂપે પરમાણુંપણાનો સ્વભાવ નાશ પામવા છતાં, આંતરિકસ્વરૂપે ૫૨માણુંપણાનો સ્વભાવ, અને તેઓના સ્પર્ધાદિ-૪ ગુણો સ્થિર-(કાયમી)-જ છે, તેથી તે પરમાણુંઓ આદિ પુદ્ગલમાં અનાદિમાન પરિણામ પણ ઘટશે.’ રૂપાંતરો અનાદિકાળથી થયા કરે છે ઃ અથવા બીજી રીતે વિચારીએ તો પુદ્ગલદ્રવ્યના ઈંટ, મકાન, માટી, પાણી, વરાળ, વાયુ, અનાજ, ભોજન, શ૨ી૨ વિગેરે પરિણામો તે તે વ્યક્તિગત વસ્તુરૂપે આદિમાનૢ છે. પરંતુ પ્રવાહની અપેક્ષાએ અનાદિમાન્ છે. કહેવાનો ભાવ એ છે કે તે તે પુદ્ગલના રૂપાંતરો, રૂપાંત૨રૂપે સતત આદિકાળથી ચાલ્યા જ કરે છે. પહેલાં રૂપાંતરો થતા ન હતા, અને પછી રૂપાંતરો શરૂ થયા, તેવું નથી. રૂપાંતરોનો પ્રવાહ કોઈ નિશ્ચિત કાળે શરૂ થયો તેવું નથી. અનાદિકાળથી રૂપાંતરો થવાનો પ્રવાહ ચાલું જ છે, તે થયા જ કરે છે. આ રીતે પણ અનાદિ પરિણામ ઘટે છે. પરમાત્મા પ્રીતિ, એ જ આત્માની સાચી પ્રતિતી અનુભવ એ જ્ઞાનો પિતા છે, યાદશક્તિ જ્ઞાનની માતા છે. જેણે શ્રદ્ધા ગુમાવી તેને બીજું કશું ગુમાવવાનું રહેતું નથી. → માણસને મૃત્યુ રડાવતું નથી, શ૨ી૨૫૨નો આસક્તિભાવ રડાવે છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૬૩) સૂત્ર - ૪૪ :- જીવના યોગ અને ઉપયોગ પરિણામ - જીવના જ્ઞાનગુણનું વીર્યગુણ દ્વારા પ્રવર્તન, તે ઉપયોગ છે. -- જીવ, mય (કોઈપણ પદાર્થ) ને જાણવામાં તન્મય બને, તે જ્ઞાનોપયોગ છે. - અશુદ્ધ ઉપયોગ, અને શુદ્ધ ઉપયોગ. -- ઉપયોગની શુદ્ધિ, અને સ્થિરતાની વૃદ્ધિથી, જીવ સર્વજ્ઞ અને વીતરાગ બને છે. યોજાયો નીવેષ ૪૪ અર્થ : જીવોમાં યોગ અને ઉપયોગ બે પરિણામ આદિમાન છે. રૂપી (પાંચ) અને અરૂપી (એક) એ બે પ્રકારના દ્રવ્યોમાં ક્રમસર આદિમાન અને અનાદિમાન પરિણામ સામાન્ય દૃષ્ટિકોણથી છે. વિશેષ દષ્ટિકોણથી એટલે કે આંતરિક રીતે બંનેમાં બંને પરિણામ છે. તે બતાવ્યું. હવે આ સૂત્રમાં અરૂપી દ્રવ્યો મધ્યે જીવનો આદિમાન પરિણામ યોગ અને ઉપયોગ છે, તેને સમજીએ. યોગ:- પુદ્ગલદ્રવ્યના સંબંધથી જીવમાં ઉદ્ભવતો વીર્યનો પરિણામ વિશેષ (એટલે કે જીવના વીર્યગુણની વિશિષ્ટ અવસ્થા કે રૂપાંતર કે પ્રવર્તન) જેનાથી પુદ્ગલદ્રવ્યના સંબંધ પ્રત્યે જીવ સક્રિય બને છે. તેને યોગ કહેવાય છે. ઉપયોગ :- જીવના જ્ઞાન (જાણવું) અને દર્શન (જોવું) ગુણનું વિર્યગુણ દ્વારા કોઈપણ વસ્તુને જાણવા કે જોવા માટે) થતું પ્રવર્તન (કે સક્રિયતા કે જાડાણ) તેને ઉપયોગ કહે છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ (૬૩) સૂત્ર -૪૪:- જીવના યોગ અને ઉપયોગ પરિણામ ઉપયોગ શબ્દાર્થની સમજ - - ઉપયોગ શબ્દ, એ જૈન તત્ત્વજ્ઞાનનો પારિભાષિક શબ્દ છે. લૌકિક ભાષામાં આપણે ધ્યાન આપવું, ખ્યાલ રાખવો, એકાગ્રતા, તન્મયતા, ચિત્ત ચોંટાટવું, લક્ષ આપવું (Atiension) વિગેરે જેવા શબ્દો વાપરીએ છીએ, તે ઉપયોગને જણાવનારા છે. શબ્દ મુજબ અર્થ કરીએ તો, ઉપ = સમીપતા કે નિકટતાથી (પદાર્થ (વસ્તુ)ને જાણવા કે જોવા તરીકેનો કે માટેનો) યોગ = જોડાણ, વ્યાપાર, ક્રિયા, સક્રિયતા તે ઉપયોગ. તાત્પર્ય કે જાણવા જોવાની ક્રિયા, કે તેમાં સક્રિયતા, તન્મયતા, તે ઉપયોગ જ્ઞાન અને દર્શન : ઉપયોગ બે પ્રકારનો હોય છે. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. તેને સમજતાં પૂર્વે જ્ઞાન અને દર્શન સમજી લઈએ. સામાન્યબોધ તે દર્શન. અને વિશેષ બોધ તે જ્ઞાન, સંસારી (છબસ્થ) જીવ પાંચ ઇન્દ્રિય અને મનદ્વારા કોઈ પણ પદાર્થનો બોધ કરવા માટે પ્રવૃત્ત થાય (અથવા કોઈપણ પદાર્થ ઇન્દ્રિય સન્મુખ બને કે મનમાં આવે, ત્યારે સૌ પ્રથમ જે બોધ પ્રવર્તે તે વિશેષતાથી કે ઊંડાણથી થતો નથી. આવો પ્રારંભિક બોધ તે દર્શન. તે પછી અંતર્મુહૂર્ત (૧ મુહૂર્ત = ૪૮ મીનીટ. અંતર્મુહૂર્ત = તેની અંદરનો જે કાળ તે સઘળો)માં વિશેષતાથી બોધ થાય છે, તે જ્ઞાન. દા.ત. કોઈ વૃક્ષને જોતાં તત્કાળ “વૃક્ષ છે એટલો જ પ્રાથમિક બોધ થાય તે દર્શન. તે પછી તે વૃક્ષ આંબો કે લીમડો છે. તેના પેટા પ્રકાર ઊંચુ, વિશાળ, નાનુ વિગેરે વિગતવાર જે જે બોધ થાય તે સઘળું જ્ઞાન. આવી રીતે દરેક પદાર્થમાં સમજવું. આ રીતે હવે સમજી શકાશે કે જ્ઞાન અને દર્શન બંને બોધના જ બે પ્રકાર કે બોધની બે અવસ્થા છે. જીવની ચેતના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય આ ચાર પ્રકારે છે. ચારિત્ર એ આત્મિક સુખ માણવાના સ્વભાવવાળું છે. વીર્ય ગુણ, એ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન શક્તિ છે એ, પૂર્વોક્ત ત્રણેયને સક્રિય બનાવે છે. તે ત્રણેયની સાથે જોડાયેલી છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર એ, ત્રણેય વીર્ય દ્વારા જ સક્રિય થાય છે, એટલે કે તે ત્રણ ગુણમાં જીવ, વીર્યગુણ દ્વારા સક્રિય, તન્મય, એકાકાર, બને છે. જો કે ચારેય એક ચેતન સ્વરૂપ છે. એકમેક થઈને રહેલા છે ક્યારેય જુદા પાડતા કે પાડી શકાતા નથી. પરંતુ સમજવા માટે જુદા પાડીને સમજાવાય છે. દા.ત. ભારેપણું, પીળાપણું અને ચીકણાપણું સોનામાં એકમેક થઈને રહેલા છે, પરંતુ આપણે તેને વ્યક્તપણે જાણવા-અનુભવવા હોય તો જુદી જુદી ઇન્દ્રિયદ્વારા જાણી શકીએ છીએ. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ : જીવનો જાણવા, જોવાનો ગુણ, વીર્ય (શક્તિ) ગુણ દ્વારા પ્રવત્ત (સક્રિય) થાય, ત્યારે તેને જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ કહેવાય છે. (પૃ. ૭૨) જીવ જોય (જાણવા યોગ્ય) વસ્તુમાં તન્મય બને ને જ્ઞાનોપયોગ છે. એટલે ઉપયોગ એ વિર્યગુણનો પ્રકાર છે. જીવ જ્યારે પુદ્ગલપદાર્થના સંબંધમાં પ્રવૃત્ત (સક્રિય) બને ત્યારે તે વીર્ય ગુણને યોગ કહેવાય છે. તે મન, વચન, કાયા એમ ૩ પ્રકારનો છે. જીવનો જ્ઞાન અને દર્શન ગુણ વીર્યદ્વારા સતત સક્રિય રહે છે. ક્યારેય નિષ્ક્રિય હોતો નથી. એટલે કે જીવ સતત ઉપયોગમાં જ હોય છે. ઉપયોગ વગરનો હોતો નથી. માટે જ જીવનું મુખ્ય લક્ષણ ઉપયોગ કહ્યું છે. ૩પયોm તસ્વપમ્ | અનુપયોગદશા, દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા: જ્યારે જે વસ્તુનું ધ્યાન રાખવાનું જરૂરી હોય ત્યારે તે વસ્તુમાં ધ્યાન ન રહે અને બીજે ધ્યાન હોય તેને અનુપયોગદશા કે ઉપયોગ વગરની દશા કહે છે. સામાન્યથી મંદિરમાં ભક્તિની ક્રિયા કે ધર્મના અનુષ્ઠાનની ક્રિયામાં મન સ્થિર બનાવવું જરૂરી હોય છે. પરંતુ મોટે ભાગે જીવને ત્યાં ધ્યાન રહેતું નથી, મન એકાગ્ર બનતું નથી, પરંતુ બીજા બીજા સાંસારિક વિગેરે Page #399 -------------------------------------------------------------------------- ________________ (૬૩) સૂત્ર - ૪૪ :- જીવના યોગ અને ઉપયોગ પરિણામ ૩૭૧ વિષયોમાં ઝડપથી મન ચાલ્યું જાય છે, ત્યારે અનુપયોગ દશા કહેવાય છે. ઘણીવાર વ્યક્તિ કે વસ્તુ સામે હોય પણ જીવના જ્ઞાનનું જોડાણ ત્યાં ન થાય તો જ્ઞાન થતું નથી. તે અનુપયોગ દશા છે. પરંતુ સાવ ઉપયોગ વગરનું મન (જીવનો ઉપયોગ બાહ્ય સાધન મન, અને ઇન્દ્રિયવડે જ પ્રવાહિત થાય છે) ક્યારેય હોતું નથી. તેથી જ ધર્મના વિષયમાં ઉપયોગ વગરની ધર્મક્રિયાને દ્રવ્યક્રિયા કહી છે. અનુવઓો ∞. ઉપયોગ સહિતની ધર્મક્રિયાને ભાવક્રિયા કહી છે. તે જ આત્માને વિકાસ કરવામાં સહાયક છે. આદિમાન પરિણામ : આ સૂત્રનું તાત્પર્ય એ છે કે જીવનો યોગ અને ઉપયોગ પરાવર્તન પામે છે. દ્રવ્ય અને તેમાં રહેલા ગુણ સ્થિર રહેતા હોય છે, પણ પર્યાયો (અવસ્થાઓ) બદલાયા કરે છે (પૃ. ૬૯થી ૭૧ ૩૨૮થી ૩૩૨). તે દ્રવ્યમાત્રનો સર્વસામાન્ય ગુણધર્મ છે. પ્રસ્તુતમાં જીવદ્રવ્યનો જ્ઞાન અને વીર્ય ગુણ સ્થિર રહે છે પણ તેના યોગ અને ઉપયોગ, એ પર્યાયો બદલાયા કરે છે. તેથી યોગ અને ઉપયોગ એ આદિમાન પરિણામ છે, તે આ સૂત્રમાં જણાવ્યું. જો કે પ્રવાહની અપેક્ષાએ તો તે પણ અનાદિમાન છે તે પૂર્વ (પૃ. ૩૭૭)ની જેમ સમજી લેવું. જ્ઞાન, દર્શન, વીર્ય લબ્ધિ. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ : - જીવના જ્ઞાન, દર્શન અને વીર્ય ગુણના અંતિમ અવિભાજ્ય અંશો વિચારીએ તો તે અનંતા છે. સંસારી (છદ્મસ્થ) કોઈપણ જીવને એ ત્રણેના સંપૂર્ણ અનંત અંશોનો વધુમાં વધુ પણ અનંતમો ભાગ જ ખુલ્લો હોય છે. જોકે તે પણ અનંતઅંશ વાળો હોય છે. બાકીના, જે તેનાથી અનંતગુણ અંશો છે, તે હંમેશાં કર્મથી આવૃત્ત હોય છે. તે અંશોમાંથી જે જીવને વધુ વધુ અંશો ખૂલેલા હોય છે તેને ક્ષયોપશમની તીવ્રતા કે અધિકતા કહેવાય. તેને જ્ઞાનલબ્ધિ, દર્શનલબ્ધિ અને વીર્ય લબ્ધિ કહે છે. જે અંશો કર્મથી આવૃત્ત હોય છે, તેને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને વીર્યંતરાયનો ઉદય કહેવાય છે. તેની વધઘટ થયા કરે છે. જુદા જુદા જીવોમાં તેમજ એક જીવમાં પણ Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન જુદા જુદા સમયે અને જુદા જુદા ભવોમાં તે ક્ષયોપશમમાં તરતમતા થયા કરતી હોય છે. ત્રણેના ખૂલેલા અંશોની બે અવસ્થા હોય છે (૧) લબ્ધિરૂપે અને (૨) પ્રવૃત્તિરૂપે. લબ્ધિરૂપે હોય તેમાંથી જ વીર્યગુણ પ્રવૃત્તિરૂપે સક્રિય કરે છે. તેને જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ કહેવાય છે, જીવ પદાર્થના જ્ઞાન કે દર્શન માટે ઉપયોગ મૂકે (જ્ઞાન કે દર્શન માટે શેય પદાર્થપ્રત્યે મન લઈ જાય) ત્યારે જે વસ્તુ કે વિષયને આશ્રયી (મનમાં વિચારી કે જાગૃત કરી)ને ઉપયોગ મૂક્યો હોય, તેટલું જ જ્ઞાન જીવ વર્તમાનમાં કરે છે. તેટલા વસ્તુના જ્ઞાનના ઉપયોગમાં જીવ વર્તતો હોય છે. જેવી રીતે કોમ્પ્યુટરમાં સ્ટોર (લબ્ધિ) ઘણું થઈ શકે છે, પરંતુ જ્યારે જેને આશ્રયીને બટન દબાવો તેટલું જ સ્ક્રીન ઉપ૨ (પ્રવૃત્તિ) દેખાય છે. કેવલજ્ઞાની સદા ઉપયોગમાં હોય છે ઃ કેવલજ્ઞાનીને જ્ઞાન, દર્શન અને વીર્યના આવરણના સઘળા અનંતા અંશો ખુલી ગયા હોય છે. કારણ કે તેમણે સંપૂર્ણકર્મનો ક્ષય કરી લીધો છે. તેથી તેઓ પૂર્ણજ્ઞાની, પૂર્ણ દર્શની અને પૂર્ણ શક્તિવાળા છે. તેમજ સઘળુ જ્ઞાન સતત સક્રિય છે. (પૂર્ણવીર્ય) તેઓ સદા ઉપયોગવંત જ હોય છે. તેઓને ઉપયોગ મૂકવો પડતો નથી. અનંતજ્ઞાન, અનંત દર્શનનો સદા ઉપયોગ વર્તે છે. પૂર્ણ લબ્ધિ હોય છે, અને તે પૂર્ણરૂપે સતત પ્રવૃત્ત (સક્રિય) હોય છે સઘળા પદાર્થોનું સઘળું ભૂત, ભવિષ્ય અને વર્તમાન સતત ઉપયોગમાં વર્તી રહ્યું છે. કોઈપણ વસ્તુનું જ્ઞાન કરવા આપણે મનથી પ્રયત્ન કરવો પડે છે. સર્વજ્ઞને વિના પ્રયત્ને સઘળુ આત્મપ્રત્યક્ષ છે. આત્માનો સ્વાભાવિક ગુણ છે. દર્પણમાં સહજ ઝીલાતા પ્રતિબિંબની જેમ. ઉપયોગ, ભાવના, પરિણામ, પ્રવૃત્તિ ઃ સંસારી (છદ્મસ્થ) જીવ જ્યાં જે ભવમાં જીવી રહ્યો હોય ત્યાં પોતાની સમક્ષ જે જે ચીજો, વ્યક્તિઓ પરિસ્થિતિ વિગેરે ઉપસ્થિત થાય, તે પોતાનો જ્ઞાનગુણ સક્રિય થવાથી જાણે છે, સમજે છે, એટલે કે તેના Page #401 -------------------------------------------------------------------------- ________________ (૬૩) સૂત્ર - ૪૪ - જીવના યોગ અને ઉપયોગ પરિણામ ૩૭૩ પ્રત્યે તે જીવની જાણકારી, વિચારણા પ્રવર્તે છે, તેનું લક્ષ્ય તે તરફ જાય છે. તેને ઉપયોગ કહેવાય. તે પછી આગળ વિચારણા પ્રવર્તે છે એટલે તે ઉપયોગ થયા પછી આ વસ્તુ સારી છે, ગમે છે, મેળવવા કે આચરવા કે પરિચય, સંસર્ગ વિગેરે કરવા જેવી છે, તેવી રૂચિ થાય છે. કે સારી નથી. ગમતી નથી, મેળવવા, આચરવા પરિચય કે સંસર્ગ કરવા જેવી નથી એવી અરૂચિ થાય છે. આવો રૂચિ અરૂચિનો નિર્ણય એટલે કે ગ્રહણ અને ત્યાગનો નિર્ણય, જેને પરિભાષામાં ઉપાદેય કે હેયનો નિશ્ચય તેને ભાવના કહેવાય છે. તે પછી હમણાં, તત્કાળ કે નજીકના સમયમાં તે ઉપાદેયોમાંથી કઈ એક બે ચીજ મેળવવી વિગેરે, કે હેય ચીજોમાંથી ત્યાગ કરવી, તેનાથી છૂટવું વિગેરે માટે પ્રવૃત્તિ કરવી છે, તે નક્કી કરી તે માટેની વિચારણા, આયોજન તૈયારી વિગેરે કરતો હોય છે તેને પરિણામ કહેવાય છે. તે પછી તે અનુસાર પ્રવૃત્તિનો પ્રારંભ તેને પ્રવૃત્તિ કહેવાય છે. ઉપયોગ, ભાવના અને પરિણામ એ આંતરિક છે. પ્રવૃત્તિ, એ બાહ્ય છે. ઉપયોગાદિ ત્રણ, જ્ઞાન અને વીર્ય ગુણના કાર્ય છે. અને પ્રવૃત્તિ, એ વીર્યગુણથી થાય છે. અશુદ્ધ ઉપયોગ, અને શુદ્ધ ઉપયોગ - ઉપરોક્ત ઉપયોગાદિ ત્રણેયમાં મોહનીયકર્મના પુદ્ગલસ્કંધોના ઉદયને કારણે તેની છાયા પડેલી હોય છે. તેનાથી ઉપયોગમાં અશુદ્ધિ આવે છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ વિગેરે મોહના ભાવો ઉપયોગને અશુદ્ધ કે મલિન બનાવવાનું કાર્ય કરે છે. સંસારી જીવોને જ્ઞાન, દર્શન અને વીર્યનો ક્ષયોપશમ ઓછો વધુ અનાદિથી હોય જ છે. પણ મોહનીયનો હોતો નથી. તેથી તેનો ઉપયોગ અશુદ્ધ વર્તતો હોય છે. ચરમાવર્ત અને ચરમકરણથી મોહનીયકર્મની તીવ્રતા ઘટવા લાગે છે, અને સમકિત પામે ત્યારે તેનો ક્ષયોપશમ થયો ગણાય છે. મોહનીયકર્મના મુખ્ય બે પ્રકારમાંથી પ્રથમ અને મહાભયંકર મિથ્યાત્વ મોહનીયકર્મના ઉદયથી Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન રંગાયેલો અનાદિનો મલિન ઉપયોગ, તે કર્મ મંદ પડવાથી કંઈક અંશે શુદ્ધ બને છે. ઉપયોગમાં કંઈક અંશે શુદ્ધતા, નિર્મળતા આવતી જાય છે. એટલે અહીં આત્માનો બાળકાળ પુરો થઈ આત્માના યૌવનકાળમાં પગ માંડે છે. મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય ત્યારે ૪થે ગુણસ્થાનકે અમુક અંશે અશુદ્ધ ઉપયોગથી સર્વથા મુક્ત બની, સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ સુધી પહોંચવા માટેની સંપૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરે છે. અહીં આત્માના યૌવન કાળનો વાસ્તવિક પ્રારંભ થાય છે. અહીં વાસ્તવિક ધર્મસાધના કે આત્માનો વિકાસ વિધિસર શરૂ થાય છે. તે પછી ૫ મે ગુણઠાણે મોહનીયકર્મના બીજા વિભાગ એવા ચારિત્ર મોહનીયકર્મના થોડા અંશો જાય છે, છકે સર્વઅંશો, ૭મે પ્રમાદની અશુદ્ધિ પણ જાય છે, ૮મે અપૂર્વ સ્થિરતા, ૯મે હાસ્યાદિ જતાં સ્થૂલકષાયયોગ, એટલે મોહનીયના છેલ્લા અંશો જતાં શુદ્ધતા અત્યંત થઈ. ૧૦મેથી ક્ષપકશ્રેણીવાળો ૧૨મે જતાં સૂક્ષ્મકષાયો પણ નાશ પામતાં, સંપૂર્ણ મોહનીયકર્મનો નાશ થતાં, ૧૩મે આત્માનો ઉપયોગ પરમશુદ્ધ બને છે. તેથી સાધના સંપૂર્ણ થાય છે, હવે બાકીના ભવોપગ્રાહીકર્મ નિશ્ચિતક્રમે તે જ ભવને અંતે પૂર્ણ થતાં આત્મામુક્તિપદ પામે છે. ઉપયોગની સ્થિરતાનો કાળ, અંતર્મુહૂર્ત : સંસારી (છદ્મસ્થ-સર્વજ્ઞસિવાયના) કોઈપણ જીવને કોઈપણ વસ્તુનો ઉપયોગ અંતર્મુહૂર્ત સ્થિર હોય છે. તેથી વધુ કોઈપણ જીવને સ્થિરતા હોતી નથી. તે પણ મોટેભાગે, સામાન્યથી ૦, ૦ા કે ૧-૨ સેકંડ ઉપયોગ સ્થિર રહેતો હોય છે. કેટલીક એકાગ્ર અવસ્થામાં તેથી વધુ સેકંડો કે મીનીટો રહેતો હોય. સામાન્ય આપણો અનુભવ છે કે ઇન્દ્રિયના સુખો કે ભૌતિક અનુકૂળતાઓમાં એ ઉપયોગ વધુ અને પુણ્ય અને ધર્મના વિષયમાં આ સ્થિરતાનો ગાળો ઓછો હોય છે. જો તે સ્થિરતાનો ગાળો વધુ મીનીટો અને અંતમુહૂર્ત સુધી પહોંચી જાય તો આત્મા સઘળા ઘાતીકર્મનો ક્ષય કરી સર્વજ્ઞ બની જાય. ઉપયોગની શુદ્ધતા Page #403 -------------------------------------------------------------------------- ________________ (૬૩) સૂત્ર-૪૪:- જીવના યોગ અને ઉપયોગ પરિણામ ૩૭૫ અને ધ્યાનની સ્થિરતા માટે દર્શન, જ્ઞાન ચારિત્રના સઘળા કિયાકલાપનો વિસ્તાર છે. ઉપયોગની શુદ્ધિ, અને સ્થિરતાની વૃદ્ધિથી, જીવ અંતે સર્વજ્ઞ અને વીતરાગ બને છે : શ્રી જિનેશ્વર પરમાત્મા કથિત તત્ત્વોના શ્રવણથી, ગહન અને વિસ્તૃત વિચારણાઓથી વાસિત બનેલો આત્મા ઉપયોગની શુદ્ધિને કરે છે. તત્ત્વભૂત આત્મગુણો અને તેને અનુસરનારા આચાર, વિચારો પ્રત્યે અદ્વેષ, જિજ્ઞાસા, સુશ્રુષા, શ્રવણ, બોધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ રૂપ યોગદષ્ટિના ૮ ગુણોને ક્રમસર આત્મસાત્ કરે છે. ઉપયોગની અશુદ્ધિ ઘટાડતો જાય છે. સમ્યક્ત પામ્યા પછી ઉપયોગની શુદ્ધિ અને સ્થિરતાની પૂર્વની પરિસ્થિતિ ઉલટાતી જાય છે. ધર્મના આચારોમાં ઉપયોગની શુદ્ધિ વધતી જાય છે. સર્વજ્ઞ કથિત જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારનું યથાર્થ રીતે આસેવન કરતાં કરતાં ધર્મધ્યાન, અને શુક્લધ્યાનમાં શુદ્ધ ઉપયોગની સ્થિરતાનો ગાળો વધતો જાય છે. શુક્લ ધ્યાનના પ્રથમ બે પાયાના અંતે ઉપયોગની સંપૂર્ણ, શુદ્ધતા પ્રાપ્ત કરી લે છે. અહીં જીવની સાધના પૂર્ણ થઈ જાય છે. છબસ્થ અવસ્થા નાશ પામે છે (વિયદૃછ૩મા). જીવ સર્વજ્ઞ અને વીતરાગ બને છે. સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરતાં મન, વચન, અને કાય-યોગનો પણ નાશ થાય છે. જીવ સદા શુદ્ધ ઉપયોગમાં સાદિઅનંતભાંગે પરમસુખમાં વર્તતો રહે છે. સર્વેજીવો ઉપયોગની શુદ્ધતાને પામો, સર્વે જીવો મુક્તિપદને વરો Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પરિશિષ્ટ-૧ શ્રીતત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૫ મૂળ સૂત્રો અને અર્થ મનવાયા થÍથHવાશપુદ્રતા: III અર્થ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવકાય છે. વ્યાજ પીવા આરા (ધર્મ, અધર્મ, આકાશ, પુગલ આ ચાર) અને જીવો (આ પાંચ) દ્રવ્યો છે. નિત્યવસ્થિતાપાnિ I સૂ-રૂ છે (પુદ્ગલ સિવાયના પાંચ દ્રવ્ય) નિત્ય છે, સ્થિર છે અને અરૂપી છે. પUT: પુરાતા | સૂ-૪ ને પુગલો રૂપી હોય છે. અર્થાત્ સ્પર્શ, રસ, ગંધ અને રૂપવાળા છે. માશાજ દ્રવ્યા છે સૂ-૧ | આકાશ સુધી વર્ણવેલા દ્રવ્યો (ધર્મ, અધર્મ, આકાશ) એક છે એટલે કે જેના બે ભાગ ન થઈ શકે તેવા સંપૂર્ણખંડો છે. (One Continuum)) નિય િવ . ટૂ-૬ | ધર્મ, અધર્મ અને આકાશ નિષ્ક્રિય છે. એટલે કે તેઓ એક સ્થાનેથી બીજે સ્થાને ગતિ કરવા સમર્થ નથી. असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥७॥ जीवस्य च ॥८॥ અર્થ : ધર્મ, અને અધર્મ દ્રવ્યના પ્રત્યેકના અસંખ્ય પ્રદેશો હોય છે. (૭) જીવના પણ તેટલા જ પ્રદેશ છે. (૮) કાળાશયાનન્તા: III સંઘેરાસંધ્યેયપુદ્ગલ્લાનામ્ ૨૦ના સર્વ આકાશના અનંતા પ્રદેશો છે. (૯) પુદ્ગલ દ્રવ્યના પ્રદેશો સંખ્ય, અસંખ્ય અને અનંત છે. (૧૦) Page #405 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૩૭૭ નાળો: આશા અણુના પરિણામી કારણ હોય તેવા, દ્રવ્યરૂપ પ્રદેશો હોતા નથી. નવાડવ'દિઃ આધેય (રહેનારા દ્રવ્યો)ની સ્થિતિ લોકાકાશમાં જ છે. થ યોઃ ત્રે શરા ઘર્મ, અને અધર્મ, આ બે દ્રવ્યો સમગ્રલોકાકાશમાં વ્યાપીને અને એકબીજામાં અંતે પ્રવેશ પામી રહેલા છે. પ્રવેશાલિવુ માન્યઃ પુલ્લાનામ્ 8ા પુદ્ગલપદાર્થોનો અવગાહ (આકાશના) એક પ્રદેશ વિગેરેમાં ભજનાથી (વિકલ્પ) હોય છે. સંયેયમા+Irfપુ નીવાનામ્ II જીવોનો અવગાહ લોકના અસંખ્યામાં ભાગ, વગેરેમાં હોય છે. પ્રાસંદા વિસTખ્યાં પ્રવીણવત્ દ્દા જીવના પ્રદેશો, દીપકના પ્રકાશની માફક સંકોચન અને પ્રસારણ પામે છે. ગતિસ્થિત્યુપદી થHથર્મયોપાર. ૨૭ના જીવ અને પુદ્ગલ પદાર્થને ગતિ અને સ્થિતિ (સ્થિરતા) કરવામાં ધર્મ અને અધર્મ દ્રવ્યનો ઉપકાર (સહાયકપણું) છે. કાશીવાદ ૨૮ાા આકાશનું કાર્ય બીજા દ્રવ્યોને જગા આપવાનું છે. શરીરવીનઃ પ્રાણાયાના પુત્રાના શા (૧) (ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મસ આ પાંચ) શરીર (૨) વાણી (શબ્દ, અવાજ) (૩) મન (વિચાર) અને (૪) શ્વાસોચ્છવાસ, આ પુદ્ગલોનો ઉપકાર છે (અર્થાત તે ચારે ય પૌલિક છે.) સુ ગવિતરોપાશ્ચ ર૦ તથા સુખ, દુઃખ, જીવન અને મરણ એ પણ પુગલોનો ઉપકાર છે એટલે કે, આત્મા સુખાદિ પુદ્ગલ દ્વારા અનુભવે Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ છે. જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પરસ્પરોપગ્રહો નીવાનામ્ ॥૨॥ જીવો પરસ્પર એકબીજા પર અનુગ્રહ કરે વર્તનાળિામયિાઃ પરત્વાપરત્વે આ જાતસ્ય ારા કાળનું કાર્ય (૧) વર્તના (પદાર્થનું અસ્તિત્વ જાળવી રાખવું તે) (૨) પરિણામ (પરિવર્તનો કરવાં તે) (૩) ક્રિયા (સ્થળાંતર આદિ સઘળા કાર્યો) અને (૪) પરત્વ (પહેલા પણુ અથવા જૂના પણ) અને અપરત્વ (પછી પશુ અથવા નવાપણુ) જાળવવામાં સહાય કરવું તે છે. છે. સ્પર્શ રસાન્ધવર્ણવન્તઃ પુદ્દાઃ ।।૨રૂ। પુદ્ગલો (ના મુખ્ય ચાર લક્ષણો છે.) સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે. शब्दबन्धसौक्ष्म्यस्थौल्यसंस्थान મેતમછાયાડડ્સપોદ્યોતવન્તશ્રુ ।।૨૪। (૧) શબ્દ, (૨) બંધ, (૩) સૂક્ષ્મતા, (૪) સ્થૂલતા, (૫) સંસ્થાન (આકાર), (૬) ભેદ, (૭) અંધકાર, (૮) છાયા, (૯) આતપ અને (૧૦) ઉદ્યોત આ સર્વે, ૧૦ પુદ્ગલોના પરિણામ છે. અળવઃ સ્થાન્ન ર। પુદ્ગલો બે પ્રકારે છે. અણુંઓ અને સ્કંધો. સંઘાતમેતે ઉત્પદ્યન્તે રદ્દ।। સંઘાતથી, ભેદથી, અને સંઘાત-ભેદ ઉભયથી સ્કંધની ઉત્પત્તિ થાય છે. મેવાવનુઃ ।।૨૭।। પરમાણું ભેદથી જ ઉત્પન્ન થાય છે. (સંઘાતથી નહિ ) મેવસંધાતામ્યાં ચાક્ષુષા: ॥૨૮॥ ભેદ અને સંઘાત ઉભયથી ઉત્પન્ન થયેલા સ્કંધો જ ચાક્ષુષ (ચક્ષુથી જોઈ શકાય તેવા) બને છે. (ચક્ષુ ઉપલક્ષણ હોવાથી પાંચેય ઇન્દ્રિયોથી જાણી શકાય તેવા સમજવું.) ઉત્પાવ્ય પ્રૌવ્યયુ સત્ ર્॰ા ઉત્પાદ (ઉત્પત્તિ) વ્યય (નાશ) અને ધ્રૌવ્ય સત્ કહેવાય છે. (સ્થિરતા) યુક્ત હોય તે Page #407 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૩૭૯ તતાવાર નિત્યં રૂપાસેના (પૂર્વના સૂત્રમાં જે સતનું સ્વરૂપ બતાવ્યું તે સત્નો જે) ભાવ (એટલે સ્વરૂપ, સત્ નું સ્વરૂપ, ઉત્પાદાદિ-૩, તેમજ તેનું મૂળભૂત સ્વરૂપ, આંતરિકસ્વભાવ છે, તે) નો ફેરફાર ન થવો (૩ ગુણધર્મો સતત વર્તતા રહે), તેને નિત્ય કહેવાય છે. મર્પિતાના સિદ રૂશા અર્પિત (વ્યવહાર) અને અનર્પિત (નિશ્ચય)થી દ્રવ્યની સિદ્ધિ થાય છે. ત્રિરુક્ષત્નીઃ પુરા (પુગલ પરમાણુઓ) સ્નિગ્ધ, અને રૂક્ષ સ્પર્શવાળા હોવાથી (પરસ્પર સ્પર્શેલા હોય તો) બંધ થાય છે. સૂત્ર-૨૩ ન નન્ય[UTIનામ રૂ જઘન્યગુણ સ્નિગ્ધ, તેમજ જઘન્યગુણ રૂક્ષ, આવા પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. સૂત્ર-૩૪ મુસાચ્ચે સશાનામ્ રૂકા ગુણની સમાનતા હોય ત્યારે સદેશનો બંધ ન થાય. સૂત્ર-રૂપ ચિધિમુIIનાં તુ રૂપા પરંતુ જો સદેશ (સ્નગ્ધ-સ્નિગ્ધ, અને રૂક્ષરૂક્ષ) પુદ્ગલો બે (વિગેરે) અધિક ગુણઅંશવાળા (ગુણવૈષમ્ય બે કે તેથી અધિક) હોય તો, તે સદેશ પુદ્ગલોનો પણ બંધ થાય છે. સૂત્ર-રૂદ્દ વિન્ચેસfથ પરિણામ ૨ રૂદ્દા પુલોનો બંધ થયા બાદ, સમ અને અધિકગુણ (સ્નિગ્ધ કે રૂક્ષ કોઈપણ), અનુક્રમે સમ અને હનગુણને પોતાનારૂપે પરિણાવે છે. TUાપર્યાયવત્ દ્રવ્યમ્ આપ-રૂકા જેમાં (સદા સ્થાયી) ગુણો અને (ક્રમસર થનારા) પર્યાયો હોય તેને દ્રવ્ય કહેવાય. #ાનશ્રેત્યે રૂટકેટલાક આચાર્યો કાળને પણ દ્રવ્ય કહે છે. સોડનત્તસમયઃ રૂશા કાળ અનંત સમયવાળો છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન દ્રવ્યશ્રયા નિન TUT: loiાજે દ્રવ્યમાં સદા રહેતા હોય અને સ્વયં ગુણોથી રહિત હોય તે ગુણ. તદ્દમાવઃ પરિણામ ૪. તેઓનો (એટલે કે દ્રવ્યોનો અને ગુણોનો) જે ભાવ (પોતાનું સ્વરૂપ) તે પરિણામ કહેવાય. ૩નારિરીતિમાં ઝરા તે પરિણામ, અનાદિ અને આદિમાન છે. રૂપિષ્યામિન ઇરા રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામ હોય છે. યોજાયોનો નીવેષ ૪૪ જીવોમાં યોગ અને ઉપયોગ એ બે પરિણામ આદિ માન છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુહરીપાર્શ્વનાથ ભગવાન, ટીંટોઈ તીર્થ તા. મોડાસા, જિ. અરવલ્લી ગુજરાત. પીન - ૩૮૩૨૫૦ ફોન નં. ટ્રસ્ટી – ૯૪૨૭૩૬૮૭૫૪ પેઢી – ૯૪૨૯૧૭૭૪પ૭ મુહરિપાસ દુહ દુરિઅ ખંડણ” - પદ વડે શ્રી જગચિંતામણિ ચૈત્યવંદનમાં સ્તુતિ કરાયેલા - ૨૫00 વર્ષથી અધિક પ્રાચીન ૩૩ ઈંચના ભવ્ય પ્રતિમાજી - ૧૦૮ પાર્શ્વનાથના નામમાં જેની ગણના થાય છે. - વર્તમાનના શામળાજી પાસે મેશ્વો ડેમના કિનારે પ્રાચીન દેવની મોરી નગરની ધરતીમાં ભંડારાયેલા સ્વપ્ન આપી વિ.સં. ૧૮૨૮માં ટીંટોઈમાં પધાર્યા - વિ.સં. ૧૯૧૨ વૈ.સુ.પના મંદિરમાં પ્રતિષ્ઠિત થયા. શ્રાવક-શ્રાવિકા આરાધના ભવન – યાત્રિક ભવન - કાયમી ભોજનશાળાની વ્યવસ્થા છે. - કાયમી પોષદશમીના અઠ્ઠમ થાય છે. ટીંટોઈ કેવી રીતે પહોંચશો ? અંબાજી કુંભારિયા મોટાપોશીના &ાપાશ્વનાથ ત.) પાલનપુર . • ઉદેપુર પ૦ કિ.મી. ૬૦ કિ.મી. ૬૦ કિ.મી. • તારંગા શ્રીયંતિતામ) 130 કિ.મી. નાનાપોશીના 9 સ્વરૂપn)/ શ્રીજઝન ય.) કેસરીયાજી 30 કિ. મી. ૩૦ કિ.મી. મહેસાણા જ વીજાપુર ૪૦ કિ.મી. ૪૦ કિ.મી. ૩૦ કિ.મી. / હિંમતનગર E ગsiદર, શામળાજી | ૧૦સી. . પી. ટીંટોઈ-મુહરી પાર્શ્વ તીર્થ - ૧૦ કિ. મી. મોડાસા સરડોઈ લે 'IF') ૦ર ૭૦ કિ.મી.) ૧૭ કિ.મી. | NH No.8 પ૨ કિ.મી. ધનસુરા ૩૦ કિ.મી. દહેગામ અમદાવાદ Page #410 -------------------------------------------------------------------------- ________________ * પુસ્તકની ઝલક 2 વઘુસાવો ધમો (વસ્તુનો મૂળભૂત સ્વભાવ અને ધર્મ કહેવાય) આત્માનો મૂળભૂત સ્વભાવ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ છે. તેને પ્રાપ્ત કરવા માટે સંસારી આત્માને સંસારમાં જે કાંઈ કરવાનું થાય તે પણ કારણરૂપ ધર્મ છે. (પ્રસ્તવાના) વર્તમાન વિજ્ઞાને વિશ્વના ઘટકભૂત દ્રવ્યો મધ્યના એક પુદ્ગલદ્રવ્યના પણ અનેક વિભાગો મધ્યે એકમાત્ર ઓદારિક વર્ગણા (પૃ. ૪૮)ના પુલસ્કંધોના કેટલાક અંશોના ગુણધર્મો પ્રયોગો દ્વારા શોધ્યા છે. (લેખકની વાત) lum આધ્યાત્મિક સાધનાજ જગતના રહસ્યોના પૂર્ણજ્ઞાન સુધી પહોંચાડે છે. (પૃ.૮) In આત્માનું પરિપૂર્ણ ઐશ્વર્ય જેમણે પ્રાપ્ત કર્યું હોય તે ઈશ્વર (પૃ.૧૯) Iup આકાશ, સર્વત્ર સમાન છે. (પૃ. 31, 35) In “પુગલ’ શબ્દનો અર્થ :- પુ= પૂરણ. ગલ = ગલન In જે “કંઈ નથી” (અભાવ-શુન્ય) તે, ક્યારે ય “કંઈ બની શકતું નથી. અથવા કંઈક હોય તે, ક્યારેય “કંઈ ન હોય' એવું (અભાવ શૂન્ય) બની શકતું નથી. (પૃ.૬૧) In દરેક વસ્તુ પર્યાય (અવસ્થા)રૂપે ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે. પરંતુ બંને અવસ્થામાં મૂળભૂત વસ્તુ દ્રવ્યરૂપે સ્થિર પણ રહે છે. (પૃ. 94). I પદાર્થનું ઊર્જામાં, અને ઊર્જાનું પદાર્થમાં રૂપાંતર સતત સૃષ્ટિમાં ચાલું છે. (પૃ.૧૪) Im, તેજસ શરીર અને કાશ્મણ શરીર પદ્ગલિક હોવા છતાં સૂક્ષ્મ પરિણામી હોવાથી અદશ્ય અને વજનરહિત છે. (પૃ. 186). In ભૌતિક વિજ્ઞાન એક સારી કીડી પણ, કદી બનાવી શકશે નહિ. (પૃ. 199)