________________
(૪૦) સૂત્ર - ૧૯ - મન, અને વિચાર પણ પૌલિક છે.
૨૨૫ આકૃતિઓ રચાઈ જાય છે. જે ચક્ષુગોચર નથી હોતી પરંતુ તેના તરંગોની અસર વાતાવરણમાં થાય છે. મન:પર્યવજ્ઞાનની લબ્ધિવાળો આત્મા મનની રચાયેલી આકૃતિઓ (ચિત્ર રચના)ને જોઈને માણસના મનના વિચારને બહુ જ સ્પષ્ટ રીતે જાણી શકે છે.
મંત્રોના જાપ દ્વારા સંકલ્પબળથી ઉદ્ભવતા વિશિષ્ટ તરંગોની પ્રબળતા દ્વારા, દેવોનું આકર્ષણ થતું હોવાની માન્યતા છે. સ્વપ્નમાં જુદી જુદી આકૃતિઓ માણસ જુએ છે, તે વિચારોનું જ સ્વરૂપ છે. સ્વપ્ન આવવાના ૯ કારણોના પ્રકારોમાં, વિચારોથી આવેલા સ્વપ્નના પ્રકારમાં આવા આભાસ સમજવા. ચિત્રારૂપે થયેલા મનોવર્ગણાના પુલસ્કંધોના તરંગો વિસ્તાર પામે છે અને આસપાસ ફેલાય છે. એ તરંગોને વિસ્તારવામાં, અને તેઓના પ્રકંપનમાં, વિચાર કરનારની વિચારશક્તિ, એકાગ્રતા અને ઇચ્છાશક્તિ મુખ્યભાગ ભજવે છે. -- શબ્દની જેમ, મનના વિચારના પુગલોને પકડીને અંકન કરાય તો, મનના વિચાર પણ ચિત્ર દ્વારા જોઈ શકાય. (જુઓ પૃ. ૯૩)
ભાષા કરતાં પણ અતિસૂક્ષમ વિચારના પુગલસ્કંધો છે. જો તેને કોઈ ઉપકરણ દ્વારા પૂરતા પ્રમાણમાં પરિવર્ધિત કરીને મોટા કરી શકાય તો, શબ્દ અંકનની જેમ, તે વિચારોનો પણ આલેખન થઈ શકે. તેને T.Vના પડદા પર ઉતારીને જોઈ શકાય. તેની અનેક આવૃત્તિઓ કરી (અનેક સ્વરૂપો બનાવી) અનેક સ્થળે એક સાથે બતાવી શકાય. એટલે કે તમારા મુખથી નહિ બોલાયેલા મનના વિચારો પણ પ્રદર્શિત કરી શકાય. પકડાઈ જાય. Lie detector દ્વારા આ કંઈક અંશે શક્ય બન્યું છે. ' - અનુત્તરવાસી દેવો, શ્રી તીર્થંકરભગવાન સાથે મનથી વાત કરે છે -
વિચારેલા મનોવર્ગણાના પુદ્ગલોથી દૂર સુધી સંદેશો મોકલવાની વાત શાસ્ત્રોમાં વર્ણવી છે. દેવલોકમાં સૌથી ઉર્ધ્વમાં રહેલા અનુત્તરવિમાનમાં વસનારા દેવો સ્વાભાવિકપણે જ ૩૩ સાગરોપમના