________________
૨ ૨૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
(૪૦) સૂત્ર - ૧૯ :- મન, અને વિચાર પણ
પૌદ્ગલિક છે.
-> ૭મી મનોવર્ગણાના પુગલસ્કંધોથી વિચારવાની ક્રિયા થાય છે. - શબ્દની જેમ વિચારના પુગલોને પકડીને અંકન કરી શકાય તો
મનના વિચાર પણ, ચિત્ર દ્વારા જાણી શકાય. -- જેને કંઈ કરવાનું બાકી નથી, અને કંઈ જાણવાનું બાકી નથી તેને
વિચારવાનું હોતું નથી. – મગજ અને આત્મા.
(શી વામનઃ પ્રાણાપના: "ાતાનામ્ III)
જીવોના પાંચ પ્રકારના શરીરો અને વાણી (શબ્દ)ને જણાવ્યા પછી, હવે મન પણ પુદ્ગલનો પ્રકાર છે, તે જણાવે છે.
> ૭મી મનોવર્ગણાના પુદ્ગલસ્કંધોને મન:પર્યાતિવડે ગ્રહણ કરીને, પરિણાવીને, છોડવા તે વિચાર છે -
(૩) મન- પુદ્ગલપદાર્થની ૮ પ્રકારની વર્ગણાઓ પૈકી, ૭મી મનોવર્ગણા છે. સંજ્ઞી (મનની શક્તિવાળો) પંચેન્દ્રિયજીવ, મન:પર્યાપ્તિ નામના સાધનવડે મનોવર્ગણાના પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરી, મનરૂપે પરિણમાવી (એટલે કે જેવો વિચાર કરવો હોય તેવા આકાર રૂપે ગોઠવી)ને છોડે છે. આવી રીતે તેના આલંબન (આધાર)થી તે વિચાર કરી શકે છે. મનોવર્ગણાના પુદ્ગલોને વિચાર મુજબના ચિત્ર રૂપે ગોઠવે છે, અને છોડે છે. મન દ્વારા આ ક્રિયા સતત ચાલતી રહે છે. વ્યક્તિ જેવો વિચાર કરે છે તેવા પ્રકારના ચિત્રરૂપે તે પુદ્ગલો રચાઈ જાય છે. મનપર્યાપ્તિની આ શક્તિ છે. માણસના ચિંતન, મનન દ્વારા મનોવર્ગણાના પુદ્ગલસ્કંધોની