________________
(૩૯) સૂત્ર - ૧૯ - શબ્દ, એ પુદ્ગલનો પ્રકાર છે.
૨૨૩
એટલું જ નહિ, સંપૂર્ણ રીતે તે બીજી સર્વ પદ્ધતિઓથી સ્વતંત્ર છે. મૂળમાં જે અર્થમાં હાલમાં સામાન્ય રીતે અર્થઘટન કરવામાં આવે છે તે અર્થમાં જૈન ધર્મ અનાદિ અને આદિ આર્ય છે એટલું જ નહિ, તે અતિપૂરાણો અને સંપૂર્ણ રીતે નિરાળી અસ્મિતા ધરાવતો ધર્મ છે. બેરીસ્ટર સી.આર.જેન, જૈન ધર્મ, હિંદુ ધર્મથી ફંટાયેલો છે એ સિદ્ધાંતનું સફળ રીતે ખંડન કરતાં એવો નિર્ણય તારવે છે કે, “આમ પવિત્ર તીર્થકરોનો સંપ્રદાય, જૈન ધર્મ, ક્રાંતિકારી હિંદુ ધર્મનું સંતાન નથી એટલું જ નહિ, હકીકતમાં તે નિઃશંક રીતે પ્રાચીન સંપ્રદાય છે. અને જો કદાચ કંઈક ઉછીનું લેવામાં આવ્યું હોય તો તે ઊલટું સામે પક્ષે થયું છે.
પ્રાધ્યાપક જેકોબી કહે છે, “ઉપસંહારમાં મને મારી શ્રદ્ધા ભારપૂર્વક જણાવવા દો કે બીજી સર્વ પદ્ધતિઓ કરતાં જૈન ધર્મ એ મૌલિક તદ્દન નિરાળી અને સ્વતંત્ર પદ્ધતિ છે, અને તેથી તે પ્રાચીન ભારતમાં પ્રવર્તમાન તાત્ત્વિક વિચારસરણી અને ધાર્મિક જીવનના અધ્યયન માટે ખૂબ જ અગત્યની છે.” (જૈનોનું તત્ત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર જેએ.)
– દયા બધા ઉપર હોય, જ્યારે સેવા મર્યાદિત હોય.
માતા પિતાને ઉપકારી નહિ માનનારને ધર્મનો ઉપકાર સમજાવવો
કઠીન છે. – માતા, પિતા અને વડીલ એ સેવ્ય છે. પણ પત્ની, પુત્ર અને આશ્રિત,
એ સેવ્ય નથી. આટલો વિવેક સેવા કરનારે કરવો જોઈએ. > જેના ઉપર પૂજ્યભાવ હોય, તેને માટે ઘસાવાનું મન હોય જ! – ત્યાગ કરવો હજી સરલ છે, પણ વિરાગ આવવો કઠીન છે. – આત્માના ગુણો પુરુષાર્થથી જ મળે, પણ ભાગ્યથી ન મળે.
- પૂ.આ.વિજયરામચન્દ્રસૂ. મ.