________________
૨૨૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન દીર્ઘજીવનકાળ દરમિયાન કયાંય સ્થળાંતર કરીને જતા નથી. તત્ત્વચિંતનમાં જ જીવન પસાર કરે છે. તે દેવોને મનમાં કોઈ સંશય ઉદ્ભવે તો, તેઓ પૃથ્વીલોકમાં વિચરતા શ્રી તીર્થંકરભગવાનને મનથી પૃચ્છા કરે છે. એટલે કે ઉદ્ભવેલા સંશયને મનોવર્ગણાના પુલો દ્વારા ગોઠવે છે. કેવલજ્ઞાની શ્રી તીર્થંકરભગવાન ગોઠવાયેલા તે પુગલોના આકારને જાણીને, તેઓના પ્રશ્નનો જેવો ઉત્તર હોય તેવા આકારે મનોવર્ગણાના પુગલોને ગોઠવીને તેઓને ઉત્તર આપી દે છે. એટલે કે તે દેવોને, તે ગોઠવેલા મનોવર્ગણાના પુદ્ગલોને પોતાના અવધિજ્ઞાન વડે જોઈને, સમાધાન મળી જાય છે. આ રીતે તેઓ મનોમન વિચારવડે શંકાસમાધાનની આપ-લે કરે છે.
કેવલજ્ઞાની શ્રી તીર્થકર ભગવાનને વિચારવાનું હોતું નથી, તેથી વિચારવા માટે મનનો ઉપયોગ કરવાની જરૂર હોતી નથી. પરંતુ અનુત્તરવાસીદવોના શંકાના સમાધાન માટે, તેઓ આ રીતે મનનો ઉપયોગ કરે છે. આ સઘળી વાતો મનપર્યાપ્તિ એટલે વિચારવાનું ઉપકરણ પણ પૌગલિક છે, અને વિચારવાની ક્રિયા એ પણ પીદ્ગલિક છે, ભૌતિકક્રિયા છે. તે વસ્તુને બહુ સારી રીતે દર્શાવે છે. - જેને કંઈ કરવાનું બાકી નથી, અને કંઈ જાણવાનું બાકી નથી તેને વિચારવાનું હોતું નથી:
સંશી (મનસહિત) પંચેન્દ્રિયજીવ દેવ, નરક, મનુષ્ય, પશુ, પક્ષી આદિ છે. તે જીવોમાં દરેક સમયે વ્યક્ત કે અવ્યક્ત, સ્પષ્ટ કે અસ્પષ્ટ વિચારવાની ક્રિયા સતત ચાલુ હોય છે. એકેન્દ્રિય પૃથ્વી, પાણી આદિના જીવોને પણ અવ્યક્ત મન અવશ્ય હોય છે. વિચાર કર્યા વિના જીવ રહી શકતો જ નથી. તેને વિચારવું ખૂબ જરૂરી પણ છે. પરંતુ વિચારવાનું કોને હોય? (૧) જેને કંઈક કરવાનું બાકી છે અને તેને માટે (૨) કંઈક જાણવાનું બાકી છે તેને. દા.ત. દૈનિક જીવન માટે સવારે ઉઠી સ્નાન,