SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) સૂત્ર - ૧૯ :- મન, અને વિચાર પણ પૌદ્ગલિક છે. ૨૨૭ દાતણ, નાસ્તો વિગેરેના વિચાર હોય છે. માસિક, વાર્ષિક અને યાવત્ સુદીર્ઘ જીવન માટે તેને અનુરૂપ આયોજન ગોઠવણ ક૨વા આદિના સુદીર્ઘ વિચારો હોય છે. દરેકમાં જે જે કાર્ય પૂરા થાય તેટલા પૂરતા વિચાર શાંત થઈ જાય છે, અને નવા કાર્યોની શૃંખલાના વિચારો ઉદ્ભવવા લાગે છે. જીવનના ઘણા બધા કામ જેને બરાબર સંપન્ન થઈ ગ્યતામાં ત થઈ જાય છે. ઘણા કાર્યો પૂરા થઈ જવાથી તેના વિચારોની ઘણી તાણ (Stress) હોતી નથી. છેલ્લું જીવન શાંતિમય લાગે છે. તેમ છતાં આત્મામાં પડેલી અવ્યક્ત વાસનાઓ વળી બીજા જન્મમાં જાગૃત થાય છે, અને તેને પૂરી કરવા ફરી વિચારોની શૃંખલા ચાલ્યા કરે છે. તેમાં વળી નવી વાસનાઓનો ઉમેરો થાય છે. કેટલાકને વૃદ્ધાવસ્થામાં વાસના અને મહત્વાકાંક્ષાઓ પૂરી ન થવાથી પણ વિચારોની તાણ હોય છે. આમ વિચારનો અંત નથી. જેને મોહજનિત વાસના (ઇચ્છા)ઓનો પરિપૂર્ણ નાશ થઈ ગયો છે તેથી (૧) કંઈ કરવાનું બાકી નથી, અને બધું જ જાણી લીધું છે માટે (૨) કંઈ જાણવાનું બાકી નથી. તેને વિચારવાનું કંઈ રહેતું નથી. તેથી સર્વકર્મ રહિત શ્રી સિદ્ધ પરમાત્માઓને વિચારવાની ક્રિયા હોતી નથી, તે આના પરથી સમજી શકાશે. અહીં એવું ન સમજવું કે વિચારરહિતતા, એ શૂન્યમનસ્ક કે જડ અવસ્થા છે. તે પ્રશંસનીય કેમ બને ? પરંતુ એવું નથી, ચેતનાની આ પૂર્ણ વિકસિત અવસ્થા છે, અપૂર્ણને વિચારવાની જરૂર પડે, પૂર્ણને નહિ. જેને વિચારવું જરૂરી હોય, ત્યારે વિચાર કરી ન શકે તેવા સંયોગોને શૂન્યમનસ્કતા કહેવાય. સિદ્ધ પરમાત્માઓને ભૂત, ભવિષ્ય, વર્તમાન સઘળું દરેક સમયે પ્રત્યક્ષ છે. શું બની ગયું, શું બની રહ્યું છે. અને શું બનાવાનું છે તે સર્વને જાણે છે, અને જૂવે છે, અને પોતાને શું કરવાનું છે તે પણ. તેથી વિચારવાની જરૂર જ નથી. શું કરવું છે તે મૂંઝવણના ઉકેલ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy