SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન માટે, આયોજન કરવા માટે, અને કંઈ યાદ કરવા માટે વિચારવાનું હોય. ત્યારે વિચાર ન મ્હરે તો જડતા આવી કહેવાય, પણ આવા પ્રયોજન ન હોય તો વિચારવાની જરૂર ખરી? જે નથી જાણતા તે જાણવા માટે વિચારવાનું હોય, બધું જ જાણે છે તેને વિચારવાનું હોય? અપૂર્ણને વિચારવાનું હોય પૂર્ણને વળી શું વિચારવાનું? સઘળું જાણવું, જોવું, અને તે જાણેલા અને જોયલામાં તટસ્થ રહી પોતાના ચૈતન્યમાં સદા સક્રિય રહી પૂર્ણતાને માણવું, આવું શ્રી સિદ્ધપરમાત્માઓનું સ્વરૂપ છે. તેથી તેમને વિચારવાનું હોતું નથી. અથવા તો વિચારરહિત અવસ્થા આપણે અત્યારે અનુભવી શકતા નથી માટે તે સમજવું કઠિન પડે છે. નવું નવું જાણવા માટે વિચારવું જરૂરી છે અને તે જ સક્રિયતા છે, આવું આપણે અનુભવીએ છીએ, માટે તે અવસ્થા સમજવી કઠિન પડે છે. વિચાર પૌદ્ગલિક છે, જયારે કેવલજ્ઞાન અપૌદ્ગલિક શુદ્ધચેતના છે. પ્રકાશ, જેમ દીપકનો સ્વભાવ છે, તેમ જ્ઞાન, એ આત્માનો ગુણ છે તેથી અરૂપી છે. - મગજ અને આત્મા :(મનને અંગે શ્રીપ્રભુદાસ બેચરદાસ લિખિત – શ્રીતત્ત્વાથભિગમસૂત્ર ભા-૨ પૃ. ૪૧-૪૨માંથી) . મગજ અને આત્માનો સંબંધ, એક જર્મન વિજ્ઞાનીની માન્યતા આધુનિક તબીબી વિજ્ઞાનમાં હવે મનુષ્યના આત્મા તરફ તબીબી વિજ્ઞાનીઓ ધ્યાન આપવા લાગ્યા છે, કારણ કે તબીબો હવે માને છે કે, રોગો માનસશાસ્ત્રીય રીતે મટાડી શકાય છે. અને માનસિક કારણોને લીધે રોગો ઉત્પન્ન થાય છે.” આ કારણો વિષે વિજ્ઞાનીઓ મગજ અને આત્મા વિષે વધુ ઊંડા વિચાર કરવા લાગ્યા છે. મગજ અને આત્મા વિષે અનેક સિદ્ધાંતો પ્રવર્તે છે. પરંતુ જયારે
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy