________________
૧૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
જે જોયું તે અંતિમ સત્ય હતું. તેમાં પરિવર્તનને અવકાશ ન હતો. તેમના સિદ્ધાંતો ત્રિકાલાબાધિત હતા, છે, અને રહેવાના. બધા પદાર્થોને જાણવા એ તેમનું અંતિમ ધ્યેય ન હતું. તેમનું ધ્યેય તો આત્માના પૂર્ણસ્વરૂપને જાણવું, જોવું, અને અનુભવવું તે હતું. તે પ્રાપ્ત થતાં જ પૂર્ણજ્ઞાન પ્રગટ્યું હતું. એ જ્ઞાનથી જાણીને, વિશ્વ-વિજ્ઞાન વિગેરેનું જરૂર જેટલું પ્રતિપાદન કર્યું હતું. તે, વર્તમાનમાં પ્રાપ્ત આગમ ગ્રન્થો અને તેના આધારે રચાયેલા પ્રકરણ ગ્રંથોમાં આજે પણ સંગ્રહાયેલું છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રનો પાંચમો અધ્યાય ઃ
પ્રસ્તુતમાં વિશ્વ-વિજ્ઞાનના વિષયમાં વિશ્વના ઘટકભૂત મૂળ ૬ દ્રવ્યોનું વર્ણન, શ્રીતત્ત્વાર્થસૂત્ર અધ્યાય-પના આધારે આપણે સમજીશું. આજથી ૨૦૦૦ વર્ષ પૂર્વે શ્વેતાંબર પરંપરામાં થયેલ શ્રીઉમાસ્વાતિ મહારાજે ૧૦ અધ્યયન ધરાવતો શ્રી તત્ત્વાર્થસૂત્ર ગ્રંથ રચ્યો છે. જૈન શાસ્ત્રોના તત્ત્વ જ્ઞાનના વિસ્તૃત અને અઢળક વિષયોનો એક જ ગ્રંથમાં સંક્ષેપ કર્યો હોય તેવો એકમાત્ર આ ગ્રંથ છે. તેના પાંચમા અધ્યાયમાં અજીવતત્ત્વનું વર્ણન છે. તેના પર આજ સુધીમાં સંસ્કૃતમાં અનેક વિવેચનો લખાયા છે. તેના ઉપરથી વર્તમાન વિજ્ઞાનના સંદર્ભમાં પ્રો. ઘાસીરામ જૈને Cosmology old and new અંગ્રેજી પુસ્તક લખ્યું હતું, જે સં.૧૯૭૫માં ભારતીયજ્ઞાનપીઠ દ્વારા પ્રકાશિત થયું હતું. વિજ્ઞાનની દૃષ્ટિએ અને વિજ્ઞાનની આંખે જોવા ટેવાયેલા વર્તમાન વર્ગને, જૈન દૃષ્ટિકોણ સમજવા ઉપયોગી બને તેવું જણાતાં પ્રસ્તુત વિવેચનમાં તે પુસ્તકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આધુનિક વિજ્ઞાને અબજો ડોલર, અપાર પરિશ્રમ અને કંઈ કેટલા હિંસક પ્રયોગો કરી જે તારણો કાઢ્યા, તેમાં સત્ય કેટલું અને જગતની ઉપકારકતા કેટલી એ સર્વથી અજાણ નથી. પ્રામાણિક સંશોધકોએ કબૂલ કર્યું છે કે, અમારી શોધો અંતિમતથ્ય નથી. જે જાણ્યું છે તેના કરતાં જાણવાનું અનેક ગણું બાકી છે. પુદ્ગલજગતના નવા નવા સિદ્ધાંતો જેમ