________________
૩૨૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
[ (૫૭) સૂત્ર-૩૭ - દ્રવ્ય, તેમજ ગુણ અને પર્યાય
– કોઈપણ દ્રવ્યનું સીધેસીધું પ્રત્યક્ષ થતું નથી. પરંતુ તેના ગુણો અને
પર્યાયો દ્વારા જ તે જણાય છે. - ઇન્દ્રિયોદ્વારા ગુણો અને પર્યાયો જ જણાય છે. દ્રવ્ય નહિ. -- ગુણ અને પર્યાય, બંનેનો આધાર દ્રવ્ય છે. - “સત્ અને દ્રવ્ય' બંનેના સ્વરૂપની તુલના. - પદાર્થ(દ્રવ્ય)ની યથાયોગ્ય વ્યાખ્યા કરવી આધુનિકચિંતકોને પણ
અઘરી લાગે છે.
गुणपर्यायवद् द्रव्यम् ॥५-३७॥
અર્થ - જેમાં (સદા સ્થાયી) ગુણો અને (ક્રમસર થનારા) પર્યાયો હોય તેને દ્રવ્ય કહેવાય.
આ જગતમાં સર્વેમળી પાંચ અસ્તિકાય દ્રવ્યો છે. તેનું વર્ણન કર્યું. હવે દ્રવ્યનું લક્ષણ શું તે જણાવે છે. લક્ષણ એટલે અસાધારણ ગુણધર્મ વસ્તુનો એવો ગુણધર્મ, જે તે વસ્તુવિના કયાંય ન રહેતો હોય, અને વસ્તુમાં અવશ્ય હોય જ. ગુણ પર્યાયવાળું આ દ્રવ્યનું લક્ષણ છે. ગુણો અને પર્યાયો દ્રવ્યમાં જ હોય છે. દ્રવ્યને છોડીને ક્યાંય ગુણો અને પર્યાયો રહેતા નથી. ગુણો = સદા સાથે રહેનારા. પર્યાયો = ક્રમસર થનારા હોય છે. બંને દ્રવ્યમાં જ હોય છે. = કોઈપણ દ્રવ્યનું સીધેસીધું પ્રત્યક્ષ થતું નથી. પરંતુ તેના ગુણો અને પર્યાયો દ્વારા જ તે જણાય છે :