________________
૧ ૨
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૩) ભૂમિકા - ત્રિપદી
[
|- ધર્મતીર્થની સ્થાપના અને શાસ્ત્રોની રચના – શાસ્ત્રોનો સાર ત્રિપદી.
અતિશયવંત શ્રી તર્થંકર ભગવાન:
વીતરાગ અને સર્વજ્ઞ શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા શાસ્ત્રોમાં, વિશ્વનું સ્વરૂપ, વિશ્વના ઘટકભૂત મૂળ છ પદાર્થો અને વિશ્વના સંચાલન આદિનું, ખૂબ સુવ્યવસ્થિત, અને તર્કસંગત, તેમજ અન્ય શાસ્ત્રોથી આગવું મૌલિક પ્રતિપાદન કરેલું છે. - શ્રી તીર્થંકરભગવાન સાધના કરી આત્મા પરથી અનાદિકાલીન ૮માંથી, ૪ ઘાતી કર્મોનો નાશ કરીને, કેવલજ્ઞાન-સંપૂર્ણજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત થતાની સાથે પૂર્વે ઉપાર્જન કરેલ તીર્થંકર નામકર્મ નામના પુણ્યકર્મના પ્રભાવથી ૮ પ્રાતિહાર્ય અને ૩૪ અતિશય પ્રગટે છે. જગતના જીવોને ચમત્કાર પમાડે તેવી અને અતિશયોક્તિ જેવી લાગે તેવી ભૌતિક અને આત્મિક ઋદ્ધિસિદ્ધિઓ તે અતિશય. દા.ત. (૧) ભગવાન સમવસરણમાં ઉપદેશ આપવા બેસે ત્યારે, પૂર્વ સન્મુખ બેસે. બીજી ૩ દિશામાં ભગવાન જેવા જ આબેહૂબ સ્વરૂપવાળા ૩ પ્રતિરૂપો દેવતાઓ બનાવી દે છે. તે મૂળસ્વરૂપના જેવા જ હાવભાવ આદિ ક્રિયાઓ કરતા હોય છે. જેથી જોનાર સાંભળનારને મૂળ શરીર છે તેવો જ આભાસ થાય છે. (૨) ભગવાન અર્ધમાગધી ભાષામાં, માલકૌંસ રાગમાં ઉપદેશ આપે, પણ દરેકને-પશુને પણ-પોતપોતાની ભાષામાં સમજાય છે, સાંભળવામાં અત્યંત રસ ઉપજાવે છે. એક સાથે અનેક જીવોના મનના પ્રશ્નોનું સમાધાન મળી જાય છે વિગેરે. આ અને