________________
૨૧૨
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વિશિષ્ટ તપસ્વી અને પુણ્યવંત, તેમજ અન્ય સઘળા પણ આત્માઓની આસપાસ તેજપૂંજ રચાય છે, જેને Aura કહે છે. તે તૈજસશરીરનું કાર્ય છે :
પુદ્ગલપદાર્થના સ્નિગ્ધ અને રૂક્ષ, સ્પર્શના આ બે ગુણોને કારણે વિધુત્ ઉદ્ભવે છે, તે હવે પછીના સૂત્રમાં જોઈશું (જુઓ પૃ. ૩૨૨) વર્તમાનવિજ્ઞાન તેને Positive ( + ધનભાર) અને negative - ઋણભાર) કહે છે. વિદ્યુતમાંથી વીજચુંબકીયક્ષેત્ર રચાય છે, તેવી રીતે તેઓ સજીવ પદાર્થનું જૈવિક-વીજ-ચુંબકીયક્ષેત્ર માને છે. તેને તેઓ આભામંડળ (Aura) કહે છે. શરીરની ગરમી અને ખોરાક પાચન, જે પૂર્વે જણાવ્યા છે, તે ઉપરાંત Aura પણ તૈજસશરીરનું જ કાર્ય સંભવે છે. શ્રી તીર્થંકર પરમાત્માના મુખના અત્યંત તેજસ્વી તેજપૂંજથી આંખો અંજાઈ ન જાય અને પરમાત્માનું મુખ સુખે કરીને દર્શનીય બને. તે માટે દેવો પરમાત્માના મસ્તક પાછળ ભામંડળ રચે છે. તે પરમાત્માના મુખના તેજને સંહરી લે છે, તે વાત શાસ્ત્રોમાં પ્રચલિત છે. ભામંડળ, એ પરમાત્માના પ્રકૃષ્ટ યોગસામ્રાજયના પ્રભાવથી ઉદ્ભવેલું, તેઓના તૈજસશરીરના પુદ્ગલસ્કંધોનું આ કાર્ય છે. અન્ય પણ કેટલાક વિશિષ્ટ તપસ્વી તેમજ તેવા પ્રકારના પૂર્વોપાર્જિત શુભકર્મવાળા પુણ્યવંત આત્માઓના તેજસશરીરનો વિશિષ્ટ વિકાસ થાય છે. તેનાથી વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેઓના આશીર્વાદ અને શ્રાપ ફળદાયી બને છે. શાસ્ત્રોમાં વર્ણવેલી શીતલેશ્યા અને તેજલેશ્યાની લબ્ધિ વિગેરે પણ તૈજસશરીરના કાર્ય છે. શ્રીમહાવીર ભગવાને બતાવેલી તપની વિધિ દ્વારા ગોશાલાએ તેજોલેશ્યાની લબ્ધિ સિદ્ધ કરી હતી, અને ભગવાન ઉપર જ તેણે તેનો પ્રયોગ કર્યો હતો, તે પ્રચલિત છે.
આ વિષયમાં વર્તમાન વિજ્ઞાન મુજબ (તેની વિગતો - આભામંડળ : એક સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક સંશોધન. લે. પં. શ્રી નંદીઘોષ વિજયજી ગણિ પુસ્તકના, પ્રકરણ-૨ના આધારે જોઈએ.) દરેક સજીવ પદાર્થોને આભામંડળ (Aura-વીજચુંબકીય-ક્ષેત્ર) હોય છે. તેની છબીઓ કિર્ડિયન