SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) સૂત્ર - ૨૦ :- જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ ૨૪૯ કર્મના મહિમા પર કટાક્ષ કરતાં નીતિશતકમાં પણ કહ્યું છે કે, જે કર્મે બ્રહ્માજીને જગતનું સર્જન ક૨વા કુંભારની જેમ બ્રહ્માંડરૂપી ભાજનસ્થાને નીમ્યા છે. વિષ્ણુને મહાસંકટવાળા દશ અવતાર રૂપ અટવીમાં નાખ્યા છે. રુદ્ર-મહાદેવને હાથમાં ખોપરી રાખીને ભિક્ષાર્થે ભ્રમણ કરાવ્યું છે. તથા સૂર્ય હરહંમેશ જે પ્રતાપે આકાશમાં ઘુમે છે, એ વાતે કર્મને નમસ્કાર હો !' સંસારમાં સર્વત્ર કર્મનું સામ્રાજ્ય છે. कृतकर्मक्षयोनास्ति, कल्पकोटिशतैरपि । ' अवश्यमेव भोक्तव्यम्, कृतंकर्म शुभाशुभम् ॥ (કરોડો કલ્પો યુગો ચાલ્યા જાય તો પણ, કરેલા કર્મનો ક્ષય થતો નથી. શુભાશુભકર્મ અવશ્ય ભોગવવું પડે છે.) → કર્મસિદ્ધાંતની વ્યવસ્થાને, વર્ગીકરણ કરીને નિશ્ચિત્ત વ્યાખ્યા ધરાવતા પારિભાષિક સંજ્ઞાઓવડે બહુસુંદર રીતે શાસ્ત્રોમાં સમજાવી છે ઃ જેવી રીતે ઔષધશાસ્ત્રમાં, તેના સિદ્ધાંતની વ્યવસ્થાને, નિશ્ચિત વ્યાખ્યાવાળા સાંકેતિક શબ્દોની પરિભાષા દ્વારા વર્ગીકરણ કરીને મુદ્દાસર સમજાવાય છે. તેવી રીતે કર્મસિદ્ધાંત બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યો છે. વર્તમાનમાં તે અમુક પ્રમાણમાં જ ઉપલબ્ધ છે. કર્મસિદ્ધાંતનું મૂળ દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં હતું. તે આજે અસ્તિત્વમાં નથી. ૧૨મા અંગની અંતર્ગત, ચૌદપૂર્વના ૪થા ભેદ કર્મપ્રવાદમાં, વિશાળ સાગર જેટલું શ્રુતજ્ઞાનનું સાહિત્ય હતું. તેમાંથી જેટલું પ્રાપ્ત થયું તેટલું પૂર્વાચાર્યોની પરંપરા દ્વારા શાસ્ત્રારૂઢ થયેલું છે. સંગ્રહાયેલા તે શાસ્ત્રો, અને તે દ્વારા રચાયેલા સાહિત્ય દ્વારા, કર્મવાદ-કર્મસિદ્ધાંતનું કંઈક સ્વરૂપ સમજવા મળે છે. જો કે તે પણ આજે જગતમાં આશ્ચર્ય ઉપજાવે છે. કરેલા કર્મનું ફળ, અવશ્ય તમને પ્રાપ્ત થાય છે. यथा धेनुसहस्त्रेषु वत्सो विन्दति मातरम् । तथा पूर्वकृत्कर्म कर्त्तारमनुगच्छति ॥
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy