SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કર્મે રામવસ્યા વનવાસે, સીતા પામે આળ કર્મે લંકાપતિ રાવણનું, રાજ થયું વિશાળ ચેતન ચેતીએ રે, કર્મ સમો નવિ કોય-૧ કર્મે કીડી કર્મે કુંજર, કર્મે નર ગુણવંત કર્મે રોગ, શોક, દુઃખે પીડિત, જન્મ જાય વિલપંત-૨ કર્મે વરસ લગે રિસહસર, ઉદક ન પામે અન્ન કર્મે વીરને જુઓ યોગમાં, ખીલા રોપ્યા કન-૩ કર્મસત્તા સમાન કોઈ બળવાન નથી. રામચન્દ્રજીને વનવાસ, અને સીતાજીને કલંક કર્મથી થયું. રાવણના તેવા કર્મથી તેનું રાજ્યવિખરાઈ ગયું. કીડી, કે હાથી, અથવા આત્મા જગતમાં ગુણવંત કહેવાય, તે કર્મનો પ્રભાવ છે. કર્મથી જ જીવનમાં રોગ, શોક અને પીડા પ્રાપ્ત થાય છે. શ્રી ઋષભદેવ ભગવાનને ૧ વર્ષ સુધી ભિક્ષામાં અન્ન પાણી ન મળ્યા, તે તેમણે પૂર્વે પશુઓને આહારમાં કરેલ અંતરાયનું ફળ હતું. વીરભગવાનને કાનમાં ખીલા ઠોકાયા ઇત્યાદિ સૌથી વધુ કષ્ટો આવ્યા, તે પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા કર્મોનું ફળ હતું. માટે એક સજઝાયમાં લખ્યું કે, સુર, નર, જસ સેવા કરે, ત્રિભુવનપતિ વિખ્યાત તે પણ કમેં વિટંબિયા રે, તો માણસ કઈ માત્ર આ જગમાં કોઈ નહિ, કર્મ વિટંબણહાર દાનમુનિ કહે જીવને, ધર્મ સદા સુખકાર રે, પ્રાણી ! મન ન આણો વિખવાદ, એ તો કર્મ તણા પ્રાસાદારે પ્રાણી આ રીતે કર્મપ્રભાવ સરળતાથી સમજાય અને જીવ સુખદ:ખમાં તટસ્થભાવને રાખી શકે તે માટે પ્રેરક બને એવું અઢળક સાહિત્ય જૈન શાસ્ત્રોમાં જોવા મળે છે. આ સઘળા પાછળ કાર્ય કરતી કાર્મણવર્ગણાના પુગલસ્કંધોની પ્રક્રિયા વૈજ્ઞાનિકદષ્ટિએ તર્કસંગત અને બુદ્ધિગમ્ય બને તેવું વિશાળ સાહિત્ય પણ છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy