SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન રહે છે. તે મુજબ વ્યવસ્થા ચાલ્યા કરે છે. અર્થાત્ તે સઘળામાં ચઢાવ ઉતાર આવતો નથી. જ્યારે ૧૦ કર્મભૂમિ (૫ ભરત + ૫ ઐરવત)માં ઉપરોક્ત આયુષ્ય શરીરની ઊંચાઈ આદિ સઘળામાં જેમ જેમ કાળ પસાર થાય તેમ તેમ અમુક કાળ સુધી વૃદ્ધિ, અને અમુક કાળ સુધી હાનિ થયા કરે છે. આવી રીતે આયુષ્યાદિની વૃદ્ધિ અને હાનિને કાળચક્રની પરિકલ્પના દ્વારા સમજાવવામાં આવી છે. જેમ કોઈ ચક્રનું પૈડું ફરે ત્યારે તેના આરા ક્રમસર ઉપર-નીચે થયા કરે છે, તેવી રીતે જે કાળમાં આયુષ્યાદિની ક્રમસર વૃદ્ધિ થાય, તે કાળને ચડતો કાળ કહેવાય છે. શાસ્ત્રીય પરિભાષામાં ઉત્સર્પિણીકાળ કહેવાય. છે અને હાનિ થાય, તે કાળને પડતો કાળ-અવસર્પિણીકાળ કહે . છે. તે બંને કાળખંડના ૬-૬ પૈડાના આરાની જેવા આરા કલ્પીને, કુલ ૧૨ આરાનું કાળચક્ર માનેલું છે. જ્યાં કાળચક્રની પરિકલ્પના મુજબની વ્યવસ્થા છે, તે ૧૦ કર્મભૂમિ, (પાંચ પ્રકારના ભરતક્ષેત્ર અને પાંચ પ્રકારના ઐરવતક્ષેત્ર મળીને થાય) છે. વર્તમાનમાં આપણે ૫ ભરતક્ષેત્ર પૈકીના, જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વસીએ છીએ. અવસર્પિણી (પડતા કાળ)ના ૬ આરા પૈકી હમણાં પમા આરામાં વર્તી રહ્યા છીએ. શાસ્રીય પરિભાષામાં આ પાંચમા આરાને દુઃષમકાળ, અથવા કલિકાલ કહે છે. પાંચમા આરાના ૨૧૦૦૦ વર્ષ છે, તેમાંથી (વિ.સં. ૨૦૭૨, વી૨ સં. ૨૫૪૩) ૨૫૪૬ વર્ષ થયા, ૧૮૪૫૪ વર્ષ બાકી છે. કલિયુગની સાર્થકતા : કલિયુગ એ પડતો કાળ છે દુષિત કાળ છે. જ્યાં ધર્મ આદિની હાનિ થતી રહે છે. તેમ છતાં કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય શ્રીહેમચન્દ્ર સૂ.મ. તેની વિશેષતાઓ બતાવતાં શ્રી વીતરાગસ્તોત્રમાં ફરમાવે છે કે, यात्राल्पेनापिकालेन त्वद्भक्तेः फलमाप्यते । कलिकालः स एकोऽस्तु कृतंकृतयुगादिभिः ॥
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy