________________
૫૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પારાને અમુક ઔષધિવડે ઘણા પુટ આપતાં પારામાં બુભુક્ષિત અવસ્થા ઉત્પન્ન થાય છે. તે સમયે તે સુવર્ણને ખાઈ જાય છે. (પોતાનામાં સમાવી શકે છે.) છતાં પારાનું વજન વધતું નથી. રેચક ઔષધિના પ્રભાવે પુનઃ સુવર્ણાદિ જુદા પણ પડી જાય છે. આગમગ્રંથ શ્રીસ્થાનાંગ વૃત્તિમાં પણ આવાત જણાવી છે.
अचिन्त्यात् द्रव्यपरिणामस्य यथा पारदस्यैकेनकर्षेण चारिताः सुवर्णस्य ते સાથે ભવન્તિ પુનર્વામિતી પ્રયોજાત સર્વતિ (શ્રી સ્થાનાંગવૃતિ)
અર્થ: દ્રવ્યના પરિણામની અચિત્યશક્તિ હોવાથી, પ્રયોગથી એક કર્ષપારામાં સાત કર્ષ સોનું એકમેક થઈ જાય, અને ફરી પ્રયોગથી વમન કરતાં સાતકર્ષ સોનું મળે.
આ કોઈ ચમત્કાર નથી, પણ પુદ્ગલનો વિશિષ્ટ કોટિનો ગુણધર્મ છે. જયારે કોઈપણ સ્કંધ સૂમપરિણામ નામના ગુણધર્મને પામે એટલે આઠમાંથી ચાર સ્પર્શવાળો થવાથી, તે અદશ્ય થાય છે, અને તેનું વજન પણ રહેતું નથી. જૈન શાસ્ત્રોમાં બે પ્રકારના પુદ્ગલસ્કંધો (molecules) બતાવેલા છે. (૧) બાદર પરિણામ સ્કંધ (અષ્ટ સ્પર્શી) (૨) સૂક્ષ્મ પરિણામ સ્કંધ, (ચતુઃ સ્પર્શી) બાદર પરિણામવાળા સ્કંધોમાં વજન હોય છે. જ્યારે તે જ સ્કંધ સૂક્ષ્મપરિણામ પામી જાય પછી તે વજનરહિત અને અદશ્ય બને છે. અહીં પ્રશ્ન થાય કે, વસ્તુ તે જ સ્વરૂપે વિદ્યમાન રહેવા છતાં તે અદ્રશ્ય અને વજન રહિત કેવી રીતે થઈ જાય ? પુદ્ગલના સૂમપરિણામી સ્કંધો વજન રહિત કેવી રીતે? :
આ વિષયને સમજવા માટે તેને થોડા વિસ્તારથી સમજીએ. પુદ્ગલ દ્રવ્યના મૂળભૂત પાંચ ગુણધર્મો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન છે. આ ૫ ગુણ ધર્મોમાં સ્પર્શના જે ૮ ભેદ છે, તેમાં પરસ્પર વિરોધી એવા ૪ જોડકા છે. (૧) મૃદુ - કઠીન (૨) લઘુ-ગુરુ (ભારે-હલકો) (૩) શીત - ઉષ્ણ (૪) સ્નિગ્ધ – રુક્ષ. બાદર પરિણામી (સ્થૂલ - જાડા અષ્ટસ્પર્શી)