SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ભૌતિક ક્ષેત્રમાં પણ ત્રિપદી વ્યાપક છે - વર્તમાનના ભૌતિકશાસ્ત્રની મૂળભૂત માન્યતા પણ આ ત્રિગુણ સ્વભાવને જ અનુસરતી છે. તેના મુજબ જગતમાં ભૌતિકપદાર્થનો કુલ જથ્થો સ્થાયી છે. પરંતુ એક ભૌતિકપદાર્થનું બીજા ભૌતિક પદાર્થમાં રૂપાંતર થાય છે. પાણીમાંથી વરાળ, પેટ્રોલમાંથી ધુમાડો, હાઈડ્રોજન અને ઓકસીજન બે વાયુના સંયોજનથી પાણી (H,0) ઈત્યાદિ ભૌતિકપદાર્થોના વિધવિધરૂપાંતરો જ છે. પૂલસ્વરૂપને mass અને સૂક્ષ્મસ્વરૂપને તેઓ energy કહે છે. mass માંથી energy (ઉર્જા) અને energy માંથી massમાં રૂપાંતર સતત થયા કરે છે. કોલસો બળે (mass ઘટે) એટલે અગ્નિ, પ્રકાશ અને ગરમી (energy વધે)માં રૂપાંતર પામે. આ વસ્તુ ત્રિગુણ સ્વભાવને જ પૂરેપૂરી રીતે જણાવે છે. આને આપણે વિસ્તારથી ચોથા પુદ્ગલદ્રવ્ય (ભૌતિક પદાર્થ)ના વર્ણનમાં જોઈશું. (જુઓ પૃ.૫૮થી ૬૬, ૨૯૭, ૩૬૪) શ્રી તીર્થંકર ભગવાન શાસ્ત્રોના બીજભૂત જે ત્રિપદીનું ઉચ્ચારણ કરી ગણધર ભગવંતોને શ્રુતકેવલી બનાવી ધર્મશાસનની સ્થાપના કરે છે તે ત્રિપદી કેટલી વ્યાપક છે? કેવા રહસ્યભૂત અને આશ્ચર્યકારી અર્થોથી ભરેલી છે ? આ ત્રણપદો રૂપ ચાવી દ્વારા જ્ઞાનનો ખજાનો ખોલી જગતના કલ્યાણ માટે જગત સમક્ષ પ્રકાશિત કરે છે. આ સઘળી બાબત શ્રી તીર્થંકરભગવાનના જ્ઞાનની ગહનતા અને સર્વજ્ઞપણાની સાક્ષી પૂરે છે. પુણ્યમાં એટલી સુખ આપવાની શક્તિ નથી, કે જેટલી ધર્મમાં સુખ આપવાની શક્તિ છે. > સમય કિંમતી છે, પણ સત્ય એથી ય વધુ કિંમતી છે. – સુખી થવાનો રસ્તો આવકમાં વધારો નહિ, જરૂરિયાતમાં ઘટાડો, છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy