________________
(૨૩) સૂત્ર-૧૧ - વિજ્ઞાનનો પરમાણું - Quark
૧૨૩ અનંતા નૈશ્ચયિક પરમાણુઓના સંયોજનથી બનેલો છે. તો પણ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. જે આંખથી દેખી શકાય (વર્ણ), કાનથી સાંભળી શકાય (શબ્દ), જીભથી સ્વાદ જાણી શકાય (રસ), નાકથી સુંઘી શકાય (ગંધ), અને શરીરના સ્પર્શથી જાણી શકાય (સ્પર્શ), તેને જ ઇન્દ્રિય ગ્રાહા કહેવાય છે. વળી અતિસંવેદનશીલ યાત્રિક સાધનો કે શસ્ત્રધારા પણ વ્યાવહારિક પરમાણું ગ્રાહ્ય ન બની શકે. આ રીતે બંને પ્રકારના પરમાણુઓ, તેમજ બીજા પણ ઘણા અનંતપરમાણુના સ્કંધો એવા હોય છે, જે ઇન્દ્રિય દ્વારા જાણી શકાતા નથી. તેનો અર્થ એવો નથી કે તેઓમાં વર્ણ, ગંધ આદિ નથી. સૂક્ષ્મથી માંડી વિશાળ કોઈપણ પુદ્ગલ (ભૌતિક) પદાર્થ માત્રમાં વર્ણાદિ-૪ અવશ્ય હોય જ છે. તે વર્ણાદિ અત્યંત ઓછા અંશમાં હોય તો ઇન્દ્રિયથી જણાતા નથી.
જગતના દરેક પરમાણુઓ, અને સ્કંધોમાં વર્ણાદિ ૪નું અંશપ્રમાણ પદ્ગણ હાનિવૃદ્ધિ દ્વારા વધઘટ થયા કરે છે. ઈન્દ્રિય ગ્રાહ્ય ન થઈ શકે તેટલા અંશે રહેલા વર્ણાદિ હોય તો ઇન્દ્રિયગ્રાહ્ય ન પણ થાય. વળી વર્ણાદિ ૪માંથી કોઈપણ એક, બે, આદિ કોઈ ઇન્દ્રિયથી જણાય, અને બીજા ન જણાય તો પણ, ચારે અવશ્ય હોય જ છે. અલ્પ અંશમાં કે અનુત્કટ હોવાથી તે તે ઇન્દ્રિય દ્વારા ન જણાય દા.ત. વાયુમાં સ્પર્શ જણાય છે. વર્ણ આંખથી જણાતો નથી, કારણ કે તે અલ્પ અંશમાં હોય છે. પુષ્પાદિમાંથી આવતી સુગંધના પુદ્ગલોમાં ગંધગુણ સિવાયના, બીજા વર્ષાદિગુણો અલ્પ માત્રમાં હોય છે, તેથી આંખથી દેખાતા નથી. પાણી અને વરાળનો વર્ણ દેખાય છે, પણ વિખરાઈ જાય પછી નથી દેખાતો. ઘરના ઓરડામાં રહેલી હવામાં ઝીણાં રજકણો હોય છે. જે સામાન્યથી દેખાતા નથી પરંતુ ઉપરના નળીયામાંથી આવતા તીવ્રપ્રકાશમાં પ્રકાશિત થવાથી દેખાય છે. આપણે જે ગંધ પારખી નથી શકતા તે કૂતરા પારખી શકે છે. ચોરના પગલામાં તેના ગયા પછી પણ હજુ ગંધ છે માટે જ તે પારખી શકે છે. તેની ગંધ ગ્રાહક ઈન્દ્રિય સતેજ છે.