________________
૨૩૧
(૪૧) સૂત્ર - ૧૯:- માનવનું મન
[ (૪૧) સૂત્ર - ૧૯ - માનવનું મન
].
- માનવીનું મગજ વિચારવાની ક્રિયા કરે છે, તેને વિજ્ઞાનીઓ
પડકારી રહ્યા છે. - માણસને મળેલા મનની ખામી પણ છે અને ખૂબી પણ છે. તે જેવું
બનવું હોય તેવું બનવા સ્વતંત્ર છે. - મન કેવું છે? “સહુમાંહેને સહુથી અળગુ - મન વિષે અન્ય ચિંતકો
(शरीर वाङ्मनः प्राणापनाः पुद्गलानाम् ॥१९॥)
જીવોના પાંચ પ્રકારના શરીરો, વાણી (શબ્દ-અવાજ-ધ્વનિ), તેમજ મન પણ, અને મનથી થતો વિચાર એ પણ પુદ્ગલની રચના છે. તે વિષે વધુ વિગત જોઈએ. » માનવીનું મગજ વિચારવાની ક્રિયા કરે છે તેને વિજ્ઞાનીઓ પડકારી રહ્યા છે :
જૈન તત્ત્વજ્ઞાનમાં વિચારવાનું સાધન (ઉપકરણ), અને વિચારવાની જીવની શક્તિ છે, તેને મન પર્યાપ્તિ કહે છે. તે મનઃપર્યાપ્તિ નામકર્મ નામના પુણ્યકર્મના પુદ્ગલસ્કંધોના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. તેનું સ્થાન મસ્તકમાં છે તેવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જૈનશાસ્ત્રોમાં નથી. વર્તમાનમાં નાનું મગજ અને મોટું મગજ, વિચારવા વિગેરેનું અને શરીરક્રિયાઓ માટે સંદેશા મોકલવાનું કાર્ય કરે છે. તેવી પ્રચલિત માન્યતા છે. પૃ. ૨૨૮-૩૦ ઉપર જોયું તે મુજબ જર્મન વિજ્ઞાનીની માન્યતા પણ તેવા પ્રકારની નથી.
હમણાં (ઈ.સ. ૨૦૧૪)ના જે અહેવાલો પ્રકાશિત થયા છે તે મુજબ, સ્વીડનમાં આવેલી “ઉમિયા યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે