________________
(૬૩) સૂત્ર - ૪૪ :- જીવના યોગ અને ઉપયોગ પરિણામ
૩૭૧
વિષયોમાં ઝડપથી મન ચાલ્યું જાય છે, ત્યારે અનુપયોગ દશા કહેવાય છે. ઘણીવાર વ્યક્તિ કે વસ્તુ સામે હોય પણ જીવના જ્ઞાનનું જોડાણ ત્યાં ન થાય તો જ્ઞાન થતું નથી. તે અનુપયોગ દશા છે. પરંતુ સાવ ઉપયોગ વગરનું મન (જીવનો ઉપયોગ બાહ્ય સાધન મન, અને ઇન્દ્રિયવડે જ પ્રવાહિત થાય છે) ક્યારેય હોતું નથી. તેથી જ ધર્મના વિષયમાં ઉપયોગ વગરની ધર્મક્રિયાને દ્રવ્યક્રિયા કહી છે. અનુવઓો ∞. ઉપયોગ સહિતની ધર્મક્રિયાને ભાવક્રિયા કહી છે. તે જ આત્માને વિકાસ કરવામાં સહાયક છે.
આદિમાન પરિણામ :
આ સૂત્રનું તાત્પર્ય એ છે કે જીવનો યોગ અને ઉપયોગ પરાવર્તન પામે છે. દ્રવ્ય અને તેમાં રહેલા ગુણ સ્થિર રહેતા હોય છે, પણ પર્યાયો (અવસ્થાઓ) બદલાયા કરે છે (પૃ. ૬૯થી ૭૧ ૩૨૮થી ૩૩૨). તે દ્રવ્યમાત્રનો સર્વસામાન્ય ગુણધર્મ છે. પ્રસ્તુતમાં જીવદ્રવ્યનો જ્ઞાન અને વીર્ય ગુણ સ્થિર રહે છે પણ તેના યોગ અને ઉપયોગ, એ પર્યાયો બદલાયા કરે છે. તેથી યોગ અને ઉપયોગ એ આદિમાન પરિણામ છે, તે આ સૂત્રમાં જણાવ્યું. જો કે પ્રવાહની અપેક્ષાએ તો તે પણ અનાદિમાન છે તે પૂર્વ (પૃ. ૩૭૭)ની જેમ સમજી લેવું.
જ્ઞાન, દર્શન, વીર્ય લબ્ધિ. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ :
-
જીવના જ્ઞાન, દર્શન અને વીર્ય ગુણના અંતિમ અવિભાજ્ય અંશો વિચારીએ તો તે અનંતા છે. સંસારી (છદ્મસ્થ) કોઈપણ જીવને એ ત્રણેના સંપૂર્ણ અનંત અંશોનો વધુમાં વધુ પણ અનંતમો ભાગ જ ખુલ્લો હોય છે. જોકે તે પણ અનંતઅંશ વાળો હોય છે. બાકીના, જે તેનાથી અનંતગુણ અંશો છે, તે હંમેશાં કર્મથી આવૃત્ત હોય છે. તે અંશોમાંથી જે જીવને વધુ વધુ અંશો ખૂલેલા હોય છે તેને ક્ષયોપશમની તીવ્રતા કે અધિકતા કહેવાય. તેને જ્ઞાનલબ્ધિ, દર્શનલબ્ધિ અને વીર્ય લબ્ધિ કહે છે. જે અંશો કર્મથી આવૃત્ત હોય છે, તેને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને વીર્યંતરાયનો ઉદય કહેવાય છે. તેની વધઘટ થયા કરે છે. જુદા જુદા જીવોમાં તેમજ એક જીવમાં પણ