SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન દ્રવ્યો છે. અજીવકાર્ય અને પ્રદેશની વ્યાખ્યા - જે પદાર્થો અજીવ છે, અને જેમને કાય’, અર્થાત્ “ઘણા પ્રદેશોનો સમૂહ” છે, તે અજીવકાય કહેવાય છે. જેમ કોઈપણ વસ્તુ, સૂક્ષ્મકણોનો સમૂહ છે તેને કાય કહેવાય છે. પ્રવેશવિવિઘદુત્વે વાયાં (જેમાં પ્રદેશો એવા અવયવો ઘણા હોય તેને કાય કહેવાય છે.) પ્રદેશ = પદાર્થનો નાનામાં નાનો અંશ, કણ, અંતિમ કણ. આવા ઘણા પ્રદેશો સંયોજન થવા દ્વારા ભેગામળી પદાર્થનો જથ્થો બનાવે, તેને કાય (પ્રદેશોનું સંયોજન) કહેવાય. તેથી અજીવકાય=ઘણા પ્રદેશોવાળો અજીવપદાર્થ. અસ્તિકાયની વ્યાખ્યા : અસ્તિ' એટલે વિદ્યમાન હોવું તે. અને “કાય” એટલે પ્રદેશોનો સમૂહ. તેથી અસ્તિકાય = જેનું અસ્તિત્વ હોય અને જે પ્રદેશના સમૂહથી બનેલ હોય. આ મુજબ ધર્મ, અધર્મ આકાશ અને પુદ્ગલ આ ચાર અસ્તિત્વ ધરાવે છે, અને પ્રદેશના સમૂહથી બનેલા છે, માટે તે ચારેયને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વિગેરે કહેવાય છે. જીવ પણ અસ્તિત્વ ધરાવે છે અને તે પણ પ્રદેશોનો સમૂહ છે. માટે જીવાસ્તિકાય કહેવાય છે. કાલને પ્રદેશોનો સમૂહ નથી માટે તેને અસ્તિકાય કહેવાતું નથી. અસ્તિકાય પાંચ થશે અને કાલ સાથે મળી કુલ ૬ દ્રવ્યો છે. આ વિષે આધુનિક વિજ્ઞાન જોઈએ. માર્ચ ૧૯૭૩ના “સાયન્સ ટૂડે'માં લોરેન્સ હોસ્ટમેન પ્રદેશ વિષે 279 } - Essentially there no such thing as an “infinitesimally small distance but that instead space itself is composed of huge number of very small (but finite) unit cells which can not be subdevided any way. (આકાશ પોતે હવે આગળ ઉપવિભાજિત ન થઈ શકે તેવા ઘણા કણોનું બનેલું છે.) વિશાળ સંખ્યાના ઉપવિભાજિત ન થઈ શકે તેવા ઘણા સૂક્ષ્મ કલલ(કણ) કહ્યા તે જૈન તત્ત્વજ્ઞાનની પ્રદેશની વ્યાખ્યાને અનુસરતા છે. ૧૯૬પમાં
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy