________________
(૨૧) સૂત્ર - ૭ અને ૮ :- સંખ્યાના ૨૧ પ્રકાર ૯ પ્રકારના અસંખ્યાત સંક્ષિપ્તમાં :
૧લું અસંખ્યાત = ઉત્કૃષ્ટ સંખ્યાત + ૧ (Fix Amount or Fix Digit) ૨જુ અસંખ્યાત = ૧લા અને ૩જા અસંખ્યાત વચ્ચેનું સર્વ પ્રમાણ જેના અસંખ્ય પ્રકારો થશે. (Variable Amount)
૧૧૩
૩જું અસંખ્યાત = ૪થું અસંખ્યાત – (minus) ૧ (F.A.)
૪થું અસંખ્યાત = ૧લું અસંખ્યાત x અભ્યાસગુણિત (F.A.)
(૧ આવલિમાં આટલા સમયો હોય છે. આવલિ’ એ જૈન તત્ત્વજ્ઞાનમાં નિશ્ચિત (ચોક્કસપ્રમાણના) કાળનું પારિભાષિક નામ છે. આજના કાળના માપ મુજબની ૧ સેકંડમાં આવી ૫૮૨૫થી કંઈક અધિક ‘આવલિ' થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, ૪થા અસંખ્યાતના પ્રમાણ કરતા ૫૮૨૫ ગણા જેટલા સમયો ૧ સેકંડમાં હોય છે. આજના વિજ્ઞાને ૧ સેકંડના ૧૦ કરોડમા ભાગથી પણ અધિક નાનો કાળખંડ શોધ્યો છે. તેના કરતાં અનેક ઘણો નાનો આ (આવલિકા) કાળખંડ છે. (આ અંગે વિશેષ કાળના વર્ણનમાં જુઓ લેખ ૬૧ પૃ.૩૬૦)
૫મું અસંખ્યાત = ૪થા અને ૬ઠ્ઠા અસંખ્યાત વચ્ચેનું પ્રમાણ જેના અસંખ્ય પ્રકારો થશે. (V.A.)
૬ઠ્ઠું અસંખ્યાત = ૭મું અસંખ્યાત—૧ (F.A.)
૭મું અસંખ્યાત = ૪થું અસંખ્યાત x અભ્યાસગુણિત (F.A.)
૮મું અસંખ્યાત = ૭મું અને મું અસંખ્યાત વચ્ચેનું પ્રમાણ, જેના અસંખ્ય પ્રકારો થશે. (V.A.)
૯મું અસંખ્યાત = ૧લું અનંત−૧ (F.A.)
[ 3 ] અનંત (Infinite) :
સંખ્યાનો આ ત્રીજો મુખ્ય ભેદ છે. તેના નવ પેટા ભેદ છે. અસંખ્યાતની જેમ તેના પહેલા ૨ ભેદ ‘પરીત્ત’ ‘યુક્ત’, અને ત્રીજો ભેદ ‘અનંત’ ગણવો. અને આ ત્રણેયના દરેકના જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એમ ૩ ભેદ સમજવા. આ રીતે ૩ × 3 = નવ ભેદ (પ્રકા૨) થશે. (જુઓ