SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કોઠો પૃ. ૧૧૧) આ દરેક પ્રકારોના સંક્ષિપ્ત નામ અને પ્રમાણ પણ પૂર્વના અસંખ્યાતાના પ્રકારોની જેમ જ છે. તે આ રીતે. ૯ પ્રકારના અનંત, સંક્ષિપ્તમાં : ૧લું અનંત = ૭મું અસંખ્યાત x અભ્યાસગુણિત. (F.A.) રજું અનંત = ૧૯ અનંત અને ૩જું અનંતની વચ્ચેનું સર્વપ્રમાણ. જેના અનંતા પ્રકાર થશે. (V.A.) ૩જું અનંત = ૯મું અસંખ્યાત x અભ્યાસગુણિત. (F.A.) ૪થું અનંત = ૩જું અનંત + ૧ (F.A.) પણું અનંત = ૪થું અનંત અને ૬ઠ્ઠ અનંત વચ્ચેનું સર્વપ્રમાણ. જેના અનંત પ્રકાર થશે. (V.A.) ક્હ્યું અનંત = ૩જું અનંત x અભ્યાસગુણિત (F.A.) X ૭મું અનંત = ૬ઠ્ઠું અનંત + ૧ (F.A.) ૮મું અનંત = ૭મા અનંતથી અધિક હોય, તે સઘળું ૮મું અનંત. (V.A.) તેના પણ અનંત પ્રકાર થશે. નિગોદના જીવો, જગતના સર્વજીવો અને સર્વકાળ વિગેરે ૮મે અનંતે છે. ૯મું અનંત = તે પ્રરૂપણા માત્ર (માત્ર જણાવવા પૂરતું જ) છે. જગતમાં કોઈ ચીજ ૯મા અનંતે નથી. સંખ્યાના આ ૨૧ પ્રકારો ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરતાં સહજ સમજી શકાશે કે, જઘન્ય સંખ્યાત (૨નો આંકડો), ઉત્કૃષ્ટ સંખ્યાત. આ બે પ્રકાર તેમજ ૧લું, ૩જું, ૪થું, ૬ઠ્ઠું, ૭મું અને ૯મું અસંખ્યાત, એમ કુલ આઠ પ્રકારો. અને (૯મા સિવાય) તે જ આંકડાવાળું (૧૯, ૩જુ, ૪થુ, દૃઢુ અને ૭મું) અનંત, એ ૫ પ્રકાર. એ સર્વે મળી (એટલે કે સંખ્યાતના ૨ પ્રકાર, અસંખ્યાતના-૬ પ્રકાર, અને
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy