SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કેવલી રામુદ્દાત વખતે જીવ સર્વલોકાકાશમાં પ્રસરી જાય: જીવ જયારે સાધના કરી ધ્યાન દ્વારા સર્વકર્મનો ક્ષય કરવાની અંતિમ ક્ષણોમાં વર્તતો હોય ત્યારે, કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં, (જુઓ પૃ. ૧૫૯) સર્વ લોકાકાશમાં પ્રસરી જાય છે. આ પ્રક્રિયાને કેવલીસમુદ્દાત કહે છે. તે વખતે જીવની અવગાહના (વ્યાપ) સર્વલોકાકાશ જેટલી હોય છે. જીવ વધુમાં વધુ આટલો વિસ્તૃત થઈ શકે છે. કારણ કે લોકાકાશના, અને એક જીવના પ્રદેશો, સમાન છે, અને તે અસંખ્યાત છે. આત્માનું સ્થાન શરીરમાં ક્યાં ? એ બાબતમાં દર્શનશાસ્ત્રીઓમાં વિવાદ છે. કેટલાક હૃદયમાં, માથામાં, કે મગજમાં માને છે તો કેટલાક અણુ, તો કેટંલાક વિભુ (સર્વ વ્યાપી) માને છે. વેદાન્તસૂત્ર ૨-૨-૩૪ના વિવેચનમાં જૈનોના મતમાં ખોટી રીતે દોષ બતાવવામાં આવ્યો છે. ત્યાં દલીલ કરી છે કે જો આત્મા શરીરના કદ જેટલો જ હોય તો, તે જ આત્મા માખી કે હાથીના શરીરમાં પ્રવેશ કરી શકે તે અશકય છે. જૈનતત્ત્વજ્ઞાનમાં દર્શાવેલું આત્માનું સ્વરૂપ સમજવાથી આનું સમાધાન બહુ સારી રીતે થઈ શકે છે. આત્મા માતાના ગર્ભમાં પોતાનું શરીર બનાવી સૂક્ષ્મ કદમાંથી શરીર વધતાં ક્રમસર પ્રસાર પામે છે. તે પછી જીવનને અંતે ફરી પુનર્જન્મના બીજમાં સંકોચાય છે. આ રીતે આત્માનું કદ અચળ રહેતું નથી. દીપકના પ્રકાશની જેમ આત્માનું કદ સંકોચન અને પ્રસારણ કરવાના સ્વભાવવાળું છે. (જુઓ પૃ. ૧૫૬) S.J. Maher Zulassa 4241 2441 viehi sa } - (the soul an immetarial energy exerting its proper activities ubiquitously throughout the living body (આત્મા તે બિનપૌગલિક શક્તિ છે, જે તેની ઉચિત પ્રવૃત્તિ જીવંત શરીરમાં સર્વત્ર વ્યાપ્ત કરે છે.)
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy