________________
(૩૭) સૂત્ર - ૧૯ :- જીવોનાં પાંચ શરીરો (૨) વૈક્રિય શરીર-દૈવી શરીર ૨૦૩
(૩૭)` સૂત્ર - ૧૯ :- જીવોનાં પાંચ શરીરો (૨) વૈક્રિય શરીર-દૈવી શરીર
આ શરીરવડે અનેક વિક્રિયાઓ થઈ શકતી હોવાથી તેને વૈક્રિયશરીર કહેવાય છે.
રૂધિર, ચરબી, માંસ, હાડકા આદિ વિનાનું વૈક્રિય શરીર, દેવોનું અને નારકોનું હોય છે.
→ દેવો સુખથી પરાધીન છે, નરકો દુઃખથી પરાધીન છે, તેથી તે શરીરો અધ્યાત્મસાધના માટે નિરર્થક છે.
→ પુણ્યાનુબંધી પુણ્યકર્મથી પ્રાપ્ત થતું દેવજન્મનું શરીર, સાધનામાર્ગની મુસાફરીમાં વિસામા સમાન છે.
(શરીર વાલ્ મન: પ્રાપના: પુાતાનામ્ III)
વિશ્વના જીવોના પાંચ પ્રકારના ભૌતિક શરીરો પૈકી પ્રથમ ઔદારિક શરીરની ઉત્પત્તિ, રચના, ક્રિયા વિગેરે જોયું. હવે બીજા ક્રમે જણાવેલા વૈક્રિયશરીરને જોઈએ.
(૨) વૈક્રિયશરીર :
આ શરીરવડે અનેક વિક્રિયાઓ થઈ શકતી હોવાથી વૈક્રિય શરીર કહેવાય છે. જગતના સઘળા પુદ્ગલના સ્કંધો (Moleculeના જથ્થા)ને ૮ વિભાગમાં વર્ગીકરણ કર્યા છે, તે પૈકી બીજી વર્ગણા, વૈક્રિયવર્ગણા છે. તેના પુદ્ગલ સ્કંધોમાંથી વૈક્રિયશરીરની રચના થાય છે. દેવગતિ (સ્વર્ગ)ના અને નરકગતિના જીવોને જન્મથી પ્રાપ્ત થતું મૂળ શ૨ી૨ વૈક્રિયશરીર હોય છે. તે પોતપોતાના સ્થાન મુજબ નિશ્ચિત માપનું