________________
૧૮૨
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ફેંકાઈ જાય, કારણકે આકાશ વિના રહે ક્યાં? જગા વગર રહી ન શકાય. આકાશ છે માટે સઘળી વસ્તુઓ રહી શકે છે, તેના વિના સઘળી વસ્તુઓ સ્થિતિ જાળવી ન શકે. એકાંત (નિસંગ)માં કેદ થઈ જાય. ટૂંકમાં આકાશ છે માટે બધું છે. નહિ તો કંઈ ન હોય. આકાશની પછી પણ આકાશ જ છે:- (પૃ. ૩૪, ૧૨૯)
આપણે જોઈ આવ્યા છીએ કે - આકાશ અનંત છે અને તે સર્વત્ર એક સમાન જ છે. પરંતુ જેટલા વિસ્તારમાં જીવ, પુદ્ગલ વિગેરે પદાર્થો અસ્તિત્વ ધરાવે છે, જે મર્યાદા બહાર તેઓ જઈ શકતા નથી, તેટલા વિસ્તારને લોકાકાશ (વિશ્વ) કહેવાય છે. બાકીનું અનંત અલોકાકાશ, માત્ર આકાશ. હવે આકાશ ક્યાં સુધી છે તે વિચારીએ. જો કોઈ સ્થળે આકાશનો અંત આવી જાય તો તેની પછી કલ્પના કરીએ, શું હોય? એક પક્ષે આકાશ પછી પણ બીજું આકાશ (ખાલી જગા), અથવા બીજા પક્ષે “કંઈ નહિ', બીજા પક્ષની વાત “કંઈ નહિ'. એ અસંભવિત છે, તેથી પહેલા પક્ષની વાત આકાશ પછી પણ આકાશ છે એ સ્વીકારવી જોઈએ. આ રીતે જૈનતત્ત્વજ્ઞાનમાં દર્શાવેલા બે વિભાગ બહુ વ્યવસ્થિત છે. બહુ સારી રીતે સમજી શકાય છે. અથવા જેવા તેઓ છે, તેવા સર્વએ બતાવ્યા છે.
રામાયણના વાર્તાની સૌથી પુરાણી, લભ્ય જૈન પ્રત વિમલસૂરિનું પઉમ ચરિઉ ઈ.સ. પૂર્વેના પ્રથમ સૈકાની બ્રાહ્મણ-કૃતિ વાલ્મિકી રામાયણના સમયની છે, ઉપરાંત ઈ.સ. પછીના સાતમા સૈકામાં રચાયેલાં જૈન સંસ્કૃત પદ્મપુરાણ, ઈ.સ.ની આઠમી સદીમાં લખાયેલા અપભ્રંશ ભાષાના સ્વયંભૂ રામાયણ, મુનિસુવ્રત કાવ્ય અને પુરાણોએ આ વાર્તાને જાળવવામાં અને લોકપ્રિય કરવામાં જૈન ગ્રંથોની તુલનામાં ઘણા પાછળથી લખાયેલા બ્રાહ્મણોનાં પુરાણો કરતાં તથા પ્રાંતીય ભાષાઓમાં લખાયેલાં રામાયણો કરતાં ઓછો ફાળો આપ્યો નથી.