________________
(૩૩) સૂત્ર-૧૮ - આકાશનું કાર્ય - જગા આપવી.
૧૮૧ અને આત્મા જે કહેવાય છે, એ બધા ચૈતન્યના અંશ જ છે. એટલે જગતમાં આત્મા સિવાય બીજું કંઈ નથી. (અદ્વૈતવાદ) હિન્દુઓના સાંખ્યદર્શનને (દ્વૈતવાદ) અનુસરતો યુરોપના તત્ત્વવિચારક કાન્તનો અભિપ્રાય છે, જ્યારે મીમાંસા દર્શન (અદ્વૈતવાદ)ને અનુસરતો Hegel નો મત છે.
હિન્દુઓના વૈશેષિકદર્શનમાં આકાશને વિશ્વમાં રહેલા નવદ્રવ્યો પૈકીનું એકદ્રવ્ય માન્યું છે. પરંતુ તેના ગુણધર્મો જે રીતે જણાવ્યા છે, તે મુજબ તે જૈનતત્ત્વજ્ઞાનથી ભિન્ન પડે છે. તેઓ શબ્દને આકાશનો ગુણ માને છે. આપણે જોઈ આવ્યા છીએ, અને વિજ્ઞાન પણ માને છે કે, શબ્દ એ ભૌતિક પદાર્થ છે. તે અભૌતિક આકાશનો ગુણ કેવી રીતે હોઈ શકે? (જુઓ પૃ. ૯૦, ૨૧૭) શબ્દ એ, ઈન્દ્રિયથી જણાય છે, માટે પણ તે પૌગલિક માન્યો છે. વૈશેષિકમત શ્રોત્રેન્દ્રિયને આકાશ સ્વરૂપ માને છે
એટલે તેમના મત મુજબ વિરોધ આવતો નથી. પરંતુ શ્રોત્ર ઇન્દ્રિય પૌલિક છે, માટે જ પૌદ્ગલિક એવો શબ્દ ઈન્દ્રિયગ્રાહ્ય બને છે. વળી શ્રોત્રેન્દ્રિયને આકાશસ્વરૂપ માનો તો ભૌતિકશરીર સાથે તેનું બંધારણ કેવી રીતે શક્ય બને ? વિગેરે ઘણા વિરોધાભાસો ઉદ્ભવશે. આકાશનું કાર્ય - જગા આપવીઃ
પશ્ચિમના કેટલાક ચિંતકોમાં આકાશ એ વાસ્તવિક દ્રવ્ય છે. એ માન્યતા એ સત્યમાંથી જન્મી કે – જે વસ્તુઓ આપણાથી અલગ છે, દૂર રહેલી છે, તે વસ્તુઓ સુધી પહોંચવા આપણે સફર કરવી પડે છે. આ વસ્તુ દૂર છે, અને આ વસ્તુ નજીક છે તેનું અનુમાન આપણે, આપણી અને તે બે વસ્તુઓ વચ્ચે રહેલા આકાશના ઓછા કે વધારેપણાને આધારે કરીએ છીએ. વૈજ્ઞાનિકો આકાશને માને છે પણ તેના ગુણધર્મો નિશ્ચિત રીતે નક્કી થઈ શક્યા નથી. આ સૂત્ર જણાવે છે કે “જગા આપવી એ આકાશનું કાર્ય છે. જો આકાશને દૂર કરવામાં આવે તો સઘળી વસ્તુઓ