________________
૧૮૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
(૩૩) સૂત્ર-૧૮:- આકાશનું કાર્ય - જગા આપવી.
- વૈતવાદ અને અદ્વૈતવાદ.
જગા આપવી એ આકાશનું કાર્ય છે. - આકાશનો અંત આવી જાય તેની પછી શું હોય? કલ્પના કરો. જો
કંઈ નહિ તો તે અસંભવિત છે. માટે આકાશની પછી પણ આકાશ છે.
आकाशस्यावगाहः ॥१८॥ અર્થ:- આકાશનું કાર્ય બીજા દ્રવ્યોને જગા આપવાનું છે.
દ્વૈતવાદ અને અદ્વૈતવાદઃ
આકાશના સ્વભાવવિષે ઘણા સમયથી અગમ સમસ્યા રહી છે. પૂર્વના દેશોના તત્ત્વજ્ઞાનીઓ કે, પશ્ચિમના ચિંતકોમાં, જૈનતત્ત્વજ્ઞાનની માફક આકાશને એક સ્વતંત્રદ્રવ્ય તરીકે માન્યો નથી. કેટલાકે તો તેને એક માનસિક કલ્પનાનો વિષય (form of conception) માન્યો. યુરોપના ઉચ્ચકક્ષાના વિચારક કાન્ત એવા પદાર્થને માનવમગજની કલ્પના તરીકે ગયું. તેમના મતે પ્રકૃતિ એ એવો પદાર્થ છે, જે ઇન્દ્રિયગ્રાહ્ય ભૌતિકપદાર્થ (sense material) અને મનની સહકારી ક્રિયાથી ઉત્પન્ન થાય છે અને “આકાશ અને કાળ” અનુભવના અંશભૂત પદાર્થમાંથી (Form a prior constitutive element of experience). જર્મનીમાં એક તત્ત્વવિચારક Hegel હતા. તેમણે બધી જ પરિમિત વસ્તુઓ અને વ્યક્તિઓને આત્માના સ્વરૂપના અમુક નિશ્ચિત ચૈતન્યની ઉપાધિમાં સમાવેશ કર્યો. એટલે કે એક આત્માને જ માન્યો. જડ (પુદ્ગલ-ભૌતિક પદાર્થ) જે છે, તે પણ આત્માના ચૈતન્યનો એક અંશ છે. આકાશ પણ