________________
(૪૨) સૂત્ર - ૨૦ઃ- જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ
૨૪૩ (૪) “પ્રદેશ બંધ બંધાયેલા કર્મનો જથ્થો (mass) કેટલો છે? તેને “પ્રદેશ બંધ' કહે છે.
અબાધાકાળ :- બંધાયેલું કર્મ કોઈ અસર નિપજાવ્યા વિના જેટલો કાળ આત્મા પર નિષ્ક્રિય (સુષુપ્ત અવસ્થા silent) પણે પડી રહે તેને અબાધાકાળ કહે છે.
ઉદય :- બંધાયેલું કર્મ અબાધાકાળ પછી પરિપાક પામે ત્યારે પોતાની પ્રકૃતિ મુજબ જે વિવિધ પ્રકારની (મૂળ ૮ અને પેટાભેદ ૧૫૮) અસરો નિપજાવે તેને “ઉદય' કહે છે. તે કર્મનો ભોગ્યકાળ છે.
‘સત્તા':- કોઈપણ સમયે આત્મામાં કર્મની કેટલી પ્રકૃતિઓ બંધાયેલી પડેલી (Stock) છે. તેને “સત્તા' કહે છે.
નિર્જરાઃ- ઉદયમાં આવેલા કર્મો પોતાની પ્રકૃતિ મુજબ અસર નિપજાવી ખરી પડે તેને નિર્જરા કહે છે. જો કે ઉદયમાં આવેલા બધા કર્મોની નિર્જરા થાય જ છે, તેમાં કંઈ વિશેષતા નથી. પરંતુ ૪થા મોહનીયકર્મના વશવર્તિ પણાથી ઉદ્ભવતી મિથ્યાત્વ (તત્ત્વની અશ્રદ્ધા, પાપ અને સુખોમાં આસક્તિ) વિગેરે મલિનતાથી નૂતનકર્મબંધ થયા જ કરે છે. આવી પ્રક્રિયા દરેક જીવને અનાદિકાળથી ચાલું જ છે. તેનાથી આત્માની શુદ્ધિ થતી નથી અને સંપૂર્ણ કર્મક્ષય કરવા પ્રત્યે આત્મા આગળ વધી શકતો નથી.
આવી રીતે જૂના કર્મો પરિપાક પામીને ખરી પડે અને નવાકર્મો સતત બંધાયા જ કરે. તેને અકામનિર્જરા કહે છે. પરિપાક થઈને ઉદયમાં આવેલા કર્મોથી અનુભવાતી શુભાશુભ પરિસ્થિતિમાં મલિનભાવોને વશ થયા વિના (તત્ત્વશ્રદ્ધા, સંયમ અને તપાદિના) શુદ્ધ ભાવોથી તે કર્મોને એવી રીતે ખેરવી દેવા કે જેથી નવા (દ્રવ્ય)કર્મો બંધાય નહિ અને તેની નવા કર્મ બંધાવવાની શક્તિ (ભાવક) નાશ પામે. તેને સકામ નિર્જરા કહે છે. તેમાં જ નિર્જરાની સાર્થકતા છે.
આર્યદેશની સઘળી દાર્શનિક વિચારધારામાં કર્મવાદ છે, પણ તેના