________________
(૨૦) સૂત્ર-૭ અને ૮-અસંખ્ય અને અનંત
૧૦૯ પણ અગાઉની જેમ વારંવાર ખાલી કરીને અને સાક્ષી કણો વડે ત્રીજો પ્યાલો ભરવો, અને પૂર્વોકત રીતીએ ખાલી કરતા એના સાક્ષી કણોથી (૪) “મહાશલાક પ્યાલો પણ શગ સુધી ભરાઈ જાય છે. આમ ઉત્તરોત્તર વારંવાર સાક્ષી કણોને નાખીને પ્યાલાઓ ભરાતાં, હવે તે બધાને રાખવાનું સ્થાન નહિ રહેવાથી ચારે પ્યાલા ભરેલા રહ્યા. એ સર્વે જાણે દિફકન્યાઓના રાખવાના ડાબલા હોય એવા સુંદર શોભી રહે છે. આ વખતે અનવસ્થિત પ્યાલાનું માન એ છેલ્લી વખતે ખાલી થયો હોય ત્યારે જેટલું હતું, તેટલું રહે છે. બીજા ત્રણેના માન પૂર્વવત્ હોય છે.
હવે એ ચારે પ્યાલાના દાણાઓને તેમજ પૂર્વે ફેંકેલા દ્વીપ - સમુદ્રોમાંના દાણાઓને એકઠા કરીને કોઈ અવકાશ સ્થળે એક મોટો ઢગલો કરવો, પછી આ ઢગલામાંથી એક કણ ઓછો કરવો
એ એક કણજૂન ઢગલાનું નામ પ્રમાણ) “ઉત્કૃષ્ટ સંખ્યાત” થાય. એમ જિનપ્રભુનું કહેવું છે. (શ્રી લોકપ્રકાશ સર્ગ-૧ના આધારે)
રામચંદ્રજીના સમયમાં જૈનધર્મ વિદ્યમાન હતો અને જૈનોના વીસમા તીર્થકર ભગવાન મુનિસુવ્રત રાજગૃહના રાજકુમાર અને રામચંદ્રજીથી મોટી ઉંમરના સમકાલીન રામચંદ્રજીના પૂર્વ પુરુષ હતા અને સ્વયં રામચંદ્રજીની જેમ જ એમનું અસ્તિત્વ વાસ્તવિક હતું એ વિષે બિલકુલ શંકા રહેતી નથી.
ઉપરાંત મુનિસુવ્રતના સમયમાં વશ ઔદ્યોપરિષ્કાર રાજાના દરબારમાં એવી ગરમાગરમ ચર્ચા થયેલી કે વૈદિક યજ્ઞોમાં પશુઓની કે વનસ્પતિના ઉત્પાદનોની આહુતિ આપવી જોઈએ કે નહિ? છેવટેવસુરાજાએ પશુના બલિની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો અને ત્યાર પછી આ ભયંકર પ્રથા શરૂ થઈ.
જૈન અને બ્રાહ્મણ પ્રણાલિકાઓ એ બંનેમાં વસુની વાર્તા વ્યવહારિક રીતે એક સરખી છે, એ એની સચ્ચાઈની પ્રતિતી કરાવે છે. (રામાયણ બાલકાંડ) બાકીના તીર્થકરોમાં ઋષભ-પ્રથમ, અજિતનાથ-દ્વિતીય અને સુપાર્શ્વ-સાતમા એમ એમના વેદોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે.
(રાધાકૃષ્ણન-ભારતીય તત્ત્વજ્ઞાન)