________________
(૧૮) સૂત્ર-પ-ત્રણ દ્રવ્યો, અખંડ અને એક છે. ધર્માસ્તિકાયને અખંડ દ્રવ્ય માન્યું છે, તેટલી સામ્યતા છે. પરંતુ તે બિનઆણ્વિક માને છે તેનું કારણ-ઈથરને આણ્વિક (અણુમય) માનવામાં બે અણુ વચ્ચે પડેલી જગાનો સ્વભાવ નક્કી કરવાની સમસ્યા છે. જૈન તત્ત્વજ્ઞાન મુજબ ધર્માસ્તિકાય અરૂપી દ્રવ્ય છે, અને અસંખ્યાત પ્રદેશ (અણુઓ)નું બનેલું છે. એ રીતે તે આવિક છે, પરંતુ એ પ્રદેશો એટલા સૂક્ષ્મ છે કે એક આંગળ (આશરે છ ઇચ) જેટલા ભાગમાં પણ અસંખ્યાત પ્રદેશ હોય છે. આટલી સૂક્ષ્મતા હોવાથી બે પ્રદેશો (અણુઓ) વચ્ચે જગા રહેવાની સંભાવના નથી. તેમ છતાં આ વસ્તુ સર્વજ્ઞકથિત છે એટલે શ્રદ્ધાગઓ જ માનવી જોઈએ. શ્રદ્ધગમ્ય વસ્તુમાં તર્ક કે પ્રયોગો નિર્ણાયક નથી:
આ જગતમાં સઘળી બાબતો તર્ક કે પ્રયોગોથી સિદ્ધ થઈ શકતી નથી. અતીન્દ્રિય પદાર્થોના કેટલાક ગુણધર્મો તર્કથી વિરુદ્ધ પણ હોય છે. વળી તર્ક અને પ્રયોગો દ્વારા સિદ્ધ થતી વસ્તુને જ સત્ય માનવાનો, સ્વીકારવાનો, આગ્રહ રાખો તો, એક તર્ક દ્વારા જે વસ્તુ સિદ્ધ થાય તે જ વસ્તુને બીજા તર્ક દ્વારા ખોટી સિદ્ધ કરી શકાય છે. એક હેતુ દ્વારા જે સાધ્ય સિદ્ધ થયું હોય તેનો સાધ્યાભાવ, હેતુ જેવા જ જણાતા એવા બીજા, હેત્વાભાસ દ્વારા, સિદ્ધ કરાતો હોય છે. દ્રષ્ટાંતોમાં ક્યો હેતુ સુતર્ક છે અને કયો હેતુ કુતર્ક (હત્વાભાસ) છે, તે અલ્પજ્ઞાની દ્વારા નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. વિશેષજ્ઞાની જ તે તર્કના પૃથક્કરણ દ્વારા તેમાં દોષ પકડી શકે છે. આમ ખાલી તર્કોના વાદ-વિવાદ દ્વારા વસ્તુનો નિર્ણય થતો નથી. માટે જ કહ્યું કે, “તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પામે કોય.'
કેટલાક આત્માનું અસ્તિત્વ, કે પરલોક, પુણ્ય-પાપ મોક્ષ વગેરેનું અસ્તિત્વ સ્વીકારતા નથી. તેઓ કહે છે આત્માને માન્યા વગર શું જગતના બધા વ્યવહાર અટકી જાય છે.? શું ખાધેલું પચતું નથી ? શું