________________
(૩૨) સૂત્ર - ૧૭:- આગમ અને તર્ક
૧૭૩
(૩૨) સૂત્ર - ૧૭ :- આગમ અને તર્ક
- જળશિખા, વેલવૃદ્ધિ, ઉન્મજ્ઞા-નિમગ્ના નદી વિગેરેમાં પાણી વિપરીત રીતે વર્તે છે.
જુદા જુદા સમુદ્રના પાણીના સ્વાદ ભિન્ન ભિન્ન પ્રકારના છે. - ખગોળશાસ્ત્રમાં મહત્ત્વના પ્રશ્નો ઉદ્ભવે છે. – પૃથ્વી સ્થિર કે સૂર્ય:- વિજ્ઞાન સત્યનું અંતિમ નિર્ણય સ્થાન નથી.
(તિથિન્યુ પ્રહ ધર્માધાપ: ૨ા)
જૈનતત્ત્વજ્ઞાનના ધર્મ અને અધર્મ દ્રવ્યદ્વારા સુવ્યવસ્થિત વ્યવસ્થા તેમજ તે અંગે વિજ્ઞાનના ગુરુત્વાકર્ષણ, ઈથર, વિદ્યુતચુંબકીય બળ, અવકાશી ચાદરનો વિશિષ્ટ ગુણધર્મ વિગેરે અંગે વિવેચન પૂર્વના બે લેખોમાં જોયું. વિજ્ઞાન પ્રયોગો દ્વારા કેટલીક વસ્તુઓ પ્રત્યક્ષ કરે છે, તેથી ઘણાને તે વાતો તર્કસંગત જણાય. પરંતુ જૈનતત્ત્વજ્ઞાન પણ કેટલું સુસંગત અને વિજ્ઞાનથી કેટલું આગળ છે તે સમજી શકાય તેવું છે. કેટલીક અતીન્દ્રિય વસ્તુઓ બુદ્ધિગમ્ય બની શકતી નથી, તેમાં કોઈ તર્ક લાગતો નથી, તેવી વસ્તુઓને શ્રદ્ધાગમ્ય કહી છે. પ્રસ્તુત વિષયમાં આવી કેટલીક બાબતો અત્રે ધ્યાનમાં લેવા યોગ્ય છે. - (૧) જળશિખા :- સૌથી મધ્યમાં રહેલા થાળી જેવા ગોળ જંબૂદીપને ચારે બાજુથી વીંટળાઈને રહેલો, વલયાકારવાળો લવણસમુદ્ર છે. જંબૂદીપના દરેક કિનારાથી તે ર-૨ લાખ યોજનના વિસ્તારવાળો છે. આ વલય (બંગડી) આકારવાળા લવણસમુદ્રના, આ બાજુના, અને સામેની બાજુના કિનારાથી, મધ્યમાં આવતાં ૯૫ હજાર યોજન સુધી