________________
૧૭૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
ગોતીર્થ છે. એટલે કે અહીં પાણી પોતાના સપાટ રહેવાના સ્વભાવને છોડી ક્રમસર વધતી ઊંચાઈએ વહે છે. તેને ગોતીર્થ કહે છે. વળી બંને બાજુના ૯૫-૯૫ હજાર ગોતીર્થ પછીના વચ્ચેના ૧૦ હજાર યોજન જેટલા વિસ્તારમાં રહેલું જળ સીધી ૧૬૦૦૦ યોજનની ઊંચાઈએ વહે છે, એટલે કે લવણસમુદ્રના અતિમધ્યમાં ૧૦ હજા૨ યોજન જાડી અને ૧૬૦૦૦ યોજન ઊંચી પાણીની જળશિખા છે. જેને પાણીની ભીંત પણ કહેવાય. ગોતીર્થ અને જળશિખામાં જળ તેનો કુદરતી સ્વભાવ છોડી આવી રીતે વર્તે, તે આ ક્ષેત્રને કારણે પાણીનો વિશિષ્ટ ગુણધર્મ સમજવો.
(૨) વેલવૃદ્ધિ :- ઉપરોક્ત લવણ સમુદ્રનો જે અતિમધ્ય ભાગ કહ્યો, ત્યાં સમુદ્રની ઊંડાઈ ૧ હજાર યોજન છે. તે (વલયાકાર સમુદ્ર)ની ચારે દિશામાં મધ્યભાગે તે ઊંડાઈના તળીયે, ચાર મહાપાતાલ કળશા છે. તેઓના નામ વડવામુખ, કેયૂપ, ચૂપ અને ઈશ્વર છે. ૧ લાખ યોજન ઊંડા, તેટલું જ પેટ ૧૦ હજાર યોજન મુખ અને બુધુ (બેઠકનો ભાગ) વાળા છે. તે મહાકળશોના ઉપરના ત્રીજા ભાગમાં માત્ર જળ, વચ્ચે જળ અને વાયુ, અને નીચેના ત્રીજાભાગમાં માત્ર વાયુ છે. આ ૨/૩ ભાગમાં જે મહાવાયુ રહેલો છે, તે સામાન્યથી દિવસમાં બે વાર નિયમિત રીતે ક્ષોભ પામે છે, એટલે એ વાયુમાં ખળભળાટ પેદા થાય છે, તેથી તેની ઉપરનું જળ ઉછળે છે. તેથી દરિયામાં ભરતી, ઓટ થાય છે. તેની અસર એટલી તીવ્ર છે કે, મૂળ લવણસમુદ્રથી આ ભરતમાં પ્રવેશેલાજળમાં પણ તે અસર વર્તાય છે. અસર મંદ થવાથી ઓટ આવે છે. અમાસ આદિ તિથિઓમાં તે વધુ ક્ષોભ પામે છે. વળી આ ચાર પાતાળ મહાકળશાઓના આંતરામાં બીજા ૭૮૮૪ લઘુકળશાઓ છે. (લઘુક્ષેત્ર સમાસ ગાથા ૧૯૫થી ૨૦૫ વિવેચન સંશોધક પૂ.આ.શ્રીધર્મસૂ.મ. સંપાદક - પૂ.આ.શ્રી સૂર્યોદયસૂ.મ.)
(૩) પાણીમાં બધી જ વસ્તુ તરે (ઉન્મગ્નાનદી) અને ડૂબે