________________
૩૯
(૮) સૂત્ર - ૧ -ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય આકાશ અનંત ત્યારે જ હોય, જો તેમાં કોઈ પુગલ ન હોય' અર્થાત્ આકાશની અનંતતા માટે પુદ્ગલનું ન હોવું જરૂરી માન્યુ (પુગલ વગરનું આકાશ જ અનંત હોય) આ પણ સંગત થતું નથી, કારણ બંને સ્વતંત્ર દ્રવ્યો હોવાથી “આ (પુદ્ગલ) છે, માટે આ મુજબ (આકાશ વર્તુલ-પરિમિત) છે. અને આ પુદ્ગલ) નથી, માટે આ મુજબ (આકાશ અનંત છે, પરિમિત) નથી” આવું નથી. જૈનમત મુજબ પગલાદિ દ્રવ્યો જયાં છે તે પરિમિત આકાશ (લોકાકાશ) છે. અને પુદ્ગલાદિ કોઈ દ્રવ્યો જયાં નથી તે અપરિમિત આકાશ (અનંત અલોકાકાશ) છે. આ વસ્તુ સાહજિક, અનાદિકાલીન સ્વભાવથી નિશ્ચિત છે. તે વસ્તુ તે રીતે પ્રથમથી છે. તેમાં કોઈકારણ નથી. પરંતુ કોઈપણ કારણે આઈન્સ્ટાઈના અનુમાનથી ફલિત થતી વસ્તુ જૈનમત મુજબની છે. જૈનમત મુજબ જયાં પુલ નથી તે આકાશ અનંત છે, પુદ્ગલવાળું આકાશ (લોકાકાશ) પરિમિત છે. હજુ આગળ કરેલા વર્ણન મુજબ. આકાશ, અને કાળ, બંને પણ સ્વતંત્ર છે :
24182228 Cara Four Dimensional Space Time Continuum માને છે. અર્થાત્ “ચારમાપવાળો અવકાશકાલ ખંડ.' સામાન્ય રીતે આપણે આકાશ (એટલે કે આકાશમાં રહેલી વસ્તુ)ના ત્રણ માપ માનીએ છીએ. ૧. લંબાઈ ૨. પહોળાઈ અને ૩. ઊંચાઈ. જ્યારે આઈન્સ્ટાઈન આ ત્રણ સાથે “કાળ' નામનું ચોથું માપ ઉમેરે છે, એટલેકે તેની સાથે સંયુકત કરે છે. તાત્પર્ય એ થશે કે, દા.ત. એક ઈંટનું લંબાઈ આદિ ત્રણ સાથે “કાળ' નામનું ચોથું માપ ગણવું જોઈએ. જેમ લંબાઈ આદિ ૩ વિના ઈંટ સંભવી ન શકે તેમ “કાળ' વિના પણ તે સંભવી ન શકે. આ વિષયમાં વિચારતાં જણાય છે કે, તેઓ “કાળ” ને માપ ગણે છે તેટલા અંશે જૈનમત સાથે, કે વ્યાવહારિક દૃષ્ટિએ પણ સંગતતા જણાતી નથી. જૈનમત મુજબ આકાશ અને પુદ્ગલની (હમણાં જ જણાવ્યું તેમ) જેમ આકાશ અને “કાળ' પણ સ્વતંત્ર અલગ દ્રવ્ય છે. આકાશ, એ જગા (વિસ્તાર) છે. જ્યારે કાળ, એ