________________
(૬૨) સૂત્ર-૪૨-૪૩ - પરિણામ (રૂપાંતરો)ના બે પ્રકાર...
૩૬૩ પરિણામ છે. ભવિજીવ મોક્ષમાં જાય, (સિદ્ધિપદ પામે) તે તેનો મૂળશુદ્ધ અવસ્થારૂપ પરિણામ છે. પૂર્વના સઘળા પણ તેના પરિણામ જ છે.
જયારે આપણે પ્રયોજન વશ જે પરિણામની વિવક્ષા કરીએ, તે અંતિમ પરિણામ કહેવાય. તે પૂર્વના બધા પરિણામ થતાં થતાં આ વર્તમાનનો પરિણામ થયો છે, એમ કહેવાય. આ રીતે સઘળાદ્રવ્યોના ભૂતકાળના રૂપાંતરો, અને ભવિષ્યમાં થનારા સઘળા રૂપાંતરો તે પરિણામ છે. આ રીતે પરિણામ એ જ સઘળું વિશ્વનું સ્વરૂપ છે. આ સૂત્રમાં પરિણામમાં સઘળા વિશ્વનો સમાવેશ કરી લીધો. આ પરિણામ બે પ્રકારનો છે. તે બતાવે છે.
(૧) અનાદિમાન. > પાંચેય અરૂપીદ્રવ્યોના પરિણામ અનાદિમાન છે -
જે પરિણામનો કોઈ કાળે પ્રારંભ ન થયો હોય, જેની ઉત્પત્તિ ન હોય તે પરિણામને અનાદિપરિણામ કહે છે. જેટલા અરૂપી દ્રવ્યો છે, તેઓનો પરિણામ અનાદિ છે. કારણ કે પાંચ અરૂપી દ્રવ્યો ક્યારેય ઉત્પન્ન થયા નથી. ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને જીવ, આ વિશ્વમાં સદા માટે રહેનારા દ્રવ્યો છે. (ધર્મ, અધર્મ અને આકાશ માટે જુઓ પૃ. ૨૩થી ૪૧) તેઓના રૂપાંતરો થવા કે પરિવર્તનો પામવા વગેરે કોઈ ફેરફારો થતા નથી. દા.ત. ધર્માસ્તિકાય દ્રવ્યના અસંખ્યપ્રદેશ છે. નિશ્ચિત આકાર છે. ગતિમાં સહાયકપણાનો તેનો ગુણધર્મ છે. આવા ગુણધર્મો જેને પરિણામ કહેવાય છે. તે અનાદિથી તે રીતે જ છે. માટે તે અનાદિપરિણામ કહેવાય છે. તેવી રીતે અધર્મ, આકાશ, જીવ, કાળ, આ બધા જ અરૂપીના પરિણામો અનાદિ કહેવાય. તે સઘળા જેવા છે, તેવા જ રહે છે. તેમાં પરિવર્તન, રૂપાંતર થતું નથી. શું આકાશને કોઈ ખસેડી શકે? આકાશનું છેદન ભેદન થઈ શકે? તેને બાંધી શકાય? તે