________________
૩૬૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન રીતે ધર્મ, અધર્મ પણ અરૂપી હોવાથી, તેમજ જીવ પણ મૂળસ્વરૂપે અરૂપી હોવાથી, તેમજ કાળ પણ અરૂપી હોવાથી, તે પાંચેય દ્રવ્યોમાં કોઈ રૂપાંતરો થતા નથી, માટે તે પાંચ દ્રવ્યો અનાદિપરિણામવાળા અહીં જણાવ્યા છે. (૨) આદિમાન પરિણામ :ભૌતિક પદાર્થનું કોઈપણ રૂપાંતર હોય, તેની શરૂઆત હોય છે :- હવે સૂત્ર-૪૩માં બાકીનું જે દ્રવ્ય પુદ્ગલ છે, તેના પરિણામ (અવસ્થા-રૂપાંતર) આદિમાન કહ્યા છે. આપણને ઇન્દ્રિયદ્વારા જે કંઈ જણાય છે તે માત્ર પુદ્ગલ દ્રવ્ય જ જણાય છે. જીવ અરૂપી છે. આપણે જેને જોઈએ, અનુભવીએ છીએ, તે જીવોના શરીરો છે. એટલે જે કોઈ રૂપાંતરો પરિવર્તનો જણાય છે. તે માત્ર, અને માત્ર પુદ્ગલદ્રવ્યના જ છે. માટે આ બીજો પ્રકાર, આદિમાન પરિણામ, તે રૂપીદ્રવ્યનો સમજવો. દા.ત. પુદ્ગલદ્રવ્યના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ, આ ૪ ગુણ છે, તે સૂક્ષ્મ રીતે તો પ્રતિક્ષણ બદલાયા જ કરે છે. ભલે આપણી સ્કૂલ નજરમાં ઘણા સમયે તે જણાય. વિશ્વના સઘળા પુલના પદાર્થોમાં જોડવાની અને વિખરાવાની ક્રિયા એકક્ષણ પણ અટક્યા વિના સતત ચાલુ છે -
કોઈપણ મોટાસ્કંધ (molecule)માં સૂક્ષ્મપુદ્ગલો સતત વિખરાય છે અને નવા જોડાય પણ છે. પાણીની વરાળ થઈ થોડા વખતમાં પાણી સંપૂર્ણ વિખરાઈ જાય છે. પેટ્રોલ અત્યંત ઝડપથી ઊડી જાય છે. આવું બધું આપણે સાક્ષાત અનુભવી શકીએ છીએ. સઘળા ભૌતિક પદાર્થોમાં પણ આવી પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે. ઓછા કે વધુ પુગલો સતત છૂટા પડે છે. અને ઘણા પદાર્થોમાં નવા જોડાય પણ છે. સાક્ષાત્ અને ઝડપથી થાય તે રીતે તેનો નાશ થતો દેખાતો નથી. પણ સૂક્ષ્મ પરિવર્તન