SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કરવું, નિયમોને આધીન રહેવું, કારણ બનવું, દરેક અવસ્થાનો સ્થાયી આધાર બનવું, ગઈકાલની જેમ આજે રહેવું, બદલાતી ક્રિયાઓમાં પણ સમાન રહેવું, આ બધી જૈનદર્શનની તત્ત્વ વિષેની માન્યતાઓ છે ‘ફક્ત થવું' (એકાંત અનિત્યતા) એ તેટલું જ અવાસ્તવિક છે, જેટલું ‘ફકત હોવું’ (એકાંત નિત્યતા) છે. ટૂંકમાં થવું (becoming અનિત્યતા) અને હોવું (being નિત્યતા) બંને વાસ્તવિક પદાર્થના સંપૂર્ણભાવ (notion)ના પૂરકો છે. ઘણાના મનમાં આ ત્રિગુણસ્વભાવના સહઅસ્તિત્વ વિષે શબ્દોમાં સ્પષ્ટ વિરોધાભાસ લાગે, પરંતુ જૈનદર્શનના તર્ક પ્રમાણે વિરોધાભાસી વાકયો એકબીજાને પ્રતિકૂળ જ હોય તેવું આવશ્યક નથી (સ્યાદ્વાદ સિદ્ધાંત). આ વસ્તુ હવેના સૂત્રથી સમજાવી છે. → વિશ્વના સમસ્તભાવો બદલાતા ક્ષણિક અને ક્ષણભંગુર છે. છતાં અજ્ઞાનતાથી આત્મા આ બધુ, સ્થિર, શાશ્વત અને કાયમી માને છે. પૂ.આ. વિજયરામચન્દ્રપૂ.મ.સા. - ――― ' - — -- - દુઃખના દરિયામાં સુખનું મોતી પાકે છે. જીવન વહ્યા કરે જળની જેમ, આપણે રહીએ કમળની જેમ. જીવતા મા-બાપને ચૂપ કરે. અને મર્યા પછી ધૂપ કરે એ કેવું ? ન શોભે એવું. તું લાચાર હતો ત્યારે તને જેણે સાચવ્યો, એ મા-બાપ લાચાર બને ત્યારે સાચવી લે જે - તું આટલો તો લાયક બનજે. માઁ ઔર ક્ષમા દોનો એક હૈ, ક્યોંકિ માફકરને મેં દોનો નેક હૈ. બચપણમાં ગોદ દેનાર માને, ઘડપણમાં દગો દેનાર ન બનતો. બા ! પહેલાં આંસુ આવતા ત્યારે તું યાદ આવતી, હવે તું યાદ આવે છે, એટલે આંસુ આવે છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy