________________
(૫૨) સૂત્ર - ૩૦ - નિત્યત્વની વ્યાખ્યા
૩૦૧ જ્ઞાનની પ્રવૃત્તિમાં પણ ચાલુ રહે છે, કારણ કે જૈન દર્શન અને પદાર્થનો અટલગુણ માને છે. (જુઓ પૃ ૩૫૬-૫૭)
વિશ્વધર્મપરિષદ' સમક્ષ શ્રીવીરચંદજી રાઘવજીના પ્રવચન અંશ :
પૂજયપાદ શ્રી આત્મારામજી મહારાજા તરફથી અમેરિકાની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ગયેલ શ્રી વીરચંદજી રાઘવજી ગાંધીએ “ધ ઈષ્ટ ઇન્ડિયા એસોસિએશન (લંડન) આગળ મે, ૨૧, ૧૯૦૦માં આપેલ વક્તવ્યમાંથી.
થવું (Becoming = ઉત્પાદ, વ્યય) અને હોવું' (Being = ધ્રૌવ્ય) બંને વાસ્તવિક પદાર્થના સંપૂર્ણ ભાવ (notion)ના પૂરકો છે.
દષ્ટિગોચર થતો પદાર્થ, અને તત્ત્વ (સત્) (Noumenon and phenmenon) બે અલગ અસ્તિત્વો નથી, પરંતુ પદાર્થની અંદર રહેલ સંપૂર્ણ અંશો, જેમાંનો અમુક ભાગ વર્તમાનમાં આપણે જાણીએ છીએ અને અમુક નથી જાણતા, તેને જોવાની આપણી ફકત બે પદ્ધતિઓ છે. લોકોના મગજમાં આ શબ્દના સંદર્ભમાં વાસ્તવિક ભેદની સાથે કુતર્કને કારણે થયેલા ભેદ વિષે મિથ્યાજ્ઞાન છે (The fallacy in popular mind in reference to these terms is that of confounding logical distinction, with an actual separation). બુદ્ધમત પ્રમાણે કોઈપણ વસ્તુ નિત્ય નથી. અનિત્યતા જ (Transitoriness) ફક્ત વાસ્તવિક છે. પ્રોફે. Oldenberg કહે છે. “The speculation of Brahmanas apprehended being in all being, that of Buddhists becoming in all apparent being” (બ્રહ્મનું પ્રતિબિંબ દરેક વસ્તુમાં હોય તેવું જણાય છે, જેને બૌદ્ધો દરેક પ્રત્યક્ષ વસ્તુઓમાં ઉત્પન્ન થતું માને છે).
આની સામે જૈનતત્ત્વજ્ઞાન being અને becoming ને, એક જ વસ્તુને જોવાની આપણી બે ભિન્ન અને પૂરક પદ્ધતિઓ માને છે. જૈનદર્શનમાં બદલાતી વસ્તુઓનો સ્થાયી આધાર એ વાસ્તવિક તત્ત્વ છે. “થવુ'ની સાથે સંબંધિત થવું, કાર્યશીલ થવું, અન્ય વસ્તુઓ પર કાર્ય