________________
૩૦૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન જળવાયેલું રહે છે. બધા જ પુદ્ગલોનું આ મૂળભૂત લક્ષણ છે. ગતિ અને સ્થિતિના માધ્યમ અમૂર્ત પદાર્થોમાં પણ આ લક્ષણો છે. તે બતાવે છે કે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ બધા જ પદાર્થો, ચાહે તે મૂર્ત હોય, કે અમૂર્ત હોય, બધાના અંતરંગ ગુણો છે.
આ વસ્તુ ન માનો, અને જો દ્રવ્યને કૂટસ્થ (સર્વથા) નિત્ય, એટલે કે, જેમાં કદી કોઈ જ પરિવર્તન ન થાય, એવું માનો તો, આ ત્રણ સ્થિતિ સંભવી શકે નહિ. પરંતુ તે અનુભવથી વિરુદ્ધ છે. દ્રવ્યને પરિણામી નિત્ય (જેમાં બાહ્યપરિવર્તનો થયા કરે છે, તેવો મૂળ આંતરિક સ્થાયી અંશવાળો) માનો તો, તેમાં આ ત્રણેય સ્થિતિ સંભવી શકે. તે અનુભવસિદ્ધ છે.
પરિણામી નિત્યનો અર્થ પરિણામો (રૂપાંતરો) બદલાતા રહે. પરંતુ મૂળદ્રવ્ય બદલાય નહિ. એક જ સોનાના કંકણ અને કુંડલરૂપ પરિણામોથી આ વસ્તુ સમજાય છે. - આત્મામાં ઉત્પાદવ્યય, અને પ્રીવ્ય:
આત્મપદાર્થના કિસ્સામાં, જ્યાં સુધી તે પંચભૂતનું શરીર ધરાવે છે ત્યાં સુધી, તે કર્મયુગલોના કણો સાથે સંકળાયેલું છે. આપણા વિચારો અને ભાવનાઓ અને બીજી પ્રવૃત્તિઓમાં ફેરફારને પરિણામે સતત જૂના કર્મો આત્મા પરથી બહાર ફેંકાય છે. અને નવા કર્મોનો અંત પ્રવાહ સતત ચાલુ રહે છે. જ્યારે આ બધા પરિવર્તનો મધ્યે આત્મા મૂળભૂત ગુણો જાળવી રાખે છે. આને ઉત્પાદ, વ્યય, અને પ્રૌવ્યનો “પરનિમિત્ત પ્રકાર કહે છે, જે બાહ્ય કારણોને નિમિત્તે થાય છે. જ્યારે ધર્મ અને અધર્મ દ્રવ્યોમાં આ પરિવર્તન “સ્વનિમિત્ત' પ્રકારનું છે. એટલે કે બાહ્ય પરિબળોની સહાય વિના. (જુઓ પૃ. ૩૩૦-૩૧)
અશરીરી શુદ્ધ (મોક્ષના) આત્માઓમાં પણ ઉત્પત્તિ, નાશ અને ધ્રૌવ્યની ત્રિગુણ પ્રાકૃતિકઘટના, “સ્વનિમિત્ત' પ્રકારની છે. આત્માની