________________
૧૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન છે. જે ત્રિપદીને પ્રભુ મુખેથી પ્રાપ્ત કરીને વિશિષ્ટ બુદ્ધિમત્તાને (જને બીજ બુદ્ધિ કહેવાય છે) ધારણ કરનારા ગણધર ભગવાનના જીવો જગતના જડ - ચેતન સર્વભાવોને જણાવનાર આગમશાસ્ત્રની રચના કરે છે, તે ત્રિપદી પણ નિશ્ચિત છે. ૩પુને વા વિમેવા ધુવે વા. આ ત્રિપદી આપીને શ્રીતીર્થકર ભગવાન, ગણધરના જીવોને શ્રુતકેવલી બનાવે છે. આ ત્રિપદી ખૂબ અર્થગંભીર અને રહસ્યભૂત છે. એક રીતે જોઈએ તો તેમાં આધ્યાત્મિકજગત અને ભૌતિક જગત બંનેનું સારભૂત તત્ત્વ નિરૂપાયેલું છે. તેનો સીધો - સાદો અર્થ થાય છે. પદાર્થ ઉત્પન પણ થાય છે, પદાર્થ નાશ પણ પામે છે, અને પદાર્થ સ્થિર પણ રહે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ ત્રિપદીનો સાર :
આધ્યાત્મિક દૃષ્ટિએ તેનો સાર સમજવા માટે શાસ્ત્રમાં આવેલું એક દષ્ટાંત સમજીએ - એક રાજા હતો. તેને દીકરાનો જન્મ થયો. તેને રમવા માટે સોનાનો એક સુંદર નાનો કળશ બનાવવામાં આવ્યો. થોડા વર્ષો પછી એક દીકરી જન્મી, તેને રમવા માટે પણ તે કળશ કામ લાગ્યો. પરંતુ દીકરો મોટો થયો તેને યુવરાજ પદે સ્થાપન કરવાનો હોવાથી તેના માટે મુગટ બનાવવાની આવશ્યકતા ઊભી થઈ, એટલે રાજાએ તે સોનાના કળશમાંથી મુગટ બનાવડાવ્યો. કળશમાંથી મુગટ બનાવવાની આ ઘટનાથી પુત્રી, પુત્ર અને પિતા ત્રણેને જુદી જુદી લાગણીનો અનુભવ થયો. પોતાને રમવાનો કળશ નાશ પામવાથી પુત્રીને શોક થયો. પુત્રને પોતાની શોભા વધારનાર મુગટ મળવાથી હર્ષ થયો, અને રાજાને તો કળશ કે મુગટ બંને અવસ્થામાં પોતાનું કંઈ ગયું નથી, કે નવું મળ્યું નથી, પોતાનું સોનું તેમનું તેમ રહ્યું તેથી, તેને હર્ષ કે શોક કંઈ ન થયો, માધ્યશ્મનો અનુભવ થયો. સાર એ છે કે – જગતના ધન, સંપત્તિ, ઋદ્ધિ કે પરિવાર, સ્વજન આદિ સર્વે પદાર્થો ઉત્પત્તિ નાશ અને સ્થિતિ - ત્રણ સ્વભાવવાળા છે. જ્યારે પદાર્થોમાં કોઈ ઘટના ઘટે ત્યારે જગતનો દરેક