________________
(૩) ભૂમિકા ત્રિપદી
૧૫ વ્યક્તિ પોતાના સ્વાર્થને અનુસાર હર્ષ, શોક, અને તટસ્થતાને ધારણ કરે છે. સ્વાર્થલાભ થાય તો હર્ષ, સ્વાર્થહાનિ થાય તો શોક, અને બંને ન હોય તો તટસ્થતા ધારણ કરે છે. જગતના પદાર્થો તેવા નિમિત્તને પામીને ઉત્પત્તિ - નાશરૂપે પરિવર્તનને પામતા રહે છે. તેવો પદાર્થોનો સ્વભાવ નિશ્ચિત છે તેમ વિચારી, હર્ષ શોક ન કરવો. પરંતુ આત્મભાવમાં સ્થિર રહેવું. જગતપ્રત્યે તટસ્થ રહેવું. આપ સ્વભાવમેં રે, અવધુ સદા મગનમેં રહેના.
આ ત્રિપદીને બીજી રીતે પણ વિચારી શકાય - તું આત્મા છે, તારું સ્વરૂપ અને તારા ગુણધર્મો શાશ્વત છે, તારા જ છે, અને તારી પાસે જ રહેવાના છે. માટે આત્મા અને તેના ગુણોનો સ્થિરસ્વભાવ મનમાં લાવ (પુરૂવા), તેમ જ જગતના પદાર્થો તારા નથી. તારે વાસ્તવિક તેની સાથે કોઈ સંબંધ નથી. તે પદાર્થો મળે કે જતા રહે, વધે કે ઘટે તેમાં તારે શો ફરક પડે છે? તે ચીજોનો નાશવંત સ્વભાવ વિચાર (3gવી વિમેવા). જેમ રાજાને તો કળશ કે મુગટ, બંને અવસ્થામાં પોતાના સોનામાં કોઈ ફેર પડતો નથી, એમ સમજી હર્ષ કે શોક ન થયો, તેમ આત્માએ પણ પરપદાર્થોના ઉત્પત્તિ-નાશ બંને અવસ્થામાં પોતાના આત્માના ગુણધર્મોમાં કંઈ ફેર પડતો નથી એમ વિચારી, માધ્યચ્ય ભાવ રાખવો – સ્થિતપ્રજ્ઞ બનવા પ્રયત્નશીલ રહેવું. આત્માનો શાશ્વત ભાવ, અને જગતના પદાર્થોનો નાશવંતભાવ વિચારવો. “તેરા હૈ સો તેરી પાસે ઓર સબ અનેરા
આ ત્રિપદીનો ટૂંકમાં કેટલો અદૂભૂત સાર છે? સર્વે શાસ્ત્રોનું જ્ઞાન આપણને ત્યાં સુધી લઈ જવા માટે છે. જગતને જાણો જુઓ, પણ તેને આત્માથી જુદા સમજી તેમાં મૂંઝાઓ નહિ અને આત્માના ગુણધર્મોને પોતાના સમજી તેમાં સ્થિર રહો, સ્થિર રહેવા પ્રયત્નશીલ
બનો.