________________
(૧) ભૂમિકા - જૈન તત્ત્વજ્ઞાન શાશ્વત છે. વચનાતિશયના પ્રભાવયુક્ત વાણી દ્વારા જૈન માર્ગના પ્રભાવને વિસ્તારી, અઢળક જીવોને હૃદયપરિવર્તન કરી ધર્મમાર્ગમાં જોડી મોશે પહોંચાડે છે. તેઓ જે કાંઈ તત્વજ્ઞાન અને ધર્મના આચરણના નિયમો જણાવે છે, તે કોઈ નવા બતાવતા નથી. પૂર્વના તીર્થકરોએ બતાવેલાને પુનઃ પ્રકાશિત કરે છે. તેમજ આગમશાસ્ત્રોની શબ્દરચના અને સંઘવ્યવસ્થાને નૂતન સ્વરૂપ આપે છે. આ કાળખંડમાં જેમ ચોવીસ શ્રી તીર્થંકરો થઈ ગયા, તેવા પૂર્વેના કાળચક્રોમાં પણ ચોવીસ તીર્થંકરોની ચોવીસીઓ થયેલી છે. આ રીતે જોતાં વિશ્વ જેમ નિત્ય નિરંતર કાળના પ્રવાહમાં અનાદિ અનંતકાળ સુધી ચાલે છે, તેમ શ્રી તીર્થકર ભગવાનની ચોવીસીઓ પણ સતત થયા કરે છે, અને થયા કરશે. વિશ્વના અનંત જીવોમાંથી જે વિશિષ્ટ યોગ્યતા (તથાભવ્યત્વ)વાળા જીવો તીર્થંકરપદવી પ્રાપ્ત કરે છે. તેઓ સંઘ, સંઘ એ, જગતને ધર્મનું આલંબન બને છે, તેના સંસર્ગ-પરિચય-આલંબનથી બીજા જીવોતરે છે, માટે તે સંઘને તીર્થ કહેવાય છે, એટલે કે, તીર્થની સ્થાપના કરનારા હોવાથી તીર્થકર કહેવાય છે. ગીતામાં જે “મવામિ યુગે યુગે જણાવ્યું છે કે, આ રીતે જૈન તત્ત્વજ્ઞાન મુજબ ઘટે છે. ઈશ્વરનો એક જ આત્મા વારંવાર જન્મ ધારણ કરે તેવું જૈનતત્વજ્ઞાન માનતું નથી. સંસારના અનંત જીવોમાંથી જ તીર્થકરપણાની વિશિષ્ટ યોગ્યતાવાળા જીવો ક્રમસર સાધના કરી, તીર્થકર બની, ધર્મનું ઉત્થાન કરે છે. આ એક કુદરતી વ્યવસ્થા છે, તે સતત ચાલ્યા જ કરે છે. શ્રી તીર્થકર ભગવાન પણ સાધના કરી અંતે મુક્તિ - પરમપદમોક્ષ ને પામે છે. તેમજ જે યોગ્ય જીવો તેમના સ્થાપેલા સંઘમાં જોડાય છે, તેઓ પણ સાધના કરી મોક્ષ પામે છે. મોક્ષમાં સર્વે સમાન છે. વિશ્વના સઘળા આત્માઓનું આંતરિક સ્વરૂપ શુદ્ધ છે, અને એક સમાન છે. તેઓનું એકસમાન શુદ્ધ સ્વરૂપ મોક્ષમાં પ્રગટે છે. જૈન તત્ત્વજ્ઞાન શાશ્વત છે -
આ રીતે જૈન ધર્મના આચારો અને તત્ત્વજ્ઞાન શાશ્વત છે. શ્રી