________________
૬૧
(૧૧) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય પરિવર્તન થવામાં કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થયો નથી. પાણીમાંથી વરાળમાં, ઈંધણ (લાકડા-કોલસો)માંથી ગરમી, પ્રકાશ અને રાખમાં રૂપાંતર, પેટ્રોલ વિગેરેનું અગ્નિ, ગરમી અને ધુમાડામાં રૂપાંતર, અગ્નિનું પીસ્ટન દ્વારા પૈડાની ગતિમાં રૂપાંતર વિગેરે. હાઈડ્રોજન અને ઓકસીજનનું પાણીમાં (H,0) રૂપાંતર. સોડિયમ અને કલોરિનનું, મીઠું (Nacl)માં રૂપાંતર. ઇત્યાદિ સઘળા રૂપાંતરો છે આ રીતે સર્વત્ર સઘળા ભૌતિક પદાર્થોનું રૂપાંતર (બાહ્ય પરિવર્તન) માત્ર છે. નવા પદાર્થની ઉત્પત્તિ નથી.
પદાર્થની જેમ ઉર્જા અવિનાશી છે. આ શીર્ષક ઉપર લખતાં ડૉ. જે. જબલ્યુ મેલર લખે છે કે જ્યારે યથાર્થ તોલમાપ લેવા શક્ય બનશે ત્યારે એવું શોધાશે કે જ્યારે કોઈ ઉર્જાનું સ્વરૂપ અદ્રશ્ય થાય છે, ત્યારે તેના સમતુલ્ય પ્રમાણની ઉર્જાના અન્યસ્વરૂપ કે સ્વરૂપોનો અવિર્ભાવ થાય છે. L.A. colding said . “ઉર્જા અચળ અને અવિનાશી છે, તેથી જ્યાં અને
જ્યારે કોઈ યાંત્રિક કે બીજુ કોઈ કાર્ય સંપાદન કરતાં અદ્રશ્ય થતી લાગે છે ત્યારે તે ફક્ત રૂપાંતર પામે છે, અને નવું સ્વરૂપ પુનઃઉપસ્થિત થાય છે, પરંતુ ઉર્જાનો કુલ જથ્થો સ્થાયી રહે છે.” (થીસીસ ઓન એનર્જી)
ફેંચ ભૌતિકશાસ્ત્રી Sadi camot તેમના એક લેખમાં લખે છે કે “એ સત્ય છે કે ઉર્જા (શક્તિ)નું સ્વરૂપ બદલાય અથવા તે એક પ્રકારની ગતિમાંથી બીજા પ્રકારની ગતિ ઉપજાવે પરંતુ તેનો પૂર્ણતઃ વિનાશ થતો નથી.” ગ્રીક દર્શનશાસ્ત્રી ડેમોક્રીટસે પણ જણાવયું કે (Ex nihilu ninil fit, et in nihilum nihil potest reverti) “જે કંઈ નથી (અભાવ-શૂન્ય છે) તે, ક્યારેય કંઈ બની શકતું નથી, અથવા કંઈક હોય તે, ક્યારેય કંઈ ન હોય તેવું (અભાવ-શૂન્ય) થઈ શકતું નથી.” ૧૯મી સદીમાં Hebert spencer એ જણાવ્યું કે “પુગલ પદાર્થનો પૂર્ણતઃ વિનાશ એ જ કારણથી