SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) સૂત્ર-૯ અને ૧૦:- સર્વ આકાશ અને પુદ્ગલ અનંત છે ૧૧૯ જ પ્રદેશ, જો છૂટો સ્વતંત્ર હોય તો, તે જ પરમાણું તરીકે ઓળખાવાય છે. આકાશ એ અનાદિકાલીન (કાયમી) અખંડ દ્રવ્ય છે, માટે તેના અવિભાજ્ય અંશ રૂપ જે પ્રદેશો છે, તે ક્યારેય છૂટા પડતા નથી. તે કારણથી આકાશનો પ્રદેશ'-એવો જ શબ્દ પ્રયોગ થાય છે. પરમાણું આવો પ્રયોગ થતો નથી. જ્યારે પુગલનો પ્રદેશ અને પરમાણું એમ બંને શબ્દ પ્રયોગ થાય છે. ઘનીભૂત પુદ્ગલ એ Mater, અને વિખરાયેલા પુદ્ગલ એ Energy, ઉર્જા - આધુનિક વિજ્ઞાન મુજબ પુદ્ગલના મુખ્ય બે વિભાગ છે. (૧) પ્રત્યક્ષ-દશ્ય અને (૨) અપ્રત્યક્ષ-અદશ્ય. પ્રત્યક્ષને Matter (massજથ્થો) કહે છે. અપ્રત્યક્ષને Energy- ઉર્જા કહે છે. Mater, Molecule અને atom ધરાવે છે. atomએ, પ્રોટોન, ઇલેકટ્રોન, ન્યુટ્રોન, અને તેઓના સંયોગોનો સમૂહ એ, છે. પ્રોફે. આઈન્સ્ટાઈને વિશ્વમાં ઇલેકટ્રોનની સંખ્યા ૧૨૯૪૧૦૭ હોવાનું અનુમાન કર્યું છે. (જો કે આ પણ સંખ્યાત જ છે.) વળી વિજ્ઞાન મુજબ કેટલાક તારાઓ એવા છે કે તેઓ જે પદાર્થમાંથી બન્યા છે તે પદાર્થ પૃથ્વીની ભારેમાં ભારે ધાતુ કરતાં ૨૦OO ઘણી ભારે છે. આધુનિક વિજ્ઞાન મુજબ પુદ્ગલનો જથ્થો આ રીતે અત્યંત ઘનીભૂત થઈ ઘણા વજનવાળો પણ થઈ શકે છે, અને તેના અણું વિખરાઈને ઘણા વિસ્તૃત પણ બને છે. નાનું બળતણનું કણ વિશાળ ધુમાડાના કદને બનાવે છે. પાણીનું વરાળમાં રૂપાંતર થાય ત્યારે પાણી કરતાં ૧૭૦૦ ગણું વધારે કદ રોકે છે. પુષ્પની પરાગ જે ઘનીભૂત હોય છે. જે સુગંધ તરીકે ફેલાઈને વિશાળ કદ રોકે છે. આ સઘળી ચીજો પુલના પ્રદેશો સંખ્યાત, અસંખ્યાત, કે અનંત પણ હોય. એ બાબતને સૂચવનારા છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy