________________
૨૮૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પણ છવ મત્તા (પ્રકૃત સૂત્રના ભાગ પર શ્રી સિદ્ધસેનગણિકૃત ટીકા)
અર્થ - પરમાણુઓ પરસ્પર અસંયુક્ત હોય છે, અને બદ્ધાળુઓ (પરસ્પર સંયોજન પામેલા અણુઓ)ના સંઘાતસ્વરૂપ બાદર પરિણામી સ્કંધો આઠ સ્પર્શવાળા હોય છે, જ્યારે સૂર્મપરિણાવાળા ચાર સ્પર્શવાળા જ હોય છે. (જુઓ લેખ-પૃ. ૧૧ અને ૧૪૬) - વર્તમાન રસાયણ શાસ્ત્રના કેટલાક લેખકો અણુને atom કહે છે. અને સ્કંધને molecule કહે છે. ઉપર જૈન તત્ત્વજ્ઞાનીઓએ આપેલી અણુની વ્યાખ્યા જણાવી, ત્યાં નિર્દેશ કર્યો છે કે, અણુ, તે પુગલનો અંતિમ કણ છે, જેનું કોઈપણ રીતે વધુ આગળ ઉપવિભાજન ન થઈ શકે. તેથી atom શબ્દનો અર્થ કાંઈક અદશ્ય એવો થતો હોય તો પણ તેને જૈતતત્ત્વજ્ઞાનના પરમાણુંની માન્યતા સાથે સરખાવી ન શકાય. તે સ્કંધ (molecule) જ છે. વર્તમાન વિજ્ઞાનને નીચેના એક તત્ત્વાત્મક (elementry) કણનું જ્ઞાન છે.
(૧) એક તત્ત્વાત્મક (elementry) ઋણભાર જેને ઇલેક્ટ્રોન કહે છે. (૨) એક તત્ત્વાત્મક ધન (+) ભાર જેને પોઝીટ્રોન કહે છે. (૩) ૧૮૫૦ ગણા ભારે એક તત્ત્વાત્મક ધનભાર જેને પ્રોટોન કહે
(૪) કોઈપણ વિદ્યુત ભાર વિનાના અને પ્રોટોન કરતાં જથ્થામાં સહેજ ભારે એવા પુદ્ગલના એક તત્ત્વાત્મક કણો જેને ન્યૂટ્રોન કહે છે.
(૫) ભારે ઇલેક્ટ્રોન્સ. (૬) ન્યૂટ્રીનો (neutrino)નો કણ જેને કોઈ વિદ્યુત ભાર નથી.
(૭) પ્રોટોનની સમાન જથ્થાવાળા ઋણ, (-) ભારવાળા કણો, જેને ઋણ પ્રોટોન (negative porton) કહે છે.
(૮) Mu Mesons ધન અને ઋણ, જે ઇલેક્ટ્રોન કરતાં ૨૦૦ ગણા